કાલચક્ર - 6 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાલચક્ર - 6

( પ્રકરણ : છ )

‘...એ પ્રેત ચોકકસ પાછું આવશે અને એણે આપણાંમાંથી જેને-જેને પસંદ કર્યા હશે, એ બધાંને એ પોતાની સાથે ઊડાવીને લઈ જશે !’ બસમાં રહેલાં બધાં પર ભયભરી નજર ફેરવતાં લવલીએ ડુમાયેલા અવાજે કહ્યું, એટલે બસમાં સન્નાટો છવાઈ ગયો. નેહા, શિલ્પા, નતાશા અને સ્મિતાનાં મોતિયાં મરી ગયાં. યશ, મનજીત, અખિલ, તેજસ અને મિલિન્દ ગભરાઈ ઊઠયાં. રોમિત અને કરનની હાલત પણ કફોડી હતી, તો ઈરફાન, જેકબ અને અનૂજ પરાણે હિંમત જાળવી રહ્યા હતા.

‘બધાં હિંમત રાખો.’ સન્નાટાને ચીરતાં લવલી બોલી : ‘કોઈ ડરશો નહિ.’ ‘તું...તું વાત ડરી જવા જેવી કરે છે અને પાછી કહે છે કે, ડરશો નહિ !’

નતાશા બોલી ઊઠી.

‘...એ પ્રેતનો શિકાર બની ગયેલા પેલા યુવાને મને કહ્યું કે, એ પ્રેતને ડરની વાસ આવે છે.’ લવલીએ પરાણે મનથી ડરને દૂર રાખવાનો પ્રયત્ન કરતાં કહ્યું

‘...ડરી ગયેલી વ્યક્તિ તુરત જ તેનાં ધ્યાનમાં આવી જાય છે. એવી વ્યક્તિને એ પોતાની સાથે લઈ જાય છે, અને ખાય છે. આજે...’ લવલીએ અવાજમાંની ભયની કંપારી ખાળતાં કહ્યું : ‘...આજે છેલ્લી રાત છે ! એ પ્રેત આપણને જોઈ ગયું છે ! એ પ્રેત જરૂર પાછું આવશે ! !’

બધાં લવલી સામે જોઈ રહ્યા. અમુકના હૃદય જાણે ધબકતા બંધ થઈ ગયા હતા, તો અમુકના હૃદયના ધબકારા વધી ગયા હતા.

‘હેલ્લો !’ ઈરફાનનો અવાજ શાંત વાતવરણમાં ગુંજ્યો, એટલે બધાંનું ધ્યાન ઈરફાન તરફ ખેંચાયું. ઈરફાન મોબાઈલ ફોન પર હાઈવે પોલીસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો : ‘હેલ્લો ! હું મુંબઈ-ખંડાલા હાઈવેની અંદર આવેલા રસ્તા પરથી બોલી રહ્યો છું.’ ઈરફાન મોબાઈલમાં મોટેથી બોલી રહ્યો હતો : ‘તમને સાંભળાય છે, મારો અવાજ ? ! અમે ખૂબ જ મોટી મુસીબતમાં મુકાયા છીએ. અમારી મદદ કરો, પ્લીઝ !’

પણ મોબાઈલમાં સામેથી કોઈ અવાજ-જવાબ સંભળાતો નહોતો.

૦ ૦ ૦

થોડાંક કલાક પહેલાં જ એ પ્રેતનો શિકાર બની ગયેલા નંદુના પિતા ઓમકાર અને એનો મોટો ભાઈ ચંદર અત્યારે ટાટા મોબાઈલમાં આગળ વધી રહ્યા હતા. ચંદર ડ્રાઈવિંગ સીટ પર બેઠો હતો અને એની બાજુમાં ઓમકાર બેઠો હતો.

પાછળ, ટાટા મોબાઈલના ખુલ્લા ભાગમાં ઓમકારે એ પ્રેતનો સામનો કરવા માટે જાણે મોટી બંદૂક કે પછી નાની તોપ જેવું સાધન મૂકેલું હતું. એની પાસે જ ચાર લાંબા સળિયાવાળા ત્રિશૂલ મુકાયેલા હતા. ઓમકારનો પાળેલો કૂતરો કાળિયો પાછળના એ ભાગમાં બેઠો હતો.

