Part-2-Narsinh Mehta MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Part-2-Narsinh Mehta

નરસિંહ મહેતા

ભાગ-૨



COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.કેમ પૂજા કરૂં?

૨.કેસર ભીના કાનજી

૩.કોણ પુન્યે કરી

૪.ખળખળતું પાણી

૫.ગામ તળાજામાં

૬.ગ્િારી તળેટી ને કુંડ દામોદર

૭.ગ્િારી તારા નેપુર રણઝણ વાજણાં રે

૮.ગીરિતળેટીને કુંડ

૯.ગોરી તારાં નેપુર

૧૦.ગોરી તારે ત્રાજૂડે

૧૧.ગોવાળમાં ગમતો ગોવિંદ

૧૨.ગોવિંદ ખેલે હોળી

૧૩.ઘડપણ કોણે મોકલ્યું?

૧૪.ચાંદની રાત કેસરિયા તારા

૧૫.ચાંદની રાત કેસરિયા તારા રે

કેમ પૂજા કરૂં?

(તારી)પૂજા કેમ કરૂં કૃષ્ણ કરૂણાનિધિ? અકળ આનંદ તો કહ્યો ના જાયે;

સ્થાવર-જંગમ વિશ્વ વ્યાપી રહ્યો, તે કેશવ કંડિયે કેમ સમાયે?...તારી

બાર મેઘે કરી સ્નાન શ્રીપતિ કર્યાં, શંખની ધારે તે કેમ રીઝે?

ઉનપચાસ વાયુ તુંને વ્યંજન કરે, ચમર ઢાળું તે કેમ ગમીજે? ...તારી

સૂરજ રૂપે કરી તેજ ત્રિભુવન તપ્યાં, ચંદ્ર રૂપે કરી અમૃત ઠાર્યાં;

મેઘ રૂપે કરી વરસ્યાં રે, વિઠ્‌ઠલા! વાયુ રૂપે કરીને વધાર્યાં....તારી

અઢાર ભાર વનસ્પતિ અહર્ન્િાશ પીમળે, માળી તે પાતરી શી રે લાવે?

ચૂઆ- ચંદને કરી પ્રભુ તુને પુજીએ, અંગની બહેકની તુલ્ય ના’વે ...તારી

તારે નિત નવનવા નૈવેદ કમળા કરે, સૂક્ષ્મ નૈવેદ કેમ તુલ્ય આવે?

ભણે નરસૈંયો જેણે કૃષ્ણરસ ચાખીયો (તે) પુનરપિ માતને ગર્ભ ના’વે. ...તારી

કેસર ભીના કાનજી

કેસરભીનાં કાનજી,

કસુંબે ભીની નાર;

લોચન ભીનાં ભાવશું,

ઊંભાં કુંજને દ્વાર ... કેસરભીનાં કાનજી

બેમાં સુંદર કોને કહીએ,

વનિતા કે વ્ર્ર્રજનાથ;

નિરખું પરખું પુરૂષોત્તમને,

માણેકડાં બેહુ હાથ ... કેસરભીનાં કાનજી

વેગે કુંજ પધારિયા,

લચકે થઈ ઝકઝોળ;

નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,

રંગ તણાં બહુ રોળ ... કેસરભીનાં કાનજી

કોણ પુન્યે કરી

રાગ પ્રભાત

કોણ પુન્યે કરી નાર હું અવતરી, શ્રીહરિ દીન થઈ માન માગે;

અમર અવગતિ કહે, અકલ કો નવ લહે, તે કમલાવર કંઠ લાગે.

યજ્જ્ઞ યાગે યજી યોગ ધ્યાને ધરી, બહુ વ્રત આદરી દેહ કષ્ટે;

તોય તે શ્રીહરી, સ્વપ્ને ન પેખીએ, તે હરી નિરખીએ પ્રેમ દૃષ્ટે.

શેષ સુખાસન શેજ સદા સહી, ભુવન જસં વૈકુઠ કાહાવે;

તે પેં અધિક જે મંદીર માહરૂં, પ્રેમે પીતાંબર પલંગ આવે.

ભગતવછલતણું બિરદ પોતે વહે, વેદ પુરાણ એમ શાસ્ત્ર વાણી;

નરસિંહાચો સ્વામી ભલેરે મળિયો, કીધી કૃપા મુને દીન જાણી.

ખળખળતું પાણી

ખળખળતું પાણી તે અગનથી આકરૂં, ચોકમાં લાવીને મેલ્યુમ આણી,

પોતાના જાણ તેને ગણ્‌યા પારકા, અન્ય જાણી તીની ત્રીઠ તાણી - ખળખળતું. ૧

માગ્યા મહેતે જઈ , વહેવાઈને કહી, ઉષ્ણમાં ભેળવા ટાઢું પાણી,

‘ગીત ગાશો તંહી મેહૂલો વરસશે, આફણીયે થાશે જળ સમાણી. - ખળખળતું. ૨

કીધો મલ્હાર તે સાંભળ્યો શામળે, થયો ઘનઘોર ને ધનુષ્ય તાણ્‌યું,

વાય છે વાવડો વીજ ચમકા કરે, ગાજિયો ગગન તે જગતે જાણ્‌યું. - ખળખળતું ૩

ચાતુર્માસ નથી, નથી રત-માવઠું, કારમો ઉમગ્યો ખડક કાઢી,

અવની ઉપર થઈ નીર ચાલ્યું વહી, જાણીએ મેહ વૂઠ્‌યો અષાઢી - ખળખળતું. ૪

ધાઈ વહેવાઈ આવ્યા મહેતાજી કને , ‘ધનો મહેતા ! ધન્ય ભક્તિ સાચી,

પહેરામણી પણ નરસૈ કરશે ભલી, મૂરખ આપણી બુદ્‌ધિ કાચી.’ - ખળખળતું. ૫

ગામ તળાજામાં

ગામ તળાજામાં જન્મ મારો થયો, ભાભીએ ’મૂર્ખ’ કહી મહેણું દીધું,

વચન વાગ્યું, એક અપૂજ શિવલિંગનું વન માંહે જઈ પૂજન કીધું. - ગામ. ૧

સાત ઉપવાસ ચિત્ત દૃઢ કરીને કર્યાં, દર્શન આપી વદિયા વચંન,

’માગ ને અમગ મન હોય જે તાહરે, ભક્તિ તવ જોઈ હું થયો પ્રસન્ન - ગામ. ૨

’માગુ શું નવલ હું ? તમને જે વલ્લભ દીજિયે મુજને તે જાણી દાસ’

અદ્‌ભુત લીલા અખંડ શ્રીકૃષ્ણની નરસિંને જઈ દેખાડયો રાસ - ગામ. ૩

(પૂર્ણ)

ગિરી તળેટી ને કુંડ દામોદર

ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ

ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય... ગિરિ----

કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ

મહાંત પુરૂષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન... ગિરિ --

પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ

કર જોડતા કરૂણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ... ગિરિ----

પક્ષા-પક્ષિ ત્યાં નહિં પરમેશ્વર, સમ-દ્રષ્ટિ ને સર્વ સમાનઃ

ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈશ્નવને આપ્યું વરદાન... ગિરિ ----

મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો રે ઑછ્‌છવ;

ભોર થયા લગી ભજન કીધુ, સંતોશ પામ્યા સૌ વૈશ્નવ... ગિરિ-----

ધેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ -મૃદંગ

હસી હસી નગરો તાળીયો લે છે, આ શા રે બ્રહ્‌મણ ના ઢંગ?... ગિરિ----

મૌન ગ્રહીને મેહતાજી ચાલ્યા, અધવધને શું ઉત્તર દેઉ ?

જાગ્યા લોક નર નારી પુછે, મેહતાજી તમે એવા શું ?... ગિરિ-----

નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કઈ વિવેકવિચાર;

કર જોડી કહે નરસૈયો, વૈશ્નવ તણો મને છે આધાર ૦ ગિરિ---

ગ્િારી તારા નેપુર રણઝણ વાજણાં રે

ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;

સૂતું નગર બધું જગાડિયું, તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર.

સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પિયુડો તે પોઢ્‌યો પાડોશણ પાસ;

એક ને અનેક વહાલો મારો ભોગવે રે, અમને નહિ અમારાની આશ !

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,સૈયર ઢાંક્યો ક્યમ જાય ?

મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે, પરણ્‌યો કાઢી ક્યમ મૂકાય ?

મારે આંગણે આંબો મહોરિયો રે, ગળવા લાગી છે કાંઈ સાખ;

ઊંઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે ! હું રે વેજું ને તું રે ચાખ.

મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે, બિચ બિચ રોપી છે નાગરવેલ;

નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે, હૈયું થયું છે કોમળ ગેહેલ.

ગીરિતળેટીને કુંડ

ગીરિતળેટીને કુંડ દામોદર તાંહા મહેતાજી નાહવા જાય,

ધેડા વરણમાં દ્રઢ હરિભક્તિ તે પ્રેમે ધરીને લાગ્યા પાય.

કરા જોડીને કરે પ્રાર્થના વિનય તણા બહુ વદ્યા રે વચન,

‘મહાનતા પુરૂષ! અમારી અરજ એટલી, અમારે આંગણેએ કરો કીર્તન

પ્રેમા પદારથ અમો પામીએ, વામીએ જન્મ મરણ જંજાળ,

કર જોડતામાં કરૂણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ.

‘પક્ષાપક્ષીત્યાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સરવા સમાન,

ગોમૂત્રને તુલસીથલ લીંપજો, એવું વૈષ્ણવે આપ્યું વાગ્દાન

મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કીધો ઓચ્છવ

ભોર થયા લગી ભજન કીધું, સંતોષ પામ્યા સહુ વૈષ્ણવ

ઘેર પધાર્યામ હરિજશ ગાતા, વહાતા તાળ ને શંખ મૃદંગ,

હસી હસી નાગર લેતા તાળી; ‘ આ શે રે બ્રાહ્‌મણના ઢંગ’

મૌન ગ્રહી મહેતાજી ચાલ્યા, ‘અધવધારાને શો ઉત્તર દઉં?”

જાગ્યા લોક નરનારી પૂછો; ‘મહેતાજી ! તમે એવા શું ?’

નાત ન જાણો, જાત ન જાણો, ના જાણો કામી વિવેકા વિચાર,

કર જોડીને કહે નરસૈયો; ‘ એ વૈષ્ણવ તણો મુજને આધાર.’

ગોરી તારાં નેપુર

ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,

વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;

સૂતું નગર બધું જગાડિયું

તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર.

સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,

પિયુડો તે પોઢ્‌યો પાડોશણ પાસ;

એક ને અનેક વહાલો મારો ભોગવે રે,

અમને નહિ અમારાની આશ !

કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,

સૈયર ઢાંક્યો ક્યમ જાય ?

મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,

પરણ્‌યો કાઢી ક્યમ મૂકાય ?

મારે આંગણે આંબો મહોરિયો રે,

ગળવા લાગી છે કાંઈ સાખ;

ઊંઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !

હું રે વેજું ને તું રે ચાખ.

મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,

બિચ બિચ રોપી છે નાગરવેલ;

નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,

હૈયું થયું છે કોમળ ગેહેલ.

ગોરી તારે ત્રાજૂડે

ગોરી તારે ત્રાજૂડે રે,

મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;

રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,

કોઈ દીસે છે ઈશ્વરી માયા રે.

રૂમઝુમ રૂમઝુમ નેપૂર વાજે,

ગોફણે ઘૂઘરી ઘમકે રે;

શીશ દામણી એણી પેર સોહે,

જેમ ગગન વીજળી ચમકે રે.

નિલવટ આડ કરી કેસરની,

માંહે મૃગમદની ટીલી રે;

આંખલડી જાણે પાંખલડી,

હીડે લીલાએ લાડગહેલી રે.

આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,

શણગટ વાળ્યો શું ધારી રે ?

આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી

જેણે મોહી વની નારી રે ?

ચંચલ દૃષ્ટિ ચહુદિશ નિહાળે,

માંહે મદનનો ચાળો રે;

નરસૈંયાનો સ્વામી જોવા સરખો,

કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે.

ભણે નરસૈયો : ભામણા લીજે આરત માએલી ભાગી રે. - ૩

ગોવાળમાં ગમતો ગોવિંદ

ગોવાળમાં ગમતો ગોવિંદ, રમતો રમત રૂડી રે.

શંખ શીંગલું મહાધુનિ વાધી, માંડતો મોહના મીટડી રે. - ૧

સુંદરવર શોભંતો દીસે, પીતામ્બર પાલવટડી રે;

નેપૂર કંકણ રમઝમા વાજે, પાઓલિએ ઘૂઘરડી રે. - ૨

શામળો સર્વે ઘેન બોલાવે, ગૌરજ મુખડે લાગી રે;

ગોવિંદ ખેલે હોળી

વૃંદાવન જઈએ,

જીહાં ગોવિંદ ખેલે હોળી;

નટવર વેશ ધર્યો નંદ નંદન,

મળી મહાવન ટોળી... ચાલો સખી !

એક નાચે એક ચંગ વજાડે,

છાંટે કેસર ઘોળી;

એક અબીરગુલાલ ઉડાડે,

એક ગાય ભાંભર ભોળી... ચાલો સખી !

એક એકને કરે છમકલાં,

હસી હસી કર લે તાળી;

માહોમાહે કરે મરકલાં,

મધ્ય ખેલે વનમાળી... ચાલો સખી !

વસંત ઋતુ વૃંદાવન સરી,

ફૂલ્યો ફાગણ માસ;

ગોવિંદગોપી રમે રંગભર,

જુએ નરસૈંયો દાસ... ચાલો સખી !

ઘડપણ કોણે મોકલ્યું?

ઘડપણ કોણે મોકલ્યું જાણ્‌યું જોબન રહે સૌ કાળ - ઘડપણ. - ટેક.

ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ,

ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊંજળા થયા છે કેશ. -- ઘડપણ

નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,

ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. -- ઘડપણ

નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ,

રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ. -- ઘડપણ

પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય,

ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય. -- ઘડપણ

દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ,

દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ. -- ઘડપણ

નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,

બૈરાં છોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ.-- ઘડપણ

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર,

પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર. -- ઘડપણ

એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ,

પર ઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ. -- ઘડપણ

એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર,

ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈંયો ઊંતર્યો ભવપાર. -- ઘડપણ

ચાંદની રાત કેસરિયા તારા

ચાંદની રાત કેસરિયા તારા રે

પોઠી ભરી ચાલ્યા વણઝારા રે.

વણઝારે આડત કીધી રે,

કાયાનગરી ઈજારે લીધી રે.

દાણી દાણ ઘટે તે લેજો રે,

પોઠી અમારી જાવા દેજો રે.

જેવા વાડીના કુમળા મરવા રે,

તેવા પોઠી અમારે ભરવા રે.

ભલે મળિયા ભલે મળિયા રે,

તારા ગુણ નવ જાય કળિયા રે.

મહેતા નરસૈંયાના સ્વામી રે,

સર્વે ગોપી આનંદ પામી રે.