સત્ય ની ખોજ.. એક ભ્રાન્તિ Dipak raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સત્ય ની ખોજ.. એક ભ્રાન્તિ

દીપક બી. રાવલ – ગાધીનગર, ગુજરાત ગા સત્યની ખોજ ... એક ભ્રાંતી.

સત્ય એક સત્ય છે જે સનાતન છે, સમ્પુર્ણ છે, અવિચળ છે, અવિનાશી છે, સ્વતંત્ર છે. સત્ય સાપેક્ષ્ નથી, નિર્પેક્ષ છે.

આમ જુઓતો સત્યને દરેક લોકો અલગ-અલગ રીતે જુએ છે. તે તેમનો નજરીયો છે. બાકી સત્ય એ સર્વેથી પર છે. સત્યને બદલી શકાતુ નથી. અગર સત્ય નથી તો પછી ફક્ત ભ્રાંતી જ છે. મતલબકે સત્યની ગેરહાજરી એ માત્રને માત્ર ભ્રમ જ છે. સત્યની ગેર હાજરી એ અસમ્ભવ છે.

જેમ કે સુરજએ સનાતન છે. તે ક્યાંક આથમતો દેખાય તો ક્યાંક ઉગતો દેખાય, તો આ દેખાવુ એ ભ્રાંતી જ છે. બાકી સુરજ તો સ્થીર છે. તે કોઇ જ વીધી કરતો નથી. પણ જોનારને લાગે છે કે સુરજ ફરે છે. કારણકે જોનાર પોતાની નિર્દેશતાથી જુએ છે. તે જ્યા હોય ત્યાથી જુએ તો તેને જે તે સ્થળ ઉપરથી ભ્રાંતી થાય છે. આમ જ સત્ય મરોડાઇ જાય છે. જો કે આ પણ એક ભ્રાંતી જ છે.. સત્ય તો મરોડાતુ નથી પણ એવો આભાસ થાય છે.

સત્ય દરેક્ને અલગ અલગ દેખાય છે. તેનુ એક જુનુ ઉદાહરણ સરસ છે, કે પાંચ અન્ધ વ્યક્તિઓ ને હાથી બતાવવામા આવ્યો અને તેમને હાથીની પાસે લઇ ગયા. એક જણે હાથીની પુંછડી પકડીતો તેને હાથી પુંછડી જેવો લાગ્યો. તેણે તેવો અનુભવ કર્યો કે આ તે કેવો હાથી? બીજા એ હાથીનો પગ પકડ્યોતો તેને હાથી પગ જેવો એટલે થામ્ભલાજેવો લાગ્યો. તેણે માન્યુ કે હાથી આવો જ હોય. ત્રીજાએ સુંઢપકડી હતી તો તેને હાથી સુંઢ જેવો લાગ્યો. ચોથો પેટના ભાગને અડ્ક્યો તો તેને હાથી સપાટ અને દીવાલ જેવો લાગ્યો. બસ આ જ વાત બધે લાગુ પડે છે. હાથી બદલાતો નથી. તેવી જ રીતે સત્ય બદલાતુ નથી. જેમ હાથીનો વાંક નથી તેમ સત્યનો પણ વાંક નથી. કોઇના માનવા કે ના માનવાથી સત્ય બદલાતુ નથી.સત્યની જગ્યાએ બધાને અન્ય ભ્રાંતી થાય છે.

બધાને જાણ છે કે પ્રુથ્વીના શરુઆતી લોકો તેને ગોળ, ચોરસ કે સપાટ માનતા હતા. તે તેમની માન્યતા હતી. પણ સત્યતો સત્ય જ હતુ ને? મતલબ કે પ્રુથ્વીતો જેવી છે તેવી જ છે, તે બદલાયેલ નથી પણ બધાની માન્યતાઓ બદલાયી છે. ભ્રાંતીઉપર થી જ્યારે આવરણ ઉઠે કે તરત જ સત્ય પ્રકટ થાય છે. સત્યને કોઇ માન્યતાની પડી નથી હોતી. સત્ય તે બધા થી પર છે. તેને માનો કે ના માનો તેનાથી તે બદલાતુ નથી. પ્રુથ્વી સુરજ ની આજુબાજુ ફરે છે, પણ આપણને સુરજ ફરતો દેખાય છે. આપણા બધાની સાથે આખુ બ્રહ્મડ ફરે છે, પણ અનુભવાતુ નથી. આમ આવી ઘણી બધી માન્યતાઓ થી વિશ્વ ભરાયેલુ છે. કદાચ કોઇક સાચી તો કોઇક ખોટી. સત્યના ખોજી એ નક્કી કરવાનુ છે કે સત્ય શુ છે. કદાચ વિચારો ને પણ મર્યાદા હોય કે સત્ય ના જાણી શકે. કદાચ વિચારનાર ને પણ મર્યાદા હોય. આમ સનાતન સત્ય ને સમજવા માટે બધી જ ભ્રાંતી થી પર થવાની તૈયારી રાખવી પડે. કદાચ પોતાને કે પોતાના વિચારો ને જડમૂળ થી બદલવા પણ પડે. જો સત્યની સમીપ જવુ હોય તો અસત્ય ને ત્યજવા ની તૈયારી રાખવી પડે. આમા પણ પેટા ભ્રાંતીઓ આવી શકે છે. સત્યનો દરિયો ઉંડો છે તેને ખેડવા માટે ક્યારેક સ્વ ને છોડ્વો પડતો હોય છે. સ્વ ને છોડ્વો એમા કઇ છોડવાનુ નથી, પણ સ્વ ના આવરણો ને છોડ્વાની જ વાત છે. આવરણોથી મુક્ત થઇને સત્યલક્ષી પ્રયાણ ની વાત છે. કોઇ સત્ય શોધવાની વાત કરે તો તે ભ્રમ જ છે. સત્યને જાણ્યુ કહી શકાય.

સત્યની કસોટી થતી જ નથી ભ્રાંતી ઉપરજ પ્રહાર થાય છે. સત્ય નિર્લપ છે. સત્ય અકળ અને અચળ છે. જેમ જેમ ભ્રાંતી તુટે તેમ સત્ય પ્રદર્શીત થાય છે. સત્ય અજર અમર ને શાશ્વત છે.

માણસ જ્યારે જનમે છે ત્યારે કોરી પાટી જ હોય છે. તેનામા અમુક તમુક વિચારો ભરવામા આવે છે. તેના લીધે તેનો ડેટા બેજ તૈયાર થાય છે. તેવુ તેનુ વર્તન, વાણી અને વિચાર દર્શીત થાય છે. જે લોકો ભવિષ્યમા પોતાની મહેનતથી જો આ આવરણ હટાવી શકે તો તેઓ સત્ય તરફ દોરાય છે. અને સત્યની ખોજ તરફ ખેંચાય છે. કુદરતના નિયમો વિશેના સંશોધનો, નવી ખોજો, નવી ક્રાંતી, નવી વિચારધારા, વિગેરે સત્ય તરફ જતા દેખાય છે. હોઇ શકે કે તે પણ નવી ભ્રાંતી તરફ પ્રયાણ હોય. એક જ વાત કે આમા ક્યરેય સત્યતો બદલાતુ જ નથી. જ્યા સુધી લાગે કે તે બદલાય છે તો તે સત્ય નથી.

સમાજમા સત્યની વ્યાખ્યા દરેક વખતે અલગ અલગ હોય છે. કારણકે જે તે વ્યક્તી સમાજના નિયમોને વરે છે, નહી કે સત્ય ના. સત્યતો તે બધાથી પર છે. તેને સમાજ નથી, સમાજ ના નિયમો નથી. કોઇ ભ્રાંતી નથી, કોઇ લાગણી નથી. સત્યતો એક હકીકત છે. રોજબરોજ માટે કદાચ સત્યની વ્યાખ્યા બદલાતી દેખાતી હોય, તે પણ એક ભ્રાંતી જ છે. ખાસ તો કૉર્ટ્મા ન્યાયાધીશ ફક્ત ને ફક્ત પુરાવા પર આધારીત હોય છે જે સત્ય નથી. તે નિર્ણય પાછળ ભ્રાંતી દેખાય છે તેમ જ સત્યની ઉપર હમેશા આવુ આવરણ હોવાની શક્યતા છે. હોય જ એવુ ના પણ હોય. જો તમે વિચારવાની રીત બદ્લોતો સત્ય તરફની તમારી શોધ નો પ્રારમ્ભ બની શકે. સત્ય વિશે તત્વજ્ઞાન મા અઘરા અઘરા શબ્દો લખેલા છે. પણ એ બધુ જ ભ્રાંતીને દૂર કરવા તરફ નિર્દેશ છે. ઘણી વાર સતત વાગોળાતુ અસત્ય ક્યારેક સત્ય જેવુ લાગે પણ તે ભ્રમ હોઇ સત્ય તો નથી જ.

ઘણીવાર તો લોકો સત્યની જગ્યાએ જીવનભર ભ્રાંતીમા જ રહે છે. મતલબ કે જે દેખાય છે તેને સત્ય માની લે છે. એવા ઘણા બધા ઉદાહરણો તમે જોઇ શકો છો કે સત્ય સદાય માટે ઢંકાયેલ હોય. જેમ કે બ્રહ્માંડની ઉત્પતી.. બ્રહ્માંડની રચના .. માણસની ઉત્પતી.. બ્રહ્માંડનુ સંચાલન કેવી રીતે થાય છે... બીજો જન્મ છે? વિગેરે... વિગેરે.. જો કે અમુક અમુક અંશે સ્ંશોધન થયા છે તે પણ બદલાવને આધીન છે... મતલબ કે સમ્પુર્ણ સત્યની નજીક નથી. સત્ય નો વિષય ગહન છે. સત્યની આ વાત કદાચ ઘણા ને હજમ ના થાય કારણકે તે જે તે વ્યક્તીની નિર્દેશફ્રેમ પર આધારીત છે. કદાચ મારી પણ આ નિર્દેશફ્રેમ સિમિત હોય ને મારુ આ લખાણ સત્યથી દૂર હોય.. હોઇ શકે છે.

સત્ય અને ભ્રાંતી બે શબ્દો ફક્ત શબ્દો, લૌકિક રીતે નિર્દેશફ્રેમ આધારીત છે, સત્ય અને ભ્રાંતી નહી. આ સમજવા માટે દરેક્નુ સ્તર, દરેક્ની વિચારશકતિ. દરેક્ના વિચારોની ગહનતા, દરેક્ની ગ્રહણશક્તિ, દરેક્ની જુના વિચાર ત્યાગશક્તિ, દરેક્ની સંશોધન શક્તિ, દરેક્ની પોતાની ક્રિર્યા શક્તિ ઉપર આધારિત છે. એટ્લે આ વિષય દેખાય છે તેટ્લો સહેલો નથી કે છિછરો નથી. દરેક તબક્કે તેના અર્થ અલગ અલગ નિકળે . દરેક તબક્કે તેના ભાવાર્થ અલગ અલગ નિકળે છે. કોઇ કોઇનુ માનતા નથી, કોઇ બિજાને સમજતા નથી. તેથી જ બધા કોઇ એક તરફ એટ્લે કે સત્ય તરફ જતા દેખાતા નથી. ઘણીવાર બધાને પોતાનો અહમ નડે છે જે નવુ લેવા દેતો નથી ને જુનુ છોડવા દેતો નથી.

પણ એક વાતતો નક્કી જ છે કે સત્ય સનાતન છે. સત્યની ખોજમા ઘણા બધા નામી, અનામી ઋષીમુનીઓ, તત્વજ્ઞાનીઓ, વિચારધારીઓ, તત્વચિંતકો, લેખકો, વિગેરે આવી ગયા છે. મતલબ કે હોઇ શકે કે બધા કદાચ એક્બીજાની નજીક હોય, કદાચ દૂર હોય, કદાચ વિપરીત પણ હોય.. પણ સત્ય બદલાયુ નથી. એટ્લે જ વિચારો બદ્લાયા હોય પણ સત્ય બદલાયુ નથી. કદાચ મારુ લખાણમા નવુ કશુય ના લાગે, પણ સત્ય માટે એ કદાચ સત્ય પણ હોય. કોઇક બાબત પુનરાવર્તન હોય.. હોઇ શકે. પણ મારો યત્ન પણ સત્ય તરફ ની નાનકડી પા પા પગલી નો એક ડગ તો હશે જ એવી મારી માન્યતા છે... આભાર.

દીપક બી. રાવલ.- ગાધીનગર.