Aashcharyjanak rochak tathyo books and stories free download online pdf in Gujarati

આશ્ચર્યજનક રોચક તથ્યો

આશ્ચર્યજનક રોચક તથ્યો

આપણું વિશ્વ અવનવી અજાયબીઓ થી સુસજ્જિત છે. જળ સ્થળ અનેં વાયુ માં અગણિત રહસ્યો સમાયેલા છે. ઈશ્વર દ્વારા અવનવા અજાયબ જીવોનું સર્જન કરવા માં આવ્યું છે, તથા ભગવાન નાં શ્રેષ્ટ સર્જન માનવજાત દ્વારા પણ સમયાંતર પર નવી નવી અત્યંત રસપ્રદ ખોજ (આવિષ્કાર) કરવા માં આવે છે. આવા જ કંઈક રોચક તથ્યો અનેં રસપ્રદ જાણકારીઓ બાબત આ લેખ તૈયાર કરવા માં આવ્યો છે.

સામાન્ય જ્ઞાન મેળવવા થી અને અજાયબ તથ્યો વિષે જાણવા થી શું લાભ થાય છે?

જે લોકો થોડું ઘણું સામાન્ય જ્ઞાન ધરાવતા હોય છે તેઓને સમૂહ માં વાત-ચિત કરવા માં તથા પોતાની વાત સમજવા માં ખુબ સરળતા રહે છે. ઉદાહરણ તરીકે આપણા કોઈ રાષ્ટ્રીય નેતા અથવા પ્રસિદ્ધ અભિનેતા નીં વાત લયીએ તો,,, તે ઓ એક વિષય પર રોકાયા વગર એક થી બે કલાક સરળતા થી આકર્ષક ભાષણ બોલી સકે છે એટલે કે લોકો નેં સંબોધિત કરી શકે છે. આવું કરવા માં તેઓ ની સમર્થતા હોવા નું એક જ કારણ છે કે તે ઓ પાસે જે તે વિષય પર પુરતું સામાન્ય જ્ઞાન છે. માટે દરેક વ્યક્તિ એ રોજ-બરોજ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરતુ રહેવું ખુબ જ લાભ-કારક છે.

જગત નાં રસપ્રદ તથ્યો ની સૂચી

  • એક માણસ આશરે ૬૦,૦૦૦ થી ૬૧,૦૦૦ લીટર પાણી પોતાનાં જીવન કાળ દરમ્યાન પીવાની ક્ષમતા ધરાવે છે.
  • પૃથ્વી ઉપરનાં પાણીની કુલ માત્રાનાં ૯૮% સમુદ્રી (ખારું) પાણી છે,૨% બરફના સવરૂપમાં તેમજ 1% જ માણસ ને પીવા ઉપયોગી પાણી મોજુદ છે.
  • ડેરીની એક ગાય ને ૪ ગેલન પાણીની આવશ્યકતા હોઈ છે ત્યારે તે એક ગેલન દૂધ આપી શકે છે.
  • મનુષ્યનાં શરીરમાં આશરે ૪૦%, ટમેટામાં ૯૦% તેમજ બટેટામાં ૮૦% પાણી હોય છે.
  • વાયુમંડળમાં ઓક્સીજન ની ઉપસ્થિતી આશરે ૨૯.૨૯% જેટલી હોય છે.
  • શ્વાનની(કૂતરાની) માફક ભેડિયા ને પણ તાલીમ આપી શકાય છે.
  • ૨૦૧૧માં ૪૦.૬ લાખ ડોલરમાં નીલામ થયેલી દુનિયાની સૌથી જૂની કાર ઈ.સ. ૧૮૮૪માં ફ્રાંસમાં બની હતી.
  • પોલ ગેવિન નામના વૈજ્ઞાનિક એ ૧૯૨૯માં દુનિયાની પ્રથમ રેડીયો કાર નો આવિષ્કાર કર્યો તેમજ તે સમય દરમ્યાન જ કોઈ કારમાં તેમનો પ્રયોગ પણ કરવામાં આવેલ.
