Featured Books
શ્રેણી
શેયર કરો

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી

હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી(૧) -રેલવેસ્ટેશન

બરાબર ,બપોરના ૨:૪૭ થયા હતા,અને અમે પહોચી ગયા ‘જામનગર રેલ્વેસ્ટેશન’.આમ તો આ રેલવેસ્ટેશન બાકીના આમ ભારતના લોકશાહી જનતાના રેલવેસ્ટેશન જેવું જ હતું;.....જેમ એક ગોળની નાનકડી કણી ની ફરતે જેવી રીતે કીડીઓ ઊભરાઈ જાય,તેવી મુલ્યવાનપત્રિકાની બારી પર અનેક નગરીઓ માટે ટીકીટ લેવા માટે ઉભેલી જનમેદની પોતાના વારા આવવા માટે અકળાઈ જઈને સમાન લઈને ઉભી હોય. સૌને પોતાના વારા માટેની જલ્દી હોય;ખબર નહિ કો લોકો જલ્દી જલ્દી કરીને વધેલા સમયનું શું કરતા હશે? એ સમય મોટા ભાગે કુથલી કરવામાં કે રાજકારણીઓની પટલઇ કરવામાં કાઢતા હોય છે.પ્રશ્નોત્તરીની બારીમાં લોકો જાણતા હોવા છતા ખોટી આગગાડી ન પકડાઈ જાય એ માટે કન્ફર્મ કરતા હોય.તો એકબાજુ બેઘર બાવાસાધુઓ ધૂણી ધખાવીને સરકારી જગ્યા પર ગેરકાયદેસર રેલ્વેસ્ટેશનનો એકખૂણો અખત્યાર કરીને બેઠા હોય છે,રેલવેસ્ટેશનની બનાવટ વખતે શરૂઆતમાં જે ભીત મસ્ત નેરોલેક કે એશિયનપેઈન્ટ જેવી કોઈ કંપનીએ કર્મચારીઓને ઘૂસ ખવડાવીને જે ટેન્ડરો પાસ કરાવ્યા હોય એમના રંગથી જે હંસલાના શ્વેતપંખ સમાન ધોળી હોય ,એ સમય જતા લાલ રંગની બની ગયી હોય ............ના ના ના ........રંગમાં કોઈ ખામી હોતી નથી ,પરંતુ જેમ ચાતક પક્ષી માટે પાણીનું મહત્વ હોય,એમ ગુજરાતીઓ માટે માવાની ચાહક કદી ભૂલી શકાય ખરી ?એમાય સ્વચ્છતા અભિયાનને કાર્યરત કરવું હોય તો પછી ગંદકી તો હોવી જોઈએ,એ માટે સતત અવિરત પણે સ્ત્રોત પૂરો પાડનારી ગુજરાતની સુસંસ્કારી જનતા.માવો ચાવી ચાવીને વધેલા રસને દીવાલો પર થુંકીને દીવાલ લાલ પોસ્ટઓફીસ જેવી કરી નાખે છે ,પછી ભોળા લોકો રેલવેસ્ટેશનમાં ટપાલપેટી શોધતા થઇ જાય.પાછો આ લાલ કલર નેરોલેક કરતાય વધુ પાવરફુલ હોય ,ઘસી ઘસી કંતાન પણ ફાટી જાય પણ દીવાલ લાલ કલર ન છોડે,એકદમ ચીપકુગમની જેમ.હજુ તો આ સ્ટેશનની જ તમે મુલાકાત લીધી છે , પ્લેટફોર્મ પર જવાનું બાકી છે .....હા હા હા

હવે આટલી ગડદીમાં પણ તમે સ્ટેશન પર ટીકીટ લેવા માટે લાઈનમાં ઉભા છો.એમાં લોકોને મોટા ભાગે લાઈન બદલતા જોયા છે.જેમકે ટીકીટ લેવા માટે બે બારી હોય તો લોકોને પોતાની લાઈન કરતા બાજુવાળી લાઇન જલ્દી આગળ વધતી હોય એવું જણાય.પછી લોકો થોડીવાર મનોમંથન કરે કે પોતાની લાઇનમાં રહેવું કે બાજુની નાની લાઇનમાં જતા રેવુ? પછી ‘જીવન એકધારું જ રાખવું જોઈએ,કદી શોર્ટકટ ન વપરાય’ એ વિચારે પોતાની જ લાઇનમાં ઉભા રહે.થોડીવાર થાય ત્યારે બાજુવાળી લાઇન બહુજ નાની થઇ જાય એટલે મનને સમજાવી શોર્ટકટ વાપરે અને બાજુવાળી ટુકી લાઇનમાં જતા રહે.પછી ખબર પડે કે એ લાઇનમાં થોડા માણસો હોવાથી એ બારી બંધ કરી દીધી છે અને હવે પેલી જ લાઇનવાળી બારીથી ટીકીટ નીકળશે.પછી ફરીથી પહેલાવાળી લાઇનમાં પહેલા કરતા વધુ પાછળ ઉભું રહેવું પડે, ત્યારે લોકો આદર્શોને યાદ કરે કે ‘હમેશા ટુકોરસ્તો અંતે લાંબો પડે’અને પછી જે થયું તે સારું થયું અને ધીરજના ફળ મીઠા.એમ મનને સમજાવે.આમાંથી ઘણા લોકોતો સગાસબંધીઓને મુકવા આવ્યા હોય જેમને ખાલી પ્લેટફોર્મ ટીકીટમાટે ગડમથલના આટલા બધા ચક્રવ્યૂહમાંથી પસાર થવું પડે.પરંતુ આ લોકોને ધન્યવાદ છે જે લોકો વિકાસશીલ દેશના એક જવાબદાર નાગરિક તરીકે પ્લેટફોર્મ ટીકીટ લે છે.

હવે આટલી લાંબી લાઇનમાં ઉભા પછી જયારે ટીકીટ મળે છે ત્યારે જાણે ઇન્ડિયન આઈડલની આગળના રાઉન્ડમાં સિલેક્ટ થયા જેટલી ખુશી થઇ હોય એમ ટીકીટ લઈને લોકો પ્લેટફોર્મ તરફ જીતેલા સિંહની માફક પ્રયાણ કરે છે.ક્યારેક ક્યારેક TT મળી જાય તો ટીકીટ બતાવવી પડે છે જાણે કે visiting કાર્ડ ના બતાવતા હોય!પ્લેટફોર્મ પર જો સામેની બાજુ ન જવાનું હોય તો કંઈ વાંધો નથી પણ સામેની બાજુના પ્લેટફોર્મ પર જવાની રીતો બે છે.ફરી એક શોર્ટકટ જે પાટા ઉપરથી કુદીને અને બીજી લોંગકટ આ બાજુના પ્લેટફોર્મ પરથી ૨૫ જેવા પગથિઆ સામાન સાથે ચડીને,થોડું ચાલીને પાછા મંજિલ પ્લેટફોર્મના ૨૫ પગથિઆ ઉતરીને.આ રીત અપનાવવાવાળા બે વર્ગોમાં ઘણો વિરોધાભાસ દેખાય છે –એક તો ઘરડા તેમજ દુરંદેશી વ્યક્તિઓ જે લોકો લાંબો માર્ગ અપનાવે છે ,જેમાં ઘરડાઓ પાસે તો સામાન ઉપાડવાની શક્તિ પણ હોતી નથી,છતાં યોગ્ય માર્ગે સામેના પ્લેટફોર્મ પર જાય છે અને બીજા જુવાનિઆઓ જેમની પાસે પગ્થિઆ ચડવા અને સામાન ઉપાડવાની શક્તિ છે વધારામાં એમની પાસે જીવવાના ઉદ્દેશો સાથે ઘણા વર્ષો છે છતા તેઓ જાનજોખમમાં મુકાય એવા રસ્તે જાય છે સમય બચાવવાના હેતુસર, ભલે પોતાની ટ્રેન ન આવી હોય.મને એ સમજાતું નથી કે આવા સમયનો ઉપયોગ તેઓ ક્યાં કારણસર વાપરે છે?

પ્લેટફોર્મ પર આમ તો શાંતિ હોય છે પરંતુ ટ્રેન આવે ત્યારે એકદમ ચહલપહલ વધી જાય છે.પ્લેટફોર્મ આવેલી દુકાનો મુસાફરોની ગરજને લીધે દરેક વસ્તુનો ભાવ ૧-૨ રૂપિયા વધારીને લે છે.મુસાફરો જયારે ત્યારે જેલમાંથી છુટેલા કેદીની જેમ કુલીલોકો મુસાફરોનો સામાન ઉપાડવા માટે તૈયાર રહે છે.આમતો મુસાફરોને પ્લેટફોર્મ પર બેસવા માટે સરકારે ખુરશીઓની વ્યવસ્થા કરેલી જ હોય છે પરંતુ તેની સંખ્યા હમેશા મુસાફરોથી ઓછી જ હોય છે.એટલે ટીકીટ લીધેલા મુસાફરોની નજર બે વસ્તુઓ પર તાકેલી હોય છે એકતો ટ્રેન પર અને બીજી આવી ખુરશીઓ પર.અને ટીકીટ વિનાના મુસાફરોની TT ઉપર. TT એટલે ટીકીટ ચેકકરનાર કે બધાએ બરાબર ટીકીટ લીધી છે કે નહિ.
આમ તો ફુરસદ ના સમયમાં જામનગરમાં લોકોને ફરવા માટેના ઘણા સ્થળો છે:લખોટા, એમ્યુઝમેન્ટ પાર્ક,બાલા હનુમાન મંદિર,રીલાયન્સ મોલ....વગેરે વગેરે ........પરંતુ આ નામોમાં એક રેલ્વેસ્ટેશન પણ ઉમેરી દેવાનું,આનું પૌરાણિક કારણ કહીએ તો ‘માણસ એ માણસો વિના રહી શકતો નથી,ગમે તેટલી ચીજો તમે માણસને સમય પસાર કરવા આપો.માણસને બીજા માણસની સાથે વાત કાર્ય વિના ચાલતું નથી.’હોસ્ટેલની ચાર દીવારોની રૂમમાં હું અને કેતકી કંટાળી ગયા હોય ત્યારે માણસોની ભાગદોડ જોવા માટે,અનેક લોકોને ઘેર પાછા આવવાની ખુશી,ઘણા અમારી જેવા ઘેર જતા હોય,અપડાઉન કરતા લોકોને જોવા અમે રેલ્વેસ્ટેશનની વાટ પકડીએ.બીજું કારણ એ ગણાવી શકાય કે શહેરી વાહનોની ધુમાડા ની હવાથી વિરુદ્ધ ખુલ્લી હવા મેળવી શકાય.આને આપડે પૌરાણિક કારણોમાં સમાવેશ કરી શકાય.હવે એક તકનીકી અને આધુનિક કારણ એ કે રિલાયન્સવાળાઓએ ત્યાં ફ્રી વાઈફાઈની સુવિધા રાખેલી છે.માત્ર આ મુખ્ય કારણસર અમે ત્યાં જઈએ છીએ.ઉપરના પૌરાણિક કારણો વાંચીને જે કઈ સારી પ્રકૃતિપ્રેમી અને માણસપ્રેમી છાપ પડી હશે તમોનાં મનમાં, એ આધુનિક કારણ જોઇને અમારી સ્વાર્થીવૃતિનો પરિચય થયો હશે જેમ સરસ મજાના ચોકલેટના કવરની અંદરથી પથ્થર નીકળો હોય એમ.. હા....હા...પરંતુ નિરાશ ન થશો,આગળ વાચો.

પહેલા વાઈફાઈનો અર્થ જાણવી દઉં ,WIFI એટલે મફતમાં ઈંટરનેટનું કનેક્શન અને આજકાલના જમાનામાં ઈંટરનેટનું મહત્વ: એક તરસ્યાને જેમ પાણી,ભૂખ્યાને ભોજન,આંધળાને આંખ,અપંગને લાકડી,અરે જેમ વાંઢાને પત્નીની જરૂર હોય છે એટલી જ જરૂર આજના બાળકો અને યુવાનોને ઈન્ટરનેટની છે.આજકાલતો માણસો એકબીજાને ત્યાં મહેમાન બનીને બેસવા જાય તો નાસ્તા પહેલા સામેવાળાના ઘરનો WIFI પાસવર્ડ પૂછે છે.

તો આવા રેલ્વેસ્ટેશન પર હું અને કેતકી પહોચી ગયા.કેતકી એટલે જામનગરના મારા ઘરની સદસ્ય.જામનગર સરકારી મેડીકલ કોલેજની લેડીઝ હોસ્ટેલના પાઠવેલા રૂમની અડધી ભાડુઆત,ટુકમાં રૂમમેટ.
(ક્રમશઃ)