સામાજિક સ્વીકૃતિ Heni Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સામાજિક સ્વીકૃતિ

સામાજિક સ્વીકૃતિ :

ક્યારેક અનુભવી સમાજ પણ માણસ ઓળખવા માં થાપ ખાઈ જતો હોય છે,ઘણા માસુમ હૈયાઓ ને સમાજ બીજાની ભૂલો ની સજા આપી બેસે છે,અરે ટોણાઓ ના વરસાદ થી જીવવાનું મુશ્કેલ બનાવી દે છે, એક થકી સો જણા સુધી અસ્તિત્વવીહીન વાતો જયારે પહોચી ચુકી હોય,અને ચારે બાજુ થી બદનામી મળી રહી હોય,પોતે સાચા હોવા છતાં કોઈ ખડા પગે એમની સાથે ઉભા રહેવા કે એમને હિંમત આપવા રાજી નાં હોય ત્યારે અમુક કુમળા હૃદય આ ભીડ માંથી સદાય માટે વિલીન થઇ જતા હોય છે,આ એક એવી જ માસુમ અનીકાની કથની છે,જે હારી ચુકી છે,પણ એના દીકરાની હિંમત થી ઝીંદગીની નવી સફર શરુ કરી દુનિયા સમક્ષ એક ઉદાહરણ પૂરું પડ્યું છે.

અનીકા એ ૧૮ વરસની કુમળીવય માં પાડોશીમિત્ર કૃણાલ સાથે લવમેરેજ કર્યા હતા,ઘરે ખબર પડી જતા અનીકાને મામા ના ઘરે સુરત મોકલાવી દેવામાં આવી,ત્યા પણ કૃણાલ એના મિત્રને લઈને પહોચી ગયો અને અનીકા સાથે ચિટ્ઠીની આપ લે કરવામાં ફરી પકડાઈ ગયા,ત્યારે કૃણાલ માત્ર ૨૦ વરસનો હશે,મર્દાનગીનો જુસ્સો સમાતો ન હતો,અંતે એમણે ભાગીને લગન કરી લીધા,કૃણાલ બાપ વગરનો દિકરો હતો,માં,નાના ૨ ભાઈ અને એક બહેન ની નાનપણ થી જ જવાબદારી એણે લઇ લીધી હતી,ખુમારી ય ખાસ્સી,એની આ અદા પર તો અનીકા જાન છીડકતી હતી,લગન ના ૪ મહિના સ્વજનો થી દુર રહ્યા બાદ પાછા એ જ શેરી માં બંને નું આગમન થયું,અનીકા ડરતી હતી,પરંતુ કૃણાલનો સાથ એને હિંમત આપતો હતો,બદલા માં કૃણાલની પણ શરતો હતી,લગન ના ૧૫ વરસ સુધી બાજુ માં ને બાજુ માં રહેતા હોવા છતાં અનીકાને એના પિયર જવાની છૂટ ન હતી.

લગન ના ૨ વરસ પછી અનીકાના ઘરે દીકરાનો જન્મ થયો, કૃણાલનો વ્યાપાર વધ્યો,એને વડોદરા શહેર જવાની ફરજ પડી, અનીકા ના સાસુ અઘરા,અને કૃણાલનો ય ગુસ્સો આગ ભભૂકતો, સાસુ સામે કૃણાલ એ અનીકાનો પૂરો સાથ આપ્યો,અનીકા ભણવામાં આગળ પડતી હતી,પરંતુ ૧૨ સુધી જ ભણેલી અનીકાને લગન પછી ઘરની જવાબદારી ઓનો ભાર આવી ગયો,એને ઘર ના એકેય કામ ઉકલતા નહિ,ક્યારેય ઘર ના કામ કરેલા જ નહિ,સાસુ વહુ પર જોહુકમી ચલાવતા,અનીકામાં કશું બોલવાની હિંમત હતી નહિ,બધું મૂંગા મોઢે સહન કરી લેતી, બાજુ માં જ રહેતા અનીકા ના માતા પિતા દીકરીની આવી સ્થિતિ થી દુખી થતા,પરંતુ એક બાજુ જમાઈની જીદ,બીજી બાજુ અનીકા ના ભાઈ ઓની જીદ,એમની સામે બંને નું કાઈ ના ચાલતું,પરંતુ કૃણાલ એને શહેર લઇ ગયો,ત્યારે માતા પિતાને હાશ થઇ,કે હવે દીકરી સુખી થશે,ગામ માં કૃણાલએ સેટ કરેલો બધો કારોબાર નાના ભાઈ ને સોંપી દીધો,વચલા ભાઈ ને એલએલબી ના અભ્યાસ માટે અમદાવાદ રવાના કરી દીધો.

