Mehkta Phool books and stories free download online pdf in Gujarati

Mehkta Phul

મહેકતાં ફૂલ

પ્રકાશ ઠક્કર

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•કોણ આપશે ?

•એકતાના નામથી

•બાળપણ

•... ડગલું પાછું ભરવું નથી

•મંગળદીપ જલાવી કામ કરો

•લખ મને

•લેતો જા

•મારે પૂજાવું છે....

•કવિનું ભેદી મન

•પૂછું છું

•....શીખો

•દિલનો ભીખારી

•નવલા વર્ષની નવલી રાત રે.......

•તમે કેવું જીવ્યા રે ?

•બસ આવજો

•સંબંધ

•ક્યારેક

•જૂના ચહેરા

•જીવે તો જવું જ છે

•દૂર જાઓ.....

•હ્યદયની દુનિયા

•લાગણીનાં પૂર

•રંગોની દુનિયા

•યાદ

•બનીશ

•જીવનસુગંધ

•વિચારું છું

•ગરીબ દિલને ભેટી લે

•સમંદર

•આપણે કેવા છીએ ?

•હૈયાની વ્યથા

•સર્વવ્યાપી પ્રભુ

•કેદ કરી લ્યો

•સંતાકૂકડી

•પ્રેમપત્ર

•મુશ્કેલ બનશે

•સૂર્ય ઊગે તેમ અફવાઓ નીકળે

•પવનના ઝોકામાં વર્ષો ગયાં

•એકલતા

•ક્યાં દોડીએ ?

•વ્હાલી વસંત

•ક્યાં ખબર મળે છે ?

•પ્રકાશ

•ખ્વાબ

•શોધું છું

•કોને કહીએ ?

•મેઘની મહેમાનગતિ

•જિંદગી યાને કુદરતની ભેટ

•જિંદગી

•નોકરી

•તનહાઇ

•છેવટે ગયો

•શરાબ કી શરાફત

•જામ પી ગયો

•કિનારો

•પિયાની દીવાની - પિયાની પ્યાસી

•લોહી

•પિયાની દીવાની - પિયાની પ્યાસી

•લોહી

•બિચારો બોમ્બ

•જિંદગીની મઝારે ચાલી શકું

•કોની સગાઈયું સાંભરે રે....

•મનનો માણીગર

•મારી ખુશી

•ફૂલોની વર્ષા

•ચડ્યો ચકરાવે

•કોણ કરશે સજા

•સમજદારી નથી

•કમાલ કોઈ કરી ગયો

•ઈશ્ક

•પીતૈ હૈં

•....છતાં કમોતે મરી જવું !

•પરખ

•“તમે મળો તો.....”

•જિંદગીનો નિચોડ

• મૌલિક સુવાક્યો

૧. કોણ આપશે ?

રાડ પાડી ગયો તે જવાન વૃદ્ધ

સાચી રાહ બતાવવા

હવે એ શબ્દોને આશ્વાસન કોણ આપશે ?

અનાથ બાળકો, વિધવાઓ અને નિઃસહાયોને

સહારો કોણ આપશે ?

છુપાયેલી એ વેદનાની ચિનગારીઓને

વિસામો કોણ આપશે ?

માનવી માનવ મટી વિકૃત બન્યો છે

સાચા હ્યદયની ભેખ કોણ આપશે ?

ઈંટો ગાજી છે વહે છે નદીઓ લોહીની

ક્ષમા કરી નહીં બેસે તો

એનો જવાબ કોણ આપશે ?

કોણ આપશેના જવાબોમાં

સ્વર્ગમાં બાપુને યાદ ન આપજે.

જવાબ આપજે સ્નેહતણો સ્વર્ગમાં

જૂઠું બોલી બાપુને ત્યાં.

૨. એકતાના નામથી

અણસાર છે ફૂલોનો

પ્લાસ્ટિકના ફૂલથી

મંદિર છે પૂજાના

ઈંટોના મહાલથી

સ્નેહાઈ છે સંબંધોનો

સ્વાર્થના સહાયથી

બન્યો છે દેશનો નેતા

કપટના કામથી

થઈ છે લડાઈઓ લડાવવાથી

મઝહબના નામથી

ભરાવ્યાં છે, લોહીનાં ખાબોચિયાં

એકતાનાં નામથી.

૩. બાળપણ

આવ્યું છે યાદ એક નાનું બાળપણ

ધૂળની ઢગલીઓમાં પગથિયાં કર્યા

ચડવા જતા ત્યાં માળ ને ફરનિચર

ખૂબ સમજાવ્યું છે ઘર જગ્યા નથી

ઉપર પણ આયનો, નીચે પણ

ઊંધો બનાવ્યો છે મને આયને

વૃક્ષ નથી એકે સાચું જોવા,

કેલેન્ડરો, પ્લાસ્ટિકનાં ફૂલ

જઈ પૂછ્યૂં ફ્‌લાવરવાઝને મેં

બદલાયો માનવી અવાહ કુદરતથી ને ?

૪. ડગલું પાછું ભરવું નથી

જૂઠના માંડવે ભલે મળે માવો

જિંદગીની ખુમારીમાં પાછવ પડવું નથી

કરેલા છે દિવસો નક્કી અમારા અહીં

આત્માની સાથે ખુદ લુટાવી જીવવું નથી.

કાયરોના સુકાની કરતાં મર્દનું મોત બની રહેશું.

આંખ ભીની હશે છતાં હવે રડવું નથી.

મળ્યાં છે ફૂલ સુગંધથી ભરપૂર

કરમાવા સાથે સુગંધવું નથી.

ચઢી જાવું શિખર કે રહું વચમાં

હવે અહીંથી ડગલું પાછું ભરવું નથી.

૫. મંગળદીપ જલાવી કામ કરો

મંગળદીપ જલાવી કામ કરો

મંગળ મન બનાવી કામ કરો

મહેનતની દીવારોને બતાવી કામ કરો

ગુજરતી છે જિંદગી

પળ પળ વરસાવી કામ કરો

મીઠાશ છે, મીઠામાંહી

ખારાશ ખમાવી કામ કરો

સોનાની સાંકળ બાંધેલ નથી,

મુક્ત વિહારના કામ કરો.

૮. લખ મને

તું તારા શબ્દો, કવિતાઓ લખ મને

શબો, લાશોની વિગત ન લખ

વીરતા પામતા વીરલાઓ લખ મને

ગુમરાહ છે, રાહી એકાંતની પરીમાં

આવાજનાં કિરમોના સૂર્યો લખ મને

કોણ એવો રાજવી છે કે

બંધાવે પોતીકા પર તાજમહેલ લખ મને

દામન દબાવી જીવવું નથી પરવડતું

કોઈ પૂછે તો નિર્જીવ જીવની કથા લખ મને

જીવે છે હજારો કરોડોમાં અહીં

કોણ કેટલા પ્રભુવેશમાાં જીવે છે લખ મને

૯. લેતો જા

જા આટલો સંદેશો લેતો જા

જરૂર હોય ત્યાં પહોંચાડતો જા

મહેફિલ જ્યાં જામી હોય ત્યાં

ગુલદસ્તા પહોંચાડતો જા

જાકારો મળશે, કોઈક જગ્યા પર

પણ હસતો ચહેરો પહોંચાડતો જા

આ સમર્પણ છે સગપણનું

સ્નેહની નદીઓ વહાવતો જા

લાંબું જીવવાની કોશિષ ન કર

થોડામાં વધુ જીવતો જા

જવાનું છે એ, નક્કી આમાંથી

છેવટે અમીરતા લેતો જા.

૧૦. મારે પૂજાવું છે....

મારે પૂજાવું છે, પૂજાથી

પ્યારના પ્રવાહથી

સ્નેહ ભાષાની ધારથી

અમીરતાના પ્યારથી

નામચિન નિશાનથી

ગુજારવી છે જિંદગી

આત્માના પ્રકાશથી

મારે પૂજાવું છે મહાનતાથી

૧૧. કવિનું ભેદી મન

બેડરૂમની દીવાલોની ઈર્ષા

રૂમોની દીવાલો કરતી હશે !!!

કારણ મહેમાનોનું સ્વાગત બંને સાથે મુસ્કરાઈને જ કરતાં

બાળક પર કોઈ ખરાબ અસર ન પડે તે માટે ??

બેડરૂમની બેડ રાત્રીની વાત

રૂમોની દીવાલોને કરવાની

એકબીજાને ખૂંચતી આંખો

રાતમાં ઓળખાતી રાત્રીની વાતો

આસ્વાદતા એકબીજાની

શું આ સમાજને બતાવવા

સદા હસતા રહેવાની પ્રતિજ્ઞા પાળે છે ?

અમે એક જ ઘરમાં, સાથે જુદા થયા વગર રહીએ છીએ.

કોણ કહે અમે જુદા છીએ ?

૧૨. પૂછું છું

દાસ્તાં છે આ દિલ તણી

કોઈ દિલદારનું ઘર પૂછું છું.

બસ લેવા જ નથી સર્ઝાયો

આપવામાં કોઈકનું દિલ પૂંછું છું.

ચાંદ નીકળશે, સૂરજ નીકળશે.

આખિર જિંદગીની અંતિમ સાંજ

રહેશે પ્રેમનો વાવટો તેવું આ

હવાને પૂછું છું.

કબર પર કોઈ આવશે કે નહીં ?

તેવું આ કબર સાહેલને પૂછું છું.

કબર પર પથરાશે “પ્રકાશ” એકલો

ઉપર ઉગેલા ઘાસને પૂછું છું.

૧૩. ....શીખો

જીવવાની જરૂરતમાં જીવતાં શીખો

ક્યાંક મળશે મહોબ્બત

નિભાવતા શીખઓ

કુદરતી જિંદગીમાં લપટાઈ

મૌસમની ચાંદની ચૂંટતા શીખો

ભલે રહી રેતાળ જિંદગી

કોઈ છોડ ઉગાડતા શીખો

મંદ મંદ મુખે હસવાની કોશિશ તો કરો

મીઠું હસતા શીખો

બસ પંથકની રાહમાં જોયા કરું તમને

સતસંગનો સારાંશ પાઠવતા શીખો

શીખવાની છે ઘણી સ્નેહ સરલતા

મનુષ્ય ગર્વ લેતા શીખો....

૧૪. દિલનો ભીખારી

મંદિરોમાં જઈ વળ્યો

દિલનો ભિખારી બની ફરી વળ્યો

આપવાની વાત વચમાં ન આવી

પડાવી લેવામાં પંપાળી રહ્યો.

માનવ મારગ મળ્યો છે મોકળો

કોઈકનું ઉઠાવી ફરી ગયો.

પુસ્તકોમાં પૂર્ણ છું. ગીતા, રામાયણમાં,

પૂર્ણતાના નામ પર પચાવી રહ્યો

નથી કોઈ કુકર્માનો આઘાત લાગતો

હ્યદય રોતા બહાર હસી રહ્યો.

હું છું માનવની ગણનામાં

ભીતરથી માનવ મટી રહ્યો.

૧૫. નવલા વર્ષની નવલી રાત રે.......

નવલા વર્ષની નવલી રાત રે

સોનેરી સ્વપ્નની નવલી ભાત રે

સ્નેહની પાવન પગલી પાડજે.

સીતમને દેજે જલાવી તું

આવજે, વસંત લાવજે તું

રાતરાણી નવલી રાત.

કુમળી ડાળીએ રે હીંચકો બાંધજે

પ્રેમનો પાઠ ભણાવજે રે....

ધીમે ધીમે પગરવ કરજે

સ્નેહની પગલીઓ પાડજે રે.

થયાં હોય જો વેરઝેર

નવલે વર્ષે ના આણીએ રે

સ્વપ્ન બનાવીએ સ્નેહનાં

પ્રેમને પોકારીએ રે.....

નવલા વર્ષની નવલી રાત રે.....

૧૬. તમે કેવું જીવ્યા રે ?

ધૂળ ધાણી ને ધક્કા પાણી

કરી છે તમારી જિંદગીની લહાણી

તમે કેવું જીવ્યા રે ?

નથી લેવું એ હિસાબનું સરવૈયું

તમે કેવું જીવ્યા રે.....?

સસ્તામાં વેચી છે, જિંદગી ખરીદ થયા રે.

તમે કેવું જીવ્યા રે.....?

જાત પર ગુમાન રાખીએ

છતાં બેભાન બનીએ રે

તમે કેવું જીવ્યા રે.....?

મનમોજીલા છે મનના

સ્વાર્થને સથવારે જઈએ રે

તમે કેવું જીવ્યા રે.....?

જિંદગીની તપશ્વર્યા હતી કે નહીં ?

આત્માની પ્રતિષ્ઠા માનીએ રે

તમે કેવું જીવ્યા રે.....?

સફેદ કપડાંમાં પરિભ્રમણા કરી

કાળાં કામો કર્યા રે....

તમે કેવું જીવ્યા રે.....?

૧૭. બસ આવજો

લાગે જો આ ઘર તમારું તો આવજો

સમય મળે જો પળવારનો તો

મીઠું મલકાઈને આવજો

કોઈ ગીત ગાયે યા ન ગાય

સ્નેહાઈ સમજી આવજો

ઓળખાણ છે આપણી આગળની

અગર આ ઘર તમારું લાગે તો આવજો

આ દુનિયામાં બધા દ ઘર છે મારાં

પ્રેમથી સભર

છતાં લાગે આ ઘર તમારું તો આવજો

૧૮. સંબંધ

જ્યાં જોયું ત્યા સંબંધ મળે છે

તત્કાળ ગોતું ત્યાં આવજો મળે છે.

જિંદગીની મહેફિલમાં શોધું શું ?

થોડી તમન્ના હતી ત્યાં ઠોકરો મળે છે.

જાગતા સ્વપ્નો શોધું છું ત્યાં

દૂર ગયેલા મૃત અવાજો મળે છે.

હતા સંબંધો સ્નેહતણા વર્ષો પહેલાં

હવે તે સંબંધના તૂટેલ તાંતણા મળે છે.

દૂર છું છતાં હ્યદયમાં તો તું

નથી કોઈ સંબંધ તેવા નિશાસા મળે છે.

૧૯. ક્યારેક

જિંદગીનાં દુઃખોને સુખની ગણતરી હોય છે ક્યારેક

પાન વગરનાં ઝાડ હોય છે ક્યારેક

આંખમાંથી સરતાં બિંદુ પ્રેમના મોતી હોય છે ક્યારેક

નહીં તો એ ક્રોધના ધુમાડા હોય છે ક્યારેક

ખબર નથી આ જગતની, આ જગતમાં પ્રભુ હોય છે ક્યારેક

શોધવા નીકળું ત્યાં ઠોકરો મળશો

શાંત નિદ્રામાં પ્રભુ હોય છે ક્યારેક

ખૂબ સરસ છે, જીવન ફૂલોની સુંગંધથી

ફૂલો ચડશે તેવી ગણતરી હોય છે ક્યારેક

૨૦. જૂના ચહેરા

જોવા છે અનેક જૂના ચહેરા

હસતા, સ્નેહના જૂના ચહેરા

જડે છે વર્ષો બાદ, જડશે વર્ષો બાદ

જૂના ચહેરા પ્રેમાળ ચહેરા

કોઈક ખંડેર થઈ ગયા છે, કોઈ ફના

મળશે કોઈની યાદ એના આધાર પર

કોઈ જિંદગીની અંતમાં હસાવી ગયા

ગયા છે જિંદગીથી પણ જીવી ગયા

હશે કંઈક સ્નેહ ્‌તરમાં

પણ આજ એ સ્વપ્ન ભુલાવી ગયા છે.

છે જૂના ચહેરા યાદ

ખૂબ તડપાવી ગયા છે.

૨૧. જીવે તો જવું જ છે

હવે આ જીવનના આંતકમાં

જીવે તો જવું જ છે.