‘એક મિનિટ-ગાડી ઊભી રાખ.’ ઓમકારે એકદમથી જ કહ્યું, એટલે ‘શું થયું ?’ પૂછતાં ચંદરે મોબાઈલ ઊભી રાખી અને બારી બહાર નજર દોડાવી. જમણી બાજુ રસ્તાની અંદરની તરફ આવેલા મોટા ઝાડ સાથે એક જીપ અથડાયેલી પડી હતી. એ જીપ હાઈવે પોલીસની હતી !

‘તું અહીં જ બેસ. હું જોઉં છું.’ કહેતા ઓમકાર ટોર્ચ લઈને નીચે ઉતર્યો.

આસપાસમાં સન્નાટો હતો. જીપની લાઈટો ચાલુ હતી. આનો મતલબ કે, જીપને આ અકસ્માત નડયાને વધુ વાર થઈ નહોતી !

ઓમકાર આસપાસમાં ટોર્ચનું અજવાળું ફેરવીને જોતો-સાવચેત પગલે ચાલતો જીપની નજીક પહોંચ્યો. તેણે જીપની અંદર જોયું. કોઈ નહોતું. જીપ ખાલી હતી ! ‘જીપને અકસ્માત નડયા પછી અહીંથી પસાર થયેલો કોઈક વાહનવાળો હાઈવે પોલીસને સારવાર માટે લઈ ગયો હશે,’ એવા વિચાર સાથે ઓમકાર પોતાની ગાડી તરફ આગળ વધી જવા ગયો, ત્યાં જ તેના કાને મોબાઈલ ફોનની રિંગ પડી.

તેનું ધ્યાન જીપની સીટ પર પડેલા મોબાઈલ ફોન તરફ ગયું. તેણે મોબાઈલ ઉઠાવ્યો અને કાને ધર્યો : ‘હેલ્લો !’ તે બોલ્યો, ત્યાં જ મોબાઈલમાં સામેથી યશનો ગભરાટભર્યો અવાજ સંભળાયો : ‘હેલ્લો ! હું...હું મુંબઈ ખંડાલા હાઈવેની અંદરની તરફ, આઠેક કિલોમીટર અંદરના રસ્તા પરથી બોલી રહ્યો છું. અમે પંદર જણાં મોટી મુસીબતમાં મુકાયેલા છીએ. અમને તાત્કાલિક મદદ જોઈએ. જો.., જો તમે તાત્કાલિક અમારી મદદે નહિ આવી પહોંચો તો એ.., એ અમને ખાઈ જશે.’

‘કોણ તમને ખાઈ જશે !’ ઓમકારે ઉતાવળે પૂછયું : ‘આખરે થયું છે, શું ? !’

‘તમે...’ મોબાઈલમાં સામેથી યશનો અવાજ આવ્યો : ‘તમે એ કહો, શું તમે પોલીસ છો ? !’

‘જો ભાઈ,’ ઓમકાર બોલ્યો, ‘તું મારી વાત ધ્યાનથી સાંભળ. અત્યારે તું જે રસ્તા પર છે, હું પણ એ જ રસ્તા પર છું. પણ આ રસ્તો ખૂબ જ લાંબો છે. ત્યાં આસપાસમાં એવી કોઈ નિશાની છે, જેની તમે નજીક છો ?’

‘અમે મોતની નજીક છીએ !’ યશનો હારેલો અવાજ આવ્યો.

‘તું હિંમત ન હાર. મગજ પરનો કાબૂ ન ગુમાવ.’ ઓમકારે કહ્યું : ‘હું તારી મદદે આવું છું. તું તારી આસપાસમાંની કોઈક એવી વસ્તુ વિશે મને જણાવ જેનાથી હું વહેલામાં વહેલી તકે તમારી મદદે પહોંચી શકું.’

