Kshitij Razia Akbar Mirza દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Kshitij

ક્ષિતિજ

‘રાઝ’

રઝિયા અકબર મિર્ઝા

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as NicheTech / Gujarati Pride.


Gujarati Pride / NicheTech has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


NicheTech / Gujarati Pride can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

ભક્તિ રસ

૧. હઝારોં નામ વાલે

૨. હરિધામ

દેશભક્તિ રસ

૩. શોર્યગીત

૪. રાષ્ટ્રીય એકતા

૫. મેરે વતન

૬. વતનની યાદો

૭. કર્મયોગી

૮. ગુલશન

સમાજ રસ

૯. વક્ત

૧૦. મકડી કા જાલ

૧૧. દર્પન

૧૨. સવાલ

૧૩. કવિ

૧૪. કવિ ધર્મ

પ્રણય રસ

૧૫. ઈનાયત હોગી

૧૬. રાહ

૧૭. સાયે ભી અપને બેગાને લગે

૧૮. બંધન

૧૯. તેરે પ્યાર મેં

૨૦. તૂ લે જાના લેજા મુઝે

૨૧. જાને કે બાદ

૨૨. ભીડ

૨૩. શમા

૨૪. સાયા

૨૫. તેરે નામ

૨૬. રોના આયા

૨૭. અબ ગમ નહીં

૨૮. ખ્વાહિશ

૨૯. ઓલી પાર

૩૦. સાવન

કરૂણ રસ

૩૧. ભૂકંપ (ખંડહર)

૩૨. ભૂકંપ (માનવતા)

૩૩. આશિયાના (તિનકા)

૩૪. ભૂકંપ (ધ્રૂજારી)

૩૫. ઊજડા શહર

૩૬. સૂના જહાં

૩૭. પરેશાં ક્યું હૈ ?

૩૮. હ્ય્દયનું રુદન

પદ્યભાવ તરંગ

૩૯. જિંદગી કા ક્રમ

૪૦. નારી

૪૧. હોલી આઈ રે

૪૨. ઝિન્દગી

૪૩. વફા

૪૪. મુસાફિર ખાના

૪૫. મેં કૌન હું ?

૪૬. કહે લેને દો

૪૭. યાદેં

૪૮. પ્યાસ

૪૯. માનવ બનીએ

૫૦. ખોજ

૫૧. મંઝિલ રહી ગઈ

૫૨. સ્પંદન

૫૩. અમારી ગઝલો

૫૪. ‘રાઝ’ બની જઈએ

૫૫. અધૂરપ

૫૬. સાથ

૫૭. અહેસાસ

૫૮. જિંદગી જ બંદગી

૫૯. શાયરની ગઝલ

૬૦. માનો પાલવ

૬૧. ધર્મના ઝઘડા

૬૨. જીવન

૬૩. સરવાળો-ભાગાકાર

૬૪. જરૂર છે

૬૫. આ તે કેવી જીત ?

૬૬. માનવ થવું ગમે

૬૭. એક કહાની

૬૮. જિંદગીની રફતાર

પ્રકૃતિ રસ

૬૯. કોયલનો શોર

૭૦. ‘રૂત’ બરખા

૭૧. ફણગો

૭૨. અભિલાષા

૭૩. વામન-વિરાટ

૭૪. કુદરત

૭૫. વૃક્ષ

૭૬. ઘટા

૭૭. ક્ષિતિજને પેલે પાર

ભક્તિ રસ

હઝારોં નામ વાલે

દાતા તેરે હઝારો હૈ નામ.

કોઈ પુકારે તુજે કહેકર રહીમ,

ઔર કોઈ કહે તુજે રામ.....દાતા....

કુદરત પર હૈ તેરા બસેરા,

સારે જગ પર તેરા પહેરા,

તેરા રાઝ બડા હી ગહેરા,

તેરે ઈશારે હોતા સવેરા,

તેરે ઈશારે હોતી શામ......દાતા.....

આંધી મેં તૂં દીપ જલાયે,

પથ્થર સે પાની તૂં બહાયે,

બિન દેખે કો રાહ દીખાયે,

વિષ કો ભી અમૃત તૂ બનાયે,

તેરી કૃપા હો ઘનશ્યામ......દાતા......

કુદરત કે હર સૂ મેં બસા તૂં,

પત્તો મેં પૌધોં મેં બસા તૂં,

નદીયા ઔર પર્બત મેં બસા તૂં,

ફિર ક્યોં મેં ઢૂંઢૂં ચારોં ધામ ? દાતા.....

યો ધરતી યે અંબર પ્યારે,

ચંદા, સૂરજ ઐર યે તારે,

પતઝડ હો યા ચાહે બહારેં,

કુદરત કે સારે યે નઝારે,

દેખું મૈં લેકે તેરા નામ......દાતા.....

હરિધામ

કયા સુખ સંપત્તિ ? ક્યા વૈભવતા ?

ચૈન કહાં ઈન દોલત મેં હો.

સબ કુછ પલ કા સબ કુછ ક્ષણકા,

રહતા કહાં સદૈવ હંમેશા ?

ઢૂંઢે કહાં કહાં તું માનવ,

અપને મન કે રહ કો ?

સહજ આનંદ તો દિલકો, હરિધામ મેં મિલે સબકો

જબ મન હો તેરા ઉદાસ,

ન રહે તેરે મન મેં આસ.

મન સે નીકલે જબ નિઃશ્વાસ,

મૃત્યુ કા હો તમજે આભાસ.

ઈશ્વર કા ઘર ધ્યાન હંમેશા રાત દિન ઔર શબ કો,

સહજ આનંદ દિલકો હરિધામ મેં મિલે રબ કો.

દેશભક્તિ રસ

શોર્યગીત

ક્યોં હો રહી હૈ સાંધ્ય ? ક્યોં ઢલ રહા હૈ દિન ?

ક્યોં ફેલ રહી હૈ આકાશ મેં રક્ત કી લાલિમા ?

શાયદ યે હૈ આનેવાલી રાત કા આગાઝ,

સંભલના એ પ્રહરી, કહીં ઢલ ના જાયે રાત.

તું ડટા સરહદ પર, કર માત હરએક દુશ્મન કો,

બડી ઉમ્મીદેં હૈ તુજ સે, બડી આશાએં હમેં તુજ પર.

તું હી તો દેશ કા મલ્લાહ, તું પારલગાના કશ્તી,

જબ ઘેરે ઈસે બડા તૂફાં, તું સમંદર પાર લગાના.

તું તો હૈ દેશ કા માલી તુજ સે તો ખીલા હૈ ગુલશન,

તું સીંચકર અપને લહુ સે ઈસે હરદમ ખીલા હી રખના.

રાષ્ટ્રીય એકતા

એક હી ઈશ્વર એક હી અલ્લાહ,

એક રંગ કા હૈ હર ખૂન,

ફિર નિદોષો કી લાશો પર ચઢ,

મંદિરો કે ઘંટનાદ યા મસ્જિદો કી અઝાન સે,

કૈસે મીલેગી શાંતિ હમેં ? બિના કિયે સમાધાન સે.......

આશાએં બહોત સી ઊંચી રખતેં હૈ હમ ભારતવાસી,

ના હમ હિન્દુ ના મુસ્લિમ, હમ તો હૈ ભારત કે વાસી,

યહી સ્વપ્ન યહી હૈ આશા હમેં ભારત કી સંતાન સે,

અપને હિન્દુસ્તાન સે......

યે હૈ મેરા, તેરા યે હૈ યે ઉસકા યા ઈસકા વો હૈ

હૂંસા તૂંસી, પક્ષાપક્ષી મારા મારી છિના-ઝપટી

યહી ક્યા ઉત્તર હર ઝગડે કા ? પૂછો ઉસ નાદાનસે

યા યા ઉસકે હી ઈમાન સે...

ભારત મેં હર તરહાં કી બોલી, મિલઝુલ કર જબ ખેલે હોલી

ત્યૌહારો કી યહાં બાત નીરાલી, ચાહે ઈદ હો ચાહે દિવાલી

બીજ અગર બોએંગે મિલકર, સીચેંગે યદી ઉસકો જુડકર

ખીલ ઊઠેગી તબ હરિયાલી, પૂછો હર કિસાન સે

ખેત ઔર ખલિહાન સે....

ઐસે ભી હૈ લોંગ યહાં પર જીન્હે ન મિલતા દાના પાની,

જીનકી છત હૈ ખૂલાં આસમાં જીનકા બિસ્તર હે ધરતી માં.

પ્યાસ બૂઝાતે આંસુ સે વો શ્રમ સે ભરતે અપના પેટ,

ભલા ઈન્હેં ક્યા આશાએં ફિર, પૂછો ઈસ ઈન્સાન સે,

યા મેરા ભારત મહાન સે.....

હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ તો હેં ભાઈ ભાઈ,

ના કોઈ ઉંચા ના કોઈ નીચા સબ કી માતા અપની માઈ,

છોડો યે મઝહબ કી લડાઈ, વરના હોગી જગ હૅંસાઈ,

માનવતા કા પાઠ પઢેં હમ ગીતા ઔર કુરાન સે,

ગર્વ સે અભિમાન સે.....

પ્રહરી સે કહો સીમા પર શત્રુ સે ન રહે અજ્ઞાન,

ચાહે વહૉં બાધાએ આયે ડટા રહે વહાં સીના તાન,

ભલે બલી હો તું ઉસ પથ પર તું તો હૈ ભારત કી શાન,

વતન કી ઈસ મિટ્ટી કો હરદમ વિજયી રખે સમ્માન સે,

કહ દો હર જવાન સે.....

મેં ભારત કી ભારત મેરા, મઝહબ કહો યા ધર્મ યે મેરા,

હર હિન્દુસ્તાની મેરા ભાઈ, હર મૉં મેરી માત સમાન,

યે હી મિટ્ટી મેરી આત્મા યે હી હૈ ધરતી મેરી જાન,

પરખો ચાહે નાપો મુજકો વફા કે હર ઈમ્તેહાન સે,

લહુ કા હર એક કતરાં દૂંગી મેં અપને બલિદાન સે....

ચલો મિટાયેં ભેદ ધરમ કે ચલો બનાયેં સુંદર ભારત,

ટુકડે ના હો દેશ હમારા, બને એક દૂજે કા સહારા

સ્વાર્થ કી ખાતિર છોડે ભેદ, સબ મીલકર બને હમ એક,

કર દેં ભારત કી જયકાર, બુલંદ એક આહ્‌વાન સે,

ભારત મૉં કે ગાન સે.........

મેરે વતન

મેરે વતન મેરે વતન મેરે વતન હિંદોસ્તાં

અપના ગગન અપના ચમન અપના વતન હિંદોસ્તાં

ગાતે ચલે યે ગીત હમ, બઢતે રહેં અપને કદમ

સબ સાથ હૈ તો ક્યા હૈ ગમ ? જીતેંગે હમ, હમ મેં હૈ દમ.

મેરે વતન.....

હિંદુ ભી હૈ મુસ્લિમ ભી હૈ યહાં શીખ ભી હૈ ઈસાઈ ભી

ઐસે રહેં હમ સંગ સંગ જૈસે રહે પરછાઈ ભી......

મેરે વતન....

યહાં મંદિરો મેં આરતી, ઔર મસ્જીદો મેં અઝાન હૈ

ગીતા કે શ્લોક યહાં કભી કભી આયતેં કુરઆન હૈ.

મેરે વતન......

ત્યૌહારો કા યે દેશ હૈ યહાં ઈદ ઔર દિવાલી હૈ

રંગત યહાં રાખી કી હૈ ઔર રંગબેરંગી હોલી હૈ.

