પોઈઝન Garima દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પોઈઝન

Poison

વાર્તા


" ભાઈ બોલ, ઈસમે સે કોન સી વાલી આજ માંગતા હે તું ? " રામપુરીએ સિગરેટનો એક પફ લગાવ્યો અને બોલ્યો.
" જો તેરે કો જમતી હો ના વો બુલવા લે. વેસે ભી સાલી યે ઔરત જાત પેદા કયું હોતી હે ? સિર્ફ હમેં ખુશ રખને કે લિયે હી ના. " પોઈઝન સિગરેટ ને જલાવતા અટ્ટહાસ્ય કરી ને બોલ્યો.
રાત્રીનાં સાડા બાર વાગે એક બારમાં પોઈઝન એની ટપોરી ગેંગ સાથે નશો કરતો હતો. રામપુરી એનો રાઈટ હેન્ડ હતો. રાત આખી બધાં બારમાં દારૂ, સિગરેટ ,હુક્કોને છોકરીઓમાં રચ્યાં પચ્યાં હોય. એટલામાં બારની વેઈટ્રેસ દારૂ સર્વ કરવા આવી. એને દૂરથી જોઈ ગેંગ નો એક ટપોરી બોલ્યો, " પોઇઝન ભાઈ, જોવો પેલી કજાત છમકછલ્લો આવી. "
વેઈટ્રેસે દારૂની બોટલ મૂકી અને ત્યાંથી જતી હતી ત્યાં જ રામપુરીએ તેનો હાથ પકડી લીધો અને જબરદસ્તી કરવા લાગ્યો. પેલીએ હાથ છોડાવા મહેનત કરી પણ જેમ-જેમ તે પ્રયત્નો કરે તેમ રામપુરી એની સાથે વધુ ખરાબ રીતે જબરદસ્તી કરવા લાગ્યો. છેલ્લાં ત્રણ દિવસથી પેલી સાથે આવું થઈ રહ્યું હતું પણ આજ રામપુરી એની સીમાને ઓળંગી રહ્યો હતો. સ્વબચાવ માટે પેલીએ રામપુરીને ધક્કો માર્યો. તે ટેબલ સાથે અથડાયોને જમીન પર પછડાયો. કાચ માથામાં વાગ્યો અને એને લોહી નીકળ્યું." you bloody
bastred, stay away from me. "
વેઈટ્રેસ રડતાં રડતાં બોલીને દોડીને ત્યાંથી જતી રહી.
આજુબાજુ નાં બધાં લોકો આ તમાશો જોઈ રહ્યાં હતાં. રામપુરીનો ego એકદમ ઘવાયો હતો. તે ઉભો થયો અને બોલ્યો, "સાલી કુત્તી, ઔરત હો કે રામપુરીકો ધકકા દેતી હે. અબ તો ઇસકી ચરબી નિકાલકે હી દમ લુંગા. "
એક સ્ત્રી થઈ ને ધક્કો મારી ગઈ, આ વાત બધાં ને કાચની જેમ ખૂંચી હતી. હવે તો કોઈપણ કાળે એનાં સ્ત્રીતત્વ ને ફિંદી નાખવું એ જ લક્ષ્ય હતું. -----------


પોઈઝન, એક બહું જ મોટો ગેંગસ્ટર. એક પણ એવું ખરાબ કામ ન હતું, જેમાં પોઇઝને પગપેસારો કર્યો ન હોય. એ મનમાં જે નક્કી કરે એ ગમે તેમ પાર પાડી ને જ રહે. કેટલાંયની જિંદગીમાં ઝેર ફેલાવ્યું હતું એટલે જ લોકો એ એને પોઇઝન નામ આપ્યું હતું. ચોરી, ખુન ખરાબા, સ્મગલિંગ, જુગાર, દારૂ , સ્ત્રી બજાર, આ બધાં જ એનાં ધંધા. પોઇઝન નો ખૌફ આખા અંડરવલ્ડ માં હતો. પોઇઝનનો ખાસ માણસ એટલે રામપુરી. તે લોકોનાં ખૂન કરવામાં માહેર હતો. એનાં રામપુરી ચાકા થી એને લોહીની નદીઓ વહેતી કરી છે. એટલે લોકો એને રામપુરી જ કહેતાં. રામપુરી માનસિક રીતે એકદમ અજીબ પ્રકારનો હતો. એણે પોતાનાં જ ચેહરા પર રામપુરીથી ચીરા પાડી દીધાં હતા. એકદમ વિચિત્ર અને ખૂનન્સ વાળો વ્યક્તિ. પોઈઝનનાં આ ગોરખ ધંધાને વ્યવસ્થિત ચલાવાની જવાબદારી રામપુરી પર હતી. પોઇઝન મોટી -મોટી ડીલ સમયે જ લોકોને મળતો. બાકી છુપાયને રહેતો. પોઈઝનને ઘણાં વર્ષોથી પોલીસ શોધી રહી હતી. એટલે મોટેભાગે રામપુરી જ બધાં વહીવટ પતાવી દેતો. પોઇઝનને સ્ત્રી જાત પ્રત્યે જરા પણ માન ન હતું. તે સ્ત્રીને પગની પાનીએ જ ગણતો. એનાં માટે સ્ત્રી બસ એક શરીર જ હતું. રામપુરી તો આમપણ અડધો પાગલ જ હતો એટલે એ તો સ્ત્રીને અપશબ્દોથી જ બોલાવતો હોય. રાત્રે બારમાં જવું એ એમનો નિત્યક્રમ હતો. રોજ કોઈ છોકરીનાં શરીરને આ હવસખોર પિશાચ પીંખી નાખતાં હતાં. કોઈવાર રામપુરી તો કોઈવાર પોઇઝન ને ક્યારેક તો બંને જણ સાથે, પણ શિકાર તો રોજ થતો. ----------

ગઈકાલ નાં અપમાનનો બદલો લેવાની ભાવના સાથે પોઇઝન અને રામપુરી આજે બારમાં રોજ કરતાં થોડાં વહેલાં આવી ગયાં હતાં .પણ આજ એ વેઇટ્રેસ આવી જ ન હતી. બંને પર બદલાનું ઝનૂન સવાર હતું એટલે એનું નામ, એડ્રેસ કઢાવી લીધું. આજ તો બસ એનાં ઘુરૂરને ચીરી જ નાખવો, બસ આ જ એકમાત્ર વિચાર બંનેનાં મગજમાં રમતો હતો. રાત્રીનાં એક વાગે બંને નશાની હાલતમાં બદલો લેવા માટે પેલીનાં ઘરે જવા નીકળે છે. આ બાજું પેલી વેઇટ્રેસ જાણતી જ હતી કે, બદલો લેવા માટે આ બંને ગમે તેમ કરીને તેને શોધી જ કાઢશે. તે તેની બધી તૈયારી સાથે સજ્જ હતી. બારનાં મેનેજરે તેને જણાવી દીધું હતું કે પોઇઝન અને રામપુરી અહીંથી નીકળી ગયા છે. પોઇઝન અને રામપુરી પેલીનો શિકાર કરવાં જઈ રહ્યાં હતાં પણ અહીં તો પેલીએ કંઈક અલગ જ જાળ પાથરી રાખી હતી. એ બંને આજ ખુદ શિકાર બનવાનાં હતાં. બંને એકદમ નશામાં ગુસ્સા સાથે જબરદસ્તી ઘરમાં ઘૂસી જાય છે. આવતાંની સાથે જ બંને પેલીને મારવા લાગ્યા અને ખરાબ વર્તન કરવા લાગે છે. ત્યાં જ પેલી છુપાવેલું ચાકું કાઢે છે અને બંને પર હુમલો કરે છે. રામપુરીનાં હાથમાં ચાકું વાગે છે અને લોહીનાં ફુવારા છૂટે છે. એ હવે નિઃસહાય થઈ ગયો હતો. પોઈઝનને પગમાં વાર કરે છે એટલે એ જમીન પર ફસડાયને બેસી જાય છે. પછી બંનેને ખુરશી પર બેસાડી દોરડાથી બાંધી દે છે. પછી એનાં દરેક પાપોને યાદ કરાવડાવી એનાં પર વાર કરે છે. પોઈઝનનાં વાળ પકડી ઉપર બાજું ખેંચે છે અને જબરદસ્તી દારૂ પીવડાવે છે અને બોલે છે, "બહું દારૂનો શોખ છે ને તને પોઇઝન. આજ તું હવે પોઇઝન નાખેલું દારૂ પી અને તડપી તડપી ને મૃત્યુની રાહ જો. તે ઘણી છોકરીની જિંદગી આમ બરબાદ કરી છે. ઘણાં લોકોનાં જીવનમા ઝેર ફેલાવ્યાં છે. આજ હવે એ જ ઝેર તારાં મૃત્યુનું કારણ બનશે , પોઇઝન " આટલું બોલ્યાં પછી બાકી બચેલું દારૂ એ એનાં મોઢાં પર રેડી દે છે. પછી એ રામપુરી પાસે આવે છે, "રામપુરી બહોત ઘુરૂર હે ના તુજમે, યે તેરે રામપુરી કો લેકર. આજ તું તેરે હી રામપુરી સે મરેગા." તેનાં ખિસ્સામાંથી પેલી એનું રામપુરી ચાકું કાઢે છે.
પોઇઝન પર ઝેરની અસર થઈ રહી હતી. તે હવે બસ ચંદ પળોનો જ મહેમાન હતો.
" પોઇઝન તો બસ હવે હમણાં જ થોડી વારમાં મરી જશે, પણ તને જો હું એક જ ઝાટકે મારી દઈશ તો એ નાઇન્સાફિ થશે. ઔર વો તો મેં તેરે સાથ હોને નહીં દુંગી. ઇસલીયે તુજે ભી તડપા તડપા કે મારુંગી." આ સાથે તેણે એનાં બીજા હાથ પર પણ વાર કર્યો. હવે રામપુરીનાં શરીરમાંથી લોહી પૂરવેગ થી બહાર આવી રહ્યું હતું. એવાં અનેક ચાકુંના વાર કર્યા એનાં જ ચાકું થી એનાં પર. પોઈઝનનાં મોં માંથી ફીણ નીકળવા લાગ્યા હતા ને બસ બંને હવસખોર શિકારી આજ ખુદ શિકાર બની ગયાં અને મૃત્યુ પામ્યાં.
સવારે પોલીસ આવી પહોંચી અને ત્યાં 3 લાશ મળી. વેઇટ્રેસ પાસે એક ચિઠ્ઠી મળી. પોલીસે એ ચિઠ્ઠી વાંચી અને એણે સલામ કર્યું આ સ્ત્રી ને. ચિઠ્ઠી કંઈક આમ હતી..

" હા, મેં જ આ બંનેને મોતને ઘાટ ઉતાર્યા છે. એ વાતનું મને ખુબ ગર્વ છે. ઘણાં સમયથી આ માટે રાહ જોઈ રહી હતી. કેટલાં લોકોની જિંદગી આ વ્યક્તિઓનાં કારણે બગડી હતી. જેમાંની હું પણ એક હતી. મારાં મમ્મી પપ્પા નાં મૃત્યુ બાદ હું અને મારી બહેન જ હતાં. એ મારાં માટે મારી દુનિયા હતી. એક દિવસ મેનેજરે તેને બારમાં , બારની ડિઝાઇન બદલવા માટે બોલાવી હતી. એ માત્ર ત્યાં એનું કામ કરવા ગઈ હતી. પણ આ રાક્ષસોએ એની જિંદગી બગાડી દીધી. એ રાત તે ગઈ એ ગઈ પછી ક્યારેય પાછી જ આવી નથી. આ બંનેએ એનાં શરીરને વિખી નાખ્યું હતું અને સાવ મરવા પર છોડી દીધી હતી. એ મૃત્યુ પામી. એ દિવસથી મેં બદલો લેવાનું નક્કી કર્યું હતું. ત્યાં બારમાં નોકરી કરી એમની નજરમાં આવી, એનાં સ્વાભિમાનને પડકાર્યું જેથી કરીને એ મારી સાથે બદલો લે અને હું એ તકને ઝડપી આ બંનેને મારી નાખું. મારી બહેન મૃત્યુ પામી એ જ દિવસે મારી આત્મા પણ મૃત્યુ પામી હતી. બસ શરીર હવે મૃત્યુ પામ્યું છે. આ બંને હવસખોરો એ માત્ર મારી બહેન નહીં એવી કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે. આ બંને રાક્ષસોનાં મૃત્યુ માટે હું નિમિત બની એનો મને જરા પણ રંજ નથી અને અભિમાન સાથે હું મારી જિંદગીનો અંત કરું છું કે મેં ઘણી સ્ત્રીઓનો બદલો લીધો અને ઘણી સ્ત્રીઓને બચાવી."

- ગરિમા.

તા.ક. ઈશ્વર કરે કે દુનિયામાં કોઈ આવા પિશાચ પેદા જ ન થાય અને જે હયાત છે એવાં ને દંડ આપવા માટે દેશનાં કાનુન ને પેલી વેઇટ્રેસ ની જેમ હિંમત આપે.