“ ‘વિશ્વાસ‘ એટલે સંબંધ નો ‘શ્વાસ’ “ HEMAL TRIVEDI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 46

    " આપને પણ તેઓની યાદ આવતી હશે ને..? જ્યારે પોતાના માણસો આપણાથ...

  • ફરે તે ફરફરે - 24

    ફરે તે ફરફરે - ૨૪. "સાહેબ મને માફ કરો મારો કોઇ ખરાબ ઇરાદો નહ...

  • નાયિકાદેવી - ભાગ 31

    ૩૧ માલવવિજેતા ગંગ ડાભી અને સારંગદેવ સોઢો ઊપડ્યા. જેમજેમ એ આગ...

  • ભાગવત રહસ્ય - 79

    ભાગવત રહસ્ય-૭૯   એકનાથ મહારાજના ગુરૂ –જનાર્દન સ્વામીએ –તેમને...

  • The First Attraction

    " રિંકી નો મારામાં મેસેજ આવ્યો. તમે મને શુ માનો છો ?1. લવર 2...

શ્રેણી
શેયર કરો

“ ‘વિશ્વાસ‘ એટલે સંબંધ નો ‘શ્વાસ’ “

‘વિશ્વાસ’ એટલે સંબંધ નો ‘શ્વાસ’

મુંબઈ ની સવારના લગભગ ૬.૪૫ નો સમય હશે ને રોજ ની આદત પ્રમાણે મલય ચર્ચગેટ સ્લોવ ટ્રેન માં કાંદિવલી થી ચડ્યો ને દરવાજા પાસે ટેકી ને ઉભો હતો , ટ્રેન ઉપડી ને આગલુ સ્ટેશન મલાડ આવ્યુ ત્યાંજ બાજુ ના લેડીસ ડબ્બા માં એક છોકરી ચડી ને મલય ની નજર કોમન અને લેડીસ ડબ્બા ની વચ્ચે ની જાળી માંથી એ છોકરી પર પડી , પહેલી નજરેજ ગમી જાય એવી પ્રિયા મલય ની આંખ માં વસી ગઈ , પહેલી નજર નો પ્રેમ તો નહોતો કદાચ પણ મલય તેની નજર પ્રિયા પરથી હટાવી ના શક્યો , ટ્રેન અંધેરી પોહચી ને મલયે જોયું કે પ્રિયા ઉભી થઇ ગેટ પાસે આવી એટલે એ પણ કદાચ મલય ની જેમ વિલેપાર્લા ઉતારવાની હશે અને એવુજ થયુ, મલય પોતાની જાત ને રોકી ના શક્યો ને લગભગ પ્રિયા નો પીછો કરવા લાગ્યો, એક ક્ષણ માટે પ્રિયા ને અહેસાસ થયો પણ, કે કોઈ એનો પીછો કરે છે પણ એણે બહુ ધ્યાન ના આપ્યું ને પોતાની બીજી સહેલીઓ સાથે એ મીઠીબાઈ કોલેજ તરફ ચાલવા માંડી,

મલય ‘એન. એમ. કોલેજ’ મા હતો ને પ્રિયા ‘મીઠીબાઈ’ મા એટલે રોજ નો કોલેજ આવવા નો બન્ને નો સમય અને રસ્તો એકજ હતો , થોડાક દિવસો આમજ ચાલ્યુ ને એક દિવસ અચાનક મલય ના એક મિત્રએ પ્રિયા ની ઓળખાણ મલય સાથે કરાવી , પ્રિયા ને ખબર તો હતી કે રોજ મલય તેનો પીછો કરે છે , પણ એ તે સમયે કાંઈ બોલી નહિ , ફક્ત એક સ્મિત આપ્યુ ને બન્ને છુટા પડી ગયા, ઓળખાણ મિત્રતામા ત્યારે પરિણમી જ્યારે મલય એ પ્રિયાને મીઠીબાઈ કોલેજ ના એક કાર્યક્રમ માં એક સુંદર ગીત ગાતા સાંભળી, પ્રિયા જેટલી સુંદર હતી એટલીજ સુરીલી ગાયિકા પણ હતી , મલયે કાર્યક્રમ પછી પ્રિયા ને અભિનંદન આપ્યા ને એની ગાયકી ના ખુબ વખાણ કર્યા , ત્યાંજ પ્રિયા ની એક સહેલી બોલી મલય તુ પણ સારુ ગિટાર વગાડે છે ને ? મલયે કહ્યુ સારુ તો ખબર નહિ પણ હા વગાડુ છુ, પ્રિયા એ તરત એને રિક્વેસ્ટ કરી કે ગિટાર ઉપર કોઈક સરસ ગીત વાગાડને ?, હવે પ્રિયા કહે ને મલય રોકાય ? એક સરસ મજાનો ૧૦ મિત્રો વચ્ચે મ્યુસીકલ પ્રોગ્રામ થઇ ગયો ને અખ્ખા હોલ મા મલય નું ગિટાર ને પ્રિયા નો સ્વર ગુંજી ઉઠ્યો .

સમય વીતતો ગયો ને મીત્રતા પ્રેમ માં બદલાઈ , બન્ને કોલેજ માં બેસ્ટ કપલ તરીકે મલય અને પ્રિયા ફેમસ થઇ ગયા , હવે તો મલય પ્રિયા ના ઘરે પણ જવા લાગ્યો હતો , પ્રિયા નું ઘર નાનું હતું છતાં ખુબ સુંદર સજાવી ને રાખેલું , કોલેજ પછી પ્રિયા સ્કુલ ના છોકરાઓ ના ટયુશન લેતી હતી જેથી ઘર ખર્ચ માં મમ્મી ને મદદ થાય, પ્રિયા ના પપ્પા નુ અવસાન ૨ વર્ષ પહેલા હ્રદય રોગ ના હુમલા ને લીધે થઇ ગયુ હતુ ત્યારથી આખ્ખા ઘર નો ખર્ચ પ્રિયા ની મમ્મી ના માથે હતો ,પ્રિયા ની મમ્મી એક પ્રાઇવેટ કંપની માં અકાઉન્ટસ વિભાગ માં કામ કરતા હતા , પ્રિયા ની મમ્મી એ પ્રિયા ને ઘણી વાર કહેલું મલય સામે લગ્ન નો પ્રસ્તાવ મુકવા પણ પ્રિયા ને હમણા લગ્ન નો વિચાર નહોતો કરવો.

કોલેજ પૂરી થઇ ને મલય ‘સી.એ.’ નું ભણવા સાથે નોકરી કરવા લાગ્યો ને પ્રિયા ને પણ એની મમ્મી ની કંપની માં જોબ મળી ગઈ , લગભગ બધુ સરસ ચાલતું હતું ત્યાં એક દિવસ મલય નો રાત ના ૧૧.૩૦ વાગે પ્રિયા પર ફોન આવ્યો, પ્રિયા ઊંઘ માંથી ઉઠી ને ફોન ઉપાડ્યો એટલે મલય નું પહેલું વાક્ય હતું , “પ્રિયા કાલે અપણે લગન કરીએ છીયે” , પ્રિયા એ હસતા હસતા મજાક કરી મલય ઊંઘ માંથી ઉઠ ને પછી વાત કર, મલય ના અવાજમા ગંભીરતા પારખી ને બીજાજ વાક્યમા પ્રિયા બોલી શું થયું અચાનક ? મલયે કહ્યું બધુ કાલે સમજાવીશ તુ સવારે ૧૧ વાગે મમ્મી સાથે મને બાંદ્ર્રા કોર્ટ પાસે મળ હું અને નિમેષ પહોચી જઈશુ , મારી વકીલ સાથે વાત થઇ ગઈ છે , બીજા દિવસે કોઈ પણ ચોખવટ કર્યા પહેલા મલય ને પ્રિયા ના કોર્ટ મેરેજ થઇ ગયા , કોર્ટ ની નીચે કેન્ટીન માં બેઠા બેઠા મલયે માંડી ને વાત કરી , એના પપ્પા ને પ્રિયા વિષે ખબર પડી ગઈ હતી ને પ્રિયા ના ઘર ની આર્થીક પરિસ્થિતિ એમના સામાજિક સ્ટેટસ ને શોભે એમ નોહતી એટલે એમણે મલય ના લગ્ન એમના બીઝનેસ પાર્ટનર શોભિત ભાઈ ની દીકરી સાથે ગોઠવી દીધા અને મલય ને પૂછવા નુ જરૂરી પણ ના સમજી, મલય ની મમ્મી થી આ વાત સહન ના થઇ ને એમણે મલય ને બદ્ધી વાત કરી દીધી , મલયે પણ પરિણામ નો કોઈ પણ વિચાર કર્યા વગર ફક્ત પ્રિયા પ્રત્યે ના પોતાના પ્રેમ પર વિશ્વાસ મૂકી ને પ્રિયા સાથે લગ્ન કરી લીધા .

