16 10 16 Rohit Kadam દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

16 10 16

" તમારું નામ શું છે ?"

" મારુ નામ મીત છે અને આપનું ?"

" મારુ નામ રાઘવન છે."

" તમારે ક્યાં જવાનું છે?" મીતે પુછ્યું.

" મારે તો સતારા અને તમારે?" રાઘવને પુછ્યું.

" મારે પણ સતારા જ જવાનું છે."

ડિટેક્ટીવ રાઘવન અમદાવાદથી સતારા કોલ્હાપૂર એક્સપ્રેસમાં જઇ રહ્યો છે. તેની સામેની સીટ પર મીત બેસેલો છે. રાઘવન સ્લિપર કોચમાં બેસેલો છે.

" તમારી ચેઈન બહુ સરસ છે." રાઘવને કહ્યું.

" હા તો બે લાખની છે અને આ જુઓ મારી વીંટી એનો ભાવ તો તમે સાંભળી પણ નહિં શકો."

" આજકાલ ચોરોનો ત્રાસ ખૂબ વધી ગયો છે. આ ગોલ્ડનગેંગ વિશે તમને ખબર નથી લાગતી?"

" આ ગોલ્ડન ગેંગ એજ ને જે ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકોના ઘરેણાં ચોરી લે છે. "

" હા એજ."

" હું આવી ગોલ્ડન-સિલ્વર ગેંગથી ડરતો નથી."

ત્યાં T.T. આવે છે.

" ચલો તમારી ટિકિટ બતાડો." મીત અને રાઘવન ટિકિટ બતાડે છે.

" ધ્યાન રાખજો હં. ચોરોનો ત્રાસ બહુ વધી ગયો છે. " T.T. એ કહ્યું.

" હું બિન્દાસ માણસ છું. આપણે કોઇનાથી ડરતાં નથી." મીતે કહ્યું. પછી T.T. જાય છે.

" હું જરા આવું. " રાઘવને કહ્યું.

રાઘવન આજુબાજુના ડબ્બામાં ચક્કર લગાવે છે. તેને એક ભાઇ બેહોશ પડેલા અને તેમની બાજુમાં એક બેન રોતાં નજરે પડે છે.

" શું થયું બેન?"

" અરે ભાઇ શું કહું મારા પતિને બેહોશ કરીને તેમની સોનાની ચેઇન ચોરી ગયા." બેને રડતાં રડતાં કહ્યું.

" બહુ ખરાબ થયું. પણ બધાની સામે બેહોશ કેમના કર્યાં? "

" એમને કોઇનો ફોન આવ્યો હતો એટલે તેઓ જરા ફોન પર વાત કરવા ડબ્બાના દરવાજા જોડે ગયા અને ઘણીવાર પછી પણ આયા નહિં અને પછી હું જોવા ગઈ ને.........."

રાઘવન આવી રીતે ટ્રેનના ચક્કર લગાવે છે. ટ્રેનમાં લગભગ દસ-બાર ચોરીઓ થયેલી જણાય છે. પછી રાઘવન તેની સીટ પર જઈને બેસી જાય છે. ત્યાં ચા વાળો આવે છે.

" ભાઇ! એક ચા આપોને." મીતે કહ્યું.

" સાદી કે પછી સ્પેશ્યલ."

" સ્પેશ્યલ આપો."

ચા વાળો મીતને ચા આપે છે. ચા વાળો આગળ જાય છે. રાઘવનને ચા વાળા પર શંકા જાય છે તેથી રાઘવન પણ તેની પાછળ જાય છે. ચા વાળો આગળ ચા વેચવાને બદલે જલ્દીમાં ચાલતો જાય છે. રાઘવન પણ તેની પાછળ ઝડપથી જાય છે. ચા વાળો ડબ્બાના દરવાજા આગળ ઊભો રહે છે. રાઘવન પણ ત્યાં આવે છે.

" તું કેમ આટલો ઝડપથી ચા વેચ્યા વગર દોડતો અહિં આવ્યો."

" તમારે એનાથી મતલબ."

" અરે! આ ભાઇને શું થયું? " પાછળથી કોઇકની બૂમ સંભળાય છે.

રાઘવન દોડીને મીત પાસે આવે છે. મીત બેભાન હોય છે. તેના ગળાની ચેઇન અને આંગળીમાંની વીંટી ગાયબ હોય છે. રાઘવન દોડીને ડબ્બાના દરવાજા પાસે જાય છે અને ચા વાળાને શોધે છે, પણ તે મળતો નથી. રાઘવન પાછો તેની સીટ પાસે આવે છે.

" મીત.....મીત...." રાઘવન મીતને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. રાઘવન નીચે ચાના પડેલા કપને ઉપાડીને સુંઘે છે.

" અડધો કલાક માટે તો બેહોશ રહેશે જ." રાઘવન મનમાં બોલે છે. ત્યાં સુરત સ્ટેશન આવે છે અને ટ્રેન ઊભી રહે છે. રાઘવન ટ્રેનમાંથી ઉતરે છે અને આખી ટ્રેનની ચક્કર લગાવે છે, ત્યાં ટ્રેન ઉપડે છે એટલે તે તેના ડબ્બામાં દોડીને ચડી જાય છે પછી તે તેના આગળના ડબ્બામાં જાય છે, ત્યાં દરવાજા આગળની જગ્યામાં એક ઠીંગણો માણસ ઊંઘેલો હોય છે, તેના કપડાં ગુંડા જેવા હોય છે. રાઘવનને લાગે છે કે કોઈ ગુંડો હશે, પણ તેની નજર તેના બૂટ પર જાય છે. બ્રાન્ડેડ બ્લેક કલરના ચમકતા બૂટ જોઇને રાઘવનને બધું સમજાઇ જાય છે. તે કોઇને શોધતો પાછો તેના ડબ્બામાં જ આવે છે. પાછળ T.T. કોઇની સાથે વાત કરી રહ્યા હોય છે. રાઘવન T.T. પાસે જાય છે.

" તો તમે જ છો ગોલ્ડન ગેંગના લીડર." રાઘવને કહ્યું.

" તમે આવું કહી મારું અપમાન કરી રહ્યા છો."

" એમ તો તમે કેમ બ્લેક કલરના સ્પોર્ટ્સ બૂટ પહેર્યા છે."

" એમ............જ........"

" એમ જ નહીં અસલી T.T. ને તમે બેહોશ કર્યા અને એના કાપડાં પહેર્યા પણ તે T.T. થોડા ઠીંગણા છે એટલે એમના બૂટ તને આવ્યા નહીં. "

" જરા પાછળ તો જો." T.T. ઉર્ફ ગોલ્ડન ગેંગના લીડરે ગન કાઠીને કહ્યું.

રાઘવન પાછળ જોવે છે. રાઘવનની પાછળ બે ગુંડા ગન લઈને ઊભેલા હોય છે.

" તું છે કોણ?" ગોલ્ડન ગેંગના લીડરે પુછ્યું. ‌

" હું ડિટેક્ટીવ રાઘવન છું."

" તો ઇન્સપેક્ટર સિદ્ધાંતે તને મોકલ્યો છે."

" તું રઘુ જ છે ને."

" હા હું જ છું રઘુ ગોલ્ડન ગેંગનો લીડર."

" હવે શું કરવું." રાઘવન વિચારે છે. તેને કોઇ રસ્તો જડતો નથી.

થોડા કલાકો પહેલાં..........

" હેલ્લો.......નિસર્ગ હેલ્લો........." સિદ્ધાંત ફોન પર ગુસ્સેથી વાત કરતાં કહે છે.

" શું થયું સર?" હિમાંશુએ પુછ્યું.

" બેયાર........શેટ.....અમદાવાદમાં કોઇ મોટી ઘટના થવાની છે, જેની ખબર નિસર્ગ પાસે હતી અને તેની પાસે કોઇ પેનડ્રાઇવ હતી.તેને મને કીધું કે 16/10/16 કોઇનું મર્ડર થવાનું છે. આટલું કહેતા જ તેનો ફોન કટ થઈ ગયો."

" 16/10/16 એ તો આપણા CM હસમુખભાઇ અમદાવાદ આવવના છે." હિમાંશુએ કહ્યું.

" હા પણ નિસર્ગનો ફોન તો નથી લાગતો."

" તો હવે, સર."

" ચલો જલ્દીથી નિસર્ગના ઘરે."

તેઓ નિસર્ગના ઘરે જાય છે. નિસર્ગના ઘરનું દરવાજુ ખુલ્લું હોય છે. નિસર્ગના માથામાં ગોળી વાગેલી હોય છે. ઘરમાં બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત હોય છે. સિદ્ધાંત નિસર્ગની લાશની બાજુમાં પડેલા લેપટોપમાં જોવે છે, તેમાં ગોલ્ડન ગેંગની માહિતી હોય છે.

" તો આમા ગોલ્ડન ગેંગનો હાથ છે." સિદ્ધાંતે કહ્યું.

" સર આ ગોલ્ડન ગેંગ ટ્રેનોમાં મુસાફરી કરતાં ધનિક લોકોને લૂંટે છે તથા કોઇને મારવાનો કોન્ટ્રાક્ટ પણ લે છે. " હિમાંશુ લેપટોપમાંની ડિટેલ્સ વાંચતા કહે છે.

પછી ઇન્સપેક્ટર સિદ્ધાંત ડિટેક્ટીવ રાઘવનને ફોન કરીને ગોલ્ડન ગેંગની બધી ડિટેલ્સ આપે છે એટલે રાઘવન ગોલ્ડન ગેંગને શોધવા માટે કોલ્હાપુર એક્સપ્રેસમાં બેસે છે.

હમણાં.......

" તો તમારી સાથે આ T.T. પણ મળેલો છે. એ તમને જણાવે કે કોની પાસે ઘરેણાં છે અને એને આજે તમારી સાથે કામ કરવાની ના પાડી એટલે તેને બેહોશ કરીને તેના કપડાં પહેરી લીધા.."

" હા એકદમ સાચું છે. તું બહુ હોશિયાર છે."

"હવે શું કરું?" રાઘવન વિચારે છે.

" તે જ CM ને મારવાનો કોન્ટ્રાક્ટ લીધો હે ને."

" તને કેવી રીતે ખબર પડી?"

" હમણાં તો કીધું તે કે હું હોશિયાર છું તો પછી મારા માટે આ કામ તો બહુ ઇઝી કહેવાય."

" 16/10/16 એ CM જરુર મરશે અને એ પહેલા તું મરીશ." રઘુએ કહ્યું.

" એવું નહિં થાય તારી પાછળ જો." રાઘવને કહ્યું.

રઘુના માથા પર કોઇકે ગન રાખેલી હોય છે.

" તારા સાથીઓને કહે કે ગન ફેંકી દેવા." તેણે કહ્યું.

⚫ ⚫ ⚫

વાંચક મિત્રો,

તમારો ખુબ ખુબ આભાર કે તમારો કિંમતી સમય મારી સસ્પેન્શ અને થ્રીલર સ્ટોરી વાંચવા ફાળવ્યો.

રાઘવનને બચાવવા કોન આવ્યું એ જાણ્વા વાંચો:-

16/10/16 ભાગ:-2 ટૂંક જ સમયમાં......

તમારા પ્રતિભાવ આપવાનું ભુલતા નહિં!!!!!!