રેવા Nandini Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેવા

રેવા

  • નંદિની શાહ મહેતા
  • જિંદગી ઘણું બધું છીનવે છે તોય ઘણું-બધું આપે પણ છે . આમ જુઓ તો , ખાલી હાથ ને - તેમ જુઓ તો આશા થી છલોછલ રાખતી. પોતાની એકલતા ને આવા જ સમજણ ભર્યા રંગોથી રંગીન રાખતી .

    કેનવાસ પર તો ક્યારેય ચિત્ર બનાવ્યું નથી. પણ , જિંદગી ના કેનવાસ ને બને ત્યાં સુધી રાખોડી રંગની દુનિયા થી દુર રાખ્યો છે.

    નામ તો એનું રેવા . નદીની જેમ ખળખળ વહેતી પોતાના હોવાપણાનો એહસાસ ને માણતી. જીવન ની શૂન્યતા ને સરખાવ્યાં કરતાં જિંદગીમાં આવન – જાવન કરતાં પવનો ને સહર્ષ સ્વીકારી લેતી.

    મરતી સ્મૃતિનો પડઘો , ને ખીલી ઊઠેલી જિંદગીનો હરખને સારી-રીતે સમજે છે. આમ છતાં, કોઈ વેદના એનું જીવનકદ ના વધારે એની જીંદગીમાં એ વાતનું ખુબ જતન થી ધ્યાન રાખે છે. હવે, બસ આનંદ ના જ ગીતો ગણગણવા છે એવો જ એનો અભિગમ. ડગલે ને પગલે રુમઝુમ કરતી આવતી તકલીફો ને અવગણતી પોતે જ પોતાનો આધાર.

    આજે અચાનક જ એક ગોજારી ઘટના એ એને હચમચાવી દીધી.

    રેવા એક અનાથ આશ્રમ ની ગૃહમાતા. શહેર થી દુર એક નાનકડા ગામ માં એને દવે સાહેબ ની ભલામણથી ત્યાં ગૃહમાતા તરીકે ની નોકરી મળી ગઈ હતી. જિંદગીના ભૂતકાળ ને ભૂંસીને એક નવી જિંદગી શરુ કરે પાંચ વર્ષ થયા. આશ્રમમાં ૨૫ ઓરડા ને બીજા ૫ ઓરડા સ્ટાફ માટે ના હતા. શહેર થી દુર વિસ્તારમાં શાંત-રમણીય આશ્રમ હતો. તરછોડાયેલા વૃદ્ધો , બાળકો નું આશ્રયસ્થાન એટલે રતન આશ્રમ . રતન આશ્રમ ૧ એકર જમીન માં ફેલાયેલો ૧૦ વૃદ્ધો ને ૨૦ બાળકોને બીજા ૫ સ્ટાફ એમ ગણી ને ૩૫ લોકો નો પરિવાર કહો કે આશ્રયસ્થાન.

    બેઠા ઘાટનું મકાન જેમાં એક બાજુ ઓરડાઓ ને બીજી બાજુ મોટો હોલ એ બંને ની વચ્ચે રસોડું ને ભંડાર. હોલ માં બધી ગૃહ ઉપયોગી વસ્તુઓ મોતીકામ, ભરતગુંથણ, સીવણકામ, મીણબત્તી બનાવવી વગેરે બાળકો બનાવે ને પછી શહેરમાં વેચવાં સમાન મોકલી દેવાનો. એ બધા નો હિસાબ રાખવાનો ને આશ્રમ ચાલવાની જવાબદારી રેવા ખુબ જ ખંત થી નિભાવે .

    રોજીંદુ કામ પતાવી ને એ હંમેશાં સાંજે ગામ ને પાદરે આવેલા તળાવ પાસે વડલા ની છાયા માં બેસી ને સુર્યાસ્ત ને જોવાનો પછી તળાવ ને કિનારે એક નાનકડું શિવજી નું મંદિર ત્યાં આરતી કરી ને નવી આશ સંગ એ આશ્રમ પછી આવતી આ એનો રોજ નો નિયમ. એની સાથે લક્ષ્મી, ભારતી , જીગ્નેશ , મેહુલ રોજ એને સાથ આપતા.

    પણ, આજે ભારતી રડતી રડતી આવી ને એને બાઝી પડી. એને શાંત પાડી ને વાત કરવાનું કહ્યું, સાથે એ વચન આપ્યું કે એ વાત કોઈ ને નહિ કરે.

    ભારતીનો પરિવાર આમ તો , નાનકડો. ભારતી, એની માં-બાપુ ને એનો નાનો ભાઈ સમીર . આશ્રમ ને અડી ને જ એમનું ઘર. ભારતી ને રેવા એની દીકરી જ માનતી ને એજ એની સખી. રોજ ભારતી આવી ને શાળામાં શું કર્યું , કે શું મસ્તી કરી એ બધી જ વાતો રેવા ને કરે.

    સવારે સ્કુલેથી આવી ને ખાવાનું ખાઈ ને એના માં- બાપુ જોડે ખેતરમાં કામ કરવા જતી રહે. નિત્યક્રમ મુજબ એ ખેતરે જવા નીકળી ને અચાનક જ માનવ વરુ ને એને પીંખી નાંખવાની કોશિશ કરી જેમતેમ કરી ને એ પોતાની જાત ને બચાવતી ને ભાગતી – ભાગતી રેવા પાસે આવી.

    “અરે ... શું થયું ભારતી ?”

    “કેમ આટલું રડે છે ?”

    “લે, જરા પાણી પી ? હવે માંડી ને વાત કર શું થયું ?”

    “જરાય ચિંતા ના કરીશ હું તારી વાત કોઈ ને ય નહિ કહું ... એવું વચન આપું છું ... !”

    ડૂસકાં શમ્યાં પછી ભારતીની વાત સાંભળી ને રેવા લાલચોળ થઇ ગઈ.

    અચાનક જ એ પાછી ભૂતકાળ માં સરી પડી. એને યાદ આવી ગયું બધું જ પોતે એક હોશિયાર છાત્રા હોવાં છતાં એની સાથે થયેલું કુદરત વિરૂદ્ધ

    કૃત્ય થયેલું. સાપે ડંખ દીધો હોય તેમ તે એક ઝનુન થી ઊભી થઇ. ભારતી ને શાંત કરી ને એના ઘરે મોકલી દીધી. પણ આખી રાત રેવા અજંપા ભરી રહી ને મન માં ગાંઠવાળી કે હવે એ ચુપ નહિ રહે.

    સવારે નાહી ને તૈયાર થઇ એ . આજે ખુબ જ અલગ ખિન્નમાં હતી. એક જનુન સવાર હતું ને સબક શીખવવાના મક્કમ નિર્ણય સાથે એ આશ્રમ ની બહાર નીકળી. કાળમુખા કાળ નો અંત કરી નાંખ્યો. એ દોષી બની ને અદાલત ના કઠેડામાં ઊભી રહી.

    અદાલત માં આજે રોજ કરતાં ખાસ્સી ભીડ હતી. રેવા એ એનો ગુનો તો કબુલ કર્યો . પણ, એને પોલીસ ને કોઈ જ સ્ટેટમેન્ટ આપ્યું નહતું . અદાલતમાં કઠેડા ની ૪ * ૪ ની દુનિયા માં કેદ થઇ ને ઊભી રહી.

    અદાલતમાં રેવા એ પોતાનો કેસ પોતે જ લડશે એવી રીટ ફાઈલ કરી હતી. અદાલતમાં જે મંજુર થતાં એક અઠવાડિયા નો સમય લાગી ગયો. આજે એ એકદમ જુસ્સા માં હતી. વકીલ તો એ પહેલીથી જ હતી. એટલે જાતે જ એના કેસ પેપર તૈયાર કરી રાખ્યાં હતા. એક અજીબ પ્રકાર ની હિંમત ની- સ્ફૂરણા નો સ્ત્રોત એની અંદર વહેવા લાગ્યો.

    બસ, આ વખતે પોતે ચુપચાપ સહન નહિ કરે એ વિશ્વાસ સાથે એ તૈયાર હતી. એના પોતાના પર 302ની કલમ લાગશે. એણે પેપર તૈયાર કર્યા સાથે દલીલો નો જવાબ આપવા માટે ની તૈયારી કરી નાંખી.

    રેવા પણ આવા જ એક શેતાન નો ભોગ બની ગઈ હતી. પણ બળાત્કાર જેવી ઘટના એની સાથે ઘટવી એ કોઈ નાનોસૂનો ગુનો ન હતો . રોકકળ, એક સ્ત્રી હોવાનો શાપ કહે કે વરદાન. કોઈ ની હવસનો શિકાર બનાવી ને પીંખાઇ ગયેલી. સમાજ માં આબરૂ નહિ રહે એ ડરથી માં-બાપ એ એને ચુપ કરી દીધી હતી.

    અમીર લોકો નું ઝમીર જ પૈસા નું હોય. પૈસા ના કારણે ભલભલો ગુનેગાર છટકી જાય છે. લોકો શું કહેશે ? શું નહીં કહે ? સમાજ ની વ્યવસ્થા પણ કેવી ગુનેગારો ને માન –સન્માન થી બરી કરી દેવામાં આવે ને . પોતે ગુનો ના કર્યો તોયે સમાજ એને ગુનેગાર ઠરાવે...આ તે કેવો ન્યાય.! ? સમાજ ના લોકો રોજ નિતનવી વાતો કરી ને શાબ્દિક બળાત્કાર કરતાં.

    આ બધા થી ત્રાસી ને એના મમ્મી- પપ્પા એ તો ઝેર તો પીધા જાણી કર્યું. ને , રેવા સાવ એકલી પડી ગઈ. આશ્રમ ને જ પોતાની દુનિયા બનાવી દીધેલી.

    “ઓર્ડર .... ઓર્ડર ....!” અવાજ સાંભળતાં જ જરા ચૌંકી ગઈ. શબ્દો ની રમત રમવા પોતાને સજ્જ કરી દીધી. આડુંઅવળું બોલ્યાં કરતાં હડહડતું સત્ય કહી ને પોતાની દલીલોની રજૂઆત કરી.

    અફસોસ એને કોઈ વાત નો નથી . સ્વચ્છતા અભિયાન માની ને આવું કૃત્ય કર્યું. બસ, એક ઠંડક હતી એના હૃદય માં કે એને સાધુ ના વેશ માં ફરતા શેતાન ને એની ઓકાત બતાવી . સ્ત્રી સબળ સશક્તિકરણ સાબિત કર્યું.