“શિવત્વ” : ૧ Pragnesh thummar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“શિવત્વ” : ૧

“શિવત્વ” : ૧

પ્રસ્તાવના

“શિવત્વ” એક અનોખી રહસ્યમય કહાની છે. વાર્તામાં બનતી ઘટના, સ્થળ અને બીજા બધા જ બનાવો એક વિચારમંત્ર ચિત્રણ છે.

મુખ્ય પાત્ર “પ્રશિવ” નામના વૈજ્ઞાનિક ની રહસ્યમય કહાની છે, જેણે પોતાનાં, વિજ્ઞાનનાં જ્ઞાનથી અને ભગવાન શિવની ભક્તિની, આધ્યાત્મિકતા, એમ બંનેનો સમન્વયથી, પોતાનો પ્રેમ “તિસા” માટે સમયયાત્રા ખેડે છે. આ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ની સમયયાત્રા દરમિયાન, પ્રશિવને ઘણા બધા રોમાંચક સફરોનો અનુભવ થાય છે, અને તે દ્વારા જ પ્રશિવ “શિવત્વ” નું રહસ્ય જાણે છે.

“શિવત્વ” નામનું રહસ્ય શું છે ? આ દૂરની સમયયાત્રા શરૂ કરવા માટે પ્રશિવે કેટલા વૈજ્ઞાનિક પ્રયોગો પર પોતાનો હાથ અજમાવ્યો હશે ? શું પ્રશિવ, પોતાનો પ્રેમ, “તિસા” ને સમજી શકશે ?

વાચક મિત્રો, “શિવત્વ” એક અલગ જ દુનિયામાં લઈ જવાની છે, જેમાં પ્રેમ, રહસ્ય, સાહસિકતા, આચકો અને જ્ઞાન એમ બધાનો જ અનુભવ મળી રહેશે, કારણકે શિવત્વ: ૧, શિવત્વ: ૨, શિવત્વ: ૩ એમ ત્રણ ભાગોમાં આ કહાની ચાલવાની છે.

જેમાં શિવત્વ: ૧ નું, પ્રકરણ: ૧ આજે આપણે વાંચીશું. વાચક મિત્રો, આ રહયસ્મય કહાની વાંચવા માટે રેડી છો ને ? આશા છે, અમારા વાચક મિત્રોને, આ રહસ્યમય કહાની પસંદ આવશે.

ખૂબ આભાર,

“પ્રજ્ઞેશ ઠુંમર” – “પ્રવિણા માહ્યાવંશી”

“શિવત્વ” : ૧

પ્રકરણ: ૧

ઝુબ ઝુબ ઝુબ...ઝુબ...ધ્વની કરતો, અચાનક એક નાનું બિંદુથી ચમકતો આછો પ્રકાશ, ઘનઘોર અંધારામાં ઝબકવા લાગ્યો, તે નાનું બિંદુ હવે તીવ્ર પ્રકાશમાં ઝડપતી પરિવર્તન થવા લાગ્યો, તેનું સ્વરૂપ બદલાતા તે તીવ્ર પ્રકાશ, મનુષ્યના દેહમાં પરિવર્તિત થવા લાગ્યો.

તે દેહનો આકાર ધીરે ધીરે હવે ભગવાન શિવની મુદ્રામાં બેઠેલો હોય, એટલે કે પદ્માસન આસનમાં બેઠેલો હોય તેવો પ્રકાશનો છાયો દેખાવા લાગ્યો, તે મનુષ્યનાં છાયાએ પોતાનો જમણો પગ જમીન પર રાખ્યો, પગ જમીનને સ્પર્શ થતાં જ થોડે દૂર રાખેલા સેન્સોરોનો પ્રકાશ તેના ચહેરા પર પડવા લાગ્યો. હવે તે મનુષ્યનો પ્રકાશિત છાયો પૂર્ણ સ્વરૂપે, બધા જ જોઈ શકે તેવો સામાન્ય મનુષ્ય રૂપમાં દેખાવા લાગ્યો.

થોડા જ સમયમાં તે માણસની આજુબાજુ ચાર પાંચ મચ્છરો ફરકવા લાગ્યાં. એમાંથી એક મચ્છર તે માણસના શરીરને કરડવા લાગ્યો, મચ્છર કરડતાની સાથે જ કાવરો બાવરો થતાં તે માણસ મચ્છરને મારવા માટે પોતાનો હાથ પોતાનાં શરીર પર ઉપાડવા માટે પ્રયત્ન કરે છે, ત્યાં તો કોઈ અદ્રશ્ય સ્પીકરમાંથી સ્વર ગુંજવા લાગ્યો, “ No Danger ” , “ Normal Human .”

એ અદ્રશ્ય અવાજ સાંભળવા છતાં પણ તે માણસ તે મચ્છરને છોડતો નથી અને ફરી તેના પર હાથ મારીને આખરે તે મચ્છરને ચીમળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે મચ્છર ચીમળાઈ ન જતા ફરી હવામાં ઉડવા લાગે છે, તે માણસે પોતાની નજરને ધ્યાનથી કેન્દ્રિત કરતા જોયું તો, તે બધા જ મચ્છરો, મચ્છરો ન હતાં પરંતુ નાના નાના મચ્છરનાં રૂપમાં રોબોટો ઉડતાં હતાં.

આ બધા જ રોબોટ રૂપે આવેલા મચ્છરો, તે માણસનું લોહી લેવા માટે આવ્યા હતાં, જેથી તે જ લોહીનું પરીક્ષણ થઈ શકે, જો કે એ પરીક્ષણનું કામ સંપૂર્ણપણે પાર પડી ગયું હતું.

તે મનુષ્ય હવે પદ્માસન આસનમાંથી ઊઠી, ઊભો થઈ જાય છે.

તે માણસ ઊભો થતાં જ એક માખી તેની આસપાસ ફરકતી, તેની આજુબાજુ ગોળાકાર ચક્કર મારીને, સીધી જ એક મશીન તરફ વળે છે. અને તે મશીન પર એક લાલ કલરનું નાનું ગોળ બટન હોય છે તેના પર જઈ બેસી જાય છે. માખી બેસતાની સાથે જ તે લાલ રંગનું બટન દબાતા, ઠેકઠેકાણે રાખેલા કેમેરા ચાલુ થઈ જાય છે. આ માખી પણ એક નાનું રોબોટ જ હોય છે. ત્યાં જ એક મોટી પરદાની જેમ લંબચોરસમાં સ્ક્રીન દેખાઈ આવે છે. તે સ્ક્રીનમાં તે માણસ પોતાને નિહાળે છે. તે સ્વયંને જોતા જ અનુમાન લગાડે છે.....

“તે પોતે એક નવજુવાન અઠ્યાંવીસ વર્ષનો યુવાન દેખાતો હતો, પોતાનું સ્નાયુબંધ માંસલવાળું શરીર અને કદ છ ફૂટ જેટલું દેખાતું હતું. પોતાનાં શરીરનાં વજનનો અંદાજ તે લગાડી રહ્યો હતો, લગભગ નેવું કિલો. પોતાનાં પગમાં બાર ઈંચનાં લાંબા કાળા અને થોડા કોફી કલરના ચામડાના ગમબૂટ પહેરેલા દેખાતાં હતાં. કાળા રંગનો, અંદરનો હાલ્ફ બાયનો ચામડાનો ટુંકો કોટ એવી રીતે ચપોચપ પહેરેલો હતો કે તેનો છાતીનો ઉભાર અને પેટ પરનાં સ્નાયુબંધ એબ્સ દેખાઈ આવતા હતાં, અને સાથે જ ચમકતું કાળા રંગનું જ ચામડાનું પેન્ટ પહેર્યું હતું, એના પર મરુન કલરનો બેલ્ટ બાંધ્યો હતો, જેના પર ઓમ આકારનું મોટું બકલ મધ્યમાં દેખાતું હતું. એના પર ડાર્ક મરુન કલરનું ચામડાનું જ જેકેટ, ચમકતું દેખાઈ આવતું હતું, જે પગના ઘુટણ સુધી લટકતું દેખાતું હતું.

તે પોતાનાં બંને હાથોને નિહાળે છે, જેનાં પર કાળા રંગના સ્પોર્ટ્સ મોજાં પહેરેલા જણાતા હતાં. જેમાં તેની બંને હાથની આંગળીઓ અને અંગૂઠો અર્ધખૂલ્લા દેખાતાં હતાં. તે જયારે જેકેટનાં અંદર હાથ નાંખે છે, ત્યારે તેને ખબર પડે છે કે એક પણ ખિસ્સા, બહારની તરફ ન હતાં. પરતું અંદરની તરફ ડાબી અને જમણી બાજું મોટા મોટા ગજવા જણાતા હતાં. તેનું ધ્યાન પોતાના ગળા પર જતા, તેને એક સિલ્વર ચેઈનમાં લટકતું લોકેટ પહેરેલું જણાય છે, જે બે ઈંચનું મોટું લાલ રંગના ચમકતા પત્થરથી બનાવેલું હતું.”

સામેથી એક સ્પિકરમાંથી યાંત્રિક રીતે કોઈ અવાજ કાઢતું હોય, તેવો સ્વર સંભળાવા લાગ્યો, “ Who are you, man ?”

તે અઠ્યાંવીસ વર્ષનો લાગતો નવજુવાન છોકરો, એક શક્તિશાળી સજ્જન મહાપુરુષની જેમ વિશ્વાસભર્યા જુસ્સાભેર પરંતુ નિર્મળ સ્વરમાં કહે છે, “ I am Prashiv .”

સામેથી કોઈ ઉત્તર આવ્યો નહિ.

પ્રશિવ થોડી વાર શાંત રહીને ફરી કહેવાં લાગ્યો, “ હું પ્રશિવ....પરંતુ આ કઈ જગ્યે હું આવીને ઊભો છો, મને કોઈ કહેશો..??”

સામેથી ફરી એ જ, કોઈનો ઉત્તર આવ્યો નહિ.

પ્રશિવે હવે મોટેથી બૂમ મારતા કહ્યું, “ હેલ્લો..સાંભળો છો, આ કયું સ્થળ છે..?”

સામેથી હવે તરજ જ સ્પિકરમાંથી ઉત્તર આવ્યો, “ પ્રશિવ, તમે હમણાં જ્યાં ઊભા છો, આ સ્થળ ધૃવમંડલનાં નામે ઓળખાય છે.”

પ્રશિવ થોડી ચિંતાતુર થતાં આમતેમ જોવા લાગે છે, તે પોતાની નજર, ચારે તરફ ફેરવે છે. ત્યાં જ તેની દ્રષ્ટિ પોતે જ્યાં ઊભેલો હતો, ત્યાંથી જ થોડા ડગલા માંડતો તે સહેજ આગળ જતા જોઈ છે કે, એક અંતિમ છેડો દેખાતો હતો.

પ્રશિવ ત્યાં જઈ ઊભો થઈ જાય છે, ત્યાંથી ઊભો ઊભો તે નિહાળે છે કે તે જ્યાં ઊભો છે, ત્યાંથી બધે જ અવકાશ દેખાઈ આવતું હતું. પ્રશિવને હવે ભાન થાય છે કે તે કોઈ બીજા ગ્રહ પર આવી ગયો છે. તે જ્યાં ઊભો હતો તે જમીનને પોતાનાં ગમબૂટથી ખોદવાનો પ્રયત્ન કરે છે, તે જમીન પણ, નીચેની ધરતીની જેમ જ લાગતી હતી. તે પોતે આશ્ચર્યમાં પડી જાય છે કે, “સાચે જ પોતે બીજા મંડલ કે ગ્રહ પર આવી ગયો છે, પણ કેવી રીતે?”

તે ફરી ચાલતો પોતાની જગ્યે આવીને ઊભો રહી જાય છે, અને ફરી કહેવાં લાગે છે, “હેલ્લો, મને કોઈ કહેશો, હમણાં સમય શું થઈ રહ્યો છે, અને...અને તારીખ શું છે આજની ?”

સામેથી થોડી સેકેંડ પછી સ્પીકરમાંથી આવતો સ્વર સંભળાય છે, “તારીખ છે આજની ૨૨.૧૨.૫૦૪૬ અને સમય સવારના ૯:૪૫:૫૬ સેકેંડ.”

પ્રશિવ તારીખ અને સમય સાંભળતા જ વિચારમાં પડી જાય છે કે, “આ સમય અને તારીખ તો આપણી પૃથ્વીની જેમ જ છે..!!”

પ્રશિવ ફરી પ્રશ્ન પૂછે છે, “અરે મને કોઈ કહેશો, આ તારીખ અને સમય તો પૃથ્વીની જેમ જ છે. પછી આ ધૃવમંડલ તે વળી કયું સ્થળ છે ??”

ફરી બીજો એક પ્રશ્ન પ્રશિવ પૂછી જ લે છે, “ શું આ ધૃવમંડલમાં રહેતા લોકો સૂર્યમંડલમાંથી આવ્યા છે?”

થોડી સેકેંડ બાદ ફરી સ્પીકરમાંથી નીકળતો સ્વર સંભળાય છે, “ જી હા, આ ધૃવમંડલ જ છે, અમે લોકો સૂર્યમંડલનાં, પૃથ્વીગ્રહના વાસી છે.”

“તો સૂર્યમંડલ છોડીને, અહિયાં ધૃવમંડલ પર તમે વસવાટ કેમ કર્યો છે? અને હા, આ સૂર્યમંડલ અને ધૃવમંડલ વચ્ચે કેટલું અંતર છે?” પ્રશિવનાં મનમાં ઘણા બધા પ્રશ્નો હતાં, તે ગુચવાયેલો હતો, તેથી તે એક પછી એક પ્રશ્ન કરતો જાય છે.

સામેથી જવાબ આવે છે, “ધૃવમંડલ, પૃથ્વીથી ૨૭૫ પ્રકાશવર્ષ દૂર છે. અને જ્યાં તમે ઊભા છો, એ શહેર “અખંડદ્રુવ” ના નામે ઓળખાય છે.”

પ્રશિવનાં મગજમાં, એક સેકેન્ડમાં ગણતરી થઈ જાય છે અને વિચારમાં પડી જાય છે કે, “૨૭૫ પ્રકાશવર્ષ એટલે કે ૨૬૦૧.૭૭૫*૧૦૧૨, ૧૨કિમી એટલે કે લગભગ ૨૬ કરોડ અબજ કિલોમીટરનું અંતર થાય, તો આવામાં તે લોકો પૃથ્વી છોડીને અહિયાં અખંડદ્રુવ પર પહોંચ્યા કેવી રીતે?”

પ્રશિવ પોતાનું મૌન તોડતા કહી ઊઠે છે ‘અખંડદ્રુવ’ સારું નામ છે.

એહય, મારો ઉત્તર તો આપો, તમે સૂર્યમંડલ છોડીને અહીં પહોંચ્યા કેવી રીતે.?” પ્રશિવ ઉત્સુકતાથી પૂછવા લાગ્યો.

સામેથી જવાબ મળે છે, “તમને હમણાં આરામની જરૂર છે, તમે આરામ કરી, સ્વસ્થ થઈ જાઓ, પછી આપણે આગળ આપણી, ચર્ચા કરીશું.”

પ્રશિવને આ સુજાવ સારો લાગ્યો. ટાઈમ ટ્રાવેલમાં વપરાયેલા ઈલેક્ર્ટ્રોમેગ્નેટિક રેડીયેશનનાં તરંગોના લીધે તેના શરીરમાં ખૂબ થાક લાગેલો હતો, પ્રશિવનાં શરીરમાં હમણાં પ્રોટીનની માત્રા ઓછી થઈ ગયેલી હતી, એનું કારણ નાના નાના ઉડતાં મચ્છરનાં રૂપે આવેલા રોબોટોએ પોતાની બોડીનાં સ્કેનરથી જાણી લીધું હતું કે આ મનુષ્ય કોઈ બીજા જ સમય પરથી આવેલો છે.

ત્યાં જ એક સામેથી લોખંડી લાગતા દરવાજાનાં બે ભાગો ખોલાઈ જાય છે, જેમ કોઈ લિફ્ટ જ દેખાતી ના હોય. એમાંથી બે રોબોટો બહાર નીકળે છે જે દેખાવે મનુષ્ય જેવા જ લાગતા હતાં. તેમાંથી એક રોબોટે પોતાનાં ખિસ્સામાંથી એક સફેદ રંગનું નાનું બોક્ષ કાઢ્યું, અને બંને રોબોર્ટ મળીને તે નાનું બોક્ષને એવી રીતે નીચે મૂકીને ખેંચે છે કે તે નાનું લાગતું બોક્ષ, પલંગ જેટલું થઈ જાય છે, અને બંને રોબર્ટે, પ્રશિવને ઈશારો કરી તે બોક્ષ વાળા પલંગની અંદર આરામ ફરમાવા માટે કહીને, ત્યાંથી નીકળી જાય છે.

પ્રશિવ પણ તે બોક્ષથી બનાવેલા બેડનાં અંદર જઈ આરામ ફરમાવતા સુવાની કોશિશ કરે છે, ત્યાં જ સૂતાં પહેલા તે પોતાનાં ગળામાં પહેરેલું લોકેટને પ્યાર ભર્યું ચુંબન લેતા કહે છે, “ Tisa, I am always with you.” તિસાને યાદ કરતો જ પ્રશિવ ઊંઘમાં સરી પડે છે.

આ પ્રશિવ નામનો પૃથ્વીવાસી મનુષ્ય આપણા અખંડદ્રુવ પર આવેલો છે, તે પણ બીજા જ સમયથી, એ વાત વીજળીના વેગે પૂરા અખંડદ્રુવમાં પહોંચી જાય છે.

પ્રશિવનો બોક્ષથી બનેલો બેડ ધીરે ધીરે હવામાં ઉડી રહ્યો હતો, તે ઉડતો ઉડતો એક ઉંચી બિલ્ડીંગનાં ટેરેસ પર પહોંચે છે. આ બોક્ષથી બનેલો બેડમાં, અમુક પ્રકારનાં રસાયણો પહેલાથી જ મોજુદ હતાં, જે પ્રશિવને પૂરતી માત્રામાં ઊર્જા પૂરી પાડી રહ્યાં હતાં. તે રસાયણોની મદદથી તેનામાં શક્તિનો સંચાર થઈ રહ્યો હતો, હવે તે તેની ભૂતકાળની યાદોને પણ આસાનીથી યાદ કરતો થઈ ગયો હતો, તે પોતાનાં ભૂતકાળને યાદ કરે છે.

(પ્રશિવની યાદો)

૧૩, ફેબ્રુઆરી ૨૦૧૨, સોમવાર, સમય બપોરનાં ૩ વાગ્યે, પ્રશિવ ખૂબ જ થાકેલો કોલેજથી પોતાનાં ઘરે આવે છે. પણ તેના ચહેરા પર એક અજીબનું સ્મિત જણાતું હતું, કારણ, ખૂબ જ સોનેરૂં હતું, તે એ કે આવતીકાલે ૧૪ ફેબ, એટલે કે વેલેન્ટાઇન ડે, અને આવતીકાલનો, તિસાને મળવા માટેનો, પૂરો પ્લાન બનાવી જ રાખ્યો હતો.

તીસા, પ્રશિવની જિંદગી હતી, તિસા, પ્રશિવનો પ્રેમ હતો, તિસા પ્રશિવની લાગણી હતી, તિસા... તિસા જ સર્વસ્વ પ્રશિવ માટે હતી. પ્રશિવ આમ તો દેખાવે પણ હેન્ડસમ અને સ્માર્ટ છોકરો હતો. અને અમીર ઘરાનાનો એકનો એક દિકરો. પરંતુ અમીરીનું જરા પણ ઘમંડ પ્રશિવના ચહેરે ઝળકતું ના હતું. પ્રશિવ દુનિયાને અલગ નજરથી નિહાળવા માંગતો હતો, તેને દુનિયાને કંઈક આપવું હતું. પ્રશિવને વૈજ્ઞાનિક બનવું હતું, એક મહાન વૈજ્ઞાનિક.

પ્રશિવ, આવતીકાલના માટે તિસાને ગિફ્ટમાં આપવા માટેનું ગ્રીટિંગ્સ લાવ્યો હતો, એમાં તે પોતાની પ્રેમની લાગણીઓ પોતાનાં શબ્દો દ્વારા શાયરીમાં લખતો હતો:

“ગુલાબ ને જોતા ચહેરા પર સ્માઈલ આવે,

ગરબા સાંભળતા જ શરીરમાં ધ્રુજારી આવે,

બસ મારી જિંદગી આવી જ છે તિસા,

તને જોતા જ મગજમાં એક શાંતિ આવે,

મને મારી શક્તિ કે લાગણીની ખબર નથી,

પણ મર્યા પછી પણ તારા માટે આ જિંદગી,

સ્વર્ગમાંથી પણ પાછી આવે.”

આટલી શાયરી પૂરી થતાંમાં જ મોબાઈલનો મેસેજ ટોન વાગી ઉઠે છે. પ્રશિવ ગ્રીટિંગ કાર્ડને બાજુમાં રાખી ટેબલ પર મુકેલો મોબાઈલ લઈ મેસેજ ચેક કરે છે. મેસેજ વાંચતાની સાથે જ પ્રશિવનાં ચહેરે એક લાબું સ્મિત વેરાઈ જાય છે, કેમ કે સામેથી મેસેજ કોઈ બીજાનો નહિ પરંતુ, જેના પર શાયરી લખાઈ રહી હતી એ ખૂદ તિસાનો હતો.

પ્રશિવ તિસા નો મેસેજ વાંચે છે, “ hey prashiv !! Are you there?.”

પ્રશિવ મેસેજ વાંચતો, મલકાતો, તરજ જ રીપ્લાય આપે છે. “ Yes babe, m here, how r u? how’s ur day?.”

સામેથી તિસા ટેક્સ્ડ કરે છે, “ m good, day was fantastic, but prashiv I miss u sooooooo much……!!”

પ્રશિવને આ મેસેજ વાંચી ઘણો આનંદ થયો, તે નાની મુસ્કુરાહટથી ફરી લખવા લાગ્યો.. “ ohh really tisa?”

તિસાનો સામેથી ફરી મેસેજ આવ્યો, “yesss prashiv I miss you too too too much…hey prashiv listen…tomorrow please come in white & blue. I have some surprise for you .”

પ્રશિવે ફરી ખુશ થતાં લખ્યું, “ohh wow !! babe !! I wiil be there in white & blue, at lakeview garden on 10 o’clock .”

તિસાનો ફરી મેસેજ આવ્યો, “ hey woee !! then come on time as you .”

પ્રશિવ અને તિસાનો, મેસેજના આપ લે પૂરા થતાં, પ્રશિવ વિચારમાં પડી ગયો કે, “આવતીકાલે તિસા કયું સરપ્રાઈઝ આપવાની છે!!”

થોડા જ સમયમાં પ્રશિવ ધ્યાન કરવા માટેની તૈયારી કરવા લાગ્યો. પ્રશિવનો નિત્યક્રમ જ થઈ ગયેલો હતો, તે સવારના અને સાંજના એમ ૬ વાગે, એટલે ભગવાન શિવની મૂર્તિ સામે ત્રીસ મિનટ સુધી, ધ્યાન કેન્દ્રિત કરવા લાગી જ જતો.

પ્રશિવ પદ્માસન, આસનમા, ભગવાન શિવની મૂર્તિ સામે બેસી, પહેલા મૂર્તિને ધ્યાનથી થોડી મિનટ એકધાર્યું જોવા લાગે છે, પછી પોતાની આંખો બંધ કરી, તે પોતાને જ સવાલો કરતો રહે છે, જ્યાં એણી આત્મા જ એને એ સવાલનો જવાબ આપે છે. એટલે કે એણી આત્મામાં બેસેલા, ભગવાન શિવ જ ઉત્તર આપે છે.

તે ધ્યાનમાં બેઠો બેઠો ફરી એક જ પ્રશ્ન પોતાની અંતરાત્માને પૂછે છે, “તિસાનું સરપ્રાઈઝ?”

થોડા જ સેકેંડમાં પોતાની અંતરાત્માથી ઉત્તર મળે છે, “ સરપ્રાઈઝમાં કશું નહિ હોય, પરંતુ આ તો તમારા માટે સ્પેશિયલ દિવસ હોવાથી, એક એક ચીજ તને સરપ્રાઈઝ જેવું જ લાગશે.”

પ્રશિવ રોજનો જ ધ્યાન કરતો હતો એટલે એનો અભ્યાસ ખૂબ જ ઉચ્ચે ગયો હતો, તેને પોતાનાં પર ઘણો જ વિશ્વાસ હતો અને સાથે જ અંતરાત્માથી મળતો જવાબ એના જિંદગીમાં દરેક ઠેકાણે ઘણો ઉપયોગી નીવડતો હતો.

પ્રશિવ પોતાનાં અંતરાત્માને ફરી પ્રશ્ન પૂછે છે, “ મને સમજાવો શિવ, તમે મને શું કહેવાં માંગો છો?

“સમાજમાં રહેતા લોકોએ જ પોતે સ્વગત અમુક એવા દિવસો નક્કી કરેલા હોય છે જે સમાયંતરે મગજને પ્રફૂલ્લિત બનાવામાં ફાળો આપે છે, જેમ કે ઉતરાયણ, હોળી- ધૂળેટી, દિવાળી..અને બીજા પણ ઘણા એવા તહેવારો...અને બીજું નવું કહું તો વેલેન્ટાઇન ડે સુદ્ધા...” સામેથી અંતરાત્માનો ઉત્તર મળે છે.

પ્રશિવ ભગવાન શિવને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ જ માણતો, તેથી તે એક ફ્રેન્ડની જેમ જ ભગવાન શિવ સાથે વાર્તાલાપ કરતો. અહિયાં શિવ એટલે તે પોતાનાં અંતરાત્મા સાથે જ વાત કરતો, તેને જ પ્રશિવ, શિવ સમજતો હતો.

તે કહેવા લાગ્યો, “ હા શિવ, મને થોડું થોડું સમજાઈ રહ્યું છે.”

સામેથી ફરી ઉત્તર મળવા લાગ્યો, “ એટલે આવતીકાલે સરપ્રાઈઝ જેવું કઈ નહિ હોય, પરંતુ વેલેન્ટાઇન ડે આવતીકાલે છે એનું એકસાઈટમેન્ટનાં લીધે, તે દિવસ સ્પેશિયલ લાગવા લાગે છે અને તે દિવસે તમે સારા દેખાવાનો પ્રયત્ન કરો છો.”

પ્રશિવ હવે ધ્યાનમાંથી બહાર આવે આવે છે.

અડધો કલાક બાદ તે પોતાનું બાઈક લઈ તિસા માટે સારું ગિફ્ટ લેવા માટે એક ગિફ્ટ શોપમાં પહોંચે છે, ત્યાં જ તેના મનમાં વિચારો ચાલતા હતાં કે, “તિસા જે મને ગિફ્ટ આપશે એને હું એક જ શ્વાસે ખોલી નાંખીશ.”

(ક્રમશ : ...)