મુમતાઝ Brijesh Panchal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

મુમતાઝ

મુમતાઝ

બ્રિજેશ પંચાલ ‘મધુરલલિત’

એનું માથાથી પગ સુધીનું બધું ભરાવદાર હોય. કમર લગી જાડો ચોટલો.ચાંલ્લાનો રંગ પાન ખાધા પછી હોઠ જેવા થાય એવો હોવો જોઈએ. એના શરીરનો રંગ ચૂના જેવો સફેદ નહિ હોય તો ચાલશે, પણ સોપારી જેવો ગૌર વર્ણ તો હોવો જ જોઈએ, ને જો એ સાડી પહેરે તો તો સોને પે સુહાગા. આ બધાં ગુણોમાંથી એનામાં એક પણ ઓછો પડે તો ન ચાલે. કારણકે મારું બેંતાળીશ વર્ષ સુધી કુંવારા રહેવાનું કારણ બાંધછોડ ન ચલાવી લીધી એ જ છે !
ક્યાં સુધી આવું વિચાર્યા કરું મારી માટે હું !
તમે નહિ માનો પણ મેં થોડા દિ’ પહેલા વિચાર્યું હતું, ઓગણીસ – વીશ ચલાવી લઈને. હવે કોઈ સાથે બેસી જઉં પડશે. પણ એની માનીએ આવી ને એ વિચાર ને ય માંડી વાળ્યો. બધું એનામાં લઈ ને આવી, જે મને જોઈતું હતું.
આવું બધું કોઈ ને કહેતો નથી. પણ હા...મને આવતા આવા બધાં વિચારોના સાક્ષી કોણ છે એ તો જુઓ. સો જેટલા પાણીમાં પલળેલા પાન, કાથો, ચૂના ને ઈસબગૂલના ડબ્બા. પરંતુ મને વિશ્વાસ છે. આ લોકો કોઈને કંઈ નહિ કહે !
આ બધાંય ‘એને’ બાલ્કનીમાં આવે તો ગલ્લામાં બેઠાં બેઠાં જોયા કરે છે. મારી જેમ, એની સાથે કઈ કર્યા વગર ! લો આવી ગઈ ‘એ’ ...
હવે પછી વાત કરું તમારી સાથે. ઉભા રહેજો...

* * *

માફ કરજો ! મોડું થઈ ગયું. આજે ‘એ’ જરા વધારે રોકાઈ ગઈ બાલ્કનીમાં. જવા દો ને હું મારી જાતને બહુ રોકું છું. પણ આ બધો વાંક મારા ગલ્લાનો છે. એ પણ એવી ચોક્કસ જગ્યાએ ગોઠવાયો છે. જ્યાંથી એનો ફલેટ અને એની બાલ્કની ચોખ્ખી દેખાય છે !
હું પણ ખરો છું. ક્યારનો એને ‘એ’ ને ‘એને’ કહીને જ બોલાયા કરું છું. ચાલો ‘એને’ નામ આપી દઉં,

“ મુમતાઝ ! ”
કેવું લાગ્યું નામ ?
તમને શું ફરક પડે, મને ગમે તો બહુ થયું !
આજે મુમતાઝ આવી ખરી. પરંતુ મારી બાજું જોયું જ ના, મોઢું ફેરવી બીજી તરફ જોયા કરી. મેં ય ફાયદો ઉઠાવ્યો. પાછળથી મન ભરીને જોઈ. એના વાળ એવા જ હતાં,પણ એમાં પરસેવો હતો. કદાચ એટલે જ બ્લાઉઝ ના ખુલ્લાં ભાગ ઉપર વાળ ચોટીને બેઠાં હતાં. મને આજે ખબર પડી એને થોડા નહી પૂરાં ને સારા વાંકડીયા વાળ છે.
એ જ્યારે જ્યારે જમણો હાથ પાછળ લાવી. કમર ના ભાગે એક આંગળી ફેરવતી. તો થતું, ત્યાં જઈને હું એ આંગળી બની જઉં !
કદાચ એ મને ઈશારાથી કહેતી હશે, મને આવું ગમે છે. ધ્યાન રાખજે !
જતાં જતાં આખરે મુમતાઝે મારી સામે જોયું ને બારણું સહેજ ખુલ્લું કરી જતી રહી. ક્યાક મને આમંત્રણ તો નહી આપ્યું હોય ! કાશ મારી આંખો અહીં બેઠી બેઠી એની અંદર સુધી લટાર મારી શકતી હોત !

* * *

શું કહો છો, હું એને ક્યારથી ઓળખું ?
એ બાલ્કનીમાં આવી ત્યારથી !
સાચું કહું તો મારું પહેલીથી સપનું હતું. મારી વહાલી કોઈ મને ગલ્લે આવતાં પહેલા ઉપર ચાલમાં ઉભી ઉભી હાથ હલાવી વહેલા આવજો કહે... ને સાંજે પાછો ફરું તો મારી રાહ જોવે. આ મુમતાઝના આવવાથી હું વિચારતો હતો એવું નહિ, પણ એના જેવું થઈ રહ્યું છે !
પાછી આવી જુઓ, હારી કાલે મેં એને જેવી રીતે વિચારીતી એવીજ લાગે છે. ભીના ખુલ્લા વાળ. પાણીથી ભીંજાયેલો ચહેરો. કપાળ સાવ કોરું. આંખ પાણીમાં બોળી રાખેલા નાગરવેલના લીલાં પાન જેવી. ચાહો તોય સૂકાય જ નહી !
આ શું એના હાથમાં વેલણ ! આજે ચોક્ક્સ તું ગયો... આજે બદલો લેશે ?
નીચી કરી દે આંખો. આજે એની તરફ જતી નજરને રજા આપી દે. ત્યાં હું એની બાબત ખોટો પડ્યો. એણે વેલણને એની મુઠ્ઠીમાં દાબીને પકડ્યું. ને મારા તરફનું મોઢું કરી વેલણ હોઠ ઉપર ફેરવવા માંડી. હું જોઈ ને આશ્ચર્યમાં પડી ગયો.
આવા વર્તનનો અર્થ શું કાઢવો ?
એની ભીતર રહેતી વાસના આ કરતી હશે ? કે એ આવી જ હશે? કે આ એનો પેશો હશે ?
મેં મારા મગજ સામે જાતે જ પ્રશ્ન ધરી દીધા. મેં પાક્કુ કર્યું. બસ હવે નહીં. આ કોઈ જુદી જ બાઈ લાગે છે. જુદી એટલે એ “એ” જ છે. આપણે પાછા બહુ શરીફ ને ! ના...ના...હવે ના જોવું એ તરફ !

* * *

એનામાં કઈ જાતનું લોહચુંબક હશે. કે હું હજી ય ખેચાય જવું છું.
મેં મારો મુમતાઝ તરફ નો જોવાનો નજરિયો જાતે જ બદલી નાખ્યો.એ જેવી હોય તેવી પણ, આંખો ને ઠંડક આપે એટલી તો તાકાત ધરાવે છે ને ! એવું વિચારીને.એની સામે જોવું, બહુ જરૂરી છે. કારણકે એને સગી આંખે ના જોવ તો. રાતે સપનાંઓમાં આવે છે. એમાં તો શું નું શું કરે નાખ્યે છે અમે બંને !

* * *

આ શું ! મુમતાઝ મારી તરફ આવી રહી છે. એ એટલી નજીક આવી ગઈ કે હું એના શ્વાસની ગતિ મહેસૂસ કરી શકતો હતો. સાંભળે છે,
તું કેમ આમ બાલ્કનીમાંથી રોજ લલચાવતી હતી ? મેં પૂછ્યું.
તો મને કહે, તું આજે આવી રીતે નજીક આવે એટલે.
મને એ ઓર એની નજીક લઈ ગઈ. મારી ગમતી સુંગંધ એનામાંથી આવતી હતી. હું એની ભરાવદાર કાયા નીચોવી ને પી રહ્યો હતો. સૂડી વચ્ચે સોપારી કપાતી હોય એમ મને એ અંદરથી કાપતી હતી, ને હું ચૂનાની જેમ એનામાં જાતે ઓગળતો હતો. અમે બંને સીમાની ચરમ સીમા ઉપર જતાં જ હતાં. ત્યાં કોઈ મૂઆએ ખૂલ્લી આંખ સામે ભજવાય રહેલા દ્રશ્ય ઉપર પડદો પાડવા ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, ઓ...ભાઈ ક્યાં ખોવાઈ ગયા છો આવું મોઢું ખુલ્લું રાખીને ? ક્યારનો કહું છું પાન બનાવો. ને તમે છો કે મારી બાલ્કની સામે જ જોયા કરો છો ? એટલી જ ગમી હોય તો ખરીદીલો એ ફ્લેટ. આમય મારી બદલી થઈ ગઈ છે એટલે વેચવાનો જ છું ને હા...આ ફ્લેટમાંથી હું કઈ પણ સાથે લઈ જવા નથી માગતો. ફલેટમાં રહેલી બધી વસ્તુ તમને આપીને જઈશ.

મારી મુમતાઝ પણ ?

ના એ ના મળે એ મારી છે...કહીને એ રસ્તો ઓળંગી બીજી તરફ જતા રહ્યાં.

મને હજુ પણ...ના મળે એ મારી છે. બોલતા વખતે એમની આંખો જોયેલું દ્રશ્ય સમજાતું નથી. કોઈ કહેશો એ શું હતું ?

*સમાપ્ત*