વડોદરા માં ય ૧૫ વરસ માં તો કૃણાલ એ ૧૦ ઘર બદલ્યા હશે, અનીકા બધા માં એનો સાથ આપતી,કૃણાલને જમવાથી લઇ ઘર માં બધું પરફેક્ટ જોઈએ, ઘર માં બધું નવું નવું વસાવે,અને અનીકા પાસે મહેનત એય એટલી કરાવે,બહાર ની દુનિયા માટે તો એ ખુબ પરોપકારી,સુખી,વ્યવસ્થિત, પરંતુ ઘર માં સહેજ નાની વાત પર ગુસ્સો અને કંકાસ,બધી જ સુખ સાહ્યબી હોવા છતાં અનીકા અને કૃણાલ ખુશ જ નહિ, કશે ફરવા જવાના હોય તો ય અડધે થી ઘેર ભેગા થઇ જાય, બને જ નહિ બંને નું,વચલા ભાઈને એલએલબી માં સફળતા મળી નહિ,એણે પણ શહેર આવી કૃણાલ ના બીઝનેસને જોઈન કર્યું, થોડા સમય બાદ કૈક ઝગડો થતા કૃણાલ એ એનો બધો બીઝનેસ,નવો બનાવેલો બંગલો બધું ભાઈને આપી દીધું,અને પોતે ભાડા ના ઘર માં રહીને નવો બીઝનેસ શરુ કર્યો,૫ વરસ માં જ ફરી એણે ફરી સુખ સાહ્યબી હાંસલ કરી લીધી,અનીકા એ બધા માં જ એનો પૂરો સાથ આપ્યો.

એમ કરતા કરતા ૨૨ વરસ થયા લગન ને, ૨ દીકરા ય મોટા થયા હતા, પરંતુ પપ્પા-મમ્મી,એમને મન બંને સરીખા,કૃણાલ માટે આટઆટલું કરવા છતાં,રોજ થતા ઝગડા,મારપીટ અનીકા હવે સહન કરવા તૈયાર ન હતી, એ ગામ એના માતા પિતા પાસે જતી રહેતી,૨ ૩ મહિના થાય,કૃણાલ પાછું બોલાવી લેતો, કૃણાલ અનીકાની કાળજી ય એટલી લે,સામે એના પર ગુસ્સો ય એટલો,શું સમજવાનું શું નહિ,ઉકેલ જ જડતો ન હતો.

