અતૃપ્ત આત્મા-2 Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતૃપ્ત આત્મા-2

ભાઇએ નોકરાણીને શોધવા એક બે માણસ મોકલ્યા અને અહી વિહા એટલી વિકરાળ સ્વરુપ લઇને બેસી હતી તેની પાસેથી સાડી દુર કરવી એ કેમે કરીને શકય નહોતુ વિહા આમ પણ કુંજની આતુરતાપુ્ર્વક રાહ જોતી જ હતી અને હવે જયારે માલુની આત્માએ તેના પર કબજો જમાવી લીધો હતો એટલે એકદમ અધુરી બની ચુકી હતી કદાચ એ વિહાના વિચારો સમજી જતી હશે અને નકકી કરેલા સમયે કુંજ પણ ધર્મશાળામા આવી ગયો બધા ચિંતામા હતા અને કુંજને આવેલો જોઇ વધુ ચિંતિત થઇ ગયા અને નાછુટકે કુંજને સઘળી બીના જણાવી કુંજ ખળભળી ઉઠયો પોતાની માસુમ વિહા અત્યારે કેવી યાતનામાથી પસાર થઇ રહી છે એ વિચાર માત્રથી એ વલવલી ઉઠયો અને વિહા પાસે જવાનો નિર્ધાર કર્યો પણ છગનભાઇએ તેને રોકયો, “ના બેટા અત્યારે તેનાથી દુર રહેજે તેનામા માલુની આત્મા છે એ પણ તને ઝંખે છે તારે તેનાથી દુર રહેવાનૂ છે” કુંજે ના પાડી અને જીદ્દ કરી, “ના હુ વિહા પાસે જઇશ જ એ અત્યારે સંકટમા છે તેને મારી જરુર છે હુ જઇશ જ “ ના છુટકે તેને વિહાના ઓરડા તરફ લઇ ગયા અને બારી પાસે ઉભા રહેવા કહયુ વિહા પલંગ પર એ જ લાલ સાડી ઓઢીને બેસી હતી કુંજે હળવેકથી સાદ કર્યો, “વિ.......” અને વિહાએ શરમાતા ઘૂંઘટ ઉચો કર્યો અને બોલી, “કુ.... તમે આવી ગયા હુ કયારની તમારી રાહ જોતી હતી” કહેતા તો એ રોવા જેવી થઇ ગઇ કુંજ તરત જ દરવાજો ખોલવા ગયો પણ ઉતાવળી વિહાએ કહયુ, “દરવાજો ખોલવાની શી જરુર છે અહીથી જ અંદર આવી જાવને!!” એમ કહેતા જ પલંગથી બારી સુધી હાથ લંબાયા અને કુંજને ખભાથી પકડી લીધો કુંજ ડરના કારણે ચીસ પાડી ઉઠયો અને એક ઝાટકે હાથ છોડાવી દુર ભાગ્યો તે સમજી શકતો નહોતો શુ આજ વિહા હતી સાચે જ તેણે વિહાથી દુર રહેવાનુ હતુ અને દુખી થતો ત્યાથી ચાલ્યો ગયો

રાતના બાર વાગે માણસો આવ્યા ભાઇએ મોકલેલા માણસોને એ નોકરાણી તો મળી નહી પણ ત્યાના આજુબાજુવાળાએ એક સાધુનો સંપર્ક કરાવ્યો લોકો કહેતા હતા કે એ ભલભલા ભુત ભરાડી વળગાડને દુર કરવામા સક્ષમ હતા બહુ જ જ્ઞાની અને સિધ્ધ કહેવાતા હતા તેને સાથે લઇને આવ્યા તેમને જોઇને રમેશ ઉકળી ગયો, “અમે આવા ધુતારાને અમારા ઘરની વહુ પર કોઇ જ પ્રકારની ક્રિયા કરવા નથી દેવાના તમે શુ જોઇને આમને લઇ આવ્યા મહેરબાની કરીને નોકરાણીને શોધી લાવો તેને પુછીને સાડીનો નિકાલ કરી દેશુ બસ”. કહીને ધુઆપુઆ થતો ચાલ્યો ગયો પરંતુ સાધુ શાંત મુદ્રામા જ ઉભા રહયા તેમને રમેશના શબ્દોની કઇ અસર થઈ જ નહી. સરોજબહેન આગળ આવ્યા અને સાધુની માફી માંગી અને બોલ્યા, “મહારાજ મારા છોકરાવતી હુ માફી માંગુ છુ તમે આત્માથી છુટકારો મળે એ માટેની સાધનાનો આરંભ કરો અમને તમારી પર વિશ્વાસ છે. સાધુએ આશિર્વાદ આપવાની મુદ્રામા હાથ ઉચો કર્યો અને વિહાના ઓરડા તરફ પગ માંડયા એ સાથે જ પરિવારના સભ્યોને અચરજ થઇ આવ્યુ કારણ કે કોઇએ તેમને હજી વિહાનો ઓરડો બતાવ્યો જ નહોતો બસ અહી જ તેમને ખાતરી થઇ ગઇ કે સાધુ મહારાજ ત્રિકાળજ્ઞાની છે. સરોજબહેને ત્રણે બાળકોને સુવડાવી દીધા જેથી હવેની સાધુ મહારાજની ક્રીયામા કોઈ વિધ્ન ના પડે

વિહાના ઓરડાની પરસાળમા મહારાજ પલાંઠી વાળી બેસ્યા અને કહયુ આ સાડી એટલે કે માલુની આત્મા સામે ચાલીને વિહા સામે આવી છે તેણે પોતાનો શિકાર સોચી સમજીને પકડયો છે બધા સાધુની ગોળ ફરતે ઉભા હતા અને ચુપચાપ તેમને સાંભળતા હતા અને પદ્મા તરફ નજર નાખી, “બોલ બેટા કહે તો શુ થયુ હતુ?” તે ધીમેથી બોલી, “અમે બઝારમા હતા અને તેની આંખોમા સાડીના આભલાનુ પ્રતિબિંબ પડયુ અને ત્યાર પછી તે સાડી પર ધ્યાન ગયુ હતુ”. “હા પછી પ્રતિકાર કરતા તુ ઘાયલ થઇ હતી” મહારાજે આગળ જણાવ્યુ અને પદ્મા ડરની મારી બે ડગલા પાછી હટી ગઇ શુ તે બંગડી હાથમા પહેરતા તુટી તે અકસ્માત નહિ પણ માલુની આત્માએ હુમલો કર્યો હતો!! રમેશ બાજુમા જ ઉભો હતો એટલે તેને સધિયારો આપ્યો “અને ત્યાર પછી તે આત્મા તારા પર હુમલો કરવા માંગતી હતી પણ તેમ કરવામા ફાવટ મળી નહી”. અનિલે પ્રશ્ન કર્યો, “માલુની આત્મા વિહામા જ કેમ આવી પદ્માભાભી સાથે જ હતા તેનામા કેમ ન આવી તેને તો એક સ્ત્રી નુ જ શરીર જોઇતુ હતુ ને?” મહારાજનો ઉતર સાંભળીને બધા છક્ક થઇ ગયા “માલુની હત્યા લગ્નની રાતે જ થઇ હતી તેથી પહેલી રાતના શમણા પુરા કરવા હતા અને વિહા તે માટે અનુરુપ છે આપણે નવવધુને નજર ના લાગે કઇ ઉંચનીચ ન થાય તે માટે જ વધુ બહાર આવવા જવાની ના પાડીયે છીયે ખરી રીતે તો જે દિવસે લગ્ન થાય અગ્નિની સામે ફેરા લેવાય એ જ રાત મિલન માટે ઉતમ કહેવાય જો વિહા સાથે પણ તેમ થયુ હોત તો આ માલુની આત્મા વિહાને પોતાનો શિકાર ન બનાવત ચલો જે થયુ તે બનવાકાળ હતુ હવે હુ વિધિનો પ્રારંભ કરુ છુ”.

સાધુએ સૌપ્રથમ કુંજને બેસાડયો અને તેના ફરતે કંકુથી કુંડાળુ કર્યુ પછી લોખંડની નાની કુંડીમા ઘી ઉમેર્યુ ચંદનના લાકડા નાખ્યા તેની બાજુમા નાની ત્રાસક મુકી અને ઉંચા સાદે મંત્રોચ્ચાર કરતા કરતા ચોખાનો એક એક દાણો એ ત્રાસકમા મુકતા ગયા લગભગ એક કલાક આમ ચાલુ રહયુ ને ઓરડામા માલુની આત્મા હિંસક અવાજ કાઢતી રહી તો કયારેક કલ્પાંત કરતી રહી આ મંત્રોચ્ચારથી તે ખુબ જ વેદના અનુભવી રહી હતી વળી તેની નજર સામે કુંજ પણ બેસ્યો હતો એટલે તેની પાસે જવા ઉતાવળી પણ થઇ રહી હતી પરંતુ આ મંત્ર વેદ તેને રોકતા હતા તેના આક્રમક ઘમપછાડા તેના લબકારા તેની ખુંખાર નજર અને સૌથી ભયંકર એટલે માસુમ વિહાનો બદલાયેલો વિકરાળ ચહેરો ચહેરો એ જ પણ તેના ભાવ સહી ન શકાય તેટલા હીંસક હતા કૂંજને ખાસ ચેતવ્યો હતો કઇ પણ થાય આ કુંડાળાની બહાર પગ મુકયો એટલે માલુની પ્રચંડ શકિત કુંજને પોતાની સમિપ લાવી દેશે. બધા થરથર કાંપતા ઉભા હતા પદ્મા તો ડરની મારી બેહોશ થઇ ગઇ હતી એક કલાકે મંત્ર બંધ થયા અને માલુનુ રુદન પણ થંભી ગયુ બારીમાથી ડોકા કાઢી રહીએ સતત હાંફી રહી હતી તો કયારેક વિહા પોતે માલુના અત્યાચારથી થાકીને ત્રાહીમામ પોકારી રહી હતી અને દીન અવાજે “કુંજ મને બચાવ” કહીને આક્રંદ કરી રહી હતી મોઢામાથી સતત લાળ ટપકી રહી હતી આખોમાથી પાણી વહી રહયુ હતુ લાલ સોજેલી આંખો સતત ઉઘાડી હતી અને પલક પણ ઝબકાવતી પણ નહોતી વિહાની આવી હાલત જોઇને કુંજની હાલત પણ કફોડી થઇ ગઇ હતી પોતાના પ્રાણથી વધુ પ્રિય એવી વિહાની આવી પરિસ્થિતીથી ઘણો જ દુખી થયો અને તેને બચાવવા ઉભો થઇ ગયો સાધુનો હાથ ધ્રુજવા માંડયો જોરથી તાડુકયા, “તુ બેસી જા નહી તો મારી સઘળી તાકત ચાલી જશે” અને સામે વિહા અટ્ઠહાસ્ય કરી રહી કુંજ ફરી બેસી ગયો ઘડીક તેને પારાવાર ગુસ્સો આવતો હતો તો ઘડીક વિહા માટે દયા આવતી હતી માલુની તાકાત વધી રહી હતી અને સાથે સાધુ મહારાજની ચિંતા પણ. તેણે વધુ સમય ન બગાડતા ત્રાસકમાના ચોખા બધાને વહેંચી દિધા અને કહયુ આ મંત્રેલા ચોખા સિધ્ધ થયેલા છે હુ હવે વિહાને બહાર લાવીશ જો એ તમારા પર હુમલો કરે તો આ ચોખા તેની પર નાખવા જેથી તમે સુરક્ષીત રહી શકો અને લોખંડની કૂંડીમા અગ્નિ પ્રગટાવી અને માલુને સંબોધી, “માલુ આ જો અમે બધા અહી તને પરણાવવા ઉપસ્થિત થયા છીએ તુ બહાર આવ” અને વિહા જોરજોરથી તાળી પાડવા માંડી સાધુએ હળવેકથી દરવાજો ખોલ્યો અને એ સાથે જ ત્વરાથી કુદકો મારીને બહાર આવી અને કુંજ તરફ ધસી કુંજ ડરીને પાછળ જવા ખસ્યો પણ જાતને સંભાળીને કુંડાળામા જ ઉભો રહયો અને ત્વરાથી ધસતી આવતી વિહાને કંકુનુ કુંડાળુ જોઇ ભડકી અને અટકી ગઇ હાથ પગ પછાડતી બરડા પાડવા લાગી કુંજને મારી નજીક લાવો મહારાજે પણ ઉચા સાદે કહયુ, “પહેલા લગ્ન થઇ જાય પછી જ બધી વાત વિહા શાંત પડી”. મહારાજ દબાતા પગલે તેની નજીક ગયા માથે ઓઢેલી સાડીનો છેડો કુંજના ખભે રાખેલા ખૅસ સાથે બાંધવા બે છેડા ભેગા કયા અને એક જ ઝટકે સાડીને અગ્નિકુંડમા નાખી દિધી... “ના નહી એમ ના કરો” કહેતી વિહાની અંદર રહેલી માલુની આત્મા ઘમપછાડા કરવા માંડી તેના આક્રંદથી બધા જ રોવા માંડયા જાણે કોઇ સ્ત્રી તેના પતિના મરણ પર છાજીયા લેતી હોય!!! સાડી પુરેપુરી બળી ગઇ અને વિહા જમીન પર પછડાઇ અને એ સાથે જ કુંજ વિહાને વળગી પડયો........................