પ્રેમ-ઝરણાં Ravindra Sitapara દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ-ઝરણાં

પ્રેમ - ઝરણાં
ધ સોલ્સ મેટ ઈન હેવન
PART 1

Written by RaviKumar sitapara raviK
umarsitapara@gmail.com M.
7567892860-: પ્રસ્તાવના :-
નમસ્કાર ફ્રેન્ડ્સ. ‘ પ્રેમ ઝરણાં ‘ એક નાની એવી પ્રેમકહાની છે. જેની થીમ જ્હોન કીટ્સ રચિત અંગ્રેજી કાવ્ય ISABELLA or The Pot of Basil પરથી લેવામાં આવી છે. જેની રચના 1818 માં થઈ હતી. વાર્તાનાં તમામ પાત્રો કાલ્પનિક છે. વાસ્તવિકતા સાથે તેનો કોઈ સંબંધ નથી. અહીં પ્રેમ અને ઝરણાં – બે નવયુવાન પ્રેમીઓનાં પ્રેમની દાસ્તાન વર્ણવેલ છે. મૂડીવાદનો પ્રભાવ, અમીરી ગરીબીનાં ભેદભાવ અને તેની પ્રેમી યુગલ પર થતી ગાઢ અસર અને તેનાં પરિણામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રેમ અને તેમા ઊભા થતાં અવરોધો, મલિન ઈરાદાઓને અહીં વ્યક્ત કરાયા છે. સાથે સુપરનેચરલ એલિમેન્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. પણ તેનાંથી કોઈ અંધશ્રદ્ધા ફેલાવવાનો આશય નથી. આશા છે કે આપ ને આ સ્ટોરી પસંદ પડશે. વાંચ્યા પછી રીવ્યૂ આપવા વિનંતી.

પ્રેમ – ઝરણાં PART 1

‘‘ મે આઈ કમ ઈન ? ’’‘‘
ઓહ ! યસ.. કમ ઈન, મિ. પ્રેમ. AC ઑફિસમાં બેઠેલાં પ્રમોદ શેઠે કહ્યું. ‘‘ હેવ અ સીટ, જેન્ટલમેન. ’’‘‘
થેંક્યુ સર. ’’ પ્રેમે સામેની ખુરશી પર બેસતાં કહ્યું. ‘‘
હા, તો મિ. પ્રેમ, શું લેશો, ચા - કૉફી ? ’’ પ્રમોદે પૂછ્યું.‘‘
જી, કંઈ નહીં. ’’ પ્રેમે ઉત્તર આપ્યો. પ્રેમ સમજ્યો નહીં કે બોસે આમ અચાનક કેમ પોતાની ઓફિસમાં બોલાવ્યો હશે ?‘‘
મિ. પ્રેમ, બી રિલેક્સ. તમારાં માટે એક ગુડ ન્યૂઝ છે. તમને યાદ છે કે એક વર્ષ પહેલાં તમે આ કંપની જોઈન કરી હતી ત્યારે મેં એક પ્રશ્ના પૂછ્યો હતો ? તમારી આવડત અને તમારી સક્ષમતા વિશે. એ સમયે તમે ઈમાનદારી, વફાદારી અને હાર્ડવર્કિંગ -- આ ત્રણ ગુણો પર વિશ્વાસ રાખવાનું કહ્યું હતું. આજે એક વર્ષનાં ટૂંકા ગાળામાં તમે તમારા આ જ ગુણોને લીધે નવી સિદિ્ધ હાંસલ કરશો.

‘‘ મતલબ ? હું સમજ્યો નહીં. ’’ નવાઈ સાથે પ્રેમે કહ્યું.

‘‘ કંપની તમારા વર્ક અને લગનથી સંતુષ્ટ છે અને તમને હેડ ઑફ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનાં પદે નિયુક્ત કરવામાં આવે છે. સાથે સાથે તમારો પગાર પણ વધારવામાં આવ્યો છે. ’’‘‘
થેંક્યુ સર. થેંક્યુ વેરી મચ. ’’ પ્રેમે સહર્ષ કહ્યું. અને ઑફિસ બહાર નીકળી ગયો. તે ખૂબ જ ખુશ હતો. અમદાવાદથી એક વર્ષ પહેલા સુરતની ઝરણાં ડાયમન્ડ્સ લિ. માં જોબ મેળવતી વખતે તેણે કંપનીને નિષ્ઠાપૂર્વક કામ અને પરિણામની બાહેંધરી આપી હતી, તે તેણે પાળી બતાવી હતી. આજે તેને તેનાં કામનો બદલો મળ્યો હતો.
*******

