Barood - 3 books and stories free download online pdf in Gujarati

બારૂદ - 3

૩ દિલીપતો તર્ક.... !

નાગપાલની બધી કાર્યવાહીનું મુખ્ય કેન્દ્ર બાબુભાઈનો બંગલો જ બની ગયું.

ત્યાંથી જ બધું સંચાલન થવા લાગ્યું.

નાગપાલે તાબડતોબ પોતાની સાથે આવેલ સી.આઈ.ડી.એજન્ટોને ત્યાં બોલાવી લીધા. એજન્ટો તરત જ ત્યાં આવી પહોંચ્યા.

નાગપાલે બુલડોગ, હીચકોક તથા ડેનિયલ જોસેફના ફોટા એ સૌને બતાવીને તેમની કામગીરી સમજાવી દીધી. બધા એજન્ટો પોતપોતાની કામગીરી સમજી ચૂક્યા હતા.

‘હવે એક વાત સાંભળી લો....' છેવટે નાગપાલે કહ્યું.

‘શું?'

‘તમારે દરરોજ સાંજે મને અથવા તો દિલીપને આખા દિવસનો રિપોર્ટ આપવાનો છે... !'

‘ઓ.કે. સર... !’

'આ ઉપરાંત નજર રાખવાના કામમાં કોઈ જાતની બેદરકારી રાખશો નહીં... !' નાગપાલનો અવાજ એકદમ ગંભીર હતો, ‘આ આપણા વડાપ્રધાનની જિંદગી અને મોતનો સવાલ છે !'

‘આપ બિલકુલ બેફિકર રહો સર... !'

‘ઓ.કે....વીશ યુ ગુડ લક... !'

‘થેંક યૂ સર... !’

સી.આઈ.ડી. એજન્ટો ત્યાંથી વિદાય થઈ ગયા.

કરવો પડ્યો.

ત્યાર બાદ આ મિશનમાં તેમને વધુ એક નવી મુશ્કેલીનો સામનો આદેશ મુજબ સી.આઈ.ડી.ના એજન્ટોએ લગાતાર બે દિવસ સુધી બુલડોગ, હીચકોક તથા ડેનિયલ જોસેફ પર નજર રાખી અને નાગપાલને તેનો રિપોર્ટ પણ આપ્યો.

પરંતુ આ રિપોર્ટમાં કશુંય શંકાસ્પદ નહોતું. ત્રણેયની દિનચર્યા એકદમ સામાન્ય હતી.

તેઓ આખો દિવસ પોતપોતાનું કામ પતાવતા અને રાત્રે ઘેર જઈને સૂઈ જતા હતા.

તેઓ કોઈ શંકાસ્પદ માણસને પણ મળતા નહોતા.

‘બિરાદર... !' બાબુભાઈનિરાશ અવાજે બોલ્યો, ‘આપણે ખોટી દિશામાં મહેનત કરતા હોઈએ એવું મને લાગે છે... !'

‘ના...’ દિલીપે મક્કમ અવાજે કહ્યું, ‘આપણે આટલી જલ્દી નિરાશ ન થવું જોઈએ... !’

‘પણ બિરાદર... !' બાબુભાઈ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘જો પાકિસ્તાનની સરકારે આમાંથી કોઈને કામ સોંપ્યું હોત તો અત્યાર સુધીમાં ચોક્કસ જ આપણને એનો કોઈક સંકેત મળ્યો હોત !'

‘બે દિવસમાં જ આપણને કોઈ સંકેત મળી જાય એ કંઈ જરૂરી નથી.’ દિલીપે કહ્યું, ‘આપણે થોડી ધીરજ રાખવી જોઈએ. ધીરજનાં ફળ હંમેશાં મીઠાં હોય છે.’

બાબુભાઈ ચૂપ થઈ ગયો.

નાગપાલ તો પહેલેથી જ ખામોશ હતો. એ ચૂપચાપ પાઇપના કસ ખેંચતો હતો. ‘આ બાબતમાં તમારું શું મંતવ્ય છે અંકલ... ?’ દિલીપે એની સામે જોતાં પૂછ્યું.

