છગન કુંભાર અને સિંહ Sudhir Bhalani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

છગન કુંભાર અને સિંહ

છગન કુંભાર અને સિંહ


દશ પંદર દિવસ થી સતત વરસાદ વરસી રહ્યો હતો અને રામપુર ગામના બધા જ લોકો કંટાળી ગયા હતા. હું તમને જે વાત કરવા માંગુ છું તે વાત છે અમાસ ની રાતની,

સાંજનું વાળું કરીને બધા સુવા ની તૈયારી કરતા હતા ત્યારે મંજુ ડોશી સાંજનું જમવાનું પતાવી વાસણ ઘસી રહ્યા હતા. વાસણ ઘસતા ઘસતા બબડી રહ્યા હતા 'સો સાવજ સારા પણ આ ટપક્યું ભૂંડુ'.

બરોબર આ સમયે એક બીજી ઘટના બની. બન્યું એવું કે રામપુર ગામ ની બહાર એક ગાઢ જંગલ હતું અને આ જંગલ માં એક સિંહ રહેતો હતો. હવે સિંહ ની ગુફા માં પાણી ભરાય ગયું હતું, સિંહ વરસાદ થી બચવા આમ થી તેમ ફરી રહ્યો હતો. ત્યારે સિંહને વિચાર આવ્યો કે ચાલને ગામમાં કોઈ ઘર ની ઘર ની દીવાલ નેઆડે ઉભો રહુ જેથી આ વરસાદ થી બચી શકાય, આવું વિચારી સિંહ તો ગામમાં માં આવ્યો,

હવે મંજુ ડોશી નું ઘર ગામની બહાર આવેલું હતું, સિંહ તો મંજુ ડોશી ની ઝૂંપડી ની દીવાલ આડો ઉભો રહ્યો અને રાહત નો શ્વાસ લીધો,

હવે બરોબર આ જ સમયે મંજુ ડોશી વાસણ ઘસતા ઘસતા બબડી રહ્યા હતા 'સો સાવજ સારા પણ આ ટપક્યું ભૂંડું'. સિંહ તો વિચાર માં પડી ગયો કે આ ટપક્યું તો કેવું તાકાતવાન હશે કે સો સિંહ ને પણ ભારે પડતું હશે.

બરોબર આ જ સમયે એક ત્રીજી ઘટના બની. ગામનો કુંભાર છગન તેના ગધેડા ને શોધવા નીકળ્યો હતો. છગન ગધેડો શોધતો શોધતો મંજુ ડોસી ની ઝૂંપડી બાજુ આવ્યો, આમાસ ની રાત હતી અને અંધાર માં તેને ઝૂંપડી ની દીવાલ આડે ઉભેલો સિંહ પોતાના ગધેડા જેવો લાગ્યો, છગન એક દમ થાકેલો હતો અને ગુસ્સે પણ થયેલો હતો. સાથે લાવેલ ડફણાં થી સિંહ ને ધમારવા લાગ્યો, બે ત્રણ લાતો મારી લીધી, મુકા વળી કરી. સિંહ તો વિચાર માં પડી ગયો મારુ હાળું આ કોણ છે જે મને આ રીતે ધમારી રહ્યું છે, બાકી તો મારી સામે ઉભવાની પણ કોઈ હિમ્મત નથી કરતુ, તેણે વિચાર્યું નક્કી આ તો ટપક્યું જ હશે, ટપક્યા સિવાય તો કોની હૈમ્મ્ત છે કે મને આ રીતે મારી શકે. સિંહે તો મનોમન નક્કી કર્યું કે આપણે કાઈ બોલવું નથી નહિ તો આ ટપક્યું આજે આપણ ને ટપકાવી દેશે,

છગન તો સિંહ ના ગાલા માં દોરડું બાંધી ખેંચવા લાગ્યો, આગળ છગન અને પાછળ બિચારો સિંહ ડરતો ગભરાતો ચાલતો હતો. થોડી વાર પછી છગન થાક્યો તો સિંહ ની ઉપર બેસી ગયો.ઘરે જઈને છગને તો સિંહ ને ફળીયા માં ઝાડ સાથે બાંધી દીધો અને તે સુઈ ગયો.છગન તો એક દમ થાકેલો હતો એટલે ઘસઘસાટ ઊંઘી ગયો.

