ગિરનારની ગોદ Ram Gadhavi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગિરનારની ગોદ

શિવરાત્રી 2012 : દહેશત ભરી એક સાંજ

ગરવો ગઢ ગિરનાર, વાદળ થી વાતું કરે;

સાવજળા સેંજળ પીએ, નમણા નર ને નાર..!

આપણાં ગુજરાત મા જૂનાગઢ મુકામે ઉજવાતો શિવરાત્રી નો મેળો વિશ્વ વિખ્યાત છે. વંદનીય ધરા જેને કહી શકાય એ ગિરનાર ની ભૂમિ. દર વર્ષે મહા મહિના મા મેળો થાય છે. સામાન્ય રીતે આશરે અઠવાડિયા સુધી આ મેળો ચાલે છે.

એવીજ રીતે ફેબ્રુઆરી 2012 મા શિવરાત્રી નો મેળો એક દહેશત લઇ ને આવ્યો હતો. તે દિવસે માનવતા હેરાન પરેશાન થઈ હતી. થોડા ભાવિકો હંમેશા શિવ નાં ચરણે ચાલ્યા ગયા હતા. તેમજ ઘણા ઘાયલ થયા હતા. તારીખ 19-ફેબ્રુઆરી મતલબ કે શિવરાત્રી નો આગલો દીવસ હતો. અમે થોડા મિત્રો મેળા મા જવાના હતા. બપોર બાદ લગભગ 5 વાગે નીકળીએ છીએ. “ચારણ છાત્રાલય” થી પ્રસ્થાન કરવાનાં હતા. ચારણ છાત્રાલય જૂનાગઢ શહેર ના દાતાર તરફ નાં મેઘાણી નગર વિસ્તાર માં છે. શિયાળો હોવાને લીધે ઓઢવા ઢાંકવા નું પુરું મટીરીઅલ સાથે લઈ ને નીકળ્યા હતા. અમારે તો ચાલીને જ જવું હતું. કાળવા ચોક મા આવીએ છીએ ત્યાં તો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. મેળો જ્યારે આખરી પડાવ મા હોય ત્યારે આવા પગલાં લેવામાં આવે છે. ત્યાંથી અમે ભવનાથ રોડ પર મહા મેદની સાથે ચાલતા થયા. દાતાર રોડ, વિવેકાનંદ ગેટ વગેરે વટાવીને ગિરનાર નજીક જઈ રહ્યા છીએ.

ચિક્કાર માનવ મહેરામણ ચાલ્યો જાય છે. વાતો કરતા, તળેટી અને ગિરનાર ની ગોદ મા હરખ અનુભવતા સર્વે જનો ભાવ મિલાવતા જઈ રહ્યા હતા. અમે પણ અમારી મોજ માણતા જઈ રહ્યા હતા. આજે રવિવાર હતો. બીજે દિવસે સોમવારે શિવરાત્રી હતી. એટલે કે 20 ફેબ્રુઆરી.

ચાલતા ચાલતા અશોક શિલાલેખ વટી ગયા હતા. ત્યાં એક ગોલાઈ વાળો પુલ આવે છે. બન્ને બાજુ પહાડો જ છે. ત્યાંથી ભીડ વધવા લાગી હતી. હવે રાહત સાથે ચાલી શકાતું ન હતું. કીડી ચાલે જતા હતા. આગળ દામોદર કુંડ આવવાનો હતો. તેનાથી પેલાં જ ખૂબ ભીંસ વધી ગઈ હતી. પબ્લિક ચકરાવે ચડી ગઈ હતી. ખાસ કરીને બહેનો અને બાળકો હેરાન હતા. મારૂં મન કહેતું હતું હવે અણધાર્યું બની શકે છે. કારણ કે ખુદ ને બચાવવા માણસો દોડાદોડી કરે એમા કોઈ માણસ નીચે પડે કે ભટકાય તો ન બનવાનું બની જાય છે. એટલા માટે મેં મારા બધા મિત્રો ને જમણી બાજુએ જ રાખ્યા હતા. એનું કારણ કે બેય બાજુના પહાડો માંથી જમણી તરફ નું ચડવું સહેલું છે. કદાચ એવીજ નોબત આવવાની હતી.