‘હું તારી વાત સાથે સહમત છું.'

અર્થાત્ આપણે થોડી રાહ જોવી જોઈએ, ખરું ને ?’

—ત્યાર પછીની સાંજે બધા એજન્ટો પોતપોતાનો રિપોર્ટ આપવા માટે બાબુભાઈના નિવાસસ્થાને આવી પહોંચ્યા.

જોગાનુજોગ એ વખતે નાગપાલ ત્યાં હાજર નહોતો. એ કોઈક જરૂરી કામસર દૂતાવાસમાં ગયો હતો. એજન્ટોએ પોતાનો રિપોર્ટ દિલીપ સમક્ષ રજૂ કર્યો.

તેઓ બુલડોગ, હીચકોક અને ડેનિયલ જોસેફ પર નજર રાખવાની સાથે સાથે ચોરીછૂપીથી તેમના અમુક ફોટા પણ પાડી લેતા હતા. આવા જ અમુક ફોટાઓ એ દિવસે પણ તેમણે દિલીપ સામે મૂક્યા.

એક ફોટો જોઈને દિલીપ એકદમ ચમકી ગયો. એ ફોટો ડેનિયલનો હતો. આ ફોટો કોઈક રેસ્ટોરન્ટમાં લંચ લેતી વેળાનો હતો.

ફોટામાં ડેનિયલ સાથે જે માણસ બેઠેલો દેખાતો હતો, એને જોઈને જ દિલીપ ચમક્યો હતો. ‘આ ફોટો કોણે પાડ્યો છે... ?' એણે એજન્ટો સામે જોતાં પૂછ્યું.

‘મેં પાડ્યો છે... !' એક એજન્ટે જવાબ આપ્યો.

‘ક્યારે… ?’

‘આજે ડેનિયલ લંચ કરવા માટે એક રેસ્ટરોન્ટમાં ગયો ત્યારે…!! દિલીપે ફોટો એ એજન્ટની સામે મૂક્યો અને પછી ડેનિયલની બાજુમાં બેઠેલા માણસના એરા સામે આંગળી ચીંધતાં પૂછ્યું, ‘આ માણસ કોણ છે એની તને ખબર છે... ?'

સી.આઈ.ડી.ના એજન્ટે ધ્યાનથી ડેનિયલની સાથે દેખાત માણસના એરાનું નિરીક્ષણ કર્યું.

‘ના...’ છેવટે એણે નકારમાં માથું હલાવતાં જવાબ આપ્યો. ‘હું તો આને નથી ઓળખતો. શું કોઈ ખાસ વાત છે....?'

‘એકદમ ખાસ વાત છે... !’ બાબુભાઈએ પણ ડેનિયલ સાથે દેખાતા માણસના હેરાને ધ્યાનથી નીરખ્યો.

પરંતુ તે પણ એને ન ઓળખી શક્યો.

તે આશરે ચાલીસેક વર્ષની વય તથા ભારેભરખમ દેહ ધરાવતો માનવી હતો. એના ક્લીન શેવ્ડ એરાના જમણા ગાલ પર ત્રણેક ઇંચ લાંબા, જૂના ઝખમનું નિશાન ફોટામાં પણ સ્પષ્ટ રીતે દેખાતું હતું. ચહેરા પરથી જ તે અત્યંત ક્રૂર અને ઘાતકી દેખાતો હતો. એની આંખોમાં છવાયેલી લુચ્ચાઈભરી ચમક સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. એ જ વખતે એક અન્ય એજન્ટની નજર એ માનવીના ચહેરા પર પડી.

‘અરે...’ એ આશ્ચર્યથી ઊછળી પડ્યો, ‘આ તો...આ તો...'

‘અબ્દુલ વહીદ કુરેશી છે... !' દિલીપ એની વાત પૂરી કરતાં બોલ્યો.

‘અબ્દુલ વહીદ કુરેશી ?' બાબુભાઈના મોંમાંથી પણ સિસકારો નીકળી ગયો, ‘પાકિસ્તાનની કુખ્યાત જાસૂસી સંસ્થા ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજેન્સ એટલે કે આઈ.એસ.આઈ.નો ચીફ?’

