Barood book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Barood is also popular in જાસૂસી વાર્તા in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
બારૂદ - નવલકથા
Kanu Bhagdev
દ્વારા
ગુજરાતી જાસૂસી વાર્તા
બારૂદ... ! જી, હા...
પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ મેં ભારતનાં વડાપ્રધાનને સાંકળીને લખી છે. ભારતનાં વડાપ્રધાન મંત્રણા માટે રશિયા જવાનાં હોય છે અને એવામાં જ ગુપ્તચર વિભાગને બાતમી મળે છે કે મોસ્કોમાં ભારતીય વડાપ્રધાનનાં ખૂનનું કાવતરું ઘડાઈ ચુક્યું છે અને આ કાવતરું ઘડ્યું છે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ. એસ.આઈ.નાં ચીફ અબ્દુલ વહીદ કુરેશીનું... !
પરિણામે ફરીથી એક વાર નાગપાલ-દિલીપની જોડીને આઈ.એસ.આઈ.નો દાવ નિષ્ફળ બનાવવા માટે. મેદાનમાં ઉતરવું પડે છે.
– અને પછી સર્જાય છે એક પછી એક સનસનાટીભર્યા બનાવોની હારમાળા.. !
આઈ.એસ.આઈ.નાં મુખ્ય હેતુની જ્યારે દિલીપને ખબર પડે છે, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે. ભારતનાં વડાપ્રધાનનું ખૂન નહીં પણ અપહરણ થાય છે અને આ અપહરણ પાછળનો તેમનો હેતુ પણ જુદો હોય છે.
પરંતુ દિલીપ પોતાની અસીમ બુદ્ધિમત્તાનાં જોરે છેવટની ઘડીએ આઈ.એસ.આઈ.ની બાજી ઉંધી વાળી દે છે અને... પાને પાને હૃદયનાં ધબકરા વધારતી આ નવલકથાનાં સાચા નિર્ણાયક તો આપ સૌ વાંચકો જ છો.
આપનો નિષ્પક્ષ અભિપ્રાય જરૂરથી લખી મોકલશો.
[સનસનાટીભરી રહસ્યકથા] કનુ ભગદેવ ******** બારૂદ... ! જી, હા... પ્રસ્તુત નવલકથાની કથાવસ્તુ મેં ભારતનાં વડાપ્રધાનને સાંકળીને લખી છે. ભારતનાં વડાપ્રધાન મંત્રણા માટે રશિયા જવાનાં હોય છે અને એવામાં જ ગુપ્તચર વિભાગને બાતમી મળે છે કે મોસ્કોમાં ભારતીય વડાપ્રધાનનાં ખૂનનું ...વધુ વાંચોઘડાઈ ચુક્યું છે અને આ કાવતરું ઘડ્યું છે પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા આઈ. એસ.આઈ.નાં ચીફ અબ્દુલ વહીદ કુરેશીનું... ! પરિણામે ફરીથી એક વાર નાગપાલ-દિલીપની જોડીને આઈ.એસ.આઈ.નો દાવ નિષ્ફળ બનાવવા માટે. મેદાનમાં ઉતરવું પડે છે. – અને પછી સર્જાય છે એક પછી એક સનસનાટીભર્યા બનાવોની હારમાળા.. ! આઈ.એસ.આઈ.નાં મુખ્ય હેતુની જ્યારે દિલીપને ખબર પડે છે, ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું
૨. ધંધાદારી ખૂનીઓ.... ! સાંજે સાત ને પાંચ મિનિટે દિલીપ ગ્રાહમ રોડના ટેક્સીન્ડ પાસે પહોંચ્યો. બાબુભાઈ દૂરથી જ એની નજરે ચડી ગયો. તે લાકડાના એક ટેબલ પાછળ ખુરશી પર બેઠો હતો. એની આજુબાજુમાં કેટલાય ડ્રાઇવરો ઊભા હતા, બધા રશિયન ...વધુ વાંચોહતા. અત્યારે બાબુભાઈ વીસેક વર્ષના એક યુવાન પર રોષ ઠાલવતો હતો. કદાચ એ પોતાની ટેક્સીનું ક્યાંક એક્સિડેન્ટ કરી આવ્યો હતો. પરંતુ પછી દિલીપ પર નજર પડતાં જ બાબુભાઈ જાણે કે બધું જ ભૂલી ગયો. ‘મિસ્ટર દિલીપ, તમે... ?’ એ ઊછળીને ખુરશી પરથી ઊભો થઈ ગયો. ‘ઓહ ગોડ... !’ એ તરત જ બોલી ઊઠ્યો, ‘હું સપનામાં તો નથી ને?' ‘ના, બિલકુલ
૩ દિલીપતો તર્ક.... ! નાગપાલની બધી કાર્યવાહીનું મુખ્ય કેન્દ્ર બાબુભાઈનો બંગલો જ બની ગયું. ત્યાંથી જ બધું સંચાલન થવા લાગ્યું. નાગપાલે તાબડતોબ પોતાની સાથે આવેલ સી.આઈ.ડી.એજન્ટોને ત્યાં બોલાવી લીધા. એજન્ટો તરત જ ત્યાં આવી પહોંચ્યા. નાગપાલે બુલડોગ, હીચકોક તથા ...વધુ વાંચોજોસેફના ફોટા એ સૌને બતાવીને તેમની કામગીરી સમજાવી દીધી. બધા એજન્ટો પોતપોતાની કામગીરી સમજી ચૂક્યા હતા. ‘હવે એક વાત સાંભળી લો....' છેવટે નાગપાલે કહ્યું. ‘શું?' ‘તમારે દરરોજ સાંજે મને અથવા તો દિલીપને આખા દિવસનો રિપોર્ટ આપવાનો છે... !' ‘ઓ.કે. સર... !’ 'આ ઉપરાંત નજર રાખવાના કામમાં કોઈ જાતની બેદરકારી રાખશો નહીં... !' નાગપાલનો અવાજ એકદમ ગંભીર હતો, ‘આ આપણા વડાપ્રધાનની
૪ દિલીપની યુક્તિ આગામી બે દિવસ સુધી સી.આઈ.ડી.ના એજન્ટોએ ડેનિયલ જોસેફ પર ચાંપતી નજર રાખી. એની પ્રત્યેક હિલચાલની નોંધ લીધી. પરંતુ પરિણામ શૂન્યમાં આવ્યું. અબ્દુલ વહીદ કુરેશી ડેનિયલ જોસેફની નજીક પણ ન ફરક્યો. તેમ ડેનિયલે પણ કુરેશીને મળવાનો ...વધુ વાંચોપ્રયાસ કર્યો કે ન તો એ બીજા કોઈ પાકિસ્તાનીને મળ્યો... ! મામલો એકદમ ગૂંચવાઈ ગયો હતો. દિલીપની વ્યાકુળતા હવે વધી ગઈ. – અને તેની વ્યાકુળતા વધે એ સ્વાભાવિક જ હતું. વડાપ્રધાનના મોસ્કો આવવામાં હવે માત્ર નવ દિવસ જ બાકી રહ્યા હતા. હજુ સુધી અબ્દુલ વહીદ કુરેશીની કોઈ હિલચાલનો કંઈ પત્તો નહોતો. તે મોસ્કોમાં ક્યાં ઊતર્યો છે એની પણ હજુ સુધી
૫ આશ્ચર્યજતક ટેસ્ટ... ! ત્યાર બાદ ટેસ્ટની પ્રક્રિયા શરૂ થઈ. જાસૂસીની દુનિયામાં આ અત્યાર સુધીનો એક અનોખો જ કહી શકાય એવો ટેસ્ટ હતો. આવો આશ્ચર્યજનક ટેસ્ટ આજ સુધીમાં કદાચ કોઈ જાસૂસે નહોતો લીધો. ખુદ નાગપાલ જેવો નાગપાલ પણ ...વધુ વાંચોઅનુભવતો હતો. પોતાના અનુગામી તરીકે દિલીપની પસંદગીથી તેની છાતી ગજગજ ફૂલતી હતી. છેલ્લા થોડા કેસો દરમિયાન દિલીપે પોતાની અસીમ બુદ્ધિમત્તાનો પરિચય આપ્યો હતો. આવા સહકારીને મેળવીને કોણ ગર્વ ન અનુભવે ? માત્ર નાગપાલ જ નહીં, બલ્કે આજે આખો દેશ દિલીપ પર ગર્વ અનુભવતો હતો. અને આનું મોટામાં મોટું કારણ એક જ હતું. છેલ્લા થોડા સમયથી દિલીપ બળથી ઓછું ને કળથી