દગો - 2 Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દગો - 2

આગળ આપણે જોયું કે આર્યન અને શોભા એક બીજા ના પ્રેમ માં પડે છે. ધીરે ધીરે શોભા ને ખબર પડે છે જે આર્યન તેને દગો આપી રહ્યો છે. તેના સિવાય પણ કોઈ બીજી છોકરી તેના જીવન માં છે. પછી થી તેને એ પણ ખબર પડે છે આર્યન એક પોર્ન વેબસાઈટ ચલાવે છે જેમાં તે તેના જેવી ભોળી છોકરીઓ ના વિડિઓ મૂકે છે અને તેમાં થી પૈસા કમાય છે.હવે આગળ....

શોભા વિચારે છે કે આર્યન પાસે થી આ સાઇટ ડીલીટ કરવા માટે તેનું લોગ ઇન આઈ.ડી અને પાસવર્ડ મેળવવા પડશે. તે રીયા, મીશા અને મોહિત ને પણ આ વાત જણાવે છે. તેના માટે તેઓ એક યોજના બનાવે છે. અને શોભા રીયા ને ભૂત બનીને આર્યન ને ડરાવવા માટે પણ કહે છે.

તેઓ ચારે મળીને એવી યોજના બનાવે છે કે શોભા આર્યન ના ઘરે પહેલા જશે. અને ત્યાં જઈને આર્યને ઘર માં કેમેરો ક્યાં લગાડ્યો છે તે શોધશે? ત્યાર બાદ તેઓ આર્યન ના લેપટોપ ની વિગતો જાણવા માટે કેમેરો ક્યાં લગાવી શકશે તે પણ શોભા એ જોવાનું રહેશે. અને સૌથી મહત્વ ની વાત કે આર્યન શોભા નો વિડિઓ ના બનાવી શકે તેનું ધ્યાન પણ તેને જ રાખવું પડશે. પણ આ બધું તેમને ધીરજ થી કરવું પડશે.

તેઓ નક્કી કરે છે કે સૌથી પહેલા રીયા આર્યન ને ભૂત બનીને ડરાવે જેથી આર્યન ડરેલો રહે અને કોઈ ભૂલ કરી બેસે. એ રાતે જ આર્યન શોભા ને મળવા જવાનો હોય છે તેને શોભા ને ફોન કરી ને આ વાત જણાવી હોય છે. આથી શોભા રીયા ને રાતે ભૂત બનીને તેના ઘરે આવવા માટે કહે છે.

રાતે જ્યારે આર્યન શોભા ના ઘરે જાય છે ત્યારે રીયા પહેલે થી જ શોભા ના ઘરે હોય છે. આર્યન બેડ પર આડો પડે છે અને શોભા ને તેની પાસે બોલાવે છે. શોભા તેને કહે છે કે તેને રસોડા માં કામ છે તે પતાવી ને બસ પાંચ મિનિટ માં આવે છે. ત્યાર બાદ તે યોજના મુજબ રસોડા માં જાય છે અને રીયા આર્યન ની સામે આવી ને ઊભી રહે છે.

રીયા ને જોઈ ને આર્યન ખૂબ જ ગભરાઈ જાય છે અને શોભા ને બોલાવે છે. પણ શોભા આવતી નથી. રીયા આર્યન તરફ આગળ વધે છે. આર્યન તેના પર ઓશીકું ફેંકે પણ રીયા સિફત પૂર્વક બચી જાય છે. તે આર્યન ની થોડી વધારે નજીક જાય છે. અંતે આર્યન ડરી ને બેભાન થઈ ને ઢળી પડે છે.

