વિદ્યાર્થીને પત્ર
સ્વામી પુરુષોત્તમાનંદ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.
Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.
પ્રકાશકનું નિવેદન
સ્વામી પુરુષોત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘ન્ીંીંિ ર્ં ટ્ઠ જીેંઙ્ઘીહં’ નો ગુજરાતી અનુવાદ ‘વિદ્યાર્થીને પત્ર’ એ નામે વિદ્યાર્થી વાચકોસમક્ષ મૂકતાં અને આનંદ અનુભવીએ છીએ.
અંગ્રેજી અને કન્નડ ભાષામાં લખાયેલા આ પુસ્તિકા વિદ્યાર્થીઓમાંઅત્યંત લોકપ્રિય બની છે. આજના વિદ્યાર્થીઓ અભ્યાસ, જ્ઞાનપ્રાપ્તિ, શિસ્ત,સંસ્કાર, મનની એકાગ્રતા, શાંતિ અને ધ્યાન માટે ઘણી મૂંઝવણો અનુભવે છે. એમાં પણ પરીક્ષા અને પરીક્ષામાં ધારેલાં પરિણામો લાવવાની ક્ષમતા હોવાછતાં ઘણી વાર વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા જોવા મળે છે. આ બધીસમસ્યાઓનો ઉકેલ આ પુસ્તિકા દ્વારા વિદ્યાર્થીઓને મળી રહેશે.
પુસ્તિકાના ગુજરાતી પ્રકાશનની અનુમતિ માટે રામકૃષ્ણ મઠ, બેંગ્લોરઅને અનુવાદ માટે શ્રી મનસુખભાઈ મહેતાના અમે આભારી છીએ.વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ખૂબ ઉપયોગી આ પ્રકાશનને સમુચિતલોકાદર સાંપડશે એવી અપેક્ષા છે.
- પ્રકાશક
વિદ્યાર્થીને પત્ર
ભાઈશ્રી સોમશેખર,
તારો પત્ર મળ્યો છે. હું તારી અસહાય દશાને સારી રીતે સમજી શકુંછું. ગ્રામ્ય વિસ્તારના એક વિદ્યાર્થી તરીકે તારે ઘણી અગવડતાઓ વેઠવી પડેછે પણ તારે એ યાદ રાખવું જોઈએ કે તારી પાસે ગ્રામ્યજીવનના ઘણા ફાયદાઓપણ છે. કસબામાં અને શહેરોમાં તો દૂરદર્શન, સિનેમા, હૉટેલો, બરાડતાધ્વનિવિસ્તારક યંત્રોનાં પ્રદૂષણ વિદ્યાર્થીઓના અભ્યાસને ઘણી મોટી ખલેલપહોંચાડે છે. ઊલટાનું ગામડામાં નિરવશાંતિ અને શુદ્ધ વાતાવરણ સારીએકાગ્રતા સાથે અભ્યાસ માટેનું આદર્શ વાતાવરણ સર્જે છે. જો કે શહેરનાવિદ્યાર્થીઓને વિવિધ સુવિધાઓ સાંપડે છે પણ તેમને માટે હાનિકારકવિચલનના ભોગ બનવાની ઘણી શક્યતા પણ તેમાં છે. તું એ વાતથી અજ્ઞાતનથી કે શહેરમાં મા-બાપ અને શિક્ષકોએ પોતાનાં સંતાનો પર જાગ્રત દૃષ્ટિરાખવી પડે છે, તેમના પર ચોરપગલે આવતા ભયમાંથી રક્ષવા પડે છે.
હવે તારી સમસ્યાની વાત કરીએ તો તેં પત્રમાં લખ્યું છે : હું દશમાધોરણમાં આવ્યો છું. અભ્યાસક્રમ શરૂ થઈ ચૂક્યો છે. મને એમાંથી ઘણું ઘણુંસમજાતું નથી. એક બીજા વિદ્યાર્થીએ પણ મને લખ્યું છે કે શિક્ષકો બરાબરભણાવતા નથી એ એનું કમભાગ્ય છે. તું એટલો તો સદ્ભાગી છો જ કે તનેસારા શિક્ષકો-ભણાવનારા શિક્ષકો મળ્યા છે.
વારુ, અહીં તારા માટે કેટલાંક સલાહ-સૂચનો છે. મને આશા છે કે તેબધાં તને તારા અભ્યાસપીઠો સમજવામાં સહાયરૂપ બનશે અને તું સારા ગુણમેળવીને પરીક્ષામાં સફળ થઈશ.
(૧) સૌથી પહેલી અને અગત્યની સૂચના એ છે કે સવારમાં જેવો તુંઊઠી જા કે તરત જ સ્નાનાદિ પતાવીને ભગવાનને પગે લાગીને તારાં મા-બાપઅને વડીલોને પણ પ્રણામ કરજે. તારી દૈનિક ક્રિયાઓ આનાથી શરૂ થવીજોઈએ. આ સત્ય બાબતે તું મનમાં ક્યારેય શંકા ન રાખતો કે પ્રભુનાઆશીર્વાદ અને વડીલોની અમીદૃષ્ટિ તારા હૃદયના પ્રત્યનોને સફળતા અપાવેછે. કદાચ એમ પણ પૂછીશ : ‘હૃદયપૂર્વકના સાચા પ્રયાસો ધારેલું પરિણામ લાવેછે તો પછી આ અમીદૃષ્ટિ કે કૃપાદૃષ્ટિની વળી શી આવશ્યકતા છે?’ પરંતુ તારેએ વાતની નોંધ લેવી જોઈએ કે મનની યોગ્ય પરિસ્થિતિ સાથે તને કમ કરવાનીકુદરતી શક્તિ આ અમીદૃષ્ટિ કે આશીર્વાદ આપે છે. તું મોટો થઈશ ત્યારે તનેઆ વાત સમજાશે પણ અત્યારે તો શાણા અને અનુભવીની વાણીની જેમ એમાંશ્રદ્ધા રાખજે. એક બીજો રસપ્રદ મુદ્દો છે : તારે એ આશીર્વાદની માગણી કરવીનહિ પડે. તું જ્યારે પ્રભુ કે વડીલોને નમીને પૂર્ણ પ્રેમભાવથી પ્રણામ કરીશત્યારે એમના હૃદયમાંથી આ શબ્દો સ્વયંભૂ સરી પડવાના : ‘તારા પર કૃપાવૃષ્ટિથાઓ !” આ નિયમ છે.
(ર) હવે તને સમયપત્રકના મહત્ત્વની વાત કરું છું. તને એ તો ખ્યાલછે જ કે શાળાસમય દરમિયાન પ્રાર્થના, વર્ગઅભ્યાસ, રમતગમત એ બધુંનિયમિત તાસમાં કેવું ગોઠવાઈ ગયું છે ! થોડા સમયમાં નિયમિત રીતે કેટલાઅભ્યાસપાઠ પણ પૂરા થઈ જાય છે ! આ બધાનું રહસ્ય છે. સમયપત્રક. પણઆજના જમાનાના વિદ્યાર્થીઓ શાળાએથી ઘરે આવીને ચાલેલા અભ્યાસનુંપુનરાવર્તન કરી લેવાને બદલે રમે છે, ભમે છે, ટીવીમાં મગ્ન રહે છે, વાર્તાઓવાંચે છે અને પરીક્ષા નજીક આવે એટલે બધાં પાઠ્યપુસ્તકો એકી સાથેવાંચવાનો પ્રયાસ કરે છે. પરિણામે માનસિકતાણ અને ઉદ્વિગ્નતાને લીધે દુઃખીદુઃખી થઈ જાય છે. વિદ્યાર્થી અને અભ્યાસ આવા ન હોય અને એમ ચાલે પણનહિ. જે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસને અવગણે તે વિદ્યાર્થી કહેવાને લાયકનથી. છતાંય કેટલાક વિદ્યાર્થીઓ પોતાનાં માતા-પિતા કે શિક્ષકોનામાર્ગદર્શનથી કે પોતાની મેળે એક શિસ્તપ્રિય અને નિષ્ઠાવાન વિદ્યાર્થી તરીકેસમયપત્રક બનાવીને નિયમિત અભ્યાસ કરે છે અને પોતાના અભ્યાસપાઠોનેસહજ સરળતાથી સમજે છે અને પૂરા કરે છે. આ કળા તારે પણ શીખવીજોઈએ. શાળાના સમય પછી કેટલો સમય બાકી રહે છે, એ તારે જાણી લેવુંજોઈએ. રવિવાર અને અર્ધા શનિવાર તો તારા જ છે અને એ વધારાનો સમયછે. તને મળેલા આ સમયની પળેપળનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરીશ તો તું તારાબધા અભ્યાસનું સારી રીતે પુનરાવર્તન કરી શકીશ. સાથે ને સાથે તારાવ્યક્તિત્વનું ઘડતર પણ સારી રીતે થશે.
સમયસારણી સિવાય સમયનો સદુપયોગ કરવો અશક્ય છે. પહેલાં તોસૂવાનો અને ઊઠવાનો સમય નક્કી કરી લેવો. આ સમય દિવસે દિવસે બદલતોરહે તો તમારી સમયસારણી પણ વ્યર્થ બની જશે. એક યુવાન તરીકે તારેરાતના દસ વાગ્યે સૂઈ જવું જોઈએ અને સવારે પાંચ વાગ્યે ઊઠી જવું જોઈએ.તારા મનને શાંતિ-ધીર-તરોતાજા રાખવા માટે રાત્રિની ગાઢ નિદ્રા સૌથી વધુઅગત્યની છે. તું બાકીના સત્તર કલાકનો દૃઢતા અને કાળજીપૂર્વક ઉપયોગકરીશ તો તું આશ્ચર્યકારક સિદ્ધિઓ મેળવી શકીશ. તારાં દેહ-મનને પૂરતાપ્રમાણમાં કામ મળવાથી રાત્રિએ તને ખલેલ વિનાની અને ગાઢ નિદ્રાનિશ્ચિંતપણે આવવાની જ. પ્રભાતે જાગીને રાત્રે સૂતાં સુધીના સમયગાળામાંતારે પ્રાર્થના અભ્યાસ અને બીજી પ્રવૃત્તિઓ માટે સમય ફાળવવો પડશે. એટલેતારે માટે યોગ્ય બને તેવું એક સમયપત્રક તું જાતે જ બનાવ. આ બાબતમાંજરૂર લાગે તો તારા શિક્ષકોની સહાય પણ લઈ શકે છે.
(૩) સ્નાન પતાવ્યા પછી તારી અનુકૂળતા અને શક્તિ પ્રમાણે તારે૧૦ મિનિટથી અડધો કલાક જેટલો સમય સ્તોત્ર પઠન-સ્તોત્રોચ્ચાર, પ્રાર્થનાઅને ધ્યાન માટે ફાળવવો જોઈએ. તંદુરસ્ત સંતુલનવાળું મન કેળવવા આ ઘણુંસહાયરૂપ બને છે. સૂતાં પહેલાં તારે આવી પ્રાર્થના કરવી જોઈએ : ‘હે પ્રભુ,તારી કૃપાથી હું આજનો દિવસ ઘણી સારી રીતે પસાર કરી શક્યો છું. છતાંયએમાં ક્યાંક ઊણપો રહી ગઈ હશે. મારાં દોષો - ઊણપોને નાથવા માટે હેપ્રભુ, તું મને બળ અને વિવેકબુદ્ધિ આપજે અને મને પ્રગતિના પંથે દોરીજજે.’ હૃદયથી પ્રાર્થના કરજે. પ્રભુજી દ્વારા એ પ્રાર્થનાનો પ્રત્યુત્તર તને સાંપડશેએ વાત નિઃશંક છે અને વધારામાં તને પ્રતીતિ થશે કે દિવસે ને દિવસે તારુંમન વધુ ને વધુ બળવાન બનતું જશે.
(૪) મેં તને સ્નાન વિશે વાત કરી. ભાઈ, તું એને ન અવગણતો.દિવસે પરસેવો વળે છે અને તે વરાળ થઈને ઊડી જાય છે પણ એમાં રહેલાક્ષાર સુકાઈ જાય છે અને ચામડી પર જમા થાય છે, એમાં વળી ધૂળ ઉમેરાયછે. તારા વાળ અને શરીરને શુદ્ધ પાણીથી ધોઈને એને સાફ કરવાની તું કાળજીનહીં લે તો તારું મન અશાંત-બેચેન બની જશે અને ધીમે ધીમે અને તારાંઉત્સાહ-શક્તિ ગુમાવી બેસીશ. આને લીધે તારી અભ્યાસશક્તિ અને જે ભણીગયો છે એને યાદ રાખવાની શક્તિને નુકસાન થશે.
સવારે અને સાંજે સ્નાન કરવાની ટેવ પાડી દેવી એ આપણા માટેવધારે સારું રહેશે. ઠંડા પાણીથી સ્નાન કરવું ઉત્તમ છે. જો ઠંડું પાણી ન ફાવતુંહોય તો થોડું નવશેકું-હુંફાળું પાણી પણ ચાલે. પરંતુ ગરમ પાણીથી સ્નાન નકરવું. ઠંડા પાણીથી સ્નાન કરવાની ટેવ પાડવા માટે ઉનાળામાં ઠંડા પાણીથીનહાવાનું શરૂ કરો. ઠંડા પાણીએ સ્નાન કરવાના બે મોટા ફાયદા છે : એક તોઆપણું મન અને શરીર સચેત અને તાજગીભર્યું રહેશે. બીજું બ્રહ્મચર્યનીજાળવણી માટે પણ તે સહાયરૂપ નીવડે છે.
(પ) હવે સમયપત્રકની ચર્ચા કરીએ. અહીં મારે એક સૂચન કરવું છે,તારે સૌ પહેલાં તો શાળામાં દરરોજ ચાલનારા-શિખવવામાં આવનારઅભ્યાસપાઠોને પહેલેથી પૂરેપૂરા વાંચી લેવાનું મનમાં ત્રેવડી લેવું પડશે. જો તુંઆમ કરીશ તો શિક્ષક જ્યારે જે વિષય સમજાવશે ત્યારે એ વિષયનું તું વધારેસારી રીતે ગ્રહણ કરી શકીશ. તારી શંકાઓ દૂર થતાં અને વિષયનીસંકલ્પનાઓ સ્પષ્ટ થતાં સાંજના સમયે એ પાઠનું પુનરાવર્તન ઘરે કરી શકીશ.આમ, શાળાએ જતાં પહેલાં પૂર્વતૈયારી કરી લેવી અને શાળાએથી આવીનેથયેલા અભ્યાસપાઠોનું પુનરાવર્તન કરી લેવં. ત્રણ મહિના સુધી આવો એકપ્રયોગ કરી જો, પછી તારાં પરિણામો ખરેખર અદ્ભુત હશે. થોડાં ધૈર્ય અનેદૃઢતાપૂર્વક આખું વર્ષ આ પ્રયાસ ચાલુ કરીશ તો તારા માટે અભ્યાસકંટાળાજનક નહિ રહે અને પરીક્ષાઓ ગધ્ધાવૈતરું નહિ બની જાય.
પણ તું આટલું ખ્યાલમાં રાખજે કે આવા પ્રયાસોમાં તું ચૂસ્તરીતેવળગી રહેવા ઇચ્છતો હો તો અહીં તહીં ભટકવામાં, કલાકો સુધી ટીવીજોવામાં કે મિત્રો સાથે ગપસપ કરવામાં સમય વેડફી નાખવો એ તને નહિપરવડે.
વાર્ષિક પરીક્ષાઓ પૂરી થાય ત્યાં સુધી આવા ભીષ્મવ્રતી બનવું પડશે.વાસ્તવિક રીતે શિક્ષણ એટલે આવું વ્રતપાલન અને તેની પૂર્તિ. તેં રાજી ખુશીથીતારી જાતને ગીરો મૂકી છે એમ સમજી લેજે. આ વાત એક સત્ય છે કે શિક્ષકોજ્ઞાનને - વિદ્યાને વિદ્યાર્થીઓનાં મનહૃદયમાં રેડવા-ઊતારવા પ્રતિજ્ઞાબદ્ધ છેઅને વિદ્યાર્થીઓ તે જ્ઞાનવિદ્યાને ગ્રહણ કરવા અને ઊંડા અધ્યયનથી,મનનચિંતનથી એને આત્મસાત્ કરવા કટિબદ્ધ હોય છે. ઇચ્છાશક્તિ વિનાકશુંય પ્રાપ્ત થતું નથી.
(૬) સમયપત્રક વિશે હજુ એક વધુ વાત કરું છું. તારા નિયમિતસમયપત્રક ઉપરાંત જાહેર રજાઓ, વેકેશન દ્વારા મળતા વધારાના સમયનોસદુપયોગ કરવા એક વધારાના ખાસ સમયપત્રકનું આયોજન પણ તારી પાસેહોવું જોઈએ.
(૭) તારા અભ્યાસ સમયે બીજા કોઈ કામ માટે ખલેલ ન પહોંચાડેએટલા માટે ઘરનાં બીજાં બધાંને પણ આ સમયપત્રકની વાત કરી દેવી બહેતરરહેશે. તું જેવો એક વખત વાંચવા બેસી જા ત્યારે એકાદ કલાક તો એમાં જડૂબી જવું જોઈએ. એ સમયે તારે ઊભા પણ ન થવું કે બારી બહાર ડોકિયું નકરવું. શરૂ શરૂમાં તો આ જરા મુશ્કેલ લાગશે, પણ તારા પ્રયાસો તું ચાલુરાખીશ તો તારાં શરીર-મન ધીમે ધીમે તારા નિયંત્રણમાં આવી જશે. એકાદકલાક પછી વાચનાસન પરથી ઊભા થઈને ખુલ્લી હવામાં આમ તેમ ટહેલવું.પછી થોડું પાણી પીને વળી પાછા અભ્યાસરત બની જવું. અવાર નવાર પાણીપીવાથી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત રહેશે અને એનાથી મનને કાર્યરત રાખીશકાશે.
(૮) વાંચતાં વાંચતાં વચ્ચે વચ્ચે અઘરા શબ્દો પણ આવશે એટલે ડિક્ષનરી પાસે રાખવી. દરેક શબ્દના સાચા ઉપયોગ જાણી લઈએ તો ભાષા પરનું પ્રભુત્વ વધે અને તારા અભ્યાસને વધુ ફળદાયી પણ બનાવી શકીશ. શબ્દાર્થ સમજતાં અભ્યાસ વિષય વધુ સ્પષ્ટ રીતે સમજાશે અને વાંચવાનો તેમજ વાંચેલાને પચાવવાનો - વિષયને આત્મસાત્ કરવાનો ઉત્સાહ સ્વાભાવિક રીતે ઉદ્ભવશે અને વધશે. આ રીતે તારા અભ્યાસપાઠોનું પુનરાવર્તન કરજે તેમજ સમજીને એને વાંચતો રહેજે. આ છે અભ્યાસ પર પ્રભુત્વ મેળવવાનું રહસ્ય. ઘણા વિદ્યાર્થીઓ પોતાની સ્મૃતિશક્તિવૃદ્ધિ માટેની કળા વિશે જાણવા ઇચ્છે છે. પુનઃ પુનઃ વાંચન અને તેના લેખનનો મહાવરો કરીને આપણા અભ્યાસપાઠોને ઉત્તમ રીતે સમજી શકીએ છીએ. હું તને આ વિશે ક્રમશઃ વધુ વિચારોથી માહિતગાર કરીશ.
(૯) હું ધારું છું કે તારી પાસે ટેબલખુરશી હશે. એ ન હોય તો મેજ- ઢાળિયું ટેબલ હોવું જોઈએ. તારી આંખો અને મેજ વચ્ચે સુયોગ્ય અંતર હોવું જરૂરી છે. પુસ્તકની નજીક જ મુખ રાખીને વાંચવાથી તારાં આંખ-મન થોડી વારમાં થાક-તાણ અનુભવશે અને તારા અભ્યાસ પર તેની માઠી અસર થશે.
(૧૦) બીજું તારે સારાં પેન-પેન્સિલનો ઉપયોગ કરવો. તારી પાસે ઓછામાં ઓછી બે સારી પેન હોવી જોઈએ અને એ બીજાને વાપરવા ન દેવી. પેનને પકડવાની રીત વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોય છે. એટલે બીજાને પેન વાપરવા આપવા વિશે અને તેના પરિણામ વિશે તું કલ્પના કરી શકીશ. કોઈ પણ નવી પેનનો વ્યવસ્થિત અને સરળતાથી ઉપયોગ કરી શકો તે પહેલાં થોડા દિવસ નવી પેનથી લખવાનો મહાવરો કરો. સારી પેનથી ઝડપથી લખવા છતાં આપણે હસ્તાક્ષર સારા રાખી શકીએ છીએ. તમારા ઉત્તમ સુઘડ-સ્વચ્છ અને વાંચી શકાય તેવા સ્પષ્ટ અક્ષરે લખેલા હોય એવી અપેક્ષા પરીક્ષકો રાખે છે. તમારા ઉત્તર કૌશલ્યયુક્ત હોય અને સુઘડ હોય તો તેમની પાસેથી વધુ ગુણ મેળવી શકાય. તમારું લખાણ ગરબડીયું અને કઢંગા અક્ષરવાળું હોય તો તમારી અપેક્ષા કરતાં તમને ઓછા ગુણ મળે છે. એટલે તારા લેખનકાર્ય પ્રત્યે તું સચેત રહેજે.
હસ્તાક્ષર માટે પાંચ મહત્ત્વના મુદ્દા : (૧) અક્ષરો સુડોળ-સુઘડ હોવા જોઈએ. (ર) તેમાં ઉઝરડા, લીસોટા કે ડાઘાડૂઘી ન હોવા જોઈએ. (૩) જોડણીની ભૂલો ન હોવી જોઈએ. (૪) લખાણની લીટીઓ સીધી હોવી જોઈએ. (પ) વાક્યોમાં વ્યાકરણની ભૂલો ન હોવી જોઈએ. તને ખ્યાલ હોવો જોઈએ કે અભ્યાસ એટલે વાંચન અને લેખન બંને છે. લેખનશુદ્ધિ એ કડકડાટ અને નમૂનેદાર વાંચન જેટલી અગત્યની છે. તારે નક્કી કરેલી સમયમર્યાદામાં જ બધા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. એટલે તારે ઝડપી લેખનનો મહાવરો કરવો જ રહ્યો. દરરોજ લેખનનો થોડો થોડો મહાવરો કરતાં રહેવું એ હિતાવહ છે.
(૧૧) લેખનના મહાવરા વિશે હું તને બે શબ્દ વધુ કહેવા માગું છું ઃ સુલેખન અને અનુલેખનનો મહાવરો કરવાની ટેવ પાડી દેવી. મને યાદ આવે છે કે હું જ્યારે વિદ્યાર્થી હતો ત્યારે મારા શિક્ષક અનુલેખનનો મહાવરો કરાવતા. મને એ પણ યાદ આવે છે કે આ અનુલેખન કરાવતી વખતે પોતાની સોટીનો કેવો મજાનો ઉપયોગ કરતા ! ક્યારેક અક્ષર સુઘડ ન નીકળે તે ભૂલ થાય ત્યારે ‘સોટી વાગે ચમચમ’ તો હોય જ. લેખન સીધી રેખામાં ન હોય, અક્ષરો સપ્રમાણ ન હોય, અક્ષરો એકબીજા પર લચકતા જાય કે અક્ષર-શબ્દ વચ્ચે સપ્રમાણ જગ્યા ન રહે, અનુલેખનપોથી સ્વચ્છ-સુઘડ ન હોય કે અનુલેખન કાર્ય થયું ન હોય તો વધારાનો માર ખાવો પડે એ અલગ ! આમ એક વાંકે કે બીજા દોષે સોટીનો કે આંકણીનો સ્વાદ ચાખવો પડતો ! અલબત્ત અમારા પર સોટી વીંઝાતી હોય ત્યારે શિક્ષક પર ક્રોધ તો આવતો પણ આજે અમે એમને કૃતજ્ઞતાના ભાવે યાદ કરીએ છીએ.
તારે તો કંઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની જેમ આવું અનુલેખન અવારનવાર કરવું પડતું નથી. તારે તારા અભ્યાસક્રમની દરેક ભાષાઓના બેએક ફકરા દરરોજ લખવા. દરેક અક્ષર સુઘડ-સ્વચ્છ રહે અને બધું સીધી લીટીમાં લખાય એ તારે તારી મેળે જોઈ લેવું જોઈએ અને પાઠ્યપુસ્તકની મદદથી તારા લખાણની ભૂલો સુધારી લેવી જોઈએ. તને એ ખ્યાલ આવશે કે આપેલા લેખનનું વ્યવસ્થિત અને સાચું અનુલેખન કરવામાં પણ કેટલું સાવધ રહેવું પડે છે.
આ વાત થઈ અનુલેખનની. તારે કોઈ વિષય પર લેખનકાર્ય કરવાની શક્તિ પણ કેળવવી પડશે. આ માટે તું તારા પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકે છે. આખો પાઠ સાંગોપાંગ વાંચી જા અને એના વિષયવસ્તુનું એકવાર ચિંતન કરી લે અને પછી પુસ્તક બંધ કરીને એ બધાનું મુદ્દાસર વર્ણન તારા શબ્દોમાં લખીને તેં જે કાંઈ લખ્યું છે એને પાઠ્યપુસ્તક સાથે સરખાવી લેજે અને એની વિરોધાભાસી બાબતો તારી મેળે ચકાસી લે. અક્ષરો સારા છે, સીધી રેખામાં લખાણ છે, કેટલી ભૂલો થઈ છે અને કેટલી છેકછાક થઈ છે એ બધું તું જ૪ ચકાસી લેજે. આ લેખનકાર્ય કેટલા સમયમાં પૂરું થયું એની પણ નોંધ કરી લેવી. બીજી વાર જ્યારે તું કંઈ લેખન કાર્ય કરે ત્યારે પહેલાં કરેલી બધી ભૂલોનું પુનરાવર્તન ન થાય એ જોજે. આવા મહાવરાથી તું પરીક્ષામાં સ્વચ્છ સુઘડ અક્ષરોમાં સારી રીતે અને સાચું લેખનકાર્ય કરી શકીશ.
(૧ર) જ્ઞાનપ્રાપ્તિ માટે પરીક્ષાના અંતિમ સમયે કરેલું વાંચન એ પ્રારંભિક વાંચન જેટલું મહત્ત્વનું છે. કોઈ વિદ્યાર્થી ગમે તેટલો તેજસ્વી હોય અને એની પાસે ઘણાં જ્ઞાનમાહિતી હોય પણ પરીક્ષામાં તે અસફળ થતો હોય તો તેનો અર્થ શું ? પરીક્ષામાં સફળ થવા માટે બધા વિષયોમાં સપ્રમાણ અને એક સરખું ધ્યાન રાખવું જરૂરી છે. તેં પત્રમાં લખ્યું છે કે તને ગણિત-વિજ્ઞાન ફાવતાં નથી. પણ પરીક્ષા માટે તારે એ બે વિષયમાં પણ રસરુચિ જગાડવાં જોઈએ અને એનાં અભ્યાસવાંચન થવાં જોઈએ. તને જે વિષય વધારે અઘરા લાગતા હોય તેવા વિષયમાં તારે વધારે રસરુચિ કેળવવાં પડશે. તારા શિક્ષકો અને હોશિયાર સહપાઠીઓની મદદથી અને વધારાના પ્રયાસોથી તારે એ અઘરા લાગતા મુદ્દાઓને આત્મસાત્ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેળવણી એક તપ છે. તારે મથવું પડશે, ઝઝૂમવું પડશે.
એ વાત સાચી છે કે તારે કેટલાંક વિષયાંગ કંઠસ્થ કરવાં પડે છે. પણ આખેઆખા પાઠ મોઢે કરવાનો પ્રયાસ ક્યારેય ન કરતો. કેટલાક વિદ્યાર્થીઓ તો પોતે ન લખી હોય કે તૈયાર ન કરી હોય એવી નોટ આખેઆખી બહાદુરીપૂર્વક ગોખી મારે છે ! તું આવું ક્યારેય ન કરતો. અભ્યાસ પાઠના દરેક શબ્દને તું ખરેખર સમજી જાય તો આવી ગોખણપટ્ટી કરતાં પણ વધુ સારી રીતે તે તારી સ્મૃતિમાં જડાઈ જશે.
(૧૩) અભયાસ વિષયોને સ્મૃતિમાં સંગ્રહી લેવા એક બીજો ઉપાય પણ છે. રજા અને રવિવારના દિવસે ત્રણ-ચાર સહપાઠીઓને સમૂહ અભ્યાસ માટે એકઠા કરવા. સામુહિક ચર્ચા અને વિચારોની આપ-લે કરવી. તમારામાંથી કોઈ એક પોતે જે જાણે છે તે બીજાને કહેશે અને એ રીતે અભ્યાસવિષયો મનમાં બરાબર બેસી જશે. સાંભળીને જ્ઞાન મેળવવું ઘણું અસરકારક હોય છે. જેમણે ચર્ચા-ધર્મચર્ચા અને પુરાણોની હરિકથાઓ દ્વારા ઘણું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એવાં ઘણાં સ્ત્રીપુરુષોને તેં જોયાં હશે. એટલે તારા સહાધ્યાયીઓ સાથે અભ્યાસ પાઠોની ચર્ચા કરવાની ટેવ પાડવી. તું જે વાંચીશ એ કદાચ યાદ ન પણ રહે પણ તું બીજા પાસેથી સાંભળીને કે ચર્ચા કરીને શીખીશ એ સામાન્ય રીતે આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે. વળી, સામુહિક વાંચન અને ચર્ચાને લીધે આપણામાં શીખવાની ઇંતેજારી અને ઉત્કટતા જન્મે છે. એવી વખતે આપણું મન સ્ફૂર્તિદાયી અને જ્ઞાનવિચાર ઝીલવા માટે તત્પર બને છે. એનાથી તારો અભ્યાસ ફળદાયી બનશે પણ આવા વખતે નિરર્થક ગપ્પાં મારવામાં સમય વેડફાઈ ન જાય એ માટે તારે જાગ્રત રહેવું પડશે. બાકી તો મિત્રો મળે છે ત્યારે શું થાય છે તેની તને ક્યાં ખબર નથી !
(૧૪) એક વધુ વાત તને કરવાની છે. વર્ગ ચાલતા હોય ત્યારે હંમેશાં આગલે બાંકડે બેસવું અને તારા આંખકાન શિક્ષક તરફ જ મંડાયેલાં રાખજે તેમજ તારા શિક્ષક જે કંઈ કહે તે ધ્યાનપૂર્વક સાંભળજે. તારી અધ્યયનનિષ્ઠાથી ખુશ થઈને શિક્ષક પણ તારા પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. તારા શિક્ષકો પ્રત્યે તું વિવેક-વિનમ્રતા અને સન્માન સાથેની વફાદારીની ભાવના રાખજે. શિક્ષકની વિરુદ્ધ બીજા વિદ્યાર્થીઓ વર્ગમાં કે વર્ગ બહાર કોઈ પણ ટીકાટીખ્ખળ કરે તો તું એનાથી પ્રભાવિત ન થતો કે વ્યગ્ર ન બની જતો. તારા શિક્ષક ભલે ગમે તેવા કડક-કઠોર હોય પણ જો તું સન્માનપૂર્વક વર્તીશ તો તે તારા પ્રત્યે માયાળુ અને કાળજીભર્યું વલણ રાખશે. એવા પણ કેટલાક વિદ્યાર્થીઓ હોય છે જે શિક્ષકોના વ્યક્તિગત જીવન વિશે આડીઅવળી વાતો કહેતા ફરે છે. કેટલાક શિક્ષકોના વ્યક્તિગત જીવન વિશે સાંભળીને આપણને તેમના પ્રત્યે માનની લાગણી થતી નથી. હું તને એક મહત્ત્વની સલાહ આપું છું કે આવા શિક્ષકોના વ્યક્તિગત જીવન વિશે જાણવાની ક્યારેય ઇંતેજારી ન રાખવી કે એ વિશે જાણવાનો પ્રયાસ પણ ન કરવો. આ વિશે બીજા વિદ્યાર્થીઓ જે કંઈ બોલે તે વાતને કાને પણ ન ધરવી. એ શિક્ષકોના હૃદયમાં એ જ શાશ્વત શિક્ષક- સચ્ચિદાનંદ ગુરુ વસે છે એ દૃષ્ટિએ એમને જોવા. જો કે કદાચ આ વાત તને નહિ સમજાય પણ મારી આ શાણપણની વાણીમાં શ્રદ્ધા રાખજે અને એ પ્રમાણે વર્તજે. આ ભાવ તને સહાયરૂપ બનશે અને એનાથી તારું ઘણું કલ્યાણ થશે.
(૧પ) કેટલાક વિદ્યાર્થીઓ મને ફેબ્રુઆરી-માર્ચમાં મળે છે અને એકાગ્રતામાં કેવી રીતે ઉન્નતિ સાધવી એ વિશે પૂછપરછ કરે છે. કેટલાક કહે છે તેઓ પોતાના મન પર સંયમ કેળવા માગે છે. વળી કેટલાક કહે છે કે અમારે ધ્યાનનો અભ્યાસ કરવો છે. શું આ વાત અદ્ભુત નથી લાગતી ? કદાચ એ લોકો ખરેખર એ જાણવા માગતા હશે કે કોઈ એવી પદ્ધતિ કે કળા છે કે જેના દ્વારા આખું વર્ષ અવગણેલા અભ્યાસવિષયોનો સમગ્રભાગ એક જ ધડાકે ચમત્કારિક રીતે આપણા મસ્તિષ્કમાં ઘુસાડી દેવાય ! પણ ભાઈ, દુઃખની વાત એ છે કે આ વિશ્વમાં આવો કોઈ ચમત્કાર-બમત્કાર થવાનો નથી. અવાર નવાર થતું વાંચન, સ્મરણ તેમજ વિસ્મૃત થયેલ વિષયનું ફરી વાંચન એ છે સારી સ્મૃતિશક્તિનું સાચું રહસ્ય. ભગવદ્ગીતા કે છે કે સતત પ્રયાસ, ખંત અને મહાવરાથી એકાગ્રતા આવે છે. ખંત એટલે વારંવાર દિનપ્રતિદિન પ્રયત્ન કરવા. જો તું દરરોજ પદ્ધતિસર અભ્યાસ કરીશ તો સ્વાભાવિક રીતે જ તારું મન એકાગ્ર બનશે. અવિરત પ્રયાસો દ્વારા ઘણાં બળશક્તિ મળે છે.
એકાગ્રતાના વિકાસ માટે બીજી અગત્યની બાબત છે અભ્યાસ પ્રત્યે રુચિ અને પ્રેમ. તને તારા અભ્યાસમાં રુચિ હોવી જોઈએ. જેના પ્રત્યે પ્રેમભાવ હોય તે માટે તારું મન એકાગ્ર બનશે. આ સનાતન અને સહજ નિયમ છે. એટલે તારા અભ્યાસ માટે રુચિ અને પ્રેમ કેળવવાં પડશે. એનાથી તારા અભ્યાસ દરમિયાન એના પર મનને એકાગ્ર કરવામાં તને સહાય મળશે.
(૧૬) આવી કેટલીક બાબતોને તારા અભ્યાસ સાથે સંબંધ છે. બીજી પણ એવી બાબતો છે જેના પ્રત્યે તારું ધ્યાન દોરવું આવશ્યક છે. એમાં સર્વપ્રથમ છે : ખોરાક. યોગ્ય સમયે પોષક દ્રવ્યોવાળા યોગ્ય ખોરાકનું પ્રમાણ પણ તારા મનને શાંત અને તરોતાજા રાખે છે. વધારે ખાવાથી ઊંઘ આવે છે, આળસ ચડે છે અને ઓછું ખાવાથી થાક લાગે છે અને અનિયમિત રીતે લીધેલ ખોરાક મનની શાંતિ હરી લે છે.
(૧૭) હવે આવે છે શારીરિક વ્યાયામ કે કસરત. રમતા હોય તેને રમવા દો, પણ તારે યોગાસન કે અંગકસરતનો મહાવરો રાખવો. ૪પ મિનિટ સુધી તારા શરીરના દરેક અવયવને વ્યાયામ મળી રહે એ પૂરતું છે. ક્યારેક ક્યારેક અંગકસરત વ્યાયામ ન કરવાં કે એને સમૂળગાં છોડી દેવાં એ યોગ્ય નથી.
(૧૮) ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવાથી તું ઘણા રોગથી બચી શકીશ. રોગ કે માંદગી એ તારા વિકાસપથની મોટી આડખીલી છે. તે તારા દેહમનમાં ઉત્તેજના અને ખંતને પાંગળાં બનાવી દે છે. એટલે તું કાળજી રાખજે.
(૧૯) હવે તારે માટે નોંધી રાખવા માટે - ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો છે : ઉત્કટતા - ખંત. હંમેશાં ઉત્કટતા અને અવિરત ખંતથી ભર્યો ભર્યો રહેજે. આ ઉત્કટતા અને ખંત જ આપણને જીવનના એકેએક ક્ષેત્રમાં વિજયી બનાવે છે. તું અવિરત વહેતાં ઉત્કટતા અને ખંતનું સ્ત્રોત બની જજે. તારા વડીલોએ તને પ્રોત્સાહિત કરીને તારામાં આ ઉત્કટતા, ધૈર્ય અને ખંતને જગાડ્યાં હશે. પણ તારા મોટા ભાગના વડીલો પોતાની સમસ્યાઓ તળે દબાઈ ગયા હોય કે દબાઈ જતા હોય અને તું એમની પાસેથી આ ખંત અને ધૈર્યની અપેક્ષા રાખીશ તો તેઓ તને કેવી રીતે પ્રેરી શકશે અને તારામાં એ ધૈર્ય અને ઉત્કટતા જગાડી શકશે ? એટલે એ બધું તો તારે તારી ભીતરથી જ લાવવું રહ્યું.
આના ઈલાજ માટે તારે એક કાર્યયોજના હાથ ધરવી પડશે. તારે તારી જાતને આવો આદેશ આપવો પડશે : ‘આવતી પરીક્ષામાં હું મારા મિત્રો કરતાં વધુ ગુણ મેળવીને સારી ગુણવત્તા સાથે સફળ થઈશ.’ આનાથી તારામાં દૃઢતા ઊભી થશે એ વાત નિઃશંક છે. તારે તો ઊછડતા દડાની જેમ ઉત્કટ બનવાનું છે, નહિ કે પેલા બફાઈને ફૂલી ગયેલા ભાત જેવા ઢીલાઢફ. હંમેશાં ખુશમિજાજી રહેવું. ચડી ગયેલા ડાચા સાથેનો અને ભવાં ચડેલો ચહેરો તો તારામાં રહેલાં થોડાં ઘણાં ધૈર્ય ઉત્કટતાને ઠારીને ટાઢાંબળ કરી દેશે અને તું જો પ્રસન્ન વદન તેમજ ઓજસ્પૂર્ણ મુખકાંતિ રાખીશ તો તારાં ધૈર્ય-ખંત-ઉત્કટતા ક્રમશઃ વૃદ્ધિ પામતાં રહેશે અને એ દ્વારા તને ઊર્જા-જીવનશક્તિ-ઉત્કટ અભિરુચિની પ્રતિમૂર્તિ બનાવી દેશે. પરિણામે તારો અભ્યાસ વધુ આનંદપ્રદ, રસપ્રદ અને ફલપ્રદ બની રહેશે. સફળતાના ઊગતા દરેક સૂર્ય સાથે તારાં ધૈર્ય અને ઉત્કટતાનું સ્વયંભૂ સ્ફૂરણ વધુ ને વધુ ઊર્ધ્વગામી બનશે.
ઉત્કટતા વિશે થોડું વધારે. મન જો પ્રમાદથી મુક્ત હોય તો તે સમગ્ર રીતે જાગ્રત અને ચપળ રહે છે અને સ્વાભાવિક રીતે મન ધીર અને ખંતીલું રહે છે. આ ધૈર્યખંત સુસ્તીને - આળસપ્રમાદને દૂર ભગાડી દેશે અને તારા મનને સજાગ બનાવશે. આ અવલોકન પરથી તને એ ખ્યાલ અવશ્ય આવી જશે કે ખંત-ધૈર્યની રક્ષાથી તારું મન હંમેશાં તરોતાજા, પ્રાણવંત અને જાગ્રત રહે છે.
તેં એ પણ જોયું હશે કે કેટલાક વિદ્યાર્થીઓ જાગવા માટે ઘડીએ ઘડીએ ચા-કોફી પીએ છે. પરંતુ ધીમે ધીમે આ ચા-કોફી પણ તમારા શરીરને અનુકૂળ બની જાય છે અને એને લીધે ઊંઘ આવી જાય છે ! એટલે ધૈર્ય-ખંતને જાળવી રાખવાનો ઉત્તમ ઉપાય તો વધુ ઉચ્ચ ગુણો મેળવવાની ઇચ્છા અને તંદુરસ્ત સ્પર્ધાની ભાવના કેળવવામાં રહેલો છે.
(ર૦) તમારા માર્ગમાંનો એક શત્રુ છે એને તમે જાણો છો ખરા ? એ છે ભય કે પરીક્ષાનો હાઉ ! મોટાભાગના વિદ્યાર્થીઓ આ ભયથી મુક્ત નથી. તેના તણાવને લીધે નિર્બળ મનના વિદ્યાર્થીઓને તાવ આવી જાય છે, ઊલટીઝાડા થઈ જાય છે. આ જાતના ભય રોગને માટે આ પરીક્ષાનો હાઉ કે ભય એવો શબ્દ રચાયો છે. આનું મૂળ કારણ પરીક્ષા માટેનો ભય છે. પરીક્ષાના સમયે સારું વાંચન-મનન અને સારી પૂર્વતૈયારી કરનાર વિદ્યાર્થીઓ પણ થોડા ઘણા બેચેન થઈ જાય છે તો બીજાની તો શું વાત કરવી ? આ ભયમાંથી મુક્ત થવા તારી જાતને આટલું સમજાવજે : ‘ડરવાથી મને શું મળવાનું છે ? હું માંદો પડીશ એ જ ને ? આમ માંદા પડવા માટે જ શું મારે પરીક્ષાથી હેબતાઈ જવું જોઈએ ? ના, ના. હું સારી રીતે અભ્યાસ કરીશ પરીક્ષાનો હિંમતથી સામનો કરીશ.’
પરીક્ષાના હાઉનું આ એક વધુ નિરાકરણ આપું છું. તે શું છે ? વર્ષની શરૂઆતથી જ વાંચવાનું શરૂ કરી દેવું. નિયમિત અને શિસ્તબદ્ધ સંયમી વિદ્યાર્થીઓએ પરીક્ષાથી ડરવાની જરૂર નથી. માનવમાં ભયની લાગણી તો સાહજિક છે. એટલે સારાં વાંચનઅભ્યાસ હોવા છતાં ભયનો અનુભવ થશે. મનને ભયથી ઘેરી લેતી કેટલીક શક્યતાઓ છે. એમાંય જ્યારે કોઈ આળસુ સહાધ્યાયીઓને દુઃખપૂર્વક એમ કહેતાં સાંભળો કે ‘અરેરે ! મરી ગયા ! પરીક્ષા નજીક આવી ગઈ અને મારું પુનરાવર્તન કાર્ય પૂરું થયું નથી ! હવે મારે શું કરવું ?’ પણ આટલું નોંધી લેજે કે જો તું આ ભયને શરણે થઈશ તો તે તારાં દેહમનની શક્તિ જ હરી લેશે. એનું પરિણામ એ આવશે કે પરીક્ષામાં લખતાં લખતાં તું ભૂલતો જઈશ એટલે ભયને લીધે આડાઅવળા ગમે તેવા જવાબ તું ઝીંક્યે જવાનો.
એટલે આ ચોરપગલે મનમાં ઘૂસી જતી અને બંધાઈ જતી ભયગ્રંથિને જડમૂળથી આત્મશ્રદ્ધા અને નિયમિત શિસ્તબદ્ધ વાંચનથી ઉખેડી નાખવી એ અગત્યનું છે.
(ર૧) હવે તને એક નવો શબ્દ મળ્યો છે : આત્મશ્રદ્ધા. એનો અર્થ શું છે ? એનો અર્થ છે : તમારી પોતાની શક્તિમાં વિશ્વાસ, તમારા અભ્યાસમાં શ્રદ્ધા. હું પરીક્ષા શાંત મને, નિર્ભય બનીને સારી રીતે આપીશ એવો દૃઢ નિર્ણય એટલે જ આત્મવિશ્વાસ. જો તું આ આત્મશ્રદ્ધા જગાડીશ તો ભય તો એની મેળે દૂર થઈ જશે અને ઉત્સાહ પ્રગટશે.
(રર) આમ તને ઘણી બાબતો જાણવા મળી છે. આ બધી બાબતોને તું બરાબર સમજી લઈશ તો તને સફળતા સાંપડશે જ. એક છેલ્લી સલાહ - આ પત્ર અવારનવાર વાંચતો રહેજે. તારો અભ્યાસ શરૂ કરે તે પહેલાં આ પત્રમાં જે લખેલું છે તે બધું પચાવી લેજે. અહીં કરેલાં બધાં સૂચનોનું તું પાલન કરે છે કે કેમ એ પણ તું ભૂલ્યા વિના ચકાસતો રહેજે.
હવે પછીની પરીક્ષામાં તું ઝળહળતી સિદ્ધિ સાથે સફળ થાય એવી અમીદૃષ્ટિ શ્રીપ્રભુ તારા પર કરે એવી મારા અંતરની શુભેચ્છાઓ.
પ્રેમ અને શુભેચ્છાઓ સાથે,
સ્વામી પુરુષોત્તમાનંદ
પરિશિષ્ટ : પ્રશ્નોત્તરી
પ્રશ્ન : સમયપત્રકની મદદથી સમયનો સર્વોત્તમ ઉપયોગ કેમ કરી શકાય એ વાત પત્રમાં વર્ણવી છે. પૂરતો અભ્યાસ કરી લીધા પછી પણ થોડો ઘણો સમય બચે છે. આ સમયનો સદુપયોગ કેવી રીતે કરવો ?
ઉત્તર : આ સમસ્યા મોટે ભાગે તેજસ્વી વિદ્યાર્થીઓની સમસ્યા છે. તેઓ પાછા સમયમાં વધુ વાંચી શકે છે, વધુ અભ્યાસ કરી શકે છે; એટલું જ નહિ તેમણે વાંચેલું બધું યાદ પણ રાખી શકે છે. આવા વિદ્યાર્થીઓએ ચિત્ર, સંગીત, નૃત્ય, હસ્તકલા, સાહિત્ય વાંચન કે લેખન જેવી પોતાની પસંદગીની સહાભ્યાસિક પ્રવૃત્તિ કરવી જોઈએ. જો કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં માંડ માંડ પાસ થાય છે અને નિમ્નસ્તરની સિદ્ધિ મેળવે છે તેમણે તો પોતાના અભ્યાસમાં જ રત રહેવું જોઈએ. એને લીધે ત્રીજાવર્ગ સાથે સફળ થતો વિદ્યાર્થી બીજા વર્ગમાં સફળ થશે. અને બીજાવર્ગની સફળતા મેળવનારો વિદ્યાર્થી પ્રથમવર્ગની સિદ્ધિ મેળવશે. પ્રથમવર્ગની સિદ્ધિ મેળવનારને માટે કૉલેજનું ઉચ્ચશિક્ષણ સરળહસજ બની જાય છે. જેમને માંડ માંડ ત્રીજાવર્ગની સિદ્ધિ મળે તેઓ કૉલેજમાં સફળ થતા નથી. આમાં કોઈક અપવાદ હશે પણ એ બહુ અલ્પસંખ્યામાં.
પ્રશ્ન : જો સાધારણ બુદ્ધિપ્રતિભાવાળા વિદ્યાર્થીઓ આમ અભ્યાસમાં જ મગ્ન રહે તો તેમને પોતાની કલા અને બીજી શક્તિઓનો વિકસાવવાની તક જ ક્યાંથી સાંપડે?
ઉત્તર : તેમને પણ તક તો મળી રહેવાની. શિયાળા-ઉનાળાના વેકેશનનો ઉપયોગ આવી સહાભ્યાસિક પ્રવૃત્તિઓ માટે કરી શકાય.
પ્રશ્ન : આપે એવી સલાહ આપી કે દિવસમાં બે વખત અને તે પણ માથાબોળ ન્હાવું. પણ છોકરીઓ માટે દરરોજ માથું ધોવું અશક્ય છે. વળી કોરા વાળ નડતરરૂપ થાય છે.
ઉત્તર : આ પત્ર છોકરાને ઉદ્દેશીને લખાયો છે એટલે આવો પ્રશ્ન ઊભો થયો ન હતો. પણ બહેનો પોતાના વાળ ધોયા વિના સ્નાન કરી શકે છે. તેઓ અઠવાડિયામાં એક-બે વાર માથાબોળ સ્નાન કરી શકે છે પણ વાળમાં દરરોજ તેલ નાખવું જોઈએ અને વાળ દરરોજ ઓળવા જોઈએ. આ પત્ર વાંચીને બીજા નાના મોટા પ્રશ્નો ઊભા થશે. ઉદાહરણ તરીકે માંદગીના સમયે કે આપણે બહાર કે પ્રવાસે ગયા હોઈએ ત્યારે સમયપત્રક પ્રમાણે કામ થતું નથી. અભ્યાસપાઠો એક સામટા ભેગા થઈ જાય છે ત્યારે શું કરવું ? તમારે પોતાની મેળે આવી સમસ્યાઓનો ઉકેલ લાવતાં શીખી જવું પડે.
‘મન હોય તો માળવે જવાય’ એમ જો અભ્યાસ કરવાની તીવ્ર ઇચ્છા હોય તો આવી સમસ્યાઓ ક્યારેય પેદા નહિ થાય અને કદાચ એ ઊભી થાય તો તમારે જ એ વિશે વિચારી લેવું પડશે અને એનો ઉકેલ શોધી લેવો પડશે. વિદ્યાર્થી
વિદ્યાર્થી વચ્ચે પરિસ્થિતિઓ ભિન્ન ભિન્ન રહેવાની :
(૧) અભ્યાસમાં રસરુચિ છે તેમને જરૂરી સુવિધાઓ મળતી નથી, સુવિધાઓવાળા વિદ્યાર્થીઓમાં અભ્યાસરુચિ ઓછી પણ હોઈ શકે.
(ર) કેટલાકને અભ્યાસમાં રસરુચિ પણ હોય અને સુવિધાઓ પણ મળી રહે છે.
(૩) કેટલાકને અભ્યાસમાં રસરુચિ હોતાં નથી અને સુવિધાઓ પણ નથી હોતી.
(૪) કેટલાક વળી એવા પણ હોય છે જેમને રસરુચિ અને સુવિધા હોય છે પણ બુદ્ધિપ્રતિભા નથી હોતી.
હકીકત તો એ છે કે દરેક વિદ્યાર્થી પોતાની શક્તિમત્તા પ્રમાણે જ્ઞાનપ્રાપ્તિ કરી શકે છે. હાલમાં તો એવું પણ કહેવાય છે કે પરીક્ષામાં બેઠા વિના કે પરીક્ષા પાસ કર્યા વિના ગુણવત્તા પ્રમાણપત્રો ખરીદી શકાય છે !! પણ દુઃખની વાત એ છે કે આવું કરનારા ગુણવત્તા ખરીદી શકતા નથી.
કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી તૈયારી કરે છે પણ પ્રશ્નોના ઉત્તર ખોટા કે ઢંગધડા વિનાના આપે છે. આનું કારણ શું હોઈ શકે ? ભય કે હાઉ. આ હાઉને પરિણામે ખોટી ઉતાવળ, મનની દોડધામ અને મૂંઝવણ વધી જાય છે. પરિણામે સારા જવાબ લખી શકતા નથી.
કેટલાક એવા પણ વિદ્યાર્થી હોય છે જેમણે ઘણું વાંચ્યું ન હોય તો પણ તેઓ મોટાભાગના પ્રશ્નોના ઉત્તર બહુ સારી રીતે અને સાચા લખી શકે છે. તેનું કારણ એ છે - તેઓ નિર્ભીક હોય છે એટલે તેમને વ્યગ્રતા કે ગડમથલનો અનુભવ થતો નથી. તેમણે જે કંઈ થોડું ઘણું વાંચ્યું હોય એને યાદ પણ કરી શકે છે. આમ પરીક્ષાનો ભય કે હાઉ સ્મૃતિને હણી લે છે જ્યારે હિંમત અને નિર્ભયતા સ્મૃતિને તાજી કરી શકે છે.
પ્રશ્ન : બબ્બેવાર શા માટે ન્હાવું ? શું એ વ્યવહારુ વાત છે ?
ઉત્તર : સાત કલાકની ઊંઘ પછી સવારે જાગીએ છીએ ત્યારે આપણને સુસ્તી રહે છે. આ સુસ્તી પોતાની મેળે ઊડતાં સારો એવો સમય લે છે અને એ રીતે આપણો એ સમય વ્યર્થ જાય છે. ઘણા સુસ્તી સાથે પથારીમાં જરા લંબાવે છે અને ફરીથી ઊંઘી જાય છે; જ્યારે કેટલાક બેસે છે અને ઝોકાં ખાય છે. આવી પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કેવી રીતે કરી શકે ? હાથમોં ધોઈને થોડા યોગાસન કે વ્યાયામ કરીએ અને ત્યારબાદ સ્નાન કરી લઈએ તો સવારની તાજી, ઠંડી પાતળી હવામાં સુસ્તી કે આળસ ઊડી જશે. આપણું શરીર તેમજ મન સ્વસ્થ અને તરોતાજા બની જશે તેમજ અભ્યાસ માટે તૈયાર થઈ જશે.
આખા દિવસનાં હલનચલન-કાર્યથી શરીરે વળેલા પરસેવા પર જામેલા માટીના સૂક્ષ્મકણોના થરને ધોઈને સાફ કરવા સાંજના સ્નાન કરવું જોઈએ. આ ઉપરાંત આપણું મન પણ નવાં ઉત્સાહ-ઉત્કટતાથી ભર્યું ભર્યું બની જશે. અલબત્ત, સ્નાનમાં વધુ સમય વેડફી નાખવો ન જોઈએ. ઝડપથી સ્નાન કરનાર પાંચ-છ મિનિટમાં આ કાર્ય પતાવી શકે.
આપણે એ વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે એકાગ્ર ચિત્તે વાંચવા માટે જેટલી આપણી પાચનતંત્રની તંદુરસ્તી જરૂરી છે એટલી જ સ્પર્શેન્દ્રિયની સ્વચ્છતા-તંદુરસ્તી આવશ્યક છે. આપણા દેહમાં અહીં તહીં પીડા દુઃખ હોય તો આપણે વાંચન કે અભ્યાસમાં ચિત્ત પરોવી શકીશું ખરા ?
પ્રશ્ન : તમે સોમશેખરને સૂચવ્યું છે કે તેણે વર્ગમાં પહેલી પાટલીએ બેસવું. આ પત્ર વાંચીને ઘણા વિદ્યાર્થીઓ કે એક આખું જૂથ પહેલી પાટલીએ બેસવા જાય તો શું થાય?
ઉત્તર : છેલ્લે બાંકડે બેસનારા મોટે ભાગે તોફાની ટપુડિયા હોય છે. અવાજ કરે, ઘોંઘાટ કરે, વાતચીત કર્યા કરે, ટિખ્ખળ કરે, એવું તો તમે જોયું જ હશે. એટલે જ મેં એને એવી સલાહ આપી છે. નિષ્ઠાવાળા વિદ્યાર્થીઓ આ પત્ર વાંચીને એ પ્રમાણે વર્તશે તો પેલા ટીખળી ટેણિયાથી બચી શકશે અને કદાચ બધા ય વિદ્યાર્થીઓ એ વિચારથી પ્રેરાઈને એનું પાલન કરશે તો વર્ગમાં બધા શિસ્તબદ્ધ અને શાંત રહેશે, પછી એ ક્યાં બેસે છે એ પણ મહત્ત્વનું નહિ રહે.
આ ઉપરાંત સોમશેખરને કરેલું બીજું સૂચન પણ ધ્યાનમાં રાખવું જોઈએ : ‘તમારાં આંખકાન શિક્ષકો તરફ માંડી રાખો અને એમના પ્રત્યેક શબ્દને કાન દઈને સાંભળો.’ આમ વર્ગનો એકે એક વિદ્યાર્થી આ સલાહનું અનુસરણ કરે તો પરિણામ પણ વિસ્મયકારક જ રહેવાનું. આખો વર્ગ શાંત અને નિર્મળ રહેશે. આખા ય વર્ગના પ૦ વિદ્યાર્થીઓનું ધ્યાન કોઈ પણ જાતની ખલેલ વિના શિક્ષક પર કેન્દ્રિત થશે. શિક્ષક પણ જ્ઞાની હોય અને પૂર્ણ તૈયારી કરીને આવ્યા હશે તો શિક્ષણકાર્ય ઘણું અસરકારક અને સફળ રહેવાનું. શિક્ષક પૂરી તૈયારી વિના આવ્યા હશે તો વર્ગની આ નીરવશાંતિથી ઉદ્વિગ્ન બની જશે અને શીખવતાં શીખવતાં શરીરે પરસેવો છૂટી જશે. પણ સમજુ અને શાણો શિક્ષક બીજી વાર આવા વર્ગમાં આવશે ત્યારે વધુ સારી રીતે શિક્ષણસજ્જ થઈને આવશે.
પ્રશ્ન : યોગાસન ન આવડતં હોય તો શું કરવું ?
ઉત્તર : એમણે યોગાસનના જાણકારનો સંપર્ક કરવો. ટીવીમાં આરોગ્યપ્રદ અંગકસરતો અને યોગાસન વિશેનાં પ્રસારણો થાય છે. તનમનની તંદુરસ્તી બક્ષતાં આવાં ટીવી પ્રસારણો જોવામાં કંઈ હાનિ હરકત નથી. હવે તો વિવેકાનંદ કેન્દ્ર અને રાષ્ટ્રોત્થાન કેન્દ્ર જેવી અનેક સંસ્થાઓ દરેક રાજ્યમાં અને રાષ્ટ્રભરમાં યોગાસનની જાહેર તાલીમ શિબિરોનું આયોજન કરે છે. આવાં કેન્દ્રોમાં તાલીમ લઈ શકાય કે એવાં કેન્દ્રોમાં તાલીમ લઈને સમગ્ર દેશમાં યોગાસન તાલીમનું કાર્ય કરતા નિષ્ણાતોની સલાહ લઈ શકાય.
પ્રશ્ન : આ પત્રમાં ઘણાં ઉપયોગી સૂચનો છે પણ એ બધાંનું સંપૂર્ણ નિષ્ઠાથી પાલન કોણ કરી શકે ?
ઉત્તર : આવાં સૂચનોનો અમલ કરવાની જેમનામાં શક્તિ છે તેઓ તો ચોક્કસ એનું પાલન કરવાના. બીજા કેટલાક એનું અંશતઃ પાલન કરશે. બાકીના બીજા વિદ્યાર્થીઓ માટે તો એમનાં મા-બાપ તેમને સમજાવીને કે બળપૂર્વક તેનું પાલન કરાવી શકે છે.
ભગવદ્ ગીતા જેવાં આપણાં ઘણાં શાસ્ત્રોમાં માનવે પોતાની જાતનું કેવી રીતે સંચાલન કરવું કે નિયમન કરવું એ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે કેટલા લોકો પોતાનું જીવન એ ઉપદેશ કે સંદેશ પ્રમાણે જીવે છે ? માત્ર મુઠ્ઠીભર લોકો જ ! એવી જ વાત આ પુસ્તિકા કે પત્રની પણ છે.
પ્રશ્ન : એકાગ્રતા કેવી રીતે કેળવી શકાય ?
ઉત્તર : વિદ્યાર્થીઓ અને મુમુક્ષુઓ આવા પ્રશ્નો પૂછે છે. એકાગ્ર એટલે એક બાબત-વિષયમાં જ ધ્યાન કેન્દ્રિત કરવું. એક જ વસ્તુ પર બધાં સ્ત્રોતોને, સાધનોને વાળી દેવાં. મનની એકાગ્રતા એટલે વેરવિખેર પડેલી મનની બધી શક્તિઓને ભેગી કરીને એક જ વિષય-વસ્તુકે આદર્શ પ્રત્યે ધ્યાનને વાળવું. તમે પૂછશો કે આપણું મન જેવું છે તેવું શું એકાગ્રતાની પરિસ્થિતિમાં નથી હોતું ? એનો જવાબ ‘ના.’ મન તો પ્રકૃતિએ ચંચળ છે. આ ઉપરાંત પંચેન્દ્રિયો - કાન, આંખ, નાક, જીભ અને ત્વચા - મનને પોતપોતાના વિષયો પર આકર્ષે છે - ખેંચે છે. એમનું આકર્ષણ એટલું પ્રબળ હોય છે કે મન સતત તેમના વિષયો તરફ દોરાતું રહે છે - જતું રહે છે. આ તો છે જ. વળી મનને પોતાનાં મહેચ્છાઓ, ધૂનતરંગો પણ છે. આ બધાં પણ મનને ખેંચી રાખવા સક્ષમ છે. ઇન્દ્રિયો, મહેચ્છાઓમાં રમમાણ રહીને મન વાંદરાની જેમ ચંચળ બને અને વિચલિત થઈ જાય ત્યાં સુધી તેઓ મનને બનાવે છે અને રમાડે છે. શું આવું મન એકાગ્ર હોય એવી અપેક્ષા આપણે રાખી શકીએ ખરા ?
તો વળી મનનું સંતુલન કેમ જાળવવું ? ચારે દિશાઓમાં વેરવિખેર પડેલી મનની બધી જ શક્તિઓને એક જ દિશામાં વહેતી કરવાનું કે વાળવાનું કેવી રીતે શક્ય બને ? આ બધાનો ઉકેલ એક જ છે તેને અંકુશમાં લેવું. તો હવે એ મન ઉપર અંકુશ કેવી રીતે રાખવો ? એવો બીજો પ્રશ્ન ઊભો થશે.
મનને આપેલા સમયે એક જ પદાર્થ પર રહે એમ કરવું જોઈએ. મનોમન કહેવું ઃ ‘ભાઈ મન, મેં આ પાઠનું બધું વાંચ્યું છે અને સમજી લીધું છે. હવે તું બીજા વિચારો લાવીને તારી જાતને ખલેલ ન કર. આ વિષય-વસ્તુને મને બરાબર પચાવવા દે, આત્મસાત્ કરી લેવા દે.’ અને છતાં મન તમારી આ આજીજીથી ન માને તો તમારે એને કરડાકીથી સ્પષ્ટ શબ્દોમાં પરખાવી દેવું જોઈએ : ‘અરે મન ! તું મારો દાસ છો, હું તને જે કહું એ તારે સાંભળવું જ રહ્યું અને એ પ્રમાણે તારે કરવું જ પડશે.’ આ બધું તો થવું જોઈએ પણ એની સાથે ને સાથે તમારું જીવન પણ સંયમનિયમવાળું હોવું જોઈએ. સંયમી જીવન એટલે શું ?
તેનો અર્થ એટલો જ કે સવારથી સાંજ સુધીમાં જે કાર્ય જે રીતે અને જે સમયે કરવાં જોઈએ એ રીતે સમયે પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે કાર્ય કરવાં. વળી ખરાબ વિચારોને પાળવાપોષવા ન જોઈએ. નિરર્થક પ્રવૃત્તિઓ કે વ્યર્થ વાતોમાં પડવું ન જોઈએ. આટલી બધી પૂર્વ સંભાળ લેવા છતાં ભૂલો તો થવાની જ. આવી ભૂલો ફરીથી ન થાય એ માટે મનને સમજાવવું જોઈએ - તૈયાર કરવું જોઈએ, તેને સચેત કરવું જોઈએ. આમ છતાં ય મોટી ભૂલો થાય તો મનને ફરીથી કેળવવું. આવી મથામણ કરતાં કરતાં આપણાં બધાં કાર્યો નિયમિત, સંયમિત અને પદ્ધતિસરના બનાવવાં પડશે. આમ દૈનંદિનકાર્ય બરાબર ગોઠવાઈ જાય પછી મન મોટે ભોગે તો એ જ સંયમભરી સ્થિતિમાં રહેશે. આવું મન આજ્ઞામાં રહીશે અને આપણને સહકાર આપશે. આ ઇન્દ્રિયો મનને ગમે તે રીતે વિચલિત કરે છે. એટલે એનું ય ધ્યાન રાખવું પડશે. એમની માગણીમાં વિવેક કે સાનભાન હોતાં નથી. આ વિષયેન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રાખીને આપણે જો એમને મોકળો માર્ગ આપીશું તો મન એમની સંગે સતતપણે રહીને પોતાનું સંતુલન ગુમાવશે. એટલે જ લોકો મનને સંયમમાં રાખવા ઇચ્છે છે એમણે આ જ્ઞાનેન્દ્રિયોને ભોળાભલા બનીને પંપાળવી ન જોઈએ.
સમયના પરિવર્તન સાથે પશ્ચિમની સભ્યતાની અસરતળે આજના વિદ્યાર્થીઓ પોતાનાં ઇન્દ્રિયસુખોને એક જંગલી માનવપશુની જેમ માણી લેવા માગે છે. આ વાત દિવસે દિવસે વધતી જાય છે.
આજના યુવાનોની આવી તર્કબુદ્ધિ છે : ‘આ યુવાનીના મહત્ત્વના દિવસો જો બધું માણી લેવા માટે ન હોય તો શું જિંદગી વૃદ્ધાવસ્થામાં માણવાની છે કે જ્યારે આપણે જીવંત ઓછા અને મરેલા વધુ બની જઈએ છીએ ?’ યુવાનો જ્યારે હસતા મુખે પણ છાતી ઠોકીને આવાં ઉચ્ચારણો કરે છે ત્યારે ઘણા વડીલો યુવાનોમાં ડહાપણ-શાણપણભરી વાતો કરવાની કે એ વાતો એમને ગળે ઉતારીને એમને સાચે માર્ગે વાળવાનું સાહસ સુધ્ધાં નથી કરતા.
સંખ્યાબંધ યુવાનોને આવું કહેતાં અને પોતાના તર્ક રજૂ કરતાં સાંભળીને કેટલાક વડીલો પણ ‘આ યુવાનોની વાત સાચી છે’ એમ માનવા મંડ્યા છે ! વડીલો ભલે એનો વિરોધ ન કરે પણ યુવાનોની આ આનંદપ્રમોદને ગમે તે રીતે માણી લેવાની વૃત્તિને લીધે જન્મતાં અનિષ્ટો તો કાંઈ બિનઅસરકારક બની જવાના નથી. આમ, સાન-ભાન ગુમાવીને પોતપોતાના ધૂનતરંગ મુજબ દેહમન અને વિષયેન્દ્રિયોના અસલ સ્વરૂપ કે પ્રકૃતિને કે એમનાં કાર્યને સમજ્યા વિના તેમનો ગમે તેમ ઉપયોગ કરીશું તો આપણાં શાંતિ, સુખાકારી અને સંતોષ જ નાશ પામશે અને અત્યંત અસહાય અને દયનીય દશામાં મુકાઈ જઈશું. પછી આપણા હાથમાંથી બાજી સરકી જશે. આ વાતનો સાર એ છે કે અનિયંત્રિત વિષયેન્દ્રિયો આપણા મનની એકાગ્રતાને હણી નાખશે. આ કડવું સત્ય જેટલું બને તેટલું સૌ વહેલું સમજે એ જ બહેતર છે.
અભ્યાસમાં એકાગ્રતા કેળવવા માટે આગળ વધતાં પહેલાં વિષયાંગનેઅભ્યાસ વિષયને સ્પષ્ટપણે સમજી લેવો એ ઘણી મહત્ત્વની બાબત છે. આગળ કહ્યું છે કે વાકયમાંના અઘરા લાગતા શબ્દોનો અર્થ ડિક્ષનરીની મદદથી મેળવી લેવા જોઈએ. સમગ્ર વાક્ય દ્વારા અર્થ અને વિચારોનું જે વહન થતું હોય છે તેના પર પણ વિચાર કરવો જોઈએ. આ રીતે આખો ફકરો વાંચીને સમજવો જોઈએ. હવે ફકરાના વિષય વસ્તુ અને અર્થનાં ચિંતન-મનન અને અભિવ્યક્તિ થવાં જોઈએ. આ અભ્યાસ પદ્ધતિ દ્વારા વિષયની સ્પષ્ટ સમજણ સાંપડે છે, સમજણથી આનંદ આવે છે, આનંદથી વાચનપ્રેમ જાગે છે અને વાચનપ્રેમ મનની એકાગ્રતા લાવે છે.
જેમાં આપણને પ્રેમ અને રુચિ હોય છે, આપણું મન ત્યાં જ રહે છે. એટલે કોઈ વિષયમાં આપણું મન રત રહે તો તેમાં એકાગ્રતા કેળવાય છે. આ એક સનાતન સત્ય જેવો નિયમ છે, પણ એવા ય વિદ્યાર્થીઓ છે જે પૂછે છે ઃ મને ભણવાના વિષયો ગમતા નથી. હવે મારે શું કરવું ? આવા વિદ્યાર્થીઓએ જો શક્ય હોય તો પોતાના રસના બીજા વિષયો પસંદ કરવા કે પસંદગીના વિષયમાં રસરુચિ ઊભી કરવાના પ્રયત્ન કરવા. વળી બીજી મજાની સંકલ્પના છે : મનની એકાગ્રતા એટલે ધૈર્ય અને મહાવરાનું સુભગ પરિણામ. મહાવરો એટલે પુનઃ પુનઃ કરેલા પ્રયત્નો કે સતત ચાલતા પ્રયાસો. લેખનના મહાવરાથી હસ્તાક્ષર સુંદર થાય છે. વાચનનો મહાવરો અભ્યાસને સફળ બનાવે છે. સૈનિક પોતાના નિશાનને તાકવા માટે વારંવાર બંદૂક દાગીને પ્રયાસો કરે છે, ગૃહિણીએ વ્યવસ્થિત રીતે સારી રાંધણકળા માટે પૂરતા પ્રયાસો કર્યા હશે. પ્રયાસોથી પૂર્ણતા સાંપડે છે એ વાત સાચી છે, પણ પ્રયાસો બુદ્ધિપૂર્વકના અને પૂર્ણ નિષ્ઠા, શ્રદ્ધા અને ઉત્સાહથી થવા જોઈએ. આવા સતત પ્રયાસો હોય તો અભ્યાસક્રમમાં એકાગ્રતા શા માટે ન આવે ? ચોક્કસ આવવાની જ.