મેરે વતન.....

ગંગા યમુના સરસ્વતી ગોદાવરી ઔર નર્મદા

નદીયાં હમારે દેશ કી બહેતી રહે હરદમ સદા.

મેરે વતન.....

યે ધરતી ગાંધી નહેરુ કી યે ધરતી હૈ સરદા કી,

જીસ ને દી અપની જાન વો ભગતસિંહ ઓર આઝાદ કી

મેરે વતન.........

કશ્મીર સે કન્યાકુમારી તક બસા મેરા વતન

નઝર ઉઠાયે કોઈ ક્યા ? ઈસ પે લૂંટા દે જાનો તન.....

મેરે વતન........

વંદે માતરમ્‌.........

વતનની યાદો

અચાનક એક સપનું જગાવી ગયું આજે.....

યાદોના સાગરમાં ડૂબાવી ગયું આજે.......

ભૂલાવી દીધી’તી અમે વતનની એ યાદોં,

રચ્યા રહ્યા પરદેશમાં ભૂલી ઘણી વાતો,

માટીની એ સુગંધ રેલાવી ગયું આજે......

અચાનક......

એ ખેતરો ખૂંદ્યાને તો વર્ષો થઈ ગયાં,

નદિયોમાં તર્યા ને તો વર્ષો થઈ ગયાં,

કુદરતની એ વસંત મહેકાવી ગયું આજે...

અચાનક......

વરસાદમાં ભીંજાયા ને વર્ષો થઈ ગયાં,

આંબાની ડાળે ઝૂલ્યાંને વર્ષો થઈ ગયાં,

કોયલની મીઠી કૂકે સાંભળાવી ગયું આજે....

અચાનક.......

પાદર ઉપર ઊભેલો વડલો યાદ આવ્યો,

મંદિરમાં વાગતો એ નાદ યાદ આવ્યો,

એ આરતીના બોલ રણકાવી ગયું આજે.....

અચાનક.......

એ ભોર મા કૂકડાનો સાદ યાદ આવ્યો,

કિંચૂડ કિંચૂડ કૂવાનો સાદ યાદ આવ્યો,

પનિહારીઓના પાયલ ખનકાવી ગયું આજે......

અચાનક.......

એ ઉંબરે ઊભેલા માવતર આજ યાદ છે.

વિદાય કરતી સૌ સહિયર આજે યાદ છે.

વિદાયની એ યાદથી રડાવી ગયું આજે.....

અચાનક.......

કર્મયોગી

ચલો જલાયે દીપ વહાં

જહાં અભી ભી અંધેરા હૈ.

કદમ બઢાયે ઉસ પથ પર

જહાં પરિવર્તન કા બસેરા હૈ.

ચલો જલાયેં.....

મિલઝૂલ કર હમ કામ કરેં તો

એકતા શક્તિ પાયેંગે

કલકા કામ કરેં હમ આજ

યે નીતિ અપનાયેંગે (૨)

આત્મચિંતન પાઠ પઢેં

ક્યા તેરા ક્યા મેરા હૈ ?

ચલો જલાયેં.....

અપના દાયિત્વ પહચાનેં

આચાર શુદ્ધિ લાયેં જો,

અપને લક્ષ્ય કો નાપ લેં ગર હમ

લક્ષ્યશક્તિ કો પાયેં જો (૨)

છોડ ખડે હો કામચોરી કો...(૨)

જીસને સબકો ઘેરા હૈ...

ચલો જલાયેં.....

કર્મસેવક હૈ હમ કર્મો કે

કર્મયોગી હૈ અપના નામ

યે મમભાવ જીવનમેં ઉતારેં

નિષ્ઠા સે દેગેં અંજામ.....(૨)

વિકાસ પથ કી ઓર ચલેં....(૨)

જહાં હો નયા સવેરા હૈ......

ચલો જલાયેં.....

કાર્યકુશલતા હોગી હમમેં

હમ સબ કુછ પા લેંગે

રક્ષા અપની કરકે હી હમ

રક્ષા શક્તિ પા લેંગે...(૨)

ચિંતન શિબિરોં સે હમને....(૨)

યે અભિમાન જો છેડા હૈ.....

ચલો જલાયેં.....

કર્મણ્યે વાધિકારસ્તે,

મા ફલેષુ કદાચન્‌

કરતા જા તૂ કર્મ ઓ માનવ

ફલ કી ચિંતા મત કર તૂ...(૨)

ગીતા કા કર્મબોધ યે શીખે.....(૨)

ફિર ભારતયે સુનેહરા હૈ....

ગુલશન

તૂમ્હે હો મુબારક તુમ્હારા ચમન

કિ હમ તો ચલે આજ અપને વતન કો

હમેં રાસ આયા ના યે ગુલશન

કિ હમ તો ચલે આજ અપને વતન કો

તૂમ્હે હો......

યહાં તિતલીઓમેં વો રંગત નહી હૈ

યહાં ફુલ કલિંયોમેં ચાહત નહી હૈ

યહાં કે સમા મેં મુહબ્બત નહી હૈ

યા ફિર પ્યાર કરને કી ફુરસદ નહીં હૈ

ન સુનતી હું મે ભૌરો રી ગુનગુન.....

કિ હમ તો ચલે...

તૂમ્હે હો.......

યહાં કી ઝમી હરિયાલી નહી હૈ

યહાં કે સમા મેં લાલી નહી હૈ

યહાં આસમાં પે સીતારે નહી હૈ

જો થોડે ભી હૈ પર હમારે નહી હૈ

યહાં ખાલી ખાલી હૈ સારા ગગન....

તૂમ્હે હો......

સમાજ રસ

વક્ત

જો વક્ત પે મુંહ ફેર લે વો દોસ્ત કા ક્યા કામ ?

જો ફૂલ મેં મહેંક ન હો વો ફૂલ કા ક્યા કામ ?

બે મોસમ બરસાત હો બરસાત કા ક્યા કામ ?

રાત દિન જો બેચેન કરે વો દોલત કા ક્યા કામ ?

બુઢાપે મેં જો છોડ દે વો ઓલાદ કા ક્યા કામ ?

જો દિલ મેં કહીં કંપ ન હો વો દિલ કા ક્યા કામ ?

જો સાઝ બે સૂરા હો વો સાઝ કા ક્યા કામ ?

મકડી કા જાલ

હિંમત હારા બૈઠા થા મેં,

પીઠ ફિરાયે અપને ભવિષ્ય સે,

હાર ચૂકા થા અપની શક્તિ,

અપની હી કમજોરી સે...

દેખા મેનેં એક મકડી કો,

બાર બાર ગીરતે હુવે,

અપને બૂને જાલ પે ફીર ભી,

કંઈ બાર સંભલતે હુવે....

ગીરતી રહી સંભલતી રહી,

પર બૂનતી રહી અપના વો જાલ,

પૂરા બન ચૂકને પર મકડી,

હો ચૂકી નૌ નિહાલ.....

એક છોટી સી મકડીને મુજ મેં

ભર દી હિંમત કંઈ અપાર,

કુછ કરને કી ઠાન લી કોશિશ,

અબ ન રહા મૈં લાચાર...

મકડીને સીખલાયા મુજકો,

હરદમ કોશિશ કરતે રહના,

‘રાઝ’ કીતની બાધાયે આયેં,

હરદમ કદમ બઢાયે રખના......

દર્પન

જાને કૈસા યે બંધન હૈ,

ઉજલા તન ઔર મેલા મન હૈ......

એક હાથ સે દાન વો દેતા,

દુજે સે કંઈ જાન લેતા,

રહેતા બનકે દોસ્ત સભી કા,

પર યે તો ઉનકા દિશ્મન હૈ.....

ઈન્સાનો કે ભેષ મેં રહતે,

શેતાનોં સે કામ વો કરતે,

બનકે રહતે દેવ સભી કે,

પર ના યે દાનવ સે કમ હૈ....

ચાહે કિતને ભેષ બનાયે,

ચાહે કિતને ભેદ છુપાયે,

‘રાઝ’ ઉસકે ચહેરે મેં ક્યા હૈ,

દેખો સચ કહેતા દરપન હૈ.....

સવાલ

મન મેં ઊઠા એક સવાલ,

આસમાં અગર હોતા લાલ ?

મછલિયાં આકાશ મેં ઊડતી !

પંખી સબ ધરતી પર ચલતે !

ઈન્સાનો કે પંખ હોતે !

પ્રાણી ગાતે સૂર ઔર તાલ....મન મેં

મુકુટ હોતા ફકીર કે સરપે !

રાજા કે પાસ ભીક્ષાપાત્ર !

ફકીર સાંઈ હોતે મહારાજા !

મહારાજા હોતે કંગાલ......મન મેં

સોને કી જો ખેતી હોતી !

અમૃત કી બારીશ જો હોતી !

સૂરજ મેં ઠંડક હોતી !

ચંદા બરસાતા અગન જવાલ....મન મેં

ખૂન અગર હોતા બે રંગી !

પાની હોતા રંગબેરંગી !

મહિને કંઈ હફતે બન જાતે !

ઘંટે બન જાતેકંઈ સાલ....મન મેં.

કવિ

કવિ કો તુમ કહો ના પાગલ,

કવિ તો હૈ હર દર્દ સે ઘાયલ.

કવિ કી કવિતા દર્દ હૈ કભી.

કવિ કી કવિતા દવા હૈ કભી.

કવિ કી કવિતા મર્ઝ હૈ કભી,

કવિ કી કવિતા મરહમ કભી.

કવિતા મેં ગહરી જુદાઈ હૈ,

કવિતા મેં ગમકી બિદાઈ હૈ.

કવિતા મેં વફાદારી હૈ,

કવિતા મેં કભી બેવફાઈ હૈ.

કવિતા મેં વેદના હૈ કભી,

કવિતા મેં સંવેદના કભી.

કવિ કી યહી પહચાન હૈ,

કવિ ભી એક ઈન્સાન હૈ.

કવિ ધર્મ

તમે શું જાણો કવિતા

ઓ...ખુદને કવિ કહેનારા.

કવિ ને ધરમથી વહેંચી,

ઓ કવિતાઓ રચનારા...

કવિનો ધરમ કેવો ? કવિની જાત કેવી ?

કવિતા તો ખુદ ધરમ છે. કવિનો એ મલમ છે.

ઘા પર લગાવી જાણો, ઓ ઘાયલ કરનારા....તમે

કવિતાને ન સરહદ કે સીમાઓ ક્યારે બાંધે ?

પંખીને જેમ વિહરે એ આભને પણ આંબે

આકાશ બની પ્રસરો ઓ મૂઠીમાં સમાનારા.....તમે

કવિઓમાં નથી હોતા ઊંચનીચના ભેદ,

મસ્તામાં સદા રહેતા દેતા ન કોઈને છેદ,

વાદળ બનીને વરસો, ઓ ઝાકળ બનનારા....તમે

નફરતની આગ છોડો ચાહતનો સાથ જોડો,

ચંદાની ચાંદની લો સૂરજની આગ છોડો

સાગરમાં વસી જાણો, ઓ સરોવર માં રહેનારા.....તમે

આ ‘રાઝ’ ની કવિતા, એ કવિને અર્પણ છે.

ચહેરોજુએ એમાં આ એનું દર્પણ છે

કવિતાથી માર ખાઓ, ઓ શબ્દોથી મારનારા.....તમે

પ્રણય રસ

ઈનાયત હોગી

હમેં લગતા હૈ ડર કભી અપની પરછાઈ સે,

હો અગર સાથ તુમ્હારા તો ઈનાયત હોગી.....