પ્રેમ એક સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતો હતો. તે અને તેનો પરિવાર કચ્છનાં અંજાર ખાતે રહેતો હતો. 2001 નાં ભયાનક ધરતીકંપે પ્રેમ પાસેથી તેનાં માતા-પિતા, ભાઈ-બહેન સઘળું છીનવી લીધુ હતું. એ વખતે તેની ઉંમર માત્ર બાર વર્ષની જ હતી. અનાથ બનેલાં પ્રેમને તેનાં મામાએ ઉછેર્યો, આગળ ભણાવ્યો. અભ્યાસમાં તે ખૂબ જ ખંતીલો અને સ્વભાવથી પ્રામાણિક. રાજકોટની એક કૉલેજમાંથી M. B. A ની ડિગ્રી મેળવી અમદાવાદની આકાંક્ષા કોટન મીલમાં આસિ. મેનેજરનાં પદે ચાર વર્ષ સૂધી કામ કર્યું. એ સમયે ન્યૂઝપેપરમાં સૂરતનાં ઝરણા ડાયમન્ડ્સ લિ. ની મેનેજરનાં પદ માટેની જાહેરાત આવી. પગારધોરણ વધું હોવાથી તે અહીં આકર્ષાયો અને નસીબ તેને અમદાવાદથી સુરત ભણી ખેંચી લાવ્યું.

પ્રેમ ઉત્સાહપૂર્વક નવી જગ્યાએ કામ કરવા લાગ્યો. પોતાની નીચે કામ કરતાં સ્ટાફ સાથે તેનું વર્તન સૌમ્ય હતું. કંપનીનાં એમ.ડી. પ્રમોદ શેઠ તથાં તેનાં નાનાં ભાઈ વિલાસ શેઠ પણ તેની કામ પ્રત્યેની નિષ્ઠાથી સંતુષ્ટ હતા. નિખાલસતા, પ્રામાણિકતા, મહેનતું જેવા ગુણો તેમનાં પ્રતિ બીજાને આકર્ષતા હતા.

પ્રેમને એક વર્ષ થયું અને પ્રમોશન પણ. તેની ખુશીમાં તે સ્ટાફને મિઠાઈ વહેંચતો હતો ત્યાં તેની નજર એક યુવતી પર પડી. તે સ્ટાફનાં કોઈ મેમ્બર સાથે વાત કરતી હતી. દેખાવમાં તે સાવ સામાન્ય લાગતી હતી અને કપડાં પણ સાધારણ હતાં. પ્રેમને લાગ્યું કે તે કોઈ નવી એમ્પ્લોઈ હશે અથવા ઈન્ટરવ્યૂ માટે આવી હશે. તે યુવતી સીધી તેનાં બોસ પ્રમોદ શેઠની ઑફિસમાં ગઈ. પ્રેમને કંઈ સમજાયું નહી. મુખ પર મૂંઝવણ જોઈને પ્રેમનાં સાથી કર્મચારીએ તેને પૂછ્યું, ‘‘ પેલી યુવતીને ઓળખો છો ? ’’‘‘
ના, કેમ ? કોણ છે એ ? મારા ખ્યાલથી કોઈ નવી એમ્પ્લોઈ હશે.’’
પ્રેમે જવાબ આપ્યો.
‘‘ મિ. પ્રેમકુમાર, નોકરી કરવાની તેને શું જરૂર છે ? ’’‘‘
એટલે ? ’’‘‘
એટલે એમ કે પેલી યુવતી જે બોસની ઑફિસમાં વગર એપોઈન્ટમેન્ટ અંદર ગઈ તે બીજું કોઈ નહી પણ મિસ ઝરણાં શેઠ છે. યસ, મિસ. ઝરણાં શેઠ. ઝરણાં ડાયમન્ડ્સ લિ. કંપનીનાં માલિક પ્રમોદ શેઠ તથા વિલાસ શેઠની નાની બહેન. ’’‘‘
ઓહો !! તો આ છે ઝરણાં શેઠ ? ’’ પ્રેમ આશ્ચાર્યસહ કહ્યું. ‘‘
હા, એક્ચ્યુલી, આ કંપનીનાં સ્થાપક દીનાનાથ શેઠ પ્રમોદ શેઠનાં પિતા છે. તેણે પોતાની દીકરીનાં નામ ઉપર આ કંપનીની સ્થાપના કરી હતી. તે ખૂબ જ સારી અને બાહોશ વ્યક્તિ હતી. અને તેમની જ આ ઉદ્દાત ભાવનાને કારણે ઝરણાં ડાયમન્ડ્સ લિ. નું નામ આખા સુરતનાં હીરાબજારમાં ફેમસ છે. શેઠને તો ગયા એને દાયકો વીતી ગયો ત્યાર પછીથી કંપનીની બાગડોર પ્રમોદ શેઠનાં હાથમાં છે. જો કે તેનાં અને શેઠજીનાં સિદ્ધાંત ક્યારેય મળતાં આવતાં નથી. ’’
‘‘ સારુ, આપણે હજી ઘણું કામ છે. તો ટાઈમ વેસ્ટ ન કરતાં ઝડપથી કામ પર ધ્યાન દઈએ. ’’ પ્રેમે વાતને પૂરી કરતાં કહ્યું. પ્રેમ ઑફિસમાં બેસી ફરી કામે લાગી ગયો. પણ તેનું મન કામમાં લાગતું ન હતું. તેની નજરમાં વારંવાર એક ચહેરો સામે આવવા લાગ્યો. તે ચહેરો હતો ઝરણાંનો.