‘અમે...’ સામેથી પળવાર પછી યશનો જવાબ સંભળાયો : ‘...અમે મુંબઈ-ખંડાલા મેઈન હાઈવે આઠ કિલોમીટર દૂર હોવાનું બતાવી રહેલા બોર્ડની નજીક, પંકચર પડેલી બસમાં બેઠા છીએ. નજીકમાં જ એક ફાર્મ હાઉસ દેખાય છે.’

‘હું વહેલી તકે તમારી પાસે પહોંચવાનો પ્રયત્ન કરું છું.’

‘તમે....’ સામેથી યશનો અધીરાઈભર્યો સવાલ સંભળાયો: ‘.તમે કેટલી વારમાં અહીં આવી પહોંચશો ? !’

‘એ હું ચોકકસપણે કંઈ કહી શકું એમ નથી.’

‘જો...’ યશનો અવાજ સંભળાયો : ‘...જો તમે વહેલાસર આવી નહિ પહોંચો તો તમને અમારી લાશ પણ નહિ મળે.’

‘હું વહેલાસર ત્યાં પહોંચું છું.’

‘તમે..તમે એકલા હો તો મદદ માટે બીજા લોકોને પણ સાથે લેતા આવજો.’

મોબાઈલમાં સામેથી યશનો અવાજ સંભળાયો : ‘તમે વાયદો કરો. તમે. તમે જરૂર આવશો. તમે આવશો ને ?!’

‘હું આવું છું !’ ઓમકારે કહ્યું : ‘તમે ત્યાં જ રહેજો. ત્યાંથી કયાંય આઘાપાછા થતા નહિ.’ અને ઓમકાર યશ સાથેની વાત પતાવીને ગાડી તરફ ચાલ્યો. ગાડીની-ટાટા મોબાઈલની ડ્રાઈવિંગ સીટ પર બેઠેલા ચંદરે ઓમકારની વાતચીત ધ્યાનથી સાંભળી હતી.

ઓમકાર ચંદરની બાજુમાં બેઠો : ‘ચાલ, ગાડી ત્યાં લઈ લે.’ ‘પપ્પા,’ ચંદર બોલ્યો : ‘ત્યાં પેલું પ્રેત જ હશે, જેણે બધાંને...’

‘મને ખબર છે.’ ઓમકારે ચંદરની વાત કાપતાં કહ્યું : ‘ઝડપથી ગાડી એ તરફ દોડાવ.’

અને ચંદરે હિંમતનો એક ઊંડો શ્વાસ લીધો અને જ્યાં એ પંદર યુવાન-યુવતીઓની બસ ઊભી હતી, એ તરફ ગાડી દોડાવી.

ત્યારે આ તરફ, એ બસમાં, ડ્રાઈવરની સીટ પાસે ઊભેલા યશના ચહેરા પર આનંદ આવી ગયો હતો : ‘એ લોકો આવી રહ્યા છે, એ લોકો આપણી મદદ માટે આવી રહ્યા છે.’

‘હવે આપણે બચી જઈશું.’ રોમિત રાહતભેર બોલી ઊઠયો.

‘હા !’ નતાશા આનંદભેર બોલી ઊઠી : ‘હવે આપણે બધાં બચી જઈશું.’

‘...એણે કેટલી વારમાં આવી પહોંચવાનું કહ્યું ?’ ઈરફાને પૂછયું.

‘એણે કહ્યું કે, એ વહેલામાં વહેલી તકે આવી રહ્યો છે.’ યશનો આનંદ માતો નહોતો : ‘તમે ચિંતા ન કરો, હવે આપણે બચી...’ અને યશનું વાકય પૂરું થાય, એ પહેલાં જ જાણે આભ ફાટયું હોય એમ યશ ઉભો હતો એની ઉપરની બસની છત ફાટી અને ઉપરથી પેલા પ્રેતના બે પંજા આવ્યા અને યશને બન્ને ખભા પાસેથી પકડીને ઉપરની તરફ ખેંચ્યો.

બસમાં ચીસાચીસ મચી ગઈ.