  • લંડન નાં રહીશ પેરી વોટકીંસએ વિશ્વની સૌથી ઓછી ઉચાઇ ધરાવતી, આશરે ૧૯ ઇંચ ઉચાઇ ધરાવતી કાર બનાવી હતી.
  • વિશ્વની સૌથી મોંઘી કાર નું નામ “બુગાટી રોયલ કૈલેનેર કૂપે” છે. કારની કીમત આશરે ૮૦.૭ લાખ ડોલર છે. આ કાર ઈ.સ.૧૯૩૧ માં આવી હતી.
  • અલ્ટ્રાવાયલેટ કિરણો વિચ્છી પર પડવા થી તે ચળકતો દેખાય છે.
  • મગરમચ્છ નાં નેત્રો (આંખોં) રંગ-ભેદ પારખી શકવા માં અસમર્થ હોય છે.
  • કેકડા નું રક્ત રંગહીન હોય છે પરંતુ ઓક્સીજન સાથે પ્રતિક્રિયા થતા તેના રક્ત નોં રંગ લીલો પરિવર્તિત થઇ જાય છે.
  • લીલા કલર નું રત્ન (હીરો) ખુબજ આકર્ષક અનેં દુર્લભ ગણાય છે.
  • ગોલ્ડ ફીશ અલ્ટ્રાવાયલેટ તથા ઇન્ફ્રારેડ રોશની માં પણ જોઈ શકવા માટે શક્ષમ હોય છે.
  • મધમાખી જાંબલી રંગ પારખી શકવાની સક્ષમતા ધરાવે છે.
  • કાળી ચા (Black Tea) કરતા લીલી ચા (Green Tea) માં “વિટામીન સી” ની માત્ર બમણી હોઈ છે.
  • લીલા રંગ ના શેડ ને જોવામાં (પારખી શકવા) માં માણસનાં નેત્રો સૌથી વધુ સમર્થ હોય છે.
  • પ્રયોગ માટે સૌથી વધુ પડતું લીલા રંગ નું ટૂથબ્રશ ઉપયોગમાં લેવાય છે.
  • ગારમાછલીનાં હાડકા લીલા રંગ નાં હોય છે.
  • વિશ્વભરમાં ચામાચીડિયા ની પ્રજાતિ ની સંખ્યા આશરે ૮૦૦ થી ૯૦૦ જેટલી છે, જેમાંથી લગભગ બધી જ પ્રજાતિઓ ઊડવાની ક્ષમતા ધરાવે છે.
  • ચામાચીડિયા ઉડતી વખતે ધ્વની(અવાજ) ઉત્પન્ન કરે છે. ચામાચીડિયું જોવા માટે અસમર્થ હોઈ છે.
  • મનુષ્યમાં સ્ત્રી અને પુરૂષ બંનેની મગજ ની સંરચના માં ભિન્નતા હોય છે. અને તે ઉમર વધે તેમ તેમ વધુ પ્રમાણમા જોવા મળે છે.
  • વેમ્પાયર ચામાચીડિયા પોતાનો ખોરાક ચાવતા નથી, કારણ કે બીજી પ્રજાતિઓનાં સરખામણી એ તેમના દાંતની સંખ્યા ઘણી ઓછી જોવા મળે છે.
  • ઈ.સ.૧૯૦૨માં કોઈ પણ કારની અધિકતમ ઝડપ (સ્પીડ) ૪૫ મિલી/પ્રતિ કલાક હતી, અને ત્યારે પહેલી વાર ઝડપથી વાહન ચલાવવાના અપરાધ માં દંડ કોઈ કાર ને કરવામાં આવેલ હતો.
  • ઈ.સ.૧૯૦૭ માં લંડન ખાતે બ્રુકલૈંડમાં શહર માં વિશ્વનો પ્રથમ રેસિંગ ટ્રેક બનાવામાં આવ્યો હતો.
  • બુધિ વર્ધક ખેલ “શતરંજ” ભારતની આવિષ્કાર કરેલી રમત છે. વિશ્વની તમામ પ્રાચીન સભ્યતાઓ માં ભારતની સભ્યતાની પ્રાચીન સભ્યતા ની પણ ગણના થાય છે.
  • આશરે ૫૦૦૦ વર્ષો પેહલા ભારતમાં યોગની શરૂઆત થઇ હતી.
  • છઠી સદીમાં જ “પાઈ” નું માપ ભારતીય “ઋષિ બોધાયન” એ જ્ઞાત કરી લીધું હતું.
  • ભારતમાં ઈસાઈ પ્રજાતી ઈ.સ. ૫૨ મી સદીમાં તથા યહૂદી પ્રજાતિઓ ઈ.સ.૨૦૦ થી વસવાટ કરતી આવી છે.
  • પ્રથમ મહિલા કોર્ટ (ન્યાયલય) ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્ય ખાતે બનવામાં આવેલું હતું.
  • પ્રથમ નવોદય વિદ્યાલય ભારતમાં નાગપુર(નાવેગાંવખેરી) ખાતે બનવામાં આવેલું હતું.
  • પ્રથમ પોસ્ટલ ટીકીટ ભારતમાં ઈ.સ. ૧૮૫૨ માં કરાચી શહેર ખાતે પ્રકાશિત કરવામાં આવેલ હતી.
  • પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસ ભારતમાં ઈ. સ. ૧૫૫૬ માં ગોવા શહેર ખાતે પોર્ટુગીસ લોકો દ્વારા સ્થાપવામાં આવેલ હતી.
  • પ્રથમ સિક્કો ભારત માં ઈ. સ. ૧૫૪૨ માં શેરશાહ સૂરી ના શાસનકાળ દરમ્યાન ઢાળવામાં આવેલ.
  • ભારતનાં પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ ડો. ઝાકીર હુસૈન હતા.
  • આશરે ૧,૬૫,૦૦૦ થી ૧,૭૦,૦૦૦ પેન્સિલ એક વૃક્ષ માંથી બની શકે છે.
  • જીભ થી કોણીને અડકવું અશક્ય છે.
  • ઉંદર ખુબજ ઝડપી પ્રજનન કરી શકવાની ક્ષમતા ધરાવે છે. બે ઉંદર મળીને આશરે ૧૮ થી ૨૦ મહિનામાં દસ હજાર થી વધુ આબાદી ખડી કરી શકે છે.
  • મનુષ્યની આંગળીઓ ની છાપ(પ્રિન્ટ) માફક જ જીભની સંરચના વિભિન્ન હોઈ છે.
  • શાર્ક નામની માછલી પોતાની બન્ને પાપણ ને એક સાથે ખોલવા તથા બંધ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • વિશ્વની સૌથી મોટી કોશિકા એટલે “શુતુરમુર્ગ ઇંડુ“.
  • આશરે એક સાથે લગાતાર ૩(ત્રણ) વર્ષ સુધી ઊંઘવાની ક્ષમતા ઘોંઘા માં હોય છે.
  • સામાન્યતઃ વ્યક્તિ આશરે સાત થી દસ મિનીટમાં ઊંઘી જાય છે.
  • સામાન્યતઃ વ્યક્તિના ચાલવાથી આશરે ૫૪ જેટલી માંસપેશીઓ કાર્યરત થાય છે.
  • સામાન્યતઃ વ્યક્તિ એક વર્ષમાં આશરે ૪ લાખ વાર પોતાની પાપણ જપકાવે છે.
  • સરેરાશ પ્રત્યેક વ્યક્તિ ના માથામાં આશરે ૧(એક)લાખ વાળ હોય છે. તથા માનવ ની ભ્રમર પર આશરે પાંચસો વાળ હોય છે.
  • સામાન્યતઃ વ્યક્તિના ચાલવાથી આશરે ૫૪ જેટલી માંસપેશીઓ કાર્યરત થાય છે.
  • સામાન્યતઃ વ્યક્તિનું મગજ શરીર ના કુલ ઓક્સીજનનાં ૪% ઓક્સીજન ઉપયોગમાં લે છે.
  • જાપાન નાં રહીશ વ્યક્તિઓ નું આયુષ્ય વિશ્વ નાં અન્ય દેશ નાં લોકો કરતા અધિક હોય છે.
  • સામાન્ય વ્યક્તિ આશરે ૧૮૦૦ થી ૨૦૦૦ વિભિન્ન પ્રકારનાં રોપા ની ખેતી ખાદ્યપદાર્થ માટે કરે છે.
  • સફરજન માં આશરે ૧૩૦ કેલેરી ઉર્જા સમાયેલી છે.
  • વિશ્વ માં ભારત દેશ સૌથી વધુ પ્રમાણમાં કેળાની ખેતી કરે છે.
  • આશરે ૩૭ લીટરપાણી નો ઉપયોગ થાય ત્યારે એક બ્રેડની સ્લાઈઝ બને છે.
  • આશરે ૩૦% પાણી જમીનની નીચે છે જે પીવા યોગ્ય છે.
  • સવારમાં ચાય અથવા કોફી ના સ્થાને સફરજન (apple) વધુ ઉપયોગી સારું ખાદ્ય પદાર્થ છે.
  • સામાન્યતઃ મધ એક જ પ્રાકૃતિક ખાદ્યપદાર્થ છે જે પોતે પોતાનામાં જ પૂર્ણતઃ કહી શકાય, તેમજ મધ જલ્દી ખરાબ પણ થતું નથી.
  • Billion માટે ‘B’ નો પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો.
  • Hundred માટે ‘D’ નો પ્રયોગ પ્રથમવખત કરવામાં આવ્યો હતો.
  • “C” નો પ્રયોગ ઈંગ્લીશ ગણતરીમાં કોઈ પણ સ્થાને કરવામાં આવતો નથી.
  • Thousand માટે ‘’A” નો પ્રયોગ પ્રથમ વખત કરવામાં આવ્યો હતો.
  • સામાન્યતઃ મનુષ્યનું નાક ૫૦,૦૦૦ થી પણ વધુ અલગ પ્રકારની ગંધ પારખવાની ક્ષમતા ધરાવે છે.
  • Switzarlend નો એક વ્યક્તિ આશરે ૧૦ કિલો ચોકલેટ પુરા એક વર્ષ માં ખાય જાય છે.
  • અજમા ખાવાથી પાચન શક્તિ મજબુત થાય છે. અજમા ખાવા થી તેમાં રહેલી કેલરી થી વધુ કેલેરી બાળી શકાય છે.
  • કીડી પોતાના વજન કરતા પણ ૧૦ ગણું વજન ઉચકવાની ક્ષમતા ધરાવે છે.
  • ચોકલેટ નો સ્વાદ મધુર(મીઠો) બનાવવાનો શ્રેય યુરોપ ને ખાતે જાય છે. તેઓ એ ચોકલેટ માં થી મરચાના સ્થાને દૂધ તથા ખાંડ નો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી.
  • એક દરિયાઇ ઘોડો એક વયક્તિ થી પણ વધુ ઝડપથી દોડવાની ક્ષમતા ધરાવે છે.
  • શતુર્મુર્ગની ક્ષમતા ચાલવામાં એક ઘોડા થી પણ વધુ હોય છે.
  • વિશ્વના મહાદ્વીપોમાં ઓસ્ટ્રેલિયા એક જ એવું મહાદ્વીપ છે જ્યાં સક્રિય જવાળામુખી મોજુદ નથી.
  • તુર્કીમાં આવેલ એક શહેર નું નામ “બેટમેન” છે.
  • પૃથ્વી પર આશરે એક મિનીટમાં ૫૫૦૦ થી ૬૦૦૦ વખત વીજળી પડે છે.
  • વિશ્વના સૌથી મોટા ફટાકડા ઉત્પાદક દેશો માં ભારત ચીન પછીનો બીજા નંબરનો ફટાકડા ઉત્પાદક દેશ છે તેમજ ભારત માં ઉત્પાદન થયેલા ફટાકડા ભારતમાં જ વધુ વપરાય છે.
  • જયારે છીંક ખાયીએ ત્યારે હૃદયની ગતિ થોડીવાર બંધ થઇ જાય છે, જેથી છીક ખાતી વખતે આંખોં ખુલી રાખવી અશક્ય બને છે.
  • રેખાગણિત તથા બીજગણિતની શોધ ભારત દેશની વિરાસત છે.
  • હાલનાં સુવિધા સજ્જ બાંધકામ (બંગલા) પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રથી પ્રેરીત છે.
  • કુંગ-ફૂ મૂળ બૌધ ભિક્ષુ દ્વારા પ્રચલિત(વિકસાવેલી) કરાયેલી વિદ્યા છે, જે ઈ.સ. ૫૦૦ માં ભારતથી ચીન સ્થળાંતર થઇ હતી. (બૌધ ભિક્ષુ નાં માધ્યમ દ્વારા).
  • આયુર્વેદ ની શોધ આશરે ૨૫૦૦ વર્ષ પહેલાની મનાય છે,તેમજ આયુર્વેદ સૌથી પ્રાચીન પ્રણાલી માનવામાં આવે છે.
  • એક વ્યક્તિ ની આંખમાં જન્મ થી મરણ ના સમય સુધી કોઈ ફેરફાર થતો નથી જયારે કાન અને નાક ઉમર ની સાથે વૃદ્ધિ પામે છે.
  • પૃથ્વી (ધરા) એક જ એવો ગ્રહ છે જે કોઈ ભગવાનનાં નામ પરથી નથી.
  • ફક્ત વ્યંજન થી બનેલો સૌથી મોટો શબ્દ “Rhythm” છે.
  • હાથી એક જ એવું વિશાળકાય સ્તનધારી પ્રાણી છે જે કુદવા માટે અસમર્થ છે.
  • બાંગ્લાદેશમાં આશરે ૨% લોકો જ અંગ્રેજી ભાષા નો પ્રયોગ કરે છે બાકી નાં ૯૮% લોકો બંગાળી ભાષાનો પ્રયોગ કરે છે.
  • ડોલફિન નામની માછલી એક આંખ બંધ રાખીને અને એક આંખ ખુલી રાખીને સુવે છે.
  • સરેરાશ વ્યક્તિ આશરે ૧૦ વખત હસે છે.
  • વંદો એવું જીવજંતુ છે જેનું માથું કાપી નાખીયે તો પણ અમુક દિવસો સુધી તે જીવિત રહે છે.
  • વ્યક્તિ નું હૃદય દિવસ દરમ્યાન આશરે ૧ લાખ વખત ધબકે છે. જેની કુલ સંખ્યા આશરે એક વર્ષ માં ૩ કરોડ ૬૫ લાખ વખત હોઈ છે.
  • વર્ષ ૧૯૮૭ પછી ૨૦૧૩ એક જ એવું વર્ષ છે જેમના બધા જ ડીજીટ વિભિન્ન છે.
  • વિશ્વભરમાં આશરે ૭૫૦૦ ટામેટાની જાતી જોવા મળે છે.
  • એક વ્યક્તિ ની સરખામણીએ એક હીપોપોટેમસ કદ માં મોટું હોવા છતાં પણ વધુ દોડવાની ક્ષમતા ધરાવે છે.
  • ટુથબ્રશ એક એવું સામાન છે જે વધુ પ્રમાણમાં યાત્રીઓ દ્વારા ભુલી જવાય છે.
  • અન્ય પ્રાણીઓની સરખામણીએ ડોલફીન માછલી વધુ પ્રમાણમાં બુદ્ધિશાળી હોય છે.
  • વિશ્વભર માં આશરે ૪૦૦૦ લાખ જાતિના શ્વાન હોય છે.
  • મનુષ્યને ખોરાક લેવામાં થોડો જ સમય લાગે છે. પણ તેને પચાવવા માટે આશરે ૧૨ કલાક જેવો સમય વ્યથીત થાય છે.
  • પોપટ અને સસલું એવા જીવ છે જે પાછળ ફર્યા વિનાજ પાછળ સુધી જોવાની ક્ષમતા ધરાવે છે.
  • પ્રથમ ટેલીફોન ડાયરી ઈ.સ. ૧૮૭૮ માં બની હતી જેમાં ૫૦ નામની યાદી હતી.
  • “હમિંગબર્ડ“ ચકલી પાછળની બાજુ ઉડવાની ક્ષમતા ધરાવતી એક માત્ર ચકલી છે.
  • ગાય એક એવું પ્રાણી છે જેમને સહેલાઈ થી સિડી ચડાવી શકાઈ છે પરંતુ સિડી થી ઉતારી શકવું મુશ્કેલ બને છે.
  • બિલાડીયોમાં આશરે ૧૦૦થી વધુ Vocal Cord જોવા મળે છે.
  • જિરાફ પોતાની ૨૧ ઇંચ લાંબી જીભની મદદથી કાન સાફ કરવાની ક્ષમતા ધરાવે છે.
  • તમારો જન્મ દિવસ તમે આશરે ૯ મિલિયન લોકો સાથે શેયર કરો છો.
  • સરેરાશ “Skydriver” ની ગતિ ૨૦૦ KPH હોઈ શકે છે.
  • Town શબ્દ અંગ્રેજીભષા નો સૌથી પુરાતન શબ્દ છે.
  • ભારતદેશને ગાય નું ઘર માનવામાં આવેછે કારણ કે ભારત માં આશરે ૨૦૦ મિલિયન થી પણ વધુ ગાય મોજુદ છે.
  • અમેરિકા આશરે એક વર્ષમાં ૩૫,૦૦૦ ટન થી વધુ પાસ્તા ને ખોરાક માં ગ્રહણ કરાય છે.
  • એક દિવસમાં એક ગોરીલો આશરે ૧૪ કલાક ની ઊંઘ લે છે.
  • ૧૮૩૧ માં “Door Bell” ની ખોજ કરવામાં આવેલ (થઇ) હતી.
  • વિશ્વના બધાજ જીવ-જંતુ ૬ પગ ધરાવે છે.
  • Alphabet માં “E” સૌથી વધુ વપરાતો અક્ષર છે.
  • કાચંડાની જીભ તેના શરીર ની લંબાઈ કરતા બમણી હોઈ છે.
  • વિશ્વભરમાં પ્રતિ ૬ લોકો માં નો એક વ્યક્તિ અંગ્રેજી ભાષા નો ઉપયોગ કરે છે.
  • વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં મળતા પાક તરીકે મળતું અનાજ ઘઉં છે.
  • કોફી વિશ્વભરમાં સૌથી વધુ પેય પદાર્થ તરીકે લેવાતું પીણું છે.
  • વિશ્વનું સૌથી મોટું ગ્લેશિયર Entartika છે.
  • Apple માં આશરે ૨૫% હવા ની માત્રા ના લીધે પાણી ઉપર તરેછે.
  • પાનકોબીમાં ૯૧% પાણીની માત્રા હોય છે.
  • પૂર્વ સમય માં વૈજ્ઞાનિક “Nature Philosopher” ના નામથી ઓળખાતા હતા. ત્યાર પછી ૧૯૮૩ ના વર્ષ થી “Scientist” શબ્દ વાપરવાની શરૂઆત થઇ હતી.
  • ઈજરાઈલમાં હિબ્રુ ભાષા વપરાય છે. જેમને બાળકો ઝડપથી ગ્રહણ કરી શકે તે માટે અક્ષરો ની મદદ લેવામાં આવે છે.
  • જર્મન ભાષામાં એફ(F) નો ઉચ્ચાર એફ થાય પરંતુ વી(V) નો ઉચ્ચાર ફ અને જ જેવો થાય છે આમ જર્મન ભાષા ના અમુક શબ્દ ઉચાર તેમના શબ્દ થી અલગ હોય છે.
  • ઉર્દુભાષા ડાબા હાથે તેમજ અંગ્રેજીભાષા જમણા હાથે લખાતી હોવાના કારણે પાકિસ્તાનમાં દરેક બાળકને બંને હાથથી લખવાની કુશળતા પ્રાપ્ત કરવાની હોઈ છે.
  • સામાન્યતઃ ભારતદેશમાં બાળક ને મૂળ ૩ભાષા શીખવાનું કૌશલ મેળવવાનું હોય છે જેમાં, અંગ્રેજી, હિન્દી, તેમજ રાજ્યભાષા (ક્ષેત્રીયભાષા) નો સમાવેશ થાય છે.
  • ચીની ભાષાના શબ્દ કોઈ નિયમ મુજબ બનેલા ના હોવાથી ત્યાના બાળકોને જેમ હોય તેમ જ શબ્દો યાદ કરવાના હોય છે, તે શબ્દો ની સંખ્યા ૧૦,૦૦૦ જેવી હોય છે. બાળક ૩ વર્ષની ઉમરે શીખવાનું ચાલુ કરે છે. તેમને પાંચ વર્ષની ઉમરે જ્ઞાત કરી લેવાનું હોઈ છે, જે ખુબ મહેનત નું કાર્ય ગણી શકાય.
  • મિસ્રમાં સરકારી શાળા માં દરેક કક્ષા માં બાળકોની સંખ્યા આશરે ૮૦ ઉપર હોવાથી ભાષાનું જ્ઞાન ઉતીર્ણ કક્ષાનું નથી પ્રાપ્ત થઈ શકતું
  • જાપાનમાં બાળકોને શબ્દભંડોળ માટે રોજે રોજ અભ્યાસ ની જરૂર હોય છે મૂળ જાપાની ભાષાનું જ્ઞાન મેળવાવ માટે ૨૧૦૦ શબ્દો લખવાની કળા પ્રાપ્ત કરવી અનિવાર્ય છે.
  • જાપાનની શાળાના નાં બાળકો માટે પહેલા વર્ષમાં લખવાનું શીખવા ની શિક્ષા પૂર્ણ થઈ શક્તી નથી દરેક ધોરણે નવા નવા અક્ષર નું જ્ઞાન મેળવતા રેહેવાનું હોય છે.
  • આપણા શરીર માં સૌથી નાનું હાડકું “૨.૮ MM“ નું હોય છે જે કાનની વચ્ચે હોય છે.
  • સૂર્ય ઊગવાની સાથે પૃથ્વી સુધી તેના પ્રકાશને પહોચતા ૮ મિનીટ ૧૯ સેકંડ જેવો સમય લાગે છે.
  • વિશ્વભરમાં મોટા પ્રમાણ ની વીજળી સૂર્ય પ્રકાશ થી, કોલસા થી તથા પવનચક્કી થી મળતી ઉર્જા થી પ્રાપ્ત થાય છે. જયારે બાકી ની ૧૧% વીજળી બીજી અન્ય રીતે મેળવવામાં આવે છે.
  • Iceland માં પાલતું શ્વાન / કુતરું રાખવું કાનૂની રીતે ગુનો છે.
  • Taitenic જહાજ (વહાણ) ની ચીમનીઓ એટલી વિશાળ હતી કે તેમાં થી ૨ ટ્રેન પસાર થઇ શકે તેટલી જગ્યા હતી.
  • Taitenic ૨૬૯ km ઉચાઇ વારુ જહાજ હતું જો તેમને શીધું જ ઉભું કરી ને જોઈ તો તે સમય ની સૌથી ઉચી ઇમારત કરતા પણ વધુ ઉચાઇ બને.
  • રોમ શહેર વિશ્વનું પ્રથમ શહેર હતું, જેની આબાદી ૧૦ લાખ થી વધુ હતી.
  • પૃથ્વીના ગુરુત્વાકર્ષણના લીધે પર્વતોની ઉંચાઈ ૧૫૦૦૦ મીટર થી વધુ હોવી અસંભવ છે.