અમારી આસપાસ એક ભાઈ માથે કોથળો લઇ ને જતો હતો. એ બાજુમાં ચાલતા માણસો ને નડતો હોવાથી એક જગ્યા થી બીજે ઘા કરતા હતા. બીજે થી વળી આમ ઘા થાય, ત્યાંથી તેમ આમ કોથળો અધર જ ઉડતો હતો. લોકો મજાક પર આવી ગયા હતા. થોડાક આગળ બે વિદેશી મહેમાનો ચાલ્યા જતા હતા. તેમની બાજુમાં ચાલતા તોફાની યુવાનો જાતજાતની મશ્કરી કરી રહ્યા હતા. તેઓ એ ધાર્યું નહીં હોય કે આવુ આપણું સ્વાગત થાશે.

હવે તો અતિશય ભીંસ થઈ હતી. સામેથી બાઇક વાળા હોર્ન વગાડતા રસ્તો કરતા આવી રહ્યા હતા. રસ્તાની પાળ ભર વેચવા વાળા ફેરયા ઓ નાં ખાટલા વગેરે વસ્તુ નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

એમા સામેથી કાંઈક આફત આવી હોય એમ લોકો આડા દોડ્યા અને ડુંગરા ની ભીંતે ચડવા લાગ્યા. ઝાડવા હલવા લાગ્યા જાણે કે પવન આવ્યો હતો. ચારેબાજુ હેરાનગતિ નાં સુર સંભળાય રહ્યા હતા. ખુદ ને બચાવવા માટે સૌ મજબૂર હતા. બીજાની તો દુર ની વાત. સાંજનો 7 વાગ્યા નો સમય થયો હતો. આમાં જે લોકો જમણી તરફ હતા એ જમણી બાજુ નાં ડુંગરે ચડી ગયા જે સહેલું હતું. પણ સામેની બાજુ પર હતા એ લોકો ક્યાં જાય. તેઓએ ચડવા માંડ્યું. બહુ કરાર પહાડ છે તે, જે ગયા હોય એમને ખબર હશે. થોડા સમય બાદ જે થવાનું હતું એ થઈ ગયું હતું. અમે જગ્યા કરીને બેસી ગયા હતા.

ચારે તરફ દહેશત હતી. માણસો પોતપોતાના સગા વ્હાલા સાથે ફોન પર વાતો કરી રહ્યા હતા. અમારી પાસે એક પોલીસ ઇન્સપેક્ટર આવે છે. જેનાં પગમાં બુટ ચપલ કાંઇ હતું નહીં. કમરે બંદુક હતી. અમને સૌ ને કહેવા લાગ્યા “નીચે જતા નહીં મરી જાશો”. આજનો દીવસ શિવરાત્રી માટે અલગ બની ગયો હતો. અંધારે સામેના પહાડ પર જોઈએ તો લાઈટ નકરી લાઈટ જ દેખાતી હતી. ડર નાં માર્યા લોકો ઘણાં ઊંચે ચડી ગયા હતા.

રસ્તા ઉપરથી વાહનો પસાર થતા એની પાછળ જે જગ્યા થાય એમાં લોકો દોડયા જતા હતાં. કોઈને વધારે ઇજા થઈ ગઈ હોય એમને વાહન મા બેસાડી દેવામાં આવ્યા હતા.

કોના અને કેટલા નાં મોત થયા એતો હવે ખબર પડી હતી. 6 જેટલા ભાવિકો નું મૃત્યુ થયું હતું અને 50 જેટલા ઘવાયા હતા. જાણવા મળ્યું કે આગળ બે એસ. ટી બસ સામ સામે આવી જવાથી ભીડ થઈ ગઈ હતી. અને લોકો ગુસ્સે ભરાણા હતા. સાંકળ થવાથી માણસો રસ્તો કરવા મથી રહ્યા હતા. થોડી વાર મા તો સારા યે ભવનાથ મા આ ખબર પહોચી ગયા હતા.

અહી માણસો મધરાત સુધી ડુંગર પર બેઠા હતા. હજી કાંઈક બને એનાં કરતા બેસવું સારૂં.

પ્રાર્થના કરીએ આવી આફત ક્યારેય ન થાય.

ૐ નમઃ શિવાય…!!!!

અળી કળી વાવ નવઘણ કૂવો

જેણે ન જોયો ઈ જીવતો મુવો!

આ પઁક્તિ જૂનાગઢ નાં ભવ્ય વારસા ને ઉજાગર કરે છે.

અપ્સરા

આજે તસ્વીર મા જોતાં જ લાગ્યું કે આ તો અલૌકિકતા ને વાચા આપતું દ્રશ્ય છે. આ દુનિયા માં કોઈ પામી નથી શક્યું એવું પામવા નું ઘણું જ પડેલું છે. ભૂમિ પર આવી અનેક અફલાતૂન ઉપલબ્ધીઓ પામીને ચાલ્યા ગયેલા ઓ નો પણ પાર નથી. આ રંગબેરંગી દુનિયા નાં ચોકમાં ઘણું જોઈ લીધું, અને હજી પણ માનવજાત ઘણું જોશે.

આ દુનિયા મા વીચરી રહેલી અપ્સરા આવા વિસ્મય લઇને ઘણાં તત્વો આગળ આવતી હોય છે. કોઈ સમજે રંગ રૂપી અપ્સરા. કામણગારા રૂપ થી નીતરતી અપ્સરા. કોઈ ની જીભ ઉપર થી વહેતી વાણી રૂપી અપ્સરા. કોઈ સમજે સંવેદના ની અપ્સરા, કોઈ સમજી રાખશે ભાંગતી રાત નાં સપના ની અપ્સરા. કોઈ કહેશે ઝીંદગી રૂપી અપ્સરા…,આ વધુ વેધક અને સમજવા જેવું છે. એ તો બે રોકટોક પોતાની મસ્તી મા વિહાર કરી રહી છે. એ તો અવિરત નવા રૂપ ધરીને ગેલ કરતી મધુરા ગીત ગાતી મલકાતી, સંવેદનાઓ ઝીલતી ધરતી ને ખોળે આકાશ માર્ગે થી કાયમ આવે છે.

એક એવી જગ્યા કે જયાં માનવતા નાં પાઠ ભણાવાય છે, સારી મતી રૂપી સુવાસ જે ધરતી પર પ્રસરી રહી છે. આવું બધું એને ગમે છે. યુગો થી જયાં હજુ વગર સ્વાર્થે પ્રેમ પાંગરેલ લોકો જીવી રહ્યા છે. આવા લાડીલા માણસો સાથે આ અપ્સરા ને ગાંઠે છે. એને ઈર્ષા, દ્વેષ, ખાર પસંદ નથી દોસ્તો…,એને તો નિત્ય પ્રેમની લ્હાણી. જયાં વચન નાં વિશ્વાસે હાલવા વાળા જીવે છે તે ધરા પર આ અપ્સરા ને જાવું છે.

સાચ અને સુગંધ રૂપી વાણી નાં મીઠાં શબ્દો જયાં મઘમઘે છે, એવી ગર્વીલી ધરતી ને એણે માણવી છે. જયાં પણ અપ્સરા ની વાતું થઈ હતી ત્યાં એ હાજર રહી છે. એને ગમતું એણે સાંભળ્યું છે. યાદ કરો તો હાજર થાય અને માણસ નાં દોરંગી મનડા ને પળ મા પારખી જતી અપ્સરા કંઈક અનેરી અને અલૌકિક જીવ છે.

જગતમાં વાર્તા કે ગીત રૂપી થઈ ને મ્હાલ્તી અપ્સરા ખૂબ હોંશીલી છે. જેનાં મુખેથી નીકળી, એને એણે ખૂબ પ્રશંસા અપાવી છે. આપ જાણો છો. મહાન વિભૂતિઓ નાં દિલ અને દિમાગ થી નીકળેલા ફુલ રૂપી શબ્દો પર એ વારી ગઈ છે. એ કોઈ રૂઢિચુસ્ત નથી. એને કોઈ સીમા નથી, નથી એને કોઈ જકડી રાખનાર શક્તિ, એ તો ખુશબોદાર વાતાવરણ મા માનવા વારી સત્ય ને ઢુકળૂ રાખીને ચાલવા વાળી આકાશી અપ્સરા છે. એની નજર સારું જુવે છે ત્યાં એ ખાબકી પડે છે અને વ્યક્તિ ને વધાવી લે છે. પોતાની કરી લે છે. સતત ફરતી રહે છે. જયાં સમાજ રૂપી બાગ મા ફુલ રૂપી હસતા ખેલતા દિલ દેખાય છે.

એ તો ચારણ જોગમાયા આઈ નાગબાઈ નાં દિકરા નાગાજણ નાં મુખેથી કવિતા અને વાર્તા રૂપે વહેલ છે. સોરઠ નાં રાજા રા’માંડલિક ના દરબાર મા એક સમયે નાગાજણ ગઢવી અપ્સરા ની વાર્તા માંડતો. નાગાજણ ની વાર્તા વગર રા’માંડલિક ક્સુમ્બો કરતો નઈ, ખાતો પણ નઈ, જયાં સુધી નાગાજણ પોતાનાં પાણીપંખા ઘોડા પર સવાર થઈ ને મોણીયા થી જૂનાગઢ આવે નઈ ત્યાં સુધી રાજા ને મન બધું નકામું લાગતું, ક્યારેક તો માંડલિક ખુદ,,,,, નાગાજણ ભેરુ એમ કહી ને પોતાની ગમતી પરાક્રમ વારી અપ્સરા ની વાત કરાવતો. જીગર-જાન દોસ્તી હતી. નાગાજણ નાં મુખે થી અપ્સરા ની વાતો સાંભળવી એ એક લહાવો હતો. રાજા માટે સ્વર્ગ થી વિશેષ હતું. અજોડ મિત્રતા હતી. રા’ગંગાજળીયા ને નાગાજણ ની વાર્તા નું બંધન થઈ ગયેલું. આવો હોય છે અપ્સરા ની વાર્તા નો નશો.

સર્વત્ર શાંતિ ફેલાવવી એ માનવતા છે. એ છે એક ઉત્તમ કામ. પણ જયાં કોઈ નાં દિલ મા જ નફરત ને સ્થાન નથી. ત્યાં અપ્સરા વહેલી પહોંચે છે. પોતાને વહાલો લાગે એને એ તરછોડતી નથી. હંમેશા સાથ આપે છે. અંત સુધી. ઝીંદગી મા ઘણાં કામ અનેક જીવો ને કરવાના હોય છે, કોઈ ને ખરાબ નથી કરવું હોતું અથવા બનવું નથી હોતું તો બધા થી એવું કેમ નથી થતું.???? કારણ???? કારણ કે ઝીંદગી રૂપી અપ્સરા એ સાથ આપ્યો ન હોય કદાચ. કાં તો આપણે સૌ જીવ જેને નસીબ નાં ખેલ કે “નસીબની નબળાઈ” ગણીએ છીએ એવું કાંઈક બન્યું હોવું જોઈએ. બાકી અપ્સરા સૌ ઉપર રાજી થઈ છે, એને જેમણે વફાદારી થી રીઝવી છે. ઘણાં જીવો આ પૃથ્વી ઉપર વસી રહ્યા છે શું બધાને આ કહેવાતી અપ્સરા મળતી હશે? એવું કંઈ નથી કદાચ ન પણ મળે. જેને સંસ્કાર રૂપી દાવપેચ રમવા છે, જેને સદા સર્વદા સૌ ને ઉપયોગી થવા ની નેમ છે. એને એ નજીક છે. કોઈ દુઃખી માટે જેનાં દિલ મા જગ્યા છે એને એ ક્યાંક મળી જતી હોય છે.

“આઠો પોર આનંદ” જેનાં જીવન નો હિસ્સો બની ગયો છે, સર્વે દિશા જેને પોતાની લાગે છે, હરેક તટ પર વસતા જીવો જેને પોતાના…(અપને લગતેં હૈં) લાગે છે. ત્યાં અપ્સરા જતી હોય છે. નાં જાય એવું બને જ નહીં. કોઈ કહે કે નથી જાતી તો એ વાસ્તવિક્તા ની એના માં પોતાની ખુદ ની ઊભી કરેલી ખામી છે. બિચારી, સુગંધ ને વરેલી અપ્સરા નો કોઈ વાંક કાઢી નઈ શકાય. આ તો સર્વે જન ને સરખા ગણવા વાળી. એને તો ખુશ્બુ નો દરિયો જયાં ઘૂઘવે છે એ દિશા સદાય સ્વીકારવી છે. બીજું કે એને નમાલાપણું પણ ગમતું નથી. સાચ વટી ને રણ મેદાન મા ખેલતા ક્ષત્રિય ને એ વરી જાય છે. પરી તો વિરલા ને વરે છે.

જેને ઋદિયે કઇંક કરી બતાવવા ની સાચી હામ છે તેનાં આગળ એ આવીને એને વધાવે છે. એને આપણે જેવી-તેવી ચીજ સમજવા ની ભુલ કરીશું નહીં. આ રહસ્ય રૂપી અપ્સરા ને હજી ઘણી જગ્યા એ સમજી નથી શકાયું. જયાં જયાં અપ્સરા ગઈ હશે ત્યાં જોવા જેવું નજરાણું બન્યું હશે. આંખો દ્વારા પી જવાય એવી એ અલૌકિક તસ્વીર ઘટીત થઈ હશે. એનો મધુરો અવાજ સાંભળવા પણ આપણે આતુર છીએ, પહેલાં તો એને મેળવવી પડે, પછી બીજી વાત થાય.

whatsapp- 9712823848 Gadhavir135@gmail.com