રેચલ ને ફાઇનલ ગુડબાય Rekha Shukla દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • ભીતરમન - 1

  એક સુંદર આલીશાન હવેલીના સુંદર બગીચામાં એક સરસ સાગના લાકડામાં...

 • મારા અનુભવો - ભાગ 3

  ધારાવાહિક:- મારા અનુભવો ભાગ:- 3 શિર્ષક:- અતિથિ દેવો ભવ લેખક:...

 • ચુની

  "અરે, હાભળો સો?" "શ્યો મરી જ્યાં?" રસોડામાંથી ડોકિયું કરીને...

 • આત્મા નો પ્રેમ️ - 8

  નિયતિએ કહ્યું કે તું તો ભારે ડરપોક હેતુ આવી રીતે ડરી ડરીને આ...

 • નિસ્વાર્થ પ્રેમ

  તારો ને મારો એ નિસ્વાર્થ પ્રેમ ની ભાવનાયાદ આવે છે મને હરેક પ...

શ્રેણી
શેયર કરો

રેચલ ને ફાઇનલ ગુડબાય

રેચલ ને ફાઇનલ ગુડબાય

રેચલ ને પેહલા દીકરી જેનીફર ઉર્ફે 'જેની' અવતરી ને પછી આવ્યો દીકરો માઈકલ. જ્યાં જુવો ત્યાં ને જ્યારે જુવો ત્યારે લગભગ ત્રણેય ભેગા જ જોવા મળે. માર્ક (કિંગ ઓફ ધ કેસલ) હંમેશા કામમાં બીઝી રહેતો. રેચલ બંને ને પ્રેમથી ઉછેરે, તેમને નવું નવું રોજ કંઈક શીખવે, પાસે બેસાડી રમાડે ને ભણાવે. તેનો પોતાનો મોટા ભાગ નો સમય બાળકો સાથે વીતે તો પણ બેકયાર્ડ માં થોડી વનસ્પતિ-શાક પાંદડા ને ફૂલો ઉગાડેલા. નાનકડા બગીચામાં ડેઝી ના ફૂલો ને છૂટા છવાયા ટુલીપ્સ ઉગાડેલા. બીજી બાજુ લેટીસ, સીલાન્ટ્રો (કોથમીર), પાર્સલી,ક્યુકંબર જોવા મળે. ને બેબી ટમેટોઝ તો ખૂબ મીઠા ઉગે જેની ને બહુ ભાવે. માઈકલ કૂણી કાકડી લઈ ને આગળ પાછળ ફરતો નજરે પડે. પોતે આખો દિવસ કોફી પોટ માંથી ગરમાગરમ કોફી બનાવી પીવે તેને ખાવા ની રૂચિ બહુ ઓછી થતી તેનું ધ્યાન કામ માં વધુ હોય. સોનેરીવર્ણી ને વાળ ઘટાદાર એના ને મોટી મોટી અણીયારી બ્લ્યુ આંખો જોઈને ભલભલા ને પ્રેમ થઈ જ જાય તેવી હસ્તી. છંતા ખૂબ શાંત સરળ ને સાદગી જ એનો શૄંગાર હતો. રૂપરૂપનો અંબાર હતી તેના નેચરલ રેડ હેર ખસેડ્તી જાય ને મૂવો પવન તેને છેડતો જાય. સીમ્પલ પણ એવી પગથી ગળા સુધી ઢંકાયેલું તેનુ આવરણ સૂર્ય ના પ્રકાશમાં દીપિ ઉઠે. હાથ પકડી ને ચાલતા તેના બાળકો તેની આંખો ના તારા હતા એપલ ઓફ ધ આઈ કહો તો પણ સેઈમ જ. રોકફર્ડ માં કામ કરવા માર્ક રોજઅપ-ડાઉન કરે પોતાની ટ્રક લઈ વેહલી સવારે નીકળી જતો અને છેક મોડી સાંજે પાછો ફરતો ત્યારે બાળકો સૂવા જવાની તૈયારી કરતા હોય. ક્યારેક તો સૂઈ પણ ગયા હોય. ૬ વર્ષ ની જેની રેચલને ઘણી વાર ફરિયાદ કરે પણ તે પણ શું કરે...? મૂંઝારા ને દબાવી ને છોકરા ને સૂવડાવતા ક્યારેક વાંચે ડીઝની બુકો તો ક્યારેક નર્સરી સોંગ્સ સંભળાવે. વન ડે એટ અ ટાઈમ નું થીંકીંગ રાખેલું. ફાઈનલી એન્ડ ઓફ મંથ ના સન્ડે પર માર્ક ને રજા હતી તો બધાએ પીકનીક જવાનું ને સાથે આખો દિવસ પસાર કરવાનું નક્કી કર્યું. સવારે વેહલો ઉઠી ગયો સૌથી નાનકડો માઈકલ પોતાનો બ્લેન્કેટ ને બોલ લઈને આવ્યો રૂમ માં બધાને વેક અપ કરવા. રેચલ ને માર્ક જોઈ હસી પડ્યા ને તેમને જોઈને જેની પણ ખડખડાટ હસી પડી. મોમ ને હેલ્પ કરતા તે બોલી આજે તો આપણે દેર થી આવીશું .હું હિંચકા પર બેસીશ ને માઈકલ ને સ્લાઈડ માં રમાડીશ. યાદ કરી કરીને રેચલે બધું લીધું ને આખો દિવસ બધાએ ઝરણાં વાળા પિકનિક એરિયામાં ખૂબ મજા કરી.સેન્ડવીચ ચીઝ ગ્રેપ્સ ને વાઈન બ્લેન્કેટ ઉપર જ ખાધા. ઝરણાં ના નાનકડા ધોધ નીચે પલળ્યા. આખો દિવસ યાદગાર બની ગયો. પિકનિકની યાદોને મમળાવતા બધા પાછા ફર્યા. બીજા બે વિક પસાર થયા હતા ત્યારે ગુલાબી થંડી ચાલુ થઈ ગયેલી. પણ બે દિવસ માં તો ગ્લુમી ને ક્લાઉડી દિવસો ચાલુ થઈ ગયેલા. વેહલું અંધારું થઈ જતું અને ઉપરથી હતું ગાઢું ધુમ્મસ. સામે શું છે તે ફૂલ હેડલાઈટ ઓન રાખો તો પણ દેખાતું નહોતું. વાદળા ને ધુમ્મસના પંજામાં ચંદ્ર ને તારલા છૂપાઈ ગયા હતા. તોફાની હડિયાપટ્ટી કાઢતો અચાનક ધડામ અવાજ આવ્યો.પાછા ફરતા માર્ક ના ટ્રક નો આંખના પલકારામાં જીવલેણ એક્સીડન્ટ થઈ ગયો. માર્કે આંખ ખોલી અને પોતાને કાર ક્રેશમાં મૄત્યુ પામેલો જોયો એને માનવામાં ન આવ્યું. લોકો કેહતા હોય છે કે લાઈફ ઈઝ ટુ શોર્ટ પણ પોતાની સાથે આમ આવું બનશે તે તેણે ન્હોતું માન્યું. હજુ તો પીકનીક જ કરી હતી ત્યાં તો જિંદગી બસ પતી ગઈ? ઓહ નો માય જેની ! મારે તો તેને વેડીંગ ડ્રેસમાં જોવી હતી !! અને માઈકલ ને બેઝબોલ ની પીચ શીખવાડવી હતી. બાકી રહી ગયું બધું...સામે પડેલી સેમી ટ્રક માં એક સ્ત્રી ડ્રાઈવર લોહી લૂહાણ પડી હતી. એની પાસે જઈ ને જોવાની ટ્રાય કરતો જ હતો.પ્રોત્સાહન ને મોકો મળી જતો હોય તો ? કંઈક ને કંઈક તો બાકી જ રહી જાય છે તો પણ કર્યા નો સંતોષ માનીશ. ત્યાં જ તેની બાજુ માં ઉભી સેઈમ સ્ત્રી માર્ક ની માફી માંગતા બોલતી હતી ..'આઈ એમ સોરી, આઈ લોસ્ટ ધ કંટ્રોલ એન્ડ આઈ કૂડ બેરલી સી એની થીંગ ઇન ફ્રન્ટ ઓફ મી !!' માંડ માંડ એણે નજર ફેરવી એ છોકરી ડ્રાઈવર પણ મૄત્યુને આધિન થયેલી હતી. કઈ રીતે ઝીલાય આવો કારમો આઘાત !! તો પણ જોવાની વાત એ છે કે બે અજનબી વીના સાંત્વને પીડા નો દરિયો વહાવી રહ્યા હતા. ઘડકનો કા સફર કબ કહાં ખત્મ !! જિંદગી ગજબ છે બધુ ચલાવી લેવાય પણ વ્યક્તિ ની ઉણપ ના સેહવાય. રેચલ ભાંગી પડી સાંભળી ને...માઈકલ આવી ને ગળે વળગી ગયો અને જેની એના આંસુ લૂંછતા બોલી 'મોમ ડોન્ટ પ્લીઝ' ને તે પણ રડવા લાગી. બંને ના હાથ પકડી ચર્ચ માં રેચલ દાખલ થઈ માર્ક ના ફ્યુનરલ ની વ્યવસ્થા કરાયેલી, ગામ ના બધા ત્રણેય ને આવતા તાંકી રહ્યા. ઓપન કાસ્કેટ માં સૂતેલા માર્ક ને છેલ્લી અશ્રુઅંજલી આપતા રેચલ જેની ને માર્ક રડતા રહ્યા. વસમી ફાઇનલ ગુડબાય.... વિદાય આવી ને ઉભી રહી ગઈ સામે થઈ ને અને તમને ગમે કે ન ગમે યોર ટાઈમ ઇઝ અપ ધેટ્સ ઇટ ! જિસે જિંદગી ને હૈં મારા ઉસે મૌત ને બુલા લિયા માનો ગલે લગા લિયા. આ વિધાતા પણ કેવા કેવા લેખ લખે છે કોણ જાણે ! અલવિદા જોવી અસહ્ય હતી રૂમ માં દરેક ની આંખો ભીની હતી. અચાનક મોમ નો હાથ છોડી જેની દોડી ને માર્ક ના ઠંડાગાર બોડી ને વળગી ને રડતા રડતા બોલી "આઈ લવ યુ ડેડી..!!" બિચારો માર્ક, પ્રાણ પંખેરૂ ઉડી ગયા પછી પણ માઈકલની ઉષ્મા અનુભવી રહ્યો.વ્યક્તિ વિચારે શું ને વાસ્તવિકતા માં થાય છે શું ! માઈકલ મોમ ની પાછળ ભરાઈ ગયો તેની મુઠ્ઠી એકદમ ટાઈટ હતી. શું કરવું તે તેને સૂઝતું ન્હોતું રેચલે તેને ઉંચકી લીધો ચુંબન થી વરસાવી દીધો તેના અશ્રુને ગાલે થી લૂંછતા તે બોલ્યો 'યુ નો મોમ ડેડી ડોન્ટ લાઈક ઇટ વ્હેન યુ ક્રાય' કઠણ થતા રેચલ બોલી આઈ નો ...આઈ નો ...બસ જો હું નથી રડતી એમ કરી બીજી બાજુ ફરી ગઈ ને આંસુ ને ટીશ્યુ માં લૂંછતી તે જેની ની પાસે ગઈ. અહીં ક્યાં કોઈને પાલવ મળે છે ટીશ્યું ઓફર થાય તો પણ બહુ થયું. માટે કેહવાયું છે કે લાઈફ ઇઝ નોટ જ્સ્ટ બેડ ઓફ રોઝિઝ. કેસરીયાળા કિરણોનું ચુંબન જોઈ તે બોલી ઉઠી "ઓહ જિસસ પ્લીઝ ટેક કેર ઓફ માર્ક "

યે ઉંચે પહાડોં કે મગરૂર સાયે

યે કેહતે ઉનકો નજર તો મિલાયે

ફરિશ્તે ભી હૈ ઇસ જ્ગહ બેજુબાં

હાય યે ખામોશિયાં કી તન્હાઈયાં

ન પરદા હૈ કોઈ ન હૈ કોઈ ચિલમન

કદમ છોડતે જા રહે હૈં નિશાન

બનાલી થી હમને તો જન્નત યહાં

હાય યે ખામોશિયાં કી તન્હાઈયાં

----રેખા શુક્લ