Chhole bhature khavani maja books and stories free download online pdf in Gujarati

છોલે ભટુરે ખાવાની મજા

છોલે ભટુરે ખાવાની મજા

આ નામ પરથી તો તમને એમજ લાગશે કે જમવાની વાત છે પણ તમે એવાતમાં સો ટકા સાચા માણસ છો,કે સાચેજ હું જમવાની વાત કરી રહ્યો છું. છોલે ભટુરે એક ભારતીય વાનગી છે અને આ દેશ માં ગમે તે જગ્યા એ મળી રહે છે. પણ એવું નથી મારે છોલે ભટુરે જમવા માટે અને ઓરીજનલ સ્વાદ માટે કેટલું રખડવું પડ્યું તેનો આ વાર્તામાં સંગર્સ છે.

હું અને મારો મિત્ર અમદાવાદ માં સબંધી ને ત્યાં ગયા અને ત્યાં બેઠા ત્યારે તેઓ એ અમારી આગતા સ્વાગતા કરી. અમે બીઝનેસ ના અર્થે ગયા હતા, તેથી બીઝનેસ ની વાતો કરી પણ સમય જતાં વાર શું તેમો થોડી ગણી વાતો કરતાં કરતાં બપોર ના બાર વાગી ગયા, અને ત્યાર પછી તે ભરતભાઇ એ પૂછ્યું કે, જમવાનું ભાવેશભાઈ અને આનંદભાઈ શું કરવા નું છે. ત્યારે અમે તો મહેસાનીયા એટલે ચૂપ રહ્યા અને હમેસા મહેસાનિવાસી ઑ શરમાર અને ભોળા હોય છે.

આથી તો મહેસાનવાસી ઉપર હું એક કહેવા માગું છું કે તે એક ભોળો અને ચતુર માણસ હોય છે.આથી હું કહું છું કે જે મહેસાણા માં ચાલ્યો તે આખા વિશ્વ મો ચાલે, પણ તમે વિચારો છો કે કઈ રીતે તે , તે હું તમને સોર્ટ માં કહું તો, તમે ગુજરાત ના કોઈપણ જિલ્લા માં બીઝનેસ કરવા જાવ તો તમને તે પૂછશે કે, તમે કયા જિલ્લા ના છો ત્યારે તમે મહેસાણા કહી દીધું તો તમને કોએ દુકાન ભાડે ના આપે, પણ હું કહું છું કે મહેસાણા ના કોઈ પણ તાલુકા માં બીઝનેસ અથવા બીજા કામે આવો તો ત્યાં તમને કોઈ ઇંક્વાયરી વગર દરેક વસ્તુ મળી રહે છે.

આથી હું મહેસાનાવાસી ઉપર એક જોરદાર કહેવત હું બનાવી છે

‘વાણિયો કાનીયો અને મહેસાણિયો’

આ ત્રણ માણસ ઉપર કોએ વિસ્વાસ કરતાં નથી, અને આ માણસ ઉપર જ્યારે તેઓ વિસ્વાસ કરે છે ત્યારે તેમણે એક અજુગતો ડર સતાવતો હોય છે. આ માણસ ગમે ત્યારેએ આપણ ને ફસાવી દેશે. પણ એવું ક્યારે હોતું નથી, ઉપર ના ત્રણે લોકો માણસ જ હોય છે અને થોડા ઘણા તમારા થી હોસિયર હોય છે, પણ તેનો મતલબ એ નથી કે, એ લોકો લુચ્ચા અને કપટી હોય છે. એમ માણસ માત્ર પ્રત્યે કોઈ દિવસ દુસ્ત ભાવના રાખવી એ એક પ્રકાર નું અહિસ્ટ પાપ છે. અને તેમ કરવું અને કરાવવું એપણ એક પ્રકાર નો ધાર્મિક ગુનો છે.

પછી અમે તો કઈ પણ બોલ્યા પણ નહીં અને અમસ્તુજ તે સાભરી રહ્યા, પણ ભારત ભાઈ એ તેમના નાના ભાઈ ને કહ્યું કે ભાઈ આનંદભાઈ અને ભાવેશભાઈ માટે તું રિગ રોડ થી છોલે ભટુરે લાઈ યાવ. અને આપના બંને માટે પણ તું આ છોલે ભટુરે લાવજે ભાઈ, અને આવત સોભાળી હું અને મારો મિત્ર ભાવેશ ખુશ થઈ ગયા. અને મનમાં ને મનમો હરખવા લાગ્યા કે આજ નું ભાણું તો થઈ જસે પારકા પેસે ભાવેશભાઈ બોલ્યા, અને હું તેમના સુરમોસુર ધીમા અવાજે પુરાવ્યો અને હું પણ કહ્યું કે આજ તો જલસો પડી જસે ભરતભાઇ ના પેસે.

પણ વાત એ રહી કે ભરતભાઇ એ મોકલેલ માનાસ ક્યારનોય એક્ટિવા લેઇ ને ગયો હતો, પણ ગણો સમય વીતવા છતાં આવ્યો નહતો, અમે તો બંને મનોમન આની વાત જોઈ રહ્યા હતા, અને એ ક્યારે આવે અને અમે જમી લઈ એ એટલી વારમાં તો એ ભાઈ નો ફોન આવ્યો અને કહેવ લાગ્યો કે કેટલી ડીસ લાવવી છે. ત્યારે ભરતભાઇ ના મોબાઈલ પર વાત ચાલતી હતી ,પણ અમે બંને બડબડવા લાગ્યા કેભાઈ બે ડીઇસ એક્સ્ટ્રા લેતો અવાજે, અને અમારી સામે બેઠેલા ભરતભાઇ સાભળી ગયા, અને તેમણે કહ્યું કે ભાઈ ભટુરા એક્સ્ટ્રા લેતો અવાજે અને છાસ લાવવાનું ભૂલતો નહીં. અને આ સભાળી ને અમે ખૂબ હરખાયા કારણ કે છાસ તો અમને બહુ પ્રિય હતી. આટલી વાત કર્યા પછી ભરતભાઇ એ ફોન મૂકી દીધો.

અમે તો પાછા ભાઈ ની વાત જોવા લાગ્યા અને અંદાજે ત્રીસ મિનિટ પછી એ ભાઈ આવ્યા. અને અમને એમના ડાયનીગ ટેબલ પર જમવાનું પીરસ્યું ત્યારે, અમે ખૂબ જ ખુશ થઈગયા અને હોસે હોસે જમવા લાગ્યા અને ભરતભાઇએ અમને ધરાઇ ને જમાડયા અને અમે ધરાઇ ને ખાઈ લીધું. પછી અમે પુક્યું કે આ કઈ હોટલ માથી જમવા નું મગાવ્યું હતું, તો તેમણે જવાબ આપ્યો કે આ કોઈ હોટલ માથી નહીં, પણ ભાઈ આ એક રિગ રોડ ઉપર ઊભી રહેતી લારી નું છે. આ જમવાનું અને અમે તેમના પાસે થી એ જગ્યાનુ એડ્રેસ લઈ લીધું, અને અમે આવનારા સમય માં ત્યાં જવાનું નક્કી કરી લીધું, પણ એ શક્ય બન્યું નહીં.

પણ અમે એક દિવસ થ્રી સ્ટાર હોટલ માં ગયા અને મેનૂ કાર્ડ મુજબ ત્યાંથી અમે છોલે ભટુરે નો ઓડર આપ્યો, પણ આવી ડીસ છોલે ચણા પૂરી ની આ જોઈ ને અમારો પિત્તો ગયો ,અને હોટલ વાળા ને કહ્યું કે આ શું ભાઈ લાવ્યો, ત્યારે તે કહે છે કે છોલે ભટુરે અને આ સોભાળી ને અમે તે હોટલ માલિક ને કહ્યું કે ભાઈ આને ચણા પૂરી કહેવાય , ત્યારે તે માનવા જ તેયાર ન હતો, તેને ખબર હતી, કે છોલે ભટુરે નથી પણ ચણા પૂરી છે, તો પણ. પછી અમે તેની સામે નમતી લઈ ને ચાલો ને જે હોય તે જમી લઈએ હું અને મારો મિત્ર આજ સૂધી આ છોલે ભટુરે વાળા મિત્ર ને શોધતા રહ્યા છીએ અને એક દિવસ આવસે કે જ્યારે અમે મનમોહક છોલેભાટુરે જામી રહ્યા હોય

લેખક –આનંદ.બી.પટેલ

બીજા રસપ્રદ વિકલ્પો