તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - નવલકથા
Jasmina Shah
દ્વારા
ગુજરાતી પ્રેમ કથાઓ
ખેડા જિલ્લાનું છેક છેવાડાનું ગામ, ગામનું નામ રામપુરા હતું. અહીં આવવા-જવા માટે વાહન વ્યવહારની પણ ખૂબજ જૂજ સગવડ આખા દિવસમાં ફક્ત સવારે સાત વાગ્યે એક જ ટ્રેઈન અહીં આવતી, જેણે જવું હોય કે આવવું હોય તેણે આ જ ટ્રેઈનનો ...વધુ વાંચોકરવો પડે. ગામની વસ્તી પણ ખૂબ ઓછી. પૈસે ટકે પણ બહુ સુખી ગામ નહીં પ્રણવ અહીંનો રહેવાસી હતો આજે તેનો કાકાનો દીકરો કમલેશ ગુજરી ગયો હતો અને તેનું બેસણું હતું, જે તેનો મિત્ર પણ થતો હતો તેથી તેને અહીં આવવું પડ્યું હતું.
ઘણાં વર્ષો પછી પ્રણવે આ ગામમાં પગ મૂક્યો હતો લગભગ ચાલીસેક વર્ષ પછી પણ, એનું એ જ સ્ટેશન... એ જ ટ્રેઈન....એ જ વાતાવરણ કંઈ જ બદલાયું ન હતું...!! બસ, બદલાયો તો ફક્ત સમય હતો...!!
ખેડા જિલ્લાનું છેક છેવાડાનું ગામ, ગામનું નામ રામપુરા હતું. અહીં આવવા-જવા માટે વાહન વ્યવહારની પણ ખૂબજ જૂજ સગવડ આખા દિવસમાં ફક્ત સવારે સાત વાગ્યે એક જ ટ્રેઈન અહીં આવતી, જેણે જવું હોય કે આવવું હોય તેણે આ જ ટ્રેઈનનો ...વધુ વાંચોકરવો પડે. ગામની વસ્તી પણ ખૂબ ઓછી. પૈસે ટકે પણ બહુ સુખી ગામ નહીં પ્રણવ અહીંનો રહેવાસી હતો આજે તેનો કાકાનો દીકરો કમલેશ ગુજરી ગયો હતો અને તેનું બેસણું હતું, જે તેનો મિત્ર પણ થતો હતો તેથી તેને અહીં આવવું પડ્યું હતું. ઘણાં વર્ષો પછી પ્રણવે આ ગામમાં પગ મૂક્યો હતો લગભગ ચાલીસેક વર્ષ પછી પણ, એનું એ જ સ્ટેશન...
મિનલ ખૂબજ બીમાર પડી ગઈ હતી, તે સાજી થઈને પાંચ દિવસ પછી જ્યારે સ્કૂલમાં આવી ત્યારે પ્રણવને શાંતિ થઇ,જાણે તેના જીવમાં જીવ આવ્યો. તે દિવસે તેને એવો અહેસાસ થયો કે હું મિનલને ચાહવા લાગ્યો છું અને મારે તેને આ ...વધુ વાંચોકરવી જોઈએ. એક દિવસ સ્કૂલેથી છૂટીને બંને જણ ચાલતાં ચાલતાં ઘરે જઇ રહ્યા હતા, ત્યારે પ્રણવે મિનલને કહ્યું કે, "મિનલ, હું તને ખૂબજ પ્રેમ કરું છું અને તારા વગર રહી શકતો નથી. તું આટલા દિવસ સ્કૂલે ન હતી આવી તો હું સ્કૂલમાં પણ ગયો ન હતો." મિનલ એકદમ જોરથી હસવા લાગી....! પ્રણવને થયું આ મારી વાત કેમ ઉડાડી દે છે
થોડા સમય પછી પ્રણવ ગામમાં આવ્યો તો તેને ખબર પડી કે મિનલનું સગપણ થઇ ગયું છે અને બે મહિના પછી મિનલના લગ્ન છે.આ સમાચાર સાંભળીને પ્રણવના હોશકોશ ઉડી ગયા. તેણે મિનલને ટેકરી ઉપરના મંદિરે મળવા બોલાવી હતી. આ મંદિર ...વધુ વાંચોથોડું દૂર અને અતડુ હતુ, ત્યાં કોઈ આવતું જતુ નહિ એટલે પ્રણવ અને મિનલ પહેલેથી ત્યાં જ મળતાં. મિનલ આવી ત્યારે પ્રણવ તેની રાહ જોતો ગુમસુમ મંદિરના ઓટલે બેઠો હતો. પોતાના જીવનમાં તેને કોઈ રસ રહ્યો ન હતો કે ન તો તેના ચહેરા ઉપર જીવન જીવવાની કોઈ આશ દેખાતી હતી! મિનલ આવીને પ્રણવને ભેટી પડી અને ખૂબ રડી, ખૂબ રડી. પ્રણવ પણ
પ્રણવ અને મિનલની ટેકરી ઉપરની આ મુલાકાત મિનલને અને પ્રણવને જિંદગીભર યાદ રહી ગઈ. મિનલની ખરી વિદાય આ હતી. જે તે જિંદગીમાં ક્યારેય ભૂલી શકી નહિ. લગ્નની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. અર્ચુ તેના નાના દિકરાને લઇને રમણકાકાના ...વધુ વાંચોઆવી ગઇ હતી. મિનલના હાથમાં લગ્નની મહેંદી મુકાઈ ગઈ હતી,પીઠી ચોળાઇ ગઇ હતી. બસ,હવે જાન આવવાની જ વાર હતી. લગ્નના આગલા દિવસે રાત્રે મિનલ આખી રાત જાગતી બારી પાસે પ્રણવની રાહ જોતી બેઠી હતી. બીજે દિવસે સવારે જાન આવવાની હતી, તેને મિહિર સાથે લગ્ન કરવા જ ન હતા. પણ આખી રાત વીતી ગઇ, સવાર પડી, સૂર્યનું પહેલું કિરણ બારીમાંથી અંદર ડોકિયું કરવા લાગ્યું
તેણે મિનલને આજીજી કરતો હોય તેમ પૂછ્યું, " આજની રાત હું અહીં રહી શકું છું ? અને પછી બહારના રૂમમાં ખાટલો ઢાળેલો હતો, ઉપર ગાદલુ પણ પાથરેલુ હતું. પ્રણવે મિનલને ખાટલા સામે હાથ બતાવીને પૂછ્યું, " હું બેસુ અહીં ...વધુ વાંચો" " બેસો" શબ્દ બોલી મિનલ અટકી ગઈ. પ્રણવે વાતની શરૂઆત કરી, " કેમ છે તું ? મજામાં તો છેને ? અને તારા ઘરવાળા મિહિર, એ શું કરે છે ? મિનલ: મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી. તમે શું કામ અહીં આવ્યા. હું બેકાર માણસો સાથે વાત કરતી નથી. મહેરબાની કરીને તમે ચાલ્યા જાવ અહીંથી...અને મિનલે પ્રણવની સામે બે
મિનલ: ( એકદમ શાંત પડી ગઇ, તેને પ્રણવની એકે એક વાત સાચી લાગી. )રમણકાકા પહેલેથી જ ગરીબ પરિસ્થિતિમાં રહ્યા હતા અને દીકરી મિનલને આટલો રૂપિયાવાળો છોકરો લઇ જવા તૈયાર હતો તેથી તેમણે દશ વર્ષ મોટા મિહિર સાથે તેને પરણાવી ...વધુ વાંચોહતી. પ્રણવ: જે દિવસે તારા લગ્ન હતા તેના આગલે દિવસે જ હું આ ગામ છોડીને ચાલ્યો ગયો હતો, પછી આ ગામમાં કોઈ દિવસ મેં પગ જ મૂક્યો ન હતો. તું જતી રહી સાસરે પછી આ ગામમાં મારે માટે કશું રહ્યું જ ન હતું, એટલે કોઈ દિવસ આવવાનું મન જ ન થયું, મમ્મી-પપ્પાને પણ મેં શહેરમાં બોલાવી લીધા હતા. ઘણુંબધું સારું કમાઉ