આર્યન ના બેભાન થયા બાદ રીયા શોભા ને બોલાવે છે. અને તે ત્યાં થી જતી રહે છે. શોભા આવી ને આર્યન ને ઉઠાડવા નો પ્રયત્ન કરે છે. તેના ચહેરા પર પાણી ની છાલક નાખે છે. ધીરે ધીરે આર્યન હોશ માં આવે છે. શોભા તેના માટે ચિંતા માં છે તેવો ડોળ કરે છે. તે આર્યન ને પૂછે છે કે તેને શું થયું? તે બેભાન કેમ થઈ ગયો? આર્યન કશું બોલતો નથી તે બસ ડરેલો છે. તે શોભા ને કહે છે કે તે ખૂબ જ થાકી ગયો છે અને ઊંઘી જવા માંગે છે. શોભા પણ વધુ પૂછપરછ કરવાનું ટાળે છે. અને તે પણ સુઈ જાય છે.

બીજા દિવસે સવારે આર્યન પોતાના ઘરે જવા માટે તૈયાર થાય છે. શોભા તેને કહે છે કે તે આજે રાતે તેના ઘરે આવશે. કારણકે તેનું કામ આજે તેના ઘર પાસે જ છે. તે કહે છે કે તેનું કામ સાંજે વહેલું પૂરું થઈ જશે આથી એ વહેલી આવશે. આર્યન એને કહે છે કે તેને આવતા મોડું થશે. હકીકત માં શોભા ને રજા હોય છે. એટલે જેવો આર્યન નીકળે છે તેવો જ પહેલો ફોન તે મોહિત ને કરે છે અને તેને જણાવે છે કે તે આર્યન ના ઘરે જઈ રહી છે. અને તે બધા ને લઈ ને ત્યાં સીધો જ આવે.

શોભા આર્યન ના ઘરે પહોંચે છે. ત્યાં જઈ ને સૌથી પહેલા તે છૂપો કેમેરો શોધવા નું કામ શરૂ કરે છે. તે આર્યન ના બેડરૂમ માં જાય છે અને ત્યાં બેડ ની આજુ બાજુ જુએ છે. ત્યારબાદ દીવાલો માં જુએ છે. પણ તેને કશે કેમેરો દેખાતો નથી. શોભા અકળાઈ જાય છે. તે શાંતિ થી બે મિનિટ બેસી ને કેમેરો ક્યાં હોઈ શકે તેનો વિચાર કરે છે...

અચાનક એની નજર વોર્ડરોબ પર ઝબુકી રહેલી લાઈટ પર પડે છે. તે ત્યાં જાય છે અને વોર્ડરોબ ખોલવા પ્રયત્ન કરે છે. પરંતુ તે ખુલતું નથી. શોભા જુએ છે કે તે લોક કરેલું છે. તે ચાવી શોધવા માટે આખું ઘર શોધી વળે છે પણ ક્યાંય ચાવી મળતી નથી. તેને યાદ આવે છે કે આર્યન એના ગળા માં એક ચાવી પહેરી રાખે છે. તે આજ વોર્ડરોબ ની હોવી જોઈએ એમ તેના સમજ માં આવે છે.

હવે તેની પાસે આર્યન ની રાહ જોવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એમ વિચારી ને તે હતાશ થઈ જાય છે. એટલી વાર માં મોહિત, રીયા અને મીશા ત્યાં આવી જાય છે. શોભા તેમને જણાવે છે કે તેને કેમેરો શોધી કાઢ્યો છે. તે વોર્ડરોબ માં છે. અને તેની ચાવી આર્યન ના ગળા માં છે.

શોભા, મોહિત, રીયા અને મીશા આર્યન ના ગળા માંથી ચાવી કેવી રીતે કાઢવી તેની યોજના બનાવે છે. સાથે સાથે તેઓ તેમનો કેમેરો ક્યાં લગાવો તે પણ નક્કી કરી લે છે. જેથી કરીને આર્યન ના વેબસાઈટ ના આઇ. ડી પાસવર્ડ જાણી શકાય. અને આ રમત નો અંત આણી શકાય.

શું શોભા આર્યન ના ગળા માંથી ચાવી કાઢી શકશે? શુ આર્યન ના આઈ.ડી પાસવર્ડ મેળવી શકશે ? શું તેમની યોજના સફળ થશે ? જાણવા માટે વાંચો આવતો ભાગ......