ખમીસનો ચક્રવ્યૂહ
ભોટી હાર્દિક
ખમીસનો ચક્રવ્યૂહ
ઘર સાફ કરતા જુનો સામાન નીકળ્યો. તેની સાથે જૂનું ખમીસ જોતા અનેક યાદો તાજી થઇ. વિચાર આવ્યો. ખમીશ એ જૂની વસ્તુ છે. તે એક સમયથી લોકો દ્વારા ઉપયોગમાં છે. જેમ ફોનની અલગ અલગ ટેકનોલોજી આવતા ફોન બદલાયા. તેમ વર્શોથી ખાલી ડિઝાઈન બદલાતી આવી છે. તેની શાનોશોકત તેવી જ છે.
લગભગ ઇઠયોતેર વટાવી ચુક્યા દામોદર માટે તેના આ જવાનીના દિવસોના શર્ટ માત્ર શર્ટ નહિ પણ જીવન છે. તે શર્ટને બારીકાઈથી સાચવીને રાખ્યું છે. તમે ખમીસ કહો કે શર્ટ બધું કહેવાય એક જ. પણ ખમીશ જરા જુનવાણી લાગે. પણ તે તેમને તેમના પિતા પાસેથી મેળવેલું. આથી શર્ટ પોતે જ જુનવાણી છે.
એક સમયે આ હવેલી જાહોજલાલીનું પ્રતિક હતી. દાદા પરદાદા બધા જ અહીં રહ્યા અને શાનોશોકત ભોગવી. પોતે પણ જાહોજલાલી જોઈ છે. પણ સમય જતા એક કુટુંબની ભાવના જતી રહી. અને લોકો પોતાનું અલગ ઘર કરી રહેવા લાગ્યા. આ બધું ઓછું હોય તેમ દામોદરની ઉમર થઇ. તેમને બીમારીથી શારીરિક તકલીફ છે. પણ તેમને “કોઈ મુસીબત છે?” તેવું પૂછવા પણ નથી આવતું. બધા પોતાના ઘરમાં વ્યસ્ત છે. અહીં કોઈને ફુરસદ નથી. ત્યાં બચી છે. તો જૂની હવેલી અને જૂની યાદો. જેમાં આ શર્ટ પણ શામિલ છે.
આ શર્ટ એમ તો તેમના પરદાદાનું છે. જવાનીમાં માણ્યું. મળ્યું હતું તેમને દાદા પરદાદા પાસેથી સફર કરી આવ્યા બાદ. પણ તેની હાલત તેમની હવેલી જેવી છે. તે જળાઈ ગયું છે. તે ગમે ત્યારે ફાટી જાય.. પોતાના પરદાદાને તે અંગ્રેજ દ્વારા આપવામાં આવેલ. જે તેમને ગીફ્ટમાં તેમના સન્માન રૂપે ઉચ્ચ ઓદ્દા પરથી નિવૃત્તિમાં મેળવેલ.
તેમના પરદાદા જેવા તેવા નહિ. તે સમયના પ્રખ્યાત ઉદ્યોગપતિ. મહેલોમાં કરિયાણું પહોચાડતા. અંગ્રેજોને ખુશામત કરી અને રીઝાવેલ. તો તેમને સલાહકાર તરીકે સાથે રાખેલ. નિવૃત્તિ સમયે કીમતી શર્ટ ભેટમાં આપેલ. અને સન્માન સાથે વિદાય આપેલી. આથી તે ઘણું જ કીમતી છે. એની પર અંગ્રેજોની મહોર પણ છે.
ઘરમાં તેના પર અનેક ચર્ચા થઇ. તેનું શું કરવું? તેને વેચવું? ના વેચવું? ત્યાં કોઈએ સુઝાવ્યું. તમે તેને મ્યુઝીયમને આપો. આથી હોંશમાં આપવા મ્યુઝીયમમાં લઇ ગયા. “ધ આર્ક મ્યુઝીયમ”. આ મ્યુઝીયમ આમ તો જગ વિખ્યાત પણ તેના મંદીના દિવસોની વાત દામોદરને ઘણા સમયથી ધ્યાનમાં હતી. તે પણ અંગ્રેજોના જમાનાનું જ છે. પણ હવે તો સરનામું પણ બદલાઈ ગયું. પુચાતાછ બાદ તેમણે શોધ્યું. તેમના મિત્ર જે ત્યાં કામ કરતા હતા. તેમનો નંબર લાગતો ન હતો. આથી જાતે જ જવાનું વિચાર્યું.
