પ્રેમ અને પ્રેમ નાં કિસ્સા-કહાની Jay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

પ્રેમ અને પ્રેમ નાં કિસ્સા-કહાની

Jay Raval

jay.raval7192@gmail.com

પ્રેમ અને પ્રેમ નાં કિસ્સા-કહાની

જીંદગી માં ઘણી વાર અજાણ્યા સફર માં એવા અજાણ્યા લોકો મળી જાય છે, જે જાણે જન્મો જનમ થી આપણી સાથે અને આપણા માટે જ હોય એવો અનુભવ થાય છે.. એવું કહેવાય છે કે પ્રેમ એક એવી લાગણી, એવી અવસ્થા, એવું માધુર્ય છે, જે અણધાર્યું અને અચાનક અનુભવવા લાગે છે. અને એવી વ્યક્તિ સાથે પણ જોડાયી જવાય છે, જેની સાથે પ્રેમ થશે એવી કલ્પના પણ ના કરી હોય... બસ, આ પણ એવી બે વ્યક્તિ ની વાત છે, જે એકબીજા સાથે અનાયાસે, પ્રથમ દ્રષ્ટિ એ પ્રેમ માં પડી ગયા. અને ઘણા બધા ઉતાર-ચડાવ પછી પ્રેમ માં બંધાયી ગયા..!!!

વાત છે – વેદ અને તારા ની..!! એક એવી પ્રેમ કથા, જેમાં મિલન, જુદાયી, પ્રેમ, નફરત બધું જ છે..!! છતાં પણ એક જે અવિરત રહે છે, એ છે પ્રેમ.. પ્રેમ ની લાગણી, પ્રેમ નો ઉન્માદ...!!!

એક અજાણી જગ્યા પર વેદ અને તારા ની પહેલી મુલાકાત થાય છે..!! કોલકાતા ના હાવરા બ્રિજ પાસે વેદ, તારા ને પહેલી વાર મળે છે..!! તારા અજાણી જગ્યા પર એના ખોવાયેલા સામાન ને લઈને ચિંતા માં હોય છે, અને વેદ આ સમયે તેને મદદ કરે છે..!! બન્ને મજાક મસ્તી માં વેકેશન માણે છે, અને એકબીજા પ્રત્યે અનુભવાતી લાગણીઓ કાબુ માં રાખીને સાથે મળેલો સમય માણે છે..!! જયારે છુટા પાડવાનો સમય આવે છે, ત્યારે તારા એના મન માં ઉઠેલા પ્રેમ ને છુપાવી શકતી નથી, અને વેદ ને એક પ્રેમભર્યું ચુંબન આપીને છૂટી પડે છે...

સમય વહેતો જાય છે, અને વેદ-તારા પોતાની જીંદગી માં ખોવાયી જાય છે... પણ તારા વેદ માટે ખીલેલા પ્રેમ ના અંકુરને પાણી આપીને ઉછેરતી રહે છે..!! આ બાજુ વેદ, કે જે પોતાના પરિવાર ના સપના પુરા કરવા માટે, પોતાના સપના દબાવીને, એક આર્ટીસ્ટ ને દફનાવીને, મશીન લાયીફ જીવતો માણસ બની જાય છે..!!

અચાનક ચાર વર્ષનાં અંતરાલ પછી તારા વેદ ના શહેર માં આવે છે અને અનાયાસે બન્ને ની મુલાકાત થાય છે..!! વાતો માં જ તારા એ જાણી લે છે કે વેદ ણી જીંદગી માં કોઈ બીજી છોકરી નથી અને એકદમ ખુશખુશાલ થયીને વેદ સાથે સમય પસાર કરવા માંડે છે, અને પોતાનો પ્રેમ પૂર્ણ થવાના સપના જોવા લાગે છે..!! વેદ સાથે હરી-ફરીને તારા ને લાગે છે, આ વેદ એ નથી જેને, એણે પ્રેમ કર્યો છે..!! આ કોઈ બીજો વેદ છે, જે એક મશીન જેવી લાઈફ જીવી રહેલો એન્જીનીયર છે..!! અને આ જ કારણ થી વેદ તારા ને પ્રપોસ કરે છે, ત્યારે તારા એના બધા મિત્રો વચ્ચે વેદ ના પ્રેમ ને ઠુકરાવીને જતી રહી છે..!!

તારા સાથે તૂટેલા સંબંધ ના કારણે વેદ આઘાત માં જતો રહે છે...!! પણ એને વિશ્વાસ છે કે એનો પ્રેમ, એની તારા ને પાછો જરૂર લાવશે..!! જયારે વેદ ને ખબર પડે છે કે તારા એની જીંદગી માં આગળ વધી રહી છે, ત્યારે વેદ ના મિત્રો એને આ દુઃખ ભુલાવા માટે બાર માં લઇ જાય છે..!! બાર માં વેદ એક બારગર્લ ને મળે છે, જે કામુક વાતો કરીને વેદ નું મન બહેલાવાનો પ્રયત્ન કરે છે, અને વેદ ની નજીક આવાનો ટ્રાય કરે છે.. જેવી એ વેદ ની નજીક આવા જાય છે, ત્યાં વેદ ને તારા સાથે થયેલી એ પ્રથમ પ્રેમ ની એકાકાર અનુભૂતિ યાદ આવે છે, અને એ બાર માંથી ચાલ્યો જાય છે..!!

આ તરફ તારા પણ વેદ ને ભૂલીને આગળ વધવાનો પ્રયત્ન કરે છે, પણ તેને અચાનક ખબર પડે છે, કે વેદ કેમ આવી રીતે બદલાયી ગયો છે..!! તેને પોતાના વર્તન નું દુઃખ થાય છે..!! તારા મનોમન નક્કી કરી લે છે, કે એ વેદ ને એના વ્યક્તિત્વ સાથે મલાવશે... જેમ એક સ્ત્રી હંમેશા એક પુરુષ ની સફળતા પાછળ હોય છે, એ જ કામ તારા કરે છે...!!!

તારા વેદ ની સાથે રહીને, વેદ ની પડતી તકલીફો, માનસિક પીડા, પરિવાર ની અપેક્ષા અને પોતાની ઈચ્છા સામે લડવા તૈયાર કરે છે..!! તારા વેદ ને, એના દિલ ની વાત માનીને, એને ગમતું કામ કરવા સમજાવે છે, અને આ પ્રયત્નો થકી વેદ પણ એના પરિવાર ને સમજાવા માં સફળ થયી જાય છે..!!

વેદ નો એક આર્ટીસ્ટ તરીકે નો પ્રથમ નાટક નો શો હોય છે, જેમાં વેદ પોતાની વાર્તા રજુ કરે છે.. એ પ્રેમ કહાની રજુ કરે છે, જેમાં દરેક કહાની ની જેમ, રોમિયો-જુલિયેટ, લૈલા-મજનું, હીર-રાંજા ની માફક પ્રેમ કરવા વાળા ને જુદું જ થવાનું આવે છે..! આ બધી કહાની પછી, પોતાની કહાની રજુ કરીને દુનિયા સામે તારા ને લાવે છે.. કે જેને એને જીવતા, પોતાના અસ્તિત્વ સાથે મળતા શીખવ્યો..!! અને મશીન માફક જીવતા વેદ ના શરીર માં પ્રાણ ફૂંક્યા..!!

પ્રેમ માત્ર હક નું, મેળવવાનું કે પામી લેવાનું સાધન નથી..! પ્રેમ અધિકાર થોપીને અંકુશ માં રાખવાનું કે શારીરિક નિકટતા નું નામ નથી..!! પ્રેમ એક લહેર છે, એક અનુભૂતિ છે, આત્મિક મિલન ની અનુભૂતિ, અપૂર્ણ થી પૂર્ણ તરફ ની દિશા, શબ્દ વિના આંખો થી બોલાતી વાણી ની મધુરતા, દરેક પરિસ્થિતિ માં સાથે રહેવાની અભીવ્યક્તતા છે..!!

પ્રેમ છે તો નફરત પણ આવશે, તકરાર પણ આવશે, પણ જે પ્રેમ ને બાંધી રાખશે એ વિશ્વાસ નું જતન અને પોષણ જ પ્રેમ ની વ્યાખ્યા છે..!! પ્રેમ ક્યારેય મરતો નથી, એ હંમેશા હૃદય ના ઉંડાણ માં રહે છે, જે સંજોગો અનુસાર સળવળાટ કરીને પાછો ત્યાં જ બેસી જાય છે..!! પ્રેમ માં જઘડો છે, તો ગુસ્સો પણ છે, ઇનસિક્યોરિટી છે, જલન પણ છે.. અને આ જ વસ્તુ પ્રેમ ને જીવંત રાખે છે..!! જેમ છોડ ને પાણી સીચવું પડે, એ જ રીતે જીવન માં પણ પ્રેમ નું પાણી સીચવું જરૂરી છે..

પ્રેમ પામી લેવાનું નામ નથી, પ્રેમ તો એકબીજાની ખુશી માં પોતાની ખુશી શોધવાનું નામ છે..!! અને કદાચ આ નાનકડી કવિતા જ પ્રેમ ને પરિભાષિત કરવાનો પ્રયત્ન કરી શકશે..!!

પ્રેમ એટલે લાગણી ના તાર થી જોડાયેલો સંબંધ,

પ્રેમ એટલે વિશ્વાસ ની જ્યોત થી પ્રજ્વલ્લિત દિપક,

પ્રેમ એટલે પવિત્ર મન થી ઈશ્વર ને થયેલ પ્રાર્થના.

પ્રિયતમ/પ્રેયસી સાથે આકર્ષણ અને આડંબર થી જોડાયેલ સંબંધમાં લાગણી ક્યાં અને પ્રેમ ક્યાં?

પ્રિયતમ/પ્રેયસી નો હાથ પકડીને આપેલ ફોક અને દેખાડા વાળા વચનો માં વિશ્વાસ ક્યાં અને પ્રેમ ક્યાં?

પ્રિયતમ/પ્રેયસી ની આંખ માં આંખ નાખીને કહેલ જુઠ અને છુપાવેલ વાતો માં વિશ્વાસ ક્યાં, પવિત્રતા ક્યાં અને પ્રેમ ક્યાં?

અને પ્રિયતમ/પ્રેયસી સાથે કહેવાતા આ પ્રેમ ના કારણે ઉપર ના સાચા પ્રેમ ની પરિભાષા ક્યાં?

પોતાના ગુના કે ભૂલો ને પ્રિયતમ/પ્રેયસી સંગ કબુલતા લાગતા ડર માં પ્રેમ નથી,

મુક્ત મને વિચારો અને વાતો ને કહેતા થતા ખચકાટ માં પ્રેમ નથી,

સત્ય છુપાવા ઓઢેલ જુઠ ના આવરણ તળે સુવામાં પ્રેમ નથી,

ભય, અવિશ્વાસ, ઉચાટ, અસંતોષ અને છીનવાયેલી વિચારોને વ્યક્ત કરવાની સ્વતંત્રતા ના ઓછાયા તળે પ્રેમ નથી.

પ્રેમ એ પર્વ નથી, પણ દરેક પર્વ ની શરૂઆત અને ગરિમા પ્રેમ છે,

રોજબરોજ ના કાર્યો માં ક્યાંક વહેચેલી મુસ્કાન અને હૃદય ને મળેલ ટાઢક પ્રેમ છે,

નીંદર ટાણે મન પર હળવાશ, આંખો માં ચમક અને હોઠ પર મુસ્કાન પ્રેમ છે.

પવિત્ર મનના કોડિયામાં, લાગણી ના તાર ને વિશ્વાસ ના દિપક થી પ્રજ્વલ્લિત કરીને કોઈ પણ કરેલ કામ,

એ જ તો સાચો પ્રેમ છે, એ જ તો સાચો પ્રેમ છે, અરે દોસ્ત, એ જ તો સાચો પ્રેમ છે.