કબાટ કહેછે... Krupal Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કબાટ કહેછે...

નમસ્તે વાચક મિત્રો...

હું કૃપાલ રાઠોડ આપની સમક્ષ એક નવી જ અને નાની આત્મકથા મૂકી રહ્યો છું આ મારું પહેલું લખાણ છે. આશા રાખું છું કે મારા લખાણના સારા કે સાધારણ રીવ્યુ મને વાચકો તરફથી જેથી કરીને હું મારા લખાણમાં સુધારા વધારા કરિ શકું આત્મ્કથા મેં બે ભાગમાં લખી છે જેનો પહેલો ભાગ આપની સમક્ષ મુકું છું. મેં અત્યાર સુધી રૂપિયાની ઘડિયાળની વગેરે જેવી આત્મકથાઓ નિબંધમાળામાં જોઈ તેમાંથી જ મને કબાટની પણ આત્મકથા થઇ સકે આવો વિચાર સ્ફૂર્યો. અને મેં “કબાટ કહે છે...” માતૃભારતી મારા જેવા નવા નક્કોર લેખકોને સાહિત્યજગતમાં પા પા પગલી કરાવે છે તે બદલ તેનો પણ હું ઋણી રહીશ. આભાર...

કબાટ કહે છે....

બસ.. છેલ્લા બે કલાક બાકી છે મારી આ ઝીંદગીના ત્યારપછી હું નવો અવતાર ધારણ કરવાનો છું. ખબર નહિ મારો નવો અવતાર કેવો હશે પણ અત્યારે તો હું મારી ઝીંદગીના છેલ્લા શ્વાસ લઇ રહ્યો છું. અરે ...! હું કબાટ અને એ પણ અંતિમ તબ્બકા માં પહોચી ગયેલો .

અત્યારે હું ભંગારખાનામાં પડ્યો છું .પણ મારા જીવનની શરૂઆત ખૂબજ શાનદાર રહી હતી .મેં મારા જીવનમાં અનેક અનુભવો કર્યા છે. અનેક પ્રકારના માણસો જોયા છે. એક પ્રખ્યાત કંપની એ મને બનાવ્યો હતો. કોઈ નવાજ ફર્નીચરનાં શો રૂમ સુધી પહોચી ગયો .

એકવાર મને જોરદાર ઊંઘ આવી ગઈ .હું જાગ્યો ત્યારે એક સુંદર શણગારેલા રૂમમાં હતો .અચાનક ડી.જે. નો અવાઝ સંભળાયો અને ગીતો ગવાતા હોય તેવું મને લાગ્યું.ધીમે ધીમે સાંજ પાડવા લાગી.લોકો મારી પાસે આવવા લાગ્યા તેમજ મને જોવા લાગ્યા.અરે...આ શું ..? મને તો ખચોખચ ભરવામાં આવેલો હતો . અનેક કપડા,નવાનક્કોર અતર તેમજ ઘરેણાથી હું ભરેલો હતો.

રાત થઇ. એક નવું કપલ મારી સામેની બેડશીટ પર આવીને બેઠું . બંને એકબીજા સામે શરમાઈને જોતા હતા. ઓહ ..કેવો સરસ પ્રેમ કરવાની ભગવાને મનુષ્યને તક આપી છે. કેવો સરસ પ્રેમનો સાગર વહે છે.કેવી મઝા આવતી હશે ...? આવા પ્રેમના સાગરમાં સહેલ કરવાની.

બીજી સવારે હું વહેલો ઉઠી ગયો . મારી સામે પેલી યુવતી અવારનવાર આવી પોતાના હોઠ લાંબા ટૂંકા કરતી .પોતાનો ચાંદલો મારા અરીસા પર લગાડી દીધો .તેઓ બંને ખુબજ પ્રેમથી રહેતા ત્યારે મને થઇ આવતું કે કાશ મને પણ મનુષ્ય અવતાર મળ્યો હોત તો હું પણ આવા પ્રેમને પામી શક્યો હોત પણ જે છે એનો સંતોષ માની હું મારૂ જીવન જીવ્યે જતો હતો .

એ સમયે હું એક અમીર ઘરમાં હતો. શરૂઆતમાં મેં જોયું એ ઘરમાં ખુબજ પ્રેમ હતો.તમામ સભ્યો એકબીજા સાથે ખુબજ પ્રેમથી રહેતા અને એકબીજાનો આદર જાળવાતા હતા.હા ...ક્યારેક કોઈક નજીવી વાતે બંને ગુસ્સે થઇ જતા ત્યારે મારો દરવાજો પણ જોરથી પછાડીને બંધ કરતા ત્યારે મને ખૂબજ દર્દ થતું પણ એ ઝઘડા માત્ર ક્ષણીક રહેતા ત્યાર પછી બધું બરોબર થઇ જતું .ક્યારેક યુવતી મારા અરીસામાં કલાક સુધી પોતાનું મો જોયા કરતી વળી એવા સમયે ક્યારેક એનો પતિ આવી જતો અને તેને આલિંગન આપતો બંને મારા અરીસા સામે જોઈને પ્રેમાલાપ કરતા ત્યારે હું પણ રોમાન્ટિક થઇ જતો.એકવાર એના કોઈ સંબંધી કોઈ પ્રસંગે ત્યાં આવ્યા હતા.ચારેબાજુ હર્સોલ્લાસ હતો.એ સમયે પેલી યુવતી મારો દરવાજો ઉતાવળમાં ખુલ્લો રાખીને જતી રહી.થોડીવાર પછી સંબંધી માંથી આવેલી કોઈ સ્ત્રી રૂમમાં આવી દરવાજો ખુલ્લો જોઇને ઝડપથી મારી અંદર બધું તપાસવા લાગી.અચાનક તેના હાથમાં રૂપિયા અને થોડા ઘરેણા આવી ગયા.એકદમ ઝડપથી લઈને તે રૂમ બહાર નીકળી ગઈ.હે ..ભગવાન આ શું થઇ ગયું ? મારી નજર સામે ખોટું થઇ ગયું અને હું લાચાર બનીને બધું જોતો રહ્યો.

તે દિવસે જ રાતે પેલા કપલ વચ્ચે ઝઘડો થઇ ગયો.બંને વચ્ચેના પ્રેમની જગ્યા નફરતે લઇ લીધી.વળીનસીબ પણ જાણે તેમને સાથ નહોતું આપતું કેમકે તેઓની સ્થિતિ દિવસે-દિવસે કથળવા લાગી.આમને ને આમ કેટલોક સમય વીત્યો તે પછી તેઓ અમીરી માંથી મધ્યમવર્ગમાં પહોચી ગયા.

એક દિવસ પેલો યુવક ઝડપથી આવી અને મારો નીચેનો દરવાજો ખુલ્લો રાખીને જતો રહ્યો.તેની પત્ની નીચે બેઠી હતી.જેવી એ ઉભી થઇ કે તેનું માથું મારા દરવાજામાં જોરથી ભટકાયું.તેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.તે રડવા લાગી પેલો યુવક આવ્યો અને તેને પ્રેમથી મનાવવા લાગ્યો.તેમ છતાં પેલી થોડી વાર સુધી મોઢું બગાડી ને બેસી રહી.થોડીવાર પછી તે માની ગઈ.આમ ને આમ દિવસો વીતવા લાગ્યા.ધીમે ધીમે તેઓની પરિસ્થિતિ સુધારવા લાગી.હવે તેઓ ખુબજ સુખી થઇ ગયા,પણ મારી સ્થિતિ બગડવા લાગી.મારો એક પાયો સહેજ નબળો પડી ગયો.તેમજ દરવાજો ખરાબ થઇ ગયો.એક દિવસ પતિ પત્ની મારી પાસે આવી અને મને ભંગારમાં દેવાનો વિચાર કરવા લાગ્યા.હું ધ્રુજતો હતો.કેમકે મને આ ઘર છોડવાની જરા પણ ઈચ્છા નહોતી થતી.કેમકે હવે આ ઘરમાં માત્ર પતિ પત્ની જ નહિ પણ તેનું એક સુંદર બાળક પણ હતું. તેનો મીઠો અવાજ મને પણ ખુબજ ખુશ કરી દેતો હતો.

એક દિવસ રવિવાર હતો.પેલો યુવક અને યુવતી બંને મારી પાસે આવીને મને ખાલી કરવા લાગ્યા.હું તો કઈ સમજી નો શક્યો ધીમે ધીમે કરીને મને અખો ખાલી કરી નાખ્યો.પછી તેઓએ મને ઘરની પાસેના એક વાડામાં રાખી દીધો.હું ખુબજ દુખી હતો.કેમકે મારે હવે દિવસ રાત બહાર રહેવાનો વારો આવ્યો.મારું સ્થાન લેવા માટે હવે એક લાકડાનો કબાટ આવી ગયો હતો.

લાકડાના કબાટની વાત મને જરા પણ ન ગમી ,પણ હું લાચાર હતો.કેમકે મનુષ્યઈચ્છા આગળ ઘણી વખત ઈશ્વર પણ ઝુકી જાય છે તો હું તો સામાન્ય એક કબાટ હતો.હવે માત્ર હું પડયો પડયોવિચારવા લાગ્યો કે આ કબાટ માટે કેટલાય વૃક્ષોનો ભોગ લેવાયો હશે.પોતાના શોખ ખાતર મનુષ્યોએ કેટલીય શક્તિઓને ધૂળમાં ભેળવી દીધી હશે.આવા અનેક વિચારોમાં હું ડૂબેલો રહેતો.

એક દિવસ ભંગાર વાળો આવી પહોચ્યો.માત્ર ૮૦૦ રૂપિયામાં મને આપી દેવામાં આવ્યો.રૂપિયા ખિસ્સામાં નાખીને પેલો યુવાકતો ખુસ થઈને ચાલ્યો ગયો મારી સામે એક વાર પણ પાછું વાળીને જોયું નહિ.માત્ર હું શેરી વતી ત્યાં સુધી તેની સામે જોતો રહ્યો.

આ શું.....? મને કલર શા માટે કરવામાં આવી રહ્યો હતો? શરૂઆતમાં મને કઈ સમજાયું નહિ પણ ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે મને ફરીથી વેચવાની તૈયારી ચાલી રહી હતી.મને કલર કરીને નવા જેવો બનાવવાની કોશીશ કરવામાં આવી. એ સમયે મને ફરી વિચાર આવ્યો કે લોકો મને કલર કરીને નવો નક્કોર રાખી શકે તો પોતાને પણ પ્રેમ,દયા ,કરુણા,ધૈર્ય વગેરે જેવા કલરો થી કેમ નો ભરી શકે?

હવે મને ભંગાર બજારમાં મુકવામાં આવ્યો.ક્યાં થી ક્યાં ?એક સમયે મને કેવો સજાવવામાં આવેલો કેટલું માન પણ મળેલું અને આજે મારી સ્થિતિ કેવી થઇ ગઈ છે? હું સાવ લાચાર હતો.ઘણા બધા દિવસો સુધી તો હું આમજ બજારમાં રહ્યો.પણ એક દિવસ કોઈ ગરીબ માણસની પત્નીનું ધ્યાન મારામાં પડી ગયું. બજારમાં મોટે ભાગે પત્નીઓના ધ્યાન વહેલા કોઈ ચીજ પર પડતા હોય છે એ વાત નો મને અત્યાર સુધીમાં ખ્યાલ આવી ગયો હતો.

તેઓ મારી પાસે આવીને મને બારીકાઈથી જોવા લાગ્યા. ધીમે ધીમે તેઓ ભાવ તાલ નક્કી કરવા લાગ્યા.અંતે પેલા વેપારીએ મને ૧૨૦૦ રૂપિયામાં વેચી દીધો હવે ફરી પાછો મારે એક સાવ નવા જ ઘરમાં પ્રવેશ કરવાનો હતો.