ઉગતે શમ્સકો ઝુકતે હૈં સબી લેકિન,

ડૂબતે શમ્સ પે ઝુક જાઓ શરાફત હોગી......

રાહેં મુશ્કિલ હૈં ઔર મંઝિલેં હૈં દૂર બહોત,

કાંટો કો ફૂલ બના દો યે શુજાઅત હોગી.......

ઉલઝનેં બઢતી રહેં તુમ ઉન્હેં ઉલઝાઓગે,

ઉલઝનોં કો જો સુલજાઓ તો કરામત હોગી.......

તુમ તો ચાહો તોડ લાએં સિતારોં કો ઝમી પર,

મગર જો અર્શ આયે ઝમી પર તો કયામત હોગી.......

શમ્‌આ તો જલતી રહી દે કે ઉજાલા શબભર,

ઉસને જો ખુદ કો જલાયા વો મહોબ્બત હોગી.......

સામને આકો કહો કહના જો ભી ચાહો તુમ,

ખ્વાબ મેં આકે સતાઓ તો શરારત હોગી.......

હમ તો ચલતે ગયે પથરીલી ઉન રાહોં પર ‘રાઝ’

રાહ મેં ફૂલ મિલે ઉનકી અનામત હોગી.......

રાહ

તુમ આયે તુમ્હારે કદમોં સે એક રાહ બન ગઈ,

ભટકે હુવે રાહી કો એક રાહ મિલ ગઈ....

દિલ કો તુમ્હારે મિલને સે સુકુન યું હુવા (૨)

સુખી ઝમી પર જૈસે બરસાત હો ગઈ..

ભટકે હુવે રાહી કો....

આહટ સે આપકી ઐસા હમેં લગા (૨)

સુનસાન સૂની રાત મેં કોઈ શમ્આ જલ ગઈ

ભટકે હુવે રાહી કો....

તુમ્હારે મિલન સે અહેસાસ યે હુવા (૨)

પ્યાસી કોઈ નદીયાં સાગર સે મિલ ગઈ...

ભટકે હુવે રાહી કો....

મુરઝાયા હુવા દિલ બાગબાગ હો ઊઠા (૨)

પતઝડ મેં જૈસે કોઈ બહાર ખીલ ગઈ...

ભટકે હુવે રાહી કો....

સાયે ભી અપને બેગાને લગે

તુમ કો આતે .હાં ક્યું ઝમાને લગે ?

તુમ ક્યા જાને દિલ પે કિતને નિશાને લગે ?

ક્યા ખબર હમ પે ક્યા ક્યા બીતી યહાં ?

લમ્હા લમ્હા ગુઝારા હમને કિસ તરહાં ?

અશ્ક આંખો સે હમતો બહાને લગે...તુમકો આતે ?

યાદ આ ભી ગઈ હમકો વો રાતેં જવાં,

હમકો તડપા ગઈ વો મિલન કી ફીઝા,

સાથ બીતે જો દિન રાતે સુહાને લગે....તુમકો આતે ?

સાથ રહતે થે જો પરછાઈ કી તરહાં,

આજ નઝરે ચૂરાતે હૈ હરજાઈ કી તરહાં,

‘રાઝ’ સાયે ભ અપને બેગાને લગે....તુમકો આતે ?

બંધન

યે બંધન ટૂટેના યે બંધન ટૂટેના

ચાહે કોઈ બાધા આયે ચાહે આયે તૂફાં...યે બંધન

સાથ કભી છુટેના...યે બંધન ટુટેના

મેરી ચાહત ઈતની ગહરી જીતના સાગર ગહરા

મેરી ચાહત ઈતની ઊંચી જીતના નભ હે ઊંચા

હાથ કભી છુટેના...યે બંધન ટુટેના

તૂં મેરી સાંસો મે સમાયા તૂં મેરી આહોમ મેં

દિલ કી ધડકન નામ પુકારે તેરા દિન રાતોં મેં

સાંસ મેરી છૂટેના...યે બંધન ટુટેના

તુજ કો ચાહા તુજ કો પૂંજા બનકે મીરા મેંને

ઢૂંઢા તુજ કો હર એક મોડ પે બનકર રાધા મેંને

પ્યાર મેરા છુટેના....યે બંધન ટુટેના

તેરે પ્યાર મેં

હમ હો ગયે પાગલ તેરે પ્યાર મેં

હમ હો ગયે ઘાયલ ‘હાં’ ‘હાં’ તેરે પ્યાર મેં

અભી તો નહીં થા યહાં બરસાત કા મૌસમ (૨)

થા આસમાં ભી ખુલા, માહોલ ભી થા ગરમ...

ક્યોં ગરજને લગે બાદલ.....? તેરે પ્યાર મેં

કોઈ નહીં આતા થા ઈસ મંયખાને મેં

સૂની રહી મહેફિલ ઈસ મંયખાને મેં

ફિર છનકને લગી પાયલ....તેરે પ્યાર મેં

બહારેં કહૉં ખો ગઈ પતઝડ ભી લો આ ગઈ

આંધી આકર ઉન્હેં કહાં ઊડા લે ગઈ....?

ફિર લહરને લગા આંચલ....તેરે પ્યાર મેં

તૂ લે જાના લેજા મુઝે

મેં તો આઉંગી તેરી ગલી

ચાહે કોઈ કહે પગલી...(૨)

તૂ લે જા ના લેજા મુજે...(૨)

વાદી ઓ મેં બસેરા મેરા

તુજ સે હો સવેરા મેરા...(૨)

મેં બન કે મેં ઊડું તીતલી...(૨) તૂ લે જા, ના લેજા મુજે...(૨)

તુજ સે હો ઉજાલા મેરા

તૂ હી હૈ સહારા મેરા....(૨)

તૂજ સે મેં બની બીજલી.....(૨) તૂ લે જા, ના લેજા મુજે...(૨)

યે બહારેં તૂમ હી સે હી હૈં

યે નઝારે તૂમ હી સે હી હૈ

ચાહે ફૂલ તો ચાહે કલી.... (૨)તૂ લે જા, ના લેજા મુજે...(૨)

ઝરમર ઝર જો સાવન મીલે

સોધી સોધી મીટ્ટી ખીલે

મૈં બરસું બનકે બદલી...(૨) તૂ લે જા, ના લેજા મુજે...(૨)

જાને કે બાદ

તૂમ્હેં યાદ મેરી આયેગી મેરે જાને કે બાદ.

હર પલ વો તડપાયેગી મેરે જાને કે બાદ.

વો હસના હંસાના,

વો રોના રૂલાના,

રુઠ જાના મનાના,

યૂં હંમેશાં સતાના....

હર પલ વો તડપાયેગી....મેરે જાને કે બાદ.

વો નઝરે મીલાના,

મીલાકર ચુરાના,

વો નઝરે ઉઠાના,

ઊઠાકર ઝૂકાના,

આંસુ બન કર બહાયેગી.....મેરે જાને કે બાદ.

મીલનકી વો રાતે,

હમારી મુલાકાતે,

બરસતી બરસાતે,

મહોબ્બત કી બાતે,

ગીત વફા કે ગાયેગી....

ભીડ

શહર કી ઈસ ભીડ મેં તન્હા હૈ હમ

તેરા સાથ હૈ તો ફિર ક્યા હૈ ગમ ?

તેરે પ્યાર કી ઉમ્મીદ મેં જીતે હૈ

વાદા રહા હમારા સદા તેરે રહેંગે હમ

હમ તો બસ તેરે હૈ સનમ..

સુબ્હ હોગી તેરે નામ સે રાત કો ભરેંગે તેરા દમ

રબ સે દુવા હૈ કિ જનમો જનમ

જીયેંગે ઔર મરેંગે એક ડૂજે કે લિયે તુમ હમ

શમા

એક શમ્આ જલ રહી થી અકેલી

કહીં સે એક પરવાના આયા

કહને લગા મેં દિવાના હું તેરા

તેરે પ્યાર મેં જલ જાઊંગા

શમ્આ ને કહા યે ખ્વાબ હૈ

પરવાને ને કહા મેં હકીકત બનાઊંગા.

શમ્આ સમજી કોઈ તો મીલા ચાહનેવાલા

કોઈ તો મીલા જાન દેનેવાલા

કુછ દિનો કે બાદ પરવાના કહી ખો ગયા

શમ્આ ઉસે ઢૂંઢતી રહી ઢૂંઢતી રહી

એક દિન પરવાના નઝર આયા ઉસે

શમ્આને પુછા કહાં થે અબ તક...?

કહાં ગયા તુમ્હારા પ્યાર

મેરે લિયે તૂમ તો થે બેકરાર

પરવાને ને બે ફિકરાઈ સે કહા

મેં તો ચકોર બનુંગા

ચંદા કી રોશની મેં મરુંગા

મુજે ચાંદ ચાહિયે.

સાયા

કિસને દસ્તક દી અભી

કૌન યહાં આયા હોગા.....?

ધુંધલા ધુંધલા સા

કિસકા યે સાયા હોગા.....?

વક્ત કે સાથ હમ તો બસ ચલતે હી રહે...

હમ સમજ પાએ ના કોન અપના-પરાયા હોગા.....?

ધુંધલા ધુંધલા સા...

મુસ્કુરાહટ લિયે હોઠોં પે સદા હમ નીકલે

અપને દિલ મેં હમને ક્યા દર્દ છૂપાયા હોગા.....?

ધુંધલા ધુંધલા સા...

ગીત ખુશીયોં કે દુનિયા ને દેખે સદા...

દુનિયા ના દેખ પાઈ દર્દકા તરાના ગાયા હોગા.....?

ધુંધલા ધુંધલા સા...

‘રાઝ’દિલ કો રખો હરદમ તુમ સમંદર કી તરહાં

દેખો ઉસને ખુદ મેં ક્યા સમાયા હોગા.....?

ધુંધલા ધુંધલા સા...

તેરે નામ

જીવન કા મકસદ સમજાયા

યે જીવન અબ તેરે નામ

ઓ સાથી સારા જીવન તેરે નામ...

મુજ કો જો દરપન દિખલાયા,

અબ યે દરપન તેરે નામ

ઓ સાથી સારા જીવન તેરે નામ...

તુજ સે ખીલી સારી બહારે...રંગીન બને સારે નઝારે....

અબ યે મધુવન તેરે નામ

ઓ સાથી સારા જીવન તેરે નામ...

ઝરમર જો તૂને બરસાયા, ભીગા ભીગા સાવન આયા

અબ યે સાવન તેરે નામ

ઓ સાથી સારા જીવન તેરે નામ...

તુજ સે ખીલ ગયા સારા આંગન, મહેક ઊઠા કોઈ બચપન

અબ યે આંગન તેરે નામ

ઓ સાથી સારા જીવન તેરે નામ...

રોના આયા

હમ કો અપની હી કહાની પે ક્યું રોના આયા ?

હમ થે પથ્થર શમ્આ બનકે પીઘલાના આયા....

હમ તો રખતે થે કદમ ફૂલ પે હરદમ કી તરહાં,

વક્ત કે સાથ હમેં કાટોં પે ચલના આયા...

જગ સમજતા રહા ઝિંદા હૈ ખુશી સે હમ,

ઉખડી સાંસો પે હમેં જીકે યું મરના આયા...

ફુલ ભરતે રહે દામન મેં તુમ્હારે હરદમ,

હમ કો ખુદ જબકે કાંટો સે સંભલના આયા...

સારી દુનિયા સે છેડી જંગ તુમ્હારે હી લિયે,

અબ તુમ્હારે લિએ હમેં હી તડપના આયા....

હમ તો ડરતે રહે દુશ્મન કે ઝખ્મોં સે હરદમ,

અબ હમેં ખુદ દોસ્તોં સે હી ડરના આયા...

કબ તલક કહેતે રહોગે થક જાઓગે,

‘રાઝ’ રુક જાઓ અબ તુમ્હારા ‘ઠીકાના’ આયા....

અબ ગમ નહીં

અબ મૈત ભી આ જાએ કોઈ ગમ નહીં મુજે,

પલભર મેં મૈને સારી ઝિદગી કો જી લિયા.

સાકી તેરે શરાબ કી ખ્વાહિશ નહીં મુજે,

અશ્કો સે મૈંને સારે સમંદર કો પી લિયા.

અબ કોઈ ભી ગીલા નહીં યાશીકવા હૈ તૂમસે,

ખામોશી કે ધાગોં સે મુંહ અપના સી લિયા.

ખ્વાહિશ

હમને તો રોશની કે લિયે

માગી થી એક શમ્આ

તૂમને દે કે આફતાબ

હમેં ક્યું જલા દીયા....

હમને બુઝાને ખ્વાસ

ઘૂંટ પાની માગા થા

તૂમને તો સમંદર મેં

હમેં ક્યૂં ડૂબો દીયા...

હમને તુમ્હારે સાથ

તન્હા પલ કુછ માંગે થે

તૂમને હમેં સહરા મેં

તન્હા છોડ દીયા....

ઓલી પાર

મારો પિયુ ગયો છે ઓલી પાર

ઓ માઝી લઈ જાને ઓલી પાર......

એના વિના આ સૂને સંસાર

ઓ માઝી લઈ જાને ઓલી પાર......

પ્રીતમને મળવા હું હાલી અલબેલી

છોને રે જોતી સરથી સાહેલડી

મને કોઈની નથી દરકાર.....ઓ માઝી.....

વિરહની વેદના મન ને રુલાવે

ઠંડો આ વાયરો તન ને જલાવે

મારા રુદીયા પર લાગે છે ભાર....ઓ માઝી....

પિયુ વિના જગ સૂનું આ લાગે,

નમણાં ફૂલો પણ કાંટાળા લાગે,

જોને પાનખર થઈ આ બહાર...ઓ માઝી....

આંખો બિછાવી પિયુની રાહમાં

વર્ષો વિતાવ્યાં પિયુની ચાહમાં

ક્યાં અટકી ગયો ભરથાર....? ઓ માઝી....

સાવન

રુત બિત જાયે સાજના

તુ ક્યોં ના આયા બાલમા...

બેરી યે સાવન આગ લગાયે

તન તો ભિગાયે મન કો જલાયે...(૨)

યાદ તેરી તડપાયે સાજના.....(૩)

રુત બિત....

કાલી ઘટાયેં ઉમડકે આયે

ગડગડ ગડગડ બાદલ ગરજે

ગીત તેરે કોઈ ગાયે સજના...(૩)

રુત બિત....

ઝરમર ઝરમર સાવન બરસે

તેરે મિલનકો મન મેરા તરસે

મનકો રુલાયે સાજના...(૩)

રુત બિત....

થનથન થનથન દાદુર નાચે

મેં વિરહન મોરે પીયાકો યાચે

તુ ક્યોં સતાયે ? સાજના...(૩)

રુત બિત....

કરૂણ રસ

ભૂકંપ (ખંડહર)

દિખતા તો યે એક ખંડહર હૈ

ફિર ક્યા યે વોહી શહર હૈ ?

હાં હાં હાં યે વહી શહર હૈ...

આયા એક તૂફાન કહાં સે, બના ગયા શહરો કો ખંડહર,

કાંપી ધરતી રોયા આસમાં, કુદરત કે આતંક સે ડરકર.

આસમાં સી ઊંચી ઈમારત ઉસમેં બસતે ઊંચે લોગ,

બગલ મેં એક છોટી સી કુટિયા ઉસમેં થે છોટે સે લોગ.

કાંપ ઊઠી જબ ધરતી માં તો ઉસને ના દેખા ઊંચનીચ,

હીલા કર રખ દી બડી ઈમારત બના દીયા ચુટિયા પર ઢેર.

કીસીને અપના બાપ ગૅંવાયા, કીસીને ગૅંવાઈ અપની મૉં,

કીસીને અપની સંતાન ગવાઈ, કોઈ ખો ચૂકા સારા ઘરબાર.

કહીં થી બૂ ચિતાઓ કી કહીં થી રોને કી આવાઝ,

ઢેર કે સામને આસ લગાયે બૈઠે થે કહીં લોગ ઉધર.

તૂટી એક કુટિયા કે પાસ ઢૂંઢ રહી થી કુછ બુઢિયા ?

કીસીને પૂછા, ઉસસે સવાલ, ક્યા ઢૂંઢ રહી હોયહાં અમ્મા ?

બુઢિયા આકુલ વ્યાકુલ બોલી ઢૂંઢ રહી હૂં મેં યહાં,

એક હી થી મેરી બુઢાપે કી લાઠી છૂટ ગઈ હૈ જાને કહાં.

ક્યા મંઝર થા ? દેખકર ‘રાઝ’ રોતે થે પથ્થર ભી આંસુ,

ફિર ક્યોં કઈ મોમ કે દિલ કો પીઘલા ન સકે યે આંસુ.

કુદરત કા ક્યા ‘રાઝ’ યહાં યા કુદરત જાને ઉસકા રાઝ,

પર ઉસકે યે તાંડવપન સે કંઈ હો ગયે બેઘર બે આશ.

ભૂકંપ (માનવતા)

ઓ હિંસક પ્રાણી, ઓ ક્રુર માનવ

સામે છે તારી આ કુદરતનો રોષ

શીદને તું ડરતો નથી જોઈ એનો પ્રકોપ ?

શીદ ને છીનવે હક હકદારનો ?

શીદ ને ચૂંપે દેહ મડદાનો ?

બની જાશે બીજા ભવ તારો

એક રખડતા કૂતરાનો...

કુદરતનો આ પ્રચંડ પ્રકોપે બનાવ્યાં શહેરોને ખંડેર

જોયા નથી ગરીબ તવંગર

બનાવ્યા સૌના ઘર ઢેર

કોઈએ ખોયો નાથ, કોઈએ ખોયો લાડકવાયો

કોઈ સુહાગણોના સિંદૂર ભૂંસાયા,

તો કોઈ માતાનાં તો દૂધ સૂકાયાં

સમય છે તારી પાસે, સુધારી લે તું તારો ભવ,

નહિતર તુજને ભરખી જાશે કોઈના વિશ્વાસનો દવ.

આશિયાના (તિન્કા)

એક એકતિન્કા ચૂનકે બનાયા થા આશિયૉં,

એક આગ આકે ઘર કો હમારે જલા ગઈ...

ગુલશન મેં મિલકે રહતે થે, હમ પંછી એક સાથ,

આંધી ઊઠી કહીં સે હમેં કર જુદા ગઈ...

દિનભર કી મહેનત સે ભરતે થે અપના પેટ

પલભર મેં મહેનત કો ધુઆં બના ગઈ...

સહમેં હુવે સભી થે બચ્ચે જવાન બુઢે,

આંખો કે આગે દુનિયા કોહરા બના ગઈ...

ના છત રહી સરપે ના ઝમીન પર મકામ

બસી બસાઈ બસ્તીયોં કો રાખ કર ગઈ...

ક્યાં થી ખતા હમારી બતલાઓ તો ઝરા ?

કિસ જુર્મ કી સઝા હમેં ઝિંદા ખા ગઈ...

હમ કો ન થા આગાહ કે એસા કભી હોગા,

એક દુજે કે એતબાર કો પલ મેં મીટા ગઈ...

ઈન્સાનિયત કો જલતા દેખ ખુદ મૌત રો ઊઠી,

હૈવાન કી હૈવાનિયત ના બાઝ આ ગઈ...

લડતે થે હમ તો હરદમ, સરહદ કે દુશ્મનોં સે

ઘર કે હી ભેદી સે ‘રાધ’ માત ખાઈ ગઈ....

ભૂકંપ (ધ્રુજારી)

સવારના પહોરમાં આવીને કંપાવી ગયું એ

ન જાણે શું હતું એ....?

ભલભલાનાં હૈયાં ધ્રુજાવી ગયું એ

ન જાણે શું હતું એ....?

ઊચાં મકાનેને માટીમાં રગદોળી ગયું એ

ન જાણે શું હતું એ....?

પૈસાદારોને કંગાલ, ગરીબને પાયમાલ કરી ગયું એ

ન જાણે શું હતું એ....?

ચારે કોર ચીસાચીસ, રાડારોડ કરાવી ગયું એ

ન જાણે શું હતું એ....?

ચોતરફ દુર્ગંધ મારતી લાશોના ઢેર બિછાવી ગયું એ

ન જાણે શું હતું એ....?

નાનાં બાળુળાં ને અનાથ, ઘડપણ ને લાચાર બનાવી ગયું એ

ન જાણે શું હતું એ....?

કોઈના હાથની મેંદી નો રંગ ભૂંસાવી ગયું એ

ન જાણે શું હતું એ....?

હજારો ને ઘાયલ કરીને ગુજરાતને પાયમાલ કરી ગયું એ

ન જાણે શું હતું એ....?

નજદીક ને દૂર કરીને દૂર ને નજદીક લાવી ગયું એ

ન જાણે શું હતું એ....?

ઊજડા શહર

યે શહર અબ વો શહર નહીં,

ન જાને કિસકી નઝર લગી ?

યહાં ઝીલમીલાતે ચિરાગ થે,

યહાં ટીમટીમાતે સીતારે થે,

યહાં હર દિન એક ઈદ થી,

યહાં હર રાત દિવાલી થી,

અબ યહાં અમાસ કી રાત હૈ...ન જાને કિસકી નઝર લગી ?

યહાં ઊંચે ઊંચે મકાન થે,

જીસમેં રહતે ઈન્સાન થે,

યહાં મહેફિલોં કી થી રોશની,

જહાં બજતી થી હર રાગિની,

અબ યહાં બચે ખંડહર હી હૈ...ન જાને કિસકી નઝર લગી ?

યહાં બાગોં મેં બહાર થી,

યહાં તિતલિયાં હઝાર થી,

યે સૅંવરતા થા દુલ્હન કી તરહાં,

યે મહેકતા થા ગુલશન કી તરહાં,

અબ યહાં પતઝડ કે નશાં હૈ...ન જાને કિસકી નઝર લગી ?

સૂના જહાં

આજ સૂના ક્યું જહાં ?

ઉજડા ઉજડા હૈ સમાં

કૌન આકર લે ગયા...યે જહાં કી ખુશીયાં....આજ સૂના.....

ક્યું હૈ ખામોશ ઝબાં

ક્યું નહીં કરતી બયાં

કૌન આકર લે ગયા...મીઠી મીઠી બોલીયાં...આજ સૂના.....

હર તરફ ક્યું હૈ ધુઆં

કહાં જલતા હૈ મકાં

કિસને આકર હૈ લગાઈ આગ કી તીલીયાં...આજ સૂના.....

કિસ કે કદમોં કે નશાં

કૌન આયા થા યહાં ?

જાને યે કૌન ચલા કર ગયા પીઠ પર છૂરીયાં ?આજ સૂના.....

‘રાઝ’ અબ કર ન બયાં

કોઈ ગમગીન દાસ્તાં

સુનકે બાતેં તેરી, અબ રો ઊઠા આસમાં.....આજ સૂના.....