‘હા...એ જ... !' દિલીપ હકારમાં માથું હલાવતાં બોલ્યો, ‘આ અબ્દુલ વહીદ કુરેશી અત્યંત ખતરનાક માણસ છે... ! ખાસ કરીને ભારતીયો પ્રત્યે તેને ખૂબ જ નફરત છે. કોઈ પણ ભારતીયને જોતાં જ એનું લોહી ઊકળી ઊઠે છે. હું ઘણી વખત એની સાથે અથડામણમાં આવી ચૂક્યો છું અને દરેક વખતે તેને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે. આજની તારીખમાં એ મારા લોહીનો તરસ્યો છે. આ માણસની ક્રૂરતા વિશે જેટલું કહું તેટલું ઓછું ગણાશે... ! આઈ.એસ.આઈ.માં એની ગણતરી જલ્લાદ તરીકે થાય છે. પોતાના કોઈ પણ એજન્ટની જરાસરખી ભૂલ થાય તો એ તરત જ તલવારથી એનું ડોકું ઉડાવી દે છે. એટલું જ નહીં, બીજા એજન્ટો આવી કોઈ ભૂલ ન કરે એટલા માટે રીતસર બે દિવસ સુધી જે તે એજન્ટનું ડોકું પણ આઈ.એસ.આઈ.ના હેડક્વાર્ટરમાં પ્રદર્શન ભરીને શોકેસમાં રાખે છે. જો આ જલ્લાદ અત્યારે મોસ્કોમાં હોય તો અચૂક માનજો કે વડાપ્રધાનના જીવ પર સૌથી વધુ જોખમ આ માણસનું જ છે.

‘કમાલ કહેવાય... !' બાબુભાઈએ કહ્યું, ‘પરંતુ આ જલ્લાદ વળી આવા નાજુક સમયે અહીં મોસ્કોમાં કેવી રીતે ઘૂસી આવ્યો... ?

‘એક વાત તો નક્કી જ છે... !'

‘શું ?'

‘કુરેશી કાયદેસર રીતે તો મોસ્કોમાં નહીં જ ઘૂસ્યો હોય... !'

'કેમ...?’

એટલા માટે કે આવી નાજુક પરિસ્થિતિમાં રશિયાની સરકાર તેને અહીં આવવાની મંજૂરી ન જ આપે... ! મોસ્કોમાં દાખલ થવા માટે ચોક્કસ જ એણે કોઈક ગેરકાયદેસર તિકડમ ભિડાવી હશે.... !'

‘તમે સાચું કહો છો બિરાદર... !' બાબુભાઈ સહમતિસૂચક ઢબે માથું હલાવતાં બોલ્યો, ‘જરૂર એમ જ હોવું જોઈએ.'

‘એક વાત મને નથી સમજાતી સર.... !' એક એજન્ટે કહ્યું.

‘કઈ વાત... ?’

‘અબ્દુલ વહીદ કુરેશી જેવો આઈ.એસ.આઈ.નો ચીફ રેસ્ટોરન્ટમાં ડેનિયલ સાથે બેઠો બેઠો શું કરે છે?’

‘આ ફોટો જોયા પછી પણ તને કંઈ નથી સમજાયું ?'

'ના...'

‘સાંભળ....વડાપ્રધાનના ખૂનના સમગ્ર કાવતરા પાછળ બંનેનો હાથ છે તે આના પરથી સ્પષ્ટ રીતે પુરવાર થઈ જાય છે. આ સમગ્ર બખેડાના મૂળમાં આ બંને જણ જ છે.'

સી.આઈ.ડી.એજન્ટ ચૂપ થઈ ગયો.

‘હાલતુરત તો હું ડેનિયલ વિશે વધુમાં વધુ માહિતી મેળવવા માગું છું.’ દિલીપ બોલ્યો.

