હૈયા સગડી RahuL SaTaPaRa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હૈયા સગડી

“બેટા આવી ગયો….? કેવું રહ્યું ઇન્ટરવ્યું ..?” એક માં એ પોતાના દીકરા હરેશ ને ઘર માં પગ મુકતા વેંત જ સ્વાભાવિક પ્રશ્ન પૂછ્યો.

“સારું રહ્યું” હરેશે વિલા મોઢે ઢીલી સરકણી ગાંઠ જેવો જવાબ આપ્યો.

“કેમ અલા..તને શું થયું છે આજ કાલ ..??”

“મમ્મી તને ખબર તો છે …મારે ઈંટરિયા સારા જ જાય છે પણ પછી જવાબ જ નથી આવતો”

“આવશે આવશે તું “ધરપત રાખ” બેટા …ભગવાન સૌ સારા વાના કરશે” એક માં પોતાના ભણેલા છોકરાને હિંમત આપતી હતી.

“બેટા હું બાજું વાળા નીમા માસી ની સાથે માર્કેટ માં જાઉં છુ. રસોડા માં જમવાનું કાઢ્યું છે. તું જામી લે જે. અને હા બારણું અંદરથી બંધ કરી દેજે…મારે બે ત્રણ કલાક થશે. માં ગઈ પણ માં ના શબ્દો હરેશ ના કાન માં ગુંજતા રહ્યાં..”ધરપત રાખ”…”

“કેટલી ધરપત રાખું હું ..મમ્મી …??” આવું મન માં ને મનમાં ગણગણતા એ સોફા પર બેઠો. બઠો એવી એની નજર સામેના શો-કેસ માં જગારા મારતા એક મેડલ પર પડી. અને બસ..જીંદગી ની ચોપડી નું એક વરસ રૂપી પાનું ઉથલાવી ને હરેશ કોલેજ ના એ છેલ્લો પદવીદાન ના દિવસ માં હાજરી આપવા પહોચી ગયો.

વિશ્વવિદ્યાલય ની વચ્ચોવચ આવેલા મેદાન માં મંડપ નખાયેલો છે. મુખ્ય દરવાજા ની સામેજ મોટું સ્ટેજ ઉભું કરેલ છે. અને સ્ટેજ ની સામે સૌથી આગળ ની બે ત્રણ હરોળ માં મેડલ વિનર તારલાઓ માટે ની મખમલ વાળી ખુરસી પાથરેલ છે. તેની પાછળ સામાન્ય વિદ્યાર્થી માંટે સફેદ ખુરસીઓ ની હરોળબંધ હારમાળા છે. આ પ્રસંગ જેના વગર અધુરો છે એવા વિદ્યાર્થીઓ ધીમે ધીમે બે-ત્રણ કે પાંચ ના ટોળા માં આવી રહ્યા છે. કોઈક કોઈક ની સાથે તેમના માતા પિતા આવ્યા છે.તો વળી કોઈક કોઈક ની સાથે તેમનું પ્રિય પાત્ર છે…કોઈક જુના પ્રેમી યુગલો છે તો વળી કોક હજી હમણાં જ તાજા બનેલા ગુલાબજામુંન જેવા…!! બધા વિદ્યાર્થી એ એકજ સરખો ડ્રેસ સફેદ ચોયણી-ઝબ્બો અને ગળા માં લાલ કલર નું ખેંસ નાખ્યું છે. બધા ના મોઢા પર એક અલગ જ પ્રકાર નું તેજ જોવા મળે છે. કેમ ના હોય…! આજે તો જેમ કોઈ ફેક્ટરી માંથી કાર્ટન પર માર્કા મારતા હોય તેમ આજે આ શિક્ષણ ની ફેક્ટરી માં એન્જીનીઅર ના માર્કા લાગવાના હતા. બસ….ત્યારથી જ એ પરીક્ષા વાળી જિંદગી પુરી થઇ અને જિંદગી ની પરીક્ષા ચાલુ થઇ…આમ વિચાર માં ને વિચારો માં હરેશ માં છુપાયેલો “હરિયો” જાગ્યો અને,…હરેશ, “હરીયા” ને પોતાની દરિદ્ર કથા કહેવા લાગ્યો..