‘મને બચાવો..!’ યશે જોરથી પોક મૂકતાં ચીસાસીસ કરી મૂકી : ‘મને આના પંજામાંથી છોડાવો !’ એટલી વારમાં તો એ પ્રેતના પંજાએ યશને એક-દોઢ ફૂટ અધ્ધર કરી લીધો. એ જ વખતે નજીકમાં જ ઊભેલા ઈરફાન અને જેકબને જાણે યશને બચાવવા માટેનું ભાન આવ્યું અને એમણે બન્નેએ યશના પગ પકડી લીધા. બાકીનાં બધાં યુવાનો ડઘાઈ ગયા હતા. તો નેહા, સ્મિતા, શિલ્પા અને નતાશા ભયથી ચીસાચીસ કરી રહી હતી. જ્યારે લવલી યશને એ પ્રેતના પંજામાંથી છોડાવવાનો પ્રયત્ન કરી રહેલા ઈરફાન અને જેકબ તરફ જોઈ રહી હતી. ઈરફાન અને જેકબને એમાં સફળતા મળી રહી નહોતી. ઉપરથી પ્રેત યશને વધુ બળપૂર્વક ઉપરની તરફ ખેંચી રહ્યું હતું.

‘રોમિત-કરણ !’ લવલીએ નજીકમાં જ ડઘાયેલી હાલતમાં ઊભેલા રોમિત અને કરણને બૂમ પાડી : ‘તમે બન્ને પણ ઈરફાન અને જેકબને મદદ કરો, નહિંતર એ પ્રેત યશની સાથે જ એ બન્નેને પણ ખેંચી જશે.’

અને રોમિત અને કરણને જાણે હવે જ ભાન આવ્યું હોય એમ એ બન્ને પણ યશને પ્રેતના પંજામાંથી છોડાવવા માટે આગળ વધી ગયા.

પણ ચારે જણાં પણ એ પ્રેતની સામે કમજોર પડી રહ્યા હતા.

યશ ‘બચાવો..બચાવો..!’ની ચીસાચીસ કરી રહ્યો હતો. એ પ્રેત યશને વધુને વધુ અધ્ધર ખેંચી રહ્યું હતું. પ્રેતના પંજામાં યશને ખેંચાઈ જતો રોકી રાખવામાં ઈરફાન, જેકબ, રોમિત અને કરણને આંખે પાણી આવી રહ્યાં હતાં.

ત્યાં જ લવલીનું ધ્યાન નજીકમાં જ પડેલા લાંબા સળિયા તરફ ખેંચાયું. તેણે પાંચેક ફૂટ લાંબો એ સળિયો હાથમાં લીધો અને સીટ પર ચઢી. તેને છત પર યશને પકડીને અધ્ધર ખેંચી રહેલું પ્રેત દેખાયું. તેણે શરીરની બધી તાકાત ભેગી કરીને એ સળિયો પ્રેતની છાતીમાં ખુંપાડયો અને પાછો ખેંચી કાઢયો.

પ્રેતના ભયાનક ચહેરા પર પીડા આવી નહિ અને એણે યશને છોડયો પણ નહિ. હવે લવલીએ હાથમાં રહેલો સળિયો ભાલાની જેમ જોશભેર એ પ્રેતના ચહેરા તરફ ફેંકી દીધો. સળિયો પ્રેતની ડાબી આંખમાં આરપાર ઘૂસી ગયો અને માથાની પાછળથી એકાદ ફૂટ જેટલો બહાર નીકળી ગયો.

હવે પ્રેતે યશને છોડી દીધો.

આ સાથે જ યશ ધબ્‌ કરતાં ઈરફાન, જેકબ ને રોમિત તેમ જ કરણ સાથે બસની અંદર પટકાયો. બધાં ઝડપભેર ઊભા થયાં અને બસની પાછળની તરફ હટયા. લવલી પણ પાછળ હટી.

હવે અહીંથી કોઈનેય ઉપર રહેલું એ પ્રેત દેખાતું નહોતું. બધાં ફફડતાં જીવે, કંપતાં શરીરે બસની એ ફાટેલી છતની બહાર દેખાઈ રહેલા આકાશ તરફ તાકી રહ્યા.

જેકબ સહુથી આગળ ઊભો હતો. તેણે બાજુમાં ઊભેલા ઈરફાન સામે જોયું. ‘હું જોઉં છું,’ જેકબે કહ્યું, અને તેણે આજુ-બાજુની સીટ પર બન્ને પગ મૂકયા અને અધ્ધર થયો. તેને છત પર થોડેક આગળ ઊભેલું પ્રેત દેખાયું. પ્રેત પોતાની આંખની આરપાર ખૂંપેેલો સળિયો કાઢી રહ્યો હતો.

બીજી જ પળે એ સળિયાની સાથે જ પ્રેતનો અડધો ચહેરો પણ ખેંચાઈ આવ્યો. જેકબના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ. તે સીટ પરથી ઊતરી આવ્યો. ‘..શું થયું ?’ ઈરફાને પુછયું.

‘સળિયા સાથે એનો અડધો ચહેરો છૂટો પડી ગયો !’

ઈરફાન પળવાર જેકબ તરફ જોઈ રહ્યો, પછી તે આગળ વધ્યો. તેણે આ- જુબાજુની બન્ને સીટ પર પગ મૂકયા અને અધ્ધર થઈને બસની છત તરફ નજર દોડાવી.

છત પર ઊભેલા અડધા ચહેરાવાળા પ્રેતે, હાથમાં રહેલો પોતાના અડધા ચહેરા સાથેનો સળિયો દૂર ફેંકી દીધો અને પળવારમાં જ ચામાચીડિયાની જેમ આકાશમાં ઊડયું અને અંધારામાં ગૂમ થઈ ગયું.

ઈરફાન સીટ પરથી નીચે ઊતર્યો. તેણે બધાં સામે જોયું : ‘એ પ્રેત ઊડી ગયું !’

પણ ઈરફાનની આ વાત સાંભળીને કોઈના ચહેરા પર રાહત આવી નહિ.

બધાંના ચહેરા પર એક જ વાત ડોકાતી હતી, ‘એ પ્રેત ભલે ઊડી ગયું, પણ હમણાં પાછું આવશે !’

ધમ્‌ ! જોરદાર અવાજ સાથે બસની છત પર કોઈ વજનદાર વસ્તુ પડી ને બસ હલબલી જવાની સાથે જ બારીના અમુક કાચ તૂટી પડયાં. બધાંએ એકબીજા સાથે ટકરાતાં, સીટ સાથે અથડાતાં-કુટાતાં ચીસાચીસ કરી મૂકી.

બસ હલબલતી બંધ થઈ. ફરી સન્નાટો છવાઈ ગયો. ફરી પાછા બધાં ઊભાં થવા માંડયા.

જેકબે ઈરફાન સામે જોયું.

‘હું જોઉં છું !’ કહેતાં ઈરફાન સીટ પર ચઢયો અને છત પર નજર નાંખી.

છત પર અડધા માથાવાળું પ્રેત પડયું હતું ! જરાય હાલ્યા-ચાલ્યા વિના !

ઈરફાન હિંમત જાળવી રાખતાં પ્રેત તરફ જોઈ રહ્યો. પ્રેતમાં કોઈ હીલચાલ વર્તાઈ નહિ.

તે સીટની નીચે ઉતર્યો : ‘ઉપર પ્રેત કોઈ મડદાંની જેમ પડયું છે.’

‘...શું એ ખતમ થઈ ગયું ?’ નતાશાએ ફફડતા અવાજે પૂછયું.

‘મને ખબર નથી.’ ઈરફાન બોલ્યો, ત્યાં જ રોમિતે કહ્યું : ‘આ એક મોકો છે. આપણે બસની બહાર નીકળીને સામેના ફાર્મ-હાઉસમાં ચાલ્યા જવું જઈએ.’ ‘હા-હા !’ કહેતાં અનૂજ અને કરણ દરવાજા તરફ આગળ વધી ગયા.

મનજીત અને નતાશા પણ દરવાજા તરફ આગળ વધી ગયાં.

દરવાજાની સ્ટોપર ખુલ્લી જ હતી. અનૂજે દરવાજો ધકેલ્યો, પણ દરવાજો ખુલ્યો નહિ. ‘કરણ તું પણ જોર લગાવ.’ અનૂજે કહ્યું, એટલે કરણે જોર લગાવ્યું, પણ દરવાજો ટસથી મસ થયો નહિ.

