એ જ ખડકને પંથે
રા’ નવઘણ ગયો. પણ દામોદરના મનમાં એક શંકા રહી ગઈ. પોતે રા’ સાથે વાતમાં પડી ગયો, ત્યારે એણે પડખે કાંઈક અવાજ સાંભળ્યો હતો, એ ભ્રાંતિ હતી કે ખરેખર કોઈક એની વાત સાંભળી ગયું હતું ? રા’ વિદાય થયો અને એણે પડખેની ગુફામાં તરત દોડીને જોયું. થાંભલા પાછળ ગયો. પણ ત્યાં કોઈ આવ્યું જણાયું નહિ. પોતાને ખોટી શંકા થઈ હોવી જોઈએ. એમ એને લાગ્યું. તે પોતાના અત્યારના કામના વિચારમાં પડી ગયો.
રા’ એ ચોખ્ખી વાત કરી ન હતી. પણ એને કાને ચૌલાના ભણકારા આવી ગયેલા હોવા જોઈએ. એટલા માટે જ એ ખાતરી માગી રહ્યો હતો. પણ રાજા ભીમદેવને કાને, જો આ વાત જાય તો આખી વાત મારી જાય. એટલે દામોદરને ચિંતા થતી હતી કે કોઈ આવીને આ વાતનો દોર તો પકડી નહિ ગયું હોય ?
તેણે મહારાજના અંતેવાસી જેવા સિંહનાદની તપાસ આદરી એ ગઈ કાલે આવ્યો ત્યાં જ ઝળક્યો હતો. એટલામાં એણે સિંહનાદને જ પોતાની તરફ આવતો જોયો.
સિંહનાદ પાસે આવ્યો.
દામોદરે સિંહનાદને એક વેધક દૃષ્ટિ વડે પગથી માથા સુધી માપી લીધો. ભીમદેવ મહારાજનાં પગલે પગલામાં પગલું મૂકનારો આ મહારાજભક્ત સિંહનાદ, મહારાજના પડછાયા સમાન હતો. સોમનાથની ગેરવ્યવસ્થા થઈ ત્યારે એ પણ કોઈક નાવડીને આધારે આડોઅવળો થઈ ગયો હતો. હજી ગઈ કાલે જ દામોદરે એને આંહીં અચાનક જોયો. પણ દેખતાંની સાથે જ, એણે પોતાનું કામ શરૂ કરી દીધું હોય તેમ એને લાગ્યું. દામોદરની શંકા વધારે દૃઢ થઈ. સિંહનાદે રા’ નવઘણ સાથેની એની વાતનો દોર ચોક્કસ પકડી લીધેલો હોવો જોઈએ.
સિંહનાદને એણે સીધો જ પ્રશ્ન કર્યો : ‘મહારાજ ક્યાં છે ?’
‘હું પણ તમને એ પૂછું છું, પ્રભુ ! કે મહારાજ ક્યાં છે ?’ સિંહનાદે જવાબ વાળ્યો.
‘એટલે ત્યાં પોતાનાં ખંડમાં નથી ?’
‘વહેલી સવારે મેં ઊઠીને જોયું તો, મહારાજ પોતાના ખંડમાં ત્યારે પણ ન હતા !’
‘પણ ત્યારે ગયા ક્યાં ? ક્યાં જવાના હતા ?’
‘હું તો હજી હાલ્યો આવું છું. જેટલી તમને ખબર તેટલી મને ખબર. ખડક તરફ ગયા હોય તો કોણજાણે. એ તરફ ગયા હોય તો ના નહિ ! એમનો ઘોડો પણ દેખાતો નથી !’
‘ખડકે ગયા હોય ? ત્યાં શું છે. સિંહનાદ ?’ સિંહનાદ વિચાર કરતો લાગ્યો. તે બોલ્યા વિના જ ઊભો રહ્યો હતો. દામોદરે મહારાજના આ વિચક્ષણ અંતેવાસીને ઘણી વખત મહારાજનાં અનેક કામો કરતો જોયો હતો. મહારાજના પ્રયાણ વિષે તે કાંઈક પણ જાણતો હોવો જોઈએ. પણ મૂંગો ઊભો હતો. એને ક્યારે કેટલું બોલવું, એની જાણે તાલીમ મળી ગઈ હતી. દામોદરે એના ચહેરા તરફ જોયું. ‘કેમ બોલ્યો નહિ સિંહનાદ ? મહારાજ સોમનાથ તરફ તો નથી ગયા નાં ?’
‘મઠપતિ મહારાજને મળવા ગયા હોય ?’ સિંહનાદે સામેથી સવાલ પૂછ્યો, ‘તો તો તમને કહેવરાવે નાં ?’
‘એ તો નહિ હોય. અમે હમણાં જ મળી આવ્યા છીએ. સોમનાથનું હજી જોખમ ભરેલું પણ ગણાય. મહારાજ હમણાં એ તરફ અમસ્તા પણ ન ફરકે, એવી અમારી વચ્ચે સમજણ છે.’
‘તો તો અમસ્તા બીજે ગયા હોય.’ સિંહનાદ અર્થ ભરેલું બોલીને મૌન થઈ ગયો.
‘આજે આ પડખેની ગુફામાં તું આવી ગયો હતો ?’
‘ક્યારે ?’
‘રા’ નવઘણજી આંહીંથી ગયા ત્યારે !’
સિંહનાદે માથું ધુણાવ્યું : ‘ના પ્રભુ ! હું તો મહારાજને શોધતો હમણાં જ આ બાજુ આવ્યો.’
દામોદરને કોકડું ગૂંચવાતું લાગ્યું. સિંહનાદ હજી ગઈ કાલે જ આવ્યો હતો, અને આ બાજુ મહારાજ તરત ઊપડ્યા હતા. એ વાત વચ્ચે કાંઈક સંબંધ હોવો જોઈએ. મહારાજની ને સિંહનાદની વચ્ચે એક પ્રકારની અનોખી જ પ્રીત સાંકળી રહી હતી. તેણે તરત સિંહનાદને પૂછ્યું : ‘ચૌસા ક્યાં છે, સિંહનાદ ?’
‘પ્રભુ એ તો જેટલી તમને ખબર, તેટલી મને ખબર. સોમનાથની દેવનર્તિકા સોમનાથમાં નથી, એટલું હું જાણું છું !’
‘નર્તિકાઓ કદાચ હવે પાછી ફરવા માંડી હોય !’
‘કદાચ,’ સિંહનાદે જવાબ વાળ્યો, અને તે એક અર્થ ભરેલા મૌનથી ધરતી નિહાળી રહ્યો. જાણે દામોદર સામે દૃષ્ટિ માંડવાની તેની હિંમત થતી ન હોય.
દામોદરે ત્વરાથી કહ્યું : ‘સિંહનાદ ! ત્યાં આયુષ હશે. એ પણ તારી પેઠે ગઈ કાલે જ. આ સ્થાન ખોળતો ખોળતો આવી ચડ્યો છે. એને કહે, મારો ઘોડો તૈયાર કરે !’
‘પ્રભુ !’ સિંહનાદે કાંઈક વ્યગ્રતા અનુભવી લાગી. તે બે હાથ જોડી રહ્યો. ‘ક્યાં જવું છે ? સોમનાથ ?’
‘હા, સોમનાથ. કેમ ?’
સિંહનાદ કાંઈ બોલ્યો નહિ.
દામોદર સમજી ગયો. પેલી પ્રખ્યાત દેવનર્તિકા ચૌલા કાં પાછી ફરી હોય કે ફરવાની હોય. એ સમાચાર આ સિંહનાદે મહારાજ ભીમદેવને આપેલા હોવા જોઈએ. અને મહારાજ ભીમદેવ એટલા માટે જ કદાચ પેલા ખડક તરફ ગયેલા હોવા જોઈએ. ચૌલાના નૃત્યની મોહિની તો જગપ્રસિદ્ધ હતી. અને એમાં રાજાના દિલમાં તો ચૌલા માટે અનુરાગ પણ હતો. ચોક્કસ એ ત્યાં જ ગયેલ હોવા જોઈએ. પણ તેણે સિંહનાદને તો સોમનાથનું જ કહ્યું, દામોદરને માંડમાંડ થાળે પડતા પોતાના પ્રશ્નમાં અત્યારે પાછી ફરતી ચૌલા એક મહાન આફત સમાન લાગી. એક તો મઠાધિપતિ હવે એને દેવનર્તિકા તરીકે સ્વીકારવાની કદાચ ના પાડી દે, એ ભય હતો. એવી વાત હવામાં એણે સાંભળી પણ હતી. રાજા ભીમદેવ અત્યંત આગ્રહી અને રણઘેલા જેવો પ્રેમધૂનમાં પેડલો માણસ હતો. એને આ ન રુચે એમ પણ બને, તેમ જ એના પ્રત્યેની પ્રેમવાર્તા વધુ સ્પષ્ટપણે પ્રગટ થઈ જવાનો ભય ઊભો થાય. તો રા’ પાછો ફરી બેસે. અને એક દુશ્મન વધે.
માંડમાંડ પોતે બધું થાળે પાડતો હતો, ત્યાં પાછું આ પ્રેમનું, શૂરવીરતાનું, મરી ખૂટવાનું, વારાવરણ ઊભું થતું હતું.
અદૃશ્ય ભાવિ પોતાને માથે ક્યાંક સ્થાપી જ જવા માગે છે કે શું ? દામોદરને મનમાં એવી ગ્લાનિ થઈ ગઈ. એણે તત્કાલ પેલા ખડકનો પંથ પકડવાનો નિશ્ચય કર્યો. એ ખડકેથી મહારાજ આવ્યા હતા. એ ખડકેથી ચૌલા આવતી હોવી જોઈએ. દેવનર્તિકાને પાછી સોમનાથ પહોંચાડવા રાજા જવાનો હોય. આ સિંહનાદ બોલ્યો ન હતો. પણ એના મૌનનો એ અર્થ હોવો જોઈએ. સોમનાથના મઠપતિ એનો સ્વીકાર કરવાની ના પાડે. એમાંથી વળી ઘર્ષણ થાય.
ફરી પાછું સોમનાથ રણક્ષેત્ર બનતું હતું. પણ આ વખતે લડાઈની વાત અનોખા પ્રકારની હતી. રાજાનો શસ્ત્રપ્રેમ, રજપૂતીનો પ્રેમ, જીવનપ્રભાતી પ્રેમ અને દામોદરનો રાજાપ્રેમ; આ બધા મેદાને પડ્યા હતા.
દામોદરને લાગ્યું કે ભીમદેવને અત્યારે આવી કોઈ વસ્તુમાં વધુ આગળ જવાના સાહસથી વારવા માટે જેવું એ જરૂરી હતું. અત્યારે આવી કોઈ વાત ઊભી જ ન થાય તેમ ઇચ્છતો હતો. સિંહનાદ સ્પષ્ટ બોલ્યો ન હતો. પણ આખી વાત આ પ્રમાણે જ હોવી જોઈએ. સિંહનાદને વધુ પૂછવાનો કાંઈ અર્થ ન હતો. એ રાજાની વધુ વાત કહેવાનો નહિ. પણ એને થોડા કહેવામાંથી કાંઈક અર્થ શોધી કાઢીને, રસ્તો કાઢવાની સૂચના કરવા માટે જ, એ આ બાજુ ફરક્યો હોવો જોઈએ. એની રીત આવી વિચિત્ર રહી હતી. દામોદરને એનો અનુભવ હયો. એ વિવેકી હતો રાજાને, રાજભક્તિને અને તત્કાલના હિતને, ત્રણેને આ પ્રમાણે જ ઘણી વખત એ જાળવી લેતો.
ચૌલા, ભીમદેવ, ત્રિલોકરાશિ, નર્તિકાઓ, નૃત્ય, રણાંગણ, દુર્લભસેન, રા’ ઉદેમતી, સુલતાન, જયપાલ; અનેક વ્યક્તિઓ અને અનેક વિટંબનાઓ; અનેક કોયડાઓ અને અનેક શંકાઓ; એ બધાની વચ્ચે થઈને પોતાની યોજના માટે સ્વસ્થ થવા મથતો દામોદર, એક વખત ફરીને પેલા વિખ્યાત ખડકને પંથે પડ્યો.