ઝરણાં કરોડપતિ પરિવારની દીકરી હતી. દેખાવમાં તે ખૂબ જ સુંદર લાગતી હતી. જાણે ક્લાસિક હિન્દી ફિલ્મોની હિરોઈન. સુંદર આંખો, નમણું નાક, ગુલાબી હોઠ અને ભાવવાહી ચહેરો. એકંદરે એક સૌંદર્યમૂર્તિ. ઝરણાં સુંદર અને યુવાન હોવા છતાં ક્યારેય વધુ પડતી ફેશન કે દેખાદેખી નહી પણ સાદગીને પ્રાધાન્ય આપતી. તેનો પરિવાર તો જો કે કહેવાં પૂરતો જ હતો. પરિવારમાં પોતાનાં બે મોટાં ભાઈઓ, એક ભાભી અને પોતે. બંને ભાઈઓ પૈસા કમાવવાની જાણે ધૂન ઉપડી હોય અને જીવનમાં બસ પૈસા જ સર્વસ્વ હોય એમ પરિવાર કરતાં પૈસાંને વધું પ્રાધાન્ય આપતાં. ઝરણાં પાસે પોતાનાં મનની વાત કહેવાં માટે એક જ વ્યક્તિ હતી જે તેમનાં માટે ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ હતી. તે વ્યક્તિ હતી તેની દિવ્યાભાભી. તે મોટાં ભાઈ પ્રમોદની પત્ની હતી. ******

થોડાં દિવસો પછી ઝરણાં તેનાં ભાઈ પ્રમોદને કંપનીમાં મળવા ગઈ. પણ ઑફિસમાં લોક હતું. તેણે આજુ બાજુ નજર ફેરવી અને એક વ્યક્તિ પાસે જઈ પૂછ્યું, “ એક્સક્યૂઝ મી, જરાં કહેશો કે મિ. પ્રમોદ શેઠ ક્યાં ગયાં છે ? ’’
તે વ્યક્તિએ પાછળ વળીને ઝરણાં સામે જોયું.
તે વ્યક્તિ બીજું કોઈ નહી પણ પ્રેમ જ હતી. પ્રેમ તો તેને જોઈ જ રહ્યો. તેને ભાન પણ ના રહ્યું કે તેને શું પૂછવામાં આવ્યું હતું. બસ તે ઝરણાંને એકીટશે જોઈ જ રહ્યો. ‘‘
એક્સક્યૂઝ મી. મેં પૂછ્યું કે પ્રમોદ શેઠ ક્યાં છે ? ’’‘‘
જી. સોરી… સર ઉપર કૉન્ફરન્સ હોલમાં છે. મીટિંગ પૂરી થવાને હજી એક કલાકની વાર છે. તમારે કોઈ સંદેશ આપવો હોય તો હું પહોંચાડી દઉં ? ’’‘‘
ના, ના એની કોઈ જરૂર નથી. હું સંભાળી લઈશ. થેંક્યુ,… તમારું નામ ? ’’‘‘
પ્રેમ. પ્રેમકુમાર શર્મા. ’’‘‘
ઓકે, બાય. મિ. પ્રેમકુમાર. થેંક્યુ. ’’ ઝરણાં એમ કહી નીકળી ગઈ પણ પ્રેમનાં દિલમાં પોતાનું નામ અંકિત કરી ગઈ. પ્રેમને ત્યાર બાદ ઝરણાં પ્રત્યે એક અજબનું આકર્ષણ ઊભું થતું. તે વ્યથિત થઈ જતો. વ્યાકુળ થતો. તે સમજી ન હતો શકતો કે પોતાને શું થવા જઈ રહ્યું છે ? તે ઝરણાંને મળવાં હંમેશા અધીર રહેવા લાગ્યો.

