પ્રેમ અને વિશ્વાસ Shaishav Bhagatwala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ અને વિશ્વાસ

સ્થળ : સંજીવની હોસ્પિટલ

સમય : સાંજના ૫.૦૦

રોશની : ડૉ. કાર્તિક, ધન્યવાદ. તમે તમારી લાઈફની સૌથી મોટી વાત મારાથી છુપાવી. બાય, હું જાવ છું....હમેશા માટે.

કાર્તિક : રોશની પ્લીઝ, આમાં મારો વાંક નથી. હું તો બસ....

કાર્તિક કઈ કહેવા જાય છે. પણ રોશની એને વચ્ચેથી જ અટકાવીને....

રોશની : બસ ડૉ.કાર્તિક બસ. એઇડ્સ જેવો રોગ કાઈ અમસ્તો જ ના થાય. એ તો પોતાના અવગુણોના કારણે થાય. તમે પણ સાર્થક જેવા જ છો.

કાર્તિક : હું નહિ જીવી શકીશ તારા વગર.

રોશની : ઓહ, નો નો નો. તમે જીવી જ જશો મારા વગર, ઈનફેક્ટ, તમને આવડી જ ગયું છે મારા વગર જીવતા.

કાર્તિક કઈ કહેવા જાય છે પણ રોશની અત્યંત ગુસ્સામાં કાર્તિકની કેબીનમાંથી નીકળી જાય છે. કેબીનનો દરવાજો ખુલ્લો હોવાને કારણે કાર્તિક રોશનીને જતા જોઈ શકે છે. રોશનીને જતા જોઇને કાર્તિક પોતાની આંખમાંથી મોતી જેવા ચળકતા આંસુઓને રોકી શકતો નથી.

થોડી વારમાં જ હોસ્પીટલની નર્સ આવીને કાર્તિકને કહે છે કે બીજા દર્દી બહાર રાહ જોઈ રહ્યા છે. કાર્તિક પોતાના ટેબલ ઉપર મુકેલા પાણીના ગ્લાસમાંથી પાણી પીએ છે અને બીજા દર્દીને તપાસવા માટે જાય છે.

કાર્તિક હોસ્પિટલનું કામ પતાવીને પોતાના ઘર તરફ રવાના થાય છે. કાર ચલાવતી વખતે પણ કાર્તિકના મનમાં બસ રોશનીના જ વિચારો ઘૂમતા હોય છે. કાર્તિક ઘરે પહોચીને પોતાની મેઈડ આશાબેન એ બનાવેલું ભોજન લે છે અને તરત જ પોતાના રૂમમાં ચાલ્યો જાય છે.

કાર્તિક પોતાના રૂમમાં લાગેલો રોશનીના ફોટાને તે ધ્યાનથી જોયા કરે છે. તેને પોતાના અને રોશનીના ભૂતકાળના દિવસો યાદ આવે છે.

એ દિવસે ધોરણ ૧૨-કોમર્સનું રીઝલ્ટ હતું. કાર્તિક પોતાને ગમતી રોશનીને જોવા માટે સ્કુલમાં આવ્યો હોય છે. પોતે આ જ સ્કુલમાં સાયન્સ ભણ્યો હોય છે. તે રોશની કરતા એક વર્ષ મોટો છે. તેના મનમાં રોશની ખુબ જ વસી ગઈ છે. તેણે તો રોશનીને પોતાની બનાવવાનો નિર્ધાર કરી લીધો છે.

સ્કુલની બહાર આવેલા મંદિરમાં આજે ઘણી ભીડ હતી. હોય જ ને, આજે રીઝલ્ટ હતું તે. રોશની પણ મંદિરમાં દર્શન કરવા માટે ગઈ. કાર્તિક તેનો પીછો કરીને ત્યાં આવ્યો છે.

રોશની : હે ભગવાન, આજનું રીઝલ્ટ જો ઘણું સારું આવે તો તમને ૫૧ રૂપિયા અને એક નારિયેળ ચઢાવીશ

રોશનીની આ વાત સાંભળીને કાર્તિકથી હસાઈ ગયું. પણ એ ધીમેથી હસ્યો હોવાથી કોઈનું ધ્યાન તેના પર નહિ ગયું.

કૃતિકા : રોશની, તારે ગભરાવાની શું જરૂર? તારું રીઝલ્ટ તો હમેશા સારું જ આવે છે.

રોશની : મારું રીઝલ્ટ તો સારું આવશે જ. પણ જો ઘણું સારું આવ્યું તો શહેરની ટોપ કોલેજમાં એડમીશન મળશે ને.