‘બાજુ પર હટો. મને ખોલવા દો.’ કહેતાં રોમિતે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો.

લવલી એકીટસે જોઈ રહી. બાકીના બધાં પણ જોઈ રહ્યાં.

રોમિત સામેય દરવાજાએ મચક આપી નહિ. ‘આ સ્ટોપર ખુલ્લી છે, છતાંય દરવાજો કેમ ખુલતો નથી ?’ અને રોમિતે ધૂંધવાટથી દરવાજાને લાત મારી : ‘ખુલી જા ! ખુલી જા !’

‘હવે કોઈ ફાયદો નથી.’ એ પ્રેતના હાથમાંથી માંડ-માંડ બચેલો ને અધમૂઈ થઈ ગયેલી હાલતમાં બેઠેલો યશ રોતલ અવાજે બોલ્યો, ‘આપણે..., આપણે વિચાર્યું કે, એ અંદર આવી જશે, પણ એણે તો આપણને અંદર પૂરી દીધાં.’

સાંભળીને રોમિતના ચહેરા પરનો ડર બેવડાયો. બીજાં બધાંના જીવ પણ વધુ બેચેન બન્યાં.

સરરર છત ઉપરથી અવાજ આવ્યો અને બધાં કંઈ સમજે એ પહેલાં જ તૂટેલી છત પરથી કોઈ વિશાળ વસ્તુ નીચે આવી પડી. બધાંના મોઢેથી ચીસ નીકળી ગઈ.

રોમિત, અનૂજ, કરણ અને યશ તેમજ મનજીત અને નતાશા એ વસ્તુની પેલી તરફ-બસના આગળના ભાગમાં હતા, જ્યારે બાકીના એ વસ્તુની આ તરફ, બસના પાછળના ભાગમાં હતા.

‘આ...આ શું છે ?’ નેહાએ ફફડતા અવાજે પૂછયું.

ઈરફાને પોતાના હાથમાંની બેટરીનું અજવાળું એ વસ્તુ પર નાંખ્યું : ‘આ...’

ઈરફાન બોલ્યો : ‘..આ પ્રેતની પાંખ છે.’

‘..કેટલી મોટી પાંખ છે !’ શિલ્પા કંપતા અવાજે બોલી ઊઠી.

તો પાંખની પેલી તરફ રહેલા કરણે અચકાતા-અચકાતા એ પાંખ તરફ હાથ આગળ વધાર્યો અને પાંખને હાથ લગાવીને તુરત જ હાથ પાછો ખેંચી લીધો. પાંખ જેમની તેમ રહી. કરણની હિંમત વધી. તેણે ફરી પાંખ તરફ હાથ આગળ વધાર્યો. તેણે પાંખ પકડી ને અધ્ધર કરી. પાંખ પ્લાસ્ટિકના પડદાની જેમ અધ્ધર થઈ.

‘તમે લોકો આ તરફ આવી જાવ.’ ઈરફાન બોલ્યો.

‘આ તો બાથરૂમના પડદા જેવું લાગે છે !’ કરણ બોલ્યો. ‘તો એને તારા બાથરૂમમાં લગાવી દે.’ અનૂજે કહ્યું. ‘આ મજાકનો સમય નથી.’ નતાશા બોલી.

કરણ પાંખ હટાવીને આ તરફ આવી ગયો.

તેની પાછળ પેલી તરફ રહેલા અનૂજે આ તરફ આવવા માટે પ્રેતની એ પાંખને પકડીને અધ્ધર કરી : ‘બાથરૂમનો પડદો ? ! ના, ભઈ !’ અનૂજે કહ્યું

ઃ ‘...આ તો ટૉઇલેટ પેપર જેવું...’ અને તેના મોઢામાંનું વાકય પૂરું થાય એ પહેલાં જ એ પાંખમાં એકદમથી જીવ આવી ગયો અને એ પાંખે પલકવારમાં જ અનૂજનો કમર સુધીનો ભાગ, ચારે બાજુથી પોતાની ભીંસમાં લઈ લીધો અને તેને ઉપરની તરફ ખેંચ્યો.

(ક્રમશઃ)