જ્યારે જ્યારે ઝરણાં ઑફિસે આવતી ત્યારે ત્યારે પ્રેમની તેને એક નજર પામવાની આકાંક્ષા વધી જતી. ક્યારેક ક્યારેક તેની મુલાકાત ઝરણાં સાથે થવા પણ લાગી.
ઝરણાંને પણ અમુક અંશે પ્રેમ પ્રત્યે આકર્ષણ થવાં લાગ્યું હતું. પરંતું તે કંઈ સમજી શકવાની સ્થિતિમાં ન હતી. કારણ કે ઝરણાંને તેનાં ભાઈઓ તરફથી વધું પડતું સંરક્ષણ પ્રાપ્ત હતું. કોલેજનાં દિવસોમાં પણ કોઈ છોકરો તેની સાથે વાત ના કરી શકે એવી એનાં ભાઈઓની ધાક. પૈસાનો પાવર પણ ઘણો હતો. ઝરણાંને સ્વતંત્ર રીતે વિચારવાની કે મુક્તપણે જીવવાની આઝાદી જ ન હતી. પોતાની જાતે તેને કોઈ નિર્ણય લેવાની પણ છૂટ ન હતી.

કંપનીનાં પચીસ વર્ષ પૂરાં થયે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું. તેમાં વીઆઈપી, વીવીઆઈપી, કંપનીનાં ડિરેક્ટર્સ, સ્ટાફ, રાજકારણીઓ અને સામાજિક હસ્તીઓનો મેળાવડો હતો. પ્રેમ પણ આ પાર્ટીમાં શામેલ થયો. બ્લેક શૂટમાં તે ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. પાર્ટીમાં આવેલી ઘણી યુવતીઓનું ધ્યાન તેની તરફ ખેંચાતું હતું.
પ્રેમ બીજા લોકો સાથે હસ્તધૂનન કરી વાતો કરતો હતો પણ તેની આંખો તો ક્યારનીય ઝરણાંને શોધી રહી હતી. મન સતત તેને જોવાં બેચેન બનતું હતું. પ્રેમ વાત કરતાં કરતાં તેનાં વિચારોમાં ખોવાઈ જવા લાગ્યો. વળી કોઈ ઢંઢોળે ત્યારે ફરીથી શરીર સાથે મન પણ પાર્ટીમાં આવી જાય. ‘‘
હેવ અ ડ્રિંક મિ. પ્રેમ. ’’
પ્રેમે બાજુમાં જોયું તો વિલાસ શેઠ એક વાઈનનો ગ્લાસ પકડીને તેને ડ્રિંકની ઓફર કરતો હતો. ‘‘
ઓહ ! સર તમે ! તમારે તકલીફ લેવાની હોય ? અને બાય ધ વે, થેંક્સ બટ સોરી, હું ડ્રિંક નથી કરતો. ’’ ‘‘
ગ્રેટ, ગ્રેટ. આઈ એમ ઈમ્પ્રેસ્ડ. પણ ક્યારેક ક્યારેક લેવામાં કંઈ ખોટું નથી. યુ નો, વાઈનનો નશો જ કંઈક અલગ હોય. ’’
ત્યાં અચાનક પ્રેમની નજર જેને શોધતી હતી તે ઝરણાં આછા ગુલાબી રંગનાં કપડાંમાં સજ્જ પોતાની સામે થોડાં અંતરે ઊભી હતી હાથમાં શરબતનો પ્યાલો લઈ ઊભી હતી. આંખને હવે જાણે ઠંડક મળી. આતુરતાનો અંત આવ્યો. ગુલાબી વસ્ત્રોમાં આજે તે ખૂબ જ સુંદર લાગતી હતી. જાણે સ્વર્ગમાંથી ઉતરી આવેલી અપ્સરા.
પાર્ટીમાં બીજી પણ ઘણી યુવતીઓ હતી પણ બધી ઝરણાં આગળ પાણી ભરે. પ્રેમને વાઈનનાં નશા કરતાં પણ વધુ નશો ઝરણાંની આંખોને જોઈને ચડતો હતો. જાણે પાર્ટીમાં કોઈનું અસ્તિત્વ જ ન હોય તેમ તે એકીટશે તેને જોવા લાગ્યો. અચાનક ઝરણાંનું ધ્યાન પણ પ્રેમ તરફ ગયું. ન જાણે કઈ ચુંબકીય શક્તિ હતી કે જેને કારણે બંને એકબીજા તરફ ખેંચાતા ગયા. એકબીજા તરફનું આકર્ષણ ક્યારે પ્રેમમાં પરિવર્તિત થઈ ગયું એની જ ખબર ન રહી.

પ્રેમને ઝરણાંની આંખોમાં પોતાનાં પ્રતિ પ્રેમ છલકતો દેખાયો. ઝરણાં ને પ્રેમની આંખોમાં સ્નેહભર્યું ખળખળતું નિર્મળ ઝરણું વહેતું હોય તેવી અનુભૂતિ થઈ. કોઈ શબ્દો નહી, કોઈ ઔપચારિકતાંની જરૂર જ ના રહી. પ્રેમનો એકરાર પણ આંખોથી થઈ ગયો. નિ:શબ્દ, નિ:સ્વાર્થ ભાવ. બંને પોતપોતાનાં સ્ટેટસ ભૂલી ગયા, તમામ ભેદો ભૂલી ગયા. બસ, એકમેકમાં ઓગળી ગયા. બંને એ પણ ભૂલી ગયા કે તેઓ પાર્ટીમાં છે અને આજુબાજુમાં ઘણા લોકો છે. ‘‘
ઝરણાં… ઝરણાં… એ ઝરણાં..’’
ચપટી વગાડીને ઝરણાંનું ધ્યાનભંગ કર્યું. ‘‘
હં… હા… હા, ભાભી ? ’’ જગ્યાનું ભાન થતાં ઝરણાંએ સંકોચાતા પૂછ્યું.
‘‘ ક્યાં ખોવાઈ ગઈ ? હું ક્યારની તને શોધું છું. ચાલ, મારી સાથે. મારા લંડનવાળા આન્ટી તને મળવા માંગે છે. ’’ ભાભીએ કહ્યું.‘‘
જી, ચાલો ભાભી. ’’
ભાભી ઝરણાંને ત્યાંથી લઈ ગઈ. ઝરણાંએ પાછળ વળીને જોયું તો પ્રેમ હજી પણ તેની સામે જોતો હતો. ઝરણાં પણ તેની સામે જોઈ થોડું હસી અને ચાલી ગઈ.

પ્રેમ માટે આ પાર્ટી સ્પેશિયલ હતી કારણ કે તેને આ પાર્ટીમાં સમવન સ્પેશિયલ મળ્યું હતું. ઝરણાં એ વ્યક્તિ હતી જેણે પ્રેમનાં દિલ પર પોતાનું નામ સદા માટે અંકિત કરી દીધું હતું.
પ્રેમ અને ઝરણાં માટે આ દિવસ ખાસ હતો –
પ્રેમનાં વિશુદ્ધ અને નિ:શબ્દ એકરારનો દિવસ.

****

‘‘ ઝરણાં ? ’’

‘‘ હા ભાભી ? ’’

‘‘ એક વાત પૂછું ? ’’ ઝરણાંનાં માથા પર તેલથી માલિશ કરતાં ભાભીએ પૂછ્યું.

‘‘ ભાભી, તમારે પરમિશન માંગવાની જરૂરિયાત ક્યારે ઊભી થઈ ? એક નહીં બે વાત પૂછો. ’’

‘‘ કોણ હતો એ છોકરો ? તને તે ગમે છે ? ’’ ભાભીએ ઉત્સુકતાવશ ઝડપથી પૂછી નાખ્યું.

‘‘ કોણ… ? કોણ ભાભી ? કોની વાત કરો છો ? મને તો કશું સમજાતું નથી. ’’ અચાનક આવો સવાલ પૂછાતા ગભરામણ, સંકોચ અને શરમનાં મિશ્રભાવે જાણે આ બધાથી અજાણી હોય એમ જવાબ આપ્યો.

‘‘ અચ્છા !! મારી સામે ખોટું ? પાર્ટીમાં મારી નજર હતી બંને ઉપર. કોણ હતો એ ? એને ઓળખે છે ?’’