'ડેનિયલ કોણ છે એ તો હું તમને જણાવી જ ચૂક્યો છું બિરાદર... !' બાબુભાઈએ કહ્યું, ‘આ સિવાય તેના વિશે જણાવવા લાયક કંઈ બાકી રહ્યું હોય તો તે એટલું જ કે એ મોસ્કોના પુષ્ઠિના વિસ્તારમાં આવેલા એક શાનદાર ફ્લૅટમાં રહે છે. રશિયન સરકારની નજરે તે આજે પણ એક સગૃહસ્થ જેવી હેસિયત ધરાવે છે. ડેનિયલ વાસ્તવમાં એક ક્રૂર ખૂની છે, એ વાત આ શહે૨માં ભાગ્યે જ કોઈક જાણે છે. પોતાની આજુબાજુનાં લોકો પ્રત્યે તે ખૂબ જ નમ્ર અને સહકારભર્યું વર્તન દાખવે છે.... !'

‘અર્થાત્ ખૂબ જ ચાલાક અને ગણતરીબાજ માણસ છે, ખરું ને... ?’

‘હા.’

‘હવે સૌથી પહેલાં આપણે એક વાતનો પત્તો લગાવવાનો છે !' દિલીપ વિચારવશ અવાજે બોલ્યો.

‘કઈ વાતનો...?’

‘એ જ કે અબ્દુલ વહીદ કુરેશી મોસ્કોમાં ક્યાં ઊતર્યો છે અને ડેનિયલ જોસેફ સાથે તેના કેટલી હદ સુધીના સંબંધો છે... ?'

‘આ સવાલનો જવાબ તો ડેનિયલ જ વધુ સારી રીતે આપી શકે તેમ છે... !'

‘એક વાત તમે ભૂલી જતા લાગો છો બિરાદર !' બાબુભાઈ બોલ્યો.

‘કઈ વાત...?’

‘જો ખરેખર ડેનિયલ તથા અબ્દુલ વહીદ કુરેશી વચ્ચે ગાઢ સંબંધ હશે... બંને એકબીજાને સંપૂર્ણ રીતે સમર્પિત હશે તો પછી ડેનિયલ કુરેશી વિરુદ્ધ શા માટે મોં-ઉઘાડશે.... ?' મોં ઉઘાડવાથી તો ઊભું એ પોતે જ ફસાઈ જશે... !'

‘તમે સાચું કહો છો... !' સી.આઈ.ડી.ના એક એજન્ટે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું.

‘તમારી વાત અમુક હદ સુધી બરાબર છે બાબુભાઈ…… !' દિલીપ બોલ્યો, ‘પરંતુ જો ડેનિયલ પર બીજી કોઈક યુક્તિથી...કોઈક જડબેસલાક યોજનાથી દબાણ લાવવામાં આવશે તો તે જરૂર મો ઉઘાડશે.... ! એની પાસેથી આપણને ઉપયોગી નીવડે એવી કોઈકે વાત ચોક્કસ જાણવા મળી શકે તેમ છે !'

‘પરંતુ આ કામ તમે માનો છો એટલું સહેલું તો નથી જ... !'

'એ તો હું પણ સમજું છું. પરંતુ છતાંય પ્રયાસ કરી જોવામાં આપણું શું જાય છે... ?'

‘પ્રયાસ કરવામાં કોઈજાતનો વાંધો નથી... !' બાબુભાઈબોલ્યો, ‘જો અબ્દુલ વહીદ કુરેશી તમે કહો છો એટલો બધો ખતરનાક હોય તો આ વાતનો તાબડતોબ તાગ મેળવવો ખૂબ જ જરૂરી છે.'

‘હું એક વાત કહું... ?’ અત્યાર સુધી ચૂપ બેઠેલી નેન્સી અચાનક બોલી ઊઠી.

‘હા, હા...કેમ નહીં... ! બોલો, શું કહેવું છે તમારે... ?' દિલીપે પૂછ્યું.

‘અબ્દુલ વહીદ કુરેશી અહીં, મોસ્કોમાં ક્યાં છે એ જાણવાનો એક ઉપાય મને સૂઝે છે.'

‘શું ?'

