વિશ્વનાં રોચક તહેવારો
આપણા દેશ ભારત માં જ નહીં પણ સમગ્ર વિશ્વ માં એવા અવનવા રસપ્રદ તહેવારો ઉજવવા માં આવે છે, જે ખુબજ આશ્ચર્ય પમાડનારા છે. અલગ અલગ ક્ષેત્ર, જાતી, જનજાતિ અનેં સમૂહ નાં લોકો પોત-પોતાના રીતી રીવાજો અનુસાર સારા-માઠા પ્રસંગોમાં ખુશી અનેં ગમ નાં ભાવ પ્રગટ કરે છે. આવા જ બધા આચાર્ય પમાડનારા તહેવારો ની સૂચી માં થી અમુક રસપ્રદ તહેવારો વિષે આ લેખ માં માહિતી સંગ્રહિત કરી આપી છે. આશા છે આપ સહુ વાચક મિત્રો નેં આ તહેવારો ની જાણકારી જ્ઞાનવર્ધક લાગશે.
વાનર ઉત્સવ-
આ તહેવાર થાયલેન્ડ દેશ નાં લોપબુરી પ્રાંત માં ઉજવવા માં આવે છે. ત્યાં નાં કમેર રાજ્યકાળ માં બનાવવા માં આવેલ એક મંદિર માં આ તહેવાર ઉજવવા માં આવે છે. આ પવિત્ર ઉત્સવ માં ત્યાં મંદિર પાસે ત્રણ હજાર થી પણ વધુ વાનરો નેં તે દિવસે ભોજન આપવા માં આવે છે. લગભગ ચારેક હજાર કિલો ફળ-ફ્રુટ શાકભાજી, કેક તથા બીજી અન્ય ખાદ્ય સામગ્રી ત્યાં મંદિર નજીક ટેબલો પર વાનરો નાં ભોજન માટે સજાવી દેવા માં આવે છે. આ ખુબજ રસપ્રદ તહેવાર ત્યાં વર્ષ ૧૯૮૯ થી ઉજવવા માં આવે છે. આ તહેવાર લોપબુરી ટુરીઝમ નાં વિકાસ હેતુસર, ત્યાં નાં સ્થાનિક વ્યાપારી ગણ દ્વારા શરુ કરવા માં આવ્યો હતો.
હિનામાંત્સુરી ઉત્સવ
હિનામાંત્સુરી એક પ્રખ્યાત જાપાની તહેવાર છે. આ તહેવાર ત્યાં દર વર્ષે ત્રણ માર્ચ નાં રોજ હસી-ખુશી મનાવવા માં આવે છે. આ તહેવાર માં ત્યાના લોકો ઢીંગલીઓ નેં જાપાની પારંપરિક રંગ-બેરંગી પોશાક “કીમોનો પોશાક” થી સજાવી પાણી માં વહાવી દે છે. જાપાની લોકો ની માન્યતા અનુસાર આવું કરવા થી સુખ સમૃદ્ધિ અનેં સ્વાસ્થ્ય ની પ્રાપ્તિ થાય છે. તથા ખરાબ નસીબ અનેં તકલીફો ઢીંગલીઓનેં પાણી માં વહાવી દેવા ની સાથે વહી જાય છે. આ તહેવાર ઋતુ પરિવર્તન ની ખુશી માટે પણ ઉજવવા માં આવે છે, માર્ચ મહિનો આવતા ઠંડુ વાતાવરણ વિદાય લે છે અનેં વસંતઋતુનું આગમન થાય છે.
હેલોવીન ઉત્સવ
આ તહેવાર ૩૧ ઓક્ટોબર ની રાત્રી એ મનાવવામાં આવે છે. હેલોવીન નામક વિચિત્ર તહેવાર પોતાનાં પૂર્વજો ની આત્મા ની શાંતિ માટે ઉજવવા માં આવે છે. આ પારંપરિક તહેવાર બ્રિટેન, સ્કોટલેંડ, આયર્લેન્ડ વગેરે દેશો માં ઉજવવા માં આવે છે. આધુનિક સમયમાં હેલોવીન ભારત દેશ નાં ગોવા, બંગ્લોર, મુંબઈ વગેરે શહેરો માં પણ ઉજવવા માં આવે છે. શેલ્ટ સમુદાય નાં લોકો વાસ્તવ માં પ્રકૃતિ પૂજક હતા, સાડા ત્રણસો થી વધુ દેવી-દેવતાઓ માં તેઓનાં મુખ્ય દેવ સૂર્યદેવ હતા. સૂર્યદેવ નાં સમ્માનમાં તે જાતી નાં લોકો ઉનાળાનાં આરંભમાં બેલટેન તથા શિયાળાની શરૂઆતમાં સમહેન, આમ આ બે તહેવારો (પર્વ) ઉજવતા. અત્યાર નાં વર્તમાન સમય માં નાના છોકરાઓ-છોકરીઓ બિક્રરામણા વેશભૂષા ધારણ કરી અને ઘરે ઘરે જાય છે, અનેં લોકો આ બાળકો નેં ચોકલેટ, ફળ-ફ્રુટ આપે છે. આ તહેવાર બાળકો માટે અત્યંત આનંદ-દાયક અને મનગમતો તહેવાર હોય છે.
બરફ ઉત્સવ
આ તહેવાર ચીન દેશ નોં પારંપરિક તહેવાર છે. આ ઉત્સવ માં શોંગવા નદી નાં બરફમાં વિભિન્ન કલાકૃતિઓ બનાવી નેં ઉજવવા માં આવે છે. આ કલાકૃતિઓ માં ચીની ઈતિહાસ, યુરોપ ની લોકપ્રિય કથાઓ, તથા સમગ્ર વિશ્વ નાં પ્રખ્યાત ભવનોં નું મોહક ચિત્રણ અને સંગમ દર્શાવવા માં આવે છે.
આ ઉત્સવ માં બરફ નાં બાગ, અવનવા ફૂલ, ફળ, ચર્ચ, જરણા અને બીજી આકર્ષક કલાકૃતિઓ નું નિર્માણ કરવામાં આવે છે. લી કીવિંગ નાં વખત માં સર્વપ્રથમ બરફ નાં “લાલટેન” બનાવવા ની પ્રક્રિયા થી આ ઉત્સવ ની શરૂઆત થઇ હતી. તે સમય માં ત્યાં નાં માછીમારો તથા ખેડૂતો હાડ થીજવી દેનારી ઠંડી માં તે “લાલટેનોં” નો ઉપયોગ કરતા હતા. આધુનિક સમય માં ત્યાં હવે અદ્યતન ઉન્નત તકનીક ની સહાયતા થી આવી લાલટેન બનાવમાં આવે છે. આ ઉત્સવ માં સહભાગી થવા માટે સમગ્ર વિશ્વમાં થી લોકો ચીન પહોંચે છે.
લા ટોમાટીના ઉત્સવ
સ્પેન દેશ નાં બનલ પ્રાંત માં આ “લા ટોમાટીના” નામક ઉત્સવ મનાવવા માં આવે છે. આ ગજબ તહેવાર માં ત્યાં ઉપસ્થિત થયેલા લોકો એક બીજા પર ટામેટા ફેંકી ઉત્સવ મનાવે છે. આ તહેવાર ની શરૂઆત ૨૯ ઓગસ્ટ, ૧૯૪૫ માં થઈ હતી. તે દિવસ નાં એક રસપ્રદ કિસ્સા મુજબ, એક વ્યક્તિ તે જગ્યા એ કોઈ પરેડ જોવા માટે ઉપસ્થિત થયો હતો, અને દુર્ઘટનાવશ તે ભીડ ની ધક્કામુક્કી માં નીચે પડી ગયો હતો, અને તે ઘટના થી ત્યાં હાજર લોકો ગુસ્સે ભરાયા અનેં એક બીજા પર ટામેટા તથા અન્ય સાક્ભાજી ફેંકવા લાગ્યા હતા. આ ઘટના બાદ ત્યાં પ્રતિ વર્ષ એક બીજા પર ટામેટા ફેંકી ઉત્સવ માનવાવા નું પ્રચલન પડી ગયું હતું. થોડા સમય પહેલા આ તહેવાર પર બંદિશ પણ મુકવા માં આવી હતી, પણ વર્તમાન સમય માં આ તહેવાર પુનઃ મનાવવાનોં શરુ થઈ ચુક્યો છે.
દ કુપર હિલ ચીજ રોલિંગ ફેસ્ટીવલ
આ તહેવાર બ્રિટેન દેશ નાં ગોલ્ચેસ્તર નાં ઉદ્યાન નજીક માનવાવામાં આવે છે. પ્રતિ વર્ષ મે મહિનાનાં છેલ્લા સોમવાર નાં દિવસે આ તહેવાર ઉજવવા માં આવે છે. આ તહેવાર માં પનીર થી બનાવેલા ચક્કાઓ નેં કુપર ટેકરી (હિલ) પર થી ફેંકવા માં આવે છે, અને સ્પર્ધાર્થી ઓ તેનેં પકડવા માટે તેની પાછળ દોટ મુકે છે. આ સ્પર્ધા માં ઉપયોગ માં લેવા માં આવતા પનીર નાં ટુકડાઓ ચાર થી છ કિલો વજની હોય છે. પનીર નાં ટુકડાઓને ત્યાનીં પારંપરિક પ્રથા અનુસાર ચક્કાઓ નોં આકાર આપવા માં આવે છે અને તેને લાકડા ની ફ્રેમ નોં સપોર્ટ આપવા માં આવે છે. કુલ ચાર પ્રતિયોગીતાઓ માં થી ત્રણ પુરુષો માટે અનેં બાકીની એક પ્રતિયોગીતા સ્ત્રીઓ માટે હોય છે. એતિહાસિક તથ્યો મુજબ આ ઉત્સવ-પ્રથા રોમન લોકો દ્વારા શરુ કરવામાં આવી હતી.
દ્રાક્ષ ફેકવા નો અનોખો ઉત્સવ
આ તહેવાર સ્પેન રાષ્ટ માં ઉજવવામાં આવે છે. સ્પેન નાં બીનીસેલમ ગામનાં લોકો ગામથી થોડે દુર ખેતરો માં એકત્રિત થાય છે. આયોજક દ્વારા એક રોકેટ ઉડાવવા સાથે જ લોકો એકબીજા પર દ્રાક્ષ ફળ ફેકવા માંડે છે. આ ઉત્સવ બે સપ્તાહ (બે અઠવાડિયા) સુધી ઉજવવા માં આવે છે. આ તહેવાર નો હેતુ બગડેલા દ્રાક્ષ ફળ નષ્ટ કરવાનોં હોય છે. અનેં આ ઉત્સવ સમાપ્તિ પર સ્પર્ધાર્થીઓ નેં ઉત્તમ ગુણવત્તા વાળી વાઈન પીવડાવવા માં આવે છે, જે સારી જાત ની દ્રાક્ષ માં થી બનાવવા માં આવે છે.
વિશેષ
આપણું વિશ્વ અવનવી અજાયબીઓ થી ભરપુર છે. જીવનનાં રોજીંદા કામ-કાજ, પ્રગતિ ની હોડ, અને સ્પર્ધા માં આગળ રહેવાનાં હેતુ થી થોડી વાર અળગા થઇ ખુદ ની જાત નેં ખુશી આપવી પણ ખુબ જ જરૂરી છે, માટે વ્યસ્ત સમય માં થી સગવડ મુજબ થોડો સમય કાઢી અનેં, આવા રસપ્રદ સ્થળોની મુલાકાત પર જવું જ જોઈએ. ભેગું કરેલું ધન, સંપત્તિ અનેં શોહરત આપણા દેહનાં વિલીન થવા સાથે જ આપણા થી વિખૂટું પડી જાય છે, માટે,,, કમાવું ભલે જાજુ પણ થોડું વાપરવું પણ. કામ ભલે દિવસ રાત કરવું પણ થોડા દિવસો રજા પણ ગાળવી. – ધન્યવાદ.