જે વાત નો અણસાર મલય ને આવીજ ગયેલો એજ થયું , મલય ના પપ્પા કોઈ પણ રીતે પ્રિયા ને એમના ઘર ની વહુ સ્વીકાર કરવા તૈયાર નોહતા ને એમણે મલય સાથે સંબંધ તોડી નાખ્યો , પ્રિયા ને મલય એક ભાડા નું ઘર રાખી ને પોતાની નાનકડી દુનિયા માં ખુશ રહેવા લાગ્યા , મલય ની મમ્મી ઘણી વાર એના પપ્પા થી છુપાવી પ્રિયા ને મલય સાથે ફોન પર વાત કરી લેતી , પણ હવે સંબંધો માં ફરી મીઠાશ આવવી શક્ય લાગતી નોહતી, સમય વીત્યો નવા ઘર માં મલય ને પ્રિયા સેટ થવા લાગ્યા , એકબીજા ને અખૂટ પ્રેમ કરતા બન્ને ની એ નાનકડી દુનિયા સ્વર્ગ બનવા લાગી , મલય ‘સી.એ.’ પાસ થઇ ગયો ને હવે એ નોકરી સાથે પ્રેક્ટીસ પણ કરતો હતો , કમાણી સારી થવા લાગી એટલે એણે પ્રિયા ને કહ્યું કે હવે તુ નોકરી મૂકી દે આપણે અપણો ને તારી મમ્મી નો ખર્ચો આરમ થી કાઢી લઈશું , પણ પ્રિયા ને વ્યસ્ત રહેવું હતું ને એણે મલય ને માનવી પણ લીધો કે હજી આપણે બાળક નથી ત્યાં સુધી મને નોકરી કરવા દે.

આખ્ખા અઠવાડિયા નો થાક ઉતારવા મલય અને પ્રિયા રવિવાર ની સવાર ના લગભગ ૯.૩૦ સુધી સુતા હતા ને ત્યાં પ્રિયા નો ફોન વાગ્યો , કોણ હશે ? રવિવારે પણ લોકો હેરાન કરે છે, એવા વાક્ય સાથે પ્રિયાએ ફોન ઉપાડ્યો ને સ્ક્રીન પણ એની મમ્મી ના પાડોશી સોનલ ભાભી નું નામ જોઈ ને એને ધ્રાસકો પડ્યો, કારણ હજી કાલે રાતના જ તો મળ્યા હતા ને સવાર સવારમા શું થયું ? ને એનો ધ્રાસકો સાચો નીકળ્યો , એની મમ્મી ને પેરાલીસીસ નો એટેક આવ્યો હતો ને સોસાયટી વાળા એમને હોસ્પીટલ લઇ જવા નીકળ્યા હતા , મલય ને પ્રિયા ૧૦ મિનીટ માં સીધા હોસ્પીટલ પોહ્ચ્યા પણ મોડું થઇ ગયુ હતું , પ્રિયા ની મમ્મી એની રાહ ના જોઈ શકી , પ્રિયા એક ની એક દીકરી હતી , કોઈ ભાઈ નહિ કે કોઈ બહેન નહિ , મમ્મી ના મૃત્યુ પછી મલયજ પ્રિયા ની દુનિયા થઈ ગયો , મલયે ફરી એક વાર પ્રિયા ને દુઃખ માંથી બહાર કાઢવા કહ્યું કે ઓફીસ જઈશ તો મમ્મી ની યાદ અવ્યાજ કરશે તું હવે ઘરે આરામ કર , પણ પ્રિયા એ ના પાડી કારણ વ્યસ્ત રહેવું એની આદત અને મમ્મી ના મૃત્યુ પછી જરૂરિયાત થઇ ગઈ હતી.