‘તમે લોકો ડેનિયલ પર નજર રખાવો... ! અબ્દુલ કુરેશી ક્યારેક તો તેને જરૂર મળશે. અને એ જ વખતે આપણું કામ પતી જશે... !' દિલીપે પ્રશંસાભરી નજરે નેન્સી સામે જોયું.

‘વેરી ગુડ... !’ એણે કહ્યું, ‘તમારી વાત ખરેખર મુદ્દાની છે... !

ખરેખર તમારી બુદ્ધિને દાદ આપવી પડશે... !' દિલીપના મોંએથી પત્નીનાં વખાણ સાંભળીને બાબુભાઈના આનંદનો પણ પાર ન રહ્યો.

રિપોર્ટ આપીને બધા એજન્ટો ચાલ્યા ગયા.

દિલીપ એ જ દિવસે ભારતીય દૂતાવાસ પહોંચ્યો.

દૂતાવાસ મોસ્કોના વી.આઈ.પી. દરજ્જાના રેડ સ્ક્વાયર’ વિસ્તારમાં હતું. રશિયાના રાષ્ટ્રપતિથી માંડીને ટોચના વી.આઈ.પી.ઓ આ વિસ્તારમાં જ રહેતા હતા. તમામ દેશોની એમ્બેસીએ પણ આ જ વિસ્તારમાં હતી.

‘હું તાબડતોબ સી.આઈ.ડી.ના ચીફ ઇન્સ્પેક્ટર નાગપાલ સાહેબનો મળવા માગું છું.' રિસેપ્શન પર પહોંચી, પોતાનું ઓળખપત્ર બતાવીને દિલીપ બોલ્યો.

'કોઈ અરજન્ટ કામ છે મિસ્ટર દિલીપ...?'

'હા...'

‘એક મિનિટ રાહ જુઓ... !'

‘ઓ.કે....’

એકાદ મિનિટમાં જ દૂતાવાસનો એક ઉચ્ચ અધિકારી ત્યાં આવીને દિલીપને અંદર લઈ ગયો. ત્રણ-ચાર વિશાળ લૉબીઓ વટાવ્યા પછી તે દિલીપને લઈને ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલ એક રૂમમાં પહોંચ્યો.

રૂમ એરકંડિશન્ડ હતો. અંદર પ્રવેશતાં જ ઠંડી હવાનો સપાટો દિલીપના દેહ સાથે અથડાયો.

સામે જ સોફા પર નાગપાલ બેઠો હતો.

પરંતુ અત્યારે તે એકલો નહોતો. રૂમમાં એક બીજો માણસ પણ મોજૂદ હતો.

એ માનવીની ઉંમર આશરે ચાલીસેક વર્ષ હતી. એરો ક્લીન શેવ્ડ હતો. એની આંખો પર સોનેરી ફ્રેમનાં નંબરવાળાં ચશ્માં હતાં. હેરા પરથી તે ભારતીય જ લાગતો હતો.

‘ઓહ...’ દિલીપને જોતાં જ એ માનવી ઊભો થતાં બોલ્યો, ‘આવો મિસ્ટર દિલીપ... ! મારા સદ્ભાગ્યે મને આજે તમારાં દર્શનનો લાભ પણ મળી ગયો... !'

‘તમે... ?’

‘તું આમને નથી ઓળખતો દિલીપ... ?’ નાગપાલે સ્મિત ફરકાવતાં કહ્યું, ‘પરંતુ તેઓ તને બહુ સારી રીતે ઓળખે છે... !

આમનું નામ ડૉક્ટર જમશેદ બીલીમોરિયા છે... !' ‘જમશેદ બીલીમોરિયા … ?'

દિલીપે આગળ વધીને એની સાથે હાથ મિલાવ્યા.

‘તમને મળીને મને ખૂબ જ આનંદ થયો છે ડૉક્ટર સાહેબ... !'

