ગ્રહણ Devang Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગ્રહણ

ગ્રહણ

સુરજ એકદમ ગુમસુમ હાથમાં એક કાગળ રોલ કરેલો હાથમાં ફેરવતો હતો.જાણે જીંદગી ને વળ ચડાવતો હોય. પણ એ વળના વમણમાં તે પોતે જ ઘુમરાતો જતો હતો.મધ દરીયે એનાં સાતેય વહાણ તોફાને ચડ્યા હતાં.

હા! એ મેડીકલ રીપોર્ટ હતો એની પત્ની ચાંદની નો...

hiv +ve દર્શાવતો રીપોર્ટ....

રીપોર્ટ માટે ખાસ ડોકટરે એને ફોન કરી ને બોલાવ્યો હતો..

રીપોર્ટ માં આમ તો ઘણુંખરું લખેલું હતું પણ મુખ્ય સોય hiv+'ve પર અટકેલી હતી.

ડોકટર આમ તો ફેમીલી ફ્રેન્ડ જેવાં જ હતાં. ચાંદની પહેલાં એમની હોસ્પિટલમાં જ નર્સ તરીકે કામ કરી ચુકેલી હતી.અને પછી સીવીલ હોસ્પિટલમાં જોડાઇ હતી જે અત્યારે તો મેટ્રન બની ચુકી હતી છ માસ પહેલાં જ...

ડૉક્ટર :"સુરજ! બહેન ને આ મહારોગ હોઇ શકે એ માનવામાં આવતું નથી...અને તું પણ બહેન માટે કાંઇ પણ આડુંઅવળું વીચાર કરે એ પહેલાં......"

સુરજ : "ના સાહેબ ના... !!! ચાંદની જેવી પત્ની બહું નશીબદાર પુરૂષને જ મળે. હું એ વીચાર તો કોઇ દિવસ ના કરી શકું... હું તો હજી મારો ભુતકાળ જ જોઉં છું કે મારાં થકી તો આ બીમારી ચાંદની ને નહી લાગી હોય ને?"

થોડીવાર નીરવ શાંતી પથરાય છે...

સુરજ : પણ ડોકટર સાહેબ એવું પણ કશું નથી મારાં જીવનમાં ચાંદની સિવાય કોઇ જ નથી....

ડોકટર :"સુરજ હું તને એ જ સમજાવવા માંગું છું કે કદાચ કોઇ દુષીત લોહીનો સંપર્ક સીરીંજ નાઇફ કે ગમે તે દ્વારા ચાંદની ના લોહી સાથે સંપર્ક થયો હોય... અને..પણ એ પણ લગભગ અશક્ય જેવું તો ખરું જ સુરજ...!"

ડોકટર થોડું અટકી ને, "એ વિષાણુ બાહ્ય વાતાવરણમાં બહું અલ્પ જીવી હોય છે. એક બે મીનીટ પણ નહી. એટલે એમ ચેપ લાગે તે શક્યતા નહીવત છે."

સુરજ : "ડોકટર હું હજી પણ નથી માનતો કે ચાંદની ને આવું કાંઇ પણ.."

એને ડુમો ભરાઇ આવ્યો....ડૉક્ટર ઉભાં થયાં

"શંકા તો મને પણ છે જ આપણે એનાં ટાઇફોઇડના તાવ માટે રીપોર્ટ કરાવવા નું કીધું હતું...અને આ લેબોરેટરી વાળા એ આ શુંકામ જોયું જ હશે???"

"આપણે હવે તમારા બંનેનાં બ્લડ રીપોર્ટ ફરીથી કઢાવીએ."

સુરજ માટે સહમત થવાં સિવાય કોઇ માર્ગ ન હતો...એ ગુમસુમ બેઠો ડોક્ટર કહે તે સાંભળતો.

ડોકટર બીજો રીપોર્ટ ક્યાં કઢાવો થી માંડી બંનેનાં અંગત જીવનમાં શું શું કરવું શું શું ન કરવું વગેરે...

"છેલ્લે એટલું જ કહીશ સુરજ ચાંદની ને રોગનું ગ્રહણ લાગ્યું છેપણ તે પવીત્ર જ છે ..અને! હવે જ ચાંદની ને સુરજની સૌથી વધું જરૂર છે.."

સુરજ ડોકટર ની વાતો વાગોળતો બેડ પર પગ લંબાવી બેઠેલો છે એની આંખોમાં બંને ખુણા એક એક બિંદુ આવીને અટકેલા છે.

સ્ત્રીઓ નાં આંસુ વહેતી નદી જેવાં હોય છે પુરૂષ ની આંખોમાં એક અદ્રશ્ય બંધ હોય છે જે આ નદી ને વહેવા નથી દેતાં; કારણ એને ખબર છે કે આ બંધ તુટે તો કેટલી મોટી તારાજી લઇ આવે ...એનો આખો પરીવાર વહી જાય એ સૈલાબમાં........

સુરજ અંદરથી રોમ રોમ રોઇ રહ્યો હતો...

અને આ બાજુ ચાંદની નાહીને પોતાના વાળને ઝટકાવતી બેડરૂમ માં આવે છે એ હજું ત્રણ દિવસ પહેલાં જ ટાઇફોઇડ ના તાવમાં થી થોડી સ્વસ્થ થઇ હતી.આજ સવારે જ બ્લડ રીપોર્ટ માટે આપી આવી હતી.

આજ એને સુરજમાં ખોવાઈ જવું હતું કેટલાંય દિવસ પછી માણવાની હતી સહવાસ...અને અત્યારે તે એ વીચાર માં જ ખોવાયેલી હતી અભિસારીકા ની જેમ જ.... અને આજ તો એકાંત પણ હતું એમનાં બાળકો પુર્ણીમા અને નીલય (શની)એમનાં મામાના ઘરે ગયાં હતાં .એમનાં મામી જ લઇ ગયાં હતાં ચાંદની નાદુરસ્ત હતી એટલે...

ચાંદની સીધી સુરજના આઘોશમાં આવે છે એની છાતીએ માથું ઢાળીને કહે છે...."સુરજ!"

સુરજ નીરુત્તર રહે છે...

ચાંદની એનાં શર્ટ નું બટન ખોલે છે...

"તમને કહું છું. સુરજ!!!"

સુરજની છાતી પર દેખાતા બે સફેદ વાળ એ આંગળી માં ભરાવી રમાડે છે..

પણ સુરજ ને નીરુત્તર પામી સહસા એણે સુરજ ભણી મીટ માંડી....

સુરજના ગાલે સરકી આવેલું આંસુ જોયું ને નીસ્તેજ થયેલ એનો ચહેરો..

એ સુરજ ને હલબલાવી નાંખે છે રીતસર.....

"સુરજ !"

"શું થયું છે તમને???"

સુરજ એને રીપોર્ટ આપી દે છે..

ચાંદની ...વાંચતાં જ આઘાત માં સરી પડે છે. સહસા જ સુરજ થી અલગ થઇ જાય છે...અક્ષરો એને ભાલાની જેમ ખુંચે છે.

એ સુરજ ને હાથ જોડે છે .....

"સુરજ,!!"કશુ બીજું બોલી શકતી નથી

સુરજ એને બાહો માં લે છે...." અરે!તું ભણેલી ગણેલી થઇને આમ કેમ વીચાર કરે છે... હજું મારાં રીપોર્ટ પણ કઢાવા પડશે ...એવુંય હોય કે મારાં થી તને....."

ચાંદની ઓશીકું અને ચાદર લઇ જમીન પર બીછાવે છે અને સુરજ એને રોકે છે....

"ચાંદની! તું એક મેટ્રન થઇ આવું વર્તન શું કામ કરે છે?"

ચાંદની ડુસકાં સિવાય કોઈ અવાજ કાઢી નથી શકતી...

એને આજે એ બધુંય યાદ આવે છે જે એણે એઇડ્સ ના દર્દી ઓ અને એમનાં સગાવહાલા ને કહેતી હોય છે...

આજે એને સમજાય છે કે એ કહેવુ કેટલું સરળ હતું ...અને વાસ્તવિક્તા કેટલી બીહામણી.....

સુરજ એને ખભો પકડી ઉભી કરે છે અને બાહોમાં લઇલે છે....

"પગલી! તું તો જો આમ કેવું સાવ અભણ જેવું કરે છે... આપણે જીવવા નું પણ છે અને ભોગવવા નું પણ છે... "

તુ મારી પત્ની છું અને રહીશ જ અને તને પત્ની તરીકે નું બધુંય સુખ આપીશ જ ...."

પછી એનાં આંસુઓ લુછતાં ઉમેરે છે.

" આપણે થોડું સંયમ સાથે કે સાવચેતીથી રહીશું....પણ આમ જીવવા નું થોડું છોડી દેવાય?"

સુરજ ઉભો થાય છે ..કબાટ માંથી ઉંડે સાચવી ને રાખેલું પેકેટ કાઢે છે ....ચાંદની ને દેખાડે છે...ચાંદની રોતા રોતા ય મલકી ઉઠે છે. અને સુરજને વીંટળાઈ વળે છે....

બંને ધીરે ધીરે અનાવૃત થતાં જાય છે....મિલન પણ થાય છે...એ મિલન માં એક જ આવરણ પડદો.... છે સાવચેતીનો.....!!!!

આવેગ ની ચરમસીમા એ લગભગ બંને સાથે પહોંચ્યા....બંને શીથીલ થઇ અલગ થયાં.ચાંદની ના ગૌર બદન પર ઉભો ઉપરથી નીચે સુધી હાથ ફેરવતો સુરજ ઉભો થયો અને રતિ ક્રીડા પછીની ઉત્તર ક્રિયા (?) માટે બાથરૂમ માં ગયો ...

આ બાજુ ચાંદની એમ જ નીર્વસ્ત્રપડી રહી હતી થોડી શીથીલતા અનુભવી રહી હતી..પંદર દિવસ ની ટાઇફોઇડ ની બીમારી પછી ખાસા અંતરાલ બાદ નો આવેગ....હતો...અચાનક વીચાર આવ્યો શીથીલતા નું કારણ......???????

એને એસી ની ઠંડકમાં પણ પરસેવો વળી ગયો....એ વીહવળ્ થઇ ઉઠી એણે ફરી થી રીપોર્ટ વાંચ્યો

નામ થી લઇ છેક સહી સુધી....

પણ એને રીપોર્ટ માં કાંઇક તો અજુગતું લાગ્યું જ...

એ અનંગ થઇ સુતી સુતી રીપોર્ટ વાંચતી હતી એક હાથે મંગળસુત્ર રમાડતી હતી...બાથરૂમ

માંથી ફ્લશ નો અવાજ આવે છે...એને માણેલો સહવાસ યાદ આવે છે...એને ખ્યાલ આવે છે કે તે હજું પણ અનાવૃત સુતી છે...એ ચાદર એનાં દેહ પર લપેટી લે છે....

ચાંદનીની વીચાર યાત્રા હજુય રીપોર્ટ ને આનુષંગિક જ છે.

એ એનું છેલ્લાં છ માસનો ભુતકાળ ફેંદે છે.છેલ્લાં બે વર્ષ થી તો એ મેટ્રન તરીકે પ્રમોશન પામી હતી અને મોટા ભાગે તો એને એકેડેમીક કામ જ કરવાનું રહેતું દર્દીઓ ની સીધી સેવા લગભગ ઓછી થઇ હતી... એટલે એને આ મહારોગ નો ચેપ લાગે તે સંભાવના સાવ ઓછી જ હતી.....

તો પછી આ કેમ????

સુરજથી તો આ મને નહી મળ્યો હોય ને?

ના.....એ તો હું સપનેય વીચાર ન કરી શકું...અને આમ પણ છેલ્લાં છ માસ થી એક પણ રાત એવી ન હતી કે તેઓ અલગ થયા હોય.......એ નીસાસો નાખે છે...

ઓ મારાં પ્રભુ!!!!!!!!!!!!!!

હું જ કેમ????

ડુંસકું એની આંખોમાં...અટકી જાયછે....

સુરજ એની લગોલગ આવી ને ઉભો રહે છે....

"ચાંદની...."

ચાંદની ચમકતી રહે તે જવાબદારી સુરજની હોય છે.... મનમાં થી સઘળા ડંખ કાઢી નાખ...તું ફરી થી ચમકતી થઇશ...આ ગ્રહણ દૂર થશે જ.

ચાંદની ઉઠીને સુરજને વળગી પડે છે.... ...

પળો વહેતી રહેછે;

નીશબ્દ!!!!!!

ચાંદની ફરીથી રીપોર્ટ જુવે છે...

બ્લડ ગૃપ : B+ve

વાળી લાઇન પર એની આંખ ફરે છે....

એનું બ્લડ ગૃપ તો.....

O+ve છે.....

એ ઉભી થઇ આંતરવસ્ત્રો અને ગાઉન પહેરી લે છે..હોઠ દબાવી કહે છે...

, "ક્યાંક, કોઈક ભુલ તો છે જ...."

પણ એને એક બનાવ બીજો યાદ આવી ગયો એક આવાં જ મહારોગી ના દર્દી ના અન્ય કારણ સર કરાયેલા ઓપરેશન દરમ્યાન એનાં લોહી વાળી નાઇફ પગ પર પડી હતી ત્યારે ઘસરકો...

ના ના ...પગે તો શોક્સ હતાં મેડીકેટેડ અને ડાયરેકટ વાગી પણ ન હતી.....યંત્રવત વિચારે જ એણે કપડાં પહેર્યા ને સુરજ ને વળગી સુઇ ગઇ...

સવારે મળસ્કે ચાંદની ની નીંદર તુટે છે...

એ પથારીમાં હાથ ફેરવે છે સુરજ સુતો હોય છે એ બાજુએ પણ ત્યાં પથારી ખાલી હોય છે. એ ચાદર પકડીને અંગડાઇ લે છે ...

"સુરજ! !...."

એ માદક સ્વરે અર્ધનીંદ્રામાં જ બોલે છે... પણ નિશબ્દ નીરવતા એને એનો જ અવાજ પડઘાવે છે...

એ આંખ ખોલે છે આસપાસ જુવે છે બાથરૂમ માં નજર નાંખે છે...એ પણ બંધ છે..

સુરજ ગયો ક્યાં તો???

એ ઉભી થાય છે રુમ બહાર નીકળી જુએ છે તો પુજાના ઓરડામાંથી આછો

પ્રકાશ આવી રહ્યો હતો..

એ દબાતાં પગલે ત્યાં જ પહોંચે છે.

સુરજ જાણે ત્રાટક કરતો હોય એમ માતાજીના ફોટા સામે અનીમેષ નીહાળી રહ્યો છે...

બેય ગાલે આંસુ ની ધાર દેખાય છે. અટકી અટકી ને અશ્રુ બિંદુ આવે છે.એને લુછવાની કે વહેવા અંગે કોઇ દરકાર નથી સુરજ ને....

ચાંદની એને વળગી ને ડુંસકુ મુકે છે...

"સુરજ !"

"ઓહ!જાગી ગઇ તું?"

સુરજ એનાં મસ્તક પર હાથ ફેરવે છે એનાં વાળમાં આંગળી ઓ ફેરવતો બેસી રહે છે...બંને શાંતિ અનુભવે છે પછી સુરજ કહે છે..

"ચલ ઝટ તૈયાર થઇ જા હવે ! પછી રીપોર્ટ કરાવવા જવું પડશે ને?"

ચાંદની નાહીને તૈયાર થાય છે ત્યાં સુરજ એને ગેલેરી માં બોલાવે છે બંને ચા પીતાં પીતાં વાત નો દોર બાંધવા ની નીષ્ફળ પ્રયાસ કરે છે.

પછી ચાંદની મૌન તોડે છે.

"સુરજ! મને રીપોર્ટ પર શંકા છે...એમાં બ્લડ ગૃપ B+ve છે.."

સુરજ ચમકે છે..એને પણ ખબર જ છેકે ચાંદની નું બ્લડ O+ve છે.

"પણ...!!!બંને રીપોર્ટ ખોટા હોય એવું ન પણ હોય.."

"ચાંદની...પ્લીઝ...!"

"હવે પણ આજે રીપોર્ટ કરાવી લઇએ એટલે ચોક્કસ તારણ નીકળશે, સુરજ !." એ બંને થોડો નીત્યક્રમ પતાવી સિવીલ હોસ્પિટલ જવાં નીકળતાં જ હતાં ત્યાં એક લાલ કલર ની સ્કોર્પીયો એમનાં દરવાજા આગળ ઉભી રહે છે.

એમાં લગભગ 28-30વર્ષ નો યુવક ઉતરે છે..ગ્રીન લેકોસ્ટે ના ટીશર્ટ અને બ્લુ ડેનીમમાં સોહામણો લાગે છે.

બંને એને અસંમજસમા નીહાળી રહ્યા.

આગંતુક પરીચય આપે છે..

"મારું નામ રાહુલ જૈન છે..તમે સુરજભાઇ ને તમે ચાંદનીબેન સાચું???

મારે એક અતિશય અગત્ય ની વાત કરવી છે. આપણે તમારા ઘરમાં જ બેસીને વાત કરીએ તો?"બંને પતી પત્ની એક બીજાની સામું જુવે છે.

સુરજ :"જુઓ ભાઇ રાહુલ!અમે પણ એક અંત્યંત આવશ્યક કામે જ બહાર જતાં હતાં એવું હોયતો આપણે સાંજે મળીએ.."

"પણ મારું મળવું તમારા માટે જ જરુરી છે.તમે કાલે બ્લડ રીપોર્ટ કરાવી આવ્યા એને આનુષંગિક જ વાત કરવી છે."

એ ચાંદની ની તરફ જોઇ એક શ્વાસે બોલી જાય છે.સુરજ અને ચાંદની એક થડકારો અનુભવે છે બંને આંખો આંખોમાં મુક સહમતી આપે છે એકમેક ને...

ત્રણેય પાછાં ઘરમાં જાય છે.ચાંદની રાહુલ ને પાણી આપે છે.

સુરજ કહે છે, " બોલો શું કહેતાં હતા તમે?"

રાહુલ ચાંદની ની માફી માંગતો હોય એમ હાથ જોડી કહે છે..."

તમને કદાચ બહું જ પીડા પહોંચી હશે પણ એ માટે હું તમારો ગુનેગાર છું હકીકતે એ રીપોર્ટ મારી પત્ની કેતા એટલે કે કેતકી જૈન નો છે..અમે મુક્તાચારમાં રાચતા હતાં તેમાં કેતા ને આ બીમારી આવી ગઇ છે અને મારો મોટા ભાગનો કારોબાર ગલ્ફ કંટ્રીઝ માં છે પણ હવે મારે ગલ્ફ નો બધો જ પથારો સંકેલી ને યુરોપમાં સ્થાઇ થવું છે કેતા ને ફરીથી એકદમ સ્વસ્થ રમતી કરી દેવી છે..અને હું નહોતો ઇચ્છતો કે કેતા નો મેડીકલ રીપોર્ટ ક્યાં ય પણ અડચણ ઉભી કરે."

અત્યાર સુધી શાંત રહેલા સુરજની આંખો રાતી થઇ

એક જોરદાર થપ્પડ નો અવાજ ગુંજી ઉઠે છે...

"હરામખોર! તારાં કારણે અમે કેટલી પીડા ભોગવી છે અંદાજ છે તને???"

સુરજ એનો કાંઠલો પકડીને હચમચાવે છે... ત્યાં જ પાછળ ચાંદની ચીસ પાડે છે....

"સુ....રજ!!" "તેં જે પીડા એક દિવસ ભોગવી એ જ પીડા એ ભોગવી જ રહ્યો છે છોડી દે એને!"

સુરજને અચાનક રાહુલ ની પીડા નો ખ્યાલ આવે છે....એ કાંઠલો છોડી દે છે એનાં કોલર સરખો કરતાં કરતાં માફી માંગે છે....

"ઓહ!!!!!! સોરી! મારે તમારો વીચાર કરવો જોઇતો હતો ઉત્તેજીત થવાની જરુર ન હતી."

એ રાહુલ ને ગળે લગાડે છે...

ચાંદની રસોડામાં જાય છે ...

આ બાજુ રાહુલ કઇ રીતે સેમ્પલ બોટલ બદલી ત્યારથી માંડીને દબાણ પુર્વક પૈસા આપી ને આ સેમ્પલ નું hiv પરીક્ષણ કરાવ્યુ તેની વાત કરે છે.. સુરજને...

"પણ , ડૉક્ટરનાં હાથમાં રીપોર્ટ ગયો અને તે ચાંદની બહેન ને નીકટથી જાણતાં હતાં તેથી આખી ગોઠવણ બદલાઇ ગઇ ..નહી તો તમને ઓરીજનલ રીપોર્ટ આજે મળી જ જવાનો હતો...."

"હું ફરીથી તમારા બંને ની ક્ષમા ચાહું છું..."

"અરે! એ વાત પુરી થઇ ગઇ ભાઇ....મનમાં થી કાઢી નાંખો.."

રાહુલ બંને સાથે ચા પી ને પછી જાય છે....

ચાંદની સુરજ ની સામે જુવે છે...હસી પડે છે ...અને સુરજની બાહોમાં લપેટાઈ જાય છે......

રોગનું ગ્રહણ ઉતરતાં જ ચાંદની નો ચહેરો વધુ ચમકી ઉઠ્યો......

(સંપુર્ણ)