દગો... - 1

શોભા આધુનિક યુગ ની મહાનગર મુંબઈ માં રહેતી યુવતી.શોભા સીરીયલ ની અંદર આસીટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતી હતી.સવારે કામ અને રાતે પબ કે ડિસ્કો માં જઈને મસ્તી અને નાચ એ આજના યુવાનો માટે આમ વાત છે. શોભા પણ વીક એન્ડ માં ડિસ્કો કે પબ માં જઈ ને દોસ્તો સાથે મોજ મસ્તી કરતી. આવીજ રીતે એક વાર જ્યારે શોભા ડિસ્કો માં હતી ત્યારે તેની મુલાકાત આર્યન સાથે થઈ. આર્યન દેખાવે સુંદર હતો અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો હતો. શોભા ને આર્યન ગમ્યો અને આર્યન ને શોભા. બન્ને જણાએ ફોન નંબર ની આપ લે કરી. વાત ચીત નો દોર શરૂ થયો અને ધીરે ધીરે એ બન્ને એક બીજા ના પ્રેમ માં પડ્યા.

શોભા અને આર્યન દિવસે તો કામ માં વ્યસ્ત રહેતા આથી તેઓ રાતે જ મળતાં. આર્યન એક આઈ.ટી ફર્મ માં કામ કરે છે તેવું તેને શોભા ને જણાવેલું.બન્ને એક બીજા ની જોડે રાત વિતાવતા. બન્ને એકલા રહેતા હોવાથી તેમને રોકનારું પણ કોણ હતું? બંને યુવાન હૈયાઓ રાત એકબીજાની જોડે વિતાવવા માં કોઈ છોછ અનુભવતા નહીં. એક દિવસ આર્યન શોભા ના ઘરે રાત વિતાવ્યા બાદ સવારે ઓફીસ જતા પોતાનું વોલેટ શોભા ના ઘરે ભૂલી ગયો. શોભા રસોડા માં પોતાના માટે નાસ્તો બનાવી રહી હતી અને મોહિત જોડે વાત કરી રહી હતી.તે મોહિત ને કહી રહી હતી કે તે આર્યન સાથે લગ્ન કરવા માંગે છે કારણકે આર્યન તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને તેને ખૂબ જ પ્રેમ કરે છે. વાત કરતા કરતા તેનું ધ્યાન આર્યન ના વોલેટ પર પડે છે.તે મોહિત ને કહે છે કે આર્યન તેનું વોલેટ ભૂલી ગયો છે હવે શું કરું? તેને પૈસા ની જરૂર પડશે તો? મોહિત તેને કહે છે કે તે આર્યન ને ફોન કરીને જણાવી દે તે પાછો આવીને લઈ જશે. પણ શોભા કહે છે કે આર્યન ની ઓફીસ તેના રસ્તા માંઆવે છે આથી તે મોહિત ને તેની ઓફીસ માં જઈને વોલેટ આપશે અને એ રીતે એને સરપ્રાઈઝ પણ મળશે.

શોભા આર્યન ની ઓફીસ પહોંચી ને રીસેપ્શન પર બેઠેલી છોકરી ને તે આર્યન ને બોલવા માટે કહે છે. તે છોકરી શોભા ને કહે છે કે આ નામ નું કોઈ માણસ અહીં કામ કરતું નથી. શોભા પોતાના ફોન માં આર્યન ફોટો તેને દેખાડે છે અને કહે છે કે તે આ છોકરા ની વાત કરી રહી છે. તે છોકરી તેને ફરી એજ કહે છે આ છોકરો આ ઓફીસ માં કામ કરતો નથી. તે અહીં છેલ્લા 4 વર્ષ થી કામ કરી રહી છે.શોભા વિચારી નથી શકતી કે આ શું થઈ રહ્યું છે? આર્યન શા માટે તેના થી જુઠ્ઠું બોલ્યો? તે ત્યાંથી જતી રહે છે અને મોહિત ને ફોન કરે છે.

મોહિત અને શોભા શૂટિંગ ની જગ્યા પર જોડે કામ કરે છે આથી તેઓ કામ કરવાની જગ્યાએ રોજ મળતા રહે છે. શોભા સીધી ત્યાં જ જાય છે અને મોહિત ને કહે છે કે અગર આર્યન કામ નથી કરતો તો તે શું કરે છે? અને તેની પાસે આટલા બધા પૈસા કેવી રીતે આવે છે? શું તે કંઈ ખોટું કામ કરી રહ્યો છે? શોભા વિચારમગ્ન બની જાય છે અને કંઈક વિચારી ને આર્યન ને ફોન લગાડે છે અને કહે છે કે તે તેનું વોલેટ ભૂલી ગયો છે . આર્યન શોભા ને કહે છે કે હા તેના ધ્યાન માં છે કે તે તેનું વોલેટ ભૂલી ગયો છે . શોભા આર્યન ને કહે છે કે તે શૂટિંગ માટે જઈ રહી છે તો તે આર્યન ને તેનું વોલેટ ઓફિસમાં આપતી જશે. આર્યન તેને ચોખ્ખી ના પાડી દે છે.

આર્યન ની ના થી શોભા ને તેના પર વધારે શંકા જાગે છે.તે નક્કી કરે છે કે તે જાણી ને રહેશે કે આર્યન શુ કરે છે? અને કેવી રીતે આટલા પૈસા કમાય છે? દિવસ પૂરો થતાં આર્યન શોભા ને ફોન કરે છે અને પોતાના ઘરે બોલાવે છે.પણ શોભા ના પાડે છે અને તેને પોતાના ઘરે બોલાવે છે.આજકાલ ના છોકરા છોકરીઓ પ્રેમ ના નામ પર શરીર સંબંધ બાંધવા માં જરા પણ ખચકાટ અનુભવતાં નથી.પ્રેમ તેમના માટે શરીર સુખ માણવાનું માધ્યમ માત્ર બની ગયું છે.શોભા આર્યન પ્રત્યે શંકા જગ્યા પછી પણ આર્યન સાથે રાત સુવા માં જરા પણ ખચકાટ અનુભવતી નથી.

સવારે જ્યારે આર્યન પોતાના કામ માટે નીકળે છે ત્યારે શોભા પીછો કરે છે અને તે મોહિત ને પણ ફોન કરીને તૈયાર રહેવા કહે છે . તે મોહિત ને જણાવે છે કે તે આર્યન નો પીછો કરી રહી છે અને આર્યન જ્યાં પહોંચશે તે જગ્યા મોહિત ને ફોન કરી ને જણાવશે અને મોહિત ત્યાં સીધો પહોંચે. મોહિત શોભા ની વાત સમજી જાય છે.આર્યન ટેક્ષી માં થી ઉતરીને કેફે માં છે. શોભા મોહિત ને ફોન કરીને જગ્યા જણાવી દે છે.મોહિત તેમની સાથે કામ કરતી તેમની દોસ્ત મીશા ને પણ જોડે લે છે. મીશા જાસૂસી માં ખૂબ જ હોશિયાર છે આથી એ સાથે હશે તો મદદ થશે એમ વિચારી ને મોહિત મીશા ને જોડે લે છે અને રસ્તા માં તેને બધી વાત જણાવે છે. શોભા આર્યન થી છુપાઈને તેના પર નજર રાખી ને બેઠી છે અને મોહિત ની રાહ જોઈ રહી છે.આર્યન ને મળવા માટે કોઈ છોકરી આવે છે.આ બાજુ મોહિત અને મીશા પણ શોભા પાસે પહોંચી જાય છે. તે લોકો આર્યન અને પેલી છોકરી વચ્ચે થતી વાત ને સાંભળવા પ્રયત્ન કરે છે પણ સાંભળી શકતા નથી કારણકે તેઓ આર્યન થી ઘણા દૂર છે. તેઓ જોઈ શકતા હતા કે છોકરી ખુબજ ગુસ્સા માં રડી રહી હતી અને આર્યન તેની સામે જોઇને ખંધુ હસી રહ્યો હતો. શોભા ,મોહિત અને મીશા ત્રણે જણ વિચારી રહ્યા હતા કે આર્યને તો શું કર્યું હશે જેનાથી એ છોકરી આટલા ગુસ્સા માં છે અને રડી રહી છે? શોભા કહે છે કે અગર તેમને જાણવું હશે કે આર્યન શુ કરે છે તો તેની એક માત્ર કડી આ છોકરી છે.મીશા ન અને તે છોકરી ના ફોટા પાડી લે છે.જે આગળપુરાવા તરીકે કામ આવી શકે.શોભા મોહિત અને મીશા જોડે વાત કરી રહી હોય છે એટલી વાર માં પેલી છોકરી ત્યાંથી જતી રહે છે. વાતો માં તેમને ખ્યાલ નથી આવતો કે તે છોકરી જતી રહી છે.જયારે તેઓ ફરી થી આર્યન બાજુ જુએ છે ત્યારે તેમને ધ્યાન માં આવે છે કે એ છોકરી જઇ ચુકી છે.શોભા કહે છે કે હવે શું કરીશું? એ છોકરી જ એક માત્ર કડી હતી એ જાણવા માટે કે આર્યન શુ કરે છે? તેની આંખ માં આંસુ આવી જાય છે.મીશા અને મોહિત તેને શાંત થવા કહે છે.

મીશા શોભા ને કહે છે કે તે એ છોકરી નો ફોટો ફેસબુક પર મુકશે . ફેસબુક પર તેના 10000 ફ્રેન્ડ્સ છે.તેમાં થી કોઈક તો જરૂર એ છોકરી વિશે જાણતું હશે.મીશા એવીછોકરી છે જેને ફેસબુક નું વળગણ છે . જેની સવાર ફેસબુક થઈ શરૂ થાય છે અને રાત ફેસબુક પર ખતમ.આજે એ વળગણ કામ માં આવવાનું હતું.શોભા પણ એમ વિચારે છે કે પ્રયત્ન કરવામાં શુ વાંધો છે?મીશા ફોટો પોસ્ટ કરે છે.સાંજ સુધી માં મીશા ને તે છોકરી ની બધી જ વિગતો ખબર પડી જાય છે.તે શોભા ને જણાવે છે કે એ છોકરી નું નામ રીયા છે.અને તેનું સરનામું,ફોનનંબર બધુજ તેની પાસે આવી ચૂક્યું છે.શોભા મીશા પાસે થી રીયા નો નંબર લઈ તેને ફોન કરે છે.તે રીયા ને મળવા માટે બોલાવે છે.શોભા રીયા ને મળવા માટેનું સ્પષ્ટ કારણ જણાવતી નથી.પરંતુ તેને મળવું ખૂબ જ જરૂરી છે તેમ કહે છે.રીયા શોભા ને મળવાની હ પડે છે.બીજા દિવસે બપોરે રીયા શોભા ને મળવા માટે જાય છે.શોભા ની સાથે મોહિત અને મીશા પણ હોય છે. રીયા શોભા ને પૂછે છે કે તેઓ એકબીજા ને જાણતા પણ નથી તો શોભા ને એને મળવાની જરૂર કેમ પડી? શોભા રીયાને સીધું જ આર્યન વિશે પૂછે છે. રીયા ડઘાઈ જાય છે. તે આર્યન ને ઓળખવાની ના પાડી દે છે.શોભા તેને વિશ્વાસ રાખવા માટે કહે છે.શોભા તેને સમજાવે છે કે તેઓ તેનું કાઈ ખરાબ નહીં થવા દે માટે તે ચિંતા ના કરે. તેમ છતાં તે આર્યન ને ઓળખવાની ના પાડે છે.અંતે શોભા તેને કેફે વાળી વાત કહી સંભળાવે છે અને મીશા ના ફોન માં તે બંને ના ફોટા પણ દેખાડે છે. રીયા રડી પડે છે અને શોભા ને જણાવે છે કે તે અને આર્યન એક બીજા ના પ્રેમ માં હતા. અને તેઓ બધીજ મર્યાદાઓ ઓળંગી ચુક્યાં હતા. પણ આર્યને તેનો વીડિયો બનાવી લીધો છે અનવ ટ્વિના દ્વારા તે રીયા પાસે પૈસા ની માંગણી કરી રહ્યો છે.અને જો તે પૈસા નહીં આપે તો આર્યન વિડીયો વાયરલ કરી દેશે. મારી પાસે પૈસા ન હોવા ના કારણે તેને એ વીડિયો કોઈ વેબસાઈટ પર મૂકી દીધો છે. હવે તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ રસ્તો નથી.જ્યારે તેના માં બાપ આ વિશે જાણશે તો તેમના પર શુ વીતશે? તેઓ સમાજ માં શુ મોઢું બતાવશે?

શોભા આ સાંભળીને સ્તબ્ધ થઈ જાય છે.આર્યન આવો છે એનો તો એને સ્વપ્ન માં પણ ખ્યાલ નહોતો.રીયા ને સાંભળવા ની તાકાત પણ તેના માં નહોતી. રહી. મીશા અને મોહીત પણ આર્યન ની વાત જાણીને આઘાત પામ્યા.પણ તેઓએ પોતાને સંભાળી લીધા અને રીયા , શોભા ને પણ. તેમને રીયા અને શોભા ને ધીરજ ધરવા કહ્યું.શોભા પણ ધીરે ધીરે બધું સમજી રહી હતી.તેને મનોમન નક્કી કર્યું કે છોકરીઓ ને આવી રીતે હેરાન કરી ને પૈસા કમાનાર ને તે શાંતિ થી જીવવા નહીં દે.અને રીયા ને વચન આપે છે કે તે રીયા નો વિડીયો વેબસાઈટ પર થઈ કાઢી નાખશે બસ તે થોડી ધીરજ રાખે.

શોભા,મોહિત, રીયા અને મીશા ભેગા મળીને આર્યન ને શીખવાડી શકશે? કે પછી આર્યન આ 4 જણ પર ભારે પડશે .જાણવા માટે વાંચો ભાગ 2 .વાર્તા ગમે તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.

રેટ કરો અને રિવ્યુ આપો

Bhavesh Sindhav

Bhavesh Sindhav 5 માસ પહેલા

Mulla Altaf

Mulla Altaf 7 માસ પહેલા

Jinu Kapuriya

Jinu Kapuriya 10 માસ પહેલા

Hitesh Parmar

Hitesh Parmar ચકાસાયેલ ઉઝર 9 માસ પહેલા

thriller...

Kamini

Kamini 9 માસ પહેલા

શેયર કરો