હ્રદયાગ્નિ Yatrik Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હ્રદયાગ્નિ

હ્રદયાગ્નિ

ભાવનાઓની અભિવ્યક્તિ શબ્દો સ્વરૂપે

યાત્રિક દવે

કવિ ના વિચાર

મનુષ્યની લાગણીઓનું ઘર એટલે હ્રદય. આજના યુગમાં મન પ્રત્યેક ક્ષણે નવા વળાંકો અને સમસ્યાઓ અનુભવે છે. જેમાં પ્રેમ થી લઇને સમાજ ના મુદ્દાઓ નો સમાવેશ થાય છે. તે અભિવ્યક્તિના અભાવમાં હ્રદયમાં અંતે જ્વાળા સ્વરૂપે સ્થાન પામે છે. માનવ જીવનની આવી અમુક વ્યથા અને ભાવ રજૂ કરવાનો એક નાનકડો પ્રયાસ એટલે “હ્રદયાગ્નિ”. મારો પ્રયાસ સફળ નિવડે તથા વાંચકોના દિલમાં હું અને મારા શબ્દો વસી જાય તેવી આશા સાથે અર્પણ છે આ કવિતાસમુહ.

  • યાત્રિક દવે
  • રચનાઓ

  • કળયુગ કથન
  • હ્રદયાગ્નિ
  • સ્વીકૃતિ
  • શૂદ્રજાત
  • પરેશાની
  • તુ નથી , છતાંય તુ છે !
  • કળયુગ કથન

    મતલબની આ દુનિયા, મતલબના સબંધ

    દુખ-દર્દમા મળશે ખભા તેતો મિથ્યા છે,સુખમા લોકોને લઇ જવાની ઘેલછા છે.મારા ઘરે સુંદર ઉપવન, છતાય તારા ખેતરમા ઘુમે મારુ મન !

    પશુ-પક્ષી-કુદરતની એક તરફ નિઃસ્વાર્થ ભાવનાત્યા મનુષ્યોમાં રહેલ કદરૂપી દાનત.પ્રભુએ બનાવી એક સૃષ્ટિ નિહાળવા,કરી ઉપહાસ, ભાગલાના અહી રાસ રચાતા !

    મનમા જેના વિચાર અનોખો , તેના પર સમાજનો બોજો.પરંપરા- રિવાજ સ્વાર્થના પ્રતિબિંબ સમા,

    મિત્રતાના સંબોધન પર મનુષ્ય બને શિકાર,જીવનનો સાચો મર્મ બન્યો છે બેહાલ,

    હરકોઇ બનવા માગે છે રાતોરાત માલામાલ !માનવ માનવ ન રહેતા દાનવને શરમાવે છે,

    રક્ષક બનવાનો ઢોંગ કરી, માળી પોતેજ ફૂલોને કરમાવે છે !

    હ્રદયાગ્નિ

    કેમની કહું અસહ્ય વેદના,રુદન થકી મેં ખર્ચી છે.એ જ મારી કમાણીજે આંધળા વિશ્વાસે મને અર્પી છે !

    લાગણીઓનો કદાચ હતો મધુપ્રમેહ,એટલે જ એકલતાની કડવાશ ઔષધ સ્વરૂપે પામી.ચિત્રવિચિત્ર છે લીલા ઘનશ્યામનીનથી હું જીવિત કે નથી હું મૃત !

    અંધકાર-અજવાળા લૃપ્ત છે અંધકારમાં,

    ઝગમગતા તારલા હવે આકાશને શોભતા નથી.સંગીત હતો તું જેનું,તે વીણાના આજે સૂર નીકળતા નથી !

    સુર્ય ઉગે છે દરરોજ, પણબગીચામાં ફુલો ખીલતા નથી.સમયના માનમાં સાંજ પડે છે,હ્રદયાગ્નિનો સુરજ છતાંય આથમતો નથી !

    આઘાત છે, આશાને હવે સ્થાન નથી.નિરાશા છે, તારા વચન તને જ યાદ નથી.પ્રેમની ઝંખના બની છે અપરાધસાત જન્મોમાં પણ હવે નહી માંગુ તારો સાથ !

    અભિવ્યક્તિના માર્ગ નથી જીવનમાં મારા,પીડિત છું, પણ જા ! નહી નડે તને એક પણ કર્મ તારા !!

    સ્વીકૃતિ

    શીતળ છાયા ચંદ્રની, બેઠો છું મદમસ્ત

    પ્રેમાળ તારા મનની કાયા, મનમાં જ મઢું છું બસ !

    તારા દર્શનમાત્ર કરશે તરત જ તૃપ્ત,વિચાર, તારી આત્મા પામી કેટલું મળશે સુખ !

    આકાશમાં અગણિત તારલાઓ,પ્રત્યેકમાં તને નિહાળીશ.ઓગાળી અંધકાર ખુદમાં, રાત બનીશવચન રહયું અંત સુધી તને ચમકાવીશ !

    કપાળ પર નથી હું જો, તો હથેળીમાં ક્યાંક હોઇશનમાલો ખરો, છતાંય હ્રદયથી હરહંમેશ તારો હોઇશ !