જ્યારે તેઓ તે સંગ્રહાલયમાં પહોંચે છે. ત્યારે ત્યાં કાગડા ઉડતા હોય છે. પોતાની રોલ્સ રોયલ્સ ગાડી માંથી બહાર આવી. તેઓ અંદર તરફ જાય છે. ત્યારે સંગ્રહાલય વાળા જોતા જ રહે છે. હાલાકી તેમના સંગ્રહાલયની હાલત બહારથી જ ખરાબ દેખાય છે. આથી આ શેઠ બહારથી જ પાછા જશે. તેવું તેમણે ધારી લીધું લાગે છે. દામોદર માટે તેમના તેમના જુના મિત્રનું સંગ્રહાલય છે. અને તેનું નામ પણ છે, આ કામ માટે. આથી, અહીં આવવા વિચાર્યું.. પણ અહીં આવ્યા બાદ કલ્પના કરતા વધારે ખરાબ હાલતમાં દેખાય છે. આથી કહેવું મુશ્કેલ છે. અહીં કામકાજ ચાલુ હશે કે પછી સંગ્રહાલય હંમેશા માટે બંધ થવાની તૈયારીમાં છે. તેમના મિત્ર પર તેમણે ભરોસો હોય છે. બાકી સંગ્રહાલય તો ઘણા હશે.
અંદર પ્રવેશ કરતા તેઓ જુએ છે. ત્યાં અમુક સામાન જ બચ્યો છે. બાકીનો કદાચ સંગ્રહાલય વાળાએ વેચી દીધો હશે. તેઓ ત્યાં ઊભેલા કોઈ લઘર વઘર વ્યક્તિને લાલુ શેઠને બોલાવવા કહે છે. તે માણસ ઓળખવાની ના પાડે છે. દામોદર શેઠ આશ્ચર્ય પામે છે. પુછતાછ કરતા ખબર પડે છે. તેની જગ્યાએ હવે નીલેશ છે. તેઓ રસ્તો પૂછતા તેમની કેબીન તરફ જાય છે. ત્યાં તેમને એક ચપરાસી પકડી લે છે.
ચમકી ગયેલા દામોદર શેઠ ચપરાશી જોતા હરખાય છે. ચપરાશી ઘણો કામનો વ્યક્તિ હોય છે. જરૂર તે મદદ કરશે. આવું ધારી તેઓ તેની પાસે આવે છે.
‘અરે! ભાઈ, મારે મેનેજર સાહેબને મળવાનું છે.’
‘બે વસ્તુ. મારા માવા ખાવાનો સમય છે. અને સાહેબ જરૂરી મંત્રણા કરે છે. તમે પછી આવો.’
‘તમને માવો ખવડાવવાની આ ધન્ય ભાગ્યતા હું લેવા માંગું છું. બસ, ખાલી મારી થોડી મદદ કરી દો.’
‘ચુના માવો ચાલશે.’
‘તો મેનેજરને કેવી રીતના મળું?’
‘સાહેબ માવો ખવડાવો કે દારુ પીવડાવો. સાહેબને નહિ મળી શકો. તેઓ જરૂરી મીટીંગમાં છે.’
ત્યાં એક બીજો ચપરાશી આવે છે. તે જરા વૃદ્ધ છે.
‘એ નીલીયો ઈન્ટરનેટ પર ચેટીંગ કરતો હશે. કશું કામ નથી. તમે મારી સાથે ચાલો. અસલમાં હું તમને કહું છું. અમે બંને સાથે નોકરી પર જોડાયા હતા. પણ ડીરેક્ટરની પત્નીના પ્રેમમાં પડ્યા. અને તેણે પેલાને ડિવોર્સ આપી આની જોડે લગ્ન કર્યા. આ મેનેજર બની ગયો.’
‘તે બરાબર પણ મારે મળવું કેમ?’
‘તમે એક કામ કરો. મને દસ હજાર આપો. હું ત્યાં જઈ સાહેબને આપી દઉં છું. પછી જુઓ કેવા મળે છે?’
‘પણ, દસ હજાર વધારે કહેવાય.’
‘સાહેબ સંગ્રહાલયની હાલત આગળ ઓછી કહેવાય. આખરે સમાજના જ કામમાં આવશે ને?’
‘ઠીક છે.’ તેઓ દસ હજાર કાઢીને આપે છે.
‘હવે?’
‘સાહેબ, તમે બેસો ઠંડુ પીઓ. હું જરા આવું.’ તે ચાલ્યો જાય છે. ત્યાં આસપાસ જુએ છે. તે એક ખંડેર છે. અહીં કશું જ નથી બચ્યું. બધો સામાન વેચી નાખ્યો લાગે છે.. બાકીના ચપરાશી પણ ચાલ્યા ગયા છે. તેઓ ઊભા હોય છે. ત્યાં બહારથી મેનેજર ચપરાસી સાથે આવે છે. દામોદર ભાઈ ચમકી જાય છે. કારણકે બધા જ નવા ચહેરા હોય છે. દામોદર ભાઈ બધી વાત કરે છે.
‘સાહેબ, એ અમારા માણસ નહિ. તેઓ જરૂર પાડોશના નાલાયક હશે. અસલમાં પૈસાની કમીથી આ બંધ છે. આથી લુખ્ખા ઘુસી આવે છે. હું ઈલેક્ત્રીક્શીટી વાળાઓને ધમકાવવા ગયો. કે તેઓ લાઈટ કેમ કાપી નાખી છે? મેં તો ખાલી ત્રણ જ વરસનું બિલ નથી ભર્યું.’
‘હશે.’
‘હશે શું? એમને તો હું જોઈ લઈશ. એક કામ કરો. મારી કેબીનમાં બેસો. હું આવું છું.’ તે ચાલ્યો જાય છે. થોડી વારમાં પાછો આવે છે. ચા અને નાસ્તો લઇ બે ટેણીયા સાથે આવે છે. તેઓ મેનેજરની તૂટેલી ફૂટેલી કેબીનમાં બેસે છે. જ્યાં ધૂળ અને જાળા ચારે તરફ છે. મેનેજર તેમની સામેની પોતાની ખુરશીમાં બેસે છે.
‘બોલો, સાહેબ. કેટલાનું દાન કરશો?’
‘હું એક શર્ટ દાન કરીશ.’
‘એમ નહિ. પૈસા.’
‘પૈસાનું દાન આલશો તો આ શર્ટ સાચવિશુ. એમ કહો, થોડી ચાલે?’
‘સાહેબ, અમે સમાજ સેવા માટે જ છીએ. તમારી ફાલતુ વસ્તુ પણ સાચવીશું.’
‘આ કીમતી વસ્તુ છે. તમને કોણે અહીં કામ આપ્યું? ખબર નથી. હું શેઠ છુ? અને આ શર્ટ કીમતી છે.’
‘સાહેબ, અહીં લોકો પોતાની પત્ની આપવા આવે છે. એમ કહી. મ્યુઝીયમમાં રાખવા જેવી છે. અમારે તો તેને પણ કીમતી ગણાવી પડે ને? શું નામ કહ્યું આપનું?’
‘દામોદર શેઠ.’
‘નરસિહ વાળા. જેણે હુંડી સ્વીકારી હતી. મારા સાળાને વેપાર કરવો છે. તો પૈસાની જોગવાઈ કરી અપાવોને.’
‘હું એ નથી.’
‘મતલબ, તમે કલયુગના દામોદર શેઠ છો. જે હૂંડી નથી સ્વીકારતા.’
‘જી, શર્ટ આપવા માંગું છું.’
‘કોનું છે?’
‘મારા દાદાજી અંબાલાલનું.’
‘એ કોણ?
‘અંગ્રેજના સમયમાં મોટા અધિકારી હતા. અંગ્રેજે સન્માનમાં આપેલ છે.’
‘કોઈ કાગળ છે?’
‘ના સાહેબ, નથી.’