ઝરણાં જાણે ચોરી પકડાઈ ગઈ હોય એમ થોડી ઝંખવાણી પડી ગઈ. ભાભીને વિનંતી કરી કે આ વિષયે તે ભાઈઓને કશું જ ના કહે. ઝરણાંને થયું કે આ બધી વાત બંને ભાઈઓને કરે કારણ કે ઝરણાંની ઘણી માંગ તેઓ સંતોષતાં હતા. તેણે દિવ્યાનો આ અંગે અભિપ્રાય માંગ્યો. પણ દિવ્યાએ ના પાડી કારણ કે પ્રમોદ અને વિલાસ અંગે દિવ્યા ઝરણાં કરતાં પણ વધુ જાણતી હતી.

‘‘ ઝરણા, ફક્ત મને જ ખબર છે કે તારા ભાઈ પ્રમોદ શું છે ? મારી સાથે લગ્ન કર્યા એ પણ મારા પપ્પાની દોલત જોઈને જ. પૈસા સિવાય બીજું શું દેખાય છે તેને ? ’’ દિવ્યા સ્વગત બોલી. દિવ્યાનાં પપ્પા સુરત શહેરનાં રાજકારણમાં બહું મોટું માથું. ખૂબ વગવાળા પણ ખરાં. પ્રમોદે પોતાનાં બિઝનેસનાં કાળા કારનામાઓને વ્હાઈટ કરવા માટે એક સોદો જ કરેલ હોય તેમ દિવ્યા સાથે લગ્ન કરેલા હતા. જેની જાણ દિવ્યાને પછીથી થઈ પણ બધું સારુ થઈ જશે તેમ માનીને બધું ચલાવી લીધું. પણ કશો ફેર ના પડ્યો. સાસરે તે પતિ કરતાં નણંદ ઝરણાં સાથે જ સમય કાઢતી. બંને સુખ - દુ:ખનાં સાથી હતા.

‘‘ ભાભી, ભાભી ? ક્યાં વિચારોમાં ખોવાઈ ગયા ? તમારી સાથે વાત કરુ છું ’’ ઝરણાંએ દિવ્યાને વિચારોનાં વમળમાંથી બહાર કાઢતાં કહ્યું. ઝરણાંએ પછી પ્રેમ વિશે વાત કરી. જો કે પ્રેમ વિશે ઝરણાં પણ અમુક બાબતો જ જાણતી હતી. આથી દિવ્યાએ પહેલાં તો પ્રેમ વિશે બધું જાણી લેવા ઝરણાંને કહ્યું. દિવ્યા ઝરણાં માટે સારો જીવનસાથી મળે એ માટે સતત ચિંતિત હતી. એનાં કરતાંય વધું ચિંતા એ વાતની હતી કે ક્યાંક નાણાકીય લાભ માટે બહેનની જિંદગી સાથે બંને ભાઈઓ સોદો ન કરી નાખે. ઝરણાં એકલી તો એટલી સક્ષમ ન હતી એટલે દિવ્યાએ જ પ્રેમ સાથે વાત કરવાનું નક્કી કર્યું. દિવ્યાએ પ્રેમનો નંબર મેળવી ફોન જોડ્યો.

‘‘ હલ્લો, કેન આઈ સ્પીક ટુ મિ. પ્રેમકુમાર શર્મા ? ’’

‘‘ યસ, આઈ એમ પ્રેમ. આપ કોણ ? ’’ કોઈ અપરિચિત અવાજ લાગતાં પ્રેમને નવાઈ લાગી.

‘‘ જી, હું દિવ્યા શેઠ બોલું છું. પ્રમોદ શેઠની પત્ની. હું તમને આજે મળવા માંગુ છું. એક કામ છે. ’’

‘‘ મને ? કામ ? જી, ઠીક છે. એક કામ કરો. સાંજે છ વાગ્યા પછી મળીએ. તમે જગ્યા કહી દો. ટાઈમે પહોંચી જઈશ. ’’

દિવ્યાએ સમય અને સ્થળની જાણકારી આપી દીધી.

પ્રેમ મૂંઝવણમા મૂકાઈ ગયો. બોસની પત્નીને વળી મારુ શું કામ પડ્યું. ખૂબ વિચાર કર્યા પછી પણ તે કોઈ નિષ્કર્ષ પર ન પહોંચી શક્યો.


Wait for second part
To be continued…..