પરેશાં ક્યુ હૈ ?

ધુંધલા ધુંધલા મેલા મેલા સા યે સમાં ક્યું હૈ ?

ખોયા ખોયા ઉજડા ઉજડા સા યે જહાં ક્યું હૈ ?

જાને યે કૈસી બેચેની ક્યું સન્નાટા ?

હર તરફ ફીર ભી ઊઠા હુવા તુફાં ક્યું હૈ ?

પાસ મંઝિલ હૈ બહોત રાસ્તે આસાં ફીર ભી

જંગલો મેં યે ભટકતા કારવાં ક્યું હૈ ?

અભી કુછ દેર હી પહલે તો આઈ થી બહાર

ફીર કહાં બાગ મેં પતઝડ કે યે નશાં ક્યું હૈ ?

હમ કો સબ મીલ હી ગયા ઝિંદગી મેં જો ચાહા.

ફીર યે પાગલ દિલ બેચેન પરેશાં ક્યું હૈ ?

બાદલો સે તો અભી બરસી થી યહાં બરસાત

ફીર ભી યે ખૂન બરસતા આસમાં ક્યું હૈ ?

કોઈ રહતા નહીં ઈસ શહર મેં ખાલી હૈ શહર

ફિર ભી હર ઓર યે જલતે હુવે મકાં ક્યું હૈ ?

કહના તુમ્હેં બહોત હૈ ‘રાઝ’ કહતે ક્યું નહી ?

ચહેરા ચૂપચાપ ખામોશ યે ઝબાં ક્યું હૈ ?

હ્ય્દયનું રુદન

ખનકતી બંગડીનો ખનકાર મીઠો તો ઘણો લાગે

જીવનની એકલતા શું છે.

પૂછી જુઓ કોઈ વિધવાનાં કંગનને...

સજીવોના બદન પર શોભતાં રંગીન કપડાંઓ,

મરણની શું કિંમત છે.

પૂછી જુઓ મૃતકના કફન ને...

વસંતની મોરમાં ખીલ્યાં કર્યું છે સદા તમે

સૂકી પાનખર શું છે ?

પૂછી જુઓ પેલા વેરાન ચમનને...

થોડા વૈભવથી તમે આંબી ગયા ઊંચાઈએ

મહાનતા શું છે ?

પૂછી જુઓ વિશાળ ગગન ને...

રેશમી શાલ લપેટીને શોભાવી તમે મહેફિલો

કાતિલ ઠંડી શું છે ?

પૂછી જુઓ નગ્ન લાચાર બદન ને...

ગરીબોને મજાકોથી ખૂબ કર્યા અટ્ટહાસ્યો

આંસુની શું કિંમત છે ?

પૂછી જુઓ મજબૂર નયન ને ?

ફક્ત એક સ્મિત જોઈ સમજ્યા ‘રાઝ’ ઘણા ખુશ છે.

રુંધાવું શું છે ?

પૂછી જુઓ હ્ય્દયના રુદનને

પદ્યભાવ તરંગ

જિંદગી કા ક્રમ

યે ઝિંદગી કા ક્રમ હૈ,

કુદરત કા યે નિયમ હૈ...

ફૂલોં કે સાથ કાંટે,

છાયા કે સાથ ધૂપ,

ખુશીયોં કે સાથ ગમ,

ભરતી કે સાથ ઓટ,

યે ઝિંદગી કા ક્રમ હૈ,

કુદરત કા યે નિયમ હૈ....

પતઝડ કે બાદ સાવન,

બચપન કે બાદ યૌવન,

હર સુખ કે સાથ દુઃખ,

યે ઝિંદગી કા ક્રમ હૈ,

નારી

નારી તૂં તો મહાન હૈ,

ઈન્સાન કી પહચાન હૈ,

તૂજ સે હી તો યે જહાન હૈ,

કુદરત કા તૂં વરદાન હૈ...નારી

તૂંને મા બનકર નીભાઈ મમતા,

બેટી બનકર નીભાયા રિશ્તા,

કભી બની બહન તૂ કીસી ભાઈ કી,

કભી બની તૂ અર્ધાંગિની,

રિશ્તો કી તૂજ સે પહચાન હૈ...નારી

તૂને જન્મ દીયા એક જીવ કો,

તુને જલા દીયા એક દીપ કો,

બાબુલ કો અપને છોડકર,

સંભાલા અપને પ્રીત કો,

તૂજે દગા દે વો હેવાન હૈ...નારી

હોલી આઈ રે

હોલી આઈ રે....

હો...તૂને મારી પ્રેમ કી હોલી

મેરી ભીગ ગઈ દેખો ચોલી

મૈં ગાને લગી પ્રિત કી બોલી

કે હોલી આઈ રે.....

મૈને આંગન સજાઈ રંગોલી

તૂ લેજા મેરી ડોલી,

કે હોલી આઈ રે.....

બજાને લગા ઠોલ ઠોલી,

મેરી પાયલ છમછમ બોલી,

કે હોલી આઈ રે.....

તૂને સુરત બનાઈ બડી ભોલી,

મેરી ભર ગઈ પ્રેમ સે ઝોલી,

કે હોલી આઈ રે.....

ઝિન્દગી

ઝિન્દગી તુજ સે હમને ક્યા પાયા....?

ઝિન્દગી તુજ સે હમને ક્યા ખોયા....?

કભી બહાર બનકે તૂં હમ પે છાને લગી (૨)

કભી કભી ખુદ હમકો પતઝડ મેં પાયા....

ઝિન્દગી તૂજ સે હમને ક્યા પાયા....?

કભી ચૂનવાયે તૂને મહેલ ઊંચે ખ્વાબોં કે (૨)

કભી કભી હમને તુજ મેં ખંડહર પાયા....

ઝિન્દગી તૂજ સે હમને ક્યા પાયા....?

કભી સાગર કી ઠંડી મોજો પે ઊઠાયા (૨)

કભી સાગર કી ભંવર મેં ઉલઝાયા,

ઝિન્દગી તૂજ સે હમને ક્યા પાયા....?

વફા

હમ ના ફરિયાદ કરેંગે ના શિકાયત હી કરેગે

ચાહા હૈ તૂમ્હેં હમને તુમસે હમ વફા હી કરેગે...

હમ તડપતે રહે ઝિન્દગી ભર મુહબ્બત કે લિયે

તુમ સે મીલી જો મુહબ્બત ઝિન્દગી કે લિયે

ભલા ફિર કૈસે તુમ્હેં બેવફાઈ કરેગેં....હમ ના ફરિયાદ

તુમ્હેં પાકર હમેં ઝિન્દગી બહાર સી લગી.

વરના હમ તો ભટક રહે થે વીરાનોં મેં

તુમ્હારે પ્યાર પે અપની જા નિસાર કરેંગે...હમ ના ફરિયાદ

મુસાફિર ખાના

દુનિયા એક મુસાફિર ખાના હૈ...કભી આના હૈ કભી જાના હૈ

કોઈ મિલતે હૈ કોઈ બિછડતે હૈ...યહી તો એક અફસાના

હૈ....દુનિયા....

હમ કામ કરે કુછ ઐસે કિ લોગ હમેં ભી યાદ કરેં

કોઈ યાદ કરે જાને કે બાદ, યહી બડા નઝરાના હૈ....દુનિયા....

કુછ પલ યહાં સુખ કે આતે હૈ, કુછ પલ દુઃખ કે ભી આતે હૈ.

ઈસ દુઃખ સુખ કે સમય મેં હમેં કભી રોના ફિર હંસ જાના

હૈ....દુનિયા....

કભી ગર્મ ધૂપ હોતી હૈ યહાં, કભી સર્દ છાંવ કી ઠંડી યહાં

ઈસ ધૂપ છાંવ કે મૌસમ મેં, કભી બદલી બન બરસ જાના

હૈ....દુનિયા....

કભી તેજ હવાયેં ચલતી સાગર ભી મૌજે લેતા હૈ

ઈન આંધી ઔર તૂફાનો મેં, હમેં નૈયા પાર લગાના હૈ....દુનિયા....

કભી બચપન હૈ, કભી યૌવન હૈ, કમઝોર બુઢાપા યહાં કભી

જીવન કી ઈસ બગીયા મેં, કભી બહાર પતઝડ આના

હૈ....દુનિયા....

મેં કૌન હું ?

મેં કોઈ બર્ફ નહીં ગર્મી સે પીઘલ જાઊંગી

ચાહે પત્થર હી કહો ચાહે મૂરત હી કહો.

હર ઈરાદે હે મેરે દિલ કે મઝબૂત બહોત

ચાહે પર્બત હી કહો ચાહે ચટ્ટાન કહો...

નહીં રુકના સદા બઢના હૈ મેરા મકસદ

ચાહે નદીયા હી કહો ચાહે ઝરના હી કહો...

મેં ઈક તૂફાન હું પત્થર સે ભી ટકરાઊંગી

સાગર કી મોજ કહો ચાહે આંધી હી કહો...

મુજ મેં એક આગ હૈ છુઓગે તો જલ જાઓગે

ચાહે બીજલી હી કહો ચાહે જવાલા હી કહો

મુજ કો છૂના હૈ આકાશ કી ઊંચાઈ કો ચાહે પંછી હી કહો ચાહે

બદલી હી કહો...

છાયા હૈ મુજ પે નશા શેરો શાયરી કા બહોત

ચાહે શાયર હી કહો યા શરાબી હી કહો.

કહે લેને દો

દિલ મેં હૈ આજ કોઈ બાત તો કહે લેને દો,

હો ચૂકી હે ખત્મ રાત તો કહે લેને દો....

યૂ તડપના અબ નહીં ગંવારા હમ કો,

આજ હૈ આખરી મુલાકાત તો કહે લેને દો...

બહોત વક્ત સે દબે હુવે હૈ યે દિલ મેં,

આજ ઈન દબે હુવે આંસુ કો બહે લેને દો.....

હમેં આદત સી પડ ગઈ હૈ જુલ્મ સહને કી,

અબ કુછ ઓર જો બચે હૈ સહે લેને દો........

યાદેં

પીછે મુડ કે હમને જબ દેખા, ગુઝરા વો ઝમાના યાદ આયા.....

બીતી એક કહાની યાદ આઈ, બીતા એક ફસાના યાદ આયા.....

સીતારોં કો છૂને કી ચાહત મેં

દીયે કી રોનક ભૂલ ગયે (૨)

જલ શમ્આ જલી એક કોને મેં

હમ કો પરવાના યાદ આયા...પીછે મુડ....

શીશે કે મહલ મેં રહકર હમ, તો મુસ્કુરાના ભૂલ ગયે

પીપલ કી ઠંડી છાંવ તલે, વો હસના હસાના યાદ આયા...પીછે

મુડ....

દોલક હી નહીં જીને કે લિયે

કભી પ્યાર ઝરૂરી હોતા હૈ.

જબ સમજે હમ એક આહ ! હુઈ

હમ કો પરવાના યાદ આયા...પીછે મુડ....

શહરોં કી ઝગમગ ઝગમગ મેં

ગીત વફા કે ભૂલ ગયે

સાગર કી લહરોં પે હમને

ગાયા થા તરાના યાદ આયા...પીછે મુડ....

ચલતે હી રહે ચલતે હી રહે

મંઝિલ કા પતા માલૂમ ન થા.

વો ગાંવ કી ભીગી મિટ્ટી કા

અપના વો ઠીકાના યાદ આયા...પીછે મુડ....