‘તો સાબિત કેવી રીતના કરશો?’
‘ખબર નહિ.’
‘સાહેબ લાખ રૂપિયા આપો. કાગળ તૈયાર કરી આપીશ. પણ પબ્લીસીટી બાદ જે પૈસા મળે તેમાં ભાગ અપાવો મળશે.’
‘શેના પૈસા?’
‘કેમ? સરકાર અપાશે ને?’
‘સરકાર? તે પણ શર્ટ માટે.’
‘હા, અમે એમ કહી પબ્લીસીટી કરીશું. કે તે અસલમાં ઇંગ્લેન્ડની મહારાણી ધ્વારા તમારા પૂજ્ય દાદાજીને અંગ્રેજની સેવાની એવજમાં આપવામાં આવેલો. સાથે સરનો ખીતાબ પણ.’
‘પણ મારા દાદાજીને કોઈ ખિતાબ ન હતો મળ્યો.’
‘તમે ખાલી ભવિષ્યની કલ્પના કરો.’ તે હવામાં એક ચોરસ બનાવે છે. અને સ્ક્રીનની કલ્પના કરે છે.
‘વિચારો તમારી સામે કેમેરા હોય. કેમેરા તમારી પર ઝૂમ થતી હોય. ફ્લેશ લાઈટ તમારી પર પડતી હોય. અને બધા જ તમારી વાહ! વાહ! કરે. છાપામાં તમારી ફોટો છપાય. અને આ મહાન કામ માટે સન્માનિત કરાશે.’
‘તમે જે રીતે બોલ્યા તે પરથી મને લાગે છે. યોજના ઘણી સરસ છે. પણ શર્ટ મીડિયા સામે આપીશ.’
‘જી.’
દામોદર શેઠ ઘરે આવી પોતાના પરિવારને આખી વાત કરે છે. તેઓ હસીને બેવડ વળી જાય છે. તે જોઈ દામોદર શેઠ મલકાય છે. બીજા દિવસે સવારના જ્યારે છાપું ખોલે છે. તો જબરદસ્ત ચમકી જાય છે. મોટા અક્ષરમાં છાપામાં લખેલ હોય છે.
“સ્વર્ગીય અંબાલાલનું અફેર ઇંગ્લેન્ડની મહારાણી જોડે. પ્રેમમાં મહારાણીએ આપેલ એક શર્ટ. તે આજે મ્યુઝીયમમાં મીડિયા સામે આપવામાં આવશે. તે કામ તેમના પ્રપૌત્ર દામોદર શેઠ કરશે. આવી કીમતી ધરોહર સાચવવા પૈસાનો આભાવ. આથી સંગ્રહાલય ચિંતામાં.”
દામોદર શેઠ તો તમ્મર ખાઈ ગયા. આવું તો કશું હતું જ નહિ. ત્યાં ફોન વાગવાના ચાલુ થયા. તેમના પત્ની ફોન પર બધા જોડે માફી માંગી રહી હોય છે. થીડી વાર બાદ તે પાછી આવે છે.
‘સાંભળો છો? આપણા સમાજના અધ્યક્ષનો ફોન હતો. તેઓ આપણને સમાજની બહાર કરવા માંગે છે. પોતાની પત્ની હોવા છતાં તમારા દાદાએ ઇંગ્લેન્ડની મહારાણી જોડે અફેર કર્યું.’
‘શું? મારા દાદા કોઈ દિવસ ઇંગ્લેન્ડની મહારાણીને ન હતા મળ્યા.’
‘હવે?’
‘હવે શું? આપણે એક કામ કરવાનું. બધાને હકીકત કહેવાની.’
‘પણ કોણ માનશે? છાપામાં નામ બદનામ થયું.’
‘ખેર જોયું જશે.’
એ વાતને થોડા દિવસ વીતી જાય છે. તેઓ મીડિયા સામે પોતાનું શર્ટ સંગ્રહાલયને આપે છે. વાત છાપામાં ચર્ચાનો વિષય બને છે. ત્યાં તેમનો છોકરો ચંદન આવે છે. તે પોતાના પરિવાર સાથે આવ્યો હોય છે. તે એકદમ ઉત્સાહમાં હોય છે. તે આવીને જાણે ધમાલ મચાવી દે છે.
‘પપ્પા યુ આર ગ્રેટ. તમારા આ કામથી આપણા ટીનીયાના શાળામાં કેટલા માન વધ્યા છે. ખબર છે. હવે તેના માર્ક પણ વધારે આવે છે. અને શાળા ફી લેવા પણ તૈયાર નથી. આ તો ઠીક છે. ધંધામાં અપને બૂમ કર્યું. જબરદસ્ત ફાયદો.’
‘કેવી રીતના?’ દામોદર ભાઈ ચમકી જાય છે.
‘તમે જે વાત ખોલી. તેના કારણે આપણા કોન્ટેક્ટ ઇન્ટરનેશનલ છે. તેવી અફવા ઊડી છે. આથી લોકો આપણી જોડે સબંધ રાખવા માંગે છે.’
‘તો, બેટા વાત આમ છે. આ પાડો ખાલી નહિ, ઘાસની લાલચે આવ્યા છે.’ દામોદર ભાઈ મુસ્કુરાતા કહે છે.
‘પપ્પા બી પ્રેક્ટીકલ. ફાયદો થતો હોય તો હું તમારી સાથે જ છું.’ તે કોન્ફીડન્સથી કહે છે.
‘ઠીક છે. પણ એ કહે. હવે?’
‘તમે જુઓ આપણે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ખોલીશું.’
‘સરસ દીકરા.’
‘મેં તો કહ્યું જ હતું....’ દીકરા પત્ની એટલેકે વહુ કશું કહેવા જાય છે. ત્યાં દામોદર અટકાવે છે.
‘એક મિનીટ દીકરા. તમે શેની વાત કરો છો?’
‘એ જ કે પિતાજી મહાન છે. તેઓ જેવા કોઈ નહિ.’
‘તમે હોશમાં જ કહો છો ને?’
‘હા, હા, પુરા હોશો હવાજમાં. કેમ?’
‘ના, ના, એમ જ.’
‘પપ્પા એ બધું જવા દો. આખી વાર્તા કહોને. છોકરાને નવો ઈતિહાસ ભણાવો પડશે. પરીક્ષામાં પૂછ્યું તો? કેવું નાક કપાય?’
‘તો સાંભળો. વાત લગભગ આજથી દોઢસો વર્ષ પૂર્વેની છે. તે સમયે રાજા રજવાડાના રાજ હતા. પણ અંગ્રેજ હૂકુમત કરતા હોવાથી બધે ઘોડા પર સવાર અંગ્રેજ ફરતા જોવા મળે. ખાસ કરી તેઓ બધી સત્તા પોતાના હાથમાં લઈને બેઠેલા હોવાથી લોકો પણ અંગ્રેજોને જ માન આપે. ધીમે ધીમે ભારતીય સભ્યતા ખોવાઈ ગઈ. અને તેના બદલે અંગ્રેજી સભ્યતા આવી ગઈ. લોકોને ભારતીય જ્ઞાન આપવાને બદલે અંગ્રેજી જ્ઞાન આપવા લાગ્યા. ભારતીય સભ્યતા જાણે અદ્રશ્ય થઇ ગઈ.
પણ કેટલાક લોકો વિરોધે ચઢ્યા. અને ભારતીય સભ્યતા ખતમ થતી બચાવવા મેદાને પડ્યા. વિરોધ શરુ થયો. હવે વાત એવી બની કે યુદ્ધ જ્યારે મધ્યસ્તે પહોંચ્યું ત્યારે એવું નક્કી થયું. કે કોઈ વ્યક્તિ જો અંગ્રેજ જોડે કામ કરે તો બંને સાથે મળી વેપાર કરી શકે.
આથી કેટલાય લોકો કામ કરવા તૈયાર થયા. તેઓને અંગ્રેજ ધ્વારા સુરક્ષા મળી. અને તેઓ મહાન ગણાવા લાગ્યા. તેમાં તારા દાદા પણ સામેલ હતા. તેઓ અંગ્રેજોના સલાહકાર બન્યા. અને સન્માન પામ્યા. તેમણે ભારતીયો પર થતો જુલમ અટકાવવા મહેનત કરી અને તેઓ ભારતની આઝાદીના એક હિસ્સા બન્યા.’
‘વાહ! દાદાજી મહાન હતા. તેમની વાત જ ન થાય.’ વહુ પ્રભાવિત થાય છે.
‘દાદુ ના દાદુ ઇઝ ગ્રેટ.’ નાનકડો ટીનીયો કહે છે.
‘ચાલો પપ્પા હું જાઉં.’
‘હા ચાલો.’ દીકરો જરા ઉતાવળમાં હોય છે. તેઓ ચાલ્યા જાય છે.
તેમના ગયા બાદ દાદાજી, બેસીને વિચારવા લાગે છે. દાદાજી જરા મૂંઝવણમાં હોય છે. તેઓ દાદાજી સામે જુએ છે.
‘આવું તો કશું ન હતું બન્યું.’ દાદીજી જરા વિચારતા કહે છે.
‘એમ? બીજી કોઈ વાત તેઓ સાંભળવા તૈયાર હતા?’ દાદાજીના સવાલનો બા પાસે કોઈ જવાબ નથી.
એ વાત ત્યાં જ અટકી ગઈ. તેઓ ટીવી ચાલુ કરી જોવા લાગ્યા. તેઓ જુએ છે. ત્યાં ટીવીમાં તેમના ડોક્ટર ઈન્ટરવ્યું આપે છે. તેઓ કહે છે. તેમના પરદાદા અસલમાં દમોદરના દાકતર હતા. તેમને ઝેર આપવામાં આવ્યું હતું. દમોદરજીના પરદાદાના મહારાણી અફેરમાં દામોદરના પરદાદાની મદદ કરતા તેમનું મૃત્યુ થયું. આથી તેઓ મહાન કહેવાય. ન્યુઝ વાળા તેની મોટાઈ દેખાડી રહ્યા હોય છે. તે ફેમસ થઇ જાય છે.
વાત હજી પૂરી નથી થતી. ત્યાં જ મીડિયા વાળાના ફોન આવવા લાગે છે. મીડિયા વાળા જાત જાતના સવાલ કરવા લાગે છે. દામોદરજી એકદમ ગભરાઈ જાય છે. તેઓ શું જવાબ આપવા તે સમજાતું નથી. તેઓ તરત જવાબ આપવા વિચારવા લાગે છે. આખરે જવાબ આપવા કશું સુજતું નથી. તેઓ ચુપ જ રહે છે.
ચુપ રહેવાથી વાત થોડી પૂરી થાય છે. મીડિયા વાળા આખો દિવસ અંબાલાલના રહસ્યની વાત કરે છે. જે વાત સાંભળી બધા માનવા વિચારતા હશે. આખરે અંબાલાલે એવો તો શું પહાડ તોડી લીધો કે એટલા મોટા સમાચાર બની ગયા. જોકે એક તરફ મીડિયા ન્યુઝ વધારે મોટા બનાવવા બેઠા હતા. તે સમયે દામોદર શેઠના ઘરમાં ચિંતાનું વાતાવણ છે.
ઠીક તે સમયે મંત્રીની કેબીનમાં મંત્રી ત્રણ કપ ચા પી ચૂક્યા છે. પણ કોઈ પક્ષમાં જોડવા વિચારે છે. એક સમયે કોઈ પક્ષમાં હશે. પણ વિરોધ બાદ બેકાર છે. અને આંટા મારે છે. પી.એ તેમણે જોઈ ચિંતિત છે. તે સમયે કેબીનમાં ભયાનક ગંભીર વાતાવરણ છે.
‘સાહેબ, એક વાત કહું, મારા હિસાબથી ચિંતાની વાત નથી.’
‘કેમ નથી? તને ખબર નથી. વાત ચિંતાની જ છે. આખરે ઇંગ્લેન્ડની મહારાણી શા માટે મામૂલી માણસને પ્રેમ કરે? કરવો જ હોય તો કોઈ પોલીટીશ્યનને કરે. સામાન્ય માણસને શા માટે?’
’મંત્રીજી સુધર જાઈએ. ન આપકો આજ તક ઓહદ્દા મિલા. ન કામ. આપ દિન ભર યહાં પડે રહતે હે. એક કામ કરે. જરા જ કર થોડી સમાજ કી સેવા કર લે. એ ગરીબ કી દો વક્ત કી રોતી ક જુગાડ હો.’
‘ચુનાવ હે.’
‘ઇસી લીએ. જીત ગયે તો રોટી મિલેગી.’
‘પણ જીતવા માટે પણ લોકોની સામે આવવું જરૂરી છે. કોઈ પક્ષ લે તે પણ જરૂરી છે. આથી તું પણ કામે લાગી જા. આપણે સંકૃતિ વિરુદ્ધ કામ કર્યું હોવાનું કહી વિરોધ કરીશું.’
‘જેવી તમારી મરજી.’
બીજા જ દિવસે સવારથી મંત્રીજી અનશન પર બેઠા. તે પણ દામોદરના ઘરની બહાર. તે જોઈ મીડિયા પણ ત્યાં આવી. તેઓ જોરશોરથી ન્યુઝ બનાંવાના કામમાં લાગી ગયા. તેઓ અતિ ઝડપથી કોઈને કોઈ વાર્તા ઘડી નાખી. ત્યાર બાદ ટીવી પર મંત્રી અને અને તેના અનશનની ચર્ચા થવા લાગી. લોકોનું ટોળું ભેગું થઇ ગયું.
મોકો મળતા મંત્રી તરત ભાષણ આપવા લાગી ગયા. ભાષણ સાંભળી લોકો એકદમ પ્રભાવિત થઇ ગયા. તેમણે પોતાના પ્રવચનની શરૂઆત જ ત્રાહિત નગરજન વસીઓથી કરી.
‘મારા સજ્જન અને ત્રાહિત નગરજન વાસીઓ આપણા આ દેશમાં ઘોર કલયુગ આવ્યો છે. એક ભારતીય વિદેશી સંનારીના પ્રેમમાં પડે છે. અને તે પણ પત્ની હોવા છતાં પણ.’
‘સાહેબ, ના લગ્ન ના થયા હોય, તો પડી શકાત ને?’ ભીડ માંથી કોઈ પૂછે છે.
‘ખામોશ. આ ભારતીય સભ્યતાના આબરૂનો સવાલ છે. આવનારી પેઢીને તમે શું શીખવશો?’
‘સાહેબ પણ તેમની તો આવનારી ત્રણ પેઢી પણ આવી ચૂકી છે.’ બીજું કોઈ બોલે છે.
‘મારા હિસાબથી બધાએ આ વાત સમજાવી જોઈએ. હું તમને પૂછું છું. તમને લાગે છે. અંબાલાલે યોગ્ય કર્યું?’
‘હવે પુછવાથી શું ફાઈદો. જ્યારે થયું ત્યારે તમે ક્યાં હતા?’ કોઈ પૂછે છે.
‘આ વાત દોઢસો વર્ષ જૂની છે. એટલે હું કહું છું. તમે વિરોધ કરો. ભલે વર્ષો જૂની હોય. પણ ન્યાય એ ન્યાય છે. અમે લડીશું. કોઈ નહિ લડે તો અમે લડીશું. ભારતની આબાદી એટલી નથી જેટલી ગુજરાતની છે, મહારાષ્ટ્રની છે. અને રાજસ્થાની છે. જો બધા સાથે મળી જાય તો આપણે ન્યાય જરૂર અપાવીશું. બોલો તમે મારી સાથે છો?’
‘ભારતની આબાદી કરતા ગુજરાત, મહારાષ્ટ્રા કે રાજસ્થાનની અબાદી વધારે કેમ હોય?’ કોઈ પૂછે છે.
ચારે તરફ શાંતિ હોય છે. ત્યાર બાદ ગુસ્સામાં મંત્રી ચાલ્યા જાય છે. મીડિયા વાળા આ મુદ્દાને જબરદસ્ત ઉઠાવે છે. લોકોનો સાથ ન મળતા ગુસ્સામાં તેઓ પાછા ગયા. તે વાત પર પાછળથી હસી ઉડાવાય છે. પ્રખર મંત્રીઓ તેની ટીકા કરે છે.
પણ અંતે વાત મુખ્ય મંત્રી સુધી પહોંચે છે. તેઓ બેઠક બોલાવે છે. ત્યાં બધા તેમને કેસના કાગળિયા આપે છે. સિ.બિ.આઇ પોતાનો રીપોર્ટ મૂકે છે. આખરે વાત ભારતીય સભ્યતાની હોય છે. મામલો ગંભીર છે. અને બધા જ મંત્રીઓની નજર મુખ્યમંત્રી પર છે. આખરે તેઓ પોતાનું મૌન તોડે છે.
‘કોણ છે મહાનુભાવ? જે કેસ કરે છે. ભારતની દોઢસો કરોડની જનતા ખાલી બેસી રહી, દોઢસો અને બસો વર્ષ પૂર્વેના કેસ લડે? ભારતની આઝાદી પછીના કેસ પર જ ધ્યાન અપાય છે. અને મને ખબર છે. આ બધા જ નાટક બકુડાના છે. આવા નાટક તેજ કરી શકે. ભારતના રાજકીય બંધારણ બાદ જે થયું તેના પર કેસ કરવાની જોગવાઈ છે. પણ રાજા મહારાજા શું કરી ગયા તેની પર કેસ કરવાની જોગવાઈ કોઈ દેશમાં નથી.
‘સાહેબ, બકુડા સાહેબ તો રજા પર છે. ક્યાંક ચાલ્યા ગયા છે. પાછા આવી પોતાની પાર્ટીને લગતા નિર્ણય લેશે.’ કોઈ મંત્રી કહે છે.
‘તેમને પાછા આવતા અપડેટ કરી દેજો. અને ઇંગ્લેન્ડની મહારાણી વિષે આવું એલફેલ બહાર ના બોલતા. કોઈ ગાંડો કહેશે. કેસ કરવો બહુ દૂરની વાત છે. મહેરબાની કરી સી.બી.આઈ. રીપોર્ટ પણ વાંચવાનું રાખો.’
થોડા દિવસ બાદ મામલો શાંત થઇ જાય છે. અને લોકો પણ વાત ભૂલી જાય છે. ત્યાર બાદ વાત ખતમ થઇ જાય છે. એક દિવસ છાપામાં છપાય છે.
“મહારાણી અફેરનો આખો મામલો ખોટો હતો. પોલીસે ફ્રોડને પકડવા જાળ બેસાડેલી. મ્યુંઝીયમ વાળા ગિરફ્તાર. સંગ્રહાલયની ખરાબ હાલત સુધારવાના નામે મેળવેલ પૈસાથી તેઓ દુબઈ જવાની ફિરાકમાં હતા. એફ.આઈ.આર. તો પ્રથમથી જ કરાયેલી પણ પોલીસ સબુત માટે રાહ જોવા માંગતી હતી.”
ત્યાં ફરી તેમનો છોકરો આવે છે. આ વખતે ગુસ્સામાં આવે છે. વહુ રડે છે. ખબર નહિ કેમ આવા વાહિયાત સસરા મળ્યા.
જ્યારે લોકોને ખબર પડી તેમને કોઈ મોટા કોન્ટેક્ટ નથી. લોકો તેના છોકરા સાથે ધંધો કરવાની ના પાડી દીધી. શાળા તરફથી મળતી ખાસ સુવિધા પણ બંધ થઇ ગઈ. આથી છોકરો ગુસ્સામાં હોય છે. જ્યારે ન્યુઝ વાળા પોતાના કામ ધંધે લાગી ગયા. તેમણે ફ્રોડનો મામલો ઉછાળ્યો. અને થોડા દિવસ તેનો તમાશો બન્યો.
પણ પેલા શર્ટનું શું થયુ? તો ભાઈ, તે લીલામ થઇ ગયું. તે આ બધી ઘટના બાદ તેની લીલામી થઇ. ખાસી એવી કિમતમાં કોઈ ખરીદી ગયું. અને આખો મામલો પૂરો થયો. દામોદર અને તેની પત્નીએ રાહતનો સ્વાસ લીધો. હા, સમાજમાં તેમણે સ્થાન પાછુ મળ્યું. અને માફીનો પત્ર પણ મળી ગયો.
*************************************************************************************
.