૧૭ વરસ જેટલો લાંબો, કઠનાય વાળો વિધ્યા-અભ્યાસ પુરો કરીને હરેશ “માર્કેટ ” માં બહાર પડ્યો. એક પ્રકારનો ગજબનો આનંદ હતો કે હવે માતા પિતાના લાખો રૂપિયા ના રોકાણ નું ઋણ અદા કરવાનો સમય પાકી ગયો છે. પહેલા તો એવું થયું કે કોલેજે માં કોઈ કંપની આવશે અને આપણને (મને) મનફાવતું પેકેજ આપીને એમની કંપની માં જોતરી દેસે…પણ કંપનીઓ પણ કેટલીક કોલેજ માં જાય….આજ કાલ તો કંપનીઓ કરતા કોલેજો વધી ગઈ છે..!!..કઈ વાંધો નય “હરિયા” આપણે આપણો રસ્તો જાતે કરી લઈશુ…એમ વિચારી લાગતી-વળગતી કંપની ના ઈ-મેઈલ અડ્રેસ નું લીસ્ટ બનાવ્યું….અને એક પછી એક વારાફરતી બધી કંપનીમાં મારા અભ્યાસ ની સંક્ષિપ્ત માહિતી નો ઈ-મેઈલ મોકલી આપ્યા….અને તેમના વળતા જવાબ ની રાહ જોવા લાગ્યો…૧ મહિનો વીત્યો બીજો પણ…પસાર થયો..પણ આ શું ..? એક પણ પત્ર નો સરખો જવાબ નૈઈ…!!! હા..!અમુક કંપની ના વળી જવાબ આવ્યા કે..”અમારી કામની માં આવેદન પત્ર આપવા બદલ આભાર જેવી જગ્યા થશે એવો અમે તમને સંપર્ક કરશું…..” પણ આજ સુધી એમની કંપની માં જગ્યા થઇ જ નથી….!!!

મારા એક વડીલ મિત્ર એ સલાહ આપીકે હાલમાં આવેલી નવી વેબ સાઈટ “નોકરી.કોમ ” માં ખાતું ખોલાવ…એ પણ કર્યું…એમાંથી પણ મારા કામ ની નાં હોય તેવી નોકરી ના પત્રો આવતા…… પછી એક સબંધી એ વળી એવું કીધું કે…”કંપની વાળા ને આવા રોજ ના હજારો મેઈલ આવતા હોય…એ લોકો કઈ બધા જોવા ના બેસે…એના કરતા જે-તે કંપની માં રૂબરૂ જાઇ ને હાથો હાથ આપી આવ..” જેમ કુતરાઓ રોટલીના બટકા ની આશાએ ઘરે ઘરે ભટકે એમ હું પણ કંપની-કંપની એ ભટક્યો….કોઈકે આવકારો આપ્યો..તો વળી..કોઈકે આશ્વાસન આપ્યું…કોઈકે અનુભવ માગ્યો…. તો વળી…. કોઈકે ઓળખાણ ……અને કોઈકે તો કંપની માં અંદર જવા જ ન દીધો અને બહાર..સિક્યોરીટી વાળાને જ મારા અભ્યાસ ની સંક્ષિપ્ત માહિતી આપી ને પાછું વળવું પડ્યું….!! ક્યારેક તો હદ થઇ જતી…સિક્યોરીટી વાળા જ સંભળાવી દેતાકે જગ્યા છે જ નય…તમારા જેવા તો રોજના કેટલાય આવે છે….!!

આમ ને આમ ૬ મહિના પસાર થઇ ગયા. આ દિવસો નો મારો રોજ નો ક્રમ…ઉઠ્તા વેત પપ્પા છાપુ વાંચતાં પહેલાં મારા સમાચાર પુછેં કે “કોઇ નો જવાબ આવ્યો..??” .. ખેડુત જેમ વરસાદની વાટ જૂવે તેમ મમ્મી રોઝ ટપાલી ની રાહ જુવે…!! આ ૬ માસ માં તો હું કુવામાનો દેડકો બની ગયો..અને ઘર મારો કુવો …!!! કાયમ ઘરે જ આટા-ફેરા કરતો જોઈ ને હવે તો..આજુ બાજુ વાળા પૂછે કે “તમે શું કરો છો..?? , કુટુંબ ના પ્રસંગ માં જાઓ તો કુટુંબ વાળા પૂછે..? “તમે શું કરો છો..?”, સમાજ ના પ્રસંગ માં જાઉં તો સમાજ વાળા પૂછે…“તમે શું કરો છો..??”સગા-વહાલા ને ત્યાં જાવ તો તે પૂછે..“તમે શું કરો છો..?? , હવે તો હું કંટાળી ગયો છું આ તમારા બધાના એક ને એક પ્રશ્ન ના જવાબ આપીને….જો તમે હજી પણ જવાબ સાંભળી ને ધરાણા ના હોય તો ..હવે તો ગાળા માં પાટિયું લટકાવીને ફરવું છે..!!!! ….હવે તો આ “તમે શું કરો છો..?? પ્રશ્ન થી એટલી ચીડ ચડે છે કે…કોઈક છોકરી ને જોવા ગયો હોય ને એ પૂછે ને કે..”તમે શું કરો છો..?? “તો મન માં તો એવું થાય ને કે ઉભો થઈ ને બે ઝાપટ ચોડી દઉં…!!

….અને “હરીયા” મારા માટે સૌથી શરમજનક બાબત એ હતી કે..જે બાપ પાસે 2૩-2૪ વરસ નો કધોતર દીકરો હોય અને એ બાપ ને ખભે ખભો મીલાવી મદદ કરવાને બદલે એ દીકરો બાપ પાસે ખિસ્સાખર્ચ માગતો હોય…!! આનાથી વધારે શરમજનક શુ હોઈ શકે..??

મારા જેવી જ સ્થીતી મારા સાથી મીત્રો ની હતી. આખા દીવસ નાં કંટાળેલા બધા બેરોજગાર-હોંનહાર એંજીનીયરો એક ચા ની કીટલીએ ચા ના બહાને પોતાની સુખ-દુખ ની વાતો કરવા ભેગા થતા. કોલેજ નાં દીવસો યાદ કરી આ દુ:ખ ભર્યો સમય વિતાવવા નો પ્રયાસ કરતા..

“ ”હરીયા”,તને યાદ છે આપણા પ્રોજેક્ટ નાં એ રંગીન દીવસો..??” ભાવલો બોલ્યો..

“અરે..ભાવલા..એ ક્યાં યાદ કરાવીને દુ:ખી કરેસ..!! “

“અરે યાદ છે હરીયા…, આપડા વધુ પડ્તા રચનાત્નમક પ્રોજેક્ટો જે અમુક આપણા સલાહ્કારો ને પણ નહોતા ખબર પડ્તાં…!!

“હા,ભાવલા, બધુ જ યાદ છે…!! મને તો ઓ’લી ધુમાડા ને બાચકા ભરવા જેવી “સ્ટાર્ટ અપ” ની વાતો વાગોળી વાગોળી ને આજે પણ હસવું આવે છે ભાવલા…”

“હા, હરીયા, સાચી વાત છે..ત્યારે આપણે નાદાની માં ને નાદાની મા રેતીનાં મહેલ બાંધ્યા હતા”

“હા..ભાવલા સાચી તો હવે ખબર પડી કે “સટાર્ટ અપ” માટે પણ “બેક અપ“ ની જરૂર પડે છે.મારા ભાઈ…!!!”

“આવી “સટાર્ટ અપ” ની વાતો કરતાં કરતાં ચાની કીટલી ની વગર એંજંડા ની મીટીંગ નું રોઝ “પેક અપ” થતુ હતુ”

“હરિયા” તને ખબર છે ને હજી ૨ દિવસ પેલા ઓલો..સુનીલ્યો મળ્યો તો…હા..જેને પાંચમા સેમેસ્ટર સુધી માં ૮ એટીકેટી ભેગી કરી હતી…એ…જે એક દિવસ માં બે બે સેમેસ્ટરની એટીકેટી સોલ્વે કરવાના પેપર આપતો હતો એ…હા એ કે જે..પૂનમ નો ચાંદ ની જેમ ક્યારેક જ દેખા દેતો તો એ…આજે મોટી MNC કંપની માં સારા પેકેજે લાગી ગયો…કેમ પૂછ..?“હરિયા “….કારણ એના કાકા નો મિત્ર MLA છે……“હરિયા” આવું જોવું ને પછી એક જ વિચાર આવે છે…આનાં કરતા ભણ્યો ના હોત ને.. ભણવામાં જેટલા રૂપિયા બગડ્યા એટલા રૂપિયા નો ધંધો કર્યો હોત ને તોય આજે લાખોપતિ હોત…અને ઈ સુનીલ્યો મને સલાહ આપે છે…”ભાઈ હરેશ આ દુનિયા માં “જેક” વગર કઈ નથી..જો એમનામ રસ્તા પર ચાલવા જઇસ ને તો રસ્તાના કાટા તારી ગાડી નું પંચર પાડી દેશે….એટલે “જેક” ગોતી લે….હવે આ એક નવી ચિંતા “જેક” ગોતવો …!! “જેક” તો મને ક્યાથી મળે, આજ સુધી કોલેજ ની મદ મસ્ત રંગીન દુનીયા મા જ રચ્યો પચ્યો હતો…!! મે ઘરે વાત કરી..ઘરવાળા તો મારો પડ્યો બોલ જીલ્વા તૈયાર હતા. એમ કરીને પન જો પોતાના ભણેલા દીકરા ને નોકરી મળતી હોય તો ઘર વાળા આકાશ પાતાળ એક કરવા તૈયાર જ..હતા..!! અને પછી તો આ “જેક” ગોતવા ની કવાયત ઘર માં ચાલુ થઇ ગઈ….
મમ્મી શેરીની સ્ત્રીઓ ની “ઓટલા મીટીંગ” માં, તો પાપ્પા સગા-સંબંધીઓમાં, ભાઈ તેના મિત્ર વર્તુળ માં ને બહેન તેણીનાં સખી વર્તુળ માં…બસ આ એક જ ચર્ચા…”તમારે એંજીનીયરિંગ ની કંપનીમાં “જેક” છે..???”

આખરે ઘણી બધી આજીજી, લાચારી, વીનવણી પછી મહામહેનતે “જેક” મલ્યો….!!! અને મને હરેશની જીવનરૂપિ ગાડી નું પંચર સરખુ થવાનું આશા નું કીરણ દેખાણુ. અને આ “જેક” ને લઈ ને હુ તો ચાલી નીકળ્યો…!!!! પણ બધી જગ્યા એથી આશ્વાશન ના ખોટા ઓડ્કાર સીવાય કાંય ના મળ્યુ…!!! ક્યાંક જેક નાનો પડ્યો, તો વળી ક્યાંક હુ મોડો પડ્યો. અમુકે મને ઓવરક્વોલિફાઇડ ગણ્યો, તો વળી અમુકે ક્વોલીફાઈડપ પણ ના ગણ્યો…!! અંતે એક કંપની મા મારું સારું એવુ 2 કલાક નું ૩ રાઉંન્ડ વાળુ અભીમાન્યુ ના ચક્રવ્યુહ જેવુ ઇંટરર્વ્યુ ગોઠવાણુ. અને આ ચક્રવ્યુહ માથી આ આજ કાલ નો મોર્ડન એંજીંનીયર અભીમન્યુ પાસ થઈ ગયો. અને તે કંપનીના માનવ-સંસાધન અધીકારીએ અભીનંદન આપતાં હસતાં હસતાં દર મહીને ૬૦૦૦/- પગારની અને 2 વરસ કંપની સાથે જોડાઇ રહેવાની અણધારી ઓફર કરી…!! આ શબ્દો મારા કાને પડતાંજ મે મારો અભીનંદન લેવા લંબાયેલો હાથ પાછો ખેંચી લિધો. અને હું ઇંટરર્વ્યુ રૂમ માથી પોચા પગે વીચારતો વીચારતો બહાર નીકળ્યો….

“ “હરીયા”…!!! આ કંપની ને એક મેટ્રો શહેરમા કે જ્યા ૧૦,૦૦૦ રુપિયાતો મુળભુત જરૂરિયાત પુરી કરવામાં જ ખર્ચાતા હોય છે ત્યારે આટલો પગાર કહેતા જીભ કેમ ઉપડતી હસે…?? શું મેં આટલા પગાર માટે ભણ્વામાં આટ-આટલી મહેનત કરિ..???…આટલો પગાર મેળવવા મેં બાપા નાં લાખો રુપિયા બગાડ્યા…. ?? નહીં…નહીં..નહી…“હરીયા” આવી ઓફર હુ ક્યારેય ના સ્વિકારું..”હરીયા” આવી ઓફર સ્વિકારવાની મને મારુ સ્વમાન ઇઝાઝત નહોતૂં આપતું અને મે આ મહામુલી ઓફર ઠુકરાવી….!!!!”

“હરીયા..” જો તુ ભારત નો વડા પ્રધાન બન ને તો સૌથી પહેલુ કામ આ વધારાની નીંદાણ ની જેમ ઉગી નિકળેલી કોલેજોને બંધ કરવાનુ કરજે હો…!!!! જે કોલેજમાથી નિકલ્યાપછી રોજગારી માટે કુતરા ની જેમ રખડવુ પડતુ હોય તેવી કોલેજો સા કામની..???

“મારા સમાજ નાં એક કારર્કિર્દી માર્ગદર્શન સેમીનાર માં એક ઉંચ્ચ સરકારી પદાધીકારીએ સલાહ આપી કે “આ જમાનો સ્પર્ધાત્મક થઈ ગયો છે…અને જો આજના યુવાન ને સ્પર્ધા મા રહેવુ હોય તો આ સરકારી નોકરી અપાવતી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરવી જોઇયે….” “હરીયા”, આ સાંભળીને મને પણ એનો વીચાર આવ્યો અને મે એ તૈયારી ચાલુ પણ કરી….અને એક-બે પરીક્ષા મહેનત કરીને આપી પણ ખરી…અને આ પરીક્ષા જેવી પુરી થાય તેવાજ બ્રેકીગ ન્યુજ આવે..”કે ફલાણી પરીક્ષા માં ફલાણા જીલ્લા માં પરીક્ષા દરમીયાન ચોરી….” બસ, આવા બ્રેકીગ ન્યુજ મારા સપનાનાં મહેલમાં ભુકંપ લાવી દેતા..!!!…ચોરી નો થાય તો ભ્રષ્ટાચાર….અને ભુલથી પણ કોઈ પરીક્ષા ભ્રષ્ટાચાર માથી પણ બચી જાય તો…. કોર્ટ મા રીટ કરવાવાળા ની લાઈન લાગી હોય….!!! આવી પરીક્ષા નુ પરીણામ આવતાં વરસો લાગી જાય છે…!! અને આટલો સમય રાહ જોવાય એટલો મારી પાસે સમય નથી….!!”

“હરીયા, મને ભગવાન પર થી તો વિશ્વાસ ક્યારનો ઉઠી ગયો હતો…પણ આજે મને મારા માંથી પણ વિશ્વાસ ઉઠી ગયો…!!! અને જ્યારે વ્યક્તી ને પોતાના પરથી વિશ્વાશ ઉઠી જાય પછી જીવન જીવવાનો કોઇ મકસદ હોતો નથી.” આટલુ બોલતા ની સાથે જ હરેશ “હરિયા” ની ગોદ માં લપાઈને ને ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડવા લાગ્યો…!!!જાણે પોતાની માં ની કુંખને આખરી પ્રણામ કરતો હોય…!! જાણે દીકરો રડવા માટે બાપ નો ખભો શોધતો હોય..!! જાણે કોઇ મિત્રને બાથ ભરીને આખરી વાર ભેટી રહ્યો હોય…!

“ઠક…ઠક…ઠક….!!!..હરેશ ઓ… હરેશ” મમ્મી માર્કેટ માથી આવી ને દરવાજો ખખડાવતા પોતાના વહાલસોયા દીકરાને અવાજ દીધો…

“ઠક…ઠક…ઠક….!!!” અલ્યા શું કરે છે..? એમ કરી ને બારણા ને સહેજ ધક્કો દીધો

……”ત્યાં બારણુ ખુલી ગયુ…”

….અને જેવુ બારણુ ખુલ્યુ તેવુંજ કોઈ માં એ પોતાના દીકરા માટે સપને પણ ના વીચાર્યુ હોય તેવુ દ્રશ્ય જોઇ ને ત્યાજ ઉમરાંમાજ મુર્છીત થઈ ગઈ….!!!!