31 Decemberni te raat - 13 books and stories free download online pdf in Gujarati

31 ડિસેમ્બરની તે રાત - 13

બધા ફર્સ્ટ ક્લાસ ડબામાં ચઢી ગયા હતા અને પોતપોતાની જગ્યા લઇ સામાન ગોઠવી રહ્યા હતા.

ટ્રેન પ્લેટફોર્મથી નીકળી ગઈ હતી. સાંજના લગભગ છ વાગ્યા હતા. પૂર ઝડપ અને શિયાળના મોસમના કારણે ઠંડી વધારે લાગી રહી હતી.

બધાએ જેકેટ , સ્વેટર પહેરી લીધા હતા. રાહુલ ટ્રેનના ડબ્બામાં ટોઇલેટના બાજુમાં જે ગેટ હોય ત્યાં ઉભો ઉભો ઠંડી હવા સાથે સિગારેટ પી રહ્યો હતો.

ત્યાંજ તેને બોલાવવા ઋતવી આવી પણ તેણે રાહુલને સિગારેટ પીતા જોયો અને મોં બગાડી પાછી પોતાની જગ્યાએ જતી રહી કારણ કે તે કેટલીય વાર રાહુલને આ બાબતે ટોકતી હતી.

રાહુલે ફટાફટ અડધી સિગારેટ પૂરી કરી તેને બહાર ફેંકી પોતાની જગ્યાએ ગયો. ત્યાં લોકો અંતાક્ષરી રમી રહ્યા હતા.

" અરે...રાહુલ "ક" ઉપરથી કોઈ ગીત ગા યાદ નથી આવતું ફટાફટ." નીરજે રાહુલને કહ્યું.

સામેની બાજુ ઋતવી , કેશવ અને જૉન હતા.

"ક્યાં દેખતે હો... સૂરત તુમ્હારી"રાહુલે ગીત યાદ કરીને ગયું તે પોતાની ટીમ માટે ઓછું પણ ઋતવી માટે ગાઈ રહ્યો હોય તેમ જણાતું હતું.

"ઓહો...ક્યાં ચાહતે હો...ચાહત તુમ્હારી"કેશવે પણ જોરથી બૂમ પાડી ગીતનો આનંદ માણતા ગાવા લાગ્યો અને પાછળ પાછળ બધા.

ઋતવી રાહુલને આમ તેની સામે ગાતા જોઈ ધીમી ધારે હસવા લાગી.

**************************

રાતના લગભગ અગિયાર વાગ્યા હતા અને બધા જે નાસ્તો કે જમવાનું લાવ્યા હતા તે કરીને સૂઈ ગયા હતા. ટ્રેન પૂર ઝડપે ધમધમી રહી હતી છતાં પણ તેનો અવાજ કોઈને કાને નહતો અડતો એટલા ઘસઘસાટ સૂઈ રહ્યા હતા.

લગભગ બે વાગે નીરજની આંખ ખુલી. જોયું તો બધા શિયાળાની મીઠી નિંદર માણી રહ્યા હતા. એક કેબિનમાં બે નીચે અને બે લોકો ઉપર સૂઈ શકે તેવી રીતે ગોઠવણ હતી જેમ સામાન્ય રીતે હોય છે.

તેણે જોયું તેના સિવાય તેના કેબિનમાં ત્રણેય રાહુલ , કેશવ અને જૉન સૂઈ રહ્યા હતા. તેને જેસિકાને જોવાનું મન થયું એટલે તે બાજુના કેબિનમાં ગયો.

ત્યાં જોયું તો શું તે ત્યાં જેસિકા ન હતી. ઋતવી , સારિકા જે પણ ટ્રીપમાં હતી તે સિવાય મૈત્રી પણ સૂઈ રહી હતી જ્યારે જેસિકા તેને ન દેખાઈ. પહેલા તો આ જોતા થોડી મુંઝવણ લાગી. હજુ એક કેબિન આગળ ગયો જ્યાં ચાર મેડમ સૂતા હતા અને તેની આગળનાં કેબિનમાં ચાર પ્રોફેસર.

તેની આગળ બાકીના વિદ્યાર્થીઓ અને બીજા મેમ્બર્સ હતા. તેણે ધ્યાનથી બધાને જોવા લાગ્યો પરંતુ તેમની વચ્ચે ક્યાંય જેસિકા ન દેખાઈ.

