પર્વતારોહણ BHARATSINH PARMAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પર્વતારોહણ

પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃતિને ગુજરાતમાંથી લુપ્ત કરવાનો કારસો ?

રમતગમત અને સાહસિક પ્રવૃતિની બાબતમાં ગુજરાતને પછાત રાખવાનું મન તો કદાચ દરેક સરકારે બનાવેલું જ હોય છે. માન્યું કે ગુજરાતની પ્રજા વ્યવસાયની બાબતમાં રૂચિ ધરાવતી પ્રજા છે અને શારિરીક પ્રવૃતિમાં એને રસ જેનેટીકલી જ ઓછો પડે છે પણ એ બાબતને ધ્યાનમાં લઇને ગુજરાતના લોકોને રમતગમત માટે પ્રેરિત કરી, એમને આવી પ્રવૃતિ માટે રસ લેતા કરવા માટે સવિશેષ પ્રયત્નો થવા જોઇએ ને ? રમતગમત અને શારિરીક પ્રવૃતિનો સીધો સબંધ માણસના સ્વાસ્થ્ય સાથે છે અને ગુજરાતીઓ સ્વાસ્થ્ય માટે બેદરકાર છે ? જો હોય તો સરકારની એ ફરજ નથી કે તેઓ ગુજરાતીઓને સ્વાસ્થ્ય માટે એટલે કે રમતગમત તરફ અભિમુખ કરે ?

ગુજરાતના યુવાનો પોલિસ અને રક્ષાદળોમાં કેટલા જાય છે ? ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે કેટલા ચમકે છે ? જવાબ ખુબ જ નિરાશાજનક છે. ગુજરાતનો ભૌગોલિક વારસો કોઇ બીજા રાજ્યોથી જરા પણ ઊતરતો નથી પણ એ ભૌગોલિક વારસા અને ત્યાં શક્ય એવી સાહસપ્રવૃતિઓમાં આપણને ગુજરાતીઓને રસ નથી, અને જેને રસ છે તેને આપણી રાજ્ય સરકાર પ્રોત્સાહન આપતી નથી ! અમિતાભ બચ્ચનને ગુજરાતના ટુરીઝમના એમ્બેસેડર બનાવવાની કોઠાસુઝ આપણા ગુજરાતના શાસકોને છે પણ આપણી ભૌગોલિક સંપતિના ખોળે જઇને આપણા ગુજરાતીઓ સાહસ પ્રવૃતિ કરે એવો વિચાર શાસકોને આવતો નથી.

ગુજરાત પાસે ૨ અલાયદી ઇનસ્ટીટ્યુટ છે પર્વતારોહણને શીખવવા અને આ પ્રવૃતિને પ્રોત્સાહિત કરવા માટે. રાજસ્થાનની સીમામાં, આબુમાં આવેલી પર્વતારોહણની ઇનસ્ટીટ્યુટને રાજસ્થાન સરકારે ગુજરાત રાજ્યની ઘોષિત કરી પણ ગુજરાતની સરકારને એને સાચા અર્થમાં ચલાવવાની, લોકોને એ તરફ વાળવામાં કોઇ રસ પડતો નથી. આ આબુની સ્વામી વિવેકાનંદ ઇનસ્ટીટ્યુટ ઓફ માઉન્ટેઇરીંગ કે જે પહેલા ગુજરાત સ્ટેટ માઉન્ટેઇનરીંગ ઇનસ્ટીટ્યુટ તરીકે ઓળખાતી તે હોય કે જુનાગઢમાં આવેલું પંડિત દિનદયાલ ઉપાધ્યાય ટ્રેઇનીંગ સેન્ટર, બન્ને સરકાર તરફથી એના વિકાસ માટે મદદ મળે એની રહેમરાહે ઊભી છે. આ બન્ને ઇનસ્ટીટ્યુટમાં ઉપલબ્ધ કોર્સીસ પર નજર નાખ્યા બાદ આ બન્ને ઇનસ્ટીટ્યુટની દયામણી હાલતનો ચિતાર જોઇ લઇએ. આ ઇનસ્ટીટ્યુટમાં ઉપલબ્ધ કોર્સીસ, એનો સમયગાળો અને એમાં ભાગ લઇ શકવા માટેની ઉંમર નીચે મુજબ છે:

