પ્રેમાત્મા - ભાગ-1 Jayesh Golakiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમાત્મા - ભાગ-1

12 science ની પરીક્ષા 67% સાથે પાસ કરીને પીંકી એક b. sci કોલેજ માં પ્રવેશ મેળવે છે. ભર યુવાની માં પ્રવેશેલી એ પીંકીની તારીખ ૦૧/૦૬/૨૦૧૭ ના રોજ કોલેજ નો પ્રથમ દિવસ હોય છે. કોલેજ માં પ્રવેશ તાની સાથેજ એક ગ્રુપ માં ઉભેલા ચાર છોકરાઓ પૈકી એક એકદમ હેન્ડસમ, ડેશીંગ પરસનાલિટી વાળા છોકરાને જુએ છે ને ત્યાંજ પિંકી નું હૃદય જાણે એક ધબકારો ચુકી ગયું. પિંકી ને એવુંજ લાગે છે કે જાણે એ છોકરો એટલેકે મનીષ જ એમનો ભવભવ નો સાથી હોય. પિંકી મનીષ ને જોઈ ને મંત્રમુગ્ધ બની જાય છે તથા એકીટચે તેની સામે જ જોયા કરે છે. એટલામાં મનીષ તથા તેની સાથે ઉભેલા ત્રણેય મિત્રો અંદરો અંદર કાઈ ખુસ ફુસ કરે છે ને જાણે શરત મારતી વખતે કેમ એકબીજાને તાળીઓ આપે તેમ તાળીઓ પાડે છે પછી તરત જ મનીષ પણ પિંકી સામે એકી ટચે જોવા લાગે છે. પહેલીજ નજરોમાં મનીષ અને પિંકી એકબીજાને મનોમન પ્રેમ કરવા લાગે છે. હવે તો પિંકી નું નસીબ કહો કે મનીષ નું નસીબ, બંને પ્રેક્ટિકલ માં એક જ ગ્રુપ માં આવે છે એટલે બંને મનોમન રાજી થાય છે કે હવે તો આખુંવર્ષ પ્રેક્ટિકલ માં તો સાથેજ રહેવાનું. રોજ રોજ સાથે પ્રેક્ટિકલ કરતા પિંકી અને મનીષ વધારે એકબીજાના નજીક આવે છે ને જોત જોતામાં એક બીજાના ગાઢ મિત્ર બની જાય છે. બંનેના મન માં પ્રેમ નો ફણગો તો પહેલી જ ફૂટી ગયો હોય છે તેમ છતાં બંને એક બીજાને કહેવાની હિંમત કરી શકતા નથી. પિંકી અને મનીષ ની આવી ગાઢ મિત્રતા જોઈ તેના કલાસ ના બધા સ્ટુડન્ટ એમજ માનતા કે એમની વચ્ચે કૈક અફેર છે. કોલેજ માં બનેલા કપલસ ની વાત તરત જ ફેલાઈ જતી હોય છે અને એમ જ થયું પિંકી અને મનીષ ની સાથે પણ, એમની પણ વાત માત્ર 1st યર ના સ્ટુડન્ટ પૂરતી મર્યાદિત ન રહેતા પુરી કોલેજ માં 2nd અને 3rd યર ના સ્ટુડન્ટ ને પણ એમના લવ અફેર વિશે ખબર પડી ગઈ. પિંકી ની સહેલી કોમલ હંમેશા તેને મનીષ વિશે પૂછતી પણ અમે મિત્રો જ છીએ બીજું કાંઈ નથી એમ કહી હંમેશા પિંકી વાત ટાળી દેતી.

મનીષ કોલેજ ની નજદિક જ એક ફલેટ ભાડે રાખી બીજા ચાર મિત્રો સાથે રહેતો હતો. બીજા ચારેય માંથી સાહિલ તેનો પાક્કો મિત્ર . મનીષ બધીજ વાત સાહિલ ને કરતો. 2 BHK નો ફ્લેટ ભાડે રાખી રહેતા આ પાંચેય મિત્રો એક જ કોલેજ માં એક જ ક્લાસ માં સાથે જ હતા. 12 science પૂરું કર્રી જ્યારે એ અડમિસીશન માટે આ કોલેજ માં આવેલ ત્યારેજ એક બીજાની ઓળખાણ થયેલી અને પાંચેય અહીં ભાડેથી ફ્લેટ રાખીને રહેવાનું નક્કી કરેલું. ફ્લેટ ભાડે રાખવામાં મનીષ ના બે મિત્રો કે જે પહેલે થી તેની કોલેજ જે સીટી માં હતી ત્યાં જ રહેતા એટલે તેણે મદદ કરેલી. પિંકી એ જ્યારે પહેલા જ દિવસે મનીષ ને જોયો ત્યારે તેની સાથે ઉભેલા ત્રણ વ્યક્તિ માંથી એક સાહિલ અને બીજા બે આજ મિત્રો હતા કે જે ફ્લેટ ભાડે આપાવવા ત્યાં આવ્યા હતા અને પછી મનીષ ની કોલેજ જોવા તે બંને તથા સાહિલ અને મનીષ સાથે જ કોલેજ ગયા હતા.

મનીષ ના રૂમ પાર્ટનર માં બધાને ખબર હતી કે મનીષ પિંકી ને પ્રેમ કરે છે તથા પિંકી પણ મનીષ ને પ્રેમ કરે છે પણ બંને એક બીજાને પ્રેમ નો ઇઝહાર કરી શકતા નથી. સાહિલ વારંવાર મનીષ ને પીન્કી ને જઈને i love you કહી આવવાનું કહેતો કરી ન હતી. હકીકત માં તો એ બંને જાણતા પણ હતા કે તે એકબીજાને પ્યાર કરે છે પણ પહેલા કોણ કબુલ કરે તેવી હોડ મનોમન જ નક્કી કરેલી. મનીષ હંમેશા પિંકી સાથે જ ફોન પર જ લાગેલો રહેતો કેટલીક વાર તો તેઓ આખી રાત પણ વાતો કરતા રહેતા . તેથી મનીષ ના રૂમ પાર્ટનર મનીષ ને "બૈરીઘેલો" કહીને ચિડાવતા.

મનીષ ના માતા પિતા તો ગામડે જ રહેતા. કોલેજ કરાવવા મનીષ ને સીટી માં મોકલ્યો હતો. અહીં મનીષ તો દિન રાત પિંકી સાથે જ પડયો રહેતો. મનીષ ના મમ્મી પાપા ને તો એમ જ હતું કે અમારો છોકરો કોલેજ કરવા , વધારે ભણવા ગયો છે. એટલે મનીષ ને આ બાબતે કોઈ રોક ટોક કરે એવું હતું જ નહીં. જ્યારે પિંકી તો તેના મોમ ડેડ સાથે જ રહેતી. પરંતુ પુરા દિવસ એની રૂમ મા જ રહેતી એટલે શરૂઆત માં તો એની મમ્મી ને આ બાબતે કઈ ખબર પડી નહીં. પરંતુ રોજે પિંકી કોલેજ થી ઘરે જઈને સીધી રૂમ માં જતી રહેતી બહાર બહુ ભાગ્યેજ નીકળતી એટલે એના મમ્મી ને થોડો ડાઉટ જાય છે. એકદિવસ પિંકી ના મમ્મી પિંકી રૂમ માં જઈને શુ કરે છે એ જાણવા બારીમાં રહેલી તિરાડ માંથી જોવે છે. બીજું શું હોય પિંકી તો બિન્દાસ મનીષ સાથે વાતો કરે છે તથા હસતી જાય છે. એ જોઈ ને પિંકી ના મમ્મી તરત જ જાણી જાય છે કે પિંકી કોઈ છોકરા જોડે જ વાતો કરે છે. પિંકી ના મમ્મી પપ્પા ને માત્ર એક જ સંતાન હતું અને એ પિંકી એટલે નાનેથી લાડકોડ માં ઉછરેલી. પિંકી ના મમ્મી ને એની ચિંતા થવા લાગે છે એટલે તરત જ બારણું થપકારે છે. કોઈ આવ્યું એમ જાણીને પિંકી તરત જ ફોન મૂકી દે છે અને દરવાજો ખોલે છે. બારણા ની સામે છેડે એના મમ્મી ને અચાનક આવીને ઉભેલી જોઈ ને પિંકી તરતજ બોલી ઉઠે છે. શુ થયું મોમ. એટલે તરત જ તેના મમ્મી રૂમ માં પ્રવેશતા તેના બેડ પર જઈને બેસે છે તથા પિંકી ને બાજુમાં બોલાવી બેસાડે છે. એના મમ્મી નું આવું વર્તન જોઈ ને એ જાણી જાય છે કે એના મમ્મી ને ખબર પડી ગઈ છે. પરંતુ એ કઈ જ ન થયું હોય તેમ અજાણી બનીને પૂછે છે શું થયું મોમ. શુ કામ છે બોલ જલ્દી... હું કેટલાય સમયથી તને ઓબ્ઝર્વ કરું છું તું કલાકો સુધી કોઈ ના જોડે ફોન પર વાતો કરે છે. શુ તું કોઈ ને પ્રેમ કરે છે.... ??? ફ્રેન્ડલી નેચર માં જ લાડ પ્યારથી ઉછરેલી પિંકી ને તેના મમ્મી ડાયરેક્ટ જ પૂછી નાખે છે. મમ્મી નો ડાયરેક્ટ આવો જ સવાલ સાંભળી થોડી ક્ષણો તો પિંકી સ્તબ્ધ થઈ જાય છે પણ પછી મમ્મી ને સાચી હકીકત જણાવતા " હા" કહેતી હોય તેમ માથું ધુણાવતા કહે છે. એ મનીષ છે મારો કલાસમેટ. હું એને ચાહું છું પણ આ વાત મેં એને જણાવી નથી અત્યારે તો અમે બંને માત્ર મિત્રો જ છીએ એટલું બોલી હજુ આગળ કાઈ બોલવા જતી જતી હતી ત્યાંજ એની મમ્મી એ પિંકી ને વચ્ચે થી અટકાવી અને શિખામણ અને સલાહ નો ધોધ વરસાવવાનો શરૂ કર્યો. હું જાણું છું કે આ તારી ઉંમર છે અત્યારે છોકરાઓ પ્રત્યે આકર્ષણ વધારે હોય પરંતુ એના લીધે તું દી ને રાત ફોન પર જ મંડી રહીને તારું ભણતર બગાડે છે. અત્યાર ના છોકરાઓ માત્ર શરીરસુખ માટે જ છોકરીઓ જોડે ફ્રેન્ડશીપ કરતા હોય છે પ્યાર બ્યાર જેવું કશું હોતું નથી. આટલું બોલી હજુ મમ્મી આગળ બોલવા જતી હતી ત્યાંજ પિંકી એ એને અટકાવી. તને શું ખબર હોય મમ્મી મનીષ વિશે. એ એક બહુજ સારા સ્વભાવ નો છોકરો છે. તું જેવું વિચારે છે એવું એમણે ક્યારેય વિચાર્યું પણ નથી. મનીષ મારુ બહુજ ધ્યાન રાખે છે તથા મને બહુજ પ્રેમ કરે છે. થોડી ક્ષણ મમ્મી શાંત રહે છે રહે છે અને હજુ પોતાની લાડકવાયી દીકરીને કોઈ છેતરી ન જાય એટલે સમજાવવાની કોશિશ કરે છે. અરે હું એમ નથી કહેતી મનીષ ખરાબ છોકરો છે હું તો એને ઓળખાતી ય નથી પરંતુ તું ખરાબ સંગત થી બચજે. તું તારા જીવનમાં કોઈ એવું પગલું નહીં ભરતી કે પછી તારે તો પછતાવું પડે પણ અમારેય સમાજ માં નીચું જોવું ન પડે. અને હા કલોકો સુધી દી ને રાત આમ ફોન પર જ વાતો કરતી રહે એ ટેવ તારી સારી નથી એ તારે બંધ કરી દેવું જોઈ એ અને થોડું તારે study પર પણ ધ્યાન દેવું જોઈ એ. થોડીવાર તો પિંકી ને આ વાક્ય સારું ન લાગ્યું પણ જો એ કઈ બોલતે તો મમ્મીની સલાહ, શિખામણ ના શબ્દો હજુ વધારે એમને સાંભળવા પડતે એટલે આ વાતને અહીજ પતાવતા પિંકી એ મમ્મી ની વાત ને માન્ય રાખી. મમ્મી રૂમ માંથી જતી રહી કે પિંકી તરત જ વિચારો ના વાદળોમાં ખોવાઈ ગઈ. એ વિચારવા લાગી કે મનીશે આજસુધી એવું કંઈ કર્યું નથી કે એનાથી તેને પસ્તાવું પડે પરંતુ મનીષ જો એ બાબતે કઈ પૂછશે તો એ ના નહીં પાડે કેમ કે પિંકી તો એમજ વિચારતી હતી કે એ જન્મી છે જ મનીષ માટે એ જીવશે તોય મનીષ માટે અને મારશે તોય મનીષ માટે. એટલે અમે લગ્ન પછી જે શરીરસુખ મેળવીએ તે લગ્ન પહેલા મેળવવું કઈ ખોટું નથી. હવે પિંકી થી રહેવાતું નથી એટલે એ વધુમાં વિચારે છે કે હવેજ્યારે valentine day આવે ત્યારે એ સામેથી જ મનીષ ને I Love You કહીને પોતાના પ્રેમ નો ઇઝહાર કરશે. એ દિવસે પિંકી મનીષ ને એક મોંઘી કંડાઘડિયાલ ગિફ્ટ કરશે અને તેને I LoVe You કહેશે અને તરત જ સામેથી મનિશ પણ I Love You Too કહીને તેને પોતાના આલિંગન માં લઇ લેશે આ વિચાર માત્ર થી પિંકી રોમાંચિત થઈ જાય છે. અને ગાઢ નિંદ્રા માં સરી પડે છે.

***