અય ‘રાઝ’ કલમ તૂ રોક યહીં

વરના હમ ભી અબ રોં દેગે

તેરી યે ગઝલ મેં હમકો ભી

કોઈ વક્ત ‘પુરાના’ યાદ આયા...પીછે મુડ....

પ્યાસ

કુંજા માં ભર્યા પાણીથી કેવી છિપાશે પ્યાસ ?

તમને તો જ્યારે પૂરા સમંદરની પ્યાસ છે...

જીવનના રણમાં ધનની પાછળ આમ તેમ ન દોડ.

તપતા આ રણમાં તુજ ને એ મૃગજળના ભાસ છે.....

તું ગર્વ ન કર તારી યુવાનીના નશા પર,

હંમેશા સૂર્યોદય પછી સૂર્યાસ્ત છે....

તું રોયા કર ન અમીરોના મહેલોને જોઈને

તારે તો નીચે ધરતી, ઉપર આકાશ છે.....

આ ચંદ્રમાં ભલે ને કરે રૂપ ગર્વ પર

એને ખબર નથી કોઈ રાત અમાસ છે....

તું શોધતો રહ્યો ઈશ્વર ને બૂત બૂત પર,

જાણ્યું ન તેં તારા જ દિલમાં રબ નો વાસ છે....

તું સૂંઘતો રહ્યો કસ્તુરી ની સુગંધ

જાણી ન શક્યો મૃગ તારી આસપાસ છે....

છોડી દેશે સ્વજનો, તને કોઈ માર્ગ પર,

પડછાયો ફક્ત તારો સાથી તારી આશ છે....

સૃષ્ટિ જો ઓઢે આવરણ અંધકારનું,

તું જાગ તારી પાસે મનનો પ્રકાશ છે....

તારી આ ગઝલથી ‘રાઝ’ યાદ કરશે જગ

તારી આ ગઝલમાં મને વિશ્વાસ છે.....

લઈ જાઓ છો એમાં તો મને કહેશો જરા.

એમાં આત્મા નથી ફક્ત મારી લાશ છે......

માનવ બનીએ

આવો આપણે સૌ માનવ બનીએ,

નાત જાત ના ભેદ ભૂલીને,

દુઃખીઓનાં આંસુ લૂંછીને,

આવો આપણે સૌ માનવ બનીએ......

ઈશ્વર અલ્લાહ સહુ છે એક,

ભજવાની રીતો ભારે અનેક,

ગીતા કુરાન ના બોધ પઢીને (વાંચીને)

આવો આપણે સૌ માનવ બનીએ......

ના મારું આ ના તારું આ

આ તો સૌનું સહિયારું છે.

જીવનનો આ મર્મ બનાવી.

આવો આપણે સૌ માનવ બનીએ......

છોડી દઈએ દાનવતાને

અપનાવીએ હવે માનવતાને

અનાથોના નાથ બનીને

આવો આપણે સૌ માનવ બનીએ......

ખોજ

છવાઈ જાયે શ્યામલ શી ઘટા આ નીલા અંબર પર,

રૂપેરી વાદળોમાં હું કોઈ વીજળીને શોધું છું....

જો છેડે કોઈ સરગમ ના સુરોના તાર અંતરથી,

હું એના રાગથી મનના તૂટેલા તાર શોધું છું....

યુવાનીના નશામાં છોડી દે ખુદની જનેતાને,

એની જનનીના પાલવમાં એના બચપનને શોધું છું...

ખરેલા પર્ણ જો પથરાઈ જાયે શુષ્ક ધરતી પર,

એ વૃક્ષ ની ડાળે ડડાળે હું કોઈ કુંપળને શોધું છું...

કદી ભૂલી પડું વેરાન રણમાં એકલી પ્યાસી,

તપતી રેતના કણમાં કોઈ મૃગજળને શોધું છું.....

કદી અટવાયે મુજ નૈયા મઘદરિયે સમંદરમાં,

સમંદરની વચોવચ કોઈ તણખલાને શોધુ છું......

બની જાયે કોઈ નિર્દોષ ભોગ અત્યાચારીનો,

એના પાષાણ શા ઉરમાં કોઈ ધબકાર શોધુ છું.....

કદી છીનવાઈ જાયે કોઈનાં નૈનોથી દૃૃષ્ટી.

હું એની આંખના ખૂણે કોઈ ઉજાશ શોધુ છું....

કદી જો માર્ગ પર દેખાય કોઈ ઘડપણ જતું મુજને,

એના જીવનમાં ખોયેલા એના યૌવનને શોધું છું.....

જગતના પાપના આ ભારથી ધરતી હલી જાયે,

ને ઊંચે આભમાં સૃષ્ટિના ઈશ્વરને શોધું છું........

દોડી’તી ગામ છોડી શહેરમાં અરમાન કંઈ લઈને,

શહેરની ભીડમાં ‘રાઝ’ હું તુજ ને શોધું છું........

મંઝિલ રહી ગઈ

ભલે ને મન તો ખેલ ખેલ જાતજાતના,

બધી નિર્દોષ રમતો સીમિત થઈ ગઈ બાળપણ સુધી...........

જગતમાં નામનાની સીડીઓ ચડતી રહી ઊંચે,

ને મંઝિલ રહી ગઈ નીચે, મારા આચરણ સુધી........

બહુ ભોગવ્યું સુખ મેં યૌવનના એ દિવસોમાં,

હવે તો ફક્ત નિસાસા બુઢાપાના જાગરણ સુધી........

ઘણી આશા હતી મારી ક્ષિતિજોને આંબવાની,

ન બંધાઈ ગઈ મર્યાદાના એક આવરણ સુધી......

બની તો ગઈ શાયર કોઈની ગઝલો ચુરાવીને,

કદી પહોંચી શકી ના ‘રાઝ’ શબ્દોના વ્યાકરણ સુધી.....

સ્પંદન

સ્થંભી ગયેલા પાણીમાં,

શીતળ જળના સ્પંદન ને,

કાંકરા ફેંકીને, ન જાણે કોણ જગાવી ગયું......?

હતી તો પાનખર હમણાં,

ગુલમહોરની ડાળે ડાળે,

આ વસંતને...ન જાણે કોણ મહેકાવી ગયું......?

ઉની ઉની રેતના રણમાં,

ઠંડા પાણીના ઝરાને, ન જાણે કોણ પ્રગટાવી ગયું......?

અંધારી અમાસની કાળી ડિબાંગ,

ભેંકારને સૂમસામ રાતોમાં,

આ શીતળ ચાંદનીને, ન જાણે કોણ રેલાવી ગયું......?

ગ્રીષ્મમાં તપતીને ધગધગતી,

શુષ્ક આ ધરા પર,

લીલીછમ ચાદર, ન જાણે કોણ પથરાવી ગયું......?

તૂટેલા સાઝ ના એ

બેસૂરા તાર પર

સરગમ ના રાગને હમણાં, ન જાણે કોણ વગાડી ગયું......?

અડધી રાતલડીમાં,

ઘેરી મીઠી નીંદરમાં,

આવીને શમણામાં ‘રાઝ’,તુજને ન જાણે કોણ જગાડી ગયું......?

અમારી ગઝલો

અમારી ગઝલના ‘શેર’થી ઈરશાદ ભલે ન કહો,

ફક્ત વખાણને ખાતર બસ એક ‘વાહ’ આપી દો.....

અમારી તારીફોનો ગુલદસ્તો તમે ન આપો તો,

ફક્ત દેખાવને ખાતર બસ એક ‘ફૂલ’ આપી દો.......

૬૬

તમને હોય મુબારત તમારાં અટ્ટહાસ્યો,

અમારે મનને ખાતર બસ એક ‘સ્મિત’ આપી દો.......

મુજને ચાલશે સુખના દિવસો જો ન આપો તો,

દિલના ચૈનને ખાતર ફક્ત એક ‘રાત’ આપી દો.....

ભલે લઈજાઓ ના મંઝિલ સુધી હાથ પકડીને,

જીવનની રાહમાં થોડે સુધી બસ ‘સાથ’ આપી દો......

ઘણું કહેવું છે મનને જો સાંભળી શકો તો,

હળવું કરવા મારું મન, ‘મુલાકાત’ આપી દો.....

તમારા મૌનમાં જરૂર છે કંઈ ‘રાઝ’ છુપાયા,

અમારી જાણને ખાતર ફક્ત એક ‘વાત’ આપી દો.....

‘રાઝ’ બની જઈએ

જો પ્રીત મળે કોઈ તો ગીત બની જઈએ,

જો ગીત મળે કોઈ સંગીત બની જઈએ......

સંગીત મળે કોઈ તો સૂર બની જઈએ,

જો સૂર મળે કોઈ તો સરગમ બની જઈએ....

સરગમ જો મળે કોઈ તો તાલ બની જઈએ,

તાલ જો મળે કોઈ તો નૃત્ય બની જઈએ....

જો બુંદ મળે કોઈ તો સાગર બની જઈએ,

આકાશ મળે કોઈ તો પંખી બની જઈએ...

જો પુષ્પ મળે કોઈ તો પર્ણ બની જઈએ,

વૃક્ષ મળે કોઈ તો છાંય બની જઈએ....

આનંદ મળે કોઅઈ તો સ્મિત બની જઈએ,

જો હાથ મળે કોઈ તો સાથ બની જઈએ...

જો દીપ મળે કોઈ તો પ્રકાશ બની જઈએ,

જો ચાંદ મળે કોઈ તો ચકોર બની જઈએ.....

જો શેર મળે કોઈ તો શાયર બની જઈએ.

કોઈ ભેદને છુપાવવા ચલો ‘રાઝ’ બની જઈએ.

અધૂરપ

આટઆટલું, મળ્યું છતાં સંતોષ કેમ નથી ?

જે પામવું તું પામ્યું છતાં સંતોષ કેમ નથી ?

ખેલ્યાં, કૂદ્યાં, રડ્યાં, હસ્યાં બચપનમાં ઘણાં,

માવતરને ખોળે કૂદ્યાં છતાં સંતોષ કેમ નથી ?

ખીલ્યાં બનીને ફૂલ યૌવનના ચમનમાં,

ઘણી બહારો જોઈ છતાં સંતોષ કેમ નથી ?

રંગોને પીંછી લઈને ચીતરવું શરૂ કર્યું,

એક મેઘધનુષ ચીતર્યું છતાં સંતોષ કેમ નથી ?

લખવો હતો એક પાઠ જીવનનો મનપર,

ઈતિહાસ લખાયો છતાં સંતોષ કેમ નથી ?

ઊંચે ને ઊંચે આભમાં ચઢતાં ગયાં અમે,

આકાશને આંબ્યું છતાં સંતોષ કેમ નથી ?

જીવનની સફરનો અંતિમ પડાવ છે ‘રાઝ’

આ આવી ગઈ મંઝિલ છતાં સંતોષ કેમ નથી ?

સાથ

એક હાથ આપું હું એક તું જો આપી દે,

સરલ બનશે કામ આ જો તું સાથ આપી દે....

કેમ છે ચૂપચાપ તું કેમ છે ખામોશ તું ?

છોડ હવે મૌન ને એક વાત આપી દે....

કંટકોને પથ્થરો રાહમાં તો છે ઘણાં.

ડર નહિ દુશ્મનથી તું એને માત આપી દે.....

નથી જરૂર માહની કે વર્ષોની નથી જરૂર.

ઉકેલવા સવાલ આ દિવસો સાત આપી દે.....

ખૂબ છે બેચેન તે જરૂર છે આરામની,

સૂર્ય તું છુપાઈ જા એક રાત આપી દે.....

તું ક્યા સંબંધ ની ફિકર કરે છે આટલી ?

જાણવાને ‘રાઝ’ તું મુલાકાત આપી દે.....

અહેસાસ

ધરામાંથી આવતી હતી ભીનીભીની સુગંધ

વરસાદના આગમનની એ ‘વધામણી’ હતી.

તમે સ્પર્શ્યા અમને ને અમે શરમાયા

અમારી કાયા તારે ‘લજામણી’ હતી.

મહાલ્યા શીતળ ચાંદની રાતોમાં અમે

સફર અમારી સુંદર ‘હુલામણી’ હતી.

મચકોડીને મુખડું તમે અબોલા લઈ ગયા.

અમાસની એ રાત ‘બિહામણી’ હતી.

જીવનના ઉપવનમાં મન દઈને ખિલ્યાં

કેમકે વસંતતો ઋતુઓની ‘રાણી’ હતી.

કેવા ફસાયા એની જાળમાં તમે ‘રાઝ’ ?

બિછાયલી એ જાળ ઘણી ‘ડરામણી’ હતી.

જિંદગી જ બંદગી

જિંદગી તો બંદગી નું નામ છે. (૨)

જિંદગીમાં ડૂબો તો સાગર ની ઊંડાઈ છે.

જિંદગીમાં ઉંચે ચઢો તો આભની ઊંચાઈ છે (૨)

જિંદગી.....

જિંદગીનું દુઃખ સૂરજની અગન જ્વાલા છે.

જિંદગીનું સુખ ચંદાની શીતળ છાયા છે. (૨)

જિંદગી.....

જિંદગીનો સ્વાદ લો તો અમૃત થી પણ મીઠી છે.

જિંદગીને નફરત કરો તો ઝેરથી પણ કાતિલ છે. (૨)

જિંદગી....

જિંદગી જો થીલી ગઈ તો વસંતી કૂંપળ છે.

જિંદગી કરમાઈ તો પાનખરનું પર્ણ છે.

જિંદગી.....

શાયરની ગઝલ

કોઈ શેર લખવો નાની સૂની અમથી વાત નથી

શાયરની ગઝલમાં શાયર ખુદ સમાય છે.

અમથી ને અમથી ગઝલો કંઈ એમ લખાય છે ?

એમાં શાયરની સંવેદના ના સૂર રેલાય છે.

શાયરની કોઈ ગઝલમાં વિરહની વેદના છે.

શાયરની કોઈ ગઝલમાં મિલનની સંવેદના છે.

શાયરની કોઈ ગઝલમાં જઝબાત ખુમારી છે.

શાયરની કોઈ ગઝલમાં મસ્તી શાયરી છે.

જગતને કહેવાની વાતો ઘણી હોય છે.

શાયર તેની ગઝલમાં સઘળું કથ્હી જાય છે.

માનો પાલવ

ઓ માં! મુજને સાંભરે તારો પાલવ (૨)

આકાશથી વિશાળ એ તારો પાલવ....

ઓ મા...

તારા પાલવમાં તારાઓની ચમક,

જાણે સમાયું વિશાળ આભ એમાં.....

ઓ મા મુજને...

તારા પાલવને ફૂલોની મહેક,

જાણે સમાયું આખું ઉપવન એમાં...

ઓ માં મુજને....

તારા પાલવમાં ઊંડાઈ એટલી,

જાણે સમાયો સાગર એમાં

ઓ મા મુજને...

ડરતી હું તો તું છુપાવી લેતી મુજને,

રડતી હું તો મનાવી લેતી મુજને,

ઓ મા મુજને....

મને ખવડાવીને તું રહેતી ભૂખી

મને પીવડાવીને અમૃત તું પ્યાસી રહેતી.

ઓ મા મા તારી મેલી સાડીનો સુંદર પાલવ

ઓ માં ! મુજને સાંભરે તારો પાલવ.

ધર્મના ઝઘડા

ધરમનો ઝંડો હાથમાં લઈને

ફરો છો જાણે ખુદા બનીને !

ધરમને હથિયાર બનાવી

કેમ કરો છો મારામારી ?

નિર્દોષોની કરીને હત્યા,

ભૂલ્યા છો ખુદ ધરમ તમારો,

સાચો ધરમ તો છે માનવતા.

કરો તમે દુખિયાની સેવા,

કોઈ ભૂખ્યાને અન્ન આપી બતાવો,

કોઈ તરસ્યાની પ્યાસ બુઝાવી બતાવો.

કોઈ અનાથના નાથ બની બતાવો.

બે સહારાનો સહારો બની બતાવો, કેમ હવે પાછું ડગલું માંડો છે ?

કેમ કરો છો હવે પીછે હઠ !

ક્યાં છે હવે ધરમ તમારો ?

ક્યાં છે તમારી ખુદાઈ હવે ?

‘રાઝ’ સદા આ દુનિયામાં તો,

સદાથી ધરમને નામે ઝઘડા,

ધરમને તું હથિયાર બનાવી,

કદી ન છોડજે માનવતા.

જીવન

દુઃખમાં જો જીવી જાણું,

સુખમાં છકી ન જાઉં,

ધ્યેય જો આ જીવનનો તારો,

ઈજારો મળી જશે....

ભૂલ્યાંને માર્ગ આપીશ,

દુખિયાંનું દર્દ વહેંચીશ,

તું એકલો ભલે હો,

સહારો મળી જશે.

હિંમતન હારજે તું,

પીછે ડગ ન માંડજે તું,

બસ ચાલતો જ રહેજે,

કિનારો મળી જશે.

ચાંદો જો સાથ છોડે,

સૂરજ જો હાથ છોડે,

તુજને આ ‘રાઝ’ ‘તારા’

હજારો મળી જશે.

સરવાળો - ભાગાકાર

ના તીરથી તલવારથી, ના નોટ કે કલદારથી,

જીવનને જીવાય છે, કોઈ સાથ ને સહકારથી,

જીવન ને તો...

ધરતીથી એ તો વિશાળ છે, આકાશથી એ મહાન છે.

પહાડોની એમાં ઊંચાઈ છે, સાગરની એમાં ઊંડાઈ છે....

જીવન ને તો...

એમાં રાતનો અંધકાર છે, દિવલનો એમાં ઉજાસ છે.

ચાંદાની ઠંડક સમાઈ છે, સૂરજની એમાં આગ છે...

જીવન ને તો...

એ લાલ વધુ છે ગુલાલથી, એ શ્યામ વધુ છે રાતથી.

એ મધુર છે અમૃત સમુ, કાતિલ તો છે ઝેરથી...

જીવન ને તો...

પથ્થરથી પણ મજબૂત છે, મીણથી નરમ એ છે.

નાજુક વધુ છે ફૂલથી, કંટક થી પણ એ તીક્ષ્ણ છે...

જીવન ને તો...

કોઈ રણની એમાં પ્યાસ છે, જંગલનો એ અભ્યાસ છે.

એ સવાલ છે કોઈ જવાબનો, એ ગુણાકાર નો ભાગાકાર છે....

જીવન ને તો...

સરવાળો છે જીવનનો એ, મૃત્યુનો એ તો બાદ છે.

એ તો જાળ છે કોઈ રહસ્યની, એને સમજવું પણ ‘રાઝ’ છે.

જરૂર છે

કુબેરનો ખજાનો હું ક્યાં માંગુ છું ?

મુજને તો ફકત થોડી કૃપાની જરૂર છે.

નથી જરૂર રાજપાટ કે મહેલોની મને,

કબરને માટે થોડી જગાની જરૂર છે.

તૂં ભૂલ મારી વારે ઘડીએ માફ હવે ન કર,

ફરી પાપ ના કરું એ સજાની જરૂર છે.

સાકી તૂં મુજને થોડો કસુંબો તો આપી દે,

દુઃખડું ભૂલાવે એવા નશાની જરૂર છે.

ધર્મોને નામે લોહી ઘણાં વહી ગયાં

આ ભેદને મિટાવે એ ખુદાની જરૂર છે.

મનની આ વાતો લખતી રહી લખતી રહી ‘રાઝ’

‘એના’ સુધી પહોંચાડે એ ‘હવા’ ની જરૂર છે.

આ તે કેવી જીત ?

આ તે કેવી જીત ?

થંભી ગયેલું ગીત !

થીજી ગયેલું સ્મિત !....આ તે કેવી જીત ?

હજારોની ભીડમાં પણ,

નરી એકલતા શુન્યતા !

ખોવાઈ ગયેલ કોઈ મીત!....આ તે કેવી જીત ?

ચારેકોર ભાસતો અંધકાર,

રાતનું એકાંત રૂદન,

જાણે કોઈની ભીત !....આ તે કેવી જીત ?

શાંત પણ કંઈક કહેતું મન,

વિરહમાં તડપતું મન,

આ તે કેવી પ્રિત!....આ તે કેવી જીત ?

એક તરફ આકાશ વિશાળ,

પણ નમતો એ ધરા પર

કુદરતની આતે કેવી રીત ? આ તે કેવી જીત ?

માનવ થવું ગમે

કોઈ મને પૂછે કે શું થવું ગમે ?

હું તો કહું મને સૌ થવું ગમે...

ખળખળાટ કરતી નદીઓ થવું ગમે,

ચાંદની આપતો ચાંદ થવું ગમે..

ગડગડાટ કરતા વાદળ થવું ગમે...

ઝરમર વરસતા સાવન થવું ગમે...

પર્બતથી વહેતા ઝરણા થવું ગમે,

ખેતરોમાં પાક બની મ્હાલવું ગમે...

મોર બની કળા કરવું મને ગમે,

કોયલ બની કુક કુક કરવું ગમે...

શિયાળાની ભારેમાં ઝાકળ થવું ગમે,

દરિયાના અથડાતાં મોજાં થવું ગમે...

મધમધતી મહેકતી વસંત થવું ગમે,

આકાશ સમા વિશાળ બનવું ગમે...

ધરતી જેવા મહાન બનવું ગમે,

સાત રંગના મેઘધનષ થવું પણ ગમે....

દુનિયા ઘડનાર ઓ ‘તાત’ મને સૌ થવું ગમે,

સૌથી વધુ લાગણીભર્યા માનવ થવું ગમે....

એક કહાની

વર્ષો પુરાની કહાની છે આ,

ધરા ને ગગનની કહાની છે આ,

કુદરતને ખોળે ઉપવન હતું.

ફૂલોથી એ મધમધતું હતું.

નાની શી સુંદર કળી એક હતી,

સુદરતા એને મળી કંઈ હતી,

આવી વસંત બની ગઈ તે ફૂલ !

સુંદરતા એની બની અમૂલ,

હતી ખૂબ કોમળ પણ ચંચળ હતી,

કાંટાઓ સાથે પણ રમતી હતી.

આવી ચઠ્યો ત્યાં એક રાજકુમાર,

પડી ગઈ નજર પેલા ફૂલ પર,

પકડી’તી હઠ ફૂલને પામવાની,

કિંમત લગાવી બધું આપવાની,

ચૂંટી લીધું ફૂલ ઉપવનથી એણે,

સજાવ્યું મહેલમાં કાળજીથી એણે,

સમયે બદલ્યાં વહેણ એના ઘડીમાં,

બદલ્યાં રંગ રૂપાળા એ ફૂલના,

કહે ફૂલ મુજને મારું ઉપવન પ્યારું,

જ્યાં ખીલ્યું હું એ ઉપવન ન્યારું. ન મહેલોમાં મળતી મને ઠંડી હવા,

ન ભમરાની ગુંજ ના વસંતની મજા.

જિંદગીની રફતાર

મનને તૂ મજબૂત કર ઓ માનવી,

જિંદગીની આ જ તો રફતાર છે.

જિંદગીની આ રમત રમ શોખથી,

ક્યારે એમાં જીત ક્યારે હાર છે.

જિંદગીનું આ ગણિત અઘરૂ ઘણું,

ક્યારે સરવાળો ને ભાગાકાર છે.

જિંદગીનું વન અનેરૂ છે જો આ,

ક્યારે પતઝડ ક્યારે બહાર છે.

જિંદગીનું આકાશ જેવી છે વિશાળ

એક તારો ત્યાં નહી પણ હજાર છે.

સુખ ને દુઃખ તો જિંદગીના ખેલ છે,

જિંદગીનો આ જ તો પડકાર છે.

તુ અડગ થઈ જા ન હિંમત હાર જે,

જિંદગી તુજ પાસે જો લાચાર છે.

ધરતી પર તે જન્મ લીધો ‘રાઝ’ જો,

એમાં પણ ભગવાનનો ઉપકાર છે.

પ્રકૃતિ રસ

કોયલનો શોર

પંખીથી પાંખથી, નમણી એની ચાંચથી,

કુદરત દેખાય છે, જગની આ આંખથી.

કોયલના શોરથી, આંબાના મોરથી,

આવી વસંત જો પૂરા કિલ્લોર થી.

વાદળના ગડગડાટથી વીજળીના ચમકારથી,

આવ્યો મેહુલિયો ઝરમર ફુવારથી.

આભમાં પ્રકાશથી, કિરણોનાં બાણંથી,

આવ્યો સૂરજ સાત અશ્વોના સવારથી.

પક્ષીના કિલ્લોલથી સૂરજના તેજથી

ખથઈગઈ ભોર જો કૂકડા ના શોરથી.

‘રૂત’ બરખા

દેખો આઈ રૂત મસ્તાની,

આસમાન સે બરસા પાની.

પત્તે પેડ હુવે હરિયાલે,

ધરતી ને ચૂનરી ઓઢ લી ધાની....દેખો.....

પપીહા પીયુ પીયુ કરને લગા ઓર,

રૂત બન ગઈ બડી સુહાની....દેખો.....

મેંઠક ને જબ શોર મચાયા,

સૂની રાતેં હુઈ દીવાની....દેખો.....

બીજલી ચમકી બાદલ ગરજે,

મોસમ હુવા બડા તૂફાની....દેખો.....

કોયલ કી કુઉ કુઉ કુઉ સૂનકર,

‘રાઝ’ હો ગઈ બડી મસ્તાની....દેખો.....

બરખાને આકર જગ મેં ભરદી,

ફિર સે માનો નઈ જવાની...દેખો.....

અંકુર હું તો હજુ નાનું અંકુર,

સુંદર આ ઉપવનનું.

હું ન જાણું ભેદ જગતના,

કરતું હરું સદા મન નું.

મારા આ કોમલ હ્ય્દયમાં,

નથી ધરમના ભેદ.

હીંચકા લંઉ કોમળ ડાળી પર,

હરી લઉં મન સૌ જનનું.

દૂર રહે મુજ થી ઓ કંટક,

મન ને તું સમજાવ.

શો ભેદ છે ઊંચ-નીચનો,

કહી ને ન ભડકાવ.

તું રહીશ સદા કાંટાળો

હું ફૂલ બનીશ કોઈ સ્વજનનું.

ફણગો

ધોમ ધખથા સૂરજની આ,

લાય ઝાય ગરમીમાં,

પરસેવેથી રેબઝેબ માનવ,

શોધે ઠંડક રણંમાં.

સહસા આકાશમાંથી,

સંભળાયો કોઈ સાદ,

વીજળી ઝબુકી ઝબુક ઝબુક,

વાદળનો ગડગડાટ.

મેહુલિયો વરસ્યો ઝર ઝર ઝર,

સૂકી ધરા ભીની થઈ,

સોંધી સોંધી સુગંધ ઉઠી,

છીપાઈ તરસ ધરાની.

ને...

ભીની ભીની માટીમાંથી

ફણગો કોઈ ફૂટ્યો.

અભિલાષા

એ તાત જગતના મને તું આપ હજુ એક જીવન

જે હોય દ્વેષથી દૂર કુદરત સાથે સુંદર જીવન.

મારા એ જીવનમાં મારી નિર્મલ અભિલાષા,

દ્વેષભાવથી દૂર સઘળી રાખું હું અભિલાષા.

મોજા બનીને સાગર સાથે લડવાની અભિલાષા,

પંખી બનીને આકાશમાં ગીતો ગાવાની અભિલાષા.

ડુંગરોની ઊંડી ઊંડી ખીણ ખોદવાની અભિલાષા,

પાતાળોના ખૂણે ખૂણા જોવાની અભિલાષા.

સૂરજની શક્તિ લઈ લેવાની અભિલાષા,

ચંદાનું અમૃત પી લેવાની અભિલાષા.

મેઘધનુષના રંગોને પામવાની અભિલાષા,

ઉષા-સંધ્યાના કિરણોને ચૂમવાની અભિલાષા.

રાતમાં તારા બની ઝબકવાની અભિલાષા,

વૃક્ષો પર વસંત થઈ ઝુળુંબવાની અભિલાષા.

પુષ્પ પર ભ્રમર બની ગુંજન કરવાની અભિલાષા,

સાગર પર સવાર થઈ મોજા બનવાની અભિલાષા.

સાવનમાં ઝરમર ઝરમર વરસવાની અભિલાષા,

નદીઓ બની ખડખડખડ વહેવાની અભિલાષા.

ઓ તાત જગતના.....

વામન વિરાટ

અમને નાની શી બુંદના સમજો તમે,

અમે જીદ પર અડી જઈએ તો સાગર બની જઈએ.

અમને રેતનું નાનું કણ ન સમજો તમે,

અમે જીદ પર અડી જઈએ તો રણ બની જઈએ.

અમને નાની શી વાદળી કહોના તમે,

અમે જીદ પર અડી જઈએ તો નદીઓ વહાવી દઈએ.

અમને નાનું શું બીજ કહોના તમે,

અમે જીદ પર અડી જઈએ તો વૃક્ષ બની જઈએ.

અમને નાની ચિનગારી ન સમજો તમે,

અમે જીદ પર અડી જઈએ તો જ્વાલા બની જઈએ.

અમને નાનું તણખલું ન સમજો તમે,

અમે જીદ પર અડી જઈએ તો દરિયો તરી જઈએ.

અમને નાનકડો દીપક ન સમજો તમે,

અમે જીદ પર અડી જઈએ તો પ્રકાશ બની જઈએ.

અમને નાની શી કુંપળ ન સમજો તમે,

અમે જીદ પર અડી જઈએ તો વસંત બની જઈએ.

કુદરત

ચાલો સૌ જીવનને માણી લઈએ,

કુદરતના રંગોને જાણી લઈએ.

એનાં રહસ્યો પિછાણી લઈએ,

ચાલો સૌ જીવનને માણી લઈએ.

ઓલું આકાશ કેવું વિશાળ ભાસે !

એની વિશાળતા સંદેશો શો આપે...

આકાશ સા મહાન બની જઈએ.....ચાલો....

ઓલો સાગર શો સંદેશો આપે ?

શું શું સમાયું એમાં સૌને સમજાવે ?

સાગર સમા વિશાળ બની જઈએ...ચાલો....

ધરતીને જોઈ તૂં સમજી લે માનવી,

શું શું ઝીલ્યું છે એની કાયા પર માનવી ?

ધરતીની જેમ ચાલો જીવી જઈએ....ચાલો....

લીલા આ વૃક્ષો શો સંદેશો આપે ?

થાક્યા પાક્યા ને છાંયડો આપે,

વૃક્ષો સમું જીવન મહેકાવી જઈએ...ચતાલો.....

વૃક્ષ

ધોમધમતા સૂરજની આ લાયઝાય ગરમીમાં,

પરસેવેથી રેબઝેબ માનવ, શોધે ઠંડક રણમાં.

ઊંચે આકાશમાં જોઈ તાત માગે વરસાદ.

ચોખ્ખું ચટ આકાશ જોઈ, થઈ જાયે નિરાશ.

સહસા આકાશમાંથી સંભળાયો કોઈ સાદ,

હે માનવ તારા પ્રતાપે જ નથી થયો વરસાદ.

હે માનવ તૂં કાપે વૃક્ષો, હે માનવ તૂં બાળે વૃક્ષો,

હે માનવ તૂં વેચે વૃક્ષો, શીદ ને આવે વરસાદ ?

વૃક્ષો આપે ફળફૂલને વૃક્ષો આપે અનાજ,

વૃક્ષો તો તારાં માટે મહાન એક આશીર્વાદ.

માનવે માફી માગી, વચન દીધું વૃક્ષારોપણનું,

વીજળી ઝબુકી ઝબક વાદળનો થયો ગડગડાટ.

મેહુલિયો વરસ્યો ઝરમર ઝરમર સૂકી ધરા ભીની થઈ,

સોંધી સોંધી સુગંધથી તરસ ધરાની છીપાઈ.

માનવ હવે સમજ્યો કે આ વૃક્ષોનો છે પ્રતાપ

વૃક્ષો છે જીવન ધરતીનું વૃક્ષો છે જગતના તાત.

ઘટા

છાઈ ઘટા ઘનઘોર,

કોન થા વો ચિત્તચોર ?

છાઈ...

ધક ધક ધક મોરા જીયરા ધડકે,

થીરક થીરક મન મોરા થરકે,

મન મોરા નાચે બનકે મોર...(૨)

છાઈ....

સુની નગરીયા ઝગમગ ચમકે,

કાલી બદરીયા રીમઝીમ બરસે,

ખાલી ગગરીયા ફીર ક્યોં છલકે...(૨)

કોન હે વો મન કા ચોર ?

છાઈ....

મૈં પગલી સાજન કો ચાહું,

બદલી બનકે બરસતી જાઉં,

વિરહન બનું મેં ઐસે કોઈ,

ચાંદ કો દેખ કે ચકોર....

છાઈ.....

ક્ષિતિજને પેલે પાર

ક્ષિતિજ ને પેલે પાર જવું,

મારે વાદળ પર થઈ સવાર......

ધરતી ગગનનો જોવો છે મારે એકાકાર.

મારે વાદળ પર થઈ સવાર...ક્ષિતિજ ને....

ધરતી, ગગન, સાગર, ગિરિમાળા,

કુદરતનો જ્યાં અખૂટ ભંડાર,

મારે વાદળ પર થઈ સવાર...ક્ષિતિજ ને....

ગિરિમાળાની પાછળ ઓલો,

સૂર્ય ભાસે ગોળાકાર,

મારે વાદળ પર થઈ સવાર...ક્ષિતિજ ને....

સૂરજ જ્યાંથી જગમાં આવે,

સાત અશ્વો પર થઈ સવાર,

મારે વાદળ પર થઈ સવાર...ક્ષિતિજ ને....

સાગર જ્યાંથી હિલોળા લેતો,

નિતનવા સજી શણગાર,

મારે વાદળ પર થઈ સવાર...ક્ષિતિજ ને....

ઉષા- સંધ્યાના કિરણો આવે,

જોવો છે એવો દ્વાર.

મારે વાદળ પર થઈ સવાર...ક્ષિતિજ ને....

ઓ વાદળ તૂ લઈ જા મુજને,

પગમાં થયો થનકાર,

મારે વાદળ પર થઈ સવાર...ક્ષિતિજ ને....