  • એડવેન્ચર કોર્સ (માઉન્ટ આબુ અને જુનાગઢ)_ સાત દિવસ માટે, ૮ થી ૧૩ વર્ષના માટે
  • બેઝીક કોર્સ ઇન રોક ક્લાયમ્બીંગ (માઉન્ટ આબુ અને જુનાગઢ)_ દસ દિવસ માટે, ૧૪ થી ૪૫ વર્ષના માટે
  • એડવાન્સ કોર્સ ઇન રોક ક્લાયમ્બીંગ _ પંદર દિવસ માટે, ૧૫ થી ૪૫ વર્ષના માટે
  • કોચીંગ કોર્સ ઇન રોક ક્લાયમ્બીંગ _ ત્રીસ દિવસ માટે, ૧૭ થી ૪૫ વર્ષના માટે
  • આર્ટીફીશીયલ રોક ક્લાયમ્બીંગ કોર્સ _ દસ દિવસ માટે, ૧૭ થી ૪૫ વર્ષના માટે
  • રીફ્રેશર કોર્સ ફોર ઇનસ્ટ્રક્ટર _ દસ દિવસ માટે, ૧૭ થી ૪૫ વર્ષના માટે
  • ટ્રેકીંગ ઇન ગુજરાત _ દસ દિવસ માટે, ૧૭ થી ૪૫ વર્ષના માટે
  • ટ્રેકીંગ ઇન હિમાલયાસ _ પંદર દિવસ માટે, ૧૭ થી ૪૫ વર્ષના માટે
  • આ કોર્સીસ ઉપરાંત બન્ને ઇનસ્ટીટ્યુટમાં પોલિસ અને આર્મીના સ્પેશીયલ કમાન્ડોની ટ્રેઇનીંગ માટેના વિશેષ પ્રોગ્રામનું આયોજન થતું હોય છે. આ પ્રોગ્રામમાં તેમજ ઇનસ્ટીટ્યુટના વિવિધ કોર્સમાં ગુજરાત તથા ગુજરાતની બહારના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે.

    હવે આ ઇનસ્ટીટ્યુટને ચલાવવાની અને એના વિકાસ માટે સરકારની કાર્યદક્ષતાના માત્ર થોડા ઉદાહરણો પર નજર નાખી લઇએ ! આ ઇનસ્ટીટ્યુટસમાં છેલ્લી ભરતી આજથી બે દસકા પહેલા થઇ હતી. આ ઇનસ્ટીટ્યુટ્સમાં નથી કોઇ કાયમી પ્રિન્સીપાલ કે નથી કોઇ કાયમી ઇનસ્ટ્ર્ક્ટર. જ્યારે ટ્રેઇનીંગ પ્રોગ્રામ હોય કે જ્યારે કોર્સ ચાલતો હોય ત્યારે બહારથી જેવા મળે તેવા ઇનસ્ટ્રક્ટરને બોલાવી લેવામાં આવે, એમની સેવાનું એમને એક નામ પુરતું વળતર આપી દેવામાં આવે અને પછી ઇનસ્ટ્રક્ટર એના રસ્તે અને વિદ્યાર્થીઓ એના રસ્તે !

    જ્યારે ભારતમાં જ આવેલી અન્ય પ્રવતારોહણની ઇનસ્ટીટ્યુટ્સ પર નજર નાખીએ એટલે આપણને આપણી આ ઇનસ્ટીટ્યુટ્સની દયનીય સ્થિતીનો સાચો અંદાજ મળી રહે છે. ભારતમાં આવેલી અન્ય ચારેય પર્વતારોહણની ઇનસ્ટીટ્યુટમાં કાયમી ઇનસ્ટ્રક્ટર્સ છે અને એના સંચાલકો, પ્રિન્સીપાલ વિગેરે છે.

    હજુ અધુરામાં પુરૂ હોય તેમ પર્વતારોહણની ગુજરાતની આ બન્ને ઇનસ્ટીટ્યુટ્સને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સોંપી દેવાની હીલચાલ પણ ચાલુ હોય તેવા અણસારો મળી રહ્યા છે. સ્વર્ણિમ ગુજરાતના નેજા હેઠળ સ્થપાયેલી આ યુનિવર્સિટી એના સ્પોર્ટ્સ માટેના કાર્યો કરતું રહે અને આ ઇન્સ્ટીટ્યુટ્સ કે જેને માટે અલાયદા ફંડ માટેની વ્યવસ્થા સરકારના અન્ય ડીપાર્ટમેન્ટ દ્વારા કરવાની જોગવાઇ છે તો આ ઇનસ્ટીટ્યુટ્સને સ્પોર્ટ્સ યુનિવર્સિટીના નેજા હેઠળ મુકી દેવામાં કોઇ સકારાત્મક અભિગમ જણાતો નથી.

    દુ:ખની વાત તો એ છે કે ગુજરાત રાજ્યના અલગ-અલગ વિભાગો માટે આ ઇનસ્ટીટ્યુટના રૂમનો ઉપયોગ ફેમિલી પિકનીક અને પાર્ટીઓ માટે પણ થતો જણાયેલો છે.

    આ બન્ને ઇનસ્ટીટ્યુટ્સ પાસે લાખોની કિંમતી સાધન સામગ્રી છે જે પર્વતારોહણ માટે ઉપયોગી હોય છે, પણ આ સાધન-સામગ્રીની કાળજી લે એ માટેનો કાયમી સ્ટાફ નથી !

    પર્વતારોહણની શોખ માટે અને તંદુરસ્તી માટે જેમ ઉપયોગી છે તેમજ પર્વતારોહણની ટ્રેઇનીંગ લીધેલો માણસ વિકટ પરિસ્થિતીમાં રેસ્ક્યુનું કામ સુપેરે બજાવી શકે છે. ગુજરાત સરકારના એજન્ડામાં સુરક્ષા અને વિકટ પરિસ્થિતીઓમાં રેસ્ક્યુની કામગીરી કરી શકે તેવા કાબિલ માણસોને તૈયાર કરવાનો ધ્યેય નથી ? આજ સુધીમાં અસંખ્ય યુવાનો અને પોલિસ તથા આર્મીના જવાનો આ ઇનસ્ટીટ્યુટ્સમાં તાલિમ લઇને દેશને ઉપયોગી થાય તેવી રીતે સજ્જ થયા છે, હવે આ તાલીમ આપતી સંસ્થાને જ પાયા-વિહોણી અને કરોડરજ્જુ વિનાની બનાવી દેવી એ સરકારની કેવી નિતીનું પરિણામ છે ? તાજેતરમાં જાહેર થયેલી સરકારની રમતગમત નિતી હોય કે આ બન્ને ઇનસ્ટીટ્યુટની કફોળી સ્થિતી, સરકારને માત્ર મોટી-મોટી જાહેરાતોમાં જ રસ હોય તે વાત સ્પષ્ટપણે સમજાય છે.

    આ બન્ને ઇનસ્ટીટ્યુટ્સ ગૌરવભેર રીતે આપણા યુવાનોને પર્વતારોહણની તાલિમ આપતી રહે, એની માળખાકીય સુવિધાઓમાં સુધારો થાય એને મળતી સગવડોમાં વધારો થાય એ જોવાને બદલે સરકાર આ ઇનસ્ટીટ્યુટ્સ માત્ર બિલ્ડીંગ બનીને ઊભી રહે એ દિશા તરફ આગળ વધતી જણાય છે. ગુજરાતમાં આ બન્ને ઇનસ્ટીટ્યુટ્સમાં વિવિધ કોર્સ કરવા માટે શાળા/કોલેજના વિદ્યાર્થીઓ આકર્ષાય, લોકો ફરવાના આનંદની સાથે સ્વાસ્થ્યમય થાય અને આ કોર્સીસમાં જોડાઇ તેવા પ્રયત્નો કરવા તો દૂરની જ વાત રહ્યા, આ ઇનસ્ટીટ્યુટને શોભાના ગાંઠીયા બનાવી દેવા માંગે છે ?

    સરકાર પણ કદાચ આ વાતથી અજાણ હશે અને આપણે ગુજરાતીઓ પણ કે ગુજરાતમાં શ્રેષ્ઠ રોક ક્લાયમ્બીંગ માટેના પર્વતો છે. તેમાં પાવાગઢ હીલ, જુનાગઢનો ગીરનાર પર્વત અને તરંગા હીલ્સ કે જે મહેસાણાના વડનગરથી ૨૦ કીલોમીટરના અંતરે છે તેનો સમાવેશ થાય છે. અને એમાં પણ જો માઉન્ટ આબુને આપણે ગુજરાતમાં ગણી લઇએ તો ગુજરાત પાસે આ પર્વતોની જે ભૌગોલિક સંપદા છે તે અજોડ છે. આ જગ્યાઓને જોતા ગુજરાત સરકાર પર્વતારોહણ માટે અન્ય વધારે ઇનસ્ટીટ્યુટ્સ ખોલવી જોઇએ એવી માંગણી કરવી તો કદાચ વધારે પડતું ગણાશે પણ જે ઇનસ્ટીટ્યુટ્સ છે એને સરકાર ગૌરવભેર અસ્તિત્વમાં રહેવા દે તો પણ એ એક મોટો ઉપકાર ગણાશે.

    આજરોજ આ જણાવતા દુ:ખ થાય છે કે ઇનસ્ટીટ્યુટના પર્વતારોહણના તમામ કોર્સ વેકેશનમાં હોય છે. આ વર્ષનું વેકેશન સત્ર ચાલુ થાય છે ૯ એપ્રિલ ૨૦૧૬ના રોજ પણ આજદિન સુધી આપણા ગાંધીનગરના સતાધીશોને ચાલુ વર્ષના ટાઇમટેબલ પાસ કરવાનો સમય મળ્યો નથી. જાગો યુવાન જાગો, આપણી યુવાપેઢીને આપણી મોડેલીંગ સરકાર બરબાદ કરી રહી છે.

    આલેખન: શ્રી ભરતસિંહ પરમાર

    પર્વતારોહક

    ૯૯૯૮૩૨૨૨૨૨૮