કૃતિકા : એ તો થશે જ. હું તને સારી રીતે ઓળખું છું.

કાર્તિકને લગભગ બે વર્ષથી રોશની પ્રત્યે આકર્ષણ હતું. પણ ડરના કારણે કહી શક્યો ના હતો. રોશની પોતાનું રીઝલ્ટ જોવા સ્કુલમાં ગયી. થોડી જ વારમાં રોશની અત્યંત ખુશીથી ઉછળી પડી. કાર્તિક સમજી ગયો કે રોશની એનું રીઝલ્ટ એની ઈચ્છા પ્રમાણે જ ઘણું સારું આવ્યું હશે. અને બન્યું પણ એવું જ.

કૃતિકા : રોશની, વાઉ, તારું રીઝલ્ટ તો ઘણું સારું આવ્યું ને! ૮૯% વાઉ. હવે તો તને શહેરની ટોપ કોલેજમાં એડમીશન લેતા કોઈ જ રોકી નહિ શકે.

રોશની : યસ, મારા મનનું હમેશા થાય જ છે. તારું રીઝલ્ટ પણ ઘણું સારું આવ્યું. ૮૫.૧૬%. તારું આટલું સારું રીઝલ્ટ કેવી રીતે આવી ગયું.

કૃતિકા : તને જોઇને ભણવા બેસવું પડતું હતું. હા હા હા.

કાર્તિક દુરથી આ બધું જ સંભાળતો હતો. એ તો બસ એ જાણવા માગતો હતો કે રોશની ક કોલેજમાં એડમીશન લેવાની છે. પણ રોશની અને તેની ફ્રેન્ડ કૃતિકા રીઝલ્ટ જોઇને તરત જ ત્યાંથી ઘરે જવા નીકળી ગયા.

રોશની અને કૃતિકાએ શહેરની ટોપ કોલેજમાં એડમીશન લઇ લીધું. તેઓ રોજ સાથે જ કોલેજ જતા-આવતા. કોઈ વખત વચ્ચે પાણીપુરી ખાતા, તો કોઈ દિવસ વચ્ચે ફ્રેન્કી ખાઈ લેતા. કોઈ દિવસ કોઈ વાતે ઝઘડતા તો કોઈ દિવસ જાણે બંને સગી બહેન છે એટલો પ્રેમ દર્શાવતા.

એક દિવસ રોશનીની કોલેજમાં કાર્તિક પહોચી જાય છે. તે કોલેજમાં જઈને રોશનીને શોધે છે. તેણે જણાવવામાં આવેલ ક્લાસમાં જઈને શોધે છે. લાયબ્રેરીમાં, કમ્પાઉડમાં, પાર્કીંગમાં, બધે જ શોધે છે પણ કાર્તિકને રોશની કે કૃતિકા બંનેમાંથી કોઈ જ મળતું નથી. કાર્તિકને એવું લાગવા માંડે છે કે જરૂર તેને ખોટી માહિતી આપવામાં આવી છે. તે હતાશ થઇ જાય છે અને પાછો ફરે છે. પણ જેવો એ પાછળ ફરે છે એવો જ રોશની અને કૃતિકાને જોઇને ચોકી જાય છે. રોશની અને કૃતિકા બંને કાર્તિકની બરાબર પાછળ ઊભા હોય છે. તે કઈ સમજે તે પહેલા જ રોશની એને કહે છે...

રોશની : કાર્તિક, તમે સુધરશો નહિ ને. સ્કુલમાં પણ મને જોયા કરતા, મારી પાછળ રીઝલ્ટ માટે પણ આવ્યા અને હવે તું કોલેજમાં પણ આવ્યા.

કાર્તિક અત્યંત જ નર્વસ થઇ જાય છે. હવે શું જવાબ આપવો એ સમાજ પડતી ના હતી, તેને પરસેવો છૂટવા માંડે છે. ત્યાં જ....

કૃતિકા : બસ રોશની, જો તો ખરી, કેવો થઇ ગયો કાર્તિક. કહ્યું હતું ને તને કે આવું જ થશે. તું જ નહિ માની.

રોશની : હમ્મ, તું સાચું જ કહેતી હતી.

કાર્તિકને શું થઇ રહ્યું છે તે કઈ સમજ નથી પડતી.

કાર્તિક : હું.....આ....નહિ......હું તો બસ....

રોશની(હસીને) : બસ કાર્તિક.... ગભરાઈશ નહિ. કોઈ તમને મારવાનું નથી. મને બધું જ ખબર છે. તમે કૃતિકાને મારા વિશે બધું પુછતાં હતા એ પણ ખબર છે. એક્ચ્યુઅલી હું જ તમને મારા વિશે કૃતિકા હસ્તક જાણ કરતી હતી.

આટલું બોલીને રોશની કાર્તિકને આંખ મારે છે. કાર્તિકના મનમાં હવે શાંતિ થાય છે. અને પછી પોતે હસવા માંડે છે. આ જોઈ રોશની અને કૃતિકા પણ હસવા માંડે છે.

કાર્તિક : હું તારી જોડે દોસ્તી કરવા માગું છું.

રોશની : આઈ લવ યુ.

કાર્તિક : વ્હોટ? આર યુ....

રોશની : હા, આઈ લવ યુ.

કાર્તિક : આઈ લવ યુ ટુ.

કાર્તિકનો ૬.૦૦ વાગ્યાનો એલાર્મ વાગે છે. કાર્તિક અચાનક જ ભૂતકાળમાંથી પાછો વર્તમાનમાં આવી જાય છે. તે નીચે લીવીંગરૂમમાં આવે છે. ડાયનીંગ ટેબલ પર બેસે છે. પછી બહાર જઈને ઓટલા પર પડેલું ન્યુઝપેપર લે છે અને પાછો ઘરમાં આવે છે. થોડી વારમાં આશાબેન આવે છે. ચા બનાવે છે. અને ગરમ ચા કાર્તિક માટે ટેબલ મૂકી ને બીજું બધું કામ પતાવવા માંડે છે. કાર્તિકને કઈ જ સમજ નથી પડતી. તે પોતાનો ફોન કાઢે છે અને હોસ્પીટલમાં ફોન લગાડે છે અને કહે છે કે તે આજે હોસ્પિટલ નહિ આવી શકે. કાર્તિક ફરી પાછો પોતાના રૂમમાં ચાલ્યો જાય છે. અને રૂમનો દરવાજો બંધ કરી દે છે.

રોશની : કઈ બોલોને કાર્તિક, ક્યારના આપણે અહી એમ જ બેઠેલા છે.

કાર્તિક : મન ભરાઈને જોઈ લેવા દે. શું ખબર ફરી પાછો આવો મોકો ના મળે તો.

રોશની : બસ, આવું બોલવાની શું જરૂર? આપણા રિલેશનમાં કોઈ જ પ્રોબ્લેમ ના આવે.

કાર્તિક રોશનીને કોલેજ પાસેની પ્રિયા હોટેલમાં લઈને આવ્યો છે. તેણે રોશનીની ફેવરીટ ડીશનો ઓર્ડર આપ્યો છે. સમોસા અને સેન્ડવીચ.

કાર્તિક : અચ્છા રોશની, તારા પરિવારમાં કોણ કોણ છે?

રોશની : મમ્મી, પપ્પા અને ભાઈ, સાર્થક

કાર્તિક : ઓહ ભાઈ પણ છે.

રોશની : મતલબ?

કાર્તિક : ના એટલે મારે ધ્યાન રાખવું પડે ને કે મારે કોનો માર ખાવો પડશે?

રોશની : કેમ આવું બોલો છો?

કાર્તિક : મતલબ તારા ઘરે આપણા રીલેશન વિશે ખબર પડે તો મને તો માર જ પડે ને?

રોશની : ના હવે, મારા ઘરમાં બધા જ ફ્રેન્ડલી છે. એવું કાઈ નહિ થાય.

રોશની અને કાર્તિક વાત કરતા હોય છે અને ત્યાં જ તેમનો ઓર્ડર આવે છે. તેઓ સમોસા અને સેન્ડવીચ ખાતા જાય છે અને વાતો કરતા જાય છે.

આમને આમ દિવસો વિતતા જાય છે. રોશનીનું B.Com પૂરું થાય છે અને આ બાજુ કાર્તિક પણ ડોકટર બની જાય છે. રોશની એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ શરુ કરે છે અને કાર્તિક સંજીવની હોસ્પીટલમાં. તેઓ રોજ જ એક વાર મળે છે. દિવસે દિવસે આ મુલાકાતનો દોર ઘટી જાય છે.

કાર્તિકના ઘરનો ડોરબેલ વાગે છે. આશાબેન દરવાજો ખોલે છે. દરવાજા પર કૃતિકા હોય છે. તે કાર્તિકને બોલાવવાનું કહે છે. આશાબેન કાર્તિકને બોલાવે છે. કાર્તિક રૂમમાંથી બહાર આવે છે.

કૃતિકા : કાર્તિક તે આ શું કર્યું? અને આ તને એઇડ્સ કેવી રીતે થયો એ તારે મને જણાવવું પડશે. હું જાણું છું કે તું એવો નથી. જરૂર કોઈ રીઝન છે આની પાછળ.