આ લોકો લગભગ 30-35 હતા. બધા મેમ્બર્સને ભેગા કરીએ તો.

તેને થયું કદાચ ટોઇલેટ ગઈ હોય. તે ઉતાવળમાં ત્યાં પણ ગયો પરંતુ ત્યાં પણ ન હતી. તેણે ધ્રાસકો પડ્યો હોય તેવું લાગતું હતું.

ટ્રેનમાં જ્યાં જ્યાં જોવાય એવું હોય ત્યાં પણ જોયું પણ કંઈ ખબર ના પડી. તેણે ફટાફટ કેશવ રાહુલ અને જૉનને ઉઠાડ્યા અને વાત કરી.

તે લોકોએ જોયું તો શું? જેસિકા તેના કેબિનમાં તેની જગ્યાએ જ સૂઈ રહી હતી. નીરજને પહેલા તો વિશ્વાસ જ ન થયો કે આ કેવી રીતે શક્ય છે.

"ભાઈ....સૂઈ જા તું અડધી ઊંઘમાં છે...અમારી પણ મસ્ત નીંદ ખરાબ કરી"જૉને હસતા હસતા નીરજને સૂવા કહ્યું.

બધા પાછા સૂઈ ગયા પરંતુ નીરજને હજુ પણ વિશ્વાસ નહતો. તે સૂતા સૂતા પણ બોલી રહ્યો હતો કે આ કેવી રીતે શક્ય છે? આ કેવી રીતે શક્ય છે?

"નીરજ...નીરજ...શું બોલી રહ્યો છે ચાલ સ્ટેશન આવ્યું છે...ચા નાસ્તો કરવો હોય તો" જેસિકાએ નીરજને સપનામાંથી ઉઠાડતા કહ્યું.

નીરજ એકદમથી આંખ ખોલી ઉભો થઇ ગયો.

નીરજ : ઓહ...સપનું હતું. સાવ આવું સપનું?

"હા..હા..હા કેવું સપનું? મને તો કે..."જેસિકાએ હસતા હસતા નીરજને કહ્યું.

નીરજ : અરે ... પછી કહું... ડાયરીમાં લખી દેજે પહેલા ચાલ ચા નાસ્તો કરીએ.

સવારના લગભગ સાત વાગ્યા હતા. બધાએ ચા નાસ્તો કરી જરૂરિયાતની ચીજવસ્તુઓ લઈ પાછા ટ્રેનમાં બેસી ગયા.

ટ્રેન પાછી ઉપડી પડી હતી અને તેઓ લગભગ 8-9 કલાકોમાં દહેરાદૂન પહોંચી જવાના હતા.

"અરે...શું લખે છે ડાયરીમાં?જરાક અમને તો બતાવ" જૉને જેસિકાની ડાયરીમાં જોતા કહ્યું.

"ના...કશું નહીં જસ્ટ અનુભવ"
"બતાવ તો ખરી અમે પણ જોઈએ ..." જૉને ફોર્સ કરતા જેસિકાને કહ્યું.
. જેસિકાએ બે - ત્રણ વખત ના પાડી છતાં તે ફોર્સ કરી રહ્યો હતો અને આ બધું કેશવ જોઈ રહ્યો હતો.

"અરે...પણ તે ના પાડે છે તો શા માટે ફોર્સ કરી રહ્યો છે." કેશવે ગુસ્સામાં જૉનને કહ્યું. જેસિકાએ તરત ડાયરી બંધ કરી દીધી અને જૉન પણ કેશવ સામે ગુસ્સામાં જોઈ રહ્યો હતો.

"શું થયું? કેમ બૂમો પાડી રહ્યા છો?" નીરજે તરત આવીને પૂછ્યું.

"કંઈ નહીં...આતો ખાલી મજાક મસ્તી ચાલી રહી હતી" જેસિકાએ વાત ફેરવીને નીરજને કહ્યું કારણકે તે નાની વાતમાં ઝઘડો જોવા નહતી માંગતી.

કેશવ તરત જ ત્યાંથી ઉભો થઈ રાહુલ પાસે બીજા કેબિનમાં જઈને બેઠો.

આ ઘટનાથી કેશવ અને જૉન વચ્ચે થોડી કડવાશ શરૂ થઈ.

(ક્રમશ:)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED