Panch nani varta books and stories free download online pdf in Gujarati

પાંચ નાની અદભુત વાર્તાઓ 5

પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ

(ભાગ-૫)

લેખક - અનિલ ચાવડા

૧. સોનેરી કબૂતર

એક સોનેરી કબૂતર હતું. એનું નામ મોક્ષ. આ કબૂતર ખૂબ જ સુંદર હતું. કારણ કે તે સોનાનું હતું. તેને જોઈને કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય તેવું આકર્ષક અને મોહક હતું આ કબૂતર. અને ખરેખર હતું પણ એવું જ, જે કોઈ એને જોતું તે તરત જ એના પ્રત્યે આકર્ષિત થઈ જતું અને એને પામવાનાં સપનાં સેવવા લાગતું.

પણ આ કબૂતર કોઈના હાથમાં આવતું નહીં. ઘણા તો આ કબૂતરના પડછાયાને અડકી જતા તો પણ એમને એમ લાગતું કે કબૂતર હાથમાં આવી ગયું, કારણ કે આ કબૂતરનો પડછાયો પણ સોનેરી હતો!

એક દિવસની વાત છે. અચાનક એક માણસે આ સોનેરી કબૂતરને જોયું. બધાને જોઈને એ પણ આ કબૂતરને પામવાની ઝંખના સેવવા લાગ્યો. એને થયું કે કોઈ પણ રીતે આ કબૂતરને તો પકડવું જ જોઈએ. એ છાનામાના કબૂતરની પાછળ ગયો, પણ જેવો કબૂતરની પાસે પહોંચવા ગયો કે તરત જ કબૂતર ઊડી ગયું. તે માણસ આ કબૂતર પાછળ દોડવા લાગ્યો. કબૂતર આગળ અને આ માણસ પાછળ !

કબૂતર જે રસ્તેથી પસાર થતું ત્યાં વચ્ચે અનેક લોભામણાં સ્થળો આવતાં. દરેક માણસ આ સ્થળમાં જ અટવાઈ જતાં, પણ આ માણસ અટવાયો નહીં. થોડા આગળ જતાં એણે જોયું કે સુંદર બાગબગીચા હતા, પંખીઓ કિલ્લોલ કરતાં હતાં, પણ આ માણસ એનાથી લોભાયો નહીં. હજી આગળ ગયો તો વળી પાછા સુંદર મહેલ આવ્યા, અનેક રૂપાળી સ્ત્રીઓ આવી, જે આ માણસને પોતાની પાસે આવવા ઇજન આપતી. આગળ જતાં અનેક સ્ત્રીઓ તેની પર ફૂલ નાખતી હતી. એને રાજગાદી પર બેસવા નિમંત્રણ આપતી હતી. બધા સંગીત, નૃત્ય અને ગાનથી એનું સ્વાગત કરી રહ્યા હતા.

આ બધું જોઈને આ માણસ થોડું થોભી ગયો. પેલું કબૂતર પણ થોભી ગયું. એને થોડી વાર માટે થયું કે આ કબૂતર હાથમાં આવશે કે નહીં કોને ખબર, પણ આટલો વૈભવ સામેથી ઇજન આપે છે તો એને જ કેમ ન સ્વીકાર લઉં. વળી અચાનક એની નજર થોભી ગયેલા કબૂતર પર પડી. કબૂતર સામે જોઈ ફરી તે લલચાયો. વૈભવ પડતો મૂકીને કબૂતર પાછળ દોડ્યો.

થોડું દોડ્યા પછી વળી આગળ સોના-ચાંદીથી મઢેલા મહેલ આવ્યા, અનેક સુંદરીઓ માર્ગમાં ફૂલો વેરતી એનું સ્વાગત કરતી ઊભી હતી. રાજમહેલનું સોનાનું સિંહાસન એને આવકારી રહ્યું હતું. સુંદર સંગીત એના હૃદયને ભીનું કરી રહ્યું હતું. એને થવા લાગ્યું કે આ કબૂતર કરતાં તો સિંહાસન મોટું છે. સોનેરી કબૂતર પકડવા કરતા સોનાનો મહેલ મળે છે તો એ જ કેમ ન લઈ લઉં?

માણસ તરત જ સોનાના સિંહાસન પર બેસી ગયો. રાજમહેલ, સોનાનું સિંહાસન, રાણીઓ, સુખ-સાહ્યબી, સંસાર, પૈસા, કામકાજ વગેરે કામોમાં માણસ પછી ખૂબ જ વ્યસ્ત થઈ ગયો. પેલું સોનાનું કબૂતર હવે સાવ તેની પાસે આવીને બેસતું છતાં તેને અડવાનું પણ એને મન થતું નહીં. ધીમે ધીમે તેને આ સોનાનું કબૂતર દેખાતું જ બંધ થઈ ગયું.

મોક્ષ નામના કબૂતરે નિસાસો નાખીને કહ્યું, “કમ સે કમ કોઈક તો મને પામો. કેમ બધા આ માયાજાળમાં જ અટવાઈ જાવ છો. મારા માળા સુધી તો આવો.”

પણ પેલા માણસને કશું સંભળાયું જ નહીં.

***

૨. એક બાપ, ત્રણ દીકરા

સમય નામના એક માણસને ત્રણ દીકરા હતા. એકનું નામ ભૂતકાળ, બીજાનું વર્તમાન અને ત્રીજાનું નામ ભવિષ્ય. ભૂતકાળ તે એનો સૌથી મોટો દીકરો હતો, પણ ભૂતકાળની એક ખામી એ હતી કે તે પોતે કશું કરી શકતો નહોતો. એને માત્ર વર્તમાન જે કરે તેની પર જ આધાર રાખવો પડતો હતો. વર્તમાન જેવું કરે તેવું જ તે કરી શકતો હતો. જ્યારે ભવિષ્યનું પોતાનું કશું જ ઠેકાણું નહોતું. ભવિષ્યની એક ખાસિયત એ હતી કે વર્તમાન જે કંઈ કરતો એની અસર ક્યારેક એને થયા કરતી.

પોતાના આ ત્રણે દીકરાને લઈને સમય હંમેશા ચિંતામાં રહ્યા કરતો. પોતાના મોટા દીકરા ભૂતકાળની બીમારી મટાડવા માટે એણે નિષ્ણાત ડૉક્ટરોની પણ સલાહ લીધી, પણ એનાથી એને કોઈ જ ફેર પડ્યો નહીં. આનાથી સમયને ખૂબ દુઃખ થયું. ભવિષ્ય કશું કરતો નહોતો. રખડ્યા કરતો હતો. એનું કોઈ ઠેકાણું નહોતું. એ શું કરે છે, એની ઘરમાં કોઈને ખબર જ નહોતી પડતી.

વર્તમાન જ એક એવો હતો કે શું કરે છે એની બધાને ખબર રહેતી. વર્તમાનનો સ્વભાવ એવો હતો કે એ સીધો પણ નહોતો અને અળવીતરો પણ નહોતો. એ ક્રોધિત પણ નહોતો અને શાંત પણ નહોતો. એ મધ્યમમાર્ગી હતો. જરૂર પડે ત્યારે ક્રોધિત થતો અને જરૂર પડે ત્યારે શાંત રહેતો.

પોતાના આ ત્રણે દીકરાને લઈને ચિંતિત સમયે એક દિવસ સમગ્ર બ્રહ્માંડના નિષ્ણાત એવા સાઇકૉલોજિસ્ટની મદદ લેવાનું નક્કી કર્યું. આ સાઇકૉલોજિસ્ટ ખૂબ જ નિષ્ણાત હતો. વર્ષો સુધી તેણે સમયના ત્રણે દીકરાઓનું જીવન, રીતભાત, રહેણી-કરણી, વિચારો, બોલચાલ, માનસિકતા વગેરેનો ખૂબ જ અભ્યાસ કર્યો અને આખરે એક દિવસ સમય પાસે જઈને કહ્યું.

“જુઓ સમયભાઈ, આપના આ ત્રણે દીકરાઓને સુખી કરવા હોય તો એક જ માર્ગ છે.”

સમય અધીરો થઈ ગયો, બોલ્યો, “બોલો કયો માર્ગ છે, હું એ કરવા તૈયાર છું.”

“જો તમારે ત્રણે દીકરાને સુખી કરવા હોય તો વર્તમાન પર ખાસ ધ્યાન આપો. વર્તમાનને જેટલો કાર્યશીલ બનાવશો, તેટલા જ કાર્યશીલ અને મહેનતુ તમારા બાકીના દીકરા પણ બનશે, કારણ કે ભૂતકાળ અને ભવિષ્ય બંને વર્તમાનનું જ અનુકરણ કરે છે.”

***

૩. બે ચાદર

બે ચાદર હતી. એકનું નામ અંધકાર અને બીજીનું નામ અજવાશ. સૂરજ પાસે અજવાશની ચાદર હતી, જ્યારે અંધકારની ચાદર કોની પાસે હતી એ કોઈને ખબર નહોતી.

એક માણસે વિચાર્યું કે જેમ સૂરજ અજવાશની ચાદર પાથરે છે, એમ અંધકારની ચાદર કોણ પાથરતું હશે? તેણે આ બીજી ચાદરની શોધ કરવાનું વિચાર્યું. એ તો નીકળી પડ્યો આ અંધકારની તારાજડિત ચાદરની શોધમાં. એને થયું કે લાવ સૂરજને જ પૂછી જોઉં કે બીજી ચાદર કોની પાસે છે? એ સૂરજ પાસે ગયો અને પૂછ્યું, “હે સૂરજ! તું રોજ અજવાશની ચાદર પાથરી જાય છે, તો અંધકારની ચાદર કોણ પાથરે છે?”

માણસની આવી વાત સાંભળી સૂરજને ખૂબ જ નવાઈ લાગી. સૂરજે કહ્યું, “અંધકારની ચાદર? એ વળી શું? મને તો આવી કોઈ ચાદરની ખબર જ નથી. એવી તે કંઈ ચાદર હોતી હશે? દુનિયામાં ખાલી અજવાશની ચાદર જ છે. અંધકાર જેવું કંઈ છે જ નહીં.”

ત્યાંથી માણસ આભ પાસે ગયો. આભની શૂન્યતાને પૂછ્યું- “હે શૂન્યતા, આ અજવાશની ચાદર લઈને સૂરજ આવે છે તો અંધકારની ચાદર લઈને કોણ આવે છે?”

શૂન્યતાએ કહ્યું- “અંધકારની ચાદર લઈને કોઈ આવતું નથી.”

માણસને નવાઈ લાગી. તેણે પૂછ્યું- “તો પછી રાત પડે એટલે કોણ આવીને તારાઓથી મઢેલી અંધકારની ચાદર પાથરી જાય છે?”

“અંધકારની ચાદર કોઈ પાથરતું નથી.” શૂન્યતાએ કહ્યું.

માણસને વળી નવાઈ લાગી. “પણ રાત્રે તો રોજ હું જોઉં છું અંધકારની પથરાયેલી ચાદર. એ આવે છે ક્યાંથી?” માણસે ફરી એનો એ જ પ્રશ્ન કર્યો.

શૂન્યતાએ કહ્યું, “મેં તમને પહેલાં પણ કહ્યું કે એ ક્યાંયથી આવતી નથી, એને કોઈ જ પાથરતું નથી.”

હવે માણસથી ન રહેવાયું. તેણે કહ્યું- “તો પછી અજવાશની ચાદર પથરાતાં અંધકારની ચાદર કેમ અદૃશ્ય થઈ જાય છે?”

“અજવાશની ગેરહાજરી જ અંધકારની ચાદર છે.” શૂન્યતાએ કહ્યું.

“મતલબ?” માણસને કંઈ સમજાયું નહીં.

“મતલબ એ જ કે અંધકારની ચાદર તો શાશ્વત રીતે પથરાયેલી જ છે. એને કોઈ પાથરતું નથી. જ્યારે અજવાશની ચાદર હતી નહીં, ત્યારે પણ અંધકારની ચાદર પથરાયેલી જ હતી. જ્યારે સૂરજની અજવાશની ચાદર ફાટી જાશે, ત્યારે પણ અંધકારની આ ચાદર તો રહેશે જ.” શૂન્યતાએ કહ્યું.

***

૪. બે મિત્રો

બે મિત્રો હતા. એકનું નામ મન અને બીજાનું નામ હૃદય. એક દિવસ બંને વચ્ચે ભયંકર ઝઘડો થઈ ગયો.

હૃદયે કહ્યું, “તું દરેક વાતે તારી ચાલાકી વાપરે છે.”

મગજે કહ્યું, “તું દરેક વાતે લાગણીશીલ થઈ જાય છે. એમ વાતે વાતે લાગણીશીલ થવા બેસીએ તો ક્યાંથી જિવાય?”

હૃદયે કહ્યું, “હું મારી લાગણીથી જીવી લઈશ મારે તારી કશી જરૂર નથી.”

સામે મગજે પણ કહ્યું કે, “હું પણ મારી બુદ્ધિથી આરામથી જીવી શકું એમ છું.” અને બંને જુદા પડી ગયા.

બંનેનો ઝઘડો દુશ્મની સુધી પહોંચી ગયો. બંનેએ એકબીજા સાથે બોલવાનું પણ બંધ કરી દીધું. એકબીજાને મળે પણ નહીં. જ્યાં હૃદય હોય ત્યાં મગજ ના આવે અને જ્યાં મગજ હોય ત્યાં હૃદય ન રહે.

થયું એવું કે ક્યારેક બુદ્ધિપૂર્વકનાં કામ આવતાં ત્યારે હૃદય તેમાં ગૂંચવાઈ જતું અને આર્થિક નુકસાનથી લઈને સંબંધોમાં પણ અનેક ગણું નુકસાન વેઠવું પડતું.

સામે પક્ષે મગજને પણ એવું થતું, એ દરેક જગ્યાએ બુદ્ધિથી જ કામ લેતું તેથી જ્યારે લાગણીશીલ વાત આવતી ત્યારે તેને ખૂબ નુકસાન વેઠવું પડતું.

એક દિવસ બુદ્ધિએ મનની સલાહ લેવાનું વિચાર્યું. તે મન પાસે ગઈ. તેણે જોયું તો હૃદય પણ ત્યાં જ હતું. તેમને જોતાં જ મને કહ્યું, “તમે બંને એક થઈને જ્યારે જેની જેટલી જરૂર પડે એ પ્રમાણે કામ લેશો તો ક્યારેય કોઈ જ તકલીફ નહીં પડે.”

***

૫. ઊર્જા

એક હતી ઊર્જા. તે બ્રહ્માંડની શૂન્યતામાં રહેતી હતી. એને કોઈ આકાર નહોતો. આકાર નહીં હોવાનું એને ખૂબ જ દુઃખ હતું. તે જુદી જુદી રીતે સતત વિચારતી રહેતી હતી કે આકાર મેળવવા માટે શું કરવું?

સંજોગવસાત્‌ આ જ દિવસોમાં થયું એવું કે બ્રહ્માંડના જુદા જુદા ગ્રહો એકબીજા સાથે અથડાયા અને બહ્માંડમાં તરતા આ પથ્થરો તૂટીને બીજા અનેક પથ્થરો સર્જાયા. જેમાં સૂર્ય નામનો એક પથ્થર ધગધગતો ગોળો થઈ ગયો. તેનામાં અનેકગણી ઊર્જા હતી. બીજા અનેક પથ્થરો આ સૂર્યના ગોળાની આસપાસ ગોળ ગોળ ફરવા લાગ્યા. ધીમે ધીમે બધા પથ્થર ગોળ ઈંડા આકારના થઈ ગયા.

આ સમયમાં ઊર્જાને થયું કે મારે કોઈ આકાર નથી તો હું આ ગોળાઓમાં જ કેમ ન વિભાજિત થઈ જાઉં? આમ વિચારીને તે જુદા જુદા ગ્રહોમાં વિભાજિત થઈ ગઈ. સૂર્યમાં તે તેજનું રૂપ લઈને ગઈ. બીજા ગ્રહોમાં જુદા જુદા વાયુ, અણુનું રૂપ લઈને ગઈ.

ધીમે ધીમે પૃથ્વી પર પરિવર્તન આવવા લાગ્યું. પથ્થર વધારે સુંવાળા બનતા ગયા. જમીન ફળદ્રુપ બનતી ગઈ. આથી ઊર્જાને થયું કે હજી મારે આકાર મેળવવાની અનોખી તક છે. તે ફળદ્રુપ જમીનમાં જઈ અને વૃક્ષ થઈને ફૂટી નીકળી. પાણીમાં પણ નાની નાની વનસ્પતિ થઈને ઊગી નીકળી.

વળી એને થયું કે મને આમ ઊભા રહેવા કરતાં હરી-ફરી શકાય તેવો આકાર મળે તો કેવું સારું. આ દરમિયાન એને પાણીનું વાતાવરણ યોગ્ય લાગ્યું એટલે તેણે પાણીમાં કોઈ જીવ ધારણ કર્યો. ધીરે ધીરે તે માછલી બની. ધરતી પર પણ આકાર મેળવવાની તક છે એવું તેને લાગ્યું એટલે એણે જુદાં જુદાં પશુ, પંખી, પ્રાણી, જીવજંતુ, માણસોમાં વહેંચાઈ ગઈ.

અને ઊર્જા અનેક જીવોમાં અનહદ રૂપે ફેલાઈ ગઈ.પાંચ નાની અદ્‌ભુત વાર્તાઓ

અને ઊર્જા અનેક જીવોમાં અનહદ રૂપે ફેલાઈ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED