મીઠા વિનાનો મુદિત paresh barai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • શંખનાદ - 15

  કેન્દ્રીય ગૃહ પ્રધાન Shri સતીશ શાહ સાહેબે સીબીઆઈ ઓફિસર વિક્ર...

 • નિયતી - 1

  આખી ઓફિસનું વાતાવરણ ગમગીન હતું. એકદમ શોક છવાયેલો હતો. બધા એક...

 • પ્રેમ સમાધિ - પ્રકરણ-87

  પ્રેમ સમાધિ પ્રકરણ-87 કાવ્યા કલરવનાં પ્રેમભીનાં સ્પર્શથી આકર...

 • બચપન કા પ્યાર...

  ગીરજાને સ્કૂલનો આજે પહેલો દિવસ હતો. એની મમ્મીએ એને બહુ મસ્ત...

 • કાળું ગુલાબ

  કાળું ગુલાબ​​મંગલપુર માં રાજા ઉદયસેનનું રાજ હતું. રાજા ઉદયસે...

શ્રેણી
શેયર કરો

મીઠા વિનાનો મુદિત

મીઠા વિના નોં મુદિત

ભગવાન એ શ્રુષ્ટિ નું સર્જન કરી વિભિન્ન પ્રકાર ના જીવોં ઘડ્યા. નદી, પહાડ, સમુદ્ર, સરોવર અને વન-ઉપવન જેવા અદ્ભુત કુદરતી સૌન્દર્ય ની રચના કરી, વાતાવરણ ની રચના કરી., વારંવાર પૃથ્વી પર અવતાર લઇ અનેં ધરતી નેં પાપ મુક્ત કરી. પછી હાશકારો લઇ અનેં પરમાત્મા એ વિચાર્યું કે મારા તમામ સર્જનોં માં નું શ્રેષ્ટ સર્જન “માનવી” કેવું જીવન જીવે છે ચાલ જરા એના પર એક નઝર તો નાખી જોઉં.

દિવ્ય દ્રષ્ટિ નાં માધ્યમ થી ભગવાન એ પૃથ્વી પર રડાર જમાવી અનેં “મુદિત” નામ નાં એક માનવી ની દિનચર્યા જોવાનું ચાલુ કર્યું. મોટા ઢાંઢાં વારો મુદિત એક ગાઠીયા વાર ની લારી પર ઉભો ઉભો ૨૫૦ ગ્રામ ગાઠીયા લેવા માટે વલખા મારતો હતો. લારી પર સૌ થી પહેલા આવવા છતા પણ લારી વારા ભાઈ મુદિત સિવાય લગભગ બધા ગ્રાહક નેં સમજાવી ચુક્યા, અંતે ગાઠીયા નોં ભૂકો વધ્યો ત્યારે એની નઝર મુદિત પર ગઈ,

જટ દઈ નેં ગાઠીયા વારા એ કહ્યું,,, બોલો ભાઈ તમનેં કેટલા નાં આપું... ? મુદિત નાં તો મોવારા જ બરી ગયા, પૈસા ખિસ્સા માં પાછા નાખી અને ડોરા દેખાડતો મુદિત ત્યાં થી આગળ વટી ગયો. ભૂખ્યો મુદિત આમ તેમ નઝર ફેરવતો વિચારે કે ક્યાંક તો કંઈ ખાવાનું મળી જાય તો પેટ માં શાંતિ વળે.

થોડેક આગળ ચાલતા જ એક ચા ની લારી મળી, મુદિત નેં થયું કે ચાલ નેં થોડી ચા જ પી લઉં, લારી વાળા એ તુરંત એક ગરમાગરમ ચા મુદિત નેં ધરી આપી. ભૂખ્યો તરસ્યો સાંઢ જેમ ઘાસ ચારો જોય નેં તૂટી પડે એમ,,,, મુદિત ચા ના કપ પર તૂટી પડ્યો. હજુ અડધો કપ ચા મુદિત એ પીધી હશે ત્યાં તો ઉપર જાળ પર બેઠેલા કોયલ બહેન એ મુદિત નાં ચા નાં કપ માં ઓર્ગેનીક મલાઈ (ચરક) પાથરી દીધી. મુદિત નાં માથા નોં ઘા થય ગયો. એણે ગુસ્સા માં ચા નો કપ જ નીચે ફેંકી દીધો.

પોતાનો કાચ નોં કપ તૂટતો જોઈ નેં ચા ની લારી વારા ની તો કમાન જ છટકી ગઈ,,, ચા વાળા એ કઈ પણ પૂછ્યા વિના મુદિત નાં ગોળ મટોડ ફાંદા પર બે ચાર ઘુસ્સા મારી દીધા, અનેં મુદિત ની અડધો કપ પીધેલી ચા બહાર ઓકાવી લીધી. લારી વારા એ મુદિત નાં ગજવા માં થી, કપ નાં અનેં ચા નાં પૈસા કાઢી અનેં તેને ત્યાં થી આગળ હંકારી દીધો. આકાશ માં ઉપર બેઠેલા ભગવાન પણ મુદિત નાં ફૂટલાં નસીબ પર હસીં પડ્યા.

ભૂખ્યો ડાંસ મુદિત ચાલતા ચાલતા એક વડલા નાં જાળ નીચે ઉભો રહી ગયો, ઉભા ઉભા મુદિત એ સૌ થી પહેલાં ઉપર જોયું કે કોઈ પક્ષી તો નથી ને, ઉપર જોતા જ મુદિત ની લાર ટપકી, એને થયું ચાલ નેં થોડાક વડલા નાં ટેટા જ ખાય લઉં,

મુદિત એ જાળ પર ચડવા નું શરુ કર્યું, હજુ ટેટા સુધી પહોંચે એ પહેલા તો મુદિત નું પેન્ટ એવી જગા એ થી ફાટ્યું કે મુદિત સ્તબ્ધ થયી ગયો. ટેટા તોડ્યા વિના જ મુદિત કુદકો મારી ને જાળ નીચે ઉતરી ગયો. કુદકો મારતા ની સાથે જ મુદિત નું પેન્ટ જેટલું ફાટ્યું હતું એટલું જ વધુ ફાટ્યું.

મીઠા વિનાના મુદિત ની આ કરમ પીડા ઉપર આકાશ માં બેઠેલા ભગવાન જ નહિ, પણ સામી ફૂટપાથ પર ઉભેલી ચાર કોલેજીયન યુવતીઓ પણ જોતી હતી. પેન્ટ નું ઇન શર્ટ કાઢી નાખવા છતા પણ મુદિત નાં સફેદ પેન્ટ ની અંદર નું લાલ ચટક લંગોટ દ્રશ્યમાન થતું હતું. હવે મુદિત એક પણ ડગલું આગળ કે પાછળ હલવા ની અવસ્થા માં નાં હતો. વડલા નાં જાળ નીચે રોડ પર કોલેજીયન યુવતીઓ સામે મુદિત નાં કપડા નાં તથા આબરૂ નાં સંપૂર્ણ લીરા થયી ગયા હતા.

શરમ થી લાલ થયી ગયેલો મુદિત હજુ તો એ વિચારતો હતો કે ઘર કેમ લેવું ત્યાં તો ખબર નહીં ક્યાં થી એક નાનો પાડો મુદિત નેં જોઈ ગયો. સફેદ કપડા વચ્ચે લાલ કપડું જોઈ અને બાળ પાડા એ પિત્તો ગુમાવ્યો. ઢીક મારી મારી ને પાડા એ મુદિત ને રોડ વચ્ચે લાવી દીધો. મુદિત મોટે મોટે થી બુંમો પાડતો પાડા ને દુર કરવા લાગ્યો, મીઠ વિનાના મુદિત ની આ હરકત થી પાડો તો દુર નાં ગયો પણ પાસે ની ગલીઓ માં થી ત્રણ ચાર ડાઘીયા કુતરાઓ રોડ પર ધસી આવ્યા.

હવે પાડા એ ભાવ ભજવી લીધો ત્યાં કુતરાઓ નેં મુદિત ના ચીથરે હાલ ફાટલા પેન્ટ માં ઇન્ટરેસ્ટ જાગ્યો. એક હોસીલા લીડર કુતરા એ હડપ દઈ નેં મુદિત નું પેન્ટ પોતાનાં દાત માં દબાવી લીધું અને માંડ્યો ખેચવા. આ કુતરા ની સાહસી હરકત જોઈ અનેં બીજા બે ત્રણ કુતરાઓ પણ ગેલ માં આવી ગયા. અને તેઓ પણ માંડ્યા મુદિત ના કપડા ખેંચવા. માંડ માંડ મુદિત એ પોતાની જાન છોડાવી, અનેં ત્યાં જ ફૂટપાથ પાસે બેસી ગયો. પેલી ચાર કોલેજીયન યુવતીઓ માં થી એક નેં મુદિત પર દયા આવી તો તેણે પોતાનો એક્સ્ટ્રા દુપટ્ટો મુદિત તરફ ફેંક્યો અને ચારેય યુવતીઓ કોલેજ ની બસ માં બેસી ત્યાં થી નીકળી ગઈ.

મુદિત એ જટપટ દુપટ્ટા ની લુંગી વીટી લીધી અનેં રીક્ષા બાંધી ઘર તરફ નીકળી ગયો. ઘર પર આવતા જ મુદિત નાં પપ્પા એ મુદિત નેં અગ્યાર નંબર નાં છાણ વારા ચપ્પલ થી વધાવ્યો. અને હાકલ પાડી કે... “રખડું નફફટ કોલેજ નથી જવું...? રખડ્પાટ થઇ ગઈ હોય તો હવે ભણવા માં ધ્યાન દે” મુદિત મૂંગા મોઢે પોતાનાં રૂમ માં ચાલ્યો ગયો.

હજુ કપડા બદલી અનેં મુદિત કોલેજ જવા માટે તૈયાર થયો જ હોતો ત્યાં ફાટલું પેન્ટ મુદિત નાં મમ્મી નાં હાથ માં આવી ગયું. મુદિત નેં ખબર હતી કે, પપ્પા તો એક કે બે જોડા મારી અનેં મૂકી દેશે, પણ મમ્મી ની હડફેટે આવ્યો તો રાત સુધી સાવરણી અને વેલણ ખાવા પડશે. એટલે મુદિત કશું બોલ્યા વિના બિલ્લી પગે બારી માંથી ઘર ની બહાર નીકળી આવ્યો.

મુદિત જટપટ કોલેજ માં આવી ગયો, અનેં ક્લાસ માં જવા નાં બદલે સીધો કેન્ટીન માં ઘુસી ગયો, ત્યાં ભજીયા અનેં ચા નોં નાસ્તો કરી અનેં ક્લાસ માં ગયો. ક્લાસ માં પગ મુકતા જ પ્રોફેસર એ મુદિત ને ટોક્યો, કે ખમીસ નું બટન બંધ કરો... તમારી નાભી માં જામેલી રૂ ની પૂણી દેખાયા છે. આખો ક્લાસ હસી હસી ને ગોટા વળી ગયો.

કોલેજ પૂરી થતા જ, ત્યાં થી જ મુદિત ચોપાટી ગ્રાઉન્ડ પર મિત્રો સાથે ફરવા નીકળી ગયો. બેંચ પર બેઠા બેઠા એક મિત્ર એ મુદિત ને કહ્યું કે અલ્યા એક કામ તો કર... આ લે મારી સાયકલ ની ચાવી, બધા માટે ગરમ ભજીયા લઇ આવ, મુદિત નું પેટ તો ભરેલું હતું,,,, તો એ પણ મફત નો નાસ્તો ક્યાં મુકવો, એમ વિચારી અને મુદિત ભજીયા લાવવા ઉપડી ગયો,,,

વાતાવરણ વરસાદી હતું તો ઠેર ઠેર થોડા પાણી ભરાયા હતા,,, અને પાસે જ ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ પર સર્કસ આવ્યું હતું. તો મુદિત ભાઈ નેં થયું કે ચાલ,,, સર્કસ ની આજુબાજુ ભરાયેલા પાણી માં છબછબયા કરીનેં સ્ટાઇલ થી સાયકલ કાઢું,,,, અનેં પાંજરા માં પૂરેલા સિંહ, દીપડા, અનેં ખીટે બાંધેલા હાથી ઘોડા જોતો જાઉં.

સર્કસ ની વાળ બાજુ મોઢું ટેકવી (કરીનેં) નેં મુદિત માંડ્યો સર્કસ નેં ગોળ ગોળ આટ મારવા,,,, ત્યાં તો અચાનક મુદિત એક આઠ-બાય-છ ફૂટ નાં પાંચ ફૂટ ઊંડા ખાડા માં સાયકલ સોતો ખાબક્યો. હવે મુદિત એવા દુર્ગંધ ગ્રસ્ત ગારા જેવા પાણી નાં ખાડા માં પડ્યો હતો કે,,, મારે અહિયાં એ ખાડા વિશે જાજુ કેવું નથી. (હહાહા)

જાડી બુદ્ધિ નોં,,, જાડ્યો મુદિત જયારે ખાડા માં પડ્યો ત્યારે એવો ભયંકર અવાજ આવ્યો કે,,, સર્કસ ની એક મહિલા કર્મચારી બાથરૂમ માં થી નહાતા નહાતા જારીયા માં થી ખાડા માં તરતા (ફાફા મારતા) મુદિત નેં જોઈ ગઈ. તુરંત તેણી એ સર્કસ નાં બીજા કર્મચારીઓ નેં સુચના આપી એટલે પાંચ-છ જણા મુદિત નેં ખાડા માં થી કાઢવા આવી ગયા. મુદિત બાહર આવતા ની સાથે જ એ લોકો નોં આભાર માનવા નાં બદલે,,, તેઓ સાથે જ જગાડવા લાગ્યો,,,, મુદિત બોલી ઉઠ્યો,,,, આમ કઈ મેદાન માં ઊંડા ઊંડા પાણી નાં ખાડા ખોદાય,,,,? સમજ નથી પડતી,,,,? એક તો વરસાદનાં પાણી ભરાયેલા હોય,,, અનેં ઉપર થી તમો આવા પાણી ભરવા માટે ખાડા ખોદો,,,,?

મુદિત નોં આ લવારો સાંભળી અનેં,,,,, ત્યાં પાસે જ ઉભેલા એક મદદ્દ્ગાર સર્કસ વાર ની કમાન છટકી ગઈ,,,, હવે તે સર્કસ વારા એ જે મુદિત નેં કહ્યું તે કઈ આ પ્રકારે હતું.....

સર્કસ વાર ભાઈ : અરે એ મદનિયા,,,, જેવા મોઢા વાર ગેંડા,,,, પેલી વાત તો એ કે,,,, આ પાણી નોં ખાડો નથી,,,, અમારા ટેમ્પરેરી સેફટી સંડાસ નોં ખાડો છે,,,, બીજી વાત એ કે ખાડા માં વરસાદ નું પાણી ભરાયું છે,,, ખાડો અમે નથી ભર્યો,,,, ત્રીજી વાત એ કે તું તારી મરજી થી હરખ પદુડો થઇ અનેં સર્કસ નેં ફરતે આટા મારતો હતો,,, અમે તને અહિયાં તેડાવ્યો નથી,,,, ચોથી વાત એ કે હવે તું જલ્દી થી,,, આ તારી પંખા વિનાની સડેલી સાયકલ ઉપર સવાર થઈ,,, અનેં ભાગવા માંડ,,,, નહીતર જે ખાડા માં થી હમણાં તને કાઢ્યો હતો નેં,,,, એ જ ખાડા માં તને પાછો ફેંકી દેશું,,,, સમજ્યો,,,,,

મુદિત જલ્દી જલ્દી સાયકલ લઇ અનેં તેનાં મિત્રો પાસે પરત ફરી ગયો,,, બધા મિત્રો એ પૂછ્યું કે અલ્યા આ ક્યાં ગધેડા ની જેમ લોટવા ગયો હતો,,,, અનેં તારા શરીર માં થી આટલી બધી દુર્ગંદ શાની આવે છે...?

મુદિત અચકાતા,,,, અચકાતા બોલ્યો,,,, હું પેલા સર્કસ વાર ઓ એ ખોદેલા ખાડા માં પડી ગયો હતો,,,, મુદિત નાં મિત્રો કહે,,,, ઓહ ખુબ ખોટું કહેવાય એ લોકો એ અવા વરસાદી વાતાવરણ માં પાણી માટે અવા ખાડા નાં ખોદવા જોયે,,,, ત્યાં તો ભોળિયો ભગત,,,, મુદિત બોલી પડ્યો,,,,,

અરે નાં ભાઈ નાં.... એ લોકો એ પાણી માટે ખાડો નતો ખોદયો,,,, હું જે ખાડા માં પડ્યો એ તો એ લોકો નોં ટેમ્પરેરી સેફટી સંડાસ નોં ખાડો હતો,,,,

બસ આટલું બોલતા જ મુદિત નાં મિત્રો પેટ પકડી નેં હસી પડ્યા,,,, મુદિત એ સાબિત કરી દીધું કે બુદ્ધી નેં અનેં મુદિત નેં કોઈ લેવા દેવા નથી. ત્યાર બાદ વરસો સુધી મુદિત નાં મિત્રો એ,,, આ કિસ્સા માટે તેને ખુબ ખીજવ્યો,,,, અનેં મુદિત પણ મિત્રો ની ટીખળ-મસ્તી હસવા માં લઇ અનેં પોતે પણ હંસી પાડતો.

==================================================================

આકાશ માં બેઠા ભગવાન પણ હસતા હસતા બોલી ઉઠ્યા કે આ મુદિત ભાઈ નું ઘડતર કર્યું હતું એ વરસ નાં બધા ફરમા (Mold) વેલેરા તોડી નાખજો,,, આમાં આપણી આબરૂ ઓછી થાય,,,, હહાહા

==================================================================