દિકુ જાણું Bharadava Sa'b દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિકુ જાણું

" રીસાયેલા ને મને મનાવતા આવડે છે. "

" માયુસ લોકો ને મલકાવતા આવડે છે. "

અમે જો દુઃખી લોકો ને કોઇવાર ખુશ કરી દયે ,

તો પણ લોકો કહે છે

" આ નાલાયક ને બસ મજાક જ આવડે છે. "

???

દિકુ - આય લાબ્બ યુ...

જાણું - i need Space.

દિકુ - આય લાબ્બ યુ...

?????

આવુ જ ગનાન આપતા રે જો

હવાર હવારમાં એક જાપાનીનો મેસેજ આય્વો...

જાપાની : su su gi yo... . . . . . .

દિકુ : હા હમણાં જૈ આયો. તારે આવવું તું?

????

જાણું : ગંગા ક્યાથી નીકળી અને ક્યા ગઇ ?

દિકુ : મનુભાઇની ડેલીમાથી નીકળી ને મુળજીભાઇ ની ડેલીમા ગઇ...

????

જાણું : તને ખબર છે ગામમાં સૌથી પહેલાં રેડિયો મારા પ્પ્પા લાવેલા. ?

દિકુ : ગાન્ડી ,વેવલી થામા, તારા મમ્મી વિશે આવુ નો બોલાય ???????????? (ચા પીવરાવ્યા વિના કાઢી મુયકો?)

જાણું : અરે સાંભળ્યું છે કે પુરુષ મરે તો તેને સ્વર્ગમાં અપ્સરા મળે છે.??

તો સ્ત્રીને શું મળે?

દિકુ : વાંદરુ મળે, વાંદરુ ?

જાણું (નિસાસા લેતી): આ તો ખોટી વાત થઈને ! પુરુષને અહિયાં પણ અપ્સરા અને ત્યાં પણ અપ્સરા !

અમારે તો અહિયાં પણ વાંદરુ અને ત્યાં પણ વાંદરુ ??? ☹☹☹

દિકુ : લગ્ન વખતે સાત ફેરા લેતી વખતે તે વચન આપેલુ અને સ્વિકાર પણ કરેલુ કે મારુ આદર કરીશ , મારી તમામ વાત માનીશ...

જાણું : તો શુ કરુ ત્યારે ..? એટલા બધા લોકો વચ્ચે તમારી સાથે ત્યા માથાકૂટ કરુ..?

☹☹☹?

જાણું દિકુ ને :

જસ્ટ Imagine કે હું તમારી દરેક વાત સમજુ અને દરેક વાત માનું તો...? : : : દિકુ : (આફ્ટર 30 મિનીટ) : : : છોડ યાર સાલું Imagine પણ નહી થતું ????????????

દિકુ : કયા છો.?

જાણું : Gallery મા બેઠી છુ. તુ ક્યાં છો.?

દિકુ : હુ File manager મા બેઠો છુ...

?

જાણું - દિકુ, તને મારી વઘારે યાદ કયારે આવે સે ?

દિકુ - જયારે મમ્મી કહે કે આવવા દે તારી ઘરવાળીને ઘરના બધાજ કામ એની પાસે જ કરાવીશ..

બ્લોક કરી દીઘો વેવલીએ ?

એક વાર એક ટકલા દિકુએ કોલર વગરનું શર્ટ પહેર્યુ અને જાણુંને પુછ્યુ બોલ હુ કેવો લાગુ છુ ?

જાણું બોલી - રહેવા દો હવે..

દિકુ - અરે પ્લીઝ બોલને કેવો લાગુ છુ ?

જાણું - નહી કહ્યુ ને જવા દો...

દિકુ - તને મારા સમ છે..

જાણું - ફાટેલા મોજામાંથી અંગુઠો બહાર આવી ગયો હોય તેવા લાગો છો.

???????

દિકુ (ફોન પર જાણું ને) - તું બવ પ્રેમાળ સો.

જાણું - હેંકયું માય લબબબ.

દિકુ - તું એકદમ રાજકુમારી જેવી સો.

જાણું - બવ બવ હેંકયું દિકુ, બોલ બીજું શું કર સો.

દિકુ - મજાક.

?????

જાણું - આ સાડી લવ તો કેવી લાગે .

દિકુ - એકદમ સરસ .

જાણું - કપાળ તમારું આ સાડી ઓલી બાજુ કેમ વાળી પાહે પણ છે . .

દિકુ (મન માં ) એને મેં જ અપાવી એવું થોડું કેવાય . હ્હ્હ ???????

જાણું : મારા પપ્પા મારી માટે ઢીકા વાળો ફોન લાવયા.

દિકુ : ગાંડી એને Micromax કેહવાય

???????

જાણું : દિકું, હુ જે કામ કરુ ને એમા પુરે પુરી ડુબી જાવ સુ ...

દિકુ : તો તુ કુવો ખોદવા નુ કામ ક્યારે સાલુ કરી...?.

???????

જાણું - સુ કરે છે....????

દિકુ - ગીત હાંભળુ સવ...!!!

જાણું - ક્યુ ગીત હાંભળે સે.....???

દિકુ - ??? re ????

જાણું - આ શું છે.....????

દિકુ - ફુલ ગજરો રે મારો હીર ગજરો.....??????

જાણું - હું દરરોજ પૂજા કરું છું. કાશ એક દિવસ કૃષ્ણ નાં દર્શન થઈ જાય.

દિકુ - એકવાર મીરાંબાઈ બની ઝેર પણ ખાઈ લે, કૃષ્ણ તો શું બધાં ભગવાનના દર્શન થઈ જશે.

આ વખતે દિકુ ની પાર્ટી જોરમાં સે ??? ?????

જાણું - તમે મને *રાણી* ?? કહીને બોલાવો છો?

દિકુ - કારણ કે *નોકરાણી* લાંબો શબ્દ થઈ જાય સે એટ્લે. ???

જાણું (ગુસ્સામાં ??) - તમને ખબર સે હું તમને *જાન* કહી ને શું કામ બોલાવું ? ?

દિકુ - નહીં, શુ કામ? ???

જાણું - *જાનવર* લાંબો શબ્દ થઈ જાય એટ્લે. ???

જાણું : આમ જોવો તો મે આને દહ વરહથી નથી પહેરી તોય એનુ ફીટીંગ એવુને એવુજ છે

દિકુ : અરે ભગવાનનો તો ડર રાખ ઈ શાલ છે શાલ ...

?????

એકવાર દિકુ એ?? ગાયના? પોદરાનો ફોટો Prisma મા બનાવીને એની જાણું ને મોયકલો.. ?

જાણું - વાહ કયારેક અમનેય ચૉકલેટ કેક ? ખવડાવૉ.. ?????

દિકુ - હું તારી માટે મરવા પણ તૈયાર સુ.

જાણું - એ તો બધાં કરી શકે, મારી હારે જીવી ને દેખાડ.

??????�?�?

જાણું : કયાં છો?????

દિકુ : યાદ છે????? ધનતેરસના દિવસે આપડે જવેલર્સ ની દુકાને ગ્યા તા ને તે એક હાર પસંદ કરયો તો....?

જાણું : હાં ?

દિકુ : અને હાં તે સમયે મારી પાસે પૈસા નહોતા....?

જાણું ખુશ થઈને : હાં યાદ છે.....?

દિકુ : અને મેં કીધુ તુ કે આ હાર મું તને એક દિવસ જરૂર લઈ દઈશ....?

જાણું વધારે ખુશી થઈને: હાં હાં, બહુ સારી રીતે યાદ છે મને એ....?

દિકુ : બસ એની બાજુની દુકાનમાં વાળ કપાવું સુ.....

થોડોક મોડો આવીશ????????? ખિ ખિ ખિ ખિલખિલાટ.....

વાત ની વાત ?

.....દિકુ સાપુ વાંચવા મા મશગુલ હતો..... ?

જાણું - હાંભરો સો...? ?

દિકુ - નાં...!!! ??

જાણું - મારે તમને એક-બે વાયત કેવી સે... ☺

દિકુ - નથ હાંભરવી... ?

જાણું - મારે તોય કેવી સે... ?

દિકુ - હટ ફાટવા મયડ... ?

જાણું - મારો ભય દાદરેથી ટીંચકાણો... બોલો... ??

દિકુ - (સાપાનુ પાનુ ફેરવતા) ટાટીયા રીયા કે ગીયા...? ?

જાણું - ઈ તો જેઠાની દયા હતી એટલે બચી ગયા...ખાલી કૂણીયુ સોલાણી..

આપણે એની ખબરૂ પૂસવા જાવું જોઈએ...હો.. ?

દિકુ - કોની દાદરાની...? ખાલી સોલાણો હોય તો ફોન કરી લેવાય ભાંયગા હોત તો જાત... ?

જાણું - (લાલ આયખે) તમને ખબર નય હોય બાજૂવારી સવીતા પણ ઈસકૂતી પરથી ટીચકાણીતી... ?

દિકુ - (જડપ લય સાપાને હંકેલતા હડફ દય ઉભા પગે થયને ફાયટા) નો હોય બવ વાયગૂ તો નથી ને...? ? ક્યારે પયળી...? ? દવાખાને ગયતી કે નય...? ☹ બચારી...હાયલ આપણે ખબર કાઢી આવી...જટ કર... ?

જાણું - (ગરમા-ગરમ થયને ?) હા.. હાલો એ તમારી જ વાટૂ જોવે સે કે મારો ભયલો આવીને મને દવાખાને લય જાહૈ.... ?

દિકુ - (ટાઢા થયને ખૂરસી પર ટેકવીને) રેવાદે નથ જાવું.... ??? હહહહહહહ

???????

દિકુ - તારી આવી રોજની નવી ફરમાઈશો થી કન્ટાળી ને આપઘાત કરું સુ ?

જાણું - પણ એક સારો સફેદ ડ્રેસ તો લય આપ, બેસણા માં શું પેરીશ?

????