સાબરમતીને કિનારે Jyoti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાબરમતીને કિનારે

સાબરમતીને કિનારે

"દોડતું, ભાગતું , ધબકતું , પોતાનું ના લાગતું આ અમદાવાદ."

Lana Del Reyનાં Summertime -Sadness ને સાંભળતાં સાંભળતાં આ કેટલાંક શબ્દો સ્ફૂરેલાં. આજે અઢી વર્ષ પછી પણ આ શહેર પોતાનું નથી લાગતું, જોકે પોતાનું લાગે એમ હું ટકીને રહેતી નથી. એ વાત અલગ છે કે હવે અહીં દોડીને પાછું આવું પડે છે.

There is no goal of life, life itself is it’s goal.

It is not moving towards some target , It is here now.

-Osho

અમદવાદ આવી ચઢ્યા પહેલાંનાં બે વર્ષ અગાઉ આ વાંચેલું, આજે ચાર વર્ષ પછી પણ મન આ તથ્ય સમજવા નથી માંગતું કેમકે મન અલગ અલગ લવારા કરતું રહે છે.

અમદવાદનાં પોશ વિસ્તારોમાં સવારનાં પો'રમાં તડકો નથી લાગતો. ઝાડવા સાથે સોફિસ્ટિકેશન પણ ઉગાડેલું હોય છે. ઉંચા ફ્લેટ્સની વચ્ચે ક્યાંક મોટો બંગલો દેખાઈ જાય અને આપણે નસીબદાર હોઈએ તો આપણા ચોથા માળની બારી આગળજ એ બંગલો હોય. બીજી બહુમાળી ઈમારત દ્વારા પવન ના રોકાતો હોય. બંગલાના બગીચામાં પાળેલા કુતરાને એટે’સથી રખડતા જોઇને આપણને એને એક લાફો ચીપકાઈ દેવાની ઈચ્છા થયી જાય કેમકે નવાજ ડાઉનલોડ કરેલા અંગ્રેજી ગીતના લિરિક્સ સમજવામાં એ કૂતરાનું ભસવું બાધારૂપ હતું.

અમદાવાદમાં તે મારો પહેલો દિવસ હતો. પાલનપુરમાં કૂતરાના ભસવા સાથે સમાધાન કરી લેવામાં આવતું, લાફો મારવાનો વિચાર મને કદાચ અમદાવાદમાં જ આવી શકે. પપ્પાને પી.જી.નો કોન્સેપ્ટ સમજાવામાં જ એક વર્ષ લાગેલું ; પી.જીમાં લગભગ બધા ભાગમભાગ કરતાં હતાં , મારા સિવાય. પહેલો દિવસ હતો , હજુ અમદાવાદની ગતિથી ભાગવાનું શીખવાનું બાકી હતું ; એ વાત અલગ છે કે હું હજુ નથી શીખી.

કોઈપણ નવી જગ્યાએ હું જાઉં એટલે ટાર્ગેટ બની જતી હોઉં છું , પી.જીમાં પણ એવુંજ થયું. બારીમાં ઉભા ઉભા શહેર અને એનાં ઠંડા પવનને અંદર સમાવવાનો પાંગળો પ્રયાસ કરતાં મારા શ્વાસ ભાગતાં પગલાંઓના માત્સર્યભાવનો ભોગ બન્યાં. એ વખતે એમને Bless your little fragile heart કહેવાની ઈચ્છા થાય.

દેખીતી રીતે એ વખતે ઉનાળોજ હતો અને દેખાડાની થોડી SADNESS.

‘‘HIGH HEELS OFF , I'M FEELING ALIVE” , અમદાવાદ નામની હાઈ હીલ હજુ હમણાં હમણાંજ મારા પગમાં મેં જાતેજ પહેરી હતી , એટલે આ લીરીક્સ ક્યાંય બંધ બેસતું નહોતું .

ટીનએજ નાં ધબકતાં કેટલાંક ફેઝમાં ગરમી- ઠંડીથી ઝાઝો ફેર ના પડે અને ગત્તું ખબર પણ ના પડે. એ વખતે નવાં નવાં હોર્મોન્સ બહાર આવતાં હોય અને વરસાદમાં વધારે જાગૃત થવા ઉછાળા મારતાં હોય. અમદવાદમાં એ વખતે કદાચ એટલી ગરમી હતી પણ નહી. હશે તો પણ મારી ધબકતી ટીનએજએ કા’તો નવરંગપુરાનાં સોફિસ્ટિકેટેડ ઝાડવાઓએ નઈ લાગવા દીધી હોય.

એક જમાનો હતો જયારે ,( જમાનો લખવાની મજા આવે કેમકે ચાર પાંચ વર્ષ પણ હવે લાઈફટાઈમ જેવા લાગે છે... કેમકે લાઈફટાઈમ જેવા બદલાવ પણ આવ્યા છે. )

એક જમાનો હતો જયારે પાલનપુરમાં સ્પેશીયલ રીક્ષા કરીને ફરતાં. એટલું ઝાઝું જોકે હું ફરી નથી , પણ ઘરથી સ્કૂલ સુધીના પચ્ચીસ રૂપિયા વધારે લાગતાં. એક વાર સેઇન્ટ ઝેવિર્યસ કોર્નરથી માન્યવર દુકાન સુધીનાં ચાલીસ રૂપિયા આપ્યા બાદ તરત જ ચડ્ડીમાં આવી ગયેલા. અમદાવાદીઓ લૂંટતા હોય છે એવું સાંભળેલું, બધા લુંટવા નથી બેસેલા હોતા, જો કોઈ હવે લૂંટે તો પણ લૂંટાઈ જવામાં વાંધો નથી.

આ ભાગતાં , શ્વાસ ન લેવા દેતાં શહેરે વિનયી બનતા શીખવ્યું છે. શહેર એટલું બદનામ છે કે બધાંજ kind હોવા છતાં kindness ખોવાઈ ગયી હોય એવું લાગ્યા કરે છે. જોકે મને એકલુજ રહેવું ગમે છે.

ભીડમાં મન ખુલીને રડાતું નથી. લોકોનાં ચહેરા અને એનું હાસ્ય ઝળહળિયા આવતી આંખોમાં ઈર્ષ્યા-માત્સર્ય પેદા કરે છે. ત્યારે પોતાની જાતનેજ ‘બ્લેસ યુ’ કહેવાની ઈચ્છા થાય. ચહેરો દેખ્યા વગર પ્લાસ્ટિકિયું હસવું પડે છે. એમના તિરસ્કારનો ભોગ બનવું પડે છે. એ અવાજોની શૂન્યતામાં જ તાકવું પડે છે. ડૂમો ફેફસાંમાં હવાની જગ્યાએ ઉકળાટ ફેલાવે છે. શરીર ઠંડુ પડતા રોકી નથી શકાતું છતાંય હવાની માફક ફરકતા રહેવું પડે છે. આ અલગારી વાતાવરણમાં પોતાનો પડછાયો વધારે સારો લાગે છે. પોતાની લાગણીથી પેટ ભરી શકાય છે. આજ સેટીમાં ભીડ કરતાં લાગણીઓ ઊંડી લાગે છે, પંખાના પાંખીયા ત્રણ માણસોની ગરજ પૂરી પાડે છે , ભલેને રૂમમાં બીજી ચાર અજાણી છોકરીઓ હતી અને પંખા બે હતાં. એલ.સી.ડી. ટીવીમાં "નથણીઓ" નાચતી દેખાતી વધારે સારી લાગે છે. વિખરાયેલા ફોટા જીવંત કરતાં વધારે શ્વસન કરે છે. પ્લાસ્ટિકનાં ફૂલમાં અત્તરની સુગંધ ગળામાં ગુંગળામણ પેદા નથી કરતી. રોતા રોતા હસીને આંસુ લુછી શકવાની તાકાત એકાંતમાં જ આવે છે, ટોળામાં નહિ. ત્યાં વધારે ઠંડુ પડતું શરીર, ટોળામાં લોકોને દેખીને અપેક્ષા વધારી દે છે,કમજોર બનાવી દે છે.

આવો લવારો BRTSમાં વધારે સૂજે , આજુબાજુમાં બધીજ પ્રકારનાં લોકો મળી રહે. કોઈની બૂમ સંભળાઈ જાય એટલે વિચારોને ફિલ્મી બ્રેક લાગે. સામેના વાહનનાં હેડલાઈટનાં લિસોટા પડે એટલે પાલનપુરમાં આંખ આડા હાથ લાવામાં આવતા, અમદાવાદમાં લિસોટા આરપાર થવા દેવામાં આવે છે. આંખો હવે ઊંડી , ગૂંડી અને ભયસ્થાન નથી રહી , હાહા! શહેરમાં બધા લગભગ શૂન્યતામાં જ તાકતા હોય છે. લગભગ.

લગભગ બધીજ આંખો કાળી થયી ગયી હોય છે. દરેલ જણ કોઈને જોઇને માપતું હોય છે પણ દેખાવા નથી દેતું.

રેતશીશી

આપણે મળ્યાં ત્યારથી ,

તેં કહ્યું ,

તું મને માપ્યા કરે છે

માપ્યા કરે છે

માપ્યા જ કરે છે.

શું શું માપ્યું કહે તો…

મારી અંદર કેટલા રસ્તાઓ છે એ ?

કે એક એક રસ્તામાં કેટલી સદીઓ પથરાયેલી છે એ ?

એક એક સદીમાંથી કેટલી નદી પસાર થાય છે એ ?

એક એક નદીમાં થઈને કેટલા માઇલો રેલાતા રહે છે એ ?

એક એક માઇલમાં કેટલા સગપણ વેરાયાં છે એ ?

એક એક સગપણમાં કેટલી ક્ષણો શ્વાસ લે છે એ ?

એક એક ક્ષણમાં હું કેટલો ઢોળાયો છું એ ?

બોલ તો…

પણ શું તને ખબર પડી કે તારી માપવાની વ્યસ્તતા દરમિયાન આપણી જિંદગીના હાથમાંથી

કેટલાક ટુકડા

રેતીની જેમ ગરી પડ્યા…

ગરી ગયેલી એ રેતીને

ઊલટાવીને

ફરી હાથમાં લાવી શકાય

એવી કોઈ રેતશીશી

માપતી વખતે તને મારામાં જડી હતી ?

- વિવેક મનહર ટેલર

(૧૧-૦૮-૨૦૧૪)

અમદાવાદનાં અલગ અલગ ચહેરા માપવા હોય તો AMTS કે BRTSમાં જવાય, BRTS પસંદ કરવી કેમકે AC હોય. BRTS એમતો પ્લાસ્ટિકનાં ફૂલ જેવી હોય છે જેની પર ACનાં નામનું અત્તર છાંટેલું હોય છે , એના લીધે ચીડિયા ચહેરા જોઇને ચીડ ના ચડે, કામચલાઉ અને મારા જેવા માટે ચાલવા માટે કામની વસ્તુ.

બધાનો ફેક કોન્ફીડન્સ ભમ્મર ઉપર પરસેવા વાટે લપસણી ખાતો દેખવા મળે. પરસેવો લમણા નીચે થઇ કલમમાં ક્યાંય ખોવાઈ જતો હોય છે.

BRTSમાં કેટલીક વાર અબ્બાજાન દેખાઈ જાય જે એમની ટબુકડીને બસની બારી પકડવાનું કહેતાં હોય છે. દીકુડીએ ૫૦’ ડીગ્રીમાં પણ સિલ્કનો સલવાર કમીઝ પહેર્યો છે , અબ્બાજાન અને દીકુ વચ્ચે લાઈફટાઈમનો એજ ડીફરન્સ છે. એક ભાઈ જેમની દાઢીમાં ડાઘ છે કે તણખો એ સમજાતું નથી. એક મજૂર દંપતી જેમાં પુરુષ અપટુડેટ થયીને ફેન્સી બૂટ પહેરીને ઉભો છે, જયારે સ્ત્રી એ ગુજરાતી ફિલ્મની હિરોઈન લાગે છે છતાંય ચહેરા પરનાં પરસેવા અને સેક્સી સ્કાર્સ જોઇને દેખાઈ આવે છે કે પરિશ્રમ કરીને આવ્યા છે.

‘જવા દો’ની બૂમ પાડતાં એક દાદા છે , એક બેન જે ઇસ્કોન ઉતારવાનું ભૂલી જતાં-જતાં રહી જાય છે.

એક બીજા બેન જે બારીની બાજુમાં બેઠા છે, જે બારીમાં બેઠેલા બબલીબેન તો નથીજ. આંખો નીચે કુંડાળા છે જે કહે છે, મને ખબર છે કે દુનિયા કઈ રીતે કામ કરે છે ! સંઘર્ષ કદાચ એમને ગમતો હશે. તેમનો અનુભવ એમને મારા સતત દેખી રહેવા છતાં મૌન રહેવાનું સૂચવતો હશે.

અને એક હું છું જે ચેક આઉટ કરું છું અને થાઉં છું.

ઇન્કમટેકસ રહેતી ત્યારે છાશવારે જવાનું થતું , આજે પણ જયારે ધબકારા ચૂકું-ચૂકું થતા હોય ,બોદુ- બોદું લાગતું હોય ત્યારે રિવરફ્રન્ટ જતી રહું છું; નદીઓ જોડે લેણું લાગે છે .

પહેલાં તાપી, બનાસ પછી વિશ્વામિત્રી (જયારે એક્સપ્રેસ વે પાલનપુર રેઇલ વે ક્રોસિંગ બ્રીજ જેવો બની ગયેલો :P ) અને અત્યારે નર્મદા કિનારેથી સાબરમતી કિનારે કૂદકાં મારતી જોવા મળું છું. છેલ્લે બનાસનાં જ વહેતા વારિમાં ડૂબવાનું છે કાં’તો તાપીમાં ઓગળી જવાની ઈચ્છા છે.

Chaos , If I go , I’ll die happy tonight , Summertime sadness .

ધ્રુજતી સડકોને છોડીને પડખું ફરી જતી સડકો પાસે પાછા જવું બહુ સહેલું છે પણ ..

“ The woods are lovely ,

Dark and deep.

But I have promises to keep ;

And miles to go before I sleep ,

And miles to go before I sleep ... “

- Robert Frost

- - જ્યોતિ