તસ્વીર- રૂહાની તાકત Yagnesh Choksi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

તસ્વીર- રૂહાની તાકત

ઇન્દ્રપ્રસ્થ ગામ જે શહેર થી ઘણું દૂર છે.ગામ ખુબ જ પ્રાચીન છે.ગામ ની ચારે બાજુ કોઈ રાજા એ પ્રાચીન સમય માં બનાવડાવેલ કિલ્લો છે.અને ગામ માં ઘણા એવા ઐસતિહાસિક સ્મારક અને પાળિયાઓ છે.પરંતુ, ગામ ની વસ્તી પાંચેક હાજર આજુ બાજુ હશે.ગામ કિલ્લાઓ ની ઘેરા-બંધી માં ઘણા કાચા મકાનો અને ગણ્યા ગાંઠ્યા પાક્કા સિમેન્ટ ના મકાનો છે.ગામ રૂપેણ નદીના કિનારા પર આવેલું છે.અને ગામ માં પ્રવેશતા પહેલા એક બ્રિજ જે રૂપેણ નદી પરથી પસાર થાય છે.ગામ પ્રવેશ કરવો હોય તો આ બ્રિજ પરથી પસાર થવું પડે.ગામ પ્રાચીન હતું પરંતુ ખુબ સુંદર હતું. ગામ ની નજીકમાંજ નીલગીરીના જંગલો હતા અને એક દમ સુંદર પહાડો ની વચ્ચે આવેલું હતું.

હું એટલે ચોકસી કામ એક એક્સપોર્ટ ઈમ્પોર્ટ કંપની નો માલિક આવા ગામ માં જવાનો મારો પહેલો અનુભવ હતો.એનું કારણ હતું મારો જીગરજાન દોસ્ત અજય.હું નદી પર ના બ્રિજ પર થી પસાર થઇ રહ્યો હતો ત્યારેમેં કાર ની બારી માંથી નીચે વહી રહેલી નદી જોઈ. એ એક અદભુત અને રોમાંચિત કરી દે એવો નજારો હતો.મારે ખુબ કામ હતું અને આવા માં મારો વેકેશન પર જવાનો કોઈ વિચાર નહતો.પરંતુ,અજયે મને કોલ કરીને તરત આવવા માટે કીધું હતું અને એના અવાજ માં કઈ અજીબ ડર અને ચિંતા હતી એને મને સ્પષ્ટ વાત નહતી કરી એટલે હું તરત કાર લઈને ગામ તરફ નીકળી પડેલો.

અજય અને હું નાનપણ થી મિત્ર હતા.અજય ભણવામાં હોશિયાર હતો એટલે એ ડૉક્ટર બની ગયો અને એને એક વરસ પહેલાજ ઇશિતા નામ ની છોકરી સાથે એના મેરેજ થયેલા હતા.ઇશિતા એક લેખક હતી.અજયનો આ ગામ માં આવાનો કોઈ ઈરાદો નહતો પરંતુ જયારે ઇશિતા ને ગામ ની વાત ખબર પડી એટલે એ પોતાની જાત ને ના રોકી શકે એક દમ શાંતિ વાળું વાતાવરણ અને એની નવી સ્ટોરીઓ માટે એને આવા વાતાવરણ નિ જ જરૂર હતી.

અજય એક સરકારી ડૉક્ટર હતો અને એને ઉપર થી પ્રેસર હતું આ ગામ જવા માટે.અજય તો નોકરી છોડી દેવાનો હતો પણ ઇશિતા ના જીદી સ્વભાવ સામે એનું કઈ ના ચાલ્યું.અજય એ દિવસે મારી પાસે આવેલો અને એને એની નારાજગી મને બતાવેલી અને એને મને આખી વાત કરી.આ ગામ શહેર થી દૂર છે અને ત્યાં એક દવાખાનું છે લોકો ને સારવાર મળે એમાં મને કઈ વાંધો નથી મેં દાક્તરી એટલેજ તો કરી હતી પણ મેં એ ગામ વિશે ઘણી ભૂતિયા અને પ્રેતાત્મા વિશે ની વાતો સાંભળેલી છે.એટલે અને બીજું ગામ શહેર થી દૂર છે આ બે કારણ છે મારે ત્યાં ના જવાના અને ઇશિતા ને લઈને એ ઘણો પરેશાન છે.

મેં એક દમ અટહાસ્ય જેવું હાસ્ય એની સામે કર્યું અને કીધું અજય તું ડોક્ટર થઈને ભૂત પ્રેત ની વાત માં માને છે.શુ યાર તું આટલા સમય થી શહેર માં રહે છે અને વિજ્ઞાન એટલું આગળ નીકળી ગયું છે અને તને તું હજુ આત્માઓ ની દુનિયામાં છે.અજય ને મારા પાર ગુસ્સો હતો એ મારી સામે ડોળા કાઢી ને જોતો હતો.એને મારી સામે જોઈને કીધું ભાઈ હું કોઈ ભૂત પ્રેત માં નથી માનતો.અજિત સિંહ જે એ ગામ નો સરપંચ છે એને સરકારી દબાણ મારા પાર કરવી એ મને આ ગામ જવા મજબુર કર્યો માને એ વાત નો પણ ગુસ્સો છે.

પરંતુ,જ્યારથી ઇશિતાને ગામ જવાની વાત ની જાણ થઇ એતો યાર કોઈ વાત માનવા તૈયાર નથી એટલે હું જવા નથી માંગતો તું પ્લીસ ઇશિતાને સમજાવ.એટલે મેં અજય ને કીધું ઇશિતા નઈ માને પણ તું એક કામ કર ત્યાં રહેવા જતો રે થોડો ટાઈમ રહેજે અને કોઈ પણ બહાનું કરીને થોડા સમય માં નીકળી જશે અને ઇશિતા પણ ટૂંક સમય માં ત્યાં કંટાળી જશે એટલે તું આરામ થી ત્યાં થી નીકળી સાકિસ.અજય ને મારી વાત ગમી અને તે એ ગામ માં જવા માટે માની ગયો.બસ એના પછી એકાદ વાર જ ફોન માં વાત થયેલી અને અચાનક કોલ કરીને એને માને અહીંયા બોલાવેલો.

મારી કાર હવે કિલ્લા માં પ્રવેશી આમતો ગામ માં પ્રવેશ કરીયે એટલે એક અજબ ની શાંતિ અને તાજગી નો અનુભવ થાય પણ આ ગામ માં પ્રવેશ તા મને કઈ અલગ પ્રકારની લાગણી થતી હતી.આવી લાગણી તો મારા માં પહેલી વાર આવેલી મને થોડી બેચેની જેવું લાગવા માંડ્યું એટલે મેં કાર ની એ.સી. એક દમ ફુલ કરી દીધું.ગામ માં પ્રવેશી મને અજય ના ઘરે જવા માટે તકલીફ ના પડી ત્યાં રસ્તા માં મળેલા એક વ્યકિતી એ મને અજય ના ઘર નો રસ્તો બતાવેલો રસ્તો સીધો હતો એટલે હું એના ઘર પર પહોંચી ગયો.

અજય ઘર ની સીડીઓ માંજ મારી રાહ જોઈને બેઠો હતો.હું જેવો અજય પાસે ગયો એ મને પકડી ને ખુબ રડવા લાગ્યો એને મને વાત કરી કે ઇશિતા બે દિવસ થી ગાયબ છે.એટલે મેં એની સામે એક પ્રશ્નાર્થ નજરે જોયું? અને મેં એને પૂછ્યું ગાયબ! એટલે તું કહેવા શુ માંગે છે.અજય એ એક જોર થી ડસકુ ભર્યું અને માને કીધું કે ઇશિતા બે દિવસ થી ગાયબ છે અને ક્યાં ગઈ છે.એની એને મને કોઈ જાણ કરી નથી.મેં અજય ને કીધું કે એ શહેર માં તો નથી ગઈ ને? તારે એની સાથે કોઈ ઝગડો તો નહતો થયોને? અજય એ મને કીધું કે ના આવી કોઈ વાત નથી અને એ શહેર માં પણ નથી ગઈ. મેં અજય ને ઘર માં જવા માટે કીધું અને અમે ઘર માં અંદર સોફા પર બેઠા હતા.અજય ને મેં કીધું તને કોઈના પાર સક છે? કે આવું કોઈ કરી શકે.અજય એ મને કીધું કે અહીંયા એક રઘુકાકા અને ઇશિતા સિવાય ઘર માં કોઈ આખો દિવસ કોઈ નહતું આવતું.રઘુકાકા નું નામ સાંભળી ને મારી આંખો મોટી થઇ ગઈ! રઘુકાકા એ કોણ? અજય એ મને જવાબ આપ્યો કે એ અજીતસિંહ જે આ ગામ ના સરપંચ નો વિશ્વાસુ માણસ છે અને અમને એને ખુબ મદદ કરી છે.મેં અજય ને કીધું કે એ ક્યાં છે? એ બજાર માં થોડો સમાન લેવા માટે ગયો છે હમણાં આવશે.મેં અજય ને કીધું કે તે એની તાપસ કરી તો અજય એ મારી સામે જોઈને કીધું કે યાર એ બઉ સીધો અને ઉમર લાયક માણસ છે. અને ઇશિતા ને એ બેટી કહી ને બોલાવતો હતો એટલે એ આવું કરી ના શકે એટલે એના પર સક કરવો યોગ્ય નથી અને એ ખુબ વિશ્વાસુ માણસ છે અજીતસિંહ નો એટલે એવું કરતા પહેલા પણ દસ વાર વિચારે.

ઇશિતા આમ અચાનક ક્યાં ચાલી ગઈ હશે? મને મન માં વિચાર આવ્યો કે કદાચ અજય સાથે એને ઝગડો થયો હશે પણ હું અજય ને ઘણા સમય થી ઓળખાતો હતો એ એક દમ સીધો અને સરળ માણસ હતો અને એને મેં ક્યારેય ગુસ્સે થતા નહતો જોયો અને એ જીભાજોડી અને ઝગડાઓ માં નહતો માનતો.ઇશિતા સાથે શુ થયું હશે? મન માં ઘણી શંકાઓ કુશંકાઓ અને પ્રસ્નો નો મારો ચાલી રહ્યો હતો.મારુ મગજ જાણે સમુદ્ર મંથનન ની પરિસ્થી માં હતું.