ફૂલોમાં કે કાંટાઓની કડવાશમાં

જીવે તો જવું જ છે.

કરમાવવું શું ? કેવા સંતોષથી

સંતોષ બની જીવે તો જવું જ છે.

કિલ્લોલ સાથે મૃત્યુને પ્રીત કરી

હવે જીવે તો જવું જ છે.

સ્નેહનો પ્રકાશ પાથરીને

જીતવા જીવે તો જવું જ છે.

૨૨. દૂર જાઓ.....

કોણ રોકે છે જાો ઘણે જ દૂર જાઓ

યાદ ન આવે તેટલા દૂર જાઓ

જો યાદ આવશે તો જ રડુ આવશે

રડુ આવશે તો જ પાપ લાગશે તમોને

દૂર જાવ દૂર જાવ ઘણે જ દૂર જાઓ

વર્ષો રહ્યા છો તમો અમારી વચ્ચે

ગઝલ, કવિતાની દેખરેખમાં

જુવાની ગઝલ બનાવી, યૌવન કવિતા

હતી જિંદગી રેતાળ, છતાં ફૂલ ઉગાડ્યાં

છતાં જવા જ ઈચ્છો છો તો દૂર જાઓ

ધણે દૂર જાઓ યાદ ન આવે તેટલા દર જાઓ

૨૩. હ્યદયની દુનિયા

મને એવું નગર મળે રેતનું

જ્યાં જન્મું ને મૃત્યુ પણ ત્યાં જ

આવાસ મળે વ્યવહાર મળે.

કોઈ ઘેર જઈ ચડું, કોઈનું દુઃખ લઈ ચડું

બસ મળે હ્યદયની દુનિયામાં રહેવા

ત્યાં દિન-રાત રહ્યા કરું

મારે ફૂલોમાં નથી શોભવું

કરમાયાં ફૂલોની સુગંધ થઈ શકું

ખૂબ સરસ જીવાડું બીજાને

જીવવામાં આનંદદીપ પ્રગટાવી કરું

બસ સંતોષ એક જ દમ તણો

એવા નગરમાં લાંબી નિંદની પતારી કરું.

ભલે મળે મૃત્યુ ક્યાંક પણ

મારી ધરતી પર મારી રાખ બિછાવી શકું.

૨૪. લાગણીનાં પૂર

ખબર પડી તમો પ્રેમ કર્યો છે એવી

લાગણીના પૂરમાં વહી ગયા અમે.

ચાંદ-સૂરજ જોવાની ઉંમર હતી,

તેવી ઉંમરમાં ચાંદ જોઈ ગયા અમે.

મીઠો રણકો તમે કર્યો અમ તણો

ખાલી ફૂલોમાં સુગંધ પારખી ગયા અમે.

નજરો પર કાજલ નજર ન આવ્યા

નજરોની તસ્વીરના જામ છલકાઈ ગયા અમે.

૨૫. રંગોની દુનિયા

રંગોની દુનિયા બિછાવી તમે

મેઘની રીત બનાવી તમે

બન્યું પર્વ સુવાસિત જિંદગીમાં

પર્વતો બનાવ્યા. પૂજાો બનાવી

ખળખળતી નદીઓ ને હસતાં વૃક્ષો

ચાંદ ને સૂરજ ને ચમકતા તારલા

સચ્ચાઈ બનાવી સ્નેહાઈ બનાવી

ઘણી લાજની સીમાઈ બનાવી

સગાઈઓ બનાવી, સ્નેહાઈ બનાવી

ગજબના તાંતમાને ગજબી બનાવી

બનાવી તણીઓ પણ તૂટે નહીં તેવી

કોઈની યાદ પર ઈમારતો બનાવી

શબ્દોની તોફાઈ પ્રભુ જીત દુનિયાને

તમે તો રંગોની દુનિયા બનાવી.

૨૬. યાદ

ખબર મળે છે કોઈકની !

બુઢાપાની ચાદરમાં જુવાનીની ખબર

મહોર લગાવી’તી અમે પણ ક્યાંક

અમારા પગની રેત પૂજાતી ક્યાંક

કોઈક પૂજતું કોઈક છાતીસરસું ચાંપતું

ખબર મળે છે કોઈકની

બુઢાપાની ચાદરમાં જુવાનીની ખબર

હવે તો તે મહેંદીની રંગને

વર્ષો થઈ ગયાં છે

પણ હતાં એવાં મરોડદાર રંગીન ટેરવાં

મહેંદીથી લદાયેલાં

હવે ક્યારેક આંખ સામે આવી ઊભો રહે છે

ખબર મળે છે કોઈકની

બુઢાપાની ચાદરમાં જુવાનીની ખબર.

૨૭. બનીશ

આપની નજર પ્રીતી બનીશ

છુપાયેલો દર્દ વેદનાની

આપ કહો તો આરાધના બનીશ

નથી ગમતું એ મૂંગાપણું મને

આપનો બુલંદ આવાઝ બનીશ

ગુજરતી યાદની તસ્વીરમાં છું

કહો આપનાં હર્ષ આંસુ બનીશ

બનીસની આતુરતામાં ઘૂંઘરાતો

દુશ્મનની ગોળી માટે શરીર બનીશ.

૨૮. જીવનસુગંધ

મળ્યાં આપનાં સમણાં સ્નેહ તણાં

સુખોની રેખા વિચારી રહ્યો છું.

પ્રણયના માપમાં માપું શું તમને ?

ગીતોની હારમાળામાં ગોઠવી રહ્યો છું

નજરની કીકી સમા તમે અમતણા

આપના દર્શાવેલા પ્રેમને વિચારી રહ્યો છે.

ફૂલોમાં સુવાસ છે સ્નેહ તણી,

ફૂલ મળ્યાં દ્દશ્યની સુવાસ વિચારી રહ્યો છું.

૨૯.વિચારું છું

બેવફાની યાદ વસમી છે પણ

વફાની ચાંદની વિચારું છું.

ખુલ્લેઆમ સ્નેહ ખોવાયો છે

જવાબમાં હમરાહી વિચારું છું.

સ્નેહ અસફળ, છે આ રોશન જિંદગી

જીવવાની નવી રીત વિચારું છું.

ગુજરતી યાદોની મહેફિલમાં

યાદોના સ્વપ્નને વિચારું છું.

વિકૃત છે માનવ આ આકૃતિમાં

શ્વાસની ક્ષણભર ક્ષમતા વિચારું છું.

અંધકારમાં જીવવાની કોસિશ છે એની

‘પ્રકાશ’માં જીવવાની રીત વિચારું છું.

૩૦. ગરીબ દિલને ભેટી લે

આકાશે વાદળો જોઈને પાણીને

ધરતીના ઠંડા ઓડકારને પાડી લે.

ઝળહળતો દાવાનળ છે આ સૃષ્ટિમાં

શાંત, સ્નેહ શુદ્ધ આંસુ પાડી લે.

પ્રધાનો વિભૂતિઓ ભૂતિયાં છે સરખા

જાસૂસીની કતારમાં જોશ બતાવી લે.

અમીર, ગરીબ છે જમાનો શુદ્ધ હોય તો

જવાનીની કતારમાં ગરીબ દિલને ભેટી લે.

૩૧. સમંદર

આખરે વાત જુવાનીની નીકળે

ઊગતા સૂર્ય ને આથમતી કળીની નીકળે

સાચું ખોટું તો ક્યાં કોઈ જાણે છે.

ન જાણવા છતા અફવાઓ નીકળે

હવે તો ભૂલી ગયો ચહેરો પણ હું

છતાં ક્યારેક મીઠી યાદ પણ નીકળે

હોય જો આંખ તો આંસુ પણ નીકળશે

બુઢાપાની યાદમાં જુવાનીનું પાસું પણ નીકળે

તરફડિયાં મારી જીવતો જાવું સમંદરમાં

આ સમંદરની નાવમાં કાણું પણ નીકળે.

૩૨. આપણે કેવા છીએ ?

આપણે કેવા છીએ !!

સુરતની સૂરત બગાડી વરસાદે

કરોડોનું નુકસાન

જીવતી લાસો, મરતી લાશો

પાણીની ભૂખ, ભૂખનું પાણી

જીવન તરસ્યા તરફડતા

ટી.વી. ન્યૂઝપેપરના મોટા મથાળે

કલ્પાંત દશાની દૂરદશા

વાગોળતા વાગોળતા ત્યાં

બીજા દિવસે

રક્ષાબંધનના દિને

ચકાચક મીઠાઈથી પેટ ભરતા

આપણે ક્યાં છીએ !!

આપણે જ જાણીએ !!

આપણે કેવા છીએ ?

૩૩. હૈયાની વ્યથા

બધાં જ સુખોનો સરવાળો મારા ખોળામાં

દીકરો ડૉક્ટરો - એ અમેરિકામાં

ઘરે નોકર ચાકર, ફેમિલી ડૉક્ટર

બીમાર પડવા દેતા નથી !!

આખું ઘર આખો દિવસ કોલાહલવાળો

સુખના સરવાળામાં લોથપોથ છું !

પણ દુઃખોની આબાદ ક્ષણોનો મારા ઉપરનો હુમલો

વ્યથાસમ કરી જાય છે.

કારણ બાળકોના સ્પર્શને થનગનતું મારું મન

ભણાવીને પ્રશ્નો પૂછ્યાં કરે છે ???

બસ આટલું જ ભણતર - નિશ્વાસ નિસાસો.

ખુલ્લે આંખે, દવાની સાથે બા, તમે કેમ છો ?

કોણ પૂછે છે તને કેમ છે ?

૩૪. સર્વવ્યાપી પ્રભુ

મળશે તને

ખુદા ખૂણે ખૂણે હશે

તપાસ કર મળશે તને

જીવન જીવાડે છે તને

જેવી કલ્પના કર મળશે તેવી

આવાઝ છે એમનો કંકર મહી

પથ્થરોની ભેખડોમાં મળશે તને

મૂર્તિ, મંદિરો છે, વિસાળ ઈંટો

નાના દિલમાં જોવા ધારીશ

તો મળશે તને

હાથમાં લઈ લે આચમન પ્રેમનું

બધે જ સાંત્વન મળશે તને.

૩૫. કેદ કરી લ્યો

આપની આંખના પાંપણના દરવાજા હેઠળ

મને કેદ કરી લ્યો

છુપાયેલો છું આપના સ્નેહમાં

મારા જવાબને કેદ કરી લ્યો

મહોબ્બતની પ્યારી છે આ દીવાલો

કોઈ દીવાનાને કેદ કરી લ્યો

એ જિંદગી સુઘડ બનશે આતુરતામાં

હ્યદયમાં મારા ધબકારા કેદ કરી લ્યો

જો હોય હિંમત આપવામાં તો

ફક્ત મારા શબ્દોને કેદ કરી લ્યો.

૩૬. સંતાકૂકડી

સંતાકૂકડી રમવા કબરમાં સંતાયો છું

મને સાદ કરજો.

હું સંતાવું આપની સફરમાં

મને સાદ કરજો.

છે આપણી આગળની ઓળકાણ

માટે મારા પર ઉગેલા ઘાસને

યાદ કરજો.

બહુ જ મજાથી જોવું છે સુખ દુઃખ

દુઃખની ક્ષણોમાં યાદ કરજો.

સૂતો છું છતાં જુવાની ખોઈ નથી

તમારી જુવાની પર યાદ કરજો.

શબ્દો નીકળશે મારે માટે

નિઃસંકોચે મને યાદ કરજો.

ઊંડો નિસાસો નાખી ઊભા રહેતા નહી

મને આપની તસ્વીર સાથે યાદ કરજો.

મળવાનું થાય કે ન થાય

પરંતુ મારા શબ્દોને યાદ કરજો.

૩૭. પ્રેમપત્ર

તમ તણો સંદેશો લખાય છે પ્રેમપત્રમાં

આંખોની ચળકતી કીકીની તિમિરથી જોવાય છે

પ્રેમપત્રમાં યૌવનની પલક સમજાય છે

પ્રેમપત્રમાં કોણ જાણે કોણ પૂછે છે ?

તમારી વાત થાય છે પ્રેમપત્રમાં

ઘણું જોયું, ઘણું હસ્યા તમે

આખરે ચહેરો જોવાય છે પ્રેમપત્રમાં

૩૮. મુશ્કેલ બનશે

અફવાઓના ઝાકળમાં જીવવું

મુશ્કેલ બનશે

મારગ છે મોકળો મહેકાવવું

મુશ્કેલ બનશે

કરમાયેલા ફૂલોની સુગંધ લેવી

હોય તો

બહેકાવવું મુશ્કેલ બનશે

કોઈ યાદ કરશે, કોઈ તડપાવશે

જો ખબર નહીં રાખો તો

ગુમાવવું મુશ્કેલ બનશે.

જો જશે યાદ એમની તો

સ્વપ્ના જોવું

મુશ્કેલ બનશે

આંસુ ભરી આંખ હશે છતાં

છલકાવવું મુશ્કેલ બનશે.

૩૯. સૂર્ય ઊગે તેમ અફવાઓ નીકળે

સૂર્ય ઊગે તેમ અફવાઓ નીકળે

કોણ જાણે કોની ઈચ્છાઓ નીકળે

આભની તારા ગણાય કેટલી વાર ?

સાંજ સમયે કોઈનો પગરવ નીકળે

ફક્ત જાણે છે પારસમણિ લોખંડને

સોનું બનાવવા જ કાજે

કો’ની યાદ પર ધ્વજના મિનાર નીકળે ?

બનાવ્યા ભગવાને જે ચહેરા તેમાં

શું રહ્યું જોવા આજે એમાં

હજારો વર્ષોની દબાયેલ યાદના

પહાડો નીકળે

અફવાઓ તે ઝાકળ સમાન

ઝાકળના સમુદ્ર રોજ નીકળે

૪૦. પવનના ઝોકામાં વર્ષો ગયાં

સ્નેહની યાદના તબક્કા ગયા

ગઈ યાદો અમને હસાવીને

આજ એ જુવાનીના પડખા ગયા

પંકાયા અમારે નામ પર પ્રેમ ઝલોઝલ

એ કઠણ કાળજાનાં આંસુ ગયાં

ગયા સમંદર અમારા દિલના

તૂટ્યાં અરમાનોના પહાડો ગયા

હવે તો રહ્યા છે યાદના મિનાર પદસ્ત ?

કોઈ ચાંદનીના સિતારા ગયા

ગયા અમ છોડી આ જિંદગીના

આજે એ જુવાનીના દિવસો ગયા.

૪૧. એકલતા

આખરી ઉપવનમાં ફૂલ ખીલ્યું

સંતાપ છોડી દિલે ઉગાડ્યું

ઊગ્યું આથમ્યું ને બેતાલ બન્યું

ઝરણું હતું ત્યાં વહી ગયું.

મળ્યું એક દીપ જેવું જીવન

જીવ્યા બળી બળી બીજાના પ્રકાશે

હતું થોડું તેલ દિલમાં

બળી રહ્યા ત્યાં પૂર્યા કર્યું.

આંખ ખૂલી ત્યાં સપનાં ખોયાં

હતું જોવાનું ઘણું છતાં

કોઈના પંડના મળ્યા.....

૪૨. ક્યાં દોડીએ ?

જમાનાની આગળ દોડીએ

રસ્તો મળે કે સુમસામ રાહ

પણ એક મુસાફિર બની દોડીએ

કોઈ તકદીરમાં સાથ આપે કે

કોઈનો અવાજ બની દોડીએ

નદીઓ દોડી સમુદ્ધ તરફ

મંઝિલ તરફ દોડીએ

કોઈ ખ્વાબ ખાસ તો નથી

કોઈ દીવાના દિલ તરફ દોડીએ

જિંદગીની રાહના છીએ મુસાફિર

કોઈ આત્માની શાંતિ તરફ દોડિએ

કોઈ કહેશે ફિલસૂફી તેના દિલની

દિલની ગઝલ તરફ દોડીએ

થાકીએ નહીં જો આ દોડવાની રીતથી

આપણે આપસના પ્યાર તરફ દોડીએ.

૪૩. વ્હાલી વસંત

વ્હાલી વસંતડી તો આવશે

કાળઝાળ ઉનાળો ક્યાં ગયો ?

ફૂલડાં ટહૂકે ભમરા ગુંજે

મીઠી મધ વાવડીને તાળે.

ચિચુંડ અવાડો કોહે થતા

નાળીે પગ પખાળતો

ટાઢું હેમ દલડું ઠારતા

ટાઢું રે જિગર જગાડતા

ખળું રે થાપતા

ચૂડીો ખખડાવતા

નવી રે ચૂડીઓ પામતા

વ્હાલી વસંતડી લાવતા રે.

૪૪. ક્યાં ખબર મળે છે ?

કાગળ મળે છે, સમાચાર મળે છે

કોણ જાણે, ક્યાં ખબર મળે છે ?

હતા બિંદુ રણમાં અમારી સામે

આજ તો તે પણ ઝાંઝવા મળે છે.

પથ્થર કંડરાયેલ છે, પૂજાવવા કાજે

આજ તો તે પણ પથ્થર પંકાય છે.

ઘણી સરિતા જોઈ છે જોવા માટે

ક્યાં સ્નેહ વહાવવા મળે છે.

મળે છે પ્રભુ, બંધુ આ જગતમાં

કોણ જાણે ક્યાં તમારી

ખબર મળે છે ?

૪૫. પ્રકાશ

આટલા સંદેશાની વિગત દેજો અમ તણી

મળ્યા હતા વર્ષો પહેલાં યાદની પાંપણમાં

કબૂતરોની મહોબ્બત જોઈ બોલ્યા હતા

યાદ ન આવે તેવી દૂવા દેજો અમ તણી

બસ હવે તો તાંતમા રહ્યા છે જીવવા કાજે

જીવું ત્યાં સુધી, સાર્થક રહેજો અમ તમા

કોઈ લખું મુસાફરી જિંદગીની ગઝલ

આપની આશા દેજો અમ તણી

તરતા તરતાં માંડ કાંઠે આવી ઊભો રહું તો

જીવન “પ્રકાશ” દેજો તમ તણો.

૪૬. ખ્વાબ

કંઈક છે છુપાવવા સાચી જિંદગી છૂપાવ્યાં કરું છું.

કંઈક છે તેવી વેદનાનું સુખ કે વેદના છૂપાવ્યાં કરું છું.

ઝાંઝવા નીરખવા મળતા નથી ખુદ ઝાંઝવા બની ફરું છું.

એક ગઝલ હતી બે શબ્દો લખ્યા પછીની તે તસ્વીરમાં

આજ એ તસ્વીરમાં આંસુ સારી ફર્યા કરું છું.

મોટી ખંડેર ગુફાઓમાં આવ્યા પછી કોઈક સાદ કરશે.

તેવી માનસ પર લુંટાયેલ આંટીઓમાં ફર્યા કરું છું.

કંઈ લખું યા ગઝલ, મારી શરાફતોની

ઘણી શરાફતો દિલમાં દબાવી ફર્યાં કરું છું.

ખ્વાબ આવ્યાં હતાં જીવવા સંદર્ભમાં

આજ એ ખ્વાબને જીવન બનાવી ફર્યા કરું છું.

૪૭. શોધું છું

શોધું એ સમસ્યાના હલ

મતભેદો વચ્ચેનું કૌબાંડ શોધું છું.

છે રાહી મજબૂર જીવવા

સ્નેહની કતાર શોધું છું.

લાયક છે કે એ જુવાની !

કોઈ બતાવે તો દીવાની શોધું છું.

લાંબું છે જીવન મારું

સફળતાનો દીપ શોધું છું.

લખ લલાટમાં શોભે લાકોમાં

લખનારની પ્રીત શોધું છું.

બહારની દુનિયાનાં સ્વપ્નો છે

ભીતરની પ્રતીક્ષા શોધું છું.

અરમાનની પ્રીતિમાં સદા ગાજ્જે

મૌસમની મહોર શોધું છું.

શોધુંની સમસ્યામાં

વૈભવતણું મિલન શોધું છું.

૪૮. કોને કહીએ ?

અમે તો રહ્યા ઝરતા દુઃખમાં

આપનાં સુખોની વાતો કોને કહીએ ?

સુખ હશે કે દુઃખ કોણ જાણે અહીં !

ઘૂંઘટનાં ખ્વાબોની વાતો કોને કહીએ ?

ઘમે દૂર નીકળ્યાં છો અમારાં નેણથી

સમંદર પિઠવાડ વાત કોને કહીએ ?

જોયું હસ્યા નાના મોટા થયા ‘ગુલમાં’

ફૂલ ખીલ્યાં કરમાયાંની વાતો કોને કહીએ ?

મળશો, અહીં, કે સ્વર્ગ વાસમાં ?

નાભિની વાતો કોને કહીએ ?

કહીએ તેવું ભુલપણું બોલી ગયા

ખુદ મળો તો તો ખબર પડા

દુઃખની વાતો કોને કહીએ ?

૪૯. મેઘની મહેમાનગતિ

નગારાનો નાદ છે છોકરાઓની ચિચિયારી

સિતળતાનો છાંયડો કરે છે, કાળી વાદળી

વડલો હર્ષા કરે મોરલો ટહુકા કરે

કરી લે મહેમાનગતિ અમારા ઘામની

તારી પણ મૌસમ છે, અમારા કામની

વૃક્ષો કહે ન્હાવું, પક્ષીઓ કહે ન્હાવું

મા ધરતી કહે મારે લીલું પણ થાવું

મરક મરક પવનનું ઝોકું ને તારે આવવું

ને વચ્ચે મારે ગીત પણ ગાવું

હરિયાળી ચાંદ કરી દે હરિયાળું ગીત

પ્રીત કરી રાખજે માન અમારું

ભીંજાવજે, હસાવજે, રમણીય બનાવજે તું

મેઘલ અમોને ન જળચર બનાવી જાજે તું

૫૦. જિંદગી યાને કુદરતની ભેટ

હસી લો આ જિંદગીની ઝગમગા પર

સ્નેહની સરિતા વહાવો આ પૃથ્વી પર

ફક્ત એ કુદરતે આપેલી ભેટ છે

જાણી લો આ જિંદગીની મૌસમ પર

જીવું છું હસતા, મરું પણ હસતાં

આ જિંદગીની તનહાઈ પર

લૂંટે કોઈ ખ્વાબ મારા આ દિલના

હું દોડી જાઉં આ દુનિયાના દિલડા પર

લખાયેલ તકદીરમાં મોતો મળે કે ના મળે

હું પ્રેમનો પ્રકાશ પથરાવું દુનિયા પર

૫૧. જિંદગી

શરાબ ક્યા ચીજ હૈ !

પતા નહીં મૂજકો

શબાબ હી હૈ પ્યાર

સહારા નહીં મૂજકો

જિંદગી હૈ એક સહારા (રણ)

યાદદાસ્તા નહીં મૂજકો

હૈ અપની જુબાં પે ઈશ્ક

બહેતર નહીં મૂજકો

જિંદગી હૈ ખુદકા ગુલામ

ગુમાન નહીં મૂજકો

૫૨. નોકરી

ભણ્યો ગણ્યો રખડ્યો છતાં

જરૂર હતી આપની મળી નહીં

પૈસા ખરચું છું કેવા ?

લાજ નથી તને કંઈ !

મગ્ન વિચારો છે તારામાં

તું ના કહી જતી રહે મને

સદા આપની યાદમાં

શેખચલ્લી બની ફરું છું

આ નથી કોઈ ‘એ’ ની વાત

છે એક નફફટ નોકરીની.

૫૩. તનહાઇ

લખું છું ગુફતગુ તનહાઈની

અવાજ ફરી જાય છે.

ઉઝરડા થાય છે દીનજન પર

પ્રઘાન ફાવી જાય છે.

કોઈ કહે છે હમદર્દની વાતો

આખરે દર્દ ભુલાઈ જાય છે.

દર્દની નથી હોતી કોઈ દાસ્તાન,

આખરે સૂર્ય થઈ જાય છે.

સફર છે લાંબી આ જિંદગીની

સ્નેહ મુકામ પેદા કરી જાય છે.

૫૪. છેવટે ગયો

આપની નજરમાં નજરાઈ ગયો

સ્વપ્નને શોઘવા ફરતો હતો

આપના પ્યારથી દબાઇ ગયો

હતો એક આબાદ સ્નેહી

કિંતુ આપના વિચારોમાં ગભરાઇ ગયો

છુપાયેલી ગુફ્તગુ શોધવા ફરતો હતો

ત્યાં આપની આંખોથી અંજાઇ ગયો.

૫૫. શરાબ કી શરાફત

શરાબ કી શરાફત કર બૈઠે

માલૂમ નહિ થા ઇસ કા જવાબ

ગમ સે શરાફત કર બૈઠે.

ખ્વાબ કા ઝાંઝર પહેના કે

ન જાને આપસે મ્હોબ્બત કર બૈઠે.

ખૂદ નાખૂદા બનકે નાવ ચલા રહા થા

ખૂદ તૂફાન પર બૈઠે.

હમેં નહિ થી આપસે જાનકારી

ફીર ભી આપસે મસવરાં કર બૈઠે.

મસ્વરે કી પહેચાન નહી થી હમસે

ફીર ભી શરાબ કા ખૈરમકદમ કર બૈઠે.

૫૬. જામ પી ગયો

હું આપનામાં ગમ પી ગયો

નથી ખબર મને આ કેદની

આપની આશામાં મમ પી ગયો.

કોઈ કહે છે મ્હોબ્બતી વાતે

સ્વપ્નની તસ્વીરમાં જામ પી ગયો

તસ્વીર દેખું ન બોલું ત્યાં

ફ્રેમ ખોલી ત્યાં આપનાં આસું પી ગયો.

આપનો ચહેરો હતો તો હસતો

મારા દુઃખનું ઝરણું પી ગયો.

કમબખ્ત એ મુલાકાત ન હોત તો

આજ એ વાત પર તૂફાન પી ગયો.

૫૭. કિનારો

મોતનું માદળ બાંધી ફરે છે છલ

કોણ કિનારો ને કોણ જળ

આજ બધું ગમગીન લાગે છે.

છે તૈયારી કોઈ પ્રભુ યાચનાની

પણ આજ બોમ્બની ધમાલ લાગે છે.

ફૂટે ફોડવાના મન તણખલું ને

લાખો લોકોના મન કંપવા લાગે છે.

દિન-રાત સાચવ્યા છે મુકરવા

આજ પણ આ આસું પૃથ્વીની

જાજમ લાગે છે.

બધાની છે, દાસ્તા આ રણમાં

કોઈ કિનારો ને આસું

હવે સુમસામ લાગે છે.

૫૮. પિયાની દીવાની - પિયાની પ્યાસી

બસ હવે તો નજરાઈ છું વાત કોને કહેવી ?

નમી ગઈ છે નજર વાત કોને કહેવી ?

પિયાની પતાકી પ્યાસી બની હું

આંબા ઝાડની, આસોપાલવની વાત કોને કહેવી ?

મહેકે છે ફૂલ ગુલાબ ને મોગરો પણ

દીવાનું કોણ, દીવાનીની વાત વાત કોને કહેવી ?

હસું પણ આવે છે યૌવન તણું

ચાલાક તો હતી ના કોઈ જીતે મને

શરમાઈને હું ને કોઈ જીત્યું મને

આવા અકસ્માતની વાત કોને કહેવી ?

૫૯. લોહી

કારણ મળે હજારો પણ

મોતનું તારણ મળતું નથી

કોઈ ક્ષમા કરી છૂટી જાય અહીં

હજારો યાચના ભરખી જાય કોઈ

વિકૃત છે વિક્રેતાઓ ભારતમાં

ખુદ વેચાઈ જન્મભૂમિ વેચી ખાય છએ.

જવાબોમાં દૂધની નદીઓ સોનેરી દેશ.

ભૂખમરાના ભાંભડમાં ભટકાય છે

જીવવું કે મરવું ક્ષમા કોણ ચાહે ?

આ આંસુ પણ સમુદ્રમાં જાય છે.

લોહીનું તો દાન છે, ગંગા તણું લોહી

કોના ખાબોચિયાને કોણ ઉભરાય છે ?

રંગ બન્નેના એક ફરી લોહી

લોહીની સગાઈઓ થાય છે.

૬૦. બિચારો બોમ્બ

મોત બનશો કે આંસુ ? કે કબ્રની કિતાબ

લોહીનું ખાબોચિયું કે આંતરડીનો કંપાર

બોમ્બનો જવાબ

કહે બોમ્બ શું ઉજાડું ઘર ? શું ઉજાડું દિલ ?

નથી કરવું રણ કે નથી કરવું ગ્રહણ

અમારે પણ નથી ફૂટવું જોવા છે સુખ સમૃદ્રિ

કલ્પીએ છીએ અમે પણ સુખ એવા

અભરખાના ઉભરા છે દિલ અમારા

પણ પંચાત તમારી ને ફૂટીએ અમે

છીએ નિર્જીવ પણ સ્વચ્છ હ્યદય ના

તમો કહો તો તમને કહીએ

અમે ક્યાં જઈએ ?

બનાવ્યા છે તમોએ તો

અમે ક્યાં જઈએ ?

૬૧. જિંદગીની મઝારે ચાલી શકું

મળે જો એક એવું સ્વપ્ન

જિંદગીની મઝારે ચાલી શકું

મળે પહાડો ચઢવા મંઝિલ તરફ

શિખરોની ટોચો નિહાળી શકું

હોય જિંદગી સ્વપ્નોથી સભર

રાખી જો સ્વપ્નો સજાવી શકું

દિલની જવાંમર્દી જોશની પ્રીતિમાં

જિંદગીની આરાધના રાખી શકું

જો હોય જ મક્કમ નિર્ધાર મંઝિલનો

તો જીતનાં સોપાન ચાખી શકું

બસ દીપે જીવન શબ્દો જીવંતમાં

જિંદગીની મઝારે ચાલી શકું

૬૨. કોની સગાઈયું સાંભરે રે....

બુફેની મોજ ને વ્હાઈટ હાઉસ તંબુ

આજ કોની સગાઈયું સાંભરે રે

મિઠાઈઓ બધી જ કાજુકતરી ને ચોહલા

આજ કોની સગાઈયું સાંભરે રે

ફિલમી ગીતોના તૂતક તુતિયા ને

આજે કોની સગાઈયું સાંભરે રે

સગાઈ છે કે ફજેતી આજ

આજે કોની સગાઈયું સાંભરે રે

આછા લિગાવો ઓરડા ને ઝીણી ખાજલિયું

આજે કોની સગાઈયું સાંભરે રે

પનઘટ પનિહારી ઝમક ડોલે રે

આજે કોની સગાઈયું સાંભરે રે

છે વિવેક વેવિસાળ રે

ભેટે છે વેવાઇ ખાનદાની નાળ રે

આજે કોની સગાઈયું સાંભરે રે

દાદા બોલે દાદી બોલે તારજે આખું કુળ

આજે કોની સગાઈયું સાંભરે રે

નથી કોઈ આવી સગાઈયું રે

અમે તો પડયા અંગ્રેજી પ્રેમમાં રે

અને વચ્ચે રાખ્યા વકીલ રે

આજે કોની સગાઈયું સાંભરે રે

આજ તો છૂટાછેડાની ચોપાઈઓ સાંપડે રે

આજે કોની સગાઈયું સાંભરે રે

૬૩. મનનો માણીગર

સ્વપ્ન સર્જાય છે પિયાના મનનું ડોલાય છે

છૂપું-છૂપું હસી છૂપું-છૂપું કંઈક કહેવાય છે.

નવું-નવું ચિત્ર છે જીવનતણી પ્યાલી પીવાય છે.

જિંદગીના સ્વપ્નની ગણતરીમાં સુવાય છે.

ધીરે-ધીરે ઝમક ઝમક ઝાંઝરની ઝમકતી

પગલી પગરવ વસંત લણો મહાલાય છે.

ચંદ્ર પણ સાથ સૂરજ પણ, છે વસંત પાસ

સ્વર્ગ મળ્યું છે મોસમ તણું મીઠું જીવાય છે.

બસ હવે તો સાલ બેઠી છે વીસની

નવું નવું જીવન ચિતરાય છે.

આ છે પિયા તણી દિલ ધડકી

બારીમાં મનનો માણીગર જોવાય છે.

૬૪.મારી ખુશી

તું કહે તો મોકલું મારા શ્વાસ

તારી ખુશી પર

સમંદર શા ઘૂઘવાટ ને હિમાલય મોકલું

તારી ખુશી પર

સ્નેહની કિનારીઓમાં જોયા કરું તને

મારી યાદો મોકલું

તારી ખુશી પર

સુખદુઃખ તો તું જાણે મારા દુઃખ પર

તું કહે તો સુખ મોકલું

તારી ખુશી પર

સમંદર જેવા હ્યદયને તરસ છુપાતી નથી

કોઈક ભીનું મોતી મોકતું

તારી ખુશી પર

તારે જરૂર નથી “આ” મોકલવાની પ્રભુ

તું છે અખૂટ ભંડાર

મારી ખુશી પર

ખુશીઓ સભર બનીશ પ્રભુ

ખુશીઓ મોકલજે

તારી ખુશી પર

બસ મોકલું તારી ખુશી પર

મારું સમર્પણ મોકલું

તારી ખુશી પર

૬૫. ફૂલોની વર્ષા

કિરણોની દીવાલો ચણવા મથું છું,

આવાઝ છે, સ્વપ્નો પારખવાં મથું છુંત.

થોડું જીવ્યા પણ કેવું જીત્યા

તે જાણવા મથું છું.

મથામણ છે આ જિંદગી મથું છું.

કોઈ આરાધના જાણવા મથું છું.

કલ્પું છું કવિતા કે ગઝલ

કોઈ શબ્દોનો પ્રાસ મેળવવા મથું છું.

છે હ્યદય ના શબ્દોનો સંગાથ

મળી ગયેલા સંબંધ પારખવા મથું છું.

બહુ જ દૂર છો તમો મારાથી

તમારા સુખની પાછળ સદા ફૂલોની

વર્ષા કરવા મથું છું.

૬૬. ચડ્યો ચકરાવે

ચડ્યો ચકરાવે ડોલમડોલ.

ચકડોળના બ્રહ્માંડમાં ભટક્યો છે.

નથી કોઈની વેદના જાણતો

નથી કોઈ સિતાર બજાવતો

એક સ્થિર પતંગના પડખામાં પડ્યો છે.

નથી આંચ આવતી, નથી ગૂંચ,

નથી પેચની સીમા કહી

એકલો નિરાંતે ઊભો ઊભો

એકટીસે જોઈ રહ્યો છે.

રડે છે હ્યદય આત્માનું

લુંખ્ખાં ચહેરે આનંદ થઈ રહ્યો છે.

૬૭. કોણ કરશે સજા

અમે જિંદગીની ફિલસૂફીને,

છાંયડો બનાવી બેઠા છીએ.

યાદની પાંપણને ઠરાવીને,

વર્તમાનની નાવમાં બેઠા છીએ.

હવે તો બળશે લાકડું ચંદન,

કરેલા કુકર્મને દફનાવીને બેઠા છીએ.

અહીંયા તો કોણ કરશે સજા

કરશે સજા એ રાહ જોઈ બેઠા છીએ.

૬૮. સમજદારી નથી

આ સભ્ય સભામાં સમજદારી નથી

કોઇની અદબ પર બે વારી નથી

કોણ જાણે કોની વાર પર ન વારી નથી.

નીતી અંહિસા કંઈક નવું થાય છે

પળ પળને પળ કો માણી નથી

સવારની સૅકન્ડથી રાતના કલાકો સુધી

અમીરી અને ગરીબીની તાળી નથી.

ભૂત ભભૂકતા મન, નિશ્વાસે ચાલતા

દીવા ભરેલાોની લાઈનમાં કોરી કારી નથી.

બસ શું કહું વાત આ મારા સમયથી

સમુદ્ર કાણું કરે,એવા હોડકાની વાત સારી નથી.

૬૯. કમાલ કોઈ કરી ગયો

સમયની વાત પર વાત કરી

કમાલ કરી ગયો.

હ્યદયની વાત પર જાત કહી

મધમધતા હાસ્યનું પારસ કરી

હ્યદય પર હાથ ધરી,

હાથ પર વાત કરી ગયો.

ચેતન, જડતાના વિવાદો પર

આંસુ લૂછી આત્માની વાત કરી ગયો

કમાલ કોઈ કરી ગયો.

૭૦. ઈશ્ક

જોયું દૃશ્ય નજરમાં ઠસી ગયું

યૌવનની આપ-લે માં ફસી ગયું

ગુલશનમાં મસ્ત ગુલ ખીલ્યા

એક-બીજાના યૌવનમાં પોઢી ગયું

નવલા યુવક હતા ઈશ્કમાંહી

ગયા પગની મંઝિલ તરફ પાડતાં

દિલ આયનાની પ્રિતિમાં જડી

ચુંબન પરસ્પર છાપતા ગયા

લૂંટ્યો ખૂબ ખૂબ આનંદ

આખરે છેડા ગંઠાઈ ગયા

૭૧. પીતૈ હૈં

કોઈ ગમ કે મારે શરાબ પીતે હૈં !

કોઈ શરાબ કે મારે ગમ પીતે હૈં !

મેરે યારો હમ તો બેફામ પીતે હૈં !

ક્યા પીતે હૈં જવાબ મૈં

આપકા અહેસાસ પીતે હૈં !

નજર ભંગુર હમ હૂએ હૈં !

આપ કા પૈગામ પીતે હૈં !

ક્યા બતાયે હમ દિલ ખોલ કે

હમ આપકી સૌગાત પીતે હૈં !

૭૨. ....છતાં કમોતે મરી જવું !

આપસ આપસમાં છે લડાઈ

બાપુની વાતની કરી છે વડાઈ

લોહી લોહી લડે છે લોહી

કબરો પર કબરો બનશે દ્રોહી

નથી જગ્યા મળવાની આ મોતને

સૂમસામ થઈ સમાઈ જવાનું

રામ રહીમ રહે છે દિલમાં

થતાં કમોતે મરી જવાનું.

૭૩. પરખ

આપની નજર એવી હસે

મને પારખી જશે

હું છું એક આબાદ સ્નેહી

મારા દીવાસ્વપ્નને પારખી જશે

મહોબતની છે મહેફિલ આ

આતુરતા પારખી જશે

જો હશે એક માત્ર કલ્પના

યાદદાસ્ત પારખી જશે

કસ્તુરીની સુવાસ એવી

દૂર હશે તો પારખી જશે

પારખની ઓળખાણ રાખજો મારી

મારો પ્રેમ આપને પારખી જશે.

૭૪. “તમે મળો તો.....”

પુષ્પોની પાંખડીઓ પર

ઝરૂખો મળે યા ન મળે

તમે મળો તો ખબર પડે

ચાહત કેટલી છે ?

હ્યદયની લાગણીઓના બિંદુમાં ન્હાતા

તમે મળો તો ખબર પડે

હ્યદયની વિશાળતા કેટલી છે ?

જુવાની જિંદગીને વળગેલી સમા છે

તમે મળો તો ખબર પડે

જુવાનીનું જોર કેટલું છે ?

આંગણા આગળ તુલશી વાવો સ્વર્ગ સર્જવા

તમે મળો તો ખબર પડે

સ્વર્ગ ક્યાં છે.

મળી છે આંખ દિલના કરારથી

તમે મળો તો ખબર પડે

૭૫. જિંદગીનો નિચોડ

તમો નજરની સામેથી સંતાણા

તમો ગજબનાં સ્વપ્નોમાં સંતાણા

કોઈ મોજું હસીનું આવ્યું આ સમુ

આરઝુના કિનારામાં સંતાણા

જ્યારે મંદિરોમાં જતો હતો

આયમન પ્રભુ તણુ લેવા

તમે એ જ આરાધનામાં સંતાણા

જિંદગીનો નિચોડ કાઢી હસતા-હસતા

તમો બુઢાપાની યાદમાં સંતાણા

સંતાણા ! ક્યાં તમો તો પૂછો

ન નીકળવા તમારા દિલમાં સંતાણા

મૌલિક સુવાક્યો

માનસિક ખેલાતાં યુદ્ધોને સરળતા, સ્નેહતા અને આત્માની પ્રમાણિકતાના ભારથી ભરીએ અને આત્માની મહાનતાથી મનને મલકાવીએ.

જીવનના પ્રભાતને, ચારિત્ર્ય, વાણીના સંગીતથી, અને હ્યદયના આધ્યાત્મિક સંગીતથી વધાવીને બળવત્તર બનાવીએ.

મંગલમય પ્રભાતના સૌંદર્યથી મન મંગલમય બની, આંખ ખોલાવીને બતાવવા પ્રભુ, મગજ દ્વારા મંગલમય પ્રભાત બતાવવા પ્રભુ મંગલમય પ્રભાતમાં જ છુપાયેલો હશે જ.

વાત ભગવાન જોયાની નીકળે તો ?? આંખ ખુલીને પ્રકાશનું આગમન, મનને સ્ફૂર્તિ તેમ જ તાજાં ફૂલોની સુગંધ તથા પક્ષીઓનું માધુર્ય સંગીત-શું આ પ્રભુની પ્રતીતિ નથી ?

આખી રાત માના હેત કરતાં પણ વધું હાથ ફેરવીને સૂવાડતા પ્રભુ શું ખરેખર પ્રભુ સાથે હોવાથી પ્રતીતિ નથી ?

સારો વિચાર મન અને જીવનને સુંદર અને સૌમ્ય બનાવે છે.

પ્રભુએ આપેલાં એક એક અંગોની કલ્પના અને તેના ગુણોથી પ્રભુ પ્રત્યેની કૃતજ્ઞતા વધે છે. તેના પ્રત્યે આપણે કેટલા વફાદાર છીએ તેની નોંધ લીધી નથી તે કેટલા મોટા મનવાળો આપણી સાથે છે. મનથી માડી મોં, જીભ તેમજ કાન, નાકની પ્રતિતી કરશો તો પણ જાણી શકાય છે.

જીવનનું માધુર્ય માણવાની જગ્યાએ જે છૂટવાનું છે તેના પ્રત્યે શું આપણે વધું ધ્યાન આપતા હોય એવું નથી લાગતુ ?

અર્થસભર જિંદગીને સરવાળા, બાદબાકી અને ગુણાકારમાં ફેરવીને સાર્થક સભર જિંદગીને મહાન ફિલસૂફીથી અળગી કરી રહ્યા છીએ એવું નથી લાગતું ?

ગુણોના સિક્કાઓ મારેલાઓને સ્વર્ગનો કોઈ દરવાજો કે દરવાન રોકતો નથી. તે અહીં પ્રભુના દરબારનો કેમેરો પણ અયોગ્ય ઠેરવતો નથી.

જીવનનું સૌંદર્ય અંદર પડેલી અદ્‌ભુત અનુભૂતિ અને મહાનતા પર આધારિત છે.

ઊંઘ એ એક જાતનું મૃત્યુ છે કારણ કે પતિને પ્રેમાળ પત્ની કે પત્નીને પતિ જેવું કશું જ યાદ રહેતું નથી કે પોતાની ડિગ્રી કે સ્ટેટસ યાદ રહેતાં નથી. તે જ મૃત્યુમાં પણ જીવનનું સૌંદર્ય વધારવા મૃત્યુને પ્રભુ પાસે જવાનું અને ત્યાં ગુણોની પરચૂરણથી આત્માનુંસૌંદર્ય મળે છે.

બસ આ દુનિયાનાં સત્યો નિહાળ્યાં કરતાં પ્રભુએ આપેલી હવા, પાણીને વિચારશો તો પ્રભુને પ્રેમ કરવા માંડશો.

આંખ, કાન અને નાક એક જ હોવાથી અને એક જ જગ્યાએ હોવાથી આકૃતિ કેમ અલગ છે અને બધા જ એક રીતે !! તો આ ભગવાનની નહિ તો કોની કારીગરી છે ?

સત્ય સમજવા બસ સત્ય તરફ નજર જ રાખવી જરૂરી છે.

બીજાનું જોઈને આપણું જીવન નાનું માનીએ છીએ પણ ભગવાને આપેલું ઐશ્વર્ય જોવાની આપણી હિંમત થશે તો જ પ્રભુ પ્રત્યેની આપણી ફરજ અને પ્રેમ ન કરવાની આદત છતાં થઈ જશે.

કરુણાની નજર કોની પર કરશો ? પણ ભગવાનના બનાવેલા ભાઈના સંબંધે જોવાની હિંમત કરશો તો ડિવાઈન બ્રધર્સની મનને પ્રમાણિકતાથી સ્વીકાર કરશો તો કરુમાની સાચી નજર છે તે સાબિત થશે જ.

જીવન લાંબું કે નાનું વિચાર્યા કરતાં તારા આપેલા એક એક શ્વાસમાં તારી અનુભૂતિ વિચારું તો જીવન પ્રભુ બહુ દૂર નહીં રહે.

આજ્ઞાકારી મન વધુ આગળ કે પાછળ જતું નથી તેમ ભગવાન સાથેના સંબંધોમાં સંબંધ મૂલ્યોનો પણ છોડતું નથી.

નવા વર્ષની શુભકામનાઓ અને ઉત્સાહનો ભરપૂર ખજાનો મળ્યો છે તેવું લાગતું રહે છે તો જૂનું વર્ષ ઉત્સાહનો મહાસાગર ન હતો ! પણ ઉત્સાહ અને મિલનનું માધુર્ય જ મહત્વનું છે.

જીવન જીતવાના મનસુબા, જીવન બહેતર બનાવવાની રીત અમલમાં મૂકતા જ જીવન જીવવાની અનુભૂતિ થાય છે.

વ્યક્તિનો સર્વાગી વિકાસ સારું વિચારવાથી અને તેનો અમલ કરવાથી જ થાય છે.

મૂર્તિપૂજા એ સાચી મહાપૂજા. મંદિરોમાં રહ્લા પ્રભુની જેમ બધામાં જ પ્રભુ છે તે જોવાની હિંમત થાય ત્યારે જ સાચી મૂર્તિપૂજા શક્ય બનાવી શકાય તેમ છે.

માણસના સૌંદર્યની વાત તેના વર્ણથી મંડાતી નથી ! ચારિત્ર્ય અને મનની વિશાળતા જ વ્યક્તિત્વના ખરા સૌંદર્યની કિંમત છે.

જીવનની સુગંધ કહેવાથી નથી પણ તેના વર્તનથી આજુબાજુ ના વર્તન, ચારિત્ર્યવાન અને દક્ષભાવ અને સૌંદર્ય ખીલવાની રીતથી વધે છે.

મોક્ષની વાત કરવાવાળાએ મોક્ષમાં ગયા વગર વખાણ કર્યા કરે છે. તો શું ? આપણી આંખથી આ દેખાય છે તે પ્રભુનું મોક્ષ કે સ્વર્ગ કે તેથી વિશેષ નથી લાગતું !!!

બીજા રસપ્રદ વિકલ્પો