સવારે ફળીયા માંથી શોરબકોર શાંભળી છગન જાગી ગયો અને જુવે તો ફળીયા માં તો આખું ગામ ભેગું હતું, લોકો અંદરો અંદર વાતો કરી રહ્યા હતા છગનભાઇ તો ભારે જબરા, જીવતા સિંહ ને પકડી ઝાડ સાથે બાંધી દીધો, છગન બહાર નીકળી જોવે તો બધા તેના ફળી ના ઝાડ નીઆસ્પાસ ભેગા થયા હતા. છગન તો ભીડ માં અંદર ઘુસી જોવે તો સિંહ ઝાડ ની આસપાસ આમ થી તેમ આંટા મારે, છગન ના તો ઝાક મોકળા થઈ ગયા અને ભગાવ ની તૈયારી કરતો હતો એટલા માં જ કોઈનું ધ્યાન પડ્યું કે છગનભાઇ આવ્યા છે. ગામ નાયુવાનો એ તો છગનભાઇ ને ખંભે ઉપાડી લીધા ને બધા જોર જોર થી બોલવા લાગ્યા 'છગનભાઈ ની જય ' છગનભાઇ ની જય '

છગન ને તો બગાસું ખાતા પતાસું પડવા જેવું થયું, છગન તો હવા માં આવી ગયો અને માંડ્યો બણગા મારવા, "આવું તો હું કેટલીય વાર સિંહ પકડી આવ્યો છું આ તો વળી આ વખતે તમને લોકો ને ખબર પડી. મને તો ગધેડો ના મળે અને કામ હોય તો સિંહ, વાઘ, દીપડો ગમે તેને પકડી લાવું અને કામ કરાવી ને છોડી મુકું, મારા માટે તો રમત વાત છે. ગામ લોકો તો છગનભાઇ બહાદુરી થી અંજાઈ ગયા. ગામમાં ચોર ને ચોંટે ફક્ત છગનભાઇ ની વાતો ચાલવા લાગી .

હવે આ જ સમયે ચોથી એક ઘટના બની. બન્યું એવું કે બાજુના ગામના રાજા એ રામપુર ગામ ના રાજા ને શંદેશો મોકલ્યો કે યુદ્ધ માટે તૈયાર રહેજો અથવા તો શરણે થય જાવ.હવે બાજુ ના ગામ ના રાજા પાસે વધુ મોટું સૈન્ય હતું, એટલે રાજા તો ગભરાય ગયો અને અરજન્ટ માં રાતોરાત ગામ ના આગેવાનો અને મંત્રીઓ ની મિટિંગ બોલાવી,

મિટિંગ માં તો મોડી રાત સુધી ચર્ચાઓ ચાલી, કોઈ કહે આપણે શરણે થઈ જવું જોઈએ જેથી ઓછા નામે જીવ તો બચી જાય, કોઈ કહે જાણ જાય તો જાય પણ માથું ના ઝુકવુ જોય, કોઈ વળી કહે આપણે રાતોરાત સામેના ગામ પર હુમલો કરી દેવો જોઈએ, પણ બધા એક વાતે સહમત હતા યુદ્ધ થયુ તો આપણી જીતવા ની કોઈ જ શક્યતા નથી.

અંતે રાજા ઉભા થયા અને કહ્યું કે મને તો લાગે છે કે આપણી પાસે હવે બે જ રસ્તા છે, એક તો શરણે થવું અને શરણે થાશું તો આપણને લૂંટી લેવા માં આવશે અને બીજો રસ્તો એ કે આપણે યુદ્ધ કરવું અને યુદ્ધ કરશું તો આપણા ઘણા બધા સૈનિકો મરી જશે અને હા આપણે લૂંટાવું તો પડશે જ. ત્યારે ગાભાજી મંત્રી એ ઉભા થય ને કહ્યું કે એક ત્રીજો રસ્તો પણ છે અને તે રસ્તો જ સૌથી સારો છે. આપણે આપણા ગામ ના કુંભાર છગન ને સેનાપતિ બનાવી દઈએ તો આ યુદ્ધ માં આપણો વિજય નિશ્ચિત છે.આવા ગંભીર વાતાવરણ માં પણ રાજા થી હાસ્ય વગર રહેવાયું નહિ. રાજા ખડખડાટ હસી પડ્યો અને કહ્યું કે માટલા ઘડવા નથી જવાનું ભાઈ યુદ્ધ કરવાનું છે. પરિસ્થિતિ ની ગંભીરતા સમજો અને પછી બોલો તો સારું કહેવાય, ગાભાજી કહે રાજાસાહેબ એક વખત છગન ના ઘરે આંટો મારો પછી તમે જ કહેશો કે સેનાપતિ તો છગન જ.

રાજા: પણ એવું તો શું છે એના ઘરે

ગાભાજી: તમે એક વાર એના ઘરે આંટો મારો એટલે તમને બધું જ સમજાય જશે.

રાજા તો છગન ના ઘરે જવા ઊપડ્યો, રાજા એ તો દૂર થી જોયું તો છગન ના ફળીયા માં ઝાડ સાથે બંધાયેલો સિંહ આમ થી તેમ આંટા મારે છે. એક વખત તો રાજા ને વિશ્વાશ જ ના થયો કે છગન ના ફળીયા માં સિંહ તો ક્યાંથી બાંધેલો હોય.રાજા એ આંખો ચોળી અને ફરી થી જોયું પણ આતો સિંહ જ હતો. ઘડી વાર તો રાજા નો જીવ હાથ માં આવી ગયો. રાજા એ તો દૂર થી જ છગન ને બૂમ પાડી,

રાજા: છગનભાઇ ઓ છગન ભાઈ

છગન: (પોતાના ઘર ની બહાર આવી ને રાજા ને નમસ્કાર કર્યા ) જી રાજાસાહેબ।

રાજા: છગનભાઇ તમે તો ખરા બહાદુર છો. અમને તો ખબર જ ના હતી કે આવા બહાદુર માણસ આપણા ગામ રહે છે.

છગન: રાજાસાહેબ સિંહ તો હું કેટલીયે વખત પકડી લાવતો હોવ છું પણ આ વખતે બધા ને જાણ થાય ગઈ.

રાજા: અરે છગનભાઇ તમારે આવા ઝુંપડા જેવા મકાન માં તમારે ના રહેવાનું હોય. તમે અત્યારે જ મારી સાથે ચાલો, મારા મહેલ ની બાજુમાં જે મહેલ આવેલો છે તેમાં તમારે રહેવાનું છે. તમારો ઘર સામાન પછી નોકરો ને મોકલી મંગાવી લેજો,

છગન તો ખુશ ખુશ થાય ગયો. રાજા ની બાજુ ના મહેલ માં રહેવા પણ આવી ગયો. હવે બીજા દિવસે સાંજે રાજા છગન ના મહેલ માં આવ્યા,

રાજા: શું છગનભાઇ બધી વ્યવશ્થા બરાબર તો છે ને, તમને કોઈ જાત ની અગવડ તો નથી ને.

છગન: ના રાજાસાહેબ બધી જ વ્યવાસસ્થા બારોઅબર છે.

રાજા: આજ થી તમે આપણા રાજ્ય ના સેનાપતિ છો, અને બીજું આવતી કાલે આપણે બાજુ ના ગામ ના રાજા સાથે યુદ્ધ લડવા જવાનું છે, તો સવારે સાતેક વાગતા આપણે યુદ્ધ માટે નીકળશું,

છગન: જી રાજાસાહેબ

હવે છગન ના તો મોતિયા મારી ગયા, કે હવે શું થશે આપણે તો જબરા ફસાઈ ગયા. રાજા ગયા એટલે છગન ની પત્ની ઝમકુડી અને છગન વાતે વળગ્યા,

છગન: શું કરશું આપણે, હવે તો જીવ થી જાશું, આતો માજા ની સજા થઇ ગઈ. મને તો ઘોડા ઉપર બેસતા પણ નથી આવડતું અને રાજા કહે છે કે યુદ્ધ માં જાવ.

ઝમકુડી: એક આઈડિયા છે. જુવો લડાઈ તો સૈનિકો લાડવા ના છે તમારે તો ખાલી હાકલ પડકારા કરવાના છે. પણ હા ઘોડા પર બેસતા તો શીખવું જ પડશે. આપણી પાસે આખી રાત પડી છે. તમે અટાયરે જ ઘોડા પર બેસતા શીખવા નું ચાલુ કરો.

છગને તો તાબેલા માં થી એક ઘોડા લીધો ઓટા પાસે ઘોડા ને ઉભો રાખી છગન તો ઘોડા ઉપર ચડી ગયો. છગન જેવી ઘોડા ને એડી અડાડી એવો જ ઘોડા એ છલાંગ મારી અને છગન એક બાજુ ઉલલીને પડ્યો. છગન માંડ માંડ ઉભો થયો અને હજુ વિચારતો હતો કે હવે શું કરવું ત્યાં ઝમકુડી બોલી બીજો એક આઈડિયા છે. એક કામ કરો તમે ઘોડા ઉપર બેસી જાવ હું નીચે થી તમારા બંને પગ ફાળિયા થી બાંધી દઉં એટલે તમે પડશો નહિ. છગન તો ઘોડા ઉપર બેસી ગયો અને ઝમકુડી એ તેના પગ નીચે થી બાંધી દીધા. હવે આ ઘોડો યુદ્ધ નો ઘોડો હતો અને હંમેશા યુદ્ધ માં જાવા ટેવાયેલો હતો. એટલે ઘોડો તો યુદ્ધ ના મેદાન તરફ દોડવા લાગ્યો. છગન રોકવા માટે લગામ ખેંચે તો ઘોડો પાછલા બે પગ પર ઊંચો થાય અને જેવી એડી મારે એવો જ ફરી થી દોડવા લાગે. છગન ના તો હોંશકોશ ઉડી ગયા, કેમકે આ ઘોડો તો યુદ્ધ ના મેદાન તરફ દોડી રહ્યો હતો અને યુદ્ધ ના મેદાન પાસે જ દુશ્મન દેશ ના રાજાનો સૈન્ય શાથે નો પડાવ હતો.

છગન ગભરાતો હાતો કે હવે મારુ શું થશે અને ઘોડો kamfuse થતો હતો કે છગન ને કરવુ છે શું. છગન બધા જ પ્રયત્નો કરી રહ્યો હતો પણ ઘોડો કેમેય કરી ને ઉભો જ રહેતો ના હતો.

હવે સામે યુદ્ધ નું મેદાન દેખાવા લાગ્યું. દુશ્મન દેશ ના સૈનિકો ને રાજા બધા પ્રાતઃ ક્રિયાઓ કરી રહ્યા હતા. કોઈ દાતણ કરી રહ્યું હતું, તો ક્યાંક સવાર નું જમવા નું ચાલુ હતું, કેટલાક સૈનિકો પોતપોતાની તલવારો સજાવી રહ્યા હતા.

છગનને વિચાર આવયો કે અત્યારે જો આ ઘોડો મને યુદ્ધ ના મેદાન પર લઇ જશે તો બધા ભેહ મળી ને મારા તો કટકેકટકા કરી નાખશે. હવે શુ કરવું.

હવે યુદ્ધ ના મેદાન ની બાજુમાં જ રસ્તા પર એક લીમડા નું ઝાડ હતુ અને એ ઝાડ ની એક મોટી ડાળી રસ્તા પર લટકતી હતી. છગને વિચાર્યું આ ઝાડ ની ડાળી પકડી લઉં તો ઘોડા ઉભો નહિ રહે ને ક્યાં જશે. તેણે તો ચકડાવીને ઝાડ ની ડાળી પકડી લીધી, પણ ઝાડ ની ડાળી અટકેલી હતી અને તૂટી ગઈ.

હવે દ્રશ્ય કૈંક આવું સર્જાયું. દુશ્મન દેશના રાજા અને સૈનિકો ને આગળના દિવસે જે સમાચાર મળી ગયા હતા કે રામપુર ગામ ના સેનાપતિ બદલી ગયા છે અને જે નવા સેનાપતિ આવ્યા છે તે ખૂબ જ બહાદુર છે. જીવતા સિંહ ને પકડી લે છે અને સિંહ પાસે કામ કરાવે તેવા છે. તે બધા એ આ દ્રશ્ય જોયું કે રામપુર ગામ ના સેનાપતિ લડાઈ કરવા એકલા આવ્યા, દોડતા ઘોડે ઝાડ ની મોટી ડાળ હાથ થી તોડી નાખી અને એ ડાળ લઇ આપણ ને મારવા માટે આવે છે. બધા જ સૈનિકો જીવ બચાવવા માટે તલવારો ને ભાલા ને બધું આમતેમ ફેંકી ભાગ્યા પોતાના ગામ તરફ.

બધાજ સૈનિકો ભાગી ગયા. યુદ્ધના મેદાન પર વધ્યા માત્ર રાજા અને સેનાપતિ. હજુ એ બને વિચારતા હતા કે આપણે હબે શું કરવું ત્યાં તો છગન કુંભાર નો ઘોડો મેદાન પર પહોંચી ગયો. રાજા અને સેનાપતિ બંને છગન ની સામે હાથ જોડી ને થરથર ધ્રુજતા ઉભા રહ્યા. બંને એ વીનન્તી કરી કે આ વખતે અમને જીવતા જવા દો ફરી ક્યારેય આવી ભૂલ નહિ કરીએ. છગને વિચાર્યું આપણી તો લાગી પડી. છગને બંને પાસે માફી પત્ર લખાવયો.

આ આખી ઘટના આજુબાજુ ના ખેતરો વાળા ખેડૂતોએ જોઈ. એ બધા દોડતા રામપુર ગયા અને રાજા અને ગામ લોકોને છગનભાઇ ની બહાદુરી ની આખી વાત માંડી ને કરી. રાજા અને ગામ ના બધા જ લોકો ઢોલ નગરા સાથે છગનભાઇ નું સ્વાગત કરવા સામે ગયા.

આને કહેવાય અલ્લા મહેરબાન તો ગધ્ધા પહેલવાન. સોરી ગધે કા માલિક પહેલવાન.