VAT TARI Rahul Mahida દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

VAT TARI

વાત તારી

(રાહુલ મહીડા)

તુ મારો શોખ

“મને વિશ્વની અજાયબી ને મારી કવિતામા ઉતારવાનો શોખ નથી

પણ હા જરૂર તારી અજાયબી ને મારી કવિતામા ઉતારવાનો શોખ છે.”

“મને મધમીઠી સવારમા કુદરતની સુંદરતાને જોવાનો શોખ નથી

પણ હા જરૂર મને આ મધમીઠી સવાર મા તારી કુદરતી સુંદરતાને જોવાનો શોખ છે”

“મને લોક જગતની ભાષા શીખવાનો શોખ નથી “

“પણ હા જરૂર તારા કઈ કહ્યા વિના તારી આંખોની ભાષા

શીખવાનો શોખ છે”

“મને ઈશ્વરની છબીને દિલમા ઉતારવાનો શોખ નથી

પણ હા જરૂર તારી છબીને મારા દિલમા ઉતારવાનો શોખ છે”

“મને એકાંત મા બેસીને લોકો સાથેની મુલાકાતમાં થયેલી વાતોને વાગોળવાનો શોખ નથી

પણ હા જરૂર એકાંત મા બેસીને આપની મુલાકાતમા થયેલી વાતોને વાગોળવાનો શોખ છે”

“તુ માન કે ના માન તુ મારો શોખ છે”

“તુ મારો દોસ્ત યાર”

“તારી સાથેની એ પહેલી મુલાકાત

આંખોની આંખો સાથેની એ વાત

દીલથી દિલ જોડાયને થઇ સબંધની શરૂઆત

તુ મારો દોસ્ત યાર”

“તારી ચોકલેટ ખાવાની જીદ

મારી એ જીદ પૂરી કરવાની રીત

જીદ અને રીત થી સંકળાયેલી તારી મારી દોસ્તી

તુ મારી દોસ્ત યાર”

“કોલેજ ની એ રજા

તારી સાથે રાત્રે રખડવાની એ મજા

પુરતી રજા અને અંત વગરની મજા સાતે સંકળાયેલી તારી મારી દોસ્તી

તુ મારો દોસ્ત યાર”

“સતરંગી દુનિયાના અતરંગી લોકો

લોકો તારે જોઈ મને યાદ કરનારા

મને જોય તને યાદ કરનારા

તારા વગરના હું મારા વગરના તુ

તુ મારો દોસ્ત યાર”

“વધે અંતરો ભલે સ્થળના

નહી વધે અંતરો તારા મારા દિલના

દુર રહીને તુ છે મારા દિલ મા

તુ મારો દોસ્ત યાર”

“ભગવાન તરફથી મળેલી ભેટ એ મા

જીવન તરફથી મળેલી ભેટ એ પ્રેમીકા

ભગવાન અને જીવન બંને તરફથી મળેલી ભેટ એ મિત્ર

તુ મારો દોસ્ત યાર”

“જીવનનો વણાંક”

“ખબર નહી હતી પહેલા શું છે આ પ્રેમ ?

પણ તારી પહેલી નજરે આપી પ્રેમ ની વ્યાખ્યા

તારા પહેલા કોલ એ ઘંટડી વગાડી પ્રેમ ની મારા દિલમાં

તારી પહેલી મુલાકાતે સમજાવ્યું બસ આ છે પ્રેમ”

“ખબર ન હતી પહેલા કેવી રીતે કરાય આ પ્રેમ ?

પણ હા તારા નખરા ઉઠાવતા ઉઠાવતા કરતા શીખી ગયો પ્રેમ

તારો ગુસ્સો સહન કરતા કરતા થઇ ગયો આ પ્રેમ

તને ધીરે ધીરે સમજતા થઇ ગયો આ પ્રેમ”

“ખબર ન હતી પહેલા શું સીખાવાડે છે આ પ્રેમ?

પણ હા તને અને મને બંનેને નાના બાળક બનતા સીખાવાડે છે આ પ્રેમ

તારી સામે સંકોચ વિના વાત રજુ કરતા શીખવાડે છે આ પ્રેમ

જીવન તારી સાથે કેટલું સુંદર છે,એ શીખવાડે છે આ પ્રેમ”

“હવે સમજાય છે શું છે આ પ્રેમ

બસ એક વનઉકેલાય એવો સંબંધ છે

જેમાં બસ તુ છે અને હું છું

જેમાં થોડી તકરાર છે અને તારા માટે ઘણો સ્નેહ છે”

“કવિતા લખવી એ મારી આવડત નથી

પણ હા તારા વિશે લખવું એ મારી ફિતરત છે

તુ માને છે કવિતા લખવી એ મારી ફિતરત છે

પણ હા તુ છે તો આ ફિતરત છે”

તારી પરિભાષા

“આવડતું ન હતું, શું છે આ પ્રેમ ની પરીભાષા

પણ આભાર તારો તને જોતા,

આવડી ગઈ આ પ્રેમ ની પરીભાષા”

“પ્રેમ ની સુંદરતાને કોઈ દિવસ જોઈ શકાતી નથી

પણ તારી સુંદરતાને જોતા જોતા,

પ્રેમ ની સુંદરતાનો ખ્યાલ આવવા લાગ્યો”

“કેહવાય છે દિલના ધબકારાઓનીકોઈ ભાષા નથી

પણ તારી નજીક આવતા આવતા,

દિલના ધબકારાઓની ભાષા બોલવા લાગ્યો હું”

“કેહવાય છે પ્રેમનો કોઈ રંગ નથી

પણ તારા પ્રેમના સતરંગમા રંગતા

પ્રેમના રંગમાં રંગાવા લાગ્યો”

“કેવી સુંદર છે તારી પરિભાષા,

હું શબ્દ અને તુ અર્થ બન

તારા વગર હું વ્યર્થ બનું”

“મારું સપનું”

“પ્રકૃતિ તુ બન,

તેમાં રંગ હું ભરતો જાવ

ચાલને એક નવી સૃષ્ટીનું નિર્માણ કરીએ”

“શબ્દ તુ બન

તેની કવિતા હું બનાવતો જાવ

ચાલને એક નવી ભાષાનું નિર્માણ કરીએ”

“ઝરણું તુ બન

તેમાં મીઠાશ હું ભેળવતો જાવ

ચાલને એક નવા સ્વાદનું નિર્માણ કરીએ”

“સપનું તુ બન

તેને હકીકતમાં હું બદલતો જાવ

ચાલને એક નવી હકીકતનું નિર્માણ કરીએ”

“નદી તુ બન

તને વેહવાનો માર્ગ હું બનાવતો જાવ

ચાલને એક નવા જ માર્ગનું નિર્માણ કરીએ”

“ફૂલ તુ બન

તેમાં સુવાસ બની હું મેહ્કું

ચાલને એક નવી જ સુવાસ નું નિર્માણ કરીએ”

“કસમ તુ બન

તેને અંત સુધી હું નિભાવતો જાવ

ચાલને એક નવી જ કસમ નું નિર્માણ કરીએ”

“ગીત તુ બન

તેનું સંગીત હું બનાવતો જાવ

ચાલને એક નવા જ સંગીતનું નિર્માણ કરીએ

“પ્રેમ તુ બન

તેને વિશ્વાસ સાથે હું નિભાવતો જાવ

ચાલને એક નવા જ પ્રેમનું નિર્માણ કરીએ”

“સમય”

“દિલની અદાલતમાં કોઈ જજ હોત

તો પહેલો મુકદમોએ સમય પર હોત

જે હંમેશા તારા અને મારા વચ્ચે દીવાલ બને છે”

“માનું છું આ સમય આપણને ગુલામ બનાવે છે

પણ હા કોઈ ફુરસતનો સમય મળે તો,

કોઈ દિવસ ખબર લઇ લે જે મારી”

“તો પણ આ સમય જીદ્દી બને

તો એક સંદેશ મોકલી

તારી હાજરી નો અનુભવ કરાવતી જજે”

“ખરી જંગ થઇ જાય છે

મારા દિલ અને સમય વચ્ચે

સમય રાહ જોવડાવતા થાકતો નથી અને દિલ રાહ જોતા”

“બસ આવા સમય સાથે લડતા લડતા

પોતાની જાત ને વ્યસ્ત રાખતા થઇ ગયો છું

કાં તો તારી યાદ મા કાં તો મારી કવિતામાં”

“ખરો કલાકાર છે આ સમય

જીત તોય નથી અને જીતવા દેતો પણ નથી”

“દૂરી”

દૂર હોવા છતાય તુ મારામાં વિચાર બનીનેરહે છે

ખબર નહિ તારો વિચાર કવિતામાં કઈ રીતે બદલાઈ જાય છે.

દૂર હોવા છતાય તુ મારા દિલ મા છબી બનીને રહે છે

ખબર નહિ તારી આ છબી સમય સાથે ગાઢ કેમ બનતી જાય છે.

દુર હોવા છતાય જયારે પણ તારું નામ સંભળાય છે

ખબર નહિ આ કરમાયેલા ચહેરો કેમ ખીલી ઉઠે છે.

દુર હોવા છતાય આ આંખો તને શોધવાનો પ્રયત્ન કરે છે

ખબર નહિ તારી અણધારી મુલાકાત હજારોની ભીડમાં આ આંખોને ચમક કેમ આપે છે.

દુર હોવા છતાય તુ મારા મા પ્રિત બનીને રહે છે

ખબર નહિ આ પ્રિત મને સપ્તરંગી કેમ બનાવી જાય છે.

દુર છું તારાથી તો કોઈ દુઃખ નથી

તારી યાદ મારી માટે કોઈ મુલાકાતથી કમ નથી.

“મમ્મી”

“આંખ બંધ કરવાથી ભગવાનનાદર્શન મળે

પણ મારી અંખ બંધ થતા મને તારા દર્શન મળે

મારી ભગવાન એ મારી મમ્મી”

“લોકો બિરદાવે છે મારી સફળતાને

પણ હું તો બિરદાવું તારી મેહનતને

જે મને સફળ બનવા મજબૂર કરે”

“ઘેરાઈ વળું છું જયારે મુસિબતોથી

ત્યારે સહારો લેવા તારો ખોળો શોધું છું

જે મને મુસીબતમાં રાહત આપે છે.”

“આંખોમા જયારે પણ હતાશા હોય છે

આ આંખો તારી આંખોને જોવા તરસે છે

જે બતાવે છે કે હું એકલો નથી.”

“સમયની સાથે પ્રેમ બદલાતો જાય છે એવું સાંભળું છે

પણ એવો તે કેવો પ્રેમ છે મમ્મી તારો

જે મારા જન્મ પહેલા અને જન્મ પછી પણ નથી બદલાયો”

“તુ મારી પહેલી દોસ્ત,

તુ મારો પહેલો પ્રેમ,

તુ મારા જીવન ને સાર્થક કરનાર

મમ્મી તુ મારી ભગવાન.”