‘દિલીપ... !' નાગપાલ બોલ્યો, ‘બીલીમોરિયા સાહેબ ઘણાં વર્ષોથી અહીં મોસ્કોમાં જ રહે છે. તેઓ હૃદયના નિષ્ણાત ડૉક્ટર છે અને ખાસ તો પોતાના વતન ભારત પ્રત્યે અનહદ ચાહના ધરાવે છે. તેમનામાં ઠાંસી ઠાંસીને દેશદાઝ ભરેલી છે. તેમના પિતાજી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અનુયાયી હતા. આઝાદીની લડત દરમિયાન તેઓ ગાંધીજી સાથે કેટલીયે વાર જેલમાં ગયા હતા. ખાસ કરીને ‘દાંડીકૂચ' વખતે તેમણે અગત્યનો ભાગ ભજવ્યો હતો.' અત્યારે તેઓ ક્યાં છે... ?'

‘આઝાદીની લડત દરમિયાન અંગ્રેજોના હાથે તેમણે શહીદી વ્હોરી લીધી હતી... ! અંગ્રેજો સામે ઝૂકવાને બદલે સામી છાતીએ તેમણે છોડેલી ગોળી ઝીલી લીધી હતી.'

‘ઓહ...તો દેશપ્રેમની લાગણી ડૉક્ટર સાહેબને વારસામાં મળી છે, એમ ને...?’

‘જી...'

‘વેરી ગુડ... !'આ વાત જાણીને મારો આનંદ બેવડાયો છે.... !'

‘તમારા કરતાં પણ વધુ આનંદ મને થયો છે મિસ્ટર દિલીપ... !' ડૉક્ટર બીલીમોરિયા પ્રસન્ન અવાજે બોલ્યો, આજ સુધી મેં માત્ર તમારાં પરાક્રમો વિશે સાંભળ્યું જ હતું; આજે રૂબરૂ મુલાકાતનો લાભ પણ મળી ગયો.'

દિલીપ એ બંનેની સામે બેસી ગયો.

‘કોઈ ખાસ રિપોર્ટ છે……… ?' છેવટે નાગપાલે મુદ્દાની વાત પર આવતાં પૂછ્યું.

‘હા...એટલા માટે જ તો મારે તાબડતોબ અહીં આવવું પડ્યું છે.’

‘શું ?'

જવાબ આપવાને બદલે દિલીપે ખમચાટભરી નજરે ડૉક્ટર બીલીમોરિયા સામે જોયું.

તે કદાચ બીલીમોરિયાની હાજરીમાં વાત કરવા નહોતો માગતો. નાગપાલ એના મનોભાવ કળી ચૂક્યો હતો. ‘દિલીપ... !’ એ સ્મિત ફરકાવતાં બોલ્યો, ‘તારે ગમે તેવી અંગત વાત કહેવી હોય એ તું ખુશીથી કહી શકે છે. બીલીમોરિયા સાહેબ મારા અત્યંત વિશ્વાસુ છે. તેમની હાજરીમાં કહેવાયેલી વાતનો એક શબ્દ પણ બહાર નહીં જાય એની ખાતરી રાખજે.’

દિલીપના ચહેરા પર સંતોષના હાવભાવ છવાઈ ગયા. બીલીમોરિયા માટે નાગપાલની ખાતરી જ પૂરતી હતી. નાગપાલ જલ્દીથી કોઈના પર ભરોસો નથી મૂકતો એ હકીકતથી તે પૂરેપૂરો વાકેફ હતો.

‘ઓ.કે....’ એણે ધીમેથી માથું હલાવ્યું.

‘હા, બોલ....શું કહેવું છે તારે... ?' નાગપાલે ગંભીર નજરે એની સામે જોતાં પૂછ્યું.

જવાબમાં દિલીપે તેને અબ્દુલ વહીદ કુરેશીની મોસ્કોમાં હાજરી તથા એના ડેનિયલ જોસેફ સાથેના સંપર્ક વિશે જણાવી દીધું.

રિપોર્ટસાંભળીને નાગપાલના દિમાગમાં ખળભળાટ મચી ગયો. ‘અબ્દુલ વહીદ કુરેશી જેવો શયતાન અત્યારે મોસ્કોમાં છે એ સમાચાર તો ખરેખર સનસનાટી ભરેલા છે.’