  • વિશ્વનો સૌથી નાનકડા દેશ નું નામ “વેટિકન સીટી” છે જેની આબાદી આશરે ૭૭૦ વ્યક્તિ છે. તેમજ ક્ષેત્રફળ ૦.૨ વર્ગ મિલ છે જેમાં અહી કોઈ પણ કાયમી નાગરિકત્વ ધરાવતું નથી
  • “બોયા” (Boya) નામનું ફિલીપીન્સનું પક્ષી પ્રકાશનું ખુબજ શોખીન હોઈ છે, તે પોતાનાં માળાની આસપાસ પણ ચમકીલા જુગનું જંતુ લટકાવે છે.
  • વિશ્વનું સૌથી ઊંડું પ્રશાંત મહાસાગર નું મરિયાન સ્થાન ૧૦,૯૧૧મીટર ઊંડું છે.
  • વિશ્વની સૌથી ઉચાઇ ધરાવતું જહાજ ચલાવવા માટે યોગ્ય જીલ નું નામ ટીટીકાકા છે જે પેરુમાં આવેલ છે, તથા તે સમુદ્ર થી ૩૮૧૦ મીટર ની ઉચાઇ પર આવેલ છે જે સાઉથ અમેરિકા ની બીજી મોટી મીઠા પાણીની જીલ કહેવાય છે.
  • Dead Sea વિશ્વ ભરમાં સમુદ્ર સપાટીથી સૌથી નીચી ઉચાઇ ધરાવે છે, જે સૌથી વધુ ખારા પાણીની જીલ મનાય છે તેમજ તે જીલ સમુદ્રી સપાટી થી ૪૦૮ મીટર નીચી છે.
  • વિશ્વની સૌથી વધુ મીઠા પાણી ની જીલ સુપીરીયર જીલ છે, તેનો ઘેરાવો ૮૨,૦૦૦ વર્ગ કિમી છે.
  • રુસ ના સાઈબેરીયાની “બેકાલ જીલ” વિશ્વની સૌથી ઊંડી જીલ છે, જેની ઊંડાઈ સીધી એક મીટર સુધી માપી શકાય છે. તથા ૧૬૩૭ મીટર ઊંડી છે.
  • દુનિયાનો સૌથી વિશાળ મહાસાગર “પ્રશાંત મહાસાગર” છે, જે પૃથ્વી ના ૧/૩ ભાગ ને કવર કરે છે.
  • પ્રશાંત મહાસાગર નો ૧૦ માં ભાગ જેટલો “આર્કટીક મહાસાગર” સૌથી નાનો મહાસાગર છે.
  • ઈજીપ્તની નાયલ નદી ની લંબાઈ ૬૬૭૧ કિ.મી. છે , જે વિશ્વની સૌથી લાંબી નદી ગણાય છે.
  • એમેઝોન નદી વિશ્વના સૌથી મોટા વર્ષાવન વિશ્વ નું સૌ થી મોટું “વર્ષાવન” છે. એમેઝોન નદી તેમાં થી માંથી પસાર થતી હોવાથી તેમના પાણી ની ધાર અંત્યંત જડપી હોય છે.
  • દુનિયાનો સૌથી ઉચો જળપ્રપાત એન્જેલ ફોલ છે, જે વેનેઝ્વેલા ના કૈનાઈન નેશનલ પાર્ક માં સ્થિત છે જેની ઉચાઇ ૯૭૯ મીટર છે.
  • વિશેષ– જીવન માં સામાન્ય જ્ઞાન ની વૃદ્ધિ કરવા માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માં સફળતા મેળવવા માટે જનરલ નોલેજ બુક્સ વાંચવી, સમાચાર પત્રો વાંચવા, બોધ પાઠ દર્શક ફિલ્મો જોવી તથા ઇન્ટરનેટ સર્ફિંગ દ્વારા અવનવી રોચક માહિતી મેળવવી લાભદાયક છે. આવા બધા ઉપયોગી માધ્યમો નોં સદ-ઉપયોગ કરવા થી વ્યક્તિ ઘણા વિષય પર મબલક માહિતી મેળવી શકે છે. વ્યક્તિ એ રૂચી અનુસાર કોઈ પણ વિષય પસંદ કરી તેના પર જ્ઞાન એકત્રિત કરવા થી જીવન માં ઘણો લાભ થઇ શકે છે.

    =========================================================

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED