laughter of હાસ્યા Hardik Bhoti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

laughter of હાસ્યા

ગપ્પીદાસ

નામ વાંચતા જ નાનપણની કવિતા યાદ આવી જાય. “ગપ્પી દાસને ઘરે ગપ્પી આવ્યા આવો ગપ્પીજી.” જી હા. આ તેવા જ ગપ્પી દાસની વાત છે. ગપ્પીદાસનું ન કોઈ ગામ હોય કે ખાસ જગ્યા કે સમય. એ પ્રમાણે તે ગમે તે યુગમાં અને સમયે જોવા મળે. એથી તેનો કોપીરાઈટ કોઈની પાસે ના હોય.

આ ગપ્પીદાસ છે શહેરના. બંગલામાં રહે. અને કોઈ પણ જાતની શરમ વગર ગપ્પા મારવામાં નિષ્ણાત. આથી ગપ્પા મારવામાં નંબર વન હોવાથી બધે જ પરખાત. તેનું નામ છાપામાં આવે. છાપાની બહાર પણ પ્રખ્યાત. આથી તે હંમેશા લોક પ્રિય રહે.

એક રવિવારે આ ગપ્પીદાસ છાપું વાંચવા બેઠા છે. તેમાં જોક્સ વાંચતા હોય છે. કદાચ સ્ટોક ભરતા હશે. તે સમયે ઘરની ડોરબેલ વાગે છે. તેઓ દરવાજો ખોલે છે. અને જુએ છે. સામે શહેરના બીજા પ્રખ્યાત ગપ્પીદાસ હોય છે.

આ વાંચી થતું હશે. શું યાર. આમ કોઈ કવિતામાં હોય તેવું જ લખીને એ જ વાત કરી જે કવિતામાં હતી. બતલબ તમે એજ વસ્તુ આપી જે કવિતામાં છે. તો તેમાં નવું શું છે? તે ભાઈ વાત એમ છે. આ અસલી ભારતીય ગપ્પીદાસ છે. તે ગપ્પા મારવામાં બધાનો બાપ છે. તે પણ સફાઈથી ગપ્પા મારે છે.

પણ મહેમાન માટે પણ આ ગપ્પી દાસને મળવું આનદ દાયક લાગ્યું. આ ગપ્પીદાસ “આવો ભગવાન” કહી બધાને બોલાવે છે. ત્યાર બાદ બેસવા કહે છે. અને ત્યાર બાદ તેમની સામે બેસી કહે છે.

‘બોલો, મારા માનવતા દિલના પ્યારા મહેમાન.’

‘ના આ તો જરા સલમાન ખાનને ઘરે જતો હતો તો વિચાર્યું લાવ અહીં પણ જતો આવું.’

‘ઓહ! સલમાન તો હમણા વ્યસ્ત હશે. તેની નવી ગર્લફ્રેડ સાથે. તે નવી ફ્રેન્ડ અસલમાં મારા કાકાની છોકરી જ થાય.’

‘ના હોય. મારા મામા કહેતા હતા કે તેનું પહેલા તેમની સાથે જ લફડું હતું. પણ પછી તેને છોડી સલમાન ખાન પાસે ગઈ.’

‘હોય કાંઈ. આ ધીરુ ભાઈના છોકરા જોડે ચા પીતો હતો ત્યારે ત્યાં આવેલી કહેતી હતી કે પૈસા જોઈએ છે. નવો ઉદ્યોગ ખોલવો છે ’

‘હા, કોઈ ઉદ્યોગ પતિ કરતા સલમાન વધારે કમાય છે. આથી તેને જ પસંદ કરી. મારા દ્યાનમાં પણ એક છોકરો હતો. રાહુલ. પણ કદાચ વાંધો ભાષા સાથે હોય.’

‘એમ તો હું પણ એક છોકરાને ઓળખું છું. નરેન્દ્ર. છોકરો સારો છે. અને શક્તિશાળી લોકોમાં પણ તેની ગણના થાય છે.’

‘હું. પણ હવે એને સલમાન પસંદ છે. તો કોઈ શું કરી શકે.’

‘હું પણ એ જ ધારું છું. બાકી છોકરાની ક્યાં કમી છે? ખેર, ઓબામાં અંકલ શું કરે છે?’

‘તેઓ ભારતની મુલાકાત બાદ ચાઈના ગયા. ત્યાં ભારત અને ચાઈના ઉદ્યોગ વિકસતો હોવાથી તેમણે ભારત સાથે ગઠબંધન વધારવા વિચાર્યું છે. જેથી ભારત પણ ઉદ્યોગ કરી શકે. આથી ભારત જોડે તેમણે કરાર કરવા મને જ બોલાવ્યો હતો. આ મોદી જોડે કોણે મળવ્યો મેં.’

‘ઓહ હો ! એ મોદી તો મારો નાનપણનો મિત્ર છે.’

‘મોદી મારા જોડે રમતો હતો એજ ને? એ મોદીને મેં જ પીએમ બનવા મદદ કરેલી.’

તે જ સમયે જેમ્સ બોન્ડ સામેના બંગલાની છતથી તેમના પર નજર રાખતો હોય છે. ત્યાં કલાબાજી કરતો ત્રિપલ એક્સ પણ આવે છે. અને તે ગોઠવાઈ જાય છે. ત્યાં સ્પાઈડરમેન ઝાડમાં સંતાઈને બધે જોતો હોય છે. તે સંતાઈ ગયા બાદ નજર રાખવા લાગે છે. નજર રાખતા તેને ખ્યાલ આવે છે. આસપાસ બીજા લોકો પણ છે. જે તે જ કામ કરી રહ્યા છે. તે તરત સાવચેત થઇ જાય છે. ત્યાં સ્પાઈડી જુએ છે. સામેના મકાન જયા બીજા સુપર હીરો છે. ત્યાં કશી ગરબડ થઇ છે.

ગરબડ જોયા બાદ તે ત્યાં જાય છે. ત્યાં જી જુએ છે. કોઈ ચશ્માં વાળો વ્યક્તિ બધા જોડે ઝગડી રહ્યો હોય છે. તે બધાને ગાળો અળતો હોય છે. તેની ભાષા અજીબ છે. એટલું ખબર પડે છે. તેનું નામ બાજીરાવ ગણપત રાવ આપ્ટે છે. અને તે ગુસ્સામાં લાલ હોય છે. તે એકદમ ક્રોધમાં હોય છે. અને તે બધાને બંગલો છોડીને જવા કહે છે. અને તેઓ બંગલો છોડીને જાય તે માટે બુમરાટ કરે છે. તે દરમ્યાન સ્પાઈડી ત્યાં આવી જાય છે.

‘મેં બોલના ઇધર રહેનેકા નહિ રે બાબા. લોગ ક્યાં બોલેગા. તુમકો મામુમ. તુમ કિતના લફડા કરતા?’

‘નામ હે બોન્ડ. જેમ્સ બોન્ડ? વોટ ઇસ ધેટ.’

‘ચા માઈલા. તેરે કો માલુમ નહિ રે બાબા. ઇધર આસપાસ કે ઘર વાલે બોલેંગે ટુબ ઉસકી બહેન બેટી કો દેખાતા. પુલીસ આયેગી રે..’

‘ઈ એમ ત્રિપલ એક્સ. નો ફીયર.’

‘અરે! તું ત્રિપલ એક્ષ હો ય એક્સમેન. હમકો કુછ પતા નહિ. હમ એક બાત જાનતા. ઇધર સે જાણે કા રે બાબા.’

‘અરે! બાબુરાવ ભાઈ હું કરોળિયા માનવ. મને ઓળખ્યો?’ આ લોકો તમને સમજાવી રહ્યા છે. તેઓ બહુ ખતરનાક છે. આથી તેમનાથી સાવધાન રહેવું. તે બતાવી રહ્યા છે.

‘અરે ! બાબા, એક તો કિસી કે છત પર જાણે કા ઓર બોલને કા હમસે સાવધાન રહો. જમાઈલા અભી પુલીસ બુલાતા હું. તું દેખ. ઓર કરોળિયા તું ગુરાતી કબ બના રે! દેવા રે દેવા, યહાં સબ પાગલ ભરે હે.’

‘આપ ગભરાઈએ મત. મેં આપકો એક બાત બતાતા હું. મેં યે સબ નહિ દેખ સકતા. મેં ઉનકો જાકે બતાતા હું.’

‘સ્પાઈડી ત્યાંજઈ બાકીનાને રોકે છે.’

‘સી, ધીસ મેન વોન્ટ ટુ ટેલ અસ ટુ ગો.’ એ કરોળિયા માનવ એટલે કે સ્પાઈડી બધાને કહે છે.

‘હું આઈ એમ? ત્રિપલ એક્સ.’

‘માય નેમ ઇસ બોન્ડ. જેમ્સ બોન્ડ.’

‘ સી ધીસ મેન ઇસ ઇન એન્ગ્ર્ય મુડ’

‘ટેલ ધેમ તું ગો હેલ.’ ત્રિપલ એસ કહે છે.

ત્યાં બાબુરાવ ગુસ્સે થાય છે. તે એકદમ ગુસ્સામાં બધા સામું જુએ છે. અને ખરેખરે જૂતું ઉતારી જેમ્સ બોન્ડ પર નાખે છે. જૂતું નીચે જાય છે. અહીં મારામારી શરુ થઇ જાય છે. હો હા થાય છે. ગપ્પીદાસ જુએ છે. તેમની સામેના મકાનમાં કશુક થાય છે. તેઓ પોતાની બારી માંથી આ બધું જુએ છે. તેઓ તરત ત્યાં પહોંચે છે. અને જુએ છે. ત્રિપલ એક્સ અને બાબુરાવ સામસામે છે.

‘એ ટકલા ખબર નથી. એ બાબુરાવ છે. એનું નામ નહિ લેવાનું. તે ભારતના ભાવી પ્રધાન મત્રી છે.’ ગપ્પી એક કહે છે.

‘હા, ગયા અઠવાડીએ પેન્ટ પર ચડ્ડી વાળો સુપરમેન આવેલો. બિચારો હોસ્પિટલમાં છે.’ ગપ્પી બે કહે છે.

ત્યાં એક હવાલદાર આવે છે. તે ગુસ્સામાં હોય છે. અને તેના હાથમાં જૂતું હોય છે. તે બધા સામું જે છે. અને તે શું કરવું તે વિચારે છે. ત્યાર બાદ તે જોરથી બુમ પાડે છે.

‘આ જૂતું કોણે ફેંક્યુ? અને આ અંગ્રેજો કોણ છે?’

‘સાહેબ. તેઓ વિદેશી જાસૂસ છે.’ સ્પાઈડી કહે છે.

‘તું માંકડા માનવ છે? તું અને બાકીના બધા જ અરેસ્ત થાય છે.’ હવાલદાર સીટી મારે છે. ત્યાં પોલીસો આવી જાય છે. બધા જ પકડાય છે. તેઓ ઇન્સ્પેક્ટર બાજીરાવ સીન્ઘમની સામે મોકલવામાં આવે છે.

‘મેં બાજીરાવ સિંહમ શેર હું. તુમ લોગ મારપીટ કરતે હો શરમ નહિ આતી. ઓર એ વિદેશી હમારે દેશ કે મહેમાન હે.’

‘સાહેબ વિદેશી જાસૂસ હે. હમારે કા ઘર પર નજર રખ્ખા. બહુત બડી સાજીસ હે. ઓબામાં સે લેકર પીંગ પોંગ ભી શામિલ હોંગે.’

‘તુમ લોગો કો કિસને કહા હે એ સબ? ઓર તુમ અંગ્રેજ ઇન લોગોકી જાસુસી કયો કર અહે હો?’

‘ધેય ટોક લોટ અબાઉટ ઓબામાં. ઓબામાં હેસ ફીયર અબોઉંટ ધેમ.’ જેમ્સ બોન્ડ કહે છે.

‘ઓબામાં કે બારેમે દો બાતે ક્યાં કહેદી ડર ગયે? બોલને પર કહા કોઈ રોક યા પ્રતિબંધ હો સકતા હે. અબ લોગ જો બોલના ચાહે બોલે. જહાં તક દેશ કા સવાલ હે. તો ઉસકે ખિલાફ કુછ કરે તો ગુનાહ બનતા હે.’

‘ઓકે કોપ સ્પાડી સેય ટુ મી વોટ ઓલ યુ સેય. ઇટ્સ ઓલ રાઈટ. યુ વિન આઈ વિલ ગો બેક.’

‘બોન્ડ વોન્ટ ગો બેક ઓલ્સો.’ બોન્ડ કહે છે.

‘હું બોલ્યા? ચ માઈલા.’ બાબુરાવ ન સમજતા પૂછે છે.

‘એ કે સે ગો બેક સાઈમન.’ ગપ્પી એક કહે છે.

‘હા, ઈ અંગ્રેજ ભગાડવા આવ્યા છે.’ ગપ્પી બે કહે છે.

‘અરે! ગવારો, ઉસને કહા હમ વાપસ જાએંગે. કભી અંગ્રેજી ભી સીખ લો.’

‘તુને સીખી. ક્યાં ફાયદા હુઆ? તુને સીખકે કોનસા બાડા તીર માર લિયા?’ બાબુરાવ પૂછે છે.

‘ખામોશ. ચલે જાઓ. વારના સબકો અંદર કર દુંગા.’ બાજીરાવ કહે છે. અને બધા જ ભાગે છે.

ત્યાર બાદ બાજીરાવ અને બાકીનાનું શું થયું કોઈ ખબર નથી.