હ્યદયનો સ્પર્શ Rushi Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હ્યદયનો સ્પર્શ

મારો અનુભવ

ભારે સબંધો ની લાગણીઓ માં ચકદાઇ ગયો છું

જવાબદારીઓ ની જંજાળ માં જકડાઇ ગયો છું

પોતાના સામેની લડત માં સપડાઈ ગયો છું

અને તમેજ કહો છો કે બદલાઈ ગયો છું .

પેલા મિત્રતાના કાદવ થી ખરડાઇ ગયો છું

અને સમાજનાં પીંજરામા પકડાઈ ગયો છું.

ખીલવા માંગતો હતો થોડી છુટછાટ ની સવાર માં

પણ અસુરક્ષા ની સાંજ માં કરમાઇ ગયો છું

અને તમેજ કહોછો કે બદલાઈ ગયો છું

છેલ્લો પ્રયત્ન

આ આંખો ના આંસુ ને વહી જાવા દે જે

મને ક્યારેક તો તારો થઈ જાવા દેજે

જો ના થઉ સફળ તો નહિ કરુ પછી

આજે છેલ્લો પ્રયત્ન મને કરી જાવા દેજે

હૃદયના તાર ને ઝણઝણી જાવા દેજે

અને પ્રેમ નું સંગીત રેલાઇ જાવા દેજે

ક્યાંક વરસી પડે ને આ આભ માંથી મેહૂલો

તો તારા પ્રેમ ના વરસાદમાં ભીંજાઇ જાવા દેજે . . . છેલ્લો પ્રયત્ન મને કરી જાવા દેજે

મને તારા પ્રેમની ધાર માં કપાઇ જાવા દેજે

અને આખા જગત થી વીસરાઇ જાવા દેજે

ભૂલથી પણ તને યાદ આવી જાઉ તો

હૃદયમાં પાળીયો બનીને પૂજાઈ જાવા દેજે . . . છેલ્લો પ્રયત્ન મને કરી જાવા દેજે

તારા પ્રેમ નો સાગર છલકાઇ જાવા દેજે

તેની અમીવૃષ્ટિ મારાં પર છંટકાઇ જાવા દેજે

જો એ અમૃત મારા માટે વીષ થઈ જાય તો

શંકર બની મને ગટગટાવી જાવા દેજે

છેલ્લો પ્રયત્ન મને કરી જાવા દેજે મને ક્યારેક તો તારો થઈ જાવા દેજે

અધુરો સંબંધ

ન આવ્યા એ સામે થી દોડી ન અમે એ તરફ ગયા

અભિમાન તારી આડાશ નડી અને બેય તડપતા રહ્યા ...

હૃદય 'હા' નો અવાજ કરતું , એ મન થી ના કરતા રહ્યા

ઉપરથી ને ભલે શાંત દેખાતા , અંદરથી બળતા રહ્યા

આમ તો ઉંચા ઉઠતા સામે , પણ સબંઘ નીચે પડતા રહ્યા

જોર-જોરથી હસતા ક્યારેક

પણ અંદરથી રડતા રહ્યા

અમે તો વરસી પડ્યા આખુ આકાશ ભરીને

છતાય એ તપેલી ધરતી ની જેમ તરસતા રહ્યા..

અને ભલે દૂર હતા એ મારા થી , ઘર ના દરવાજે મળતા રહ્યા

આ અભિમાન ની આડાશ નડી

અમે 'એક' માંથી નોખા પડતા ગયા........

હે મિત્ર ! તું ક્યાં છે???

તુ આવી જા હજી વાર છે મારી જીંદગી સામે પાર છે,

અને હજી પણ તુ ન આવે તો મારી આખી જિંદગી બેકાર છે.

હવે આ આકાશ ડરામણુ લાગે છે અને ધરતી પણ દૂર ભાગે છે.,

અને એનામા સમાવા પાણી પણ ક્યાં સાથ આપે છે

હું હાથ હલાવતો ઊભો છું અને તુ દૂર ને દૂર ભાગે છે,

હવે તારા પગલા જોવા આ આંખો આંસુ પાડે છે

તારી યાદ મને ઠારે છે પણ અંદર થી તો મારે છે ,

મારે એ શિખવુ છે તારાથી તુ મને કઇ રીતે વિસારે છે .