‘હા...’ દિલીપ હકારમાં માથું હલાવતાં બોલ્યો, ‘એટલું જ નહીં, કુરેશી ડેનિયલ જોસેફ જેવા અત્યંત ખતરનાક ધંધાદારી ખૂનીના સંપર્કમાં પણ છે. અંકલ, હવે એક વાતમાં તો શંકાને કોઈ સ્થાન નથી રહ્યું.'

‘કઈ વાતમાં.... ?’

‘આપણા વડાપ્રધાનના ખૂનની યોજનામાં આ શયતાન કુરૈશી જ સંડોવાયેલો છે અને આ યોજના પાર પાડવા માટે જ એણે ડેનિયલ જોસેફનો સંપર્ક સાધ્યો છે.'

‘એ તો તારી વાત પરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે...  નાગપાલે સહમતિસૂચક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘ખેર, હવે તારો શું ઇરાદો છે... ?'

‘હાલતુરત તો મેં ડેનિયલ પર નજર રાખવાની આપણા એજન્ટોને સૂચના આપી દીધી છે. અબ્દુલ વહીદ કુરેશી વહેલો-મોડો ડેનિયલનો સંપર્ક જરૂર સાધશે એની મને પૂરી ખાતરી છે. આપણો મુખ્ય હેતુ તો કુરેશી મોસ્કોમાં ક્યાં ઊતર્યો છે તે જાણીને એના સુધી પહોંચવાનો છે.'

‘અને ડેનિયલના માધ્યમથી જ કુરેશી સુધી પહોંચી શકાય તેમ છે, ખરું ને.... ?’

‘હા....એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી !' દિલીપ બોલ્યો, ‘આપણા જે એજન્ટે ડેનિયલની સાથે એનો ફોટો પાડ્યો હતો તેને ખબર હોત કે ડેનિયલની બાજુમાં બેઠેલો માણસ વાસ્તવમાં કેટલો ખતરનાક છે, તો એ તેને એક પળ માટે પણ પોતાની નજરમાંથી ન છટકવા દેત ! તે એ જ વખતે ડેનિયલને પડતો મૂકીને કુરેશીનો પીછો કરત, પરંતુ અફસોસ...એ વખતે એજન્ટને ખબર પણ નહોતી કે ડેનિયલની સાથે સાથે ફોટામાં જે શખ્સ નાહક જ ઝડપાઈ ગયો છે, તે વાસ્તવમાં કેટલી ધમાલ મચાવવાનો છે !'

‘આ રીતે ડેનિયલ પર નજર રખાવીને તું કુરેશીને શોધી કાઢીશ એવી તને આશા છે ?’

'હા..’

‘હવે બુલડોગ અને હીચકોકનું શું કરવાનું છે...?' ‘હાલતુરત તો એ બંને પર પણ નજર રાખવામાં આવે છે,

પરંતુ હવે તેમના પર નજર રાખવાથી કંઈ લાભ થશે એવું મને નથી લાગતું.’

‘કારણ કે વીતેલા દિવસો દરમિયાન તેમની હિલચાલ સાધારણ જ રહી છે. તેઓમાં કશુંય શંકાસ્પદ જોવા નથી મળ્યું. આ ઉપરાંત એક બીજી વાત પણ છે.

‘શું?'

આપણને આપણા શિકાર વિશે પણ માહિતી મળી ગઈ છે. આપણા મુખ્ય શિકાર હવે બે જણ છે; એક તો ડેનિયલ જોસેફ અને બીજો અબ્દુલ વહીદ કુરેશી... !' દિલીપ બોલ્યો, ‘આપણે હવે આપણું સમગ્ર ધ્યાન આ બે જણ પર જ કેન્દ્રિત કરવું જોઈએ એમ હું માનું છું.'

‘તારી વાત મુદ્દાની છે.... !' નાગપાલે સહમતિસૂચક ઢબે માથું હલાવ્યું. ત્યાર બાદ થોડી ઔપચારિક વાતો કરીને દિલીપ ત્યાંથી વિદાય થઈ ગયો.

*****

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED