અતૃપ્ત આત્માpart-01 Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

અતૃપ્ત આત્માpart-01

વિહા તુ તૈયાર થઇ ગઇ અને તારો સામાન પૅક થઇ ગયો...... વાહ!!! તુ તો બહુ ઝડપી..!!!” વિહાએ જેઠાણી પદ્માને જવાબમા આછુ સ્મિત આપ્યુ. નાની નણંદ સિમાએ તરત મમરો મુકયો, “પદ્મા ભાભી, વિહા ભાભી ઝડપી કે પછી ઉતાવળી??!! બને ખળખળતા ઝરણાની જેમ હસી પડયા અને વિહા જેમ લજામણીનો છોડ સંકોચાય જાય, જેમ ચંદ્ર વાદળમા છુપાય જાય એમ શરમાય ગઇ. ત્યાજ સરોજબહેન આવ્યા, “અરે છોડીયુ તમે વાતોના ગપાટા કારમા બેસીને મારજો આપણે અત્યારે ઝટ તૈયારી કરોને” પદ્મા સાડીનો છેડો માથે સરખો કર્યો અને ત્વરાથી ઉઠી હા મમ્મીજી કરતી ત્યાથી ચાલી ગઇ. વિહાની પલકો ભયભીત હરણીની જેમ ઝબકવા લાગી, સિમા આળસ મરડતી બેપરવાહપણે બોલી, “હુ તો ભઇ મારા પિયરે આવી છુ’’ સરોજબહેન મંદમંદ મુસ્કુરાતા ત્યાથી ચાલ્યા ગયા.

બરાબર દસને ટકોરે બે કાર મુંબઇથી ગામ જવા ઉપડી. ચાર દિવસ પહેલા જ વિહા કુંજની ભવભવની જીવનસંગીની બની હતી અને સહકુટુંબ માતાજીના દર્શન કરવા અને છેડાછેડી છોડવા ગામ જઇ રહયા હતા. સિમા એના પતિ અનિલ અને પિંકી સાથે આવી હતી. પદ્માના ચીંટુ અને સોની પણ સાથે હતા રમેશે જય માતાજી કહેતા કાર ચાલુ કરી અને પદ્માને હાશ થઇ ચાલો રમેશ મે કીધેલુ યાદ તો રાખે છે. સવારી ચાલુ થઇ અને બાળકો ખુશ થઇ ગયા છગનભાઇએ તરત જ કુંજને ફોન જોડયો, ‘’બેટા અમે પ્રવાસ ચાલુ કરી દિધો છે તારુ કામ પતે એટલે તરત આવી જાજે બસ ત્યારે મુકુ છુ” બધા ગેલમા હતા ફક્ત વિહા ચુપ હતી અને કેમ ન હોય કુંજ સાથે નહોતો ને

વિહા નામ પ્રમાણે જ કોમળ સવાર હતી, મૃદુ બોલી, ખપ પુરતુ બોલે પણ બોલે તો સાંભળનાર સાંભળ્યા જ કરે, એની ઉજળી ત્વચા, એનુ મધમીઠુ હાસ્ય મનના ભાવ વ્યકત કરતી ભાવવાહી આંખો.... કુંજ એ આંખોથી જ તો ઘાયલ થઇ ગયો હતો વળી ખાસ વાત એ હતી કે વિહાને સૌ પ્રથમ કુંજ જ જોવા આવેલો અને કુંજ પણ પહેલી વાર જ છોકરી જોવા ગયો હતો બેઠકરુમમા જ્યારે વિહા ચા લઇને આવી ત્યારે જ કુંજને ગમી ગઇ બન્નેની નજરો મળી કુંજને નયનોના બાણ વાગ્યા તો સામે વિહાને પણ કુંજના સશક્ત, બાવડા ઉંચુ અને નક્કી કદ, સોહામણો ચહેરો ગમી ગયો અને એથીયે અદકેરુ લોભામણુ સ્મિત હદયમા સોસરવુ ઉતરી ગયુ બન્નેના માતાપિતાએ બરાબર નોંધ્યુ કે બને એકબીજાને પસંદ કરી ચુકયા છે બસ પછી શુ ચટ મંગની અને પટ બ્યાહ. સગાઇ અને લગ્ન વચ્ચેના ગાળામા જયારે ફોન પર વાતો થતી ત્યારથી જ બન્ને એકબીજાને “કુ” અને “વિ” કહીને સંબોધતા. જયારે કુંજ વિહાને વિ.... કહીને સંબોધતો તયારે વિહાના નાનકડા હદયમા પ્રેમનો મહાસાગર ઉછળતો પણ એ ચુપ રહેતી ફોન પર ચુપકીદી છવાય જાતી અને કુંજ એના ઉછળતા શ્વાસને પળ ભરીને માણતો. જયારે વિહા કુંજને કુ કહિને સંબોધતી તયારે કુંજ લગભગ બેકાબુ બની જતો અને વિહા વિહવળ થઇ ઉઠતી ઠાઠમાઠથી બન્ને જણા લગ્નગ્રંથીથી જોડાયા અને સપના સાકાર કરતી ઉષ્માભરી એ રાત પણ આવી ગઇ સોણલા સજેલી રાતે વિહાએ દુરી રાખી અન કહયુ કે માતાજીના દર્શન પછી જ સંસાર માંડીશુ અને કુંજે કચવાતા મને અને હસતા મોએ મંજુરી આપી પણ દિધી વિહાને આટલુ સારુ વર ઘર મળ્યુ એટલે પ્રભુનો પાડ માની લગ્ન પછી માતાજીના દર્શન ન થાય ત્યા સુધી બ્રહ્મચર્ય પાળવાનુ નક્કી કરેલુ વિહાએ આ વાત જેઠાણી પદ્માને કરી હતી પદ્માએ સાસુ સરોજબહેનને કરી એટલે મહેમાનોએ વિદાય લીધી કે તરત જ ગામ જઇ છેડાછેડી છોડવા માતાજીના દર્શન માટે કાર્યક્રમ ઘડી દિધો પણ કુંજને ઓફિસમાથી રજા ના મળતા બે દિવસ પછી શનિ રવિની રજામા જ ગામ જવાનુ નકકી કર્યુ અને સહકુટંબ મજામસ્તી અને કિલ્લોલ કરતુ કારમા પ્રવાસ કરી ગામ જવા નિકળ્યા આખા રસ્તે ચીંટુ, સોની, પિંકી, સિમા અનિલ ધીંગામસ્તી કરતા રહયા.

બધા હસી મજાક કરતા હતા અને વિહા કુંજને યાદ કરી રહી હતી જો એ પણ સાથે હોત તો કેટલી મજા આવત એ પણ કેટલી ધીંગા મસ્તી કરતી હોત પણ હાયરે કિસ્મત.... કારે શહેરનો રસ્તો પાછળ મુકીને ગામની વાટ પકડી અહી એકલ દોકલ વાહન મળી જતા બાકી સુમસાન સન્નાટો જ હતો કાર ફુલ સ્પીડમાં ભાગતી હતી બારીમાંથી જંગલ ઝાડી દેખાતા રહ્યા અને હવાના સુસવાટા કાનને બહેરા બનાવી દેતા હતા ધીમે ધીમે બધા ઘેરી ઉંઘમા સરતા જતા હતા ક્યાંક જંગલી કુતરા ભસતા હતા તો ક્યાંક ચામાચીડિયા ઉડતા ઉડતા કારની અડફેટમાં આવી જતા હતા કારમાં ફક્ત બે જ જણા જાગતાં હતા એક રમેશ જે કાર ચલાવતો હતો અને બીજું વિહા જે આવા ભેકાર રસ્તામાં ડર અનુભવતી હતી વળી બધા સુઈ ગયા હતા તેથી વાત કરીને મન પણ બહેલાવી શકતી નહોતી મનમાં વિચારતી હતી કે કાશ કુંજ હોત તો આટલો ડર તો ના લાગત એ પોતાને પુરતો સધિયારો તો આપત પણ અત્યારે ડર ના માર્યા ફફડતા રહેવા સિવાય કોઈ ઉપાય જ નહોતો.

અચાનક કાર ચીચિયારી પાડતી ઉભી રહી ગઇ અને બધા હાંફળાફાંફળા થતા જાગી ગયા અને એક જ સવાલ દરેકના મો પર હતો શુ થયુ? “હે ભગવાન...” કહેતો રમેશ સીટ પરથી ઉતરીને બહાર ગયો અને બહારનુ દ્રશ્ય જોઇને થથરી ગયો!!!! આવુ તેનાથી કયારેય નહોતુ થયુ જેવુ અત્યારે થયુ હતુ એક પછી એક દરેક સભ્ય ઉંઘમાથી જાગીને બહાર ધસી આવ્યુ અને જોઇને અરેરાટી વ્યાપી ગઇ કાળી બિલાડી કાર નીચે પુરેપુરી આવી ગઇ હતી અને બાજુમાથી લાલ લોહીનો રેલો વહી રહયો હતો!!!!! શુધ્ધ શાકાહારી પરીવાર તો હકકોબકકો થઇ ગયો આ બનાવથી. બધા જ સુન્ન થઇ ગયા હતા. વળી જે રસ્તા પર આ બનાવ બન્યો હતો એ બહુ જ ઉજજડ અને વેરાન હતો. વેરાન તો હોવાનો જ ને રાતના બે જો વાગ્યા હતા. ઉખડબાખડ રસ્તાની આજુબાજુ ગાઢ જંગલ સિવાય કંઇ જ નહોતુ........ દુર નજર નાખવાથી અંધારા સિવાય કંઇ જ દેખાતુ નહોતુ. અને હા પવન ના સુસવાટા હતા જે જાણે કોઇ ત્રીજી વ્યકતી હોય એનો અહેસાસ કરાવે એમ હતુ....!!!!!!! વળી એ ખાલી જંગલમા પવનના સુસવાટા અજીબ અવાજ ઉત્પન્ન કરતો હતો. ખરેલા પાનનો અવાજ, ઉચા ઝાડની વડવાઈ જયારે પવનને કારણે ડોલતી તો જાણે એવો આભાસ થતો કે એ પોતાની પાસે બોલાવે છે..!!!!! બે પળ માટે તો ચુપકીદી છવાઇ ગઇ. સમય પારખીને સરોજબહેન બોલ્યા, “જે થયુ તે થયુ અહી વધુ વાર રોકાવાની જરુર નથી”. વિહા ડરની મારી ધ્રુજતી હતી, પિંકી, સોની, ચીંટુ એકબીજાને વળગીને ઉભા હતા, પરંતુ સિમાનો ચહેરો શાંત હતો એના વિખરાયેલા ખુલ્લા વાળ ઓળતી બોલી, ‘’ઓ મમ્મા શુ તુ આટલી ડરી ગઇ... ઇટસ ઓકે ચિલ......’’ પછી ધીમેથી ઇશારો કર્યો કે બાળકો બહુ જ ડરી ગયા છે એટલે છગનભાઇએ વાત વાળી લેતા કહયુ, “ચાલો જલ્દી નકામુ કરો મોડૂ થાય છે”. અને બાળકોને હાથ પકડીને કારમા બેસવા ગયા પણ ચીંટુ મહાપ્રયત્ને બોલ્યો, “મારે પી પી જાવૂ છે...” અને બોલતા બોલતા તો શ્વાસ ચડી ગયો સિમાએ તેને તેડી લીધો અને બોલી, “ચલો ચીંટૂભાઈ પીપી કરવા જાય છે”. સરોજબહેને તેને વારી, “સિમા તારા ખુલા વાળ બાંધ પહેલા અને આમ બહુ અંદર ના જા રસ્તાના કિનારે ઉભો રાખ ચીંટૂને’’ સરોજબહેનને જરાય ન ગમ્યુ આ જંગલમા ચીંટૂ પેશાબ માટે જાય કોઇ ભુત પલીત વળગી ગયુ તો પણ શુ કરે બાળક હતુ એ ય પાછુ ડરનુ માર્યુ એટલે ભગવાનનુ સ્મરણ ચાલુ રાખ્યુ. સરોજબહેનને વિહાની ખુબ જ ચિંતા થતી હતી નવી પરણેલી વહુ હતી. એનુ આમ વન વગડામા રહેવુ જરાયે ઉચિત નહોતુ કારણ કે એને તો નજરે લાગી જાય અને ભુત ભરાડીયે વળગી જાય, વળી વિહા હતી યે પોચા મનની અને તેને ધ્રુજતી જોઇને સરોજબહેન ખુબ જ ચિંતિત થઇ ગયા હતા તેમણે તરત જ હુકુમ છોડયો, ‘’ચાલો કારમા બેસી જાવ બધા હુ સિમાને લઇને આવુ છુ’’. વિહાએ કારમા બેસવા પગ ઉપાડયો પણ ત્યાજ અટકી ગયો સિમા અને ચીંટુ જોરથી ચીસ પાડી ઉઠયા રસ્તાની પેલે પાર જયા ચીંટૂ ઉભો હતો ત્યા છ ફુટનો કાળા પિળા ટપકાવાળો ચિતો માણસની ગંધને કારણે સામે આવીને ઉભો રહયો સિમાને સુકા પાંડદામા પગરવ તો સંભળાતો હતો પણ ચીંટુને ડરના લાગે એટલે ચુપ જ હતી પણ આખરે સામે વિકરાળ ચિત્તો જોઇને ઉછળી પડી અને બન્ને ચીસ પાડી ઉઠયા અને એ સાથે જ કાર તરફ દોટ મુકી ઇતર સભ્યો પણ ડરના માર્યા જેમ બને એમ કારમા બેસી ગયા. રમેશે કાર મારી મુકી અહી સિમાનો શ્વાસ હેઠો બેસવાનુ નામ નહોતો લેતો અને ચીંટૂ જોરજોરથી રોતો હતો સોની અને પિંકી પણ ભયભીત થઇ ઉઠયા હતા અને વિહાને વળગીને બેસી ગયા હતા અરે લગભગ બધાના જ ધબકારા વધી ગયા હતા અચાનક જ અનિલ બોલી ઉઠયો, “ ઓહ શીટ......” રમેશે તરત જ સ્પિડ ઓછી કરી નાખી, બાળકોએ રોવાનૂ બંધ કરી દિધુ, સિમા અનિલ તરફ જોવા માંડી, સરોજબહેન છગનભાઇએ પણ કાન સરવા કર્યા, પદ્મા અને વિહા પણ કુતુહલવશ તેને જોવા માંડયા અનિલ બોલ્યો, “સિમા..... “ પશ્ચાતાપ સાથે સિમાનુ નામ ઉચ્ચાર્યુ એટલે પેલીના પેટમા ઊંડો ધ્રાસકો પડયો અને બોલી, “ હં....બોલોને શુ થયુ?’’ આખરે અનિલે કહી જ દિધુ, “યાર સિમા તે પેલા ચિતા સાથે ફોટો સેલ્ફી લીધો જ નહી........ !!!!” સિમાનુ મો ફિક્કુ પડી ગયુ અને બધા ખળખળાટ હસવા લાગ્યા અને વાતાવરણ હળવુ થઇ ગયુ. થોઙીક રાહત થતા સરોજબહેને કહયુ, “આપણે હોમ- હવન, દાન અને બ્રાહ્મણોને જમાઙીશુ જેથી કઇ નહી મનને શાંતિ તો મળશે” પદ્માએ પણ સુર પુરાવ્યો, “હા મમ્મીજી ઘરે જઇને સૌપ્રથમ એ જ કાર્ય પહેલા કરીશુ” સિમાની બોલતી તો કયારની બંધ થઇ ગઇ હતી. વિહા સહેજ અચકાતા બોલી, “મમ્મીજી મને બહુ જ ડર લાગે છે કઇક વાતો કરતા રહોને”. એટલે અનિલે કિશોરકુમારના ગીતો ચાલુ કર્યા સરોજ બહેને વિહાને ધરપત આપી અને કહયુ હવે કાર કયાય રોકાવતો જ નહી અને એક આંચકા સાથે કાર અટકી ગઇ. શુ થયુ શુ થયુ શુ થયુ કરતો વગડો ગૂંજી ઉઠયો ભેંકાર ઉજ્જડ વિરાન વગડો.......... એમા અટકેલી કાર ખોટકાયેલી કારના અવાજથી કેટલાયે પંખી જાગીને ઊડાઊડ કરવા લાગ્યા દુરથી કુતરા ભસવાનો અવાજ આવતો હતો, બધાના ગાત્ર શિથિલ થઇ ગયા હતા, રમેશે બે- ત્રણ વાર પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ ના જ થઇ. બધા જ થડકતા હૈયે બેઠા હતા. હવે રમેશ અને અનિલ બહાર નિકળ્યા એ સાથે જ સિમા લગભગ બરાડી ઉઠી બહાર ના નિકળો સરોજબહેને પણ વાર્યા, પણ કાર ચાલુ કરવી જરુરી હતી. રમેશ બૉનેટ ચેક કરતો હતો અને અનિલ પૈડા ચેક કરતો હતો બહાર હાડ થીજાવી દે તેવી ઠંડી હતી મો માથી ધુમાડા નિકળે એવી ઠંડી. રમેશે નિદાન કયુ બૉનેટ ગરમ થઇ ગયુ છે પાણી નાખવુ પડશે આજુબાજુમા પેટ્રોલ પંપના કોઇ એંધાણ તો દેખાતા નહોતા. ચારેકોર થરથર કાંપે એવી ઠંડી. કંસારી, તમરાનો અવાજ. એકલ દોકલ પ્રાણીનો અવાજ ,અગાઢ જંગલ લાંબી વડવાઈ સિવાય કઇ જ નજરે પડતુ નહોતુ.

રમેશ અને અનિલે નક્કી કર્યુ કે આજુબાજુમા પાણીની તલાશ કરવી જ પડશે ઘરવાળાની લાખ ના હતી છતાયે જવુ તો પડે એમ હતુ જ એટલે ગળે મફલર બાંધ્યુ કારના દરવાજા બરાબર લૉક કર્યા. થોડુ મોડુ થાય તો પણ બહાર ન આવવાની ખાસ ચેતવણી આપીને બન્ને નીકળી પડયા હાથમા ગેલન પકડીને ઘનઘોર અંધારુ મોબાઇલની બૅટરી ચીરતુ ચાલ્યુ બન્ને જણા રસ્તો કરી જંગલની ઝાડી તરફ ગયા કદાચ કોઇ તળાવ કે ખાબોચીયુ પણ મળી જાય તો પાણીનો બંદોબસ્ત થઇ જાય. ઉંચાનીચા રસ્તા તો કયાંક હાથેથી જ ડાળી હટાવીને માર્ગ કરવો પડતો હતો પાંચ મિનિટ ચાલીને તો બન્ને જણ હાંફી ગયા કારણ કે એક ડગલુ માંડવા માટે પણ ઘણો જ શ્રમ કરવો પડતો હતો વળી દરેક કદમ પર એક નવુ જોખમ હતુ, કયાક દેખાતા આગિયા જંગલને બિહામણુ સ્વરુપ આપતા હતા કયારેક જીવજંતુનો હુમલો તો કયારેક પગ માટીમા લપસી પડતો તો ડાળી હટાવી માર્ગ મોકળો કરવો પડતો વળી મનમા જંગલી પ્રાણીના હુમલાનો ડર તો હતો જ હતો વળી બન્ને આ બધુ કામ એક હાથે જ કરતા હતા કારણ કે અનિલના હાથમા મોબાઇલ હતો જેના કારણે પ્રકાશ રેલાતો હતો અને રમેશના હાથમા ગેલન હતુ. વાંદરાની ટોળીએ રમેશ અને અનિલને હેરાન પરેશાન કરી મુકયા ઘડીકમા એક વાંદરો મફલર ખેંચતુ હતુ તો બીજો બૅટરીના શેરડાને કુતુહલવશ જોતુ હતુ એક વાંદરાએ તો ગેલન છીનવવા રીતસરની ખેંચાખેંચી કરી રમેશે આખરે મફલર જતુ કર્યુ પણ ગેલન તો છોડી શકાય તેમ કય હતુ નાના વાંદરા તો બન્નેના ખભે ચડી ગયા. બન્નેનુ લક્ષ પાણી હતુ તેનો પરીવાર તેની આતુરતાથી રાહ જોતુ હતુ એટલે તેઓ ટકી રહયા હતા બાકી મરદનુ જોમ તો કયારનુ ઉતરી ગયુ હતુ વાંદરાથી છુટ્યા ત્યા તો જંગલી કુતરો જોરજોરથી ભસતો ભસતો સામે ધસ્યો અને અચાનક જ બન્નેમા ઝાડ પર ચડવાની કલા આવી ગઇ!!!!! અને પલકારામા તો ઝાડ પર ચડી ગયા આંખ-કાન પર મચ્છર અને બીજા જીવજંતુ કયારના ફરીને પરેશાન કરી રહયા હતા ભસતો કુતરો હટવાનુ નામ જ લેતો નહતો અને નાછુટકે ઝાડ પર બેસી રહેવુ પડ્યુ પોણો કલાક એમ જ બેસી રહયા અને સવારનુ અજવાળુ પથરાવા લાગ્યુ ભયાનક જંગલ મીઠા મધુરા પંખીઓના કલરવથી ગુંજી ઉઠયુ ભેંકાર જંગલમા તો હવે જાતજાતના પતંગિયા ઉડતા જોઇ શકાતા હતા કાકાકોવા, લક્કડખોદ,બપૈયો, મેના જાતજાતના પંખીઓએ સવારની આગેવાની લીધી હતી સવારના અંજવાળામા આ જંગલ કેટલુ સુંદર હતુ લીલી લીલી હરિયાળી ઉપર રંગબેરંગી પુષ્પો નાજુક નમણા પંખી અને વાતાવરણને જીવંત કરતુ એનુ કલરવ અરે પ્રાણીના વિષ્ટાની ગંધ પણ એટલી જુગુપ્સાપ્રેરક નહોતી જેટલો શહરોમા ગંદવાડ હોય આ જંગલ નહિ પણ સ્વર્ગનુ નજરાણૂ લાગ્યુ કયાક કુડો કચરો નહી બસ શીસ્તબધ્ધ ઉભેલા ઝાડ અને એ પણ નમ્રપણે ઝુકીને લોકોને આશ્રય આપતા હતા આ જંગલી ઝાડને વળી કોણ માનવતાના પાઠ શીખવાડતુ હશે આટલી માનવતા અને સહકાર તો શહેરી માનવી પણ નથી દાખવી શકતો અને અસભ્ય વર્તન કરનારાને લોકો શા માટે સુંદર પરોપકારી સ્વચ્છ જંગલ સાથે સરખાવી જંગલી કહેતુ હશે અનિલ અને રમેશ સુંદર જંગલને જોવામા બધો જ થાક ઉતરી ગયો અચાનક બન્નેના કાન પર બુડ બુડ અવાજ આવ્યો અને હાથીનો અવાજ સંભળાયો બને ચમકયા અને એ દિશા તરફ જોયુ અને મુખ પર હરખની લહેરખી દોડી અરે જે ઝાડ પર બન્ને ચડેલા તેની સામે જ સુંદર સરોવર હતુ ત્યા હાથીનુ ઝુંડ પાણીમા ગેલ કિલ્લોલ કરી રહયુ હતુ આહ કેવુ રણિયામણૂ દ્રશ્ય હતુ એ બન્ને ઠેકડો મારી ઉતર્યા અને બોલ્યા ભલુ થાજો એ કુતરાનુ જે અહી ભસતો ત્રાટકયો નહી તો ખબર નહિ પાણીની શોધમા કયાક ભટકી પડયા હોત સાચે જ આ કુતરાની જાત જંગલમા રહીને પણ માનવીને કેટલી વફાદાર છે. નજીક દેખાતા સરોવર પાસે પહોચતા પહોચતા પંદર મિનિટ થઇ કારણ કે રસ્તો હતો જ એટલો ખરાબ બન્ને સરોવર પાસે પહોચ્યા અને મંત્રમુગ્ધ થઇ ગયા ત્યા ગેંડાનુ ઝુંડ, હાથી સહપરીવાર, નાજુક નમણા હરણા અને ભેસ આરામથી પાણી પી રહયા હતા હરણા તો બન્નેને જોઇને ભાગ્યા પણ બાકી કોઇને કઇ ફરક ના પડયો અનિલે ગેલન ભર્યુ અને રસ્તા ભણી પ્રયાણ કર્યુ પાણી મળવાને કારણે તેમના પગમા જોમ આવ્યુ હતુ વળી હવે અંધારુ પણ નહોતુ રમેશ ઝાડી દુર કરી માર્ગ બનાવતો હતો અને અનિલ તેની પાછળ ચાલતો ગયો બન્નેને જોઇને સરોજબહેનની જાન મા જાન આવી તે એકદમ બેબાકળા થઇ ગયા હતા કેટલો સમય થઇ ગયો તો યે આવ્યા નહોતા ઉપરથી આ જંગલમા તે વળી ફોન પણ ફકત ફોટો માટે જ કામ આવે તેમ હતા!!!! બૉનેટમા પાણી નાખ્યુ બન્ને જણાના પગે ગોટલા ચડી ગયા હતા થાકીને લોથપોથ થઇને સીટ પર ફસડી જ પડયા છગનભાઈએ ડ્રાઇવિંગ સીટ સંભાળી અને જેવી કારમાથી ઘરઘરાટી થઇ એ સાથે જ બધા ખુશ થઇ ગયા અને પ્રવાસ આગળ વધ્યો