કાર્તિક : કઈ નથી.

કૃતિકા : તારે મને કહેવું જ પડશે. તને ખબર છે? રોશની એના માં-બાપની મરજીથી મેરેજ કરવા તૈયાર થઇ ગયી છે.

કાર્તિક સાંભળે છે પણ કઈ કહેતો નથી. તે અંદરથી તુટીચુક્યો હોય છે. કદાચ રોશનીને પોતાના પર વિશ્વાસ ના હોવાને કારણે તુટી ગયો.

કૃતિકા : તુ સાંભળે છે? રોશની બીજાની થઇ જશે. મને રીઝન જણાવ....

કાર્તિક : કૃતિકા પ્લીઝ, તુ જા અહી થી.

કૃતિકા : હું નહિ જાવ, હું તમને બંનેને જુદા નહિ પડવા દઉં.

કાર્તિક : બહુ મોડું થઇ ગયું છે. તું જા. સોરી.

કૃતિકા પણ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. કાર્તિક ત્યાં જ જમીન ઉપર ઢળી પડે છે. આશાબેન કાર્તિકને ઉભા થવામાં મદદ કરે છે અને રૂમમાં લઇ જાય છે. કાર્તિક આશાબેનને ઘરે જવા માટે જણાવે છે. આશાબેન બધું કામ પતાવીને ઘરે જાય છે.

કાર્તિકને આજે હોસ્પીટલમાંથી ઘરે જતા મોડું થઇ ગયું છે. રાતના ૧.૦૦ વાગ્યા છે. રસ્તા પણ એકદમ સુમસાન છે. કોઈ જ વ્યક્તિ કે ગાડી પણ દેખાતી નથી. કાર્તિક પણ પોતાની કાર પુર ઝડપે ચલાવે છે. તે રસ્તા પર જઈ રહ્યો હોય છે ત્યાં જ કોઈ વ્યક્તિ અચાનક તેની ગાડીની આગળ આવી જાય છે. કાર્તિક ગાડીની બ્રેક લગાવે છે પણ ત્યાં સુધીમાં એ વ્યક્તિ જોડે ટક્કર થઇ જાય છે. કાર્તિકની ગાડી ઉપરનું કંટ્રોલ ચુકી જાય છે અને કાર્તિક પણ ગાડીની બહાર ફંગોળાય જાય છે અને ગાડી બાજુની દીવાલ જોડે અથડાઈ જાય છે. કાર્તિકને પણ ખુબ વાગે છે. થોડો ઘસડાયો હોવાથી શરીરમાંથી ઘણી જગ્યાએથી લોહી નીકળે છે. તે જેમ તેમ ઉભો થાય છે. અને પેલા વ્યક્તિ પાસે જાય છે. તે વ્યક્તિને પણ ખુબ જ વાગ્યું હોય છે અને તે બેહોશ થઇ ગયો હોય છે. તેને પણ શરીરમાં ઘણી જગ્યાએથી લોહી નીકળી રહ્યું હોય છે. કાર્તિક તે વ્યક્તિને ઉચકી પોતાની ગાડીમાં મૂકે છે. કાર્તિક તે વ્યક્તિને ઉચકતો હતો ત્યારે નોટીસ કરે છે કે તેનો ઘા અને પોતાનો ઘા તથા લોહી એકબીજાને સ્પર્શ કરે છે. કાર્તિક ગાડીને દીવાલ થી દુર કરે છે અને તે હોસ્પિટલ જાય છે.

કાર્તિક પેલા વ્યક્તિને લઈને હોસ્પીટલમાં પહોચે છે. હોસ્પિટલના સ્ટાફના માણસો પેલા વ્યક્તિને તથા ડૉ.કાર્તિકને અંદર લઇ જાય છે અને ઈલાજ શરુ કરે છે. પેલા વ્યક્તિને બીજા દિવસે હોશ આવે છે. ડૉ.કાર્તિક એને મળવા જાય છે. તે પેલા વ્યક્તિનું પર્સ જુએ છે. તેમાં તેના ફેમિલીનો ફોટો હોય છે. તે ફોટામાં તે વ્યક્તિ, વૃદ્ધ દંપત્તિ અને રોશની હોય છે. કાર્તિક સમજી જાય છે કે આ રોશનીનો ભાઈ છે.

ડૉ.કાર્તિક : હેલો સાર્થક, હું ડૉ.કાર્તિક, તમે કાલે મારી ગાડીની આગળ અચાનક આવી ગયા હતા.

સાર્થક : તમને મારું નામ કઈ રીતે ખબર પડી?

ડૉ.કાર્તિક : આ પર્સમાં તમારો ફેમીલી ફોટો છે. તેમાં મે રોશનીને જોઈ. રોશની મારી ફ્રેન્ડ થાય. અને એણે કહ્યું હતું કે એનો એક ભાઈ છે, સાર્થક.

સાર્થક : હમ્મ, પણ તમે મારા ફેમિલીને જાણ તો નથી કરીને?

ડૉ.કાર્તિક : હમણાં કરી દઉં. તમે ચિંતા ના કરો.

સાર્થક : ના, નહિ કરતા. એમ પણ હું એમના માટે મરી ચુક્યો છું.

ડૉ.કાર્તિક : મતલબ? કઈ સમજો નહિ હું.

સાર્થક : તમને જણાવું પણ પ્લીઝ કોઈને આ વાત નહિ કરતા.

ડૉ.કાર્તિક : જરૂર, પણ તમારે એક પ્રોમિસ કરવું પડશે કે ફરી ક્યારેય પણ આવું નહિ કરતા.

સાર્થક : ઓ.કે. હું એક છોકરીને ઘણો પ્રેમ કરતો હતો અને અમે મેરેજ કરવાના હતા. પણ અમે પ્રેમમાં ભાન ભૂલીને શારીરિક સંબંધ બાંધી બેઠા. પછી આ સિલસિલો ચાલતો રહ્યો. પણ અચાનક એ છોકરી મારી જોડેના બધા જ સંબંધ કાપીને કશેક ચાલી ગયી. મેં એને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા પણ એ નહિ મળી. અચાનક એક દિવસે મારા ઘરે મારા નામની એક ટપાલ આવી. એમાં ફક્ત એક જ વાક્ય લખી હતી. "વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એઇડ્સ." હું ગભરાઈ ગયો. મેં તરત જ ચેક-અપ કરાવ્યું. મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો. મેં ઘણા પ્રયત્નો કરીને આ વાત ઘરથી છુપાવી. પણ જેમ મારા નામની ટપાલ આવી હતી તેમ જ મારા પપ્પાના નામની પણ ટપાલ આવી જેમાં લખ્યું હતું કે મને એઇડ્સ છે. હકીકતની જાણ થતા મારા ઘરેથી મને કાઢી મુકવામાં આવ્યો. હું આપઘાત કરવા માટે જ તમારી ગાડીની આગળ આવ્યો.

ડૉ.કાર્તિક : ઓહ નો.....

આટલું સાંભળીને કાર્તિક પણ પોતાનો રીપોર્ટ કઢાવે છે. પણ એનો રીપોર્ટ પણ પોઝીટીવ આવે છે.

કાર્તિક હજુ પણ ભૂતકાળના વિચારોમા જ હોય છે ત્યાં જ કાર્તિકના મોબાઈલમાં રોશનીનો મેસેજ આવે છે. "મારા મેરેજ પ્રસંગે આપશ્રીને આમંત્રણ છે. વેન્યુ : અમારું નિવાસ સ્થાને, તારીખ : ૦૫/૦૬/૨૦૧૭." આજની જ તારીખ હતી.

કાર્તિક હિંમત ભેગી કરીને છેલ્લી વાર રોશનીને જોવા માટે તેના મેરેજમાં જાય છે. ત્યાં કૃતિકાને મળે છે. કૃતિકા એને રોશની પાસે લઇ જાય છે. રોશનીને મળવા માટે તેનો ભાઈ સાર્થક પણ આવ્યો હોય છે. સાર્થક રોશનીને ફક્ત એટલું જ કહે છે કે ડૉ.કાર્તિકના કારણે જ આજે હું જીવતો છું, પણ મારા કારણે ડૉ.કાર્તિકને એઇડ્સ થયો.

રોશની આટલું સાંભળીને રડવા માંડે છે. તે કાર્તિકને વળગી પડે છે. પણ કાર્તિક રોશનીને પોતાનાથી દુર કરે છે.

રોશની : કાર્તિક સોરી, મારી ભૂલ થઇ ગયી. મેં જાણ્યા વગર જ તને ખરાબ માની લીધો. હું તારા વગર નહિ જીવી શકું.

કાર્તિક : સોરી રોશની, પ્રેમમાં વિશ્વાસ હોવો જોઈએ. જે તને મારા પર નથી.

કાર્તિક આટલું બોલીને ત્યાંથી નીકળી જાય છે. રોશની ધ્રૂસકે- ધ્રૂસકે રડે છે.

હા, પ્રેમમાં વિશ્વાસ હોવો જોઈએ.

-શૈશવ ભગતવાલા