Part-3-Narsinh Mehta books and stories free download online pdf in Gujarati

Part-3-Narsinh Mehta


નરસિંહ મહેતા

ભાગ-૩COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.ચાલ રમીએ સહિ

૨.છપ્પન ભોગ જીહાં

૩.જશોદા! તારા કાનુડાને

૪.જશોદાજીને આંગણિયે

૫.જશોદાના જીવન ઊંભા

૬.જા જા નીંદરા ! હું તને વારૂં

૭.જાગ કમળાપતિ

૮.જાગને જાદવા

૯.જાગને જાદવા! રાત થોડી રહી

૧૦.જાગને જાદવા! રાત થોડી રહી

૧૧.જાગીને જોઉં તો જગત

૧૨.જાગો ને જશોદાના જાયા

૧૩.જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર

૧૪.જે ગમે જગત ગુરૂ

૧૫.જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

૧૬.જ્યાં લગી આત્મા તત્વ

૧૭.ટળતો ટળતો હીંડીશ મારે

૧૮.તમારો ભરોસો મને ભારી

૧૯.તારા દલડાની વાતો

૨૦.તું કિશા ઠાકુરા ?

૨૧.તું મારે ચાંદલિયે

૨૨.તું મારે ચાંદલીએ ચોંટ્‌યો

૨૩.ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી

૨૪.ધ્યાન ધર હરિતણું

૨૫.ધ્યાન ધર, ધ્યાન ધર

૨૬.નાગદમન

૨૭.નાગર નંદજીના લાલ

૨૮.નાચતાં નાચતાં નયન નયણાં

૨૯.નાથને નીરખી

૩૦.નાનું સરખું ગોકુળિયું

૩૧.નારાયણનું નામ જ લેતાં

૩૨.નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

૩૩.નીત નીત લાછવર લક્ષણ રૂડાં

૩૪.પઢો રે પોપટ રાજા રામ ના

૩૫.પરભાતે મહી મથવા

૩૬.પલંગ પાયે તને કુસુમમાળાવડે

૩૭.પાછલી રાતના નાથ પાછા વળ્યા

૩૮.પારણે પોઢ્‌યાં શ્રી પુરષોત્તમ

૩૯.પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

૪૦.પ્રેમરસ પાને

૪૧.બાપજી પાપ મેં

૪૨.ભાળ તું ભાળ તું સંમુખે શામળા!

૪૩.ભુતળ ભક્તિ પદારથ

૪૪.ભોળી રે ભરવાડણ

૪૫.મરમ વચન કહ્યાં ભાભીએ

ચાલ રમીએ સહિ

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,

વસંત આવ્યો વનવેલ ફૂલી;

મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,

કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,

ક્યારની કહું છું જે ચાલ ઊંઠી;

રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,

આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,

કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;

નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,

ખોયેલા દિવસનો ખંગ વળશે.

છપ્પન ભોગ જીહાં

છપ્પન ભોગ જીહાં, કવણ તાંદુલ તિહા? આપતા ઉર સંકોચ આવે,

જોઈએ સરવા તે આવી મળે કૃષ્ણને, તાંદુલ ભેટ તે તુચ્છ કહાવે. - છપ્પન. ૧

ધાઈ લીધા હરિ, મુષ્ટિ તાંદુલ ભરી, પ્રેમે આરોગીયા તૃપ્તિ પામી,

ઈન્દ્ર કુબેરથી અધિક વૈભવ કર્યો, ઋકમાણીએ કર ગ્રહયો શીશ નામી - છપ્પન. ૨

એક રહ્યા અમો , એક બીજા તમો, ભક્તને અઢળક દાણા કરતા,

પ્રેમદાએ પ્રીતના વચન એવા કહ્યા, હાથ સાહયો ત્રીજી મુઠ્‌ઠી ભરતાં - છપ્પન. ૩

વીનતાના વચન તે વિપ્ર સમજ્યો નહીં, ચાલવા ઘર ભણી શીખ માગી,

નરસૈને નાથે જઈ દ્વાર વેળાવિયો, માના તણી આરત સર્વેભાગી. - છપ્પન. ૪

જશોદા! તારા કાનુડાને

ગોપીઃ

જશોદા ! તારા કાનુડાને સાદ કરીને વાર રે;

આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે ?પ જશોદા.

શીંકું તોડયું, ગોરસ ઢોળ્યું, ઉઘાડીને બાર રે;

માખણ ખાધું, વેરી નાંખ્યું, જાન કીધું આ વાર રે પ જશોદા.

ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે;

મહી મથવાની ગોળી ફોડી, આ શાં કહીએ લાડ રે પ. જશોદા.

વારે વારે કહું છું તમને, હવે ન રાખું ભાર રે;

નિત ઊંઠીને કેટલું સહીએ ? રહેવું નગર મુઝાર રે પ જશોદા.

જશોદાઃ

આડી-અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે;

ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે ... જશોદા.

‘મારો કાનજી ઘરમાં હુતો, ક્યારે દીઠો બહાર રે ?

દહીં-દૂધનાં માટ ભર્યાં પણ ચાખે ન લગાર રે પ જશોદા.

શોર કરંતી ભલી સહુ આવી ટોળે વળી દશ-બાર રે !

નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે’ પ. જશોદા.

જશોદાજીને આંગણિયે

જશોદાજીને આંગણિયે કાંઈ સુંદર શોભા દીસે રે,

મુક્તા ફળના તોરણ લહેકે, જોઈ જોઈ મનડું હીસે રે. - જશોદાજીને. ૧

મહાલામાલ માનિની હીંડે ઉલટ અંગ ન માય રે;

કુમકુમ કેસર ચચર્યા અંગે, ઘેર ઘેર ઓચ્છવ થાય રે. - જશોદાજીને. ૨

ધન્ય ધન્ય લીલા નંદ ભવનની જ્યાંહા પ્રગટ્‌યાં પરમાનન્દરે,

રંગરેલ નરસૈયો ગાવે, મન વાદ્યો આનંદ રે. - જશોદાજીને. ૩

જશોદાના જીવન ઊંભા

જશોદાના જીવન ઊંભા, જમનાને તીરે;

મોરલી વજાડે મોહન, મધૂરી ધીરે.- જશોદાના.. - ટેક

પીતાંબરની પલવટ વાળી, ઉર લેહેકે માળા;

કાનબીચ કુંડળ લળકે, દીસે રૂપાળા.- જશોદાના..