તુ સંતાઈ ના જઈશ મારા થી હું તારી પાછળ આયો છું

તું તો મારો દેહ છે અને હું તારો પળછાયો છું

તુ મને ખાલી એટલુ તો જણાય કે તુ વચમાથી કેમ જતો રહ્યો ??

અને તું પાછો આવી જઈશ એ આશા થી હું ત્યાંનો ત્યાં જ ઊભો રહ્યો .

ધાર્મિક વાસ્તવિકતા

તને કઇ રીતે કહું ભગવાન,

કે તું તો છે સર્વશક્તિમાન.

આ દુનિયા તે બનાવી સારી

પણ પળે પળે મને અનેક લાચારી ,

સારા માણસો બને ભિખારી,

રાજ કરે સૌ દુરાચારી.

આતો કેવી સમજ તારી

ક્યાં ખોવાઈ શક્તિ તમારી

સાંભળો મારું ઓ બંસીધારી ,

હવે મારી નાંખે મોંઘવારી .

જલદીથી સાંભળો વિનંતી અમારી,

નહિતો બળી મરસે ભક્તિ અમારી.

તારી બંસી વાગે સારી,

સાંભળવા આવે નર ને નારી

સાંભળવાની રકમ મંગાય

તારા નામે ધંધો થાય...

ભગવાન બનાવી બેઠો છં

આ આંખોમાં તમારા આવવાના સપના સજાવી બેઠો છું

તમને પોતાના માની હૃદયમાં લાગણી દબાવી બેઠો છું,

અને એય તમે આમ ફરી ના જશો આપેલા વચનોથી 'સ્પર્શક'

તમને મારા ભગવાન બનાવી બેઠો છું.

ખોવાઈ ગયો છું તમારી દુનિયામાં ,

તમને મળવાની ખુશીમાં ચહેરા પર સ્મિત સજાવી બેઠો છું.

અને કદાચ અહીંયા પણ તમે ના મળ્યાં તો??

આંખોમાં આંસુનો સાગર દબાવી બેઠો છું.

અને ભૂલી શકું હું મારા ઘરનું સરનામું

મનમાં તમારા ઘર નો રસ્તો દબાવી બેઠો છું

ખરેખર તમને મારા ભગવાન બનાવી બેઠો છું

મળીને તમને મારુ ભાન ભૂલાવી બેઠો છું ,

પામી ને તમને મારું અસ્તિત્વ ગુમાવી બેઠો છું.

અને કહ્યું હતું ને તમે મારા વીના જીવી નહિ શકો 'સ્પર્શક'

આજે મારા મૃત્યુ પછી તમારી રાહમાં આખું સ્મશાન સજાવી બેઠો છું

ખરેખર તમને મારા ભગવાન બનાવી બેઠો છું

તડપ...

તડપી રહ્યો છું એમને આમ મેળવવાની આશા માં

અને સળગી ને રાખ થઈ ગયો છું જેમની યાદ માં

ફાનસ તો ઓલવાઈ ગયું છે, પણ રાત તો હજી બાકી છે.

પોતેજ પોતાના માં ખોવાઈ ગયો છું જેમની રાહ માં

ના હવે એમના આવવાની આશાઓ છે અને ના એમને ખોવાનો ભય,

ખુદ એમને પણ ખોઈ બેઠાં છીએ એમના જ ઇંતેજાર માં

સવાર પણ રાત પણ અને આ બેજાન જેવી સાંજ પણ,

બધુંજ આપી દીધું હતું એમના સપના માટે .

અને પ્રેમ તો એમને પણ અમારી સાથે બેજોડ કર્યો હતો , તો પછી કેમ અમે બે પળ માટે રીંસાઈ શું ગયા અને તે બેવફા થઈ ગયા ,

અને અમે તો તેમને ભેટી ને ખૂબ રડ્યા

જ્યારે એ અમને અલવીદા કહી ગયાં

અને ક્યાં સુધી હું આમ એકલો બેસી રહેતો 'સ્પર્શક'

ઝેર ને શરબત બનાવી પી ગયા એમને મળવાની ચાહ માં