    દરિદ્રમને સુવર્ણરૂપી સ્વપ્ન છે તારો પ્રેમ,મુજને સ્વીકાર છે તે ભિક્ષા, જેના કણકણમાં છે તારો પ્રેમ !!

    શૂદ્રજાત

    સમુહમાં વર્તે સંયમી, ઘરમાં મચાવે ઉતપાતસહુના કલ્યાણ અર્થે જીવન જીવે તેવા ફેલાવે જુટ્ઠાણાકરે ખુદની સૌને વાત !સાચા ખોટામાં ભેદ ન પારખે,સમજે ખુદને મહાન,

    સંબંધ- લાગણીઓની કિંમત આંકે

    ચૂકે આત્મીયતા હંમેશ.

    ન રહે ક્યારેય સભાન !આદર-સત્કાર નથી તેની આદત,હિંસા-શોષણ સાથે રાખે તાલમેલ,ચરિત્રના માપદંડ પર પામે શૂન્યસ્થાન !જ્ઞાત છબી છે આ દંભી દાનવનીતેમ છતા તે મુક્ત કરે વિહાર.અભિમાનવશ ગરજીને મારે ફાંકાકહે”મારી સમક્ષ સમાજની શું વિસાત” !બેડીઓ પર કરી હઠહાસ્ય, પીરસે ધનરસરમે આ હાથીઓ હલકી ચાલ.સત્કર્મ પર કરી કટાક્ષ, વ્યભિચારીઓકેમ બતાવો છો તમારી “શૂદ્રજાત” !

    પરેશાની

    તમામ તાળા ખોલી દીધા,

    તમામ બંધન છોડી દીધા ,

    એક તને મળવા ઓ ઘેલી.

    કારનામા કર્યા કેટલાય તારા બનવા ,

    છતાંય તે આખરે અમને તરછોડી જ દીધા ઘેલી !

    ગૂમનામ છીએ, હેરાન નહી ,

    વટથી જીવવાનું છે ભાન હજી,

    ખુદમાં જ ખુશ રહેવાના લાખો છે રસ્તા

    પણ એક જ પરેશાની છે ,

    દિલમાં તું જ્યાં હતી , ત્યાં જ છે હજી !!

    તુ નથી , છતાંય તુ છે !

    તારા સાથે છું ત્યારે થાય છે કે,

    આ નથી રેખા હસ્તની કે નથી રીત-નિયમ

    આ છે અહેસાસ, છે પ્રીતનો સબંધ.

    અવસર વેળાએ જ ઉડે તેવો નથી રંગ

    બારેમાસ મલકે તેવો મનનો છે ઉમંગ.

    આ તો છે પ્રેમ , પ્રેમમાં પ્રભુ છે સ્વયં

    શ્રુંગારરસ છે , છે હ્રદયમાંથી પ્રસરતુ તરંગ.

    વ્યાખ્યા ન અપાય , ન વર્ણવાય સ્વરૂપ

    મનમોહક છે, છે અતિશય પરંપરાની વિરુદ્ધ !

    ઉંડાણમાં વિચારતા થાય છે કે ,

    ભયાનક છે , દુ:ખદાયક છે , વિનાશક પણ છે

    છતાંય પ્રેમ છે , અને પ્રેમ જ મોક્ષ છે !

    રાત્રે એકાંત માણવા અગાસીમાં બેસું ત્યારે થાય છે કે ,

    ભલે તિરસ્કૃત થાય હજારવાર , છતાંય આંખોમાં દેખે

    તે જ સ્મિત , તે જ લલાટ અને તે જ મોંઘેરા નયન !

    “આપણે” માંથી હું અને તું થતા ક્ષણભર ન થઇ,

    રૂપેરી વાદળ ફાટતા પળભર ન થઇ.

    વિરહના આંગણે તારા સાથે વિતાવેલા સમયને વાગોળીને સમજાય છે કે

    પ્રેમ જ તો જીવન છે , જીવન છે અનમોલ !

    મંદિરમાં બેસું છું શંકરભોળના ત્યારે થાય છે કે ,

    કેમનો નાશ પામું, વસેલા છે આજે પણ

    મારામાં તારા પ્રેમના એક-એક બોલ

    શ્વાસ તારા જ તો છે જે મારામાં પુરે છે પ્રાણ.

    તું નથી, છતાંય તું છે.

    તું નથી, છતાંય તું છે .

    અને તું છે , છતાંય આજે તું નથી !

    હું તો અહીયાં જ હતો અને અહીયાં જ છું ,

    હું તો અહીયાં જ હતો અને અહીયાં જ છું,

    પરંતુ ગઇકાલે જે ઇચ્છા આપણી હતી, તે આજે ઇશ્વરની નથી !!

    મરણ પથારીમાં છું ત્યારે થાય છે કે,

    નિર્જીવ પડેલા છે હાથ મારા, પાણી પીવડાવશે કોણ

    રૂંધાઇ રહ્યા છે શ્વાસ આજે, આપેલા વચન હવે પાળશે કોણ

    પણ જીવીને હું કરીશ શું હવે ,

    જ્યારે તે તો ક્યારનુંય કહી દીધું “હું કોણ અને તું કોણ” !!

    .........................XXX…………………………