ઘર ની વધતી જતી અશાંતિ થી નાના દીકરા વીર ને તો હોસ્ટેલ માં મૂકી દીધો,મોટો દીકરો પારસ કોલેજ માં અભ્યાસ કરતો હતો,એણે મમ્મી પપ્પાને એક કરવા માટેના પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા.પારસ કૃણાલ થી દુર થતો જતો હતો,પારસ કઈ પણ બોલવા જાય,સામે બોલે છે,કહી ને કૃણાલ એને તડફડ બોલી દેતો,એની પોકેટમની ય બંધ કરી દીધી,અને એની બાઇક ની ચાવી ય લઇ લેવામાં આવી,અનીકા અને પારસ ડરી ડરીને રહેતા,ક્યારેક પારસ અને અનીકા વચ્ચે ય કહાસુની થઇ જતી,અનીકા હૈયું ઠાલવતા બોલી દેતી કે તું ય પપ્પા જેવો જ ને,મારો સાથ છોડી દેશે એક દિવસ.પારસને આ વાત દિલ પર લાગી ગઈ હતી, ખરેખર નોધારી ઘડી માં એક દિવસ નાની સરખી વાત માં કૃણાલ એ અનીકાનો સામાન ઘરની બહાર ફેંકી દીધો,પડોશીઓ ભેગા થઇ ગયા,બધાની સામે કૃણાલ એ પારસ અને અનીકાને ઘરની બહાર કાઢી મુક્યા,બંને એ પણ સામાન ઉઠાવી નીકળી જવાનું નક્કી કરી લીધું.

૨ વરસ થયા, બંને ને અલગ રહેવાને,,અનીકા ના નામે જ લીધેલા એક ફ્લેટ માં પારસ અને અનીકા રહેતા,પારસ ૨ વરસ અલગ અલગ ધંધા ઓ માં હાથ અજમાવ્યા પછી,ફરી પિતા સાથે બીઝનેસ માં જોડાયો,કૃણાલ માટે જમવાનું રોજ અનીકા તૈયાર કરીને પારસ સાથે મોકલી આપતી ,વીર ભણવા માટે વિદેશ જતો રહ્યો,પારસ અનીકાની પુરતી કાળજી લેતો. કૃણાલ ના આડા સંબંધો હોવાની ય જાણ થઇ હતી પણ કૃણાલ અને અનીકા એ ડિવોર્સનો ફેસલો હજી સુધી લીધો નહતો,સમય સાથે બધું સારું થશે એમ વિચારી અનીકા અને પારસ જીવી રહ્યા હતા,કૃણાલ ના મમ્મી,ભાઈ ઓ, ભાભીઓ સાથે અનીકા ના સારા સંબંધો હતા,, બધા અનીકાને જ સમજાવે,હવે બહુ થયું,પાછી જતી રહે,પણ અનીકાને ખુશ રહેવું હતું,કૃણાલ નો ગુસ્સો સહેવાની હિંમત નહતી એના માં,કૃણાલ ને ઘણી શારીરિક તકલીફો શરુ થઇ ગઈ હતી.

કૃણાલનું એના ગામ માં અને વડોદરા શહેર માં ય બીઝનેસ માં ખાસ્સું નામ હતું, ઘણાને મદદ કરતો, મિત્રવર્તુળ એય ખાસ્સું મોટું હતું,એમાંથી જ ૨ ૩ મિત્રોની ખરાબ સંગત લાગી હતી કે,કૃણાલ અને અનીકા જયારે સાથે હતા,ત્યારથી જ અવળા રસ્તે અને અય્યાશી માં રચ્યો પચ્યો રહેવા માંડ્યો હતો,ઘણી શારીરિક તકલીફો ય શરુ થઇ ગઈ હતી,કૃણાલનું શરીર પણ માંદલું થતું જતું હતું.સમાજ અનીકાને જ ગુનેગાર નજરો એ જોતો, લોકો એને જાતજાત ના ટોણા મારે, કૃણાલ ના આડા સંબંધો,ખરાબ વ્યવહાર સામે બધા આંખ આડા કાન કરતા, બધા અનીકાને સમજાવતા,કે આવું બધા ઘર માં હોય,તું પતિને સાચવી લે,પણ અનીકાને કૃણાલને જોવાનો ય ડર લાગતો,આટઆટલા ઝુલમ ગુજાર્યા હતા એના પર,એ કઈ રીતે હિંમત કરે કૃણાલને સ્પર્શ કરવાની.એને નફરત નહતી કૃણાલ થી,કાળજી ય લેવી હતી એની,કૃણાલ એ પણ ૨ વરસ માં એને એક વાર પણ પાછી બોલાવી ન હતી.અનીકા એ પોતાને જ સમજાવ્યું, અને એક મોકો આપવા તૈયાર થઇ,અનીકા કૃણાલને બધી હિંમત ભેગી કરી મળવા ગઈ, પણ કૃણાલ નું અભિમાન ચરમસીમા એ પહોચ્યું હતું,કૃણાલએ ગુસ્સા માં અનીકાને ઘણું જ ના સંભળાવવાનું સંભળાવી દીધું,એના ચારિત્ર્ય પર નિશાનો કર્યો,અને અનીકા ને ચોખ્ખું કહી દીધું,આજ પછી કોઈ જ સંબંધ નહિ,અને જોઈતા હશે એટલા પૈસા માંગી લે,મળી જશે, અને એક વાર કોર્ટ માં ખેચાવશે તો એક પૈસો ય હાથ નહિ આવવા દઉં તારા!! અનીકા વધુ ગભરાઈ ગઈ હતી,એની રહીસહી જીવવાની હિંમત એય તૂટી ગઈ હતી,પણ પારસ એની હિંમત બન્યો.કોર્ટમાં ૪ વરસ સુધી કેસ ચાલ્યો,કૃણાલએ ધમકી મુજબ મોટા મોટા વકીલો થકી કેસ ને થાળે પાડવાના પ્રયત્નો કર્યા,પણ પારસ ની મિત્ર શ્વેતા કે જે અનીકા તરફ થી કેસ લડતી હતી,એ નમતું ઝોખતી નહતી,અંતે સચ્ચાઈ નો વિજય થાય છે.કૃણાલ અને અનીકા કાયદેસર છુટા પડે છે. પારસ અને શ્વેતા પ્રેમસંબંધ થી એકબીજા સાથે જોડાય છે,અનીકા ખુશી ખુશી એમના લગન કરાવે છે.

૨ હૈયાઓ કે જેમણે પરિવારની વિરુદ્ધ જઈ જાતે જ સાથ નીભાવવાની,સાથે જીવવા મરવાની કસમો ખાધી હતી,એ કાયમ માટે જુદા થઇ ગયા છે,પણ આ બધા માં ઘણું ખરું ભોગ પારસ બન્યો,આજે એણે પોતાના બળ પર નવી ઝીંદગી શરુ કરી છે,પારસ એ પણ નવા બીઝનેસ માં ઝંપલાવ્યું છે,પિતાના વર્તાવ પર થી ઘણી સીખ મેળવી છે.વીર તો વિદેશ જ સેટ થઇ ગયો છે,ભલે પારસને અધવચે રઝળતો કરી દીધો, પણ કૃણાલએ વીરની બધી જવાબદારી ઓ પૂરી કરેલી,જ્યાં સુધી એ પોતાના પગપર ના થયો ત્યા સુધી એને હાઇફાઇ ઝીંદગી જીવડાવી,વીરને ય અનીકા અને પારસ ની ચિંતા થતી,પણ ભણવામાં ગળાડૂબ એ કઈ કરી સક્યો નહતો,પણ હમેશા સાથ આપ્યો હતો. પારસ અને એની પત્ની શ્વેતા સાથે અનીકા એ નવી ઝીંદગી શરુ કરી દીધી છે,પારસને ઘણી સંસ્કારી વહુ મળી ગઈ છે, કે જે અનીકાને સગી માં કરતા વધુ પ્રેમ કરે છે. હવે અનીકાએ જાણે જીવવાનું શરુ કર્યું છે,પારસ અને શ્વેતા અનીકાને જરાય દુખી થવા નથી દેતા.કૃણાલ એના જ સ્વભાવ થી દુખી થયો છે, સમાજ એ અનીકાને સ્વીકૃતિ આપી દીધી છે.