ઓફીસ મા મમ્મી ની ગેરહાજરી એને ડંખતી તો હતી પણ ડેઇઝી આંટી એટલે કે ડેઇઝી રુસ્તમજી દસ્તુર , કંપની ના રીસેપ્શનીષ્ટ કમ મેનેજર, પ્રિયા ને એની મમ્મી ની કમી મહેસુસ નોહતા થવા દેતા , ડેઇઝી આંટી પ્રિયા ને એક દીકરી કરતા પણ વધુ પ્રેમ કરતા હતા , પ્રિયા ઘણી વાર ઓફીસ પછી એમના ઘરે પણ જતી ને બન્ને કલાકો સુધી ગપ્પા મારતા , થોડા સમય પછી પ્રિયા પાછી પહેલાની જેમ હસતી ખીલતી થઇ ગઈ , મલય પણ હવે વ્યસ્ત રહેવા લાગ્યો હતો , લગ્ન ને હવે ત્રણ વર્ષ પુરા થયા. એક વાર ડેઇઝી આંટી એ પ્રિયા ને મસ્તી માં પૂછ્યું ..એય છોકરી “અમુને ટારા પોયરા નું મો કારે બટાવવાનીછ ??” પ્રિયા નો ચહેરો પીળો પડી ગયો ને આંખે જળજળીયા આવી ગયા , હંમેશા હસતી રમતી પ્રિયા આજે આમ ? આંટી ને ચિંતા થઇ એટલે પાસે બેસાડી ને એને પૂછ્યું પણ પ્રિયા વાત ને ટાળી ગઈ , સાંજે પ્રિયા નુ મન નોહતુ તે છતા આંટી પ્રિયા ને એમના ઘરે લઇ ગયા , બપોરની કોઈજ વાત ન કરી બસ નોર્મલ વાતો ચાલતી હતી ને પછી પ્રિયા ને જવા ના સમયે આંટીએ એને ઉભી રાખી ને ભેટી પડ્યા , કંઇપણ બોલ્યા વગર બંન્ને જણ ઘણું બધુ બોલી ગયા , પ્રિયા ની અંખ માથી આંસુ સરી પડ્યા એ પોતાની જાત ને રોકી ના શકી ને બદ્ધી વાત આંટી ને કરી દીધી , આંટી ને પ્રિયા ની વાત સાંભળી લગભગ ચક્કર આવી ગયા , પ્રિયાએ એમને પાણી આપ્યુ ને શાંત પાડ્યા પછી પોતે ઘરે જવા નીકળી ગઈ .

પ્રિયા હમણા ઘણા સમય થી ઘરે રોજ મોડી આવતી હતી , મલય ઘણીવાર પૂછતો પણ હતો એને પણ એ કોઈ સરખા જવાબ નોહતી આપી સકતી , મલય ને લાગ્યું કે કામ નું ટેન્શન હશે એટલે એણે બહુ ધ્યાન ના આપ્યું . મલય ના એક ક્લાયન્ટ ના રેફરન્સ થી એને એક હોસ્પીટલ નું અકાઉન્ટ નું કામ મળ્યું ને એ દિવસે શનિવારે એ ઓફીસ થી વહેલો નીકળી એ હોસ્પિટલ માં અકાઉન્ટ ની વિગત જાણવા ગયો , રસ્તામાં એને પ્રિયા નો ફોન આવ્યો કે એને મોડું થશે કારણ કે ઓફીસ માં બહુ કામ છે , મલયે સાહજિક રીતે કહ્યું ઠીક છે ને હજી એ જ્યાં હોસ્પીટલ પોહ્ચ્યો ત્યાં તો એની નજર પ્રિયા પર પડી , કોઈ એક પુરુષ સાથે એ બાઈક ઉપર હોસ્પીટલ માં દાખલ થઇ હતી , મલય ના મન મા શંકા એ જન્મ લીધો , ને કદાચ એ સાચો પણ હતો કારણ પ્રિયા ત્યારે જીવન માં પહેલી વાર એને ખોટ્ટુ બોલી હતી, હજાર પ્રશ્નો એના મગજ માં આવવા લાગ્યા ,

એ હોસ્પીટલ માં શું કરે છે ?

પેલો માણસ કોણ છે ?

એણે એ બંન્ને નો પીછો કર્યો ને એના પગ નીચે થી જમીન ખસી ગઈ જ્યારે એણે એમને ડૉ. પરેશ ગાંધી ના કેબિન ની બહાર વેઇટ કરતા જોયા કારણ ડૉ. પરેશ ગાંધી એક ગાયનેક હતા , મલય કોઈપણ જાત નો બીજો વિચાર કર્યા વગર ત્યાંથી નીકળી ગયો , રાત ના પ્રિયા ને એણે બદ્ધુ જાણતો હોવા છતા પૂછ્યું કે કેમ આજે બહુ કામ હતું ? અને પ્રિયા એ હા પણ પાડી , મલયથી સહન ના થયુ ને કોઈપણ જાત નો બીજો સવાલ કર્યા વગર એણે પ્રિયા ને એક લાફો ચોડી દીધો , પ્રિયાએ મલય નુ આ સ્વરૂપ ક્યારે જોયું નોહતુ કારણ જે માણસ ક્યારેય બહારનું ખાતો નહોતો એ આજે શરાબ ના નશા માં ઘરે આવેલો , એ રાત ને એના પછી ના બે મહિના લગભગ નામ પુરતી વાતો થઇ હશે બન્ને વચ્ચે , વાત ડાયવોર્સ સુધી પોહચી ગઈ , લગભગ રોજ બન્ને ના જગડા થવા લાગ્યા, પ્રિયા રોજ ડેઇઝી આંટી પાસે રડતી ને બદ્ધી વાત કરતી , એક વાર પ્રિયા એ ડેઇઝી આંટી ને વિનંતી કરી કે મલય ની તબીયત આજે સારી નથી ને મારે કામ માટે બહાર જવાનું છે તો પ્લીસ હું આવું ત્યાં સુધી તમે ઘરે રહેશો મલયનુ ધ્યાન રાખવા ? આંટી બોલ્યા બેટા મલય પણ મારો દીકરોજ છે ને ? તુ ચિંતા ના કર આમ પણ મારે ઘરે કાંઈ કામ નથી .

આંટી પ્રિયા ના ઘરે પોહ્ચ્યા , મલય તાવ માં પડ્યો હતો , એ પણ ડેઇઝી આંટી ને મમ્મી કહેતો હતો , આંટી એ તો વાત પણ નોહતી કાઢી પણ મલયજ બોલ્યો , મમ્મી પ્રિયા એ મારી જિંદગી બરબાદ કરી નાખી , થોડી વાર તો આંટી બધુ સાંભળતા રહ્યા ને પછી એક સવાલ પૂછ્યો એમણે મલય ને , બેટા તે ખરેખર પ્રિયા ને પ્રેમ કરેલો ? મલય એટલા વખત માં પહેલી વાર ભાંગી પડ્યો ને ચોધાર આંસુએ રડવા લાગ્યો, એ પોતાનું મન ખોલવા લાગ્યો આંટી પાસે , પેલા દિવસ ની હોસ્પીટલ ની વાત ને એ પછી બીજી બે કે ત્રણ વાર એજ માણસ સાથે પ્રિયા ને એ હોસ્પીટલ માં એણે જોઈ છે એ વાતો , પછી એક શબ્દ એ બોલ્યો ને ડેઇઝી આંટી ની ધીરજ ખૂટી ગઈ , મલય બોલ્યો પ્રિયા એક ચરિત્રહીન સ્ત્રી છે, ને ડેઇઝી આંટીએ એક જોરદાર તમાચો મલય ના ચહેરા પર માર્યો ને એને ચેતવ્યો કે મારી સામે પ્રિયા વિરુદ્ધ કાંઈ પણ બોલ્યો છે તો મારા થી ખરાબ કોઈ નહિ હોય , મલયે કોઈજ જવાબ ના આપ્યો પણ એની પ્રિયા માટે ની ધ્રુણા એ ઓકવા લાગ્યો ને હવે આંટી એક પણ શબ્દ સાંભળવા તૈયાર નોહતા , એમણે બીજો એક તમાચો માર્યો મલય ને અને કહ્યું કે બહુ બોલી લીધું તે , હવે મારી સામે બેસ ને હું બોલું એ સાંભળ , ને વચ્ચે એક પણ અક્ષર ના બોલીશ .

આંટીએ મલય ને કહ્યું તને પ્રેમ કોને કહેવાય એજ ખબર નથી , મેં તારા જેટલો ગરીબ માણસ આ દુનિયા માં જોયો નથી , પ્રિયા એ આપેલી કસમ થી અત્યાર સુધી હું ચુપ હતી પણ હવે તને સત્ય સમજવાવુજ પડશે નહિ તો મોડું થઇ જશે .

મલય તુ જે હોસ્પીટલ ની વાત કરે છે ને એ વિષે મને તારી પહેલાથી ખબર છે , તે પ્રિયા ના ચરીત્ર પર શંકા તો કરી પણ ક્યારેય પ્રેમ થી પૂછ્યું ખરું કે એને શું તકલીફ છે ? આંટી ને વચ્ચે અટકાવતા મલય બોલ્યો એ લોકો ડૉ . ગાંધી પાસે જાય છે જે એક ગાયનેક છે , આંટીએ લગભગ બુમ પાડી, ચુપ થઇ જા મલય , તું આંધળો છે , મૂરખ છે, પ્રેમ તો શું તું એક સારો મિત્ર થવાને પણ લાયક નથી , હશે તારો પ્રેમ સાચો પ્રિયા માટે પણ એક નકારાત્મક વિચાર અને ઓછા વિશ્વાસ ને લીધે તને હકીકત દેખાતીજ નથી.

હા મલય, પ્રિયા હોસ્પીટલ એ માણસ સાથે જાય છે ને લગભગ અઠવાડિયે ૩ વાર જાય છે , એ માણસ કોણ છે એ તું જાણે છે ?

એનું નામ છે “પરસી રુસ્તમ દસ્તુર” .....

હા એ મારો દીકરો છે ને તારી પ્રિયા નો માનેલો ભાઈ અથવા ભાઈ કરતા પણ વધારે. પ્રિયાએ એની સાથે તારી કોઈ દિવસ ઓળખાણ નોહતી કરાવી કારણ કે પ્રિયા એ જાણતી હતી કે એ પ્રિયા ની વાત તારાથી છુપાવી નહિ શકે અને બદ્ધી વાત તને ખબર પડી જશે.

મલય થી બોલ્યા વગર ના રહેવાયું ..પણ કઈ વાત ? શું છુપાવે છે પ્રિયા ? શું એ પ્રેગ્નેન્ટ છે ?,

આંટી પાછા તાડૂક્યા જસ્ટ શટ યોર ડર્ટી માઉથ મલય , તને દીકરો કહેતા પણ હવે મને શરમ આવે છે , તું આટલુ ગંદુ પ્રિયા માટે વિચારી પણ કેવી રીતે શકે છે ?

મલય તે જે ડૉ. ગાંધી ની કેબીન સામે એ બંન્ને ને જોયા હતા એની બાજુ ની કેબિન ડૉ. અંજની શાહ ની છે, અને એ એક કેન્સર ના ડોક્ટર છે .......

મલય જમીન પર ફસડાઈ પડ્યો , આંટી એ એને હાથ આપી ઉભો કર્યો ને કહ્યું હા મલય પ્રિયા ને બ્લડ કેન્સર છે , તને અત્યાર સુધી બાળક નહિ આપવા પાછળ નું એનુ તર્ક એવું હતું કે એના મૃત્યુ પછી જો બાળક હશે તો તું ફરીથી લગ્ન નહિ કરે , ને એ તને અખ્ખી જિંદગી એકલો રાખવા નોહતી માંગતી, એને ખબર હતી કે જો તને એના બ્લડ કેન્સર ની જાણ થશે તો તુ જીવવાનું ભૂલી જઈશ , તૂટી જઈશ અને એટલેજ એણે બધ્ધુ સહન કર્યું એટલી હદ સુધી કે તારા હાથ નો માર ખાધો ને તારા મોઢે થી નિકળેલા “ચરિત્ર હીન” જેવા શબ્દો પણ સહન કરી ગઈ પણ તને એની બીમારી ની જાણ ન થવા દીધી , મલય તારા પ્રેમ ની પ્રિયા ના પ્રેમ ની સામે કોઈ વિસાત નથી , એ જીવી પણ તારા માટે ને હવે .......બાકી ના શબ્દો ના બોલી શક્યા આંટી ને ત્યાં આંટી ના ફોન ની રીંગ વાગી, પરસી નો ફોન હતો, પ્રિયા ની હાલત બહુજ બગડી હતી ને ડોકટરે એને આય. સી.યુ. મા એડમીટ કરી દીધી હતી .

મલય એક ક્ષણ થોભ્યા વગર સિદ્ધો દોડ્યો , લીફ્ટ ની રાહ જોયા વગર એ સીડી પર થી જડપ ભેર નીચે ઉતરવા લાગ્યો ને એનો પગ લપસ્યો, પગ માં મોંચ આવી ગઈ. એ રોકાયો નહિ , લંગડાતા પગે સોસાયટી ની બહાર દોડ્યો ને રીક્ષા શોધવા લાગ્યો , રીક્ષા નહોતી ત્યાં , છેક ગલી ના નાકા સુદ્ધી એ લંગડાતા પગે ને દર્દ થી કણસતો દોડ્યો ને ત્યાંથી રીક્ષા પકડી ને સિદ્ધો હોસ્પીટલ પોહ્ચ્યો. પરસી ત્યાંજ હતો ને મલય એને ઓળખી ગયો, પ્રિયા આય.સી.યુ. માં હતી , કોઈ ને પણ અંદર જવા ની પણ મનાઈ હતી. મલય બહાર ઉભો ઉભો કાચ માંથી પ્રિયાને જોતો રહ્યો , પ્રિયા બેભાન હતી ને એને ઓક્સીજન માસ્ક લગાડેલો હતો , ડોક્ટર અંજની શાહ ને આવતા જોઈ મલય લગભગ એમના પગ માં પડી ને પ્રિયા ની જિંદગી ની ભીખ માંગવા લાગ્યો , ડોક્ટર ફક્ત એટલું બોલ્યા “વી આર ટ્રાઈંગ અવર બેસ્ટ” ને પ્રિયા પાસે અંદર જતા રહ્યા , મલય ને પરસી બહાર ઉભા ઉભા અંદર ની હિલચાલ જોતા હતા , ૧૦ મિનીટ પછી ડોક્ટર બહાર આવી ને એટલું બોલ્યા કે “ પ્રિયા પાસે હવે વધુ સમય નથી” , નર્સ એમના પતિ ને અંદર જવા દો .

મલય અંદર ગયો પ્રિયા ના બેભાન ચહેરા સામે જોઈ ને સતત રડ્યા કરતો ને માફી માંગતો રહ્યો પણ પ્રિયા બેભાન હતી , મલયે પ્રિયા નો હાથ એના હાથ માં લીધો ને પ્રિયાએ જરાક આંખ ખોલી, ઓક્સીજન માસ્ક ની અંદર થી પ્રિયાએ સ્મિત આપ્યુ ને એનો અવાજ તો ન સંભળાયો પણ એના છેલ્લા શ્વાસે પણ એના થરથરતા હોઠ પર છેલ્લા શબ્દો હતા “ મલય આય લવ યુ “

હેમલ ત્રિવેદી...