આ બાજુ પિંકી હજુ આ સદનામાંથી બહાર નીકળી જ નથી હજુ એને કરેલી ભૂલ નો એને બહુજ પસ્તાવો થાય છે. મમ્મી પપ્પાએ એને સમજાવી હોવા છતાં એ એમની વાત માની નહીં એટલે જ આવું થયું એમ વિચારીને એ રો રો જ કરે છે. કોઇના જોડે બોલતી પણ નથી અને કોલેજ પણ જતી નથી. એના મમ્મી પપ્પા બહુ ચિંતિત થાય છે અને પિંકી ને સમજાવવાની કોશિશ કરે છે. એટલામાં જ પોલીસ સ્ટેશન થી ફોન આવે છે કે આવતી કાલે કોર્ટ ની ડેટ હોય છે એટલે જજ સામે જુબાની આપવા પિંકી એ હાજર થવાનું હોય છે. ફરીથી પિંકી રડવા લાગે છે.
બીજા દિવસે સવારે તૈયાર થઈ ને પિંકી મમ્મી પપ્પા સાથે કોર્ટ રૂમ માં પહોંચે છે. તેને જ્યારે બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે કઠોડા માં ઉભરહી રડતા રડતા પિંકી એ બધી જ હકીકત કહી સંભળાવી. જ્યારે સરકારી વકીલ દ્વારા મનીષ અને સાહિલ ને આવું શા માટે કર્યું એમ પૂછવામાં આવ્યું ત્યારે એનો જવાબ સાંભળી બધા ચોકી ઉઠ્યા.
મનીષ સાચે સાચું જણાવતા પહેલે થી વાત કરવાનું શરૂ કરે છે. હું જ્યારે પહેલે જ દિવસે કોલેજ આવ્યો ત્યારે મારી સાથે સાહિલ અને અમારા અન્ય બે મિત્રો કે જે અમારી કોલેજ જોવા આવ્યા હતા એ હતા. અમે ચારેય ઉભા ઉભા વાતું કરતા હતા ત્યાં જ અમે પહેલી વખત પિંકી ને જોઈ. ત્યારે અમે ચારેય પિંકી પ્રત્યે મોહિત થઈ ગયા હતા. હું તરત જ બોલ્યો કોઈ પણ સંજોગો માં હું આને પટાવીને જ રહીશ. એટલે બીજા મિત્ર એ કહ્યું એ શાયદ તુજસે પટ તો જાયેગી લેકિન એ તુજે છુને નહીં દેગી. એમ બોલિને બંને બહાર ના મિત્રો હસવા લાગ્યા એટલે મને મારી મજાક કરતા હોય એવું લાગ્યું. મે ગુસ્સામાં નિર્ણય લીધો કે માત્ર હું જ નહીં પણ સાહિલ પણ, અમે બંને આને ભોગવી ને જ રહેશું. એટલે એ બંને અમારૂ અપમાન કરતા હોય એમ ફરીથી હસવા લાગ્યા. હવે આ વાત અમે પરસનલી લઈ લીધી હતી અને સાહિલ પણ મને સપોર્ટ કરતો હોય તેમ એને પણ હા માં હા ભરી. પરંતુ એ બંને હજુ અમારી સામે જોઈ ને હસવાનું ચાલુ જ હતું એટલે અમે અમારી વચ્ચે શરત નાખવાનું નક્કી કર્યું. કે માત્ર છ મહિના ની અંદર એટલે કે 30/11/217 ના દિવસ સુધીમાં પિંકી સાથે સંબંધ બાંધી એનો વિડિઓ બનાવી દેખાડવો ત્યારે જ શરત જીત્યા ગણાશે નહીંતર હારી ગયા ગણાશે. મનીષ અને સાહિલ બંને તેના બીજા બે મિત્રો સાથે તાળીઓ આપીને શરત નાખે છે. આ સાંભળતા જ પિંકી ને તેની કોલેજ નોં પ્રથમ દિવસ યાદ આવે છે મનીષ અને સાહિલ બીજા મિત્રો ને તાળી આપી રહ્યા હોય તે યાદ આવે છે અને એ શરત પોતાને જ બરબાદ કારીદેવાની હોય છે એમ જાણી પિંકી જોરજોરથી રડવા લાગે છે. મનીષ આગળ જણાવે છે હવે એ દિવસ ને આડે માત્ર 9 દિવસ બાકી રહ્યા હતા એટલે 21 નાબેમ્બર ના દિવસે મારો જન્મદિવસ હતો એ દિવસ નો લાભ લઇ અમે આગલી રાત્રે જ પ્લાન બનાવ્યો હતો કે પિંકી ને આજે ભોગવીશું. પહેલા રૂમ પર લાવીને હું પિંકી સાથે મજા કરીશ અને પછી ઊંઘની ગોળી પાણીમાં નાખી તેને બે ભાન કરી અને સાહિલ ભોગવશે અને એ વિડિઓ બનાવી અમે શરત જીતી જશું. આમ અમારા પ્લાનિંગ મુજબ એ દિવસે સાહિલ કોલેજ ન તો ગયો અને રૂમ માં જ દારૂ પિય ને સૂતો હતો. પરંતુ એ દિવસે અમે જેમ વિચાર્યું હતું તેમ ન બન્યું. પિંકી મારી જોડે સુવાની ના પાડી દીધી એટલે મારે કોઈ પણ સંજોગ માં શરત જીતી ને બીજા મિત્ર એ કરેલા અપમાન નો બદલો લેવો હતો એટલે મેં બળજબરી કરવાનું ચાલુ કર્યું અને પછી સાહિલ પણ મારી સાથે જોડાયો. મનીષ ની આવી હકીકત સાંભળી પિંકી તો જાણે મુક હોય તેમ કાઈ બોલ્યા બગર બસ ચોધાર આંસુ એ રડયે જ જતી હતી.
અંતમાં વધારે જાણકારી માટે સરકારી વકીલ દ્વારા તમારી વચ્ચે શુ શરત નાખવામાં આવી હતી એ પૂછવામાં આવ્યું ત્યારે એ જાણીને બધા આચર્ય પામી ગયા. હવે શરત જણાવતા સાહિલ બોલ્યો " વિસકી પાર્ટી". આ સાંભળી પુરી કોર્ટ ના આંખોમાં આ બંને નરાધમો પ્રત્યે અંગારા ની જેમ ગુસ્સો છકલાઈ આવ્યો. તથા પિંકી પ્રત્યે હમદર્દી ઉઠી કે આટલી કુમળી છોકરી ને માત્ર એક વિસકી માટેની શરત માટે આ નરાધમો કઈ હદ સુધી પહોંચી ગયા.
થોડી ક્ષણો કોર્ટ માં સાવ શાંતિ વચ્ચે રડતી પિંકી ના શ્વાસ લેવાનો જ આવાજ માત્ર આવતો હતો અને હવે જજ સજા સંભળાવવાની ચાલુ કરે છે. મનીષ ને 1 વર્ષ ની જેલની સજા તથા 5000/- રૂપિયા દંડ અને સાહિલ ને મનીષ ના આવા કામ મા સહાય રૂપ થવા બદલ 6 મહિનાની સજા તથા 2000/- રૂપિયા નો દંડ.
આ સાંભળતી પિંકી તો જેમ શ્રાવણ ભાદરવો વરસે તેમ ચોધાર આંસુ એ રુદન કરતી પહેલી વખત પોતાનું માથું ઊંચું કરી એમની મમ્મી સામે જોઈ કાન પકડ્યા અને મનોમન મમ્મી ને સોરી કહેતી હોય તેવા આંખોના હાવ ભાવ પ્રકટ કર્યા અને આવા નરાધમ ના હાથ માંથી બચી ગઈ હોવાનો મનમાં થોડો આનંદ પ્રકટ કર્યો....
સમાપ્ત....
જયેશ ગોળકીયા(B. Pharm)
9722018480
jgolakiya13@gmail. com