પરભાતે ઊંઠીને ગોપી, ગૌને હેરાવે ;

ઓ કાનુડા ! ઓ કાનુડા ! કહીને બોલાવે.- જશોદાના..

આજ તો અમારી ઘેનેં, દૂધ થોડેરાં દીધાં,

રખે રે શામળિયે વહાલે, દોહીને પીધાં.- જશોદાના..

સાંભળ રે સલૂણી શ્યામા, વાતલડી મારી;

તુજ સરખી સલક્ષણી છે, ગાવલડી તારી.- જશોદાના..

એવાં એવાં વચન સુણી, ગોપી આનંદ પામી;

ભક્તવત્સલ ભૂધરજી મળ્યા, મેહેતા નરસૈના સ્વામી.- જશોદાના..

જા જા નીંદરા ! હું તને વારૂં

જા જા નીંદરા ! હું તને વારૂંસ તું છો નાર ધુતારી રેપ

જા જા નીંદરા ! હું તને વારૂંપ

નીંદરા કહે હું નહી રે ધુતારીસ હું છું શંકર નારી રેસ

પશુ પંખીને સુખડાં આપુંસ દુઃખડા મેલું વિસારી રેપ

જા જા નીંદરા ! હું તને વારૂંપ

એક સમે રામ વનમાં પધાર્યાસ લખમણને નીંદરા આવી રેસ

સતી સીતાને કલંક લગાવ્યુંસ ભાયુમાં ભ્રાંતું પડાવી રેપ

જા જા નીંદરા ! હું તને વારૂંપ

જોગી લુંટયાસ ભોગી લુંટયાસ લુંટયા નેજા ધારી રેસ

એકલ શૃંગીને વનમાં લુંટયાસ નગરના લુંટયા નરનારી રેપ

જા જા નીંદરા ! હું તને વારૂંપ

પહેલા પહોરે રોગી જાગેસ બીજા પહોરે ભોગી રેસ

ત્રીજા પહોરે તસ્કર જાગેસ ચોથા પહોરી જોગી રેપ

જા જા નીંદરા ! હું તને વારૂંપ

બાર બાર વરસ લખમણે ત્યાગીસ કુંભકરણે લાડ લડાવ્યાં રેસ

ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામીસ આશ પુરો મોરારી રેપ

જા જા નીંદરા ! હું તને વારૂંપ

જાગ કમળાપતિ

જાગ કમળાપતિ હજી કાં સૂઈ રહ્યો ? રોજ રામ તણી આજ ભાવી ?

વાર લાગે ઘણી, લાજ જાયે હણી, પછે શું કૃષ્ણજી કરશો આવી ? - જાગ. ૧

મેલ મમ નાથને ન ભર તું બાથને , કાં રે કમળા ? તુંને લાજ ના’વે ?

દાસ-ઉપહાસ થશે લાજ તારી જશે, પછે તને વ્હાલાજી ! કોણ ધ્યાશે ? - જાગ. ૨

’ઉધડકી ઊંઠિયા ? સેજથી શ્રીહરિ , ઊંઠી કમળા રહ્યા હાથ જોડી;

’ઉધડકી ઊંઠિયા ? ક્ણ બડભાગીઆ ? સાર પ્રભુ ! તેની કરોને દોડી - જાગ. ૩

નરસૈયો નાગર ભક્ત છે માહરો, પ્રાન થકી અધિક તે નિશ્ચે જાણો,

જાઉં વેગે કરી, હૂંડી પાછી ફરી, લોક માંહે કરિં હું સમાણો.’ - જાગ. ૪

વણિક થયો વિઠ્‌ઠલો, શેઠ થયો શામળો, વાણોતર આઠ લીધા છે સાથે,

કુંડળ કરણ ને ચરઆ છે મોજડી, વીમ્ટી ને વેલિયા પહેર્યાં હાથે - જાગ. ૫

શામળું અંગે તે અતિઘણું ઓપતું, શોભતી લટકતી ચાલ ચાલે,

તીરથ વાસિઓ મન માંહે સંકોચિયા, સંમુખ શેઠને રહ્યારે ભાળે - જાગ. ૬

’આ તો અપૂરવ પુરૂષ દિસે ભલો નાણાવટી માંહે સાર અંકે,

ક્યમ કરી પૂછીએ, વાતને જાતને ? આપણ કેમ બોલાય રંકે ? - જાગ. ૭

અંતરજામીએ જાણી છે વારતા, શ્રીમુખ બોલિયા મધુર વાણી,

’કોણ ભાઈઓ ! તમો, શેઠ શામળ અમો, અમ સરખું કાંઈકહેજો જાણી. - જાગ. ૮

ધાઈ ચરણે ઢળ્યા, શેઠ શામળ મળ્યા,ધન્ય અમ ભાગ્ય તે ચાલી આવ્યા;

નરસૈંયે નાગરેગઢ થકી મોકલ્યા, પત્ર હૂંડીનું લખાવી લાવ્યા. - જાગ. ૯

જાગને જાદવા

જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા

તુજ વિના ધેનમાં કોણ જાશે ?

ત્રણસેં ને સાઠ ગોવાળ ટોળે વળ્યા

વડો રે ગોવાળિયો કોણ થાશે ? પ જાગને

દહીંતણા દહીંથરા ઘી તણાં ઘેબરાં

કઢિયેલ દૂધ તે કોણ પીશે ?

હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો

ભૂમિનો ભાર તે કોણ સહાશે ? પ જાગને

જમુનાજીના તીરે ગૌધણ ચારતા

મધુરીશી મોરલી કોણ વા’શે ?

ભણે મહેતો નરસૈંયો તારા ગુણ ગાઈ રીઝવે

બૂડતાં બાંવડી કોણ સહાશે ? પ જાગને

જાગને જાદવા! રાત થોડી રહી

જાગને જાદવા! રાત થોડી રહી, મંડળિક રાય મુને બીવરાવે,

અરૂણ ઉદિયો અને હરણલી આથમી, તુંને તો યે કરૂણા ન આવે. - જાગને. ૧

ભોગળ ભાંગ્િાયે રાય દામોદરા! ઉઠો જદુનાથ દેવાધિદેવા !

મંડળિક મદભર્યો ઓચરે અઘટતું, જાણે નરસૈંયાની જૂઠી સેવા - જાગને. ૨

ભક્તપાલક, દયાશીલ તું શામળા ! માહરે પ્રીત પૂરણ છે તારી,

નાગરાશું નવલ નેહડો દાખવો, અકલિત ચરિત તારા મુરારિ. - જાગને. ૩

માહરે ’નરહરિ’ નામ રૂદે વસ્યું ’પતિતપાવન’ તરૂં બિરૂદ કહાવો,

ગ્રાહથી ગજને મૂકાવિયો શ્રી હરિ ! દાસ નરસૈંયાને તેમ મૂકાવો.- જાગને. ૪

જાગીને જોઉં તો જગત

જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્‌મ લટકા કરે બ્રહ્‌મ પાસે.

પંચ મહાભૂત પરબ્રહ્‌મથી ઊંપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધાં;

ભણે નરસૈંયો ’એ તે જ તું,’ ’એ તે જ તું,’ એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

જાગો ને જશોદાના જાયા

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયાસ

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયાપ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયાપ

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રેસ

સરખી રે સૈયરૂં સાથે જાવું છે પાણી રેપ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયાપ

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રેસ

સેજલડીથી ઊંઠો વા’લા ! આળસડાં મરોડી રેપ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયાપ

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રેસ

અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝેપ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયાપ

સાસુડી હઠીલી વેરણસ નણદી મારી જાગે રેસ

પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજેપ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયાપ

જેને જેવો ભાવ હોયેસ તેને તેવું થાવે રેસ

નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયેપ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયાપ

જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર

સખી તારાં નેપુર રે, સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત;

નાનું સરખું નગર રે, સૂતેલું જાગ્િાયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. સખી૦

વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊંતરે શાખ,

કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. સખી૦

આંગણીયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામ ઠામ રોપાવું નાગરવેલ;

નરસૈંયાના સ્વામી રે, બાઈ મને ત્યાં મળ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. સખી૦

જે ગમે જગત ગુરૂ

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,

ઊંગરે એક ઉદ્વેગ ધરવો

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

હું કરૂં, હું કરૂં, એ જ અજ્જ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,

જોગી જોગેશ્વરા કો’ક જાણે

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,

શત્રુ મારીને સૌ મિત્ર રાખે;

રાય ને રંક કોઈ દ્રષ્ટે આવે નહિ,

ભવન પર ભવન પર છત્ર દાખે

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

ઋતુલતા પત્ર ફળ ફૂલ આપે યથા,

માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;

જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,

તેહને તે સમે તે જ પહોંચે

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

ગ્રંથે ગરબડ કરી, વાત ન કરી ખરી,

જેહને જે ગમે તેહને તે પૂજે,

મન કર્મ વચનથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સૂઝે

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

સુખ સંસારી મિથ્યા કરી માનજો,

કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;

જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,

જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને

જે ગમે જગત ગુરૂ દેવ જગદીશને,

તે તણો ખરખરો ફોક કરવો;

આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,

ઊંગરે એક ઉદ્વેગ ધરવો પ જે ગમે જગત

હું કરૂં, હું કરૂં, એ જ અજ્જ્ઞાનતા,

શકટનો ભાર જેમ શ્વાન તાણે;

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે,

જોગી જોગેશ્વરા કો’ક જાણે પ જે ગમે જગત

નીપજે નરથી તો કોઈ ના રહે દુઃખી,

શત્રુ મારીને સૌ મિત્ર રાખે;

રાય ને રંક કોઈ દૃષ્ટે આવે નહિ,

ભવન પર ભવન પર છત્ર દાખે પ જે ગમે જગત

ઋતુ લતા પત્ર ફળ ફૂલ આપે યથા,

માનવી મૂર્ખ મન વ્યર્થ શોચે;

જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું,

તેહને તે સમે તે જ પહોંચે પ જે ગમે જગત

ગ્રંથ ગરબડ કરી વાત ન કરી ખરી,

જેહને જે ગમે તેને પૂજે,

મન કર્મ વચનથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સુઝે પ જે ગમે જગત

સુખ સંસારી મિથ્યા કરી માનજો,

કૃષ્ણ વિના બીજું સર્વ કાચું;

જુગલ કર જોડી કરી નરસૈંયો એમ કહે,

જન્મ પ્રતિ જન્મ હરિને જ જાચું પ જે ગમે જગત

જ્યાં લગી આત્મા તત્વ

જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહિ,

ત્યાં લગી સાધના સર્વ જૂઠી,

મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો

માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી.

શુ થયું સ્નાન, પૂજા ને સેવા થકી

શું થયું ઘેર રહી દાન દીધે ?

શુ થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે,

શું થયું વાળ લોચન કીધે ?

શું થયું તપ ને તીરથ કીધા થકી,

શું થયું માળ ગ્રહી નામ લીધે ?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી,

શું થયું ગંગાજળ પાન કીધે ?

શું થયું વેદ વ્યાકરણ વાણી વદે,

શું થયું રાગ ને રંગ જાણ્‌યે ?

શું થયું ખટ દર્શન સેવ્યા થકી,

શું થયું વરણના ભેદ આણ્‌યે ?

એ છે પ્રપંચ સહુ પેટ ભરવા તણા,

આતમારામ પરિબ્રહ્‌મ ન જોયો;

ભણે નરસૈંયો કે તત્વદર્શન વિના,

રત્ન-ચિંતામણિ જન્મ ખોયો.

ટળતો ટળતો હીંડીશ મારે

ટળતો ટળતો હીંડીશ મારે, આલિંગન દીધા વિના ક્યમ સરેરે;

આગે અમ ઘર નણદલ જુઠી, ઉઠીને અદેખી હરેરે.

સાસુ સસરો માત પીતારે, જે બોલે તે સહીએરે;

પૂર્વે એશું અનુભવ છેરે, તો મૂકી ક્યમ જઈએરે.

એ રસ જાણે જવલ્લોરે જોગી, કે વળી મુનિવર જાણેરે;

શુક સનકાદિક નારદ જાણે, જેને વેદ વખાણેરે.

એ રસ જાણે વ્રજનીરે નારી, કે દેવે પીધોરે;

ઉગરતો રસ ઢળતો દૂતો, નરસિંહીએ ઝોંટીને લીધોરે.

તમારો ભરોસો મને ભારી

તમારો ભરોસો મને ભારી,

સીતાના સ્વામી, તમારો ભરોસો મને ભારી.

રંક ઉપર વ્હાલો ચમ્મર ઢોળાવે,

ભૂપને કીધા ભીખારી, સીતાના સ્વામી ... તમારો ભરોસો.

નખ વધારી હિરણ્‌યકશ્યપ માર્યો,

પ્રહ્‌લાદ લીધો ઉગારી, સીતાના સ્વામી ... તમારો ભરોસો.

ભલે મળ્યો મહેતા નરસૈંયાનો સ્વામી,

નામ ઉપર જાઉં વારી, સીતાના સ્વામી ... તમારો ભરોસો.

તારા દલડાની વાતો

તારા દલડાની વાતો મેં જાણી રે, ગીરધર દાણી રે;

આણી શેરડીએ લુંબો ને ઝુંબો, પેલી દેખે છે સૈયર સમાણી રે. ગીરધર..

સૌ સખીઓમાં વહાલા સરખું રે જાણી, ના ગણે દૂધ કે પાણી રે;

છેલપણું મૂકી દ્યોને છબીલા, અમે કહીશું નંદાજીની રાણી રે. ગીરધર..

વૃંદાવનને મારગ જાતાં, મારી નવરંગ ચુંદડી તાણી રે;

નરસૈયાના સ્વામી સંગે રમતાં, મારી અંતર પ્રીત લપટાણી રે. ગીરધર..

તું કિશા ઠાકુરા ?

તું કિશા ઠાકુરા ? હું કિશા સેવકા? જો કર્મચા લેખ ભૂંસ્યા ન જાયે;

મંડળિક હારને માટે મને બહુ દમે, છબિલા વિના દુઃખ કોને કહાયે ? - તું કિશા. ૧

કો’કહે લંઅટી કો કહે લોભિયો, કો કહે તાલકૂટિયો તે ખોટો,

સાર કર માહરી, દીન જાણી જરિ ! હાર આપો કહું નાથ મોટો- તું કિશા. ૨

બે પાસા સુંદરી, કાંઠે બાંહો ધરી, કેશવા ! કીર્તન એમ હોયે,

અજ્જ્ઞાન લોક તે અશુભ વાણી વદે, પૂર્ણ જે ભક્ત તે પ્રેમ જોયે - તું કિશા. ૩

જહીં મહાદેવજીએ પૂર્ણ કૃપા કરી, તહીંનો મેં લદૃમીનાથ ગાયો,

મામેરા વેળા લાજજાતી હૂતી, ગરૂડ મેલીને તું ચરણે ધાયો.- તું કિશા. ૪

મુંને વેવાઈએ અતિશય વગોવિયો, ઉષ્ણ જળ મૂકીને હાસ કીધું,

દ્વાદ્રશ મેઘ ! તેં મોકલ્યા શ્રીહરિ ! આપણા દાસને માન લીધું.- તું કિશા. ૫

સોરઠ મંહે મુંને સહુએ સાચો કહ્યો, પુત્રીને મામેરૂં વારૂ કીધું,

નાગરી નાતમાં ઈંડું અડાવિયું નરસૈયાને અભેદાન દીધું. - તું કિશા. ૬

તું મારે ચાંદલિયે

તું મારે ચાંદલિયે ચોંટ્‌યો, રાજ, સારા મુરતમાં શામળિયો રે;

ક્ષણું એક વહાલા અળગા ન થાઓ, રાજ પ્રાણજીવન વર પાતળિયો રે. તું મારે૦

ખડકીએ જોઉં ત્યારે અટકીને ઊંભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે;

શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃતપેં અતિ મીઠો રે. તું મારે૦

જમતાં જોઉં ત્યારે જોડે બેઠો, સૂતાં જોઉં ત્યારે સેજડીએ રે;

વૃંદાવનને મારગ જાતાં, આવીને વળગ્યો મારી બેલડીએ રે. તું મારે૦

પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે;

નરસૈયાંનો સ્વામી ભલે મળિયો, મારા હૃદયકમળમાં વસિયો રે. તું મારે૦

મુંને વેવાઈએ અતિશય વગોવિયો, ઉષ્ણ જળ મૂકીને હાસ કીધું,

દ્વાદ્રશ મેઘ ! તેં મોકલ્યા શ્રીહરિ ! આપણા દાસને માન લીધું.- તું કિશા. ૫

સોરઠ મંહે મુંને સહુએ સાચો કહ્યો, પુત્રીને મામેરૂં વારૂ કીધું,

નાગરી નાતમાં ઈંડું અડાવિયું નરસૈયાને અભેદાન દીધું. - તું કિશા. ૬

તું મારે ચાંદલીએ ચોંટ્‌યો

તું મારે ચાંદલીએ ચોંટ્‌યો, સારા મુરતમાં શામળિયો;

ક્ષણું એક વહાલા અળગા ન થાઓ, પ્રાણજીવન પાતળિયો. તું મારે..

ખડકીએ જોઉં ત્યારે અડકીને ઉભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે;

શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃત પેં અતિ મીઠો રે. તું મારે..

જમતાં જોઉં ત્યારે હોડે બેઠો, સૂતો જોઉં ત્યારે સેજડીએ;

વૃંદાવનને મારગ જાતાં, આવીને વળગ્યો બેલડીએ. તું મારે..

પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે;

નરસૈયાંનો સ્વામી ભલે મળીઓ, મારા હદય કમળમાં વસિયો રે. તું મારે..

ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી

ધન્ય તું ધન્ય તું રાયરણછોડજી ! દીન જાણી મુંને માન દીધું,

નહીં મુજા જોગ તે ભોગ મેં ભોગવ્યા, આજા અંબરીષથી અધિક કીધું

કનકને આસને મુજને બેસાડિયો રૂકામિણી વચને તે હાથ સાહતાં;

હેત આણી હરિ ચરણ તળાસતાં, ખટરસ ભોજન સામગા કરતાં.

બાળપણા તણો સ્નેહ નવ વિસર્યો મિત્ર મોહન તણી પ્રીત સાચી,

દીન જાણી મને દયા કીધી ઘણી, રંક બેસાડિયો કનક - માંચી.

ધન્ય ધન્ય કૃષ્ણજી ! સંતસેવા કરી, ધ્યાન ધરતો હું નિજદ્વાર આવ્યો;

જડિત - રાતનમણિ ભવન શોભા ઘણી, દેવ શું દ્વારકા આંહી લાવ્યો ?

કનકની ભૂમિને વિદ્રુમના થાંભલા, અર્કની જ્યોત ઉધ્યોત દીસે;

ખાન ને પાન વિહાર સ્થાનક ઘણા કામિની નીરખાતા કામ હીસે.

નવ સપ્ત વરસની દીઠી ત્યાં સુંદરી નારી નવજોબના બહુ રૂપાળી,

સોળ શણગાર ને અંગે સુંદર ધર્યા, દેવ વિમાનથી રહ્યા નીહાળી.

સહસ્ર દાસી મળી નાર વીંટી વળી કામિની કંઠની પાસ આવી,

‘સ્વામી રે સ્વામી ! હું દાસી છું તમ તણી મંદિર પધારીયે પ્રેમ લાવી

ગોમતી સ્નાન ને નિરખવું શ્રીકૃષ્ણનું , પુણ્‌ય પ્રગટ થયું પાપ નાઠું;

આ કળિકાળમાં જંતુ સહે જે તારે જેને શ્રીકૃષ્ણ શું હોય ઘાટું.

કૃષ્ણ મહાત્મ્ય લઈ ઘેર આવ્યો વહી, નવલજોબન થયા નર ને નારી;

વારતા કથતા રજની વીતી ગઈ, નરસૈના નાથની પ્રીત ભારી.

ધ્યાન ધર હરિતણું

ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,

જે થકી જન્મનાં દુઃખ જાયે;

અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે

માયા દેખાડીને મૃત્યુ વહાયે.

સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,

શરણ આવે સુખ પાર ન્હોયે;

અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,

કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

પટક માયા પરી, અટક ચરણે હરિ,

વટક મા વાત સુણતાં જ સાચી;

આશનું ભવન આકાશ સુધી રચ્યું,

મૂઢ એ મૂળથી ભીંત કાચી.

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,

તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;

ચેત રે ચેત, દિન ચાર છે લાભના,

લીંબુ લહેકાવતાં રાજ લેવું.

સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,

તે તણા સુજશ તો જગત બોલે;

નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,

અવર વેપાર નહીં ભજન તોલે.

ધ્યાન ધર, ધ્યાન ધર

ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,

અંતર ભાળની એક સુરતિ;

દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,

અજબ અનુપમ અધર મૂરતિ ... ધ્યાન ધર

મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,

ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;

કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,

નીરખતી નૌતમ સંગ સહેલી ... ધ્યાન ધર

મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,

ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;

તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,

ભેરી શરણાઈમાં બ્રહ્‌મ ગાજે ... ધ્યાન ધર

સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,

દરસશે દેહીથી ભજન કરતાં;

નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે

કાપશે દુક્રિત ધ્યાન ધરતાં ... ધ્યાન ધર.

નાગદમન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જાગશે, તને મારશે, મને બાળ હત્યા લાગશે

કહે રે બાળક તું મારગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવિયો

નિશ્ચે તારો કાળ જ ખૂટ્‌યો, અહીંયા તે શીદ આવિયો

નથી નાગણ હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો

મથુરા નગરીમાં જુગટુ રમતાં, નાગનું શીશ હું હારિયો

રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો કોડામણો,

તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો

જગાડ તારા નાગને, મારૂં નામ કૃષ્ણ કહાનડો

લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરીઓ

એટલું મારા નાગથી છાનું આપું, કરીને તુજને ચોરીઓ

શું કરૂં નાગણ હાર તારો, શું કરૂં તારો દોરીઓ

શાને કાજે નાગણ તારે, કરવી ઘરમાં ચોરીઓ

ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,

ઉઠોને બળવંત કોઈ, બારણે બાળક આવિયો

બેઉ બળિયા બાથે વળગ્િાયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો

સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

નાગણ સૌ વિલાપ કરે કે, નાગને બહુ દુઃખ આપશે

મથુરા નગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે

બેઉ કર જોડી વીનવે, સ્વામી ! મૂકો અમારા કંથને

અમે અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને

થાળ ભરીને શગ મોતીડે, શ્રીકૃષ્ણને રે વધાવિયો

નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો

નાગર નંદજીના લાલ

નાગર નંદજીના લાલ !

રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

કાના ! જડી હોય તો આલ

રાસ રમંતાં મારી નથડી ખોવાણી... નાગર નંદજીના લાલ !

નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,

નથણી આપો ને મારા સુભદ્રાના વીરા... નાગર નંદજીના લાલ !

નાનેરી પહેરૂં તો મારે નાકે ના સોહાય,

મોટેરી પહેરૂં તો મારા મુખપર ઝોલાં ખાય... નાગર નંદજીના લાલ !

વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર

રાધાજીની નથડીનો શામળિયો છે ચોર... નાગર નંદજીના લાલ !

નથણી આપોને પ્રભુ નંદના કુમાર,

નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર... નાગર નંદજીના લાલ !

નાચતાં નાચતાં નયન નયણાં

નાચતાં નાચતાં નયન-નયણાં મળ્યાં,

મદભર્યા નાથને બાથ ભરતાં,

ઝમકતે ઝાંઝરે તાળી દે તારૂણી

કામિની કૃષ્ણ-શું કેલિ કરતાં.

પ્રેમદા પ્રેમશું અધર ચુંબન કરે,

પિયુ-સંગ પરવરી સબળ બાળા,

તાલ-મૃંદગ મધ્ય ઘમઘમે ઘૂઘરી,

શ્યામ-શ્યામા કરે ચપળ ચાળા.

ઉર-શું ઉર ધરે, નાથ રંગે રમે,

જેહને જ્યમ ગમે ત્યમ રમતાં,

ભણે નરસૈંયો રંગરેલ-ઝકોળ ત્યાં,

રણ ઠર્યો સપ્ત સ્વર ગાન કરતાં.

નાથને નીરખી

આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,

સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હુતું તે વહાલાએ કીધું;

પ્રીતે-શું પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;

હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,

સ્વર પૂરે સરવ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાના તટને, ધન્ય વ્રજનો રે વાસ;

ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો રમ્યા છે રાસ.

અમરલોક અંતરિક્ષથી શોભા જોવાને આવે;

પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.

નાનું સરખું ગોકુળિયું

નાનું સરખું ગોકુળિયું, મારે વ્હાલે વૈકુંઠ કીધું રે,

ભક્તજનોને લાડ લડાવી, ગોપીઓને સુખ દીધું રે. - નાનું. ૧

ખટદર્શને ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના’વે રે

છાશ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે રે.- નાનું. ૨

વણકીધે વહાલો વાતાં કરે,પૂરણ બ્રહ્‌મ અવિનાશી રે,

માખણ કાજ મહિયારી આગળ ઊંભો વદન વિકારી રે. - નાનું. ૩

બ્રહ્‌માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે,

નરસૈંયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરીખી દાસી રે. - નાનું. ૪

નારાયણનું નામ જ લેતાં

નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજિયે રે;

મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજિયે રે.

કુળને તજિયે કુટુંબને તજિયે, તજિયે મા ને બાપ રે;

ભગિનીસુતદારાને તજિયે, જેમ તજે કંચુકી સાપ રે.

પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિનું નામ રે;

ભરત શત્રુઘ્‌ને તજી જનેતા, નવ તજિયા શ્રીરામ રે.

ઋષિપત્ની એ શ્રીહરિ કાજે, તજિયા નિજ ભરથાર રે;

તેમાં તેનું કંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે.

વ્રજવનિતા વિઠ્‌ઠલને કાજે, સર્વ તજીને ચાલી રે;

ભણે ‘નરસૈંયો’ વૃન્દાવનમાં, મોહન સાથે માલી રે.

નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો

તે જ હું તે જ હું શબ્દ બોલે

શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ

અહીંયા કો નથી કૃષ્ણ તોલે

શ્યામ શોભા ઘણી, બુદ્‌ધિ ના શકે કળી

અનંત ઓચ્છવમાં પંથ ભૂલી

જડ ને ચૈતન્ય રસ કરી જાણવો

પકડી પ્રેમે સજીવન મૂળી

ઝળહળ જ્યોત ઉદ્યોગ રવિકોટમાં

હેમની કોર જ્યાં નીસરે તોલે

સચ્ચિદાનંદ આનંદ-ક્રીડા કરે

સોનાના પારણા માંહી ઝૂલે

બત્તી વિણ, તેલ વિણ, સૂર્ય વિણ જો વળી

અચળ ઝળકે સદા અનળ દીવો

નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો

વણજિહ્‌વાએ રસ સરસ પીવો

અકળ અવિનાશી એ, નવ જ જાયે કળ્યો

અરધ-ઊંરધની માંહે મહાલે

નરસૈંયાનો સ્વામી સકળ વ્યાપી રહ્યો

પ્રેમના તંતમાં સંત ઝાલે

નીત નીત લાછવર લક્ષણ રૂડાં

નીત નીત લાછવર લક્ષણ રૂડાં, મોટેરાં થઈએ રે ત્યમ બોલીએ રૂડાં,

માત યશોદા જાણે રે માહારો લાડકો પુત્ર, વાહાલાજીએ ઠામ ઠામ માંડયાં ઘરસૂત્ર.

જેહનું બ્રહ્‌માદિક ધ્યાન ધરે સુર મુનિ ગાયે, દ્ગષ્ટિ પડી નાચ્ય વિના રમી ન જાયે.

શીખ દેતાં દુભાશો મા શામળા કાહાન, નરસિંહાએ એ નાર્યને દીધું સનમાન.

પઢો રે પોપટ રાજા રામ ના

પઢો રે પોપટ રાજા રામ ના, સતી સીતાજી પઢાવે,

પાસે રે બંધાવી રૂડું પાંજરૂ, મુખ થી રામ જપાવે. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,

એનુ રે ઘડાવું પોપટ પાંજરૂ હીરલા રતને જડાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

પોપટ તારે કારણે શીશી રસોઈ રંધાવું,

સાકર ના કરી ને ચુરમા, ઉપર ઘી પિરસાવું. હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

પાંખ રે પીળી ને પગ એના પાડુંરા,

કોઠે કાઠલો કાળો, નરસૈયાના સ્વામી ને ભજો રાગ, તાણી ને રૂપાળો...

હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામ ના....

પરભાતે મહી મથવા

પરભાતે મહી મથવા ઊંઠ્‌યાં જશોદારાણી,

વિસામો દેવાને ઊંઠ્‌યાં સારંગપાણિ.

માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,

બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;

રૂજ્યો મેરૂને એને ધ્રાસકો રે લાગ્યો,

રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.

વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’

નેતરૂં કરશે તો તો જીવડો રે જાશે.

મહાદેવ વદે, મારી શી વલે થાશે ?

હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.

બ્રહ્મા ઈંદ્રાદિક લાગ્યાં રે પાય,

નેતરૂં મૂકો તમે ગોકુળરાય;

જશોદાજી કહે હું તો નવનિધ પામી,

ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.

પલંગ પાયે તને કુસુમમાળાવડે

પલંગ પાયે તને કુસુમમાળાવડે, બેહુ કર બાંધ્યો લાજ લોપી;

માહરે મંદિરથકિ કોણ મૂકાવશે, શું કરશે સહુ શોક્ય કોપી.

તું વનમાળી કાહાવે, હું કુસુમ વનવેલડી, નીર નિત સીચતો કાં અરોપી;

ભ્રમર જાએ ફુલ, ફુલ મકરંદ વશ, કમળમાં હેત ન રહ્યોરે રોપી.

પ્રીતનો કરનાર પ્રેમના પાત્રશું, તન મન પ્રાણ ત્યાં મેલે સોંપી;

ભણે નરસઈઓ જેમ રીસ ઊંતરે, ત્યમ તું શિખ શાણી દે રે ગોપી.

પાછલી રાતના નાથ પાછા વળ્યા

પાછલી રાતના નાથ પાછા વળ્યા, શું કરૂં રે સખી ? હું ન જાગી;

નીરખતાં નીરખતાં નિદ્રા આવી ગઈ, વહાલોજી દઈ ગયા વાચ, રાખી.

કૃષ્ણજી ક્યાં હશે ? શોક્ય સુણશે હવે ? પરથમ જઈ એને પાય લાગું;

સરસ છે શામળો, મેલશે આમળો, જઈ રે વ્હાલા કને માન માંગું.

‘ઊંઠ આળસ તજી, નાથ નથી ગયા હજી, દ્વાર ઊંભા હરિ હેત જોવા;’

ધન્ય રે ધન્ય નરસૈંયાના નાથ ને, અ-સૂર થાશે મારે ધેન દોહવા.

પારણે પોઢ્‌યાં શ્રી પુરષોત્તમ

પારણે પોઢ્‌યાં શ્રી પુરષોત્તમ માતાને હરખ ન માય રે;

આનન્દ્યા વ્રજવાસી સહુ કો, માનુની મંગળ ગાય રે. -પારણે.

સાવ સોનાનું પારણું રે, માણેક મોતીએ જડિઉં રે;

ચોદિશ રત્નની કાંતિ વિરાજે, ઝાઝે હીરે ભરિયું રે.-પારણે.

હીંડોળે ઊંભા ઉલ્લાસે ઘમ ઘમ ઘૂઘરા ઘમકે રે;

કહાન કુંવર અવલોકી જોતાં માનિનીના મન ટમકે એ. -પારણે.

ધન્ય ધન્ય નંદ જશોમતી માતા, ધન્ય ધ્ન્ય ગોકુળગામ રે;

નરસૈયાનો સ્વામી અવતરિયો કરવ ભક્તના કામ રે. -પારણે.

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા

પ્રાતઃ હવું પ્રાણપતિ ! ઈંદુ ગયો આથમી,

કાં રહ્યો બાંહોડી કંઠ ઘાલી ?

નાથ ! મેલો હવે બાથ માંહે થકી

શું કરશો હે બાંહ ઝાલી ?

અરૂણ ઉદે હવો પૂરવ દિશા થકી,

તેજ તારા તણું ક્ષીણ દીસે;

દીપક-જ્યોત તે ક્ષીણ થઈ જાદવા,

વચ્છ ધવરાવવા ધેન હીસે.

લલિત અતિ સુંદરી લલિત આલાપતી

દધિમંથન ઘોષ ઘેર ધાયૈ;

શબ્દ સોહામણાં સાવજાં અતિ કરે,

સુરભિત શીતલ પવન વાયે.

કમળ વિકસી રહ્યા, મધુપ ઊંડી ગયાં,

કુક્કુટા બોલે, પિયુ ! પાય લાગું;

રવિ રે ઉગતાં લાજી એ ઘેર જતો,

નરસૈંયાના સ્વામી ! માન માંગું.

પ્રેમરસ પાને

પ્રેમરસ પાને તું મોરના પિચ્છધર !

તત્ત્વનું ટૂંપણું તુચ્છ લાગે;

દૂબળા ઢોરનું કુશકે મન ચળે,

ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ૦

પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ્‌યો નહિ,

શુકજીએ સમજી રસ સંતાડયો;

જ્જ્ઞાન વૈરાગ્ય કરી, ગ્રંથ પૂરો કર્યો;

મુક્તિનો માર્ગ સૂધો દેખાડયો. પ્રેમ૦

મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને,

જ્જ્ઞાની, વિજ્જ્ઞાની, બહુ મુનિ રે જોગી;

પ્રેમને જોગ તો વ્રજતણી ગોપિકા,

અવર વિરલા કોઈ ભક્ત ભોગી. પ્રેમ૦

પ્રેતને મુક્તિ તો પરમ વલ્લભ સદા,

હેતુના જીવ તે હેતુ તૂઠે;

જનમોજનમ લીલારસ ગાવતાં,

લહાણનાં વહાણ જેમ દ્વાર છૂટે. પ્રેમ૦

મેં ગ્રહ્યો હાથ ગોપીનાથ ગરવા તણો,

વાત બીજી નવ લાગે મીઠી;

નરસૈંયો જાચે છે રીતિ-મતિ પ્રેમની,

જતિ સતીને તો સપને ન આવે. પ્રેમ૦

બાપજી પાપ મેં

બાપજી પાપ મેં કવણ કીધાં હશે,

નામ લેતાં તારૂં નિંદ્રા આવે;

ઉંઘ આળસ આહાર મેં આદર્યાં,

લાભ વિના લવ કરવી ભાવે ... બાપજી

દિન પૂઠે દિન તો વહી જાય છે,

દુર્મતિનાં મેં ભર્યાં રે ડાળાં;

ભક્તિ ભૂતળ વિશે નવ કરી તાહરી,

ખાંડયાં સંસારનાં થોથાં ઠાલાં ... બાપજી

દેહ છે જૂઠડી, કરમ છે જૂઠડાં,

ભીડ-ભંજન તારૂં નામ સાચું;

ફરી ફરી વર્ણવું, શ્રી હરિ તુજને

પતિત-પાવન તારૂં નામ સાચું .... બાપજી

તારી કરૂણા વિના કૃષ્ણ કોડામણા

કળ અને અકળનું બળ ન ફાવે;

નરસૈંયા રંકને ઝંખના તાહરી,

હેડ બેડી ભાગ્યો શરણ આવે ... બાપજી

ભાળ તું ભાળ તું સંમુખે શામળા!

ભાળ તું ભાળ તું સંમુખે શામળા! ટાળ દુઃખ ટાળ દુઃખ આજ મારૂં,

નિગમ નેતિ રટે, આવડું નવ ઘટે, ’ભક્ત વત્સલ’ પ્રભુ ! બિરૂદ તારૂં - ભાળ તું. ૧

અરજ સુણિ હરિ ! શું કહીએ ફરી ફરી, શ્રવણ ન સાંભલો નિદ્રા આવી ?

ધાઓ ધરણીધરા ! જાગજો જદુવરા ! દુષ્ટને હાથથી લ્યો મૂકાવી. - ભાળ તું. ૨

સત્યને પાળવા, અસત્યને ટાળવા પ્રગટોને પૂરણબ્રહ્મ પોતે,

અપજો ફૂલનો હાર કમળાપતિ ! સુંદરશ્યામ! સાંભરે જો તે. - ભાળ તું. ૩

સુખડા આપવા, દુઃખડા ટાળવા, ’અનાથના નાથ’ તમે રે કહાવો,

નરસૈંયો બેઉ કર જોડીને વિનવે શામના ચરણનો લેવો લહવો - ભાળ તું. ૪

ભુતળ ભક્તિ પદારથ

ભુતળ ભક્તિ પદારથ મોટુ, બ્રહ્‌મ લોકમાં નાહીં રે,

પુણ્‌ય કરી અમરાપુરી પામ્યા, અંતે ચોરાશી માંહી રે

હરિના જન તો મુક્તિ ન માગે, જનમો જનમ અવતાર રે,

નિત સેવા નિત કિર્તન ઓચ્છવ, નિરખવા નંદકુમાર રે

ભરત ખંડ ભુતલમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે,

ધન ધન રે એના માત પિતાને, સફળ કરી જેણે કાયા રે

ધન વૃંદાવન ધન એ લીલા, ધન એ વ્રજના વાસી રે,

અષ્ટ મહાસિદ્‌ધિ આંગણીયે ઉભી, મુક્તિ છે એમની દાસી રે

એ રસનો સ્વાદ શંકર જાણે, કે જાણે શુક જોગી રે,

કંઈ એક જાણે પેલી વ્રજની ગોપી, ભણે નરસૈંયો જોગી રે

ભોળી રે ભરવાડણ

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે

ગ્િારિવરધારીને ઊંપાડી, મટુકીમાં ઘાલી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

શેરીએ શેરીએ સાદ પાડે, કોઈને લેવા મુરારિ રે

નાથ-અનાથનાને વેચે, ચૌટા વચ્ચે આહિર નારી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

વ્રજનારી પૂછે શું છે માંહી, મધુરી મોરલી વાગી રે

મટુકી ઉતારીને જોતાં, મૂર્છા સૌને લાગી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

બ્રહ્‌માદિક ઈન્દ્રાદિક સરખા, કૌતુક ઊંભા પેખે રે

ચૌદ લોકમાં ન માય તે, મટુકીમાં બેઠેલ દેખે રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

ભક્તજનોના ભાગ્યે વ્રજમાં, પ્રગટ્‌યા અંતરજામી રે

દાસલડાને લાડ લડાવે, નરસૈંયાનો સ્વામી રે

ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી

મરમ વચન કહ્યાં ભાભીએ

મરમ વચન ખ્યાં ભાભીએ હુંને તે, માહરા પ્રાણમાં રહ્યા વળુંઘી,

શિવ આગળ જઈ. એકમનો થઈ, ધ્યાન કીધું દિવસ સાત સુધી. - મરમ. ૧

હરજીએ હેત ધરી, દીન જાણી કરી, પ્રગટ દર્શન દીધું શૂલયાણિ,

’તારી ભક્તિ ઉપર હું જ પ્રસન્ન થયો, માગ રે માગ’ મુખ વદત વાણી. - મરમ. ૨

ગદ્‌ ગદ્‌ કંઠે હું બોલી શકું નહીં, મસ્તકે કર ધર્યો મુઘ જાણી,

અચેત ચેતન થયો, ભવ તણો અધ ગયો, સૂતી ઊંઠી મારી આદ્ય વાણી. - મરમ. ૩

’તમને જે વલ્લભ હોય કાંઈ દુલ્લભ આપો, પ્રભુજી ! હું ને દયા રે આણી’

ગોપીનાથે હુંને અભેપદ આપિયું, નરસૈયો હરિજશ રહ્યો વખાણી. - મરમ. ૪

બીજા રસપ્રદ વિકલ્પો