પ્રેમાત્મા Jayesh Golakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાત્મા

બીજા દિવસે પિંકી કોલેજ જાય છે. કોલેજ માં પહોંચતાજ તે મનીષ ને જુએ છે ને જાણે આગળના દિવસે કઈ બન્યું જ નથી એમ મનીષ પાસે જઈને વાતું કરવા લાગે છે. પિંકી પોતાની જાતને ઘણો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરે છે પણ મનીષ ને જોઈ ને એ એક ક્ષણ પણ રહી શક્તિ નથી. મનીષ પણ હળવા સ્મિત સાથે પિંકી જોડે ગપ્પા મારવા લાગે છે ત્યાં પિંકી ને આગળની રાત્રે પપ્પાને આપેલું વચન યાદ આવે છે. એ મનીષ થી જુદા પડવાનું વિચારે છે પણ એ જુદી પડી શક્તિ નથી. જેમ ગાંડીવ ધારી પાર્થ ના રોમ રોમ માં કૃષ્ણ વસેલા હતા તેમ આજે પિંકી ને તેના રોમ રોમ માં મનીષ જ હોય તેવું લાગે છે. એકબાજુ પપ્પા ને આપેલું વચન છે બીજી બાજુ પોતાનો પ્રેમ છે. મનમાને મનમાં બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ થાય છે ને અંતમાં પ્રેમ નો જ વિજય થાય છે. પપ્પાને આપેલું વચન મનીષ સાથે હોય એટલી વાર માટે ભુલાઈ જાય છે.

શરૂઆત ના થોડા દિવસો એ રોજ મનીષ થી દુર રહેવાનું વિચારે છે પણ રહી શક્તિ નથી એટલે એક યુક્તિ વિચારે છે.મનીષ ના દેખતા જ એના મિત્રો સાથે થોડો ટાઈમ ઉભું રહેવું એના જોડે મસ્તી મજાક કરવા તથા હળવી થોડી વાતો કરવી. આમ કરવાથી મનીષ ચિડાશે અને એને કશુંક કહેશે એટલે હું આપોઆપ મનીષ થી થોડી જુદી પડતી જઈશ.બીજા દિવસે પિંકી તેને બનાવેલા પ્લાન મુજબ સવારે કોલેજ પહોંચીને સીધી મનીષ ઉભો હોય ત્યાં ન જતા કોલેજ ના બીજા છોકરા ઉભા હોય ત્યાં ગ્રુપમાં જઈને ઉભી રહી જાય છે બધા જોડે વાતો કરવા લાગે છે તથા હસી મઝાક કરવા લાગે છે.એકબીજાને તાળીઓ આપીને મોટે મોટે થી હસે છે ને બધા જોડે વાતો કરતી જાય છે.મનીષ ને જોયો હોવા છતાં એ મનીષ પાસે ન ગઈ ને બીજા મિત્રો સાથે ઉભી રહી ગઈ એટલું જ નહિ પરંતુ બીજા મિત્રો સાથે હસી મજાક કરવા લાગી આ જોઈને મનીષ ના મન માં તેલ રેડાવા લાગ્યું.આજ પહેલી વાર મનીષ ને પિન્કી પર ગુસ્સો આવવા લાગ્યો. લગભગ પંદરેક મિનિટ આ બધું જોયા કરતો મનીષ હવે રહી શકતો નથી અને એ સીધો ગુસ્સા ભરી નજરે પિંકી ના ગ્રુપ માં આવીને પિંકી ની બાજુમાં ઉભો રહી જાય છે.બીજા મીત્રો મનીષ ને એના ગ્રુપ તરફ આવતો જોઈ ને આવકારે છે. ગ્રુપ માંથી એક મિત્ર બોલ્યો આવ આવ મનીષ. મનીષ કઈ બોલ્યો નહીં એટલે તરત જ બીજો મિત્ર એના ગુસ્સા ભર્યા ચહેરાને જોતો બોલ્યો કેમ મનીષ કઈ બોલતો નથી કઈ થયું છે તને એમ કહી હજુ કાઈ પુછવા જાય ત્યાંજ મનીષ ચૂપચાપ ત્યાંથી ચાલતી પકડે છે.

મનીષ પિંકી બાજુમાં જ ઉભી હતી છતાં કઈ બોલ્યા બગર જ જતો રહ્યો એ જોઈ ને બધાને નવાઈ લાગે છે.એક મિત્ર તો મજાક માં જ પિંકી ને પુછીનાંખે છે કેમ પિંકી બ્રેક અપ થઈ ગયું કે શું..??કોઈ ને કઈ સમજાતું નથી પરંતુ પિંકી મનીષ ના આ વર્તનને સમજી ગઈ.કેમ કે એને જ તો પ્લાન બનાવ્યો હતો.પરંતુ મનિષ ને આ રીતે જોઈ પિંકી ને પણ મનમાં બહુ દુઃખ થાય છે.એ રહી શક્તિ નથી અને હવે સામે ચાલીને મનીષ પાસે જાય છે. શુ થયું મનીષ..?? જાણે પોતાને કઈ ખબર જ ન હોય તેમ પિંકી એ મનીષ ને પૂછ્યું. કાઈ નહીં એમ કહી પિંકી બીજો સવાલ કરે એ પહેલાં જ મનીષ ત્યાંથી કેન્ટીન તરફ ચાલવા લાગે છે. પિંકી ત્યાં ઉભી ઉભી મનીષ મનીષ એમ બે ત્રણ વાર સાદ પાડે છે પણ સાંભળતો હોવા છતાં જાણે કઈ સાંભળતો ન હોય તેમ મનીષ પાછુવાળું જોયા વગર કેન્ટીન તરફ ચાલવાનું ચાલુ રાખે છે.પિંકી ને મનમાં દુઃખ થયું પણ પછી તરત જ ડેડી ને આપેલું વચન યાદ આવ્યું એટલે એ મનીષ ને મનાવવા કેન્ટીન માં જવાને બદલે lectur attend કરવા ક્લાસસરૂમ તરફ જાય છે.મનીષ ને આ રીતે જતો જોઈ સાહિલ પણ તેની સાથે કેન્ટીન માં જાય છે. મનીષ તો પિંકી મનાવવા ન આવી એટલે ગુસ્સે હતો પણ સાથે સાહિલ ના ચહેરા પર પણ ગુસ્સો હતો.તેમછતાં સાહિલે મનીષ ને શાંત કર્યો અને કશુંક યાદ આપવતો હોય તેમ મનીષ ના કામના કઈ ગુણગુણ્યો. તરત જ મનીષ થોડો શાંત થયો.હવે પહેલો lactur પૂરો થઈ ગયો હતો અને બીજો lecture ચાલુ થાય તેની પહેલાના 5 મિનટ ના બ્રેક માં પણ પિંકી મનીષ મેં મનાવવા કેન્ટીન માં આવી ન હતી.એટલે મનીષ મનમાને મનમા પિંકી પ્રત્યે ગુસ્સે થતો હતો.મનીષ નો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચી ગયો હતો એને શાંત કરવા સાહિલ તરત જ મનીષ ને તેના રૂમ પર લઇજાય છે.અને દારૂનો બાટલો કાઢી આખી બોટલ બંને થઈને પિય જાય છે. દારૂ પિતા પિતા મનીષ તથા સાહિલ તેના જુના બે મિત્રો ને યાદ કરે છે કે જેમણે મનીષ, સાહિલ તથા એમના કલાસમેટ ને આફ્લેટ ભાડે આપાવ્યો હતો.એજ કે જેઓ કોલેજ માં પહેલા દિવસે પિંકી જયારે મનીષ ને જોઈ રહી હતી ત્યારે સાહિલ સિવાય ના બીજા બે મિત્રોહતા.. દારૂના નશામાં મનીષ તથા સાહિલ કઈ ગણ ગણે છે પણ એ શું બોલે તે કઈ ચોખખું સમજાતું નથી.એય સાહિલિયા આપના એ મિશન ફેલ હો ગયા, હમેં તો જીતનાહી હૈ કુંછ ભી કરકે હમેં જીતના હી હે. હમેં ઉસકે પાસ સે પાર્ટી લેની હી હે..આટલું બોલતા જ એ ઢળી પડે છે.

સાંજે તેના રૂમ પાર્ટનર કોલેજ થી ઘરે આવે છે.આ બંને ને નશામાં સુતેલા જોઈ કોઈ એમને જગાડતું નથી. હવે સાંજ પડી જાય છે જેવો નશો ઉતરે છે કે મનીષ જાગી જાય છે એને તરત જ પિંકી ની યાદ આવે છે. પછી એ થોડીવાર આકાશ સામે મોઢું રાખી કૈક વિચારે છે અને પછી એ વિચાર માંથી જાણે પ્રેરણા મળી હોય તેમ થોડા સ્મિત સાથે મનમાં બોલે છે કે હું પિંકી ને મનાવીશ. એમ કહી એ જ્યાં પિંકી ને ફોન કરવા ફોન હાથમાં લે છે ત્યાં પિંકી ના 15 મિસકોલ જુએ છે.હવે મનીષ થોડો વધારે સ્વસ્થ બની પિંકી ને ફોન લગાડે છે. પિંકી ફોન રિસીવ કરે છે તથા શરૂઆત માં થોડી તું તું મેમે થાય છે અને પછી જાણે એ બંને સાથે કશું બન્યું જ નથી તેમ રોજની જેમ એ હસી મજાક સાથે વાતો કરવા લાગ્યા.

પિંકી એ આજે કરેલા વર્તન થી મનીષ ખરેખર તો અંદર થી પિંકી પર ગુસ્સો જ કરતો હતો પણ બહારથી એ દેખાવ દેતો ન હતો. બહારથી તે હવે પિંકી ને વધારે પ્યાર કરે છે એવું વર્તન કરે છે. આ જોઈ ને પિંકી ને તેની જાત પ્રત્યે ગુસ્સો આવે છે તથા તેણે મનીષ જોડે કરેલા વર્તન થી એને પોતાના પ્રત્યે નફરત થવા લાગે છે કે મનીષ મને આટલો બધો પ્રેમ કરે છે તેમ છતાં હું તેની સાથે આવું કેમ કરું છું. થોડી વાર તો પિંકી ને તેના પપ્પા પ્રત્યે પણ ગુસ્સો આવે છે. ઊંડા શ્વાસ લેતી પિંકી પોતે જ પોતાની જાતને સંભાળે છે. અને વિચારે છે કે હવે મારે મનીષ થી દુર નથી થવું. મનીષ સાથે રહીને મારે મારી મર્યાદા પણ નથી તોડવી, કઈ ખોટું પણ નથી કરવું પણ મનીષ થી દુર પણ નથી થવું. આગળ જે થાય તે જોયું જાય.

મનીષ ની અંદર નો પિંકી પ્રત્યેનો ગુસ્સો પણ હવે થોડો શાંત પડતો જાય છે.એક દિવસ સાહિલ મનિષ ને કઈ યાદ આપવતો હોય તેમ પૂછે છે...મનીષ તને ખબર છે આજે કઈ તારીખ છે...??? નહીતો મનીશે તરત જ જવાબ આપ્યો. તો યાદ કર..સાહિલ કઈ વધુજ કહેવા માંગતો હોય તેમ મનીષ ને કહ્યું. હશે 18 કે 19 થોડું વિચારીને મનીશે જવાબ આપ્યો. પણ તારીખ તું કેમ પૂછે છે વધુમાં મનીશે સાહિલ ને સામો સવાલ કર્યો. આજે 20th નવેમ્બર છે ને માત્ર દસ જ દિવસ આ મહિનો પૂરો થઈ જશે.અચાનક જ મનીષ ને કૈક યાદ આવી જાય છે ને પછી લગભગ એકાદ કલાક મનીષ અને સાહિલ કૈક વાતો કર્યા કરે છે.

જયેશ ગોળકીયા (B.Pharm